03-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  25.10.2002    બાપદાદા મધુબન


“ બ્રાહ્મણ - જીવન નો આધાર - પ્યોરિટી ની રોયલ્ટી”

 


આજે સ્નેહનાં સાગર પોતાના સ્નેહી બાળકોને જોઈ રહ્યા છે. ચારેય તરફનાં સ્નેહી બાળકો રુહાની સૂક્ષ્મ દોરી માં બંધાયેલા પોતાના સ્વીટ હોમ માં પહોંચી ગયા છે. જેમ બાળકો સ્નેહ સાથે ખેંચાઈને પહોંચી ગયા છે, તેમ બાપ પણ બાળકોની સ્નેહ ની દોરી માં બંધાયેલા બાળકોનાં સન્મુખ પહોંચી ગયા છે. બાપદાદા જોઈ રહ્યા છે કે ચારેય તરફનાં બાળકો પણ દૂર બેઠાં પણ સ્નેહમાં સમાયેલા છે. સન્મુખ નાં બાળકોને પણ જોઈ રહ્યા છે અને દૂર બેસેલા બાળકોને પણ જોઈ-જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. આ રુહાની અવિનાશી-સ્નેહ, પરમાત્મ-સ્નેહ, આત્મિક-સ્નેહ આખા કલ્પમાં હમણાં અનુભવ કરી રહ્યા છો.

બાપદાદા દરેક બાળકની પવિત્રતાની રોયલ્ટી જોઈ રહ્યા છે. બ્રાહ્મણ-જીવનની રોયલ્ટી છે જ પ્યોરિટી. તો દરેક બાળકનાં માથા પર રુહાની રોયલ્ટી ની નિશાની - પ્યોરિટીની લાઈટ નો તાજ જોઈ રહ્યા છે. તમે બધા પણ પોતાની પ્યોરિટી નો તાજ, રુહાની રોયલ્ટી નો તાજ જોઈ રહ્યા છો? પાછળ વાળા પણ જોઈ રહ્યા છે? કેટલી શોભનિક તાજધારી સભા છે. છે ને પાંડવ? તાજ ચમકી રહ્યો છે ને? આવી સભા જોઈ રહ્યા છો ને? કુમારીઓ, તાજધારી કુમારીઓ છો ને? બાપદાદા જોઈ રહ્યા છે કે બાળકોની રોયલ ફેમિલી કેટલી શ્રેષ્ઠ છે! સ્વયંની અનાદિ રોયલ્ટી ને યાદ કરો, જ્યારે આપ આત્માઓ પરમધામ માં પણ રહો છો તો આત્મ-રુપ માં પણ તમારી રુહાની રોયલ્ટી વિશેષ છે. સર્વ આત્માઓ પણ લાઈટ રુપમાં છે પરંતુ તમારી ચમક સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ છે. યાદ આવી રહ્યું છે પરમધામ? અનાદિકાળ થી તમારી ઝલક-ફલક ન્યારી છે. જેમકે આકાશમાં જોયું હશે તારાઓ બધા ચમકે છે, બધા લાઈટ જ છે પરંતુ બધા તારાઓમાં, કોઈ વિશેષ તારાઓની ચમક ન્યારી અને પ્યારી હોય છે. એમ જ સર્વ આત્માઓનાં વચ્ચે આપ આત્માઓની ચમક રુહાની રોયલ્ટી, પ્યોરિટીની ચમક ન્યારી છે. યાદ આવી રહ્યું છે ને? પછી આદિ કાળ માં આવો, આદિ કાળ ને યાદ કરો તો આદિ કાળ માં પણ દેવતા સ્વરુપમાં, રુહાની રોયલ્ટીની પર્સનાલિટી કેટલી વિશેષ રહી? આખા કલ્પમાં દેવતાઈ સ્વરુપની રોયલ્ટી બીજા કોઈની રહી છે? રુહાની રોયલ્ટી, પ્યોરિટીની પર્સનાલિટી યાદ છે ને? પાંડવોને પણ યાદ છે? યાદ આવી ગયું? પછી મધ્યકાળ માં આવો તો મધ્યકાળ, દ્વાપર થી લઈને તમારા જે પૂજ્ય ચિત્ર બનાવે છે, એ ચિત્રો ની રોયલ્ટી અને પૂજાની રોયલ્ટી દ્વાપરથી હમણાં સુધી કયા ચિત્રની છે? ચિત્ર તો ઘણાઓનાં છે પરંતુ આવી રીતે વિધિપૂર્વક પૂજા બીજા કોઈ આત્માઓની છે? ભલે ધર્મ પિતાઓ છે, ભલે નેતાઓ છે, ભલે અભિનેતાઓ છે, ચિત્ર તો બધા નાં બને પરંતુ ચિત્રોની રોયલ્ટી અને પૂજાની રોયલ્ટી કોઈની જોઈ છે? ડબલ ફોરેનર્સે પોતાની પૂજા જોઈ છે? આપ લોકોએ જોઈ છે કે ફક્ત સાંભળ્યું છે? આવી રીતે વિધિપૂર્વક પૂજા અને ચિત્રોની ચમક, રુહાનિયત બીજા કોઈની પણ નથી થઈ, ન થશે. કેમ? પ્યોરિટીની રોયલ્ટી છે. પ્યોરિટીની પર્સનાલિટી છે. સારું, જોઈ લીધી તમારી પૂજા? નહીં જોઈ હોય તો જોઈ લેજો. હમણાં અંત માં સંગમયુગ પર આવો તો સંગમ પર પણ આખા વિશ્વનાં અંદર પ્યોરિટીની રોયલ્ટી બ્રાહ્મણ-જીવનનો આધાર છે. પ્યોરિટી નથી તો પ્રભુ-પ્રેમનો અનુભવ પણ નથી. સર્વ પરમાત્મ-પ્રાપ્તિઓનો અનુભવ નથી. બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી - પ્યોરિટી છે અને પ્યોરિટી જ રુહાની રોયલ્ટી છે. તો આદિ-અનાદિ, આદિ-મધ્ય અને અંત આખા કલ્પ માં આ રુહાની રોયલ્ટી ચાલતી રહે છે.

તો સ્વયં, સ્વયં ને જુઓ - દર્પણ તો તમારા બધા ની પાસે છે ને? દર્પણ છે? જોઈ શકો છો? તો જુઓ. અમારી અંદર પ્યોરિટીની રોયલ્ટી કેટલાં ટકામાં છે? અમારા ચહેરા થી પ્યોરિટીની ઝલક દેખાય છે? ચલનમાં પ્યોરીટીની ઝલક દેખાય છે? ફલક અર્થાત્ નશો. ચલનમાં તે ફલક અર્થાત્ રુહાની નશો દેખાય છે. જોઈ લીધા પોતાને? જોવામાં કેટલો સમય લાગે છે? સેકન્ડ ને? તો બધા એ સ્વયંને જોયાં?

કુમારીઓ:- ઝલક-ફલક છે? સારું છે, બધા ઉઠો, ઊભા થઈ જાઓ. (કુમારીઓ લાલ પટ્ટો લગાવીને બેઠી છે, જેના પર લખેલું છે એકવ્રતા) સુંદર લાગે છે ને? એકવ્રતાનો અર્થ જ છે પ્યોરિટીની રોયલ્ટી. તો એકવ્રતાનો પાઠ પાક્કો કરી લીધો છે? ત્યાં જઈને પાઠ કાચ્ચો ન કરી લેતાં. અને કુમાર ગ્રુપ ઉઠો. કુમારો નું ગ્રુપ પણ સારું છે. કુમારો એ દિલમાં પ્રતિજ્ઞાનો પટ્ટો બાંધી લીધો છે? આમને (કુમારીઓએ) તો બહારથી પણ બાંધી લીધો છે. પ્રતિજ્ઞા નો પટ્ટો બાંધ્યો છે કે સદા અર્થાત્ નિરંતર પ્યોરિટીની પર્સનાલિટીમાં રહેવા વાળા કુમાર છો? એવા છો? બોલો, જી હા. ના જી કે હાજી? કે ત્યાં જઈને પત્ર લખશો થોડા-થોડા ઢીલા થઈ ગયા? એવું ન કરતાં. જ્યાં સુધી બ્રાહ્મણ-જીવનમાં જીવવાનું છે, ત્યાં સુધી સંપૂર્ણ પવિત્ર રહેવાનું જ છે. એવો વાયદો છે? પાક્કો વાયદો છે? તો હાથ હલાવો. ટી.વી.માં તમારો ફોટો નીકળી રહ્યો છે. જે ઢીલા હશે ને એમને આ ચિત્ર મોકલીશું એટલે ઢીલા ન થતા, પાક્કા રહેજો. હા, પાક્કા છો, પાંડવ તો પાક્કા હોય છે. પાક્કા પાંડવ, ખૂબ સારું.

પ્યોરિટીની વૃત્તિ છે - શુભ ભાવના, શુભકામના. કોઈ કેવા પણ હોય પરંતુ પવિત્રવૃત્તિ અર્થાત્ શુભ ભાવના, શુભકામના અને પવિત્ર દૃષ્ટિ અર્થાત્ સદા દરેકને આત્મિક રુપમાં જોવા અથવા ફરિશ્તા રુપમાં જોવાં. તો વૃત્તિ, દૃષ્ટિ અને ત્રીજું છે કૃતિ અર્થાત્ કર્મ માં, તો કર્મ માં પણ સદા દરેક આત્માને સુખ આપવું અને સુખ લેવું. આ છે પ્યોરિટી ની નિશાની. વૃત્તિ, દૃષ્ટિ અને કૃતિ ત્રણેયમાં આ ધારણા છે? કોઈ કંઈ પણ કરે છે, દુઃખ પણ આપે છે, ઇન્સલ્ટ પણ કરે છે, પરંતુ તમારું કર્તવ્ય શું છે? શું દુઃખ આપવા વાળાને ફોલો કરવાનાં છે કે બાપદાદાને ફોલો કરવાનાં છે? ફોલો ફાધર છે ને? તો બ્રહ્મા બાપે દુઃખ આપ્યું કે સુખ આપ્યું? સુખ આપ્યું ને? તો આપ માસ્ટર બ્રહ્મા અર્થાત્ બ્રાહ્મણ આત્માઓ એ શું કરવાનું છે? કોઈ દુઃખ આપે તો તમે શું કરશો? દુઃખ આપશો? નહીં આપશો? ખૂબ દુઃખ આપે તો? ખૂબ ગાળો આપે, ખૂબ ઇન્સલ્ટ કરે, તો થોડું તો ફિલ કરશો કે નહીં? કુમારીઓ ફિલ કરશો? થોડું. તો ફોલો ફાધર. આ વિચારો, મારું કર્તવ્ય શું છે? એનું કર્તવ્ય જોઈ પોતાનું કર્તવ્ય નહીં ભૂલો. એ ગાળો આપી રહ્યા છે, આપ સહનશીલ દેવી, સહનશીલ દેવ બની જાઓ. તમારી સહનશીલતાથી ગાળો આપવા વાળા પણ તમને ગળે લગાવશે. સહનશીલતામાં એટલી શક્તિ છે, પરંતુ થોડા સમય સહન કરવું પડે છે. તો સહનશીલતાનાં દેવ કે દેવીઓ છો ને? છો? સદા આ જ સ્મૃતિ રાખો - હું સહનશીલ નો દેવતા છું, હું સહનશીલતાની દેવી છું. તો દેવતા અર્થાત્ આપવા વાળા દાતા, કોઈ ગાળો આપે છે, રિસ્પેક્ટ નથી કરતા તો કચરો છે ને? કે સારી વસ્તુ છે? તો આપ લો કેમ છો? કચરો લેવાય છે શું? કોઈ તમને કચરો આપે તો તમે લેશો? નહીં લેશો ને? તો રિસ્પેક્ટ નથી કરતા, ઇન્સલ્ટ કરે, ગાળો આપે, તમને ડિસ્ટર્બ કરે, તો આ શું છે? સારી વસ્તુ છે? પછી તમે કેમ લો છો? થોડું-થોડું તો લઈ લો છો, પછી વિચારો છો લેવાનું નહોતું. તો હવે લેતા નહીં. લેવું અર્થાત્ મનમાં ધારણ કરવું, ફીલ કરવું. તો પોતાનો અનાદિકાળ, આદિ કાળ, મધ્યકાળ, સંગમકાળ, આખા કલ્પની પ્યોરિટીની રોયલ્ટી, પર્સનાલિટી યાદ કરો. કોઈ શું પણ કરે તમારી પર્સનાલિટી ને કોઈ છીનવી નથી શકતું. આ રુહાની નશો છે ને? અને ડબલ ફોરેનર્સ ને તો ડબલ નશો છે ને! ડબલ નશો છે ને? બધી વાતોનો ડબલ નશો. પ્યોરીટી નો પણ ડબલ નશો, સહનશીલ દેવી-દેવતા બનવાનો પણ ડબલ નશો. છે ને ડબલ? ફક્ત અમર રહેજો. અમર ભવ નું વરદાન ક્યારેય નહીં ભૂલતાં.

સારું - જે પ્રવૃત્તિવાળા છે અર્થાત્ યુગલ, આમ તો એકલા રહે છે, કહેવામાં યુગલ આવે છે, તે ઉઠો. ઊભા થઈ જાઓ. યુગલ તો ઘણા છે, કુમાર, કુમારીઓ તો થોડા છે. કુમારોથી તો યુગલ ઘણા છે. તો યુગલ-મૂર્ત બાપદાદા એ આપ બધા ને પ્રવૃત્તિમાં રહેવા માટે ડાયરેક્શન શું આપ્યું છે? તમને યુગલ રહેવાની છુટ્ટી કેમ આપી છે? પ્રવૃત્તિમાં રહેવાની છુટ્ટી કેમ આપી છે? જાણો છો? કારણકે યુગલ રુપમાં રહેતા આ મહામંડલેશ્વરો ને પગમાં ઝૂકાવવાના છે. છે એટલી હિંમત? તે લોકો કહે છે કે સાથે રહેતા પવિત્ર રહેવું મુશ્કેલ છે અને તમે શું કહો છો? મુશ્કેલ છે કે સહજ છે? (ખુબ સહજ છે) પાક્કું છે? આ ક્યાંક ઈઝી, ક્યાંક લેઝી? એટલે બાપદાદા એ ડ્રામાનુસાર આપ બધા ને દુનિયાની આગળ, વિશ્વની આગળ ઉદાહરણ બનાવ્યા છે. ચેલેન્જ કરવા માટે. તો પ્રવૃત્તિમાં રહેતા પણ નિવૃત્ત, અપવિત્રતા થી નિવૃત્ત રહી શકો છો? તો ચેલેન્જ કરવા વાળા છો ને? બધા ચેલેન્જ કરવાવાળા છો? થોડા-થોડા ડરતા તો નથી ને? ચેલેન્જ તો કરીએ પરંતુ ખબર નહીં શું થાય? તો ચેલેન્જ કરો વિશ્વને. કારણકે નવી વાત આ જ છે કે સાથે રહેતા પણ સ્વપ્ન-માત્ર પણ અપવિત્રતાનો સંકલ્પ ન આવે, આજ સંગમયુગ નાં બ્રાહ્મણ-જીવનની વિશેષતા છે. તો આવા વિશ્વનાં શોકેસમાં તમે ઉદાહરણ છો, સેમ્પલ કહો, ઉદાહરણ કહો. તમને જોઈને બધા માં તાકાત આવશે, અમે પણ બની શકીએ છીએ. ઠીક છે ને? શક્તિઓ ઠીક છે? પાક્કા છો ને? કાચ્ચા-પાક્કા તો નથી? પાક્કા. બાપદાદા પણ તમને જોઈ ખુશ છે. મુબારક છે. જુઓ કેટલાં છે? ખૂબ સારું.

બાકી રહી ટીચર્સ. ટીચર્સ નાં વગર તો ગતિ નથી. ટીચર્સ ઉઠો. સારું - પાંડવ પણ સારા-સારા છે. વાહ! ટીચર્સની વિશેષતા છે કે દરેક ટીચરનાં ફીચરથી ફ્યુચર્સ દેખાય આવે. કે દરેક ટીચરનાં ફીચર્સથી ફરિશ્તા સ્વરુપ દેખાય આવે. એવાં ટીચર્સ છો ને? આપ ફરિશ્તાઓ ને જોઈને બીજાઓ પણ ફરિશ્તા બની જાય. જુઓ, કેટલાં ટીચર્સ છે? ફોરેન ગ્રુપમાં ટીચર્સ ઘણા છે. હમણાં તો થોડા આવ્યાં છે. જે નથી આવ્યાં એમને પણ બાપદાદા યાદ કરી રહ્યા છે. સારું છે, હવે ટીચર્સ મળીને આ પ્લાન બનાવો કે પોતાની ચલન અને ચહેરાથી બાપને પ્રત્યક્ષ કેવી રીતે કરીએ? દુનિયા વાળા કહે છે પરમાત્મા સર્વવ્યાપી છે અને આપ કહો છો નથી. પરંતુ બાપદાદા કહે છે કે હવે સમય પ્રમાણે દરેક ટીચર માં બાપ પ્રત્યક્ષ દેખાય તો સર્વવ્યાપી દેખાશે ને? જેમને જુએ એમાં બાપ જ દેખાય આવે. આત્મા, પરમાત્મા ની આગળ છુપાઈ જાય અને પરમાત્મા જ દેખાય આવે. આ થઈ શકે છે? સારું, આની ડેટ (તારીખ) શું? ડેટ તો ફિક્સ હોવી જોઈએ ને? તો ડેટ કઈ છે આની? કેટલો સમય જોઈએ? (હમણાંથી ચાલુ કરશો) ચાલુ કરશો, સારી હિંમત છે, કેટલો સમય જોઈએ? ૨૦૦૨ તો ચાલી રહ્યું છે હવે બે હજાર ક્યાં સુધી? તો ટીચર્સ ને આ જ અટેન્શન રાખવાનું છે કે બસ, હવે હું બાપ ની અંદર સમાયેલી દેખાઉ. મારા દ્વારા બાપ દેખાઈ આવે. પ્લાન બનાવશો ને? ડબલ વિદેશી મીટીંગ કરવામાં તો હોશિયાર છો? હવે આ મીટીંગ કરજો, આ મિટિંગનાં વગર જતા નહીં - કે કેવી રીતે અમારા એક-એક થી બાપ દેખાઈ આવે. હમણાં બ્રહ્માકુમારીઓ દેખાય છે, બ્રહ્માકુમારીઓ ખૂબ સારી છે પરંતુ આમના બાબા કેટલાં સારા છે, તે જોવે. ત્યારે તો વિશ્વ પરિવર્તન થશે ને? તો ડબલ વિદેશી આ પ્લાન ને પ્રેક્ટીકલ શરું કરશો ને? કરશો? પાક્કું. સારું. તો તમારી દાદી છે ને, એમની આશા પૂર્ણ થઈ જશે. ઠીક છે ને? સારું.

જુઓ ડબલ વિદેશી કેટલાં સેવાધારી છો, તમારા કારણે બધાને યાદપ્યાર મળી રહ્યાં છે. બાપદાદાને પણ ડબલ વિદેશીઓ સાથે વધારે તો નથી કહેતા પરંતુ સ્પેશિયલ-પ્રેમ છે. કેમ પ્રેમ છે? કારણકે ડબલ વિદેશી આત્માઓ જે સેવા નાં નિમિત્ત બની ગયા છે, તે વિશ્વ નાં ખૂણા-ખૂણા માં બાપ નો સંદેશ પહોંચાડવાને નિમિત્ત બનેલા છે. નહીં તો વિદેશનાં આત્માઓ ચારેય તરફનાં પ્યાસી રહી જાત. હવે બાપને ઉલહના તો નહીં મળશે ને? કે ભારતમાં આવ્યાં, વિદેશમાં સંદેશ કેમ ન આપ્યો? તો બાપની ઠપકા પૂરા કરવાના નિમિત્ત બન્યા છો. અને જનક ને તો ઉમંગ ખૂબ છે, કોઈ દેશ રહી ન જાય. સારું છે. બાપની ઠપકા તો પૂરી કરશો ને? પરંતુ આપ (દાદી જાનકી) સાથીઓને થકાવે ખૂબ છે. થકાવે છે ને? જયંતી, થકાવતી નથી? પરંતુ આ થકાવટ માં પણ મોજ સમાયેલી છે. પહેલાં લાગે છે કે આ વારંવાર શું છે, પરંતુ જ્યારે ભાષણ કરીને દુવાઓ લઈ આવો છો ને તો ચહેરો બદલી જાય છે. સારું છે, બંને દાદીઓમાં ઉમંગ-ઉત્સાહ વધારવાની વિશેષતા છે. આ શાંતિ થી બેસી નથી શકતી. સેવા હમણાં રહેલી તો છે ને? જો નકશો લઈને જુઓ, ભલે ભારતમાં, ભલે વિદેશમાં, જો નકશામાં એક-એક સ્થાન પર રાઈટ લગાવતા જાઓ તો દેખાશે કે હમણાં પણ રહેલી છે એટલે બાપદાદા ખુશ પણ થાય છે અને કહે પણ છે વધારે નહીં થકાવો. તમે બધા સેવામાં ખુશ છો ને? હવે આ કુમારીઓ પણ તો ટીચર બનશે ને? જે ટીચર છે, તે તો છે જ પરંતુ જે ટીચર નથી, તે ટીચર બનીને કોઈ ન કોઈ સેન્ટર સંભાળશે ને? હેન્ડ્સ બનશો ને? ડબલ વિદેશી બાળકોને બંને કામ કરવાનો અભ્યાસ તો છે જ. જોબ પણ કરો છો સેન્ટર પણ સાંભળો છો, એટલે બાપદાદા ડબલ મુબારક પણ આપે છે. સારું.

ચારેય તરફનાં અતિ સ્નેહી, અતિ સમીપ સદા આદિકાળ થી અત્યાર સુધી રોયલ્ટી નાં અધિકારી, સદા પોતાનાં ચહેરા અને ચલનથી પ્યોરિટી ની ઝલક દેખાડવા વાળા, સદા સ્વયં ની સેવા અને યાદમાં તીવ્ર પુરુષાર્થ દ્વારા નંબરવન બનવા વાળા, સદા બાપ સમાન સર્વ શક્તિ, સર્વ ગુણ સંપન્ન સ્વરુપમાં રહેવાવાળા, એવાં સર્વ તરફનાં દરેક બાળકને બાપદાદાનો યાદપ્યાર અને નમસ્તે.

વિદેશની મુખ્ય ટીચર્સ બહેનોથી:- બધા એ સેવાનાં પ્લાન સારા-સારા બનાવ્યાં છે ને? કારણકે સેવા સમાપ્ત થાય ત્યારે તમારું રાજ્ય આવે. તો સેવાનું સાધન પણ આવશ્યક છે. પરંતુ મન્સા પણ હોય, વાચા પણ હોય, સાથે-સાથે છે. સેવા અને સ્વ-ઉન્નતિ બંને જ સાથે છે? એવી સેવા સફળતા ને સમીપ લાવે છે. તો સેવાનાં નિમિત્ત તો છો જ અને બધા પોત-પોતાના સ્થાન પર સેવા તો સારી કરી રહ્યા છો બાકી હમણાં જે કામ આપ્યું છે એનો પ્લેન બનાવો એના માટે શું-શું સ્વયંમાં કે સેવામાં વૃદ્ધિ જોઈએ, એડિશન જોઈએ તે પ્લાન બનાવો. બાકી બાપદાદા સેવાધારીઓને જોઈને ખુશ તો થાય જ છે. બધા સારા સેવાકેન્દ્ર ઉન્નતિને મેળવી રહ્યા છે ને? ઉન્નતિ છે ને? સારું છે. સારું થઈ રહ્યું છે ને? થઈ રહ્યું છે અને થતું રહેશે. હમણાં ફક્ત જે અલગ-અલગ વિખુટા પડેલા છે, એમનું સંગઠન કરીને એમને પાક્કા કરો. પ્રેક્ટીકલ સબૂત બધા ની આગળ દેખાડો. ભલે કોઈ પણ સેવા કરી રહ્યા છો, ભિન્ન-ભિન્ન પ્લાન બનાવો છો, કરી પણ રહ્યા છો, સારા ચાલી પણ રહ્યા છો, હવે એ બધા નું ગ્રુપ એક સામે લાવો. જે સેવા નાં સબૂત આખા બ્રાહ્મણ-પરિવારની સામે આવી જાય. ઠીક છે ને? બાકી બધા સારા છો? સારાથી સારા છો? અચ્છા. ઓમ શાંતિ.

વરદાન :-
ત્રણ સ્મૃતિઓનાં તિલક દ્વારા શ્રેષ્ઠ સ્થિતિ બનાવવા વાળા અચલ - અડોલ ભવ

બાપદાદાએ બધા બાળકોને ત્રણ સ્મૃતિઓનું તિલક આપ્યું છે, એક સ્વની સ્મૃતિ, પછી બાપની સ્મૃતિ અને શ્રેષ્ઠ કર્મને માટે ડ્રામા ની સ્મૃતિ. જેમને આ ત્રણેય સ્મૃતિઓ સદા છે એમની સ્થિતિ પણ શ્રેષ્ઠ છે. આત્મા ની સ્મૃતિની સાથે, બાપ ની સ્મૃતિ અને બાપની સાથે ડ્રામાની સ્મૃતિ અતિ આવશ્યક છે કારણકે કર્મમાં જો ડ્રામા નું જ્ઞાન છે તો નીચે-ઉપર નહીં થશે. જે પણ ભિન્ન-ભિન્ન પરિસ્થિતિઓ આવે છે એમાં અચલ રહેશે.

સ્લોગન :-
દૃષ્ટિને અલૌકિક, મનને શીતળ અને બુદ્ધિને રહેમદિલ બનાવો.