03-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - કલગીધર બનવા માટે પોતાની અવસ્થા અચલ - અડોલ બનાવો , જેટલા તમારા પર કલંક લાગે છે , એટલા તમે કલગીધર બનો છો

પ્રશ્ન :-
બાપ ની આજ્ઞા કઈ છે? કઈ મુખ્ય આજ્ઞા પર ચાલવા વાળા બાળકો દિલ તખ્તનશીન બને છે?

ઉત્તર :-
બાપ ની આજ્ઞા છે-મીઠાં બાળકો, તમારે કોઈની સાથે પણ ખિટ-ખિટ નથી કરવાની. શાંતિ માં રહેવાનું છે. જો કોઈને તમારી વાત નથી ગમતી તો તમે ચુપ રહો. એક-બીજા ને હેરાન નહીં કરો. બાપદાદા નાં દિલ તખ્તનશીન ત્યારે બની શકો જ્યારે અંદર કોઈ પણ ભૂત ન રહે, મુખ થી ક્યારેય કોઈ કડવા બોલ ન નીકળે, મીઠું બોલવાની જીવન ની ધારણા થઈ જાય.

ઓમ શાંતિ!
ભગવાનુવાચ, આત્મ-અભિમાની ભવ - પહેલાં-પહેલાં જરુર કહેવું પડે. આ છે બાળકો માટે સાવધાની. બાપ કહે છે કે હું બાળકો-બાળકો કહું છું તો આત્માઓને જ જોઉં છું, શરીર તો જૂની જુત્તી છે. આ સતોપ્રધાન બની નથી શકતું. સતોપ્રધાન શરીર તો સતયુગ માં જ મળશે. હમણાં તમારો આત્મા સતોપ્રધાન બની રહ્યો છે. શરીર તો એજ જૂનું છે. હવે તમારે પોતાનાં આત્માને સુધારવાનો છે. પવિત્ર બનવાનું છે. સતયુગ માં શરીર પણ પવિત્ર મળશે. આત્મા ને શુદ્ધ કરવા માટે એક બાપ ને યાદ કરવાના હોય છે. બાપ પણ આત્માને જુએ છે. ફક્ત જોવાથી આત્મા શુદ્ધ નહીં બનશે. તે તો જેટલું બાપ ને યાદ કરશો એટલો શુદ્ધ થતો જશે. આ તો તમારું કામ છે. બાપ ને યાદ કરતા-કરતા સતોપ્રધાન બનવાનું છે. બાપ તો આવ્યા જ છે રસ્તો બતાવવાં. આ શરીર તો અંત સુધી જૂનું જ રહેશે. આ તો ફક્ત કર્મેન્દ્રિયો છે, જેનાથી આત્માનું કનેક્શન છે. આત્મા ગુલ-ગુલ બની જાય છે પછી કર્તવ્ય પણ સારું કરે છે. ત્યાં પછી જાનવર પણ સારા-સારા રહે છે. અહીં ચકલીઓ મનુષ્યો ને જોઈ ભાગે છે, ત્યાં તો એવા સારા-સારા પક્ષી તમારી આગળ-પાછળ, હરતા-ફરતા રહેશે. તે પણ કાયદેસર. એવું નહીં ઘર ની અંદર ઘુસી આવશે, ગંદકી કરીને જશે. ના, ખૂબ કાયદાની દુનિયા હોય છે. આગળ ચાલી તમને બધાં સાક્ષાત્કાર થતા રહેશે. હમણાં માર્જિન તો ખૂબ છે. સ્વર્ગની મહિમા તો અપરમઅપાર છે. બાપ ની મહિમા પણ અપરમઅપાર છે, તો બાપ ની પ્રોપર્ટી ની મહિમા પણ અપરમઅપાર છે. બાળકોને કેટલો નશો ચઢવો જોઈએ? બાપ કહે છે હું એ આત્માઓને યાદ કરું છું, જે સર્વિસ કરે છે, તે ઓટોમેટિકલી યાદ આવે છે. આત્મા માં મન-બુદ્ધિ છે ને? સમજે છે કે અમે ફર્સ્ટ નંબરની સર્વિસ કરીએ છીએ કે સેકન્ડ નંબર ની કરીએ છીએ? આ બધાં નંબરવાર સમજે છે. કોઈ તો મ્યુઝિયમ બનાવે છે, પ્રેસિડેન્ટ, ગવર્નર વગેરેની પાસે જાય છે. જરુર સારી રીતે સમજાવતા હશે. બધામાં પોત-પોતાનાં ગુણ છે. કોઈ માં સારા ગુણ હોય છે તો કહેવાય છે આ કેટલાં ગુણવાન છે. જે સર્વિસેબલ હશે તે સદૈવ મીઠું બોલશે. કડવું ક્યારેય બોલી ન શકે. જે કડવું બોલવા વાળા છે એમનામાં ભૂત છે. દેહ-અભિમાન છે નંબરવન, પછી એની પાછળ બીજા ભૂતો પ્રવેશ કરે છે.

મનુષ્ય બદ-ચલન પણ ખૂબ ચાલે છે. બાપ કહે છે એ બિચારાઓનો દોષ નથી. તમારે મહેનત એવી કરવાની છે જેવી કલ્પ પહેલાં કરી છે, પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો પછી ધીરે-ધીરે આખાં વિશ્વ ની ડોર તમારા હાથો માં આવવાની છે. ડ્રામા નું ચક્ર છે, સમય પણ ઠીક બતાવે છે. બાકી ખૂબ ઓછો સમય બચ્યો છે. તે લોકો આઝાદી આપે છે તો બે ટુકડા કરી દે છે, પરસ્પર લડતા રહે છે. નહીં તો એમનાં બારુદ વગેરે કોણ લેશે? આ પણ એમનો વેપાર છે ને? ડ્રામા અનુસાર આ પણ એમની ચાલાકી છે. અહીં પણ ટુકડા-ટુકડા કરી દીધાં છે. તે કહે આ ટુકડો અમને મળે, પૂરો ભાગ નથી કરાયો, એ તરફ પાણી વધારે જાય છે, ખેતી ખૂબ થાય છે, આ તરફ પાણી ઓછું છે. પરસ્પર લડી પડે છે, પછી સિવિલવોર થઈ પડે છે. ઝઘડા તો ખૂબ થાય છે. તમે જ્યારે બાપનાં બાળકો બન્યા છો તો તમે પણ ગાળો ખાઓ છો. બાબાએ સમજાવ્યું હતું-હમણાં તમે કલંગીધર બનો છો. જેવી રીતે બાબા ગાળો ખાય છે, તમે પણ ગાળો ખાઓ છો. આ તો જાણો છો કે એ બિચારાઓને ખબર નથી કે આ વિશ્વનાં માલિક બને છે. ૮૪ જન્મો ની વાત તો ખૂબ સહજ છે. પોતેજ પૂજ્ય, પોતેજ પુજારી પણ તમે બનો છો. કોઈની બુદ્ધિમાં ધારણા નથી થતી, આ પણ ડ્રામા માં એમનો એવો પાર્ટ છે. શું કરી શકીએ છીએ? કેટલું પણ માથું મારો પરંતુ ઉપર ચઢી નથી શકતાં. તદબીર (પુરુષાર્થ) તો કરાવાય છે પરંતુ એમની તકદીર માં નથી. રાજધાની સ્થાપન થાય છે, એમાં બધાં જોઈએ. એવું સમજીને શાંતિ માં રહેવું જોઈએ. કોઈની સાથે પણ ખિટ-પિટ ની વાત નથી. પ્રેમ થી સમજાવવું પડે છે-આવું ન કરો. આ આત્મા સાંભળે છે, આનાંથી વધારે જ પદ ઓછું થઈ જશે. કોઈ-કોઈ ને તો સારી વાત સમજાવો તો પણ અશાંત થઈ જાય છે, તો છોડી દેવા જોઈએ. પોતે પણ એવાં હશે તો એક-બીજાને હેરાન કરતા રહેશે. આ અંત સુધી રહેશે. માયા પણ દિવસે-દિવસે કઠોર થતી જાય છે. મહારથીઓ સાથે માયા પણ મહારથી થઈને લડે છે. માયા નાં તોફાન આવે છે પછી પ્રેક્ટિસ થઈ જાય છે બાપ ને યાદ કરવાની, એકદમ જાણે અચલ-અડોલ રહે છે. સમજે છે માયા હેરાન કરશે. ડરવાનું નથી. કલગીધર બનવા વાળા પર કલંક લાગે છે, આમાં નારાજ ન થવું જોઈએ. સમાચાર પત્રવાળા કંઈ પણ વિરોધ કરે છે કારણ કે પવિત્રતા ની વાત છે. અબળાઓ પર અત્યાચાર થશે. અકાસુર-બકાસુર નામ પણ છે. સ્ત્રીઓનું નામ પણ છે પૂતના, સુપનખા છે.

હવે બાળકો પહેલાં-પહેલાં મહિમા પણ બાપ ની સંભળાવે છે. બેહદનાં બાપ કહે છે તમે આત્મા છો. આ નોલેજ એક બાપ સિવાય કોઈ આપી નથી શકતાં. રચયિતા અને રચના નું જ્ઞાન, આ છે ભણતર, જેનાથી તમે સ્વદર્શન ચક્રધારી બની ચક્રવર્તી રાજા બનો છો. અલંકાર પણ તમારા છે પરંતુ તમે બ્રાહ્મણ પુરુષાર્થી છો એટલે આ અલંકાર વિષ્ણુ ને આપી દીધાં છે. આ બધી વાતો-આત્મા શું છે? પરમાત્મા શું છે? કોઈપણ બતાવી ન શકે. આત્મા ક્યાંથી આવ્યો? કેવી રીતે નીકળી જાય છે? ક્યારેક કહે છે આંખ થી નીકળ્યો, ક્યારેક કહે છે ભ્રકુટી થી નીકળ્યો, ક્યારેય કહે છે માથા થી નીકળી ગયો. આ તો કોઈ જાણી નથી શકતું. હમણાં તમે જાણો છો-આત્મા શરીર એવી રીતે છોડશે, બેઠાં-બેઠાં બાપ ની યાદ માં દેહ નો ત્યાગ કરી દેશે. બાપની પાસે તો ખુશી થી જવાનું છે. જૂનું શરીર ખુશી થી છોડવાનું છે. જેવી રીતે સાપ નું દૃષ્ટાંત છે. જાનવરો માં પણ જે અક્કલ છે, તે મનુષ્યો માં નથી. તે સંન્યાસી વગેરે તો ફક્ત દૃષ્ટાંત આપે છે. બાપ કહે છે તમારે એવા બનવાનું છે જેમ ભ્રમરી કીડાને ટ્રાન્સફર કરી દે છે, તમારે પણ મનુષ્ય રુપી કીડા ને ટ્રાન્સફર કરી દેવાનાં છે. ફક્ત દૃષ્ટાંત નથી આપવાનું પરંતુ પ્રેક્ટિકલ કરવાનું છે. હવે આપ બાળકોને પાછું ઘરે જવાનું છે. તમે બાપ પાસે થી વારસો મેળવી રહ્યા છો તો અંદર ખુશી થવી જોઈએ. તે તો વારસા ને જાણતા જ નથી. શાંતિ તો બધાને મળે છે, બધાં શાંતિધામ માં જાય છે. બાપ સિવાય કોઈ પણ સર્વ ની સદ્દગતિ નથી કરતાં. આ પણ સમજાવવાનું હોય છે, તમારો નિવૃત્તિ માર્ગ છે, તમે તો બ્રહ્મ માં લીન થવાનો પુરુષાર્થ કરો છો. બાપ તો પ્રવૃત્તિમાર્ગ બનાવે છે. આ ખૂબ ગુહ્ય વાત છે. પહેલાં તો કોઈને અલ્ફ-બે જ ભણાવવું પડે છે. બોલો, તમને બે બાપ છે-હદ નાં અને બેહદ નાં. હદ નાં બાપની પાસે જન્મ લો છો વિકાર થી. કેટલાં અપાર દુઃખ મળે છે? સતયુગ માં તો અપાર સુખ છે. ત્યાં તો જન્મ જ માખણ ની જેમ થાય છે. કોઈ દુઃખની વાત નથી. નામ જ છે સ્વર્ગ. બેહદનાં બાપ પાસે થી બેહદની બાદશાહી નો વારસો મળે છે. પહેલાં છે સુખ, પછી છે દુઃખ. પહેલાં દુઃખ પછી સુખ કહેવું ખોટું છે. પહેલાં નવી દુનિયા સ્થાપન થાય છે, જૂની થોડી સ્થાપન થાય છે? જૂનું મકાન ક્યારેય કોઈ બનાવે છે શું? નવી દુનિયામાં તો રાવણ હોય ન શકે. આ પણ બાપ સમજાવે છે તો બુદ્ધિ માં યુક્તિઓ હોય. બેહદ નાં બાપ બેહદ નું સુખ આપે છે. કેવી રીતે આપે છે? આવો તો સમજાવીએ. કહેવાની પણ યુક્તિ જોઈએ. દુઃખધામ નાં દુઃખો નાં પણ તમે સાક્ષાત્કાર કરાવો. કેટલાં અથાહ દુઃખ છે? અપરમઅપાર છે. નામ જ છે દુઃખધામ. આને સુખધામ કોઈ કહી ન શકે. સુખધામ માં શ્રીકૃષ્ણ રહે છે. શ્રીકૃષ્ણ નાં મંદિર ને પણ સુખધામ કહે છે. તે સુખધામ નાં માલિક હતાં, જેની મંદિરો માં હમણાં પૂજા થાય છે. હવે આ બાબા લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં જશે તો કહેશે ઓહો! આ તો હું બનું છું આમની પૂજા થોડી કરીશ? નંબરવન બને છે તો પછી સેકન્ડ, થર્ડ ની પૂજા કેમ કરે? આપણે તો સૂર્યવંશી બનીએ છીએ. મનુષ્યો ને થોડી ખબર છે? તે તો બધાને ભગવાન કહેતા રહે છે. અંધકાર કેટલો છે? તમે કેટલું સારી રીતે સમજાવો છો. સમય લાગે છે, જે કલ્પ પહેલાં લાગ્યો હતો, જલ્દી કંઈ પણ કરી નથી શકતાં. હીરા જેવો જન્મ તમારો આ હમણાંનો છે. દેવતાઓનો પણ હીરા જેવો જન્મ નહીં કહેવાશે. તે કોઈ ઈશ્વરીય પરિવાર માં થોડી છે? આ છે તમારો ઈશ્વરીય પરિવાર. તે છે દૈવી પરિવાર. કેટલી નવી-નવી વાતો છે? ગીતા માં તો લોટ માં મીઠું જેટલું છે. કેટલી ભૂલ કરી દીધી છે, શ્રીકૃષ્ણનું નામ નાખીને. બોલો, તમે દેવતાઓને તો દેવતા કહો છો પછી શ્રીકૃષ્ણ ને ભગવાન કેમ કહો છો? વિષ્ણુ કોણ છે? આ પણ તમે સમજો છો. મનુષ્ય તો જ્ઞાન વગર એમ જ પૂજા કરતા રહે છે. પ્રાચીન પણ દેવી-દેવતા છે જે સ્વર્ગ માં થઈને ગયા છે. સતો, રજો, તમો માં બધાએ આવવાનું છે. આ સમયે બધાં તમોપ્રધાન છે. બાળકો ને પોઈન્ટ્સ તો ખૂબ સમજાવે છે. બેજ પર પણ તમે સારું સમજાવી શકો છો. બાપ અને ભણાવવા વાળા ટીચર ને યાદ કરવા પડે. પરંતુ માયા ની પણ કેટલી કશમકશ (ખેંચતાણ) ચાલે છે. ખૂબ સારા-સારા પોઈન્ટ્સ નીકળતા રહે છે. જો સાંભળશે નહીં તો સંભળાવી કેવી રીતે શકે? ખાસ કરીને બહાર મોટા મહારથી આમ-તેમ જાય છે તો મોરલી મિસ કરી દે છે, પછી વાંચતા નથી. પેટ ભરેલું છે. બાપ કહે છે કેટલી ગુહ્ય-ગુહ્ય વાતો તમને સંભળાવું છું, જે સાંભળીને ધારણ કરવાની છે. ધારણા નહીં થશે તો કાચ્ચા રહી જશો. ઘણાં બાળકો પણ વિચાર સાગર મંથન કરી સારા-સારા પોઈન્ટ્સ સંભળાવે છે. બાબા જુએ છે, સાંભળે છે જેવી-જેવી અવસ્થા, તેવા-તેવા પોઈન્ટ્સ કાઢી શકે છે. જે ક્યારેય આમણે નથી સંભળાવ્યા તે સર્વિસેબલ બાળકો કાઢે છે. સર્વિસ પર જ લાગેલા રહે છે. મેગેઝીન માં પણ સારા પોઈન્ટ્સ લખે છે.

તો આપ બાળકો વિશ્વનાં માલિક બનો છો. બાપ કેટલાં ઊંચ બનાવે છે, ગીત માં પણ છે ને આખાં વિશ્વની બાગડોર તમારા હાથ માં હશે. કોઈ છીનવી ન શકે. આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં ને? એમને ભણાવવા વાળા જરુર બાપ જ હશે. આ પણ તમે સમજાવી શકો છો. એમણે રાજ્યપદ મેળવ્યું કેવી રીતે? મંદિર નાં પુજારી ને ખબર નથી. તમને અથાહ ખુશી થવી જોઈએ. આ પણ તમે સમજાવી શકો છો ઈશ્વર સર્વવ્યાપી નથી. આ સમયે તો પ ભૂત સર્વવ્યાપી છે. એક-એક માં આ વિકાર છે. માયા નાં પ ભૂત છે. માયા સર્વવ્યાપી છે. તમે પછી ઈશ્વર સર્વવ્યાપી કહી દો છો? આ તો ભૂલ છે ને? ઈશ્વર સર્વવ્યાપી હોય કેવી રીતે શકે? એ તો બેહદનો વારસો આપે છે. કાંટાઓ ને ફૂલ બનાવે છે. સમજાવવાની પ્રેક્ટિસ પણ બાળકોએ કરવી જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યારે કોઈ અશાંતિ ફેલાવે છે અથવા હેરાન કરે છે તો તમારે શાંત રહેવાનું છે. જો સમજણ મળવા છતાં પણ કોઈ પોતાનો સુધાર નથી કરી શકતાં તો કહેશે એમની તકદીર કારણ કે રાજધાની સ્થાપન થઈ રહી છે.

2. વિચાર સાગર મંથન કરી જ્ઞાન નાં નવા-નવા પોઈન્ટ્સ કાઢી સર્વિસ કરવાની છે. બાપ મોરલી માં રોજ જે ગુહ્ય વાતો સંભળાવે છે, તે ક્યારેય મિસ નથી કરવાની.

વરદાન :-
પવિત્રતા ને આદિ - અનાદિ વિશેષ ગુણ નાં રુપ માં સહજ અપનાવવા વાળા પૂજ્ય આત્મા ભવ

પૂજ્ય બનવાનો વિશેષ આધાર પવિત્રતા પર છે. જેટલી સર્વ પ્રકારની પવિત્રતા ને અપનાવો છો એટલાં સર્વ પ્રકારથી પૂજનીય બનો છો. જે વિધિપૂર્વક આદિ-અનાદિ વિશેષ ગુણ નાં રુપ થી પવિત્રતા ને અપનાવે છે તે જ વિધિપૂર્વક પૂજાય છે. જે જ્ઞાની અને અજ્ઞાની આત્માઓનાં સંપર્કમાં આવતાં પવિત્ર વૃત્તિ, દૃષ્ટિ, વાઈબ્રેશન થી યથાર્થ સંપર્ક-સંબંધ નિભાવે છે, સ્વપ્ન માં પણ જેમની પવિત્રતા ખંડિત નથી થતી-એ જ વિધિપૂર્વક પૂજ્ય બને છે.

સ્લોગન :-
વ્યક્ત માં રહેતા અવ્યક્ત ફરિશ્તા બનીને સેવા કરો તો વિશ્વ કલ્યાણ નું કાર્ય તીવ્ર ગતિ થી સંપન્ન થાય.