03-09-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - નામ - રુપ થી ન્યારી કોઈ પણ વસ્તુ નથી હોતી , આત્મા તથા પરમાત્મા ને પણ નામ - રુપ થી ન્યારા નહીં કહીશું , એમાં પણ અવિનાશી પાર્ટ નોંધાયેલો છે”

પ્રશ્ન :-
શિવબાબા ને ભોળાનાથ કહીને યાદ કરે છે, એમને ભોળા કેમ કહ્યાં છે?

ઉત્તર :-
કારણકે બાપ જ અહિલ્યાઓ, ગણિકાઓ, કુબ્જાઓ નો ઉદ્ધાર કરે છે. તેમને વિશ્વની રાજાઈ નો વારસો આપી દે છે. મનુષ્ય તો બાપ નાં માટે કહી દેશે - દુઃખ પણ એ આપે, સુખ પણ એ આપે, પરંતુ બાબા કહે છે હું તો આપ બાળકોનાં માટે સુખનું રાજ્ય સ્થાપન કરું છું. મને દુઃખહર્તા-સુખકર્તા કહે છે. વિચાર કરો કે હું બાપ પોતાનાં બાળકોને દુઃખ કેવી રીતે આપી શકું?

ગીત :-
દૂર દેશ કા રહને વાલા…

ઓમ શાંતિ!
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું અર્થાત્ રુહોએ આ શરીર ની કાન રુપી કર્મેન્દ્રિયો દ્વારા ગીત સાંભળ્યું - દૂરદેશ થી મુસાફર આવ્યાં છે. તમે બધા મુસાફર છો ને? જે બધા મનુષ્ય માત્ર આત્માઓ છે તે બધા મુસાફર છે. આત્માઓનું કોઈ પણ ઘર નથી. આત્મા છે નિરાકાર. નિરાકારી દુનિયામાં રહેવા વાળા નિરાકારી આત્માઓ છે. તેને કહેવાય છે નિરાકારી આત્માઓનું ઘર, દેશ અથવા લોક. આને જીવ આત્માઓ નો દેશ કહેવાય છે. તે છે આત્માઓનો દેશ પછી જ્યારે આત્માઓ અહીં આવીને શરીર માં પ્રવેશ કરે છે તો નિરાકાર થી સાકાર બની જાય છે. એવું નથી કે આત્માનું કોઈ રુપ નથી. રુપ પણ જરુર છે, નામ પણ છે. આટલો નાનો આત્મા કેટલો પાર્ટ ભજવે છે - આ શરીર દ્વારા. દરેક આત્મા માં પાર્ટ ભજવવાનો કેટલો રેકોર્ડ ભરેલો છે. રેકોર્ડ એકવાર ભરાઈ જાય છે પછી કેટલું પણ રિપીટ કરો, તે જ ચાલશે. તેવી રીતે આત્મા આ શરીરની અંદર રેકોર્ડ છે, તેમાં ૮૪ જન્મો નો પૂરો પાર્ટ ભરેલો છે. જેમ આત્મા નિરાકાર છે તેમ બાપ પણ નિરાકાર છે. ક્યાંક-ક્યાંક શાસ્ત્રો માં લખી દીધું છે એ નામ-રુપ થી ન્યારા છે. પરંતુ નામ-રુપ થી ન્યારી કોઈ વસ્તુ હોતી નથી. આકાશ પણ પોલાર છે, નામ-રુપ તો છે ને! વગર નામ ની કોઈ પણ વસ્તુ હોતી નથી. મનુષ્ય સમજે છે પરમપિતા નામ-રુપ થી ન્યારા છે. જો નામ નથી તો રુપ પણ નથી, દેશ પણ નથી. પછી તો કાંઈ પણ ન હોઈ શકે. બોલાવે પણ છે દૂરદેશ નાં રહેવા વાળા પરમપિતા પરમાત્મા. હવે દૂરદેશ માં આત્માઓ રહે છે, આ સાકાર દેશ છે, આમાં બે નું રાજ્ય ચાલે છે - રામરાજ્ય અને રાવણ રાજ્ય. અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે રાવણ રાજ્ય. આ બાળકોને સમજાવાયું છે કે સતયુગ થી ઈશ્વરીય રાજ્ય શરું થાય છે, રામરાજ્ય સ્થાપન કરવા વાળા પરમપિતા પરમાત્મા છે. એ ક્યારેય રાવણ રાજ્ય સ્થાપન કરી ન શકે. બાપ બાળકોનાં માટે ક્યારેય દુઃખનું રાજ્ય થોડી બનાવશે! કહે છે ઈશ્વર જ દુઃખ-સુખ આપે છે. બાપ કહે છે હું બાળકોને દુઃખ કેવી રીતે આપી શકું? મારું તો નામ જ છે દુઃખહર્તા-સુખકર્તા. આ તો મનુષ્યોની ભૂલ છે. ઈશ્વર ક્યારેય દુઃખ નહીં આપશે. આ સમયે છે જ દુઃખધામ. અડધોકલ્પ રાવણ રાજ્ય માં દુઃખ જ મળે છે સુખ ની રત્તી નથી. સુખધામ માં ક્યારેય દુઃખ હોતું નથી. બાપ સ્વર્ગ નાં રચયિતા છે. હમણાં તમે છો સંગમ પર. આને નવી દુનિયા તો કોઈ પણ નહીં કહેશે. નવી દુનિયા નું નામ જ છે સ્વર્ગ. તે જ ફરી જૂની દુનિયા બને છે. નવી વસ્તુ જ્યારે જૂની, ખરાબ દેખાય છે તો જૂની વસ્તુ ને ખલાસ કરાય છે. મનુષ્ય વિષ (વિકારો) ને જ સુખ સમજે છે. ગવાય પણ છે અમૃત છોડ વિષ કાહે કો ખાએ. ગ્રંથ માં ગુરુનાનક નાં પણ શબ્દ છે. અશંખ ચોર… બાપની મહિમા ગાય છે, તમે જે આવીને કરશો તેનાથી ભલું જ થશે. નહીં તો રાવણ રાજ્ય માં મનુષ્ય ખરાબ કામ જ કરશે. બાપ જ આવીને મૂત પલીતી કપડા ધોવે છે. ગ્રંથ માં ખૂબ લખ્યું છે. સિંધી લોકો ગ્રંથ રાખે છે. હવે આ તો કોઈ સિક્ખ ધર્મ વાળા નથી. આ તો છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં. સિક્ખ નાં છે ગુરુનાનક, તેમને દાઢી, વાળ હતાં. તો બધાં સિક્ખો ને દાઢી વાળ હોવાં જોઈએ. આજકાલ તો દાઢી રાખતાં નથી. બહુજ ફેશનેબલ બની ગયાં છે. નહીં તો ફોલો (અનુકરણ) કરવું જોઈએ ને. અમે ગુરુનાનક નાં ફોલોઅર્સ (અનુયાયી) છીએ તો ગુરુનાનક ને ફોલો કરવાં જોઈએ ને! આ તો બાળકો ને હમણાં ખબર પડી છે કે ગુરુનાનક ને ૫૦૦ વર્ષ થયાં પછી ક્યારે આવશે? તમે ઝટ બતાવશો. કોઈ થી પણ પૂછો, એ તો બતાવો કે ગુરુનાનક ક્યારે આવશે? તો કહેશે તેમની આત્મા જ્યોતિ જ્યોત સમાઈ ગઈ. આવશે પછી કેવી રીતે? તમે કહેશો આ જ થી ૪૫૦૦ વર્ષ પછી ગુરુનાનક ફરી આવશે. તમારી બુદ્ધિમાં આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી ચક્ર લગાવતી રહે છે. બુદ્ધ, ક્રાઈસ્ટ વગેરે બધાનાં માટે કહેશે આ સમય તમોપ્રધાન છે, કબ્રદાખિલ છે. આને કયામત (મોત) નો સમય કહેવાય છે. બધાં મનુષ્ય માત્ર જેમ કે મરેલાં પડ્યાં છે. બધાંની જ્યોત જેમ બુઝાયેલી છે. બાપ આવે છે બધાંને જગાડવાં. બાળકો જે કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયાં છે તેમને અમૃત વર્ષા થી જગાવીને સાથે લઈ જશે. માયાએ કામ-ચિતા પર બેસાડી કબ્રદાખિલ કરી દીધાં છે. સૂઈ ગયાં છે. હવે બાપ અમૃત પીવડાવે છે. અમૃતસર નામ એટલે રાખ્યું છે. બાપ આવીને અમૃત પીવડાવે છે. હવે ક્યાં જ્ઞાન અમૃત, ક્યાં પાણી ની વાત! સિક્ખ લોકો નો મોટો દિવસ હોય છે તો ખૂબ ધામધૂમ થી તળાવ ને સાફ કરે છે, માટી કાઢે છે એટલે નામ જ રાખ્યું છે - અમૃતસર. અમૃત નું તળાવ. હવે ગુરુનાનક સાહેબ તો કોઈ જ્ઞાનસાગર નથી. તેમણે પણ બાપ ની મહિમા કરી છે. પોતે કહે છે એકોઅંકાર (એક ઓમકાર), સત્નામ, એ સદૈવ સત્ય બોલવા વાળા છે. સત્યનારાયણ ની કથા છે ને. સિંધુવર્તી લોકો બહાર જાય છે તો સત્યનારાયણ ની કથા કરાવે છે. સમજે છે સત્યનારાયણ ની કથા થી સેફ્ટી (સુરક્ષિત) થી પાર થઈ જઈશું. અમરકથા, તિજરી ની કથા કેટલી ભક્તિમાર્ગ માં કથાઓ સાંભળતાં આવ્યાં છે. કહે છે શંકરે પાર્વતી ને કથા સંભળાવી. તે તો સૂક્ષ્મવતન માં રહેવા વાળા ત્યાં પછી કથા કઈ સંભળાવી? આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. હકીકત માં તમને અમરકથા સંભળાવી અમરલોક લઈ જવા આવ્યો છું. મૃત્યુલોક થી અમરલોક માં હું લઈ જાઉં છું. બાકી સૂક્ષ્મવતન માં પાર્વતીએ શું દોષ કર્યો જે આવીને તેમને કથા સંભળાવશે! હવે તમે સમજો છો આપણે નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનીએ છીએ. આ છે અમરલોક માં જવાનાં માટે સાચ્ચી સત્યનારાયણ ની કથા, તિજરી ની કથા. આપ આત્માઓ ને હવે જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે.

બાપ સમજાવે છે તમે જ ગુલ-ગુલ પૂજ્ય હતાં પછી ૮૪ જન્મોનાં પછી તમે જ પુજારી બનો છો એટલે ગવાયેલું છે - આપેહી પૂજ્ય આપેહી પુજારી (પોતેજ પૂજ્ય પોતેજ પુજારી). બાપ કહે છે - હું તો સદૈવ પૂજ્ય છું. તમને આવીને પુજારી થી પૂજ્ય બનાવું છું. કહે છે હે રામ આવીને અમને પાવન બનાવો. બધા ભગત પોકારે છે. આત્મા પોકારે છે ને - હે પતિત-પાવન. હવે તમે સમજો છો કે ગીતા કોઈ કૃષ્ણએ નથી સંભળાવી, પાવન બનાવવા વાળા એક જ પરમપિતા પરમાત્મા છે. એક જ રામ. તો બાપ સમજાવે છે કે ઓપીનિયન (અભિપ્રાય) લેતા રહો કે ઈશ્વર સર્વવ્યાપી નથી. ગીતા નાં ભગવાન શિવ છે, ન કે કૃષ્ણ. પહેલાં તો પૂછો ભગવાન કોને કહેવાય છે - નિરાકાર ને કે સાકાર ને? કૃષ્ણ તો છે સાકાર, શિવ છે નિરાકાર. એ ફક્ત આ તન ની લોન (આધાર) લે છે. બાકી માતા નાં ગર્ભ થી જન્મ નથી લેતાં. પ્રથમ નંબર ગર્ભ માં આવવા વાળો છે કૃષ્ણ નો આત્મા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ સૂક્ષ્મ શરીરધારી છે. શિવ ને શરીર નથી. અહીં આ લોક માં સ્થૂળ શરીર છે. બાપ ની મહિમા છે પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા. સર્વ નાં લિબરેટર (મુક્તિદાતા), દુઃખહર્તા-સુખકર્તા. અચ્છા, સુખ ક્યાં હોઈ શકે છે? સુખ મળશે બીજા જન્મ માં. જ્યારે રાવણ ની દુનિયા ખતમ થઈ સ્વર્ગ ની સ્થાપના થઈ જશે. અચ્છા, લિબરેટ (મુક્ત) કોનાથી કરે છે? રાવણ નાં દુઃખ થી. આ તો દુઃખધામ છે ને. અચ્છા, પછી ગાઈડ (માર્ગદર્શક) પણ બને છે. આ શરીર તો અહીં જ ખતમ થઈ જાય છે. બાકી આત્માઓને લઈ જાય છે. બધાંને દુઃખ થી છોડાવી, પવિત્ર બનાવી ઘરે લઈ જાય છે. મનુષ્ય જ્યારે લગ્ન કરી આવે છે તો પહેલાં હોય છે પતિ, પાછળ હોય છે બ્રાઈડ (પત્ની). પછી બારાત (જાન) હોય છે. હવે તમારી માળા પણ એવી જ છે. ઉપર માં છે શિવબાબા ફૂલ, પહેલાં ફૂલ ને નમસ્કાર કરશે. પછી યુગલ દાણા બ્રહ્મા-સરસ્વતી, પછી છો તમે, જે બાબાનાં મદદગાર બાળકો છો. ફૂલ શિવબાબા ની યાદ થી જ સૂર્યવંશી વિષ્ણુ ની માળા બની છે. બ્રહ્મા-સરસ્વતી સો (તે) લક્ષ્મી-નારાયણ બને છે. દેવતા, ક્ષત્રિય… પછી શૂદ્ર થી બ્રાહ્મણ બની આ નોલેજ લઈને લક્ષ્મી-નારાયણ બને છે. આ માળા તેમની બનેલી છે. આ બ્રહ્મા-સરસ્વતી જ રાજા-રાણી બનશે. તેમણે મહેનત કરી છે, ત્યારે પૂજાય છે. કોઈને ખબર નથી કે માળા શું વસ્તુ છે? એમ જ માળા ફેરવતાં રહે છે. ૧૬,૧૦૮ ની પણ માળા હોય છે. મોટાં-મોટાં મંદિરો માં રખાય છે. પછી કોઈ ક્યાંથી ખેચશે, કોઈ ક્યાંથી. બાબા બોમ્બે માં લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં જતાં હતાં. માળા જઈને ફેરવતા હતાં, રામ-રામ જપતાં હતાં. ફૂલ શિવબાબા છે ને. ફૂલો ને જ રામ-રામ કહે છે પછી આખી માળા પર માથું ટેકવે છે. જ્ઞાન તો કાંઈ પણ નથી. પાદરી લોકો પણ હાથ માં માળા ફેરવતા રહે છે. પૂછો કોની માળા ફેરવતા રહો છો? કહેશે ક્રાઈસ્ટ ની યાદ માં માળા ફેરવીએ છીએ. તેમનાં મોટાં પોપ પાદરી હોય છે તો તે પછી પોપો ની માળા હશે. તે બધાનાં ચિત્ર છે. પોપો નું કેટલું માન છે! તેમને પોતાને ખબર નથી કે ક્રાઈસ્ટ નો આત્મા ક્યાં છે! તમે જાણો છો કે ક્રાઈસ્ટ નો આત્મા પણ હમણાં બેગર (કંગાળ) રુપ માં છે. તમે પણ હમણાં બેગર ટુ પ્રિન્સ (કંગાળ થી ભરપુર) બની રહ્યાં છો. ભારત જ પ્રિન્સ હતું, હવે બેગર છે ફરી પ્રિન્સ બને છે. બનાવવા વાળા છે એક રુહાની બાપ. બેગર થી પ્રિન્સ બનો છો. એક પ્રિન્સ-પ્રિન્સેસ ની કોલેજ પણ છે, જ્યાં જઈને તે ભણે છે. તમે અહીં ભણીને ૨૧ જન્મોનાં માટે પ્રિન્સ-પ્રિન્સેસ સ્વર્ગ માં બનો છો. નોલેજ થી તમે મનુષ્ય થી દેવતા બનો છો.

હવે તમે સમજો છો જે શ્રીકૃષ્ણ સતયુગ નાં પ્રિન્સ હતાં તે ૮૪ જન્મો નાં પછી બેગર બન્યાં છે. ૫ હજાર વર્ષ પહેલાં દેવી-દેવતાઓ કેટલાં સાહૂકાર હતાં! હવે તે જ કંગાળ, બેગર બન્યાં છે. આ વાતો ફક્ત તમે જ સાંભળી શકો છો. ભગવાનુવાચ - એ બધાનાં ફાધર (પિતા) છે. તમે ગોડ ફાધર થી સાંભળો છો. ગીતામાં ફક્ત ભૂલ એ કરી દીધી છે જે શિવ ભગવાનુવાચ નાં બદલે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ નામ નાખી દીધું છે એટલે ગવાય છે જુઠ્ઠી (ખોટી) દુનિયા. આ સમયે આખી દુનિયા કાંટાઓનું જંગલ બની ગઈ છે. બોમ્બે માં બબુલનાથ નું મંદિર છે. બાપ આવીને આ કાંટાઓ ને ફૂલ બનાવે છે. બધાં એક-બીજા ને કાંટા લગાવે છે અર્થાત્ કામ-કટારી ચલાવે છે, એટલે આને કાંટાઓનું જંગલ કહેવાય છે. સતયુગ ને ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાન નો બગીચો) કહેવાય છે. તે જ ફ્લાવર્સ (ફૂલો), કાંટા બને છે પછી કાંટા થી ફૂલ બને છે. સતયુગ માં ક્યારેય રાવણ ને નથી બાળતાં. રાવણ જૂનો દુશ્મન છે ભારત નો. તમારી લડાઈ છે રાવણ થી, જેમણે અડધોકલ્પ દુઃખ આપ્યું છે. અંતે મોટી લડાઈ પણ થશે. સાચ્ચો-સાચ્ચો દશેરા થવાનો છે. રાવણ રાજ્ય જ ખલાસ થઈ જશે, તમને પછી સોનાનાં મહેલ મળી જશે. હવે તમે રાવણ પર જીત મેળવી સ્વર્ગ નાં માલિક બનો છો. બાબા આખાં વિશ્વ નું રાજ્ય ભાગ્ય આપે છે એટલે તેમને શિવ ભોળા ભંડારી કહે છે. ગણિકાઓ, અહિલ્યાઓ, કુબ્જાઓ બધા ને બાપ વિશ્વ નાં માલિક બનાવે છે. કેટલાં ભોળા છે. આવે પણ પતિત દુનિયામાં, પતિત શરીર માં છે. બાકી જે સ્વર્ગ નાં લાયક નથી તે વિકારો ને છોડી નથી શકતાં. બાપ કહે છે - બાળકો, હવે આ અંતિમ જન્મ તમે પાવન બનો. આ વિકાર પોઈઝન (ઝેર) છે જે તમને આદિ-મધ્ય-અંત દુઃખી બનાવે છે. શું તમે આ એક અંતિમ જન્મ તેને છોડી ન શકો? હું તમને અમૃત પીવડાવી અમર બનાવું છું. છતાં પણ તમે પવિત્ર નથી બનતાં. વિકારો વગર, સિગરેટ વગર, દારુ વગર રહી નથી શકતાં. હું બેહદ નો બાપ કહું છું તમે એક જન્મ પવિત્ર બનો તો હું સ્વર્ગનાં માલિક બનાવીશ.

તમે જાણો છો બાપ આવ્યાં જ છે આખી દુનિયા ને દુઃખ થી લિબરેટ કરી સુખધામ, શાંતિધામ માં લઈ જવાં. હવે બધાં ધર્મો નો વિનાશ થઈ જશે. એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થાય છે. ગ્રંથ માં પણ પરમપિતા પરમાત્મા ને અકાળમૂર્ત કહે છે. બાપ છે મહાકાળ. તે કાળ તો એક-બીજાને લઈ જશે, હું તો બધા આત્માઓ ને લઈ જઈશ, એટલે મહાકાળ કહેવાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ અંતિમ જન્મ માં જ્ઞાન-અમૃત પી ને અમર બનવાનું છે. સ્વયં ને સ્વર્ગ માં ચાલવાનાં લાયક બનાવવાનાં છે. ખરાબ આદતો ને છોડી દેવાની છે.

2. હવે ભણતર ભણીને ૨૧ જન્મોનાં માટે સ્વર્ગ માં પ્રિન્સ-પ્રિન્સેસ બનવાનું છે. સાચ્ચી-સાચ્ચી સત્યનારાયણ ની કથા સાંભળી નર થી નારાયણ બનવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
ઓછાં શબ્દો દ્વારા જ્ઞાન નાં સર્વ રાઝો ને સ્પષ્ટ કરવાવાળા યથાર્થ અને શક્તિશાળી ભવ

કોઈ પણ વસ્તુ જેટલી વધારે શક્તિશાળી હોય છે એટલી એની ક્વોન્ટિટી ઓછી હોય છે. એવી રીતે જ્યારે તમે પોતાની નિર્વાણ સ્થિતિ માં સ્થિત થઈ વાણી માં આવશો તો શબ્દો ઓછાં પરંતુ યથાર્થ અને શક્તિશાળી હશે. એક શબ્દ માં હજારો શબ્દો નાં રહસ્ય સમાયેલા હશે, જેનાથી વ્યર્થ વાણી ઓટોમેટિક સમાપ્ત થઈ જશે. એક શબ્દ થી જ્ઞાન નાં સર્વ રાઝો ને સ્પષ્ટ કરી શકશો, વિસ્તાર સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
દિલ થી બાબા કહેવું અર્થાત્ ખુશી અને શક્તિ ની પ્રાપ્તિ કરવી.

અવ્યક્ત ઇશારા - હવે પોતાનાં દાતા સ્વરુપને પ્રત્યક્ષ કરો

દાતા નાં બાળકો સર્વ ને આપવાની ભાવના થી ભરપૂર બનો. ક્યારેય આ સંકલ્પ નહીં કરો કે આ થાય તો હું પણ આ કરું. એવી પરિસ્થિતિ હોય, વાયુમંડળ હોય ત્યારે હું આ કરું. દાતાપણા નાં સંસ્કાર વાળાને બધા તરફથી સહયોગ સ્વતઃ પ્રાપ્ત થાય છે એટલે માસ્ટર દાતા બીજાઓથી લેવાની ભાવના ન રાખી શકે.