03-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
કોઈ પણ પતિત દેહધારીઓ સાથે પ્રેમ નથી રાખવાનો કારણ કે તમે પાવન દુનિયામાં જઈ રહ્યા
છો , એક બાપ સાથે પ્રેમ કરવાનો છે”
પ્રશ્ન :-
આપ બાળકોને કઈ વસ્તુ થી હેરાન નથી થવાનું અને કેમ?
ઉત્તર :-
તમારે પોતાનાં આ જૂનાં શરીર થી જરા પણ હેરાન નથી થવાનું કારણ કે આ શરીર ખૂબ-ખૂબ
મૂલ્યવાન છે. આત્મા આ શરીર માં બેસી બાપ ને યાદ કરીને ખૂબ મોટી લોટરી લઈ રહ્યો છે.
બાપ ની યાદ માં રહેશો તો ખુશી નો ખોરાક મળતો રહેશે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો, હમણાં દૂર દેશ નાં રહેવાવાળા પછી દૂર દેશ નાં યાત્રીઓ છો. આપણે
આત્માઓ છીએ અને હવે બહુજ દૂરદેશ જવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. આ ફક્ત આપ બાળકો જ
જાણો છો કે આપણે આત્માઓ દૂર દેશ નાં રહેવાવાળા છીએ અને દૂર દેશ માં રહેવાવાળા બાપ
ને પણ બોલાવીએ છીએ કે આવીને અમને પણ ત્યાં દૂર દેશ માં લઈ જાઓ. હવે દૂર દેશ માં
રહેવા વાળા બાપ આપ બાળકોને ત્યાં લઈ જાય છે. તમે રુહાની પેસેન્જર (યાત્રીઓ) છો કારણ
કે આ શરીર ની સાથે છો ને? રુહ જ યાત્રા કરશે. શરીર તો અહીં જ છોડી દેશે. બાકી રુહ જ
(યાત્રા) કરશે. રુહ ક્યાં જશે? પોતાની રુહાની દુનિયામાં. આ છે શરીરધારીઓની દુનિયા,
તે છે રુહાની દુનિયા. બાળકોને બાપે સમજાવ્યું છે કે હવે ઘરે પાછું જવાનું છે,
જ્યાંથી પાર્ટ ભજવવા અહીં આવ્યા છો. આ ખૂબ મોટો માંડવો અથવા સ્ટેજ છે. સ્ટેજ પર
અભિનય કરી પાર્ટ ભજવીને ફરી બધાએ પાછું જવાનું છે. નાટક જ્યારે પૂરું થશે ત્યારે તો
જશે ને? હમણાં તમે અહીં બેઠાં છો, તમારો બુદ્ધિયોગ ઘર અને રાજધાની માં છે. આ તો
પાક્કું-પાક્કું યાદ કરી લો કારણ કે આ તો ગાયન છે અંત મતિ સો ગતિ. હમણાં અહીં તમે
ભણી રહ્યા છો, જાણો છો ભગવાન શિવબાબા આપણને ભણાવે છે. ભગવાન તો પુરુષોત્તમ સંગમયુગ
સિવાય ક્યારેય ભણાવશે નહીં. પૂરાં ૫ હજાર વર્ષ માં નિરાકાર ભગવાન બાપ એક જ વખત આવીને
ભણાવે છે. આ તો તમને પાક્કો નિશ્ચય છે. ભણતર પણ કેટલું સહજ છે, હવે ઘરે જવાનું છે.
તે ઘર સાથે તો આખી દુનિયાને પ્રેમ છે. મુક્તિધામ માં જવાનું તો બધાં જ ઈચ્છે છે
પરંતુ તેનો પણ અર્થ નથી સમજતાં. મનુષ્ય ની બુદ્ધિ આ સમયે કેવી છે અને તમારી બુદ્ધિ
હમણાં કેવી બની છે? કેટલો ફરક છે? તમારી છે સ્વચ્છ બુદ્ધિ, નંબરવાર પુરુષાર્થ
અનુસાર. આખા વિશ્વ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ તમને સારી રીતે છે. તમારા દિલમાં છે
કે આપણે હવે પુરુષાર્થ કરી નર થી નારાયણ જરુર બનવાનું છે. અહીં થી તો પહેલાં પોતાનાં
ઘરે જઈશું ને? તો ખુશી થી જવાનું છે. જેમ સતયુગ માં દેવતાઓ ખુશી થી એક શરીર છોડી
બીજું લે છે, તેમ આ જૂનાં શરીર ને પણ ખુશી થી છોડવાનું છે. આનાથી હેરાન નથી થવાનું
કારણ કે આ ખૂબ મૂલ્યવાન શરીર છે. આ શરીર દ્વારા જ આત્મા ને બાપ પાસે થી લોટરી મળે
છે. આપણે જ્યાં સુધી પવિત્ર નથી બન્યા તો ઘરે જઈ નહીં શકીશું. બાપ ને યાદ કરતા રહેશો
ત્યારે જ તે યોગબળ થી પાપો નો બોજો ઉતરશે. નહીં તો ખૂબ સજા ખાવી પડશે. પવિત્ર તો
જરુર બનવાનું છે. લૌકિક સંબંધ માં પણ બાળકો કોઈ ગંદા પતિત કામ કરે છે તો બાપ ગુસ્સા
માં આવીને લાકડી થી પણ મારી દે છે કારણ કે ગેરકાયદેસર પતિત બને છે. કોઈની સાથે પણ
ગેરકાયદેસર પ્રેમ રાખે છે તો પણ મા-બાપ ને નથી ગમતું. આ બેહદ નાં બાપ પછી કહે છે આપ
બાળકોને અહીં તો રહેવાનું નથી. હવે તમારે જવાનું છે નવી દુનિયામાં. ત્યાં વિકારી
પતિત કોઈ હોતું નથી. એક જ પતિત-પાવન બાપ આવીને આવાં પાવન તમને બનાવે છે. બાપ સ્વયં
કહે છે મારો જન્મ દિવ્ય અને અલૌકિક છે, બીજો કોઈ પણ આત્મા મારા સમાન શરીર માં
પ્રવેશ નથી કરી શકતો. ભલે ધર્મ સ્થાપક જે આવે છે તેમનો આત્મા પણ પ્રવેશ કરે છે પરંતુ
તે વાત જ અલગ છે. હું તો આવું જ છું બધાને પાછા લઈ જવા માટે. તેઓ તો ઉપર થી ઉતરે છે
નીચે પોતાનો પાર્ટ ભજવવાં. હું તો બધાને લઈ જાઉં છું પછી બતાવે છે કે તમે કેવી રીતે
પહેલાં-પહેલાં નવી દુનિયામાં ઉતરશો. તે નવી દુનિયા સતયુગ માં બગલા કોઈ પણ હોતા નથી.
બાપ તો આવે છે બગલાઓની વચ્ચે. પછી તમને હંસ બનાવે છે. હવે તમે હંસ બનો છો, મોતી જ
વીણો છો. સતયુગ માં તમને આ રત્ન નહીં મળે. અહીં તમે જ્ઞાન-રત્ન વીણી ને હંસ બનો છો.
બગલા થી તમે હંસ કેવી રીતે બનો છો? એ બાપ બેસીને સમજાવે છે. હમણાં તમને હંસ બનાવે
છે. દેવતાઓ ને હંસ, અસુરો ને બગલા કહેવાય છે. હવે તમે કાદવ (કચરો) છોડાવી મોતી
વિણાવો છો.
તમને જ પદ્માપદ્મ ભાગ્યશાળી કહેવાય છે. તમારા પગ માં છાપ લાગે છે પદમો ની. શિવબાબા
ને તો પગ નથી જે પદમ થઈ શકે. એ તો તમને પદ્માપદ્મ ભાગ્યશાળી બનાવે છે. બાપ કહે છે
હું તમને વિશ્વ નાં માલિક બનાવવા આવ્યો છું. આ બધી વાતો સારી રીતે સમજવાની છે.
મનુષ્ય આ તો સમજે છે ને સ્વર્ગ હતું? પરંતુ ક્યારે હતું? પછી પાછું કેવી રીતે થશે?
તે ખબર નથી. આપ બાળકો હવે અજવાળા માં (પ્રકાશ) આવ્યા છો. તે બધાં છે અંધકાર માં. આ
લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક ક્યારે, કેવી રીતે બન્યા? એ ખબર જ નથી. ૫ હજાર
વર્ષની વાત છે. બાપ સમજાવે છે જેમ તમે આવો છો પાર્ટ ભજવવા, તેમ હું પણ આવું છું. તમે
નિમંત્રણ આપીને બોલાવો છો - હે બાબા, અમને પતિતો ને આવીને પાવન બનાવો. બીજા કોઈને
પણ આવી રીતે ક્યારેય નહીં કહેશે, પોતાનાં ધર્મ સ્થાપક ને પણ આવી રીતે નહીં કહેશે કે
આવીને બધાને પાવન બનાવો. ક્રાઇસ્ટ અથવા બુદ્ધ ને થોડી પતિત-પાવન કહેવાશે? ગુરુ તે
જે સદ્દગતિ કરે. તે તો આવે છે, એમની પાછળ બધાને નીચે ઉતરવાનું છે. અહીં થી પાછા
જવાનો રસ્તો બતાવવાવાળા, સર્વ ની સદ્દગતિ કરવાવાળા અકાળમૂર્ત એક જ બાપ છે. હકીકત
માં સદ્દગુરુ શબ્દ જ સાચ્ચો છે. તમારા કરતાં સાચ્ચો શબ્દ તો પણ સિક્ખ લોકો બોલે છે.
મોટા-મોટા અવાજ થી કહે છે - સદ્દગુરુ અકાળ. ખૂબ જોર થી ધુન લગાવે છે, સદ્દગુરુ
અકાળમૂર્ત કહે છે. મૂર્ત જ ન હોય તો એ પછી સદ્દગુરુ કેવી રીતે બનશે? સદ્દગતિ કેવી
રીતે આપશે? એ સદ્દગુરુ સ્વયં જ આવીને પોતાનો પરિચય આપે છે - હું તમારી જેમ જન્મ નથી
લેતો. બીજા તો બધાં શરીરધારી બેસીને સંભળાવે છે. તમને અશરીરી રુહાની બાપ બેસીને
સમજાવે છે. રાત-દિવસ નો ફરક છે. આ સમયે મનુષ્ય જે કંઈ કરે છે તે ખોટું જ કરે છે
કારણ કે રાવણ ની મત પર છે ને? દરેક માં ૫ વિકાર છે. હમણાં રાવણ રાજ્ય છે, આ વાતો
વિસ્તાર માં બાપ સમજાવે છે. નહીં તો આખી દુનિયાનાં ચક્ર ની ખબર કેવી રીતે પડે? આ
ચક્ર કેવી રીતે ફરે છે, ખબર પડવી જોઈએ ને? આ પણ તમે નથી કહેતા કે બાબા સમજાવો. જાતે
જ બાપ સમજાવતા રહે છે. તમારે એક પણ પ્રશ્ન પૂછવાનો નથી રહેતો. ભગવાન તો બાપ છે. બાપ
નું કામ છે, બધું જાતેજ સંભળાવવું, જાતેજ બધું કરવું. બાળકો ને સ્કૂલ માં બાપ જાતેજ
બેસાડે છે. નોકરી પર લગાવે છે પછી તેમને કહે છે ૬૦ વર્ષ પછી આ બધું છોડી ભગવાન નાં
ભજન કરજો. વેદ-શાસ્ત્ર વગેરે વાંચજો, પૂજા કરજો. તમે અડધોકલ્પ પુજારી બન્યા પછી
અડધાકલ્પ માટે પૂજ્ય બનો છો. પવિત્ર કેવી રીતે બનો? એના માટે કેટલું સહજ સમજાવાય
છે. પછી ભક્તિ બિલકુલ છૂટી જાય છે. તે બધાં ભક્તિ કરી રહ્યા છે, તમે જ્ઞાન લઈ રહ્યા
છો. તે રાત માં છે, તમે દિવસ માં જાઓ છો અર્થાત્ સ્વર્ગ માં. ગીતામાં લખેલું છે
મનમનાભવ, આ શબ્દ તો પ્રસિદ્ધ છે. ગીતા વાંચવા વાળા સમજી શકે છે, ખૂબ સહજ લખેલું છે.
પૂરું જીવન ગીતા વાંચતા આવ્યા છે, કંઈ પણ નથી સમજતાં. હવે એ જ ગીતા નાં ભગવાન બેસીને
શીખવાડે છે તો પતિત થી પાવન બની જાય છે. હમણાં આપણે ભગવાન પાસેથી ગીતા સાંભળીએ છીએ
પછી બીજાઓને સંભળાવીએ છીએ, પાવન બનીએ છીએ.
બાપ નાં મહાવાક્ય છે ને? આ છે જ સહજ રાજયોગ. મનુષ્ય કેટલાં અંધશ્રદ્ધા માં ડૂબેલા
છે, તમારી તો વાત જ નથી સાંભળતાં. ડ્રામા અનુસાર તેમની પણ જ્યારે તકદીર ખુલશે ત્યારે
જ આવી શકે, તમારી પાસે. તમારા જેવી તકદીર બીજા કોઈ ધર્મ વાળાઓની નથી હોતી. બાપે
સમજાવ્યું છે આ તમારો દેવી-દેવતા ધર્મ ખૂબ સુખ આપવાવાળો છે. તમે પણ સમજો છો - બાપ
બરાબર કહે છે. શાસ્ત્રો માં તો ત્યાં પણ કંસ-રાવણ વગેરે દેખાડ્યા છે. ત્યાંના સુખ
ની તો કોઈને ખબર જ નથી. ભલે દેવતાઓને પૂજે છે પરંતુ બુદ્ધિ માં કંઈ નથી બેસતું. હવે
બાપ કહે છે – બાળકો, મને યાદ કરો છો? આવું ક્યારેય સાંભળ્યું કે બાપ બાળકોને કહે કે
તમે મને યાદ કરો? લૌકિક બાપ ક્યારેય આવો યાદ કરાવવાનો પુરુષાર્થ કરાવે છે શું? આ
બેહદનાં બાપ સમજાવે છે. તમે આખા વિશ્વનાં આદિ-મધ્ય-અંત ને જાણીને ચક્રવર્તી રાજા બની
જશો. પહેલાં તમે જશો ઘરે. પછી આવવાનું છે પાર્ટધારી બનીને. હમણાં કોઈને ખબર પણ નહીં
પડે કે આ નવો આત્મા છે કે જૂનો આત્મા છે. નવાં આત્મા નું નામ જરુર થાય છે. હમણાં પણ
જુઓ, કોઈ-કોઈ નું કેટલું નામ થાય છે! મનુષ્ય ખૂબ આવી જાય છે. બેઠાં-બેઠાં અનાયાસે જ
આવી જાય છે. તો તે પ્રભાવ પડે છે. બાબા પણ આમનામાં અનાયાસે જ આવે છે તો પ્રભાવ પડે
છે. તે પણ નવો આત્મા આવે છે તો જૂનાં પર પ્રભાવ પડે છે. ડાળીઓ નીકળતી જાય છે તો
તેમની મહિમા થાય છે. કોઈને ખબર નથી રહેતી કે તેમનું નામ કેમ (પ્રસિદ્ધ) છે? નવો
આત્મા હોવાથી તેમનામાં આકર્ષણ હોય છે. હવે તો જુઓ, કેટલાં બધાં જુઠ્ઠા ભગવાન બની ગયા
છે, એટલે ગાયન છે સત્ય ની નાવ હલે-ડોલે છે પરંતુ ડૂબતી નથી. તોફાન ખૂબ આવે છે કારણ
કે ભગવાન નાવિક (ખેવૈયા) છે ને? બાળકો પણ હલે છે, નાવ ને પણ તોફાન ખૂબ લાગે છે. બીજા
સત્સંગો માં તો અનેક જાય છે પરંતુ ત્યાં ક્યારેય તોફાન વગેરે ની વાત નથી આવતી. અહીં
અબળાઓ પર કેટલાં અત્યાચાર થાય છે? પરંતુ તો પણ સ્થાપના તો થવાની છે. બાપ સમજાવે છે
- હે આત્માઓ, તમે કેટલાં જંગલી કાંટા બની ગયા છો, બીજાઓને કાંટા લગાવો છો તો તમને
પણ કાંટા લાગે છે. જવાબ તો દરેક વાત નો મળે છે. ત્યાં દુઃખ ની છી-છી વાતો કોઈ હોતી
નથી એટલે તેને કહેવાય જ છે સ્વર્ગ. મનુષ્ય સ્વર્ગ અને નર્ક કહે છે પરંતુ સમજતા નથી.
કહે છે-ફલાણા સ્વર્ગ માં ગયાં, આ કહેવું પણ હકીકત માં ખોટું છે. નિરાકારી દુનિયા ને
કોઈ સ્વર્ગ નથી કહેવાતું. તે છે મુક્તિધામ. આ (લોકો) પછી કહે છે સ્વર્ગ માં ગયાં.
હમણાં તમે જાણો છો - આ મુક્તિધામ આત્માઓનું ઘર છે. જેવી રીતે અહીં ઘર હોય છે.
ભક્તિમાર્ગ માં જે ખૂબ ધનવાન હોય છે, તો કેટલાં ઊંચા મંદિર બનાવે છે? શિવ નાં મંદિર
જુઓ કેવા બનાવેલા છે? લક્ષ્મી-નારાયણ નાં મંદિર બનાવે છે તો સાચાં ઘરેણાં વગેરે
કેટલાં હોય છે! અથાહ (અઢળક) ધન હોય છે. હમણાં તો ખોટું થઈ ગયું છે. તમે પણ પહેલાં
કેટલાં સાચાં ઘરેણા પહેરતા હતાં. હમણાં તો ગવર્મેન્ટ નાં ડર થી સાચ્ચું છુપાવીને
ખોટું પહેરતા રહે છે. ત્યાં તો છે સાચ્ચું જ સાચ્ચું. ખોટું કંઈ પણ હોતું નથી. અહીં
સાચ્ચું હોવા છતાં પણ છુપાવીને રાખી દે છે. દિવસે-દિવસે સોનુ મોંઘું થતું રહે છે.
ત્યાં તો છે જ સ્વર્ગ. તમને બધું જ નવું મળશે. નવી દુનિયામાં બધું જ નવું, અથાહ ધન
હતું. હમણાં તો જુઓ, દરેક વસ્તુ કેટલી મોંઘી થઈ ગઈ છે? હવે આપ બાળકોને મૂળવતન થી
લઈને બધાં રહસ્ય સમજાવ્યા છે. મૂળવતન નું રહસ્ય બાપ વગર કોણ સમજાવશે? તમારે પણ પછી
શિક્ષક બનવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં પણ ભલે રહો. કમળફૂલ સમાન પવિત્ર રહો. બીજાઓને
પણ આપ સમાન બનાવશો તો ખૂબ ઊંચું પદ મેળવી શકો છો. અહીં રહેવાવાળા કરતાં પણ તે ઊંચું
પદ મેળવી શકે છે. નંબરવાર તો છે જ, બહાર રહેવા છતાં પણ વિજય માળા માં પરોવાઈ શકો
છો. સપ્તાહ નો કોર્સ કરી પછી ભલે વિદેશ માં જાય અથવા ક્યાંય પણ જાય. આખી દુનિયાને
પણ સમાચાર મળવાનાં છે. બાપ આવ્યા છે, ફક્ત કહે છે મામેકમ્ યાદ કરો. એ બાપ જ
લિબ્રેટર છે, ગાઈડ છે. ત્યાં તમે જશો તો સમાચાર માં પણ ખૂબ નામ થઈ જશે. બીજાને પણ આ
ખૂબ સહજ વાત લાગશે - આત્મા અને શરીર બે વસ્તુ છે. આત્મા માં જ મન-બુદ્ધિ છે, શરીર
તો જડ છે. પાર્ટધારી આત્મા બને છે. ખૂબી (વિશેષતા) વાળી વસ્તુ આત્મા છે તો હવે બાપ
ને યાદ કરવાના છે. અહીં રહેવાવાળા એટલાં યાદ નથી કરતાં, જેટલાં બહારવાળા કરે છે. જે
ખૂબ યાદ કરે છે અને આપસમાન બનાવતા રહે છે, કાંટાઓને ફૂલ બનાવતા રહે છે, તે ઊંચ પદ
મેળવે છે. તમે સમજો છો પહેલાં આપણે પણ કાંટા હતાં. હવે બાપે કાયદો કાઢ્યો છે – કામ
મહાશત્રુ છે, એનાં પર જીત મેળવવાથી તમે જગતજીત બની જશો. પરંતુ લખાણ થી કોઈ સમજે થોડી
છે? હવે બાપે સમજાવ્યું છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા
જ્ઞાન-રત્ન વિણવા વાળા હંસ બનવાનું છે, મોતી જ વીણવાના છે. કચરો છોડી દેવાનો છે.
દરેક કદમ માં પદમો ની કમાણી જમા કરી પદ્માપદ્મ ભાગ્યશાળી બનવાનું છે.
2. ઊંચુ પદ મેળવવા
માટે શિક્ષક બનીને અનેક ની સેવા કરવાની છે. કમળફૂલ સમાન પવિત્ર રહી આપસમાન બનાવવાનાં
છે. કાંટાઓને ફૂલ બનાવવાનાં છે.
વરદાન :-
તારા - મારા
ની હલચલ ને સમાપ્ત કરી રહેમ ની ભાવના ઈમર્જ કરવા વાળા મર્સીફુલ ( રહેમદિલ ) ભવ
મય પ્રતિ સમય કેટલાં
આત્માઓ દુઃખ ની લહેર માં આવે છે. પ્રકૃતિ ની થોડી પણ હલચલ થાય છે, આપદાઓ આવે છે તો
અનેક આત્માઓ તડપે છે, મર્સી, રહેમ માંગે છે. તો આવા આત્માઓની પોકાર સાંભળી રહેમ ની
ભાવના ઈમર્જ કરો. પૂજ્ય સ્વરુપ, મર્સીફુલ ને ધારણ કરો. સ્વયં ને સંપન્ન બનાવી લો તો
આ દુઃખ ની દુનિયા સંપન્ન થઈ જાય. હવે પરિવર્તન ની શુભભાવના ની લહેર તીવ્રગતિ થી
ફેલાવો તો તારા-મારા ની હલચલ સમાપ્ત થઈ જશે.
સ્લોગન :-
વ્યર્થ સંકલ્પો
ની હથોડી થી સમસ્યા નાં પથ્થર ને તોડવાને બદલે હાઈ-જમ્પ આપી (ફુલસ્ટોપ લગાવી) સમસ્યા
રુપી પહાડ ને પાર કરવાવાળા બનો.