03-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે સાચાં - સાચાં રાજઋષિ , રાજયોગી છો , તમારે રાજાઈ નાં માટે પવિત્ર જરુર બનવાનું છે”

પ્રશ્ન :-
કયું અટેન્શન રાજાઈ નાં લાયક બનાવી દે છે?

ઉત્તર :-
જો ભણતર પર પૂરે-પૂરું અટેન્શન છે તો રાજાઈ મળી જાય છે. બાપ જે સંભળાવે છે તેને સારી રીતે સાંભળી ધારણ કરો. બાપે સંભળાવ્યું અને બાળકોએ સાંભળ્યું તો રાજાઈ મળી જશે. જો સાંભળતાં સમયે બગાસા ખાઓ કે ઝુટકા ખાઓ, બુદ્ધિ ભટકે તો રાજાઈ ગુમાવી દેશો એટલે ભણતર પર પૂરું અટેન્શન આપો.

ગીત :-
હમેં ઉન રાહોં પર ચલના હૈં…

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો પ્રત્યે સમજાવી રહ્યાં છે. આજે બાળકોને હઠયોગ અને રાજયોગ પર સમજાવે છે. બાળકોને ખબર છે તેઓ જે પણ શીખવાડે છે, બધા છે હઠયોગ કારણકે તેઓ કર્મ સંન્યાસી છે. હકીકત માં ગૃહસ્થીઓ ને હઠયોગ, કર્મસંન્યાસ શીખવાનો નથી. તે તો છે જ નિવૃત્તિ માર્ગ. તે ધર્મ જ અલગ છે. તમારો ધર્મ દેવી-દેવતા ધર્મ છે, જે દેવી-દેવતાઓએ રાજયોગ થી જ રાજ્ય મેળવ્યું છે. હમણાં તમે રાજઋષિ છો. ઋષિ તેમને કહેવાય છે જે પવિત્ર રહે છે. તમે હમણાં પવિત્ર છો. જો પવિત્ર ન રહે તો તેમને ઋષિ નહીં કહેવાશે. તમે રાજાઈ મેળવવા માટે પવિત્ર બનો છો. તે કોઈ રાજાઈ મેળવવા માટે પવિત્ર નથી બનતાં. તમે જાણો છો કે પવિત્ર દુનિયામાં આપણને પવિત્ર રાજાઈ હતી. ભારત માં જ ૫ હજાર વર્ષ પહેલાં દેવી-દેવતાઓ નો પૂજ્ય પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. હવે પુજારી પતિત બની ગયાં છે. પતિત કેવી રીતે બન્યાં? ૮૪ જન્મો નો હિસાબ છે ને. બાપ જે સહજ રાજયોગ શીખવાડી રહ્યાં છે, તે જ તમને ૮૪ જન્મો નો હિસાબ બતાવે છે. બીજા ધર્મ ને સંન્યાસ ધર્મ વાળા શું જાણે! આ છે દેવી-દેવતાઓ નો પ્રાચીન ધર્મ. તે છે પાછળ વાળા ધર્મ. જે પાસ્ટ (વીતી ગયું ) થઈ ગયું છે, તેમને સંન્યાસી સમજી ન શકે.

તમે જાણો છો હઠયોગ અનેક પ્રકારનાં છે. દ્વાપર થી ભક્તિમાર્ગ ની સાથે હઠયોગ શરું થાય છે. હવે ફરી છે રાજયોગ. તે હઠયોગ જન્મ બાય જન્મ શીખતાં આવ્યાં છે. રાજયોગ તમે એક જન્મ માં જ શીખો છો. તેમણે જન્મ બાય જન્મ પુનર્જન્મ લઈને હઠયોગ શીખવાનો જ છે. તમારે રાજયોગ શીખવાનાં માટે પુનર્જન્મ નથી લેવો પડતો. આ રાજયોગ તમે ફક્ત સંગમ પર જ શીખો છો. રાજાઈ મળી ગઈ, સ્વર્ગ થઈ ગયું પછી બીજા બધાં ધર્મ ખતમ થઈ જાય છે. તમે રાજઋષિ છો. રાધા-કૃષ્ણ પણ પવિત્ર છે ને? કૃષ્ણ ને મહાત્મા પણ કહે છે. મહાત્મા પવિત્ર હોય છે. તમે પણ હમણાં મહાત્મા અથવા રાજઋષિ છો. મહાત્મા અર્થાત્ પવિત્ર, મહાન આત્મા. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. શાસ્ત્રો તો પછી થી બને છે. કહાણીઓની (કથાઓ) જેમ બેસી લખે છે. જે પાસ્ટ (ભૂતકાળ) થઈ જાય છે, તે બેસી રમત બનાવે છે. સાચું તો નથી. હવે બાપ બાળકોને પ્રેક્ટિકલ માં ભણાવે છે. તેમની પછી હિસ્ટ્રી બનાવી છે. યાદવ, કૌરવ, પાંડવ હતાંં, જરુર સંગમ પર હશે. સંગમયુગ ની હિસ્ટ્રી બેસી બનાવી છે. તહેવાર પણ બધા સંગમયુગ નાં છે. રક્ષાબંધન પણ પવિત્રતા પર છે. પાછળ પછી તેમનું યાદગાર ચાલે છે. અહીં બાપ પણ બધાને પવિત્ર બનાવી પ્રતિજ્ઞા કરાવે છે. સિક્ખ લોકો કંગન (કડું) પહેરે છે, તે પણ પવિત્રતા ની નિશાની છે. હિન્દુ લોકો જનોઈ પહેરે છે, તે પણ પવિત્રતા ની નિશાની છે. પરંતુ પવિત્ર રહેતાં નથી. રાખડી બંધાવે છે, અર્થ થોડી સમજે છે! આગળ બ્રાહ્મણ લોકો રાખડી બાંધતા હતાં. હવે બહેન-ભાઈ ને રાખડી બાંધે છે, તે ખર્ચી આપે છે. આ બધી હમણાં ફેશન આવી છે. હકીકત માં આ છે પવિત્રતા ની વાત. બાપ કહે છે - બાળકો, કામ મહાશત્રુ છે. તે બ્રાહ્મણ લોકો કોઈ એવું નથી સમજાવતાં. હવે બેહદ નાં બાપ કહે છે બાળકો, પ્રતિજ્ઞા કરો અમે પણ પવિત્ર બનીશું. ક્યારેય વિકાર માં નહીં જઈશું. બોલાવો પણ એટલે છો કે આવીને પતિતો ને પાવન બનાવો. સતયુગ-ત્રેતા માં કોઈ નથી બોલાવતાં. તે છે જ રામ રાજ્ય. આ છે રાવણ રાજ્ય. રામ રાજ્ય માં ૫ વિકાર હોતાં નથી. યથા રાજા રાણી તથા પ્રજા… હવે આપ બાળકો જાણો છો આપણે બાબા પાસેથી સ્વર્ગ ની બાદશાહી લઈ રહ્યાં છીએ. આ નર્ક થી જવાનું જરુર છે. બાબા આવ્યાં છે પાવન બનાવીને સ્વર્ગ માં લઈ જવાં. પછી તો આપણે કેમ નહીં પાવન બનીએ. તેમનાં હઠયોગ તો અનેક પ્રકારનાં છે. જયપુર નાં મ્યુઝિયમ માં જઈને જુઓ કેટલી વેરાઈટી (વિવિધતા) છે હઠયોગ ની. તેનાથી થતું કંઈ પણ નથી. સીડી નીચે ઉતરતાં જ જાય છે.

બાપે સમજાવ્યું છે ભારત જ્યારે પતિત બને છે, રાવણ નું રાજ્ય થાય છે તો ધરતી હલવા લાગે છે. સોના નાં મહેલ વગેરે બધાં નીચે ચાલ્યાં જાય છે. મહેલો વગેરેને કોઈ લૂટ્યાં થોડી છે? તે તો ફક્ત મંદિરો ને લૂટ્યાં છે. કાંઈક ઘરેણા-સોનું વગેરે લઈ ગયાં છે. ઘરેણાઓ નો સૌથી વધારે શોખ તમને છે. તમે સ્વર્ગ માં આવતાં જ ઘરેણાં પહેરો છો, રાજ્ય કરો છો. બીજા ધર્મ વાળા આવતાં જ રાજ્ય નથી કરતાં. તમે બેહદ નાં બાપ પાસેથી સ્વર્ગ ની બાદશાહી નો વારસો લો છો. તો બાપ બેસી સમજાવે છે, ગીતા વાંચીને નથી સંભળાવતાં. ગીતા માં જે કંઈ લખ્યું છે, તે બધું મેં કહ્યું નથી, તે તો મનુષ્યોએ મારા મહાવાક્યો નાં પછી બેસી શાસ્ત્ર બનાવ્યાં છે. મેં જે તમને સંભળાવ્યું તે તમે જ સાંભળ્યું અને પછી જઈને રાજાઈ કરી. ત્યાં આ જ્ઞાન નથી રહેતું. અહીં તો બાપ શિક્ષક બેસી શિક્ષા આપે છે. બાપ તો હિન્દી માં જ સમજાવે છે. અહીં બધાં હિન્દી-હિન્દી કહેતાં રહે છે ને. જે તેમની ભાષા છે. હકીકત માં પ્રાચીન ભાષા હિન્દી જ છે, ન કે સંસ્કૃત. આ સંસ્કૃત તો શંકરાચાર્ય નાં પછી નીકળ્યું છે. જે આવે છે તે પોતાની ભાષા ચલાવે છે. બાકી એવું નથી કે બાબાએ ગીતા સંસ્કૃત માં સંભળાવી છે. ના. ગુરુનાનક ને પોતાનો ગ્રંથ છે. તેમણે સિક્ખ ધર્મ સ્થાપન કર્યો, તેમને પણ અવતાર માને છે. તેમાં રાજાઓ પણ હોય છે. સંન્યાસીઓમાં રાજાઈ નથી. બાબાએ સમજાવ્યું છે - બુદ્ધ, ક્રાઈસ્ટ વગેરે પહેલાં ગૃહસ્થી આત્મા હતાં. હવે ગૃહસ્થી પતિત આત્મા તો ધર્મ સ્થાપન કરી ન શકે. તેમનામાં પવિત્ર આત્મા આવ્યો, જેમણે ધર્મ સ્થાપન કર્યો. બીજા ધર્મ તો જાત-જાત નાં અનેક છે, આવીને પોતાનાં નાનાં મઠ-પંથ સ્થાપન કરે છે. ઝાડ માં પણ દેખાડ્યું છે ને. તો હઠયોગ અને રાજયોગ માં ખુબ ફરક છે. આ વાતો સમજવાની છે, જેમને સમજ માં નહીં આવતું હોય, તે ઝુટકા ખાતા, બગાસા ખાતા રહેશે. અહીં તો તમને ખજાનો મળે છે. ખૂબ ભારે કમાણી છે. તમે રત્નો થી ઝોલી ભરો છો. તો આ આંખો ખોલીને સાંભળવાનું હોય છે. ઝુટકા ખાતા રહેશે કે બુદ્ધિ બહાર ભટકતી રહેશે તો તે રાજધાની મેળવી ન શકે.

તમે છો રાજઋષિ. રાજાઈ પ્રાપ્ત કરવા વાળા બાપ રાજધાની સ્થાપન કરે છે. શ્રીકૃષ્ણ નથી કરતાં. કૃષ્ણ બાપ નો વારસો લે છે. હવે તમારા બાપ છે નિરાકાર, જેમનાથી વારસો લઈ રહ્યાં છો - વિશ્વ ની બાદશાહી નો. કેટલાં તમે સાહૂકાર બનો છો. અહીં એક જ બાપ આવીને રાજયોગ શીખવાડે છે. તે પણ હરો, ફરો, ખાવો, પીવો, ફક્ત બાપ ને યાદ કરો. સાહૂકાર જરુર સારી રીતે ખાશે. તે તો પોતાની કમાણી નું ફળ ખાય છે. માલપુઆ ખાવો કે રોટલી ખાવો. યાદ કરો બાપ ને. ભલે કાંઈ પણ ખાવો. પૈસા ત્યારે કોનાં માટે છે. બાબા કોઈ મનાઈ નથી કરતાં. ફક્ત બાપ સાથે યોગ લગાવવાનો છે. આ રાજાઈ સ્થાપન કરવામાં ખર્ચો નથી. તે લડાઈ વગેરેમાં કેટલો ખર્ચો થાય છે. એરોપ્લેન પર કેટલો ખર્ચો થાય છે. પડે છે તો એકદમ ખતમ થઈ જાય છે. કેટલું નુકસાન થઈ જાય છે. તો બાપ કહે છે ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરો. સ્વદર્શન ચક્ર ફરાવતાં રહો. આપણે ૮૪ જન્મ પૂરા કર્યા છે. હવે ચાલ્યા વતન ની તરફ. ઘરે જઈને પછી આવી રાજાઈ કરીશું. તમે એક્ટર્સ છો ને. તે બાયસ્કોપ (ચલચિત્રો) તો બે અઢી કલાક ચાલે છે. આ બેહદ નું નાટક ૫ હજાર વર્ષ ચાલે છે, આને મનુષ્ય જાણી જ શકે. આ દુનિયા છે કાંટાઓ નું જંગલ. મોટાં માં મોટો કાંટો છે વિકાર નો, જે આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. બીજા નંબર નો કાંટો છે ક્રોધ. તેની નિશાની આ મહાભારત લડાઈ જુઓ. કોઈ વાત માં ગુસ્સો આવ્યો તો ઝટ બોમ્બ્સ શરું કરી દેશે. હવે તો એવાં-એવાં બોમ્બ્સ બનાવ્યાં છે જે વાત નહીં પૂછો. સતયુગ માં કોઈ લડાઈ વગેરે હોતી નથી. સંગમ પર જ આ મહાભારત લડાઈ દેખાડી છે. બીજા કોઈ શાસ્ત્ર માં લડાઈ ની વાત જ નથી. ત્યાં તો આખાં વિશ્વ નાં તમે માલિક રહો છો. લડાઈની વાત હોઈ ન શકે. શાસ્ત્રો માં અસુરો અને દેવતાઓ ની લડાઈ દેખાડી છે. પરંતુ દેવતાઓ અહિંસક છે. તમે યોગબળ થી વિશ્વ નાં માલિક બનો છો. આ છે સાઈલેન્સ (શાંતિ) બળ, આમાં કાંઈ તમારે બોલવાનું નથી. યાદ નાં બળ થી તમે બાબા થી વિશ્વ ની બાદશાહી લો છો. ફરક જુઓ કેટલો છે. સાયન્સ (વિજ્ઞાન) બળ થી વિનાશ થાય છે. તે જ સાયન્સ થી ફરી સતયુગ માં સુખ જોશો. સાયન્સ થી ઇન્વેન્શન (શોધ) કરે છે, તે તો સુખ નાં માટે કરે છે. આ પણ આવીને કાંઈક જ્ઞાન લેશે. પ્રદર્શન માં તો બધાં આવે છે. આગળ ચાલી બધાં આવશે. તમારા આ સાઈલેન્સ બળ નો અવાજ નીકળશે.

તમે પ્રશ્ન પૂછો છો - ગીતા નાં ભગવાન કોણ? આવાં પ્રશ્ન કોઈ પૂછી ન શકે. જ્યાં આ પ્રશ્ન લખો છો, તો તેની સાથે ચિત્ર પણ આપો. ગીતા નાં ભગવાન પરમપિતા પરમાત્મા કે શ્રીકૃષ્ણ? જે પૂરાં ૮૪ જન્મ લે છે. પતિત થી પાવન બનાવવા વાળા તો બાપ જ છે. કૃષ્ણ નો આત્મા તો ૮૪ જન્મ લઈ શ્યામ બન્યો છે. તેમને બેસી સમજાવે છે, તમે ૮૪ જન્મ લીધાં છે. તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. એક્ટર્સ ને ખબર તો હોવી જોઈએ ને કે અમે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ? સંન્યાસીઓનો ધર્મ જ અલગ છે. ભારતવાસીઓને પોતાનાં ધર્મ ની ખબર ન હોવાનાં કારણે બીજા-બીજા ધર્મ માં જતાં રહે છે. કોઈ ગુરુ નાં આશીર્વાદ થી કોઈને ધન મળી ગયું તો તેમની પાછળ ચોંટી પડશે. પછી દેવાળું નીકળ્યું તો કહેશે ખુદા ની ભાવી. બાળક મળ્યું ખુબ ખુશી થશે. સારું ૧૦-૧૨ દિવસ નાં પછી બાળક મરી ગયું તો કહે છે ઈશ્વર ની ભાવી. એને જીવિત કરવાનું મારા હાથ માં નથી. બાબા નાં ખુબ એવાં ઉદાહરણ જોયેલાં છે. એવું-એવું ખૂબ થાય છે. અહીં તો બાપ બેઠાં છે. બાળકોને સમજાવે છે મીઠાં-મીઠાં બાળકો, પાવન બનો. યાદ છે, જ્યારે મહાભારે મહાભારત લડાઈ લાગી હતી તો દ્રૌપદીએ પોકાર્યા હતાં - બાબા, અમને આ દુશાસન નગ્ન કરે છે, અમને આનાંથી બચાવો. ૫ હજાર વર્ષ ની વાત છે. આ અબળાઓ પર અત્યાચાર આ વિષ પર જ થાય છે. કોઈ તો સ્ત્રીઓ પણ એવી હોય છે જે વિષ વગર રહી નથી શકતી. એમનું નામ પણ રાખેલું છે સૂરપંખા, પૂતના. જે વિષ નાં માટે હેરાન કરે છે તે છે કંસ, જરાસંધિ, શિશુપાલ… આ બધાં વિનાશ ને તો પામવાનાં જ છે. આ સમયે છે આસુરી, રાવણ રાજ્ય પછી થશે ઈશ્વરીય રાજ્ય. આ આખાં ચક્ર ને તો તમે જાણી ગયાં છો કે કેવી રીતે ૮૪ જન્મ લઈએ છીએ? આ ભુલાય ત્યારે છે જ્યારે વિકાર માં જાઓ છો. વિકાર માં જવા વાળાનું મુખ જ પીળું થઈ જાય છે. સ્વયં જ સમજે છે - આ અમે શું કરી દીધું. બાપ કહે છે - બાળકો, આ વિષય-ગટર માં નહીં જાઓ. આ તમને આદિ-મધ્ય-અંત દુઃખ આપવા વાળા છે. આમાં નહીં પડો. કસમ ઉઠાવો કે અમે વિકાર માં ક્યારેય નહીં જઈશું. ભગવાનુવાચ છે કામ મહાશત્રુ છે. દરેક ચિત્ર માં પહેલાં તો આ લખો. જ્ઞાનસાગર, પતિત-પાવન, ગીતા-જ્ઞાનદાતા શિવ ભગવાનુવાચ. તો પછી કૃષ્ણ નું નામ ઉડી જશે. આપણને ગીતા નાં ભગવાન બેસી આ બતાવે છે. એ જ્ઞાન આપણે લઈએ છીએ. ભગવાન જ આવીને નવી દુનિયા સ્થાપન કરે છે અને જૂની દુનિયાનો વિનાશ થાય છે. રુદ્ર-જ્ઞાન-યજ્ઞ છે ને. અસલ છે શિવબાબા. રુદ્ર બાબા નહીં કહીશું. બોમ્બે માં બબુલનાથ નું પણ મંદિર છે. હવે બબુલ કહેવાય છે કાંટા ને. બબુલનાથ નામ કેમ રાખ્યું છે? આ કોઈ સમજતાં નથી. ચિત્ર તો શિવ નું જ છે. બાકી તો અનેક નામ રાખી દીધાં છે. શિવબાબા જ આવીને કાંટા નાં જંગલ ને ફૂલો નો બગીચો બનાવે છે, એ જ તમારા બાબા છે. એમનું નામ છે શિવ. શિવ પરમાત્માય નમઃ, બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ શબ્દ બિલકુલ ક્લિયર (સ્પષ્ટ) છે. હવે એ પરમપિતા પરમાત્મા બેસી આ રથ દ્વારા સમજાવી રહ્યાં છે. હૂબહૂ જેવી રીતે લૌકિક બાપ સમજાવે છે બાળકો, આપણા કુળ ને કલંક નહીં લગાવતાં. કોઈ ખરાબ કામ નહીં કરતાં. આ બાબા પણ કહે છે બાળકો, વિકાર માં તો ક્યારેય નહીં જતાં. પવિત્ર બન્યાં વગર સ્વર્ગ માં ઊંચ પદ મેળવી નહીં શકો. ખૂબ જબરજસ્ત કમાણી તમે કરી રહ્યાં છો. બાકી બધાં ગુમાવી રહ્યાં છે. ભલે કોઈની પાસે પદમ છે. મોટાં-મોટાં મહેલ બનાવી રહ્યાં છે. લાખો રુપિયા ખર્ચ કરે છે. તમે સમજો છો એ બધું વેસ્ટ ઓફ ટાઈમ (સમય વ્યર્થ કરવો)… છે. આ કાંઈ કામ નહીં આવશે, બધું ખતમ થઈ જશે. તે તો સમજે છે - ૧૦-૧૨ હજાર વર્ષ ચાલશે. આપ બાળકો જાણો છો મોત તો સામે ઊભું છે, માથા પર. થોડાં સમય ની અંદર આ અર્થક્વેક (ધરતી કંપ) વગેરે થઈ બધું ડામાડોળ થઈ જશે. અર્થક્વેક વગેરેમાં અસંખ્ય મરી જાય છે. હવે તો વિનાશ થવાનો જ છે. વિનાશ નો સાક્ષાત્કાર અને સ્થાપના નો સાક્ષાત્કાર કર્યો છે. તે ફરી આ આંખો થી જોશો. ભક્તિમાર્ગ માં કેટલું બધું કરે, પરંતુ કોઈ વૈકુંઠ માં જઈ ન શકે. જ્ઞાન વગર સદ્દગતિ થઈ ન શકે. આ બધા ભક્તિમાર્ગ નાં રમકડાં છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કુળ કલંકિત કરવા વાળું કોઈ પણ ખરાબ કામ નથી કરવાનું. પવિત્ર બનવાની પોતે પોતાનાથી પ્રતિજ્ઞા કરવાની છે.

2. હવે પોતાનો સમય, પૈસા… વેસ્ટ (વ્યર્થ) નથી કરવાનાં. ફૂલો નાં બગીચા માં ચાલવા માટે કાંટા કાઢી દેવાનાં છે.

વરદાન :-
અલૌકિક ખેલ ( રમત ) અને રમકડાં થી રમતા સદા શક્તિશાળી બનવા વાળા અચળ - અડોલ ભવ

અલોકિક જીવન માં માયા નાં વિઘ્ન આવવા પણ એક રમત છે, જેવી રીતે શારીરિક શક્તિ માટે રમત કરાય છે, એવી રીતે અલૌકિક યુગ માં પરિસ્થિતિઓને રમકડાં સમજી આ અલૌકિક રમત રમો. આનાંથી ડરો કે ગભરાવો નહીં. સર્વ સંકલ્પો સહિત સ્વયં ને બાપદાદા પર બલિહાર કરી દો તો માયા ક્યારેય વાર નથી કરી શકતી. રોજ અમૃતવેલા સાક્ષી બની સ્વયં ને સર્વ શક્તિઓથી શૃંગાર કરો તો અચળ-અડોલ રહેશો.

સ્લોગન :-
કોઈ પણ સંસાર સમાચાર સાંભળવા, સંભળાવવા - આ પણ સ્વયં માં કિચડો જમા કરવાનું છે.

આ અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

બાપદાદા નું મુખ્ય ફરમાન છે નિરંતર યાદ માં રહો અને મન, વાણી, કર્મ થી પવિત્ર બનો. સંકલ્પ માં પણ અપવિત્રતા કે અશુદ્ધતા ન હોય - આને કહે છે સંપૂર્ણ પવિત્ર. સંકલ્પ માં પણ જો જૂના અશુદ્ધ સંસ્કાર ટચ કરે છે, વ્યર્થ સંકલ્પ ચાલે છે કે સ્વપ્ન આવે છે તો પણ સંપૂર્ણ પવિત્ર નહીં કહીશું એટલે પવિત્ર-ભવ કે યોગી-ભવ નાં પહેલાં પાઠ ને સ્વરુપ માં લાવો ત્યારે જ બાપ-સમાન અને બાપ નાં સમીપ આવવાનાં અધિકારી બની શકો છો.