03-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ દ્વારા જે નોલેજ મળી છે તે બુદ્ધિ માં કાયમ રાખવાની છે , સવારે - સવારે ઉઠી સ્વદર્શન ચક્રધારી બની વિચાર સાગર મંથન કરવાનું છે”

પ્રશ્ન :-
આ ઈશ્વરીય ભણતર નો કાયદો કયો છે? તેનાં માટે કયું ડાયરેક્શન (માર્ગદર્શન) મળેલું છે?

ઉત્તર :-
આ ઈશ્વરીય ભણતર નો કાયદો છે - નિયમિત ભણવું. ક્યારેક ભણવું, ક્યારેક ન ભણવું આ કાયદો નથી. બાબાએ ભણતર નાં માટે ખૂબ પ્રબંધ આપ્યાં છે. ભણતર (મોરલી) અહીંયાથી પોસ્ટ માં જાય છે. ૭ દિવસ નો કોર્સ લઈને ક્યાંય પણ ભણી શકો છો. ભણતર ક્યારેય મિસ નથી કરવાનું (ચૂકવાનું નથી).

ગીત :-
ઓમ્ નમો શિવાય...

ઓમ શાંતિ!
બાળકો જે અહીં બેઠાં છે એ રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત અથવા સ્વદર્શન ચક્ર ને યાદ કરે છે. બાપે બાળકોને નોલેજ આપી છે કે સ્વદર્શન ચક્રધારી બનો. આપ બ્રાહ્મણ બાળકોનો ઉદ્દેશ છે સ્વદર્શન ચક્રધારી બનવું. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન, આ ૮૪ જન્મો નાં ચક્ર ને બુદ્ધિમાં રાખવાનું છે. બીજું બધું બુદ્ધિ થી કાઢી દેવાનું છે. હમણાં આપ બાળકોની બુદ્ધિમાં છે બરોબર બાબાએ આપણને સૂર્યવંશી, ચંદ્રવંશી બનાવ્યાં હતાં, પછી ૮૪ જન્મ લીધાં છે. ચાલતાં-ફરતાં, ઉઠતાં-બેસતાં આ સ્વ આત્મા ને બાપ નું અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. હવે તમને શિવબાબાએ શૂદ્ર થી બ્રાહ્મણ બનાવ્યાં છે. બાબાએ સમજાવ્યું છે તમે ૮૪ જન્મો નાં ચક્ર ની બાજી કેવી રીતે રમો છો. પહેલાં-પહેલાં આપણે બ્રાહ્મણ છીએ, આપણને બ્રાહ્મણો ને રચવા વાળા બ્રહ્મા દ્વારા શિવબાબા છે. રચતા અને રચના નાં જ્ઞાન થી જ તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. આ નોલેજ બુદ્ધિ માં કાયમ રાખવાની છે. સવાર થી ઉઠીને સ્વદર્શન ચક્રધારી બની બેસી જવું જોઈએ. આપણે પોતાનાં ૮૪ જન્મો નાં ચક્રને જાણી લીધું છે. આપણાં સર્વ આત્માઓ નાં રચયિતા બાપ એક છે. કહેવાય પણ છે આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. આપણા બાપ એક નિરાકાર પરમપિતા પરમાત્મા છે, પરમધામ માં રહેવા વાળા છે. આપણે પણ ત્યાં રહેતાં હતાં, એ આપણાં બાબા છે. બાબા શબ્દ ખૂબ લવલી (પ્રેમાળ) છે. શિવબાબા નાં મંદિર માં જઈને કેટલી પૂજા કરે છે, ખૂબ યાદ કરે છે. બાબા કહે છે - હું તમને મનુષ્ય થી દેવતા, તુચ્છબુદ્ધિ થી સ્વચ્છબુદ્ધિ બનાવું છું. તુચ્છબુદ્ધિ અર્થાત્ શૂદ્રબુદ્ધિ થી સ્વચ્છબુદ્ધિ બનાવ્યાં હતાં અર્થાત્ ઊંચબુદ્ધિ, પુરુષોત્તમ બુદ્ધિ બનાવ્યાં હતાં. બધાં પુરુષ-સ્ત્રી આ લક્ષ્મી-નારાયણ ને નમન કરે છે. પરંતુ એ નથી જાણતાં - આ કોણ છે? ક્યારે આવ્યાં? શું કર્યું? બાપે સમજાવ્યું છે આ ભારત અવિનાશી ખંડ છે કારણકે અવિનાશી બાપ પરમપિતા પરમાત્મા ની પણ જન્મભૂમિ છે. પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા નું જન્મ સ્થાન છે તો આ થયું મોટાં માં મોટું તીર્થસ્થાન. આટલો નશો થોડી કોઈને છે કે આ પરમપિતા પરમાત્મા ની, સર્વ નાં સદ્દગતિ દાતા બાપ ની જન્મભૂમિ છે. પતિત-પાવન ની જયંતી ભારત માં થઈ છે. શિવ જયંતી મનાવે છે તો જરુર શિવ નો જન્મ અહીં જ થાય છે. આ ભારત મોટું તીર્થસ્થાન છે. પરંતુ ડ્રામા અનુસાર કોઈને ખબર નથી કે આ આપણાં ગોડફાધર અથવા માતા-પિતા, પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા નું જન્મ સ્થાન છે એટલે ભારતભૂમિ ને વંદેમાતરમ કહે છે અર્થાત્ આ ભૂમિ પર આ બાળકીઓ જે શ્રીમત થી ભારત ને સ્વર્ગ બનાવે છે, તેમને આ નશો રહેવો જોઈએ કે શ્રીમત પર અમે કલ્પ-કલ્પ ભારત ને પેરેડાઇઝ (સ્વર્ગ) બનાવીએ છીએ. જે જેટલું શ્રીમત પર ચાલશે એટલું ઊંચ પદ મેળવશે. ભારતવાસીઓએ કલ્પની આયુ લાખો વર્ષ લખી દીધી છે. તમે જાણો છો કે બાબા જેમનું આ ભારત જન્મસ્થાન છે, એમણે જે ધર્મ સ્થાપન કર્યો, તેની છે ગીતા. ગીતા કોણે ગાઈ, આ ભારતવાસી ભૂલી ગયાં છે. કેટલો ફરક થઈ ગયો છે. ક્યાં નિરાકાર શિવ, ક્યાં શ્રીકૃષ્ણ. તમે જાણો છો કૃષ્ણ નો આત્મા જે ગોરો હતો તે હવે અનેક જન્મો નાં અંત નાં જન્મ માં તમોપ્રધાન બની ગયો છે. પછી આમનામાં પ્રવેશ કરી આમને તે જ શ્રીકૃષ્ણ સુંદર બનાવી રહ્યો છું એટલે કૃષ્ણ ને કાળા અને ગોરા, શ્યામ અને સુંદર કહે છે. આ સતયુગ નો પ્રથમ નંબર સુંદર પ્રિન્સ (રાજકુમાર) હતો. આમની મહિમા છે - મર્યાદા પુરુષોત્તમ, અહિંસા પરમોધર્મ. ભારતવાસી આ નથી જાણતાં કે રાધા કૃષ્ણ અને લક્ષ્મી-નારાયણ નો પરસ્પર માં શું સંબંધ છે! બાપ કહે છે - હમણાં સુધી તમે જે કાંઈ ભણતાં આવ્યાં છો, તેમાં કોઈ સાર નથી. હવે તમે સન્મુખ બેઠાં છો. જાણો છો બાબા ૫ હજાર વર્ષ પછી આપણને ફરીથી રાજયોગ ની શિક્ષા આપી રહ્યાં છે. આખી દુનિયા કહે છે કૃષ્ણએ ગીતા સંભળાવી. બાપ કહે છે - કૃષ્ણ માં સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન જ નથી. કૃષ્ણ નાં આત્માએ આગળ નાં જન્મ માં આ જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે, હમણાં કરી રહ્યાં છે. જેમનું નામ મેં બ્રહ્મા રાખ્યું છે. તેમનાં અનેક જન્મો નાં અંત નાં જન્મ માં હું પ્રવેશ કરું છું. તમે મરજીવા બન્યાં છો ને. તમારા અવ્યક્ત નામ પણ રાખ્યાં હતાં. હવે નથી રાખતાં કારણ કે અનેકોએ ફારકતી આપી દીધી. બાપ નાં બનીને નામ રાખીને ભાગી જાય, આ તો શોભતું નથી એટલે નામ આપવાનું બંધ કરી દીધું. હવે આપ બ્રાહ્મણ બન્યાં છો. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો, શિવબાબા નાં પૌત્રા છો. બાપ કહે છે - વારસો તમારે મારા પાસેથી લેવાનો છે તો મને યાદ કરો. આમનો આ ખૂબ જન્મોનાં અંત નો જન્મ છે. સૂક્ષ્મવતન માં જે બ્રહ્મા દેખાડે છે તે તો પાવન છે. સૂક્ષ્મવતન માં પ્રજાપિતા તો હોઈ ન શકે. બાપ સમજાવે છે આ વ્યક્ત છે, ઝાડ નાં અંત માં ઉભાં છે. અહીં બાળકોની સાથે યોગ માં બેઠાં છે - પવિત્ર ફરિશ્તા બનવાના માટે. તો સૂક્ષ્મવતન માં દેખાડવા પડે. અહીં પણ પ્રજાપિતા જરુર જોઈએ. તે અવ્યક્ત, આ વ્યક્ત. તમે પણ ફરિશ્તા બનવા આવ્યાં છો. આમાં જ મનુષ્ય મૂંઝાય છે કારણ કે આ છે બિલકુલ નવું જ્ઞાન. કોઈ પણ શાસ્ત્ર વગેરેમાં આ જ્ઞાન નથી. ભગવાન એક છે ઊંચા માં ઊંચા નિરાકાર પરમપિતા પરમાત્મા, બધા આત્માઓનાં બાપ. એમનું રહેવાનું સ્થાન છે પરમધામ. એમને બધા યાદ કરે છે કે આવો, અમારા ઉપર માયા નો પડછાયો પડી ગયો છે. પતિત બની ગયાં છીએ. આ વાતો નવાં ની બુદ્ધિ માં બેસશે નહીં. હવે તમે રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. સતયુગ માં આપણે બહુ થોડાં રાજ્ય કરતાં હતાં. ત્યાં અધર્મની વાત હોઈ ન શકે. શાસ્ત્રો માં કેટલી વાતો લખી દીધી છે, પરંતુ તેમાં કોઈ સાર નથી. સીડી ઉતરતાં-ઉતરતાં હવે અંત માં આવીને પતિત બન્યાં છો. હવે તમે જમ્પ કરો (છલાંગ લગાવો) છો ઉતરવામાં ૮૪ જન્મ લાગ્યાં, જમ્પ સેકન્ડ માં કરો છો.

આપ બાળકો હવે રાજયોગ શિખી રહ્યાં છો, પછી શાંતિધામ માં જઈને સુખધામ માં આવી જશો. આ છે દુઃખધામ. પહેલાં તમે આવ્યાં છો તો બાપ પણ પહેલાં-પહેલાં તમને મળે છે. અહીં બાપ અને બાળકો, આત્મા અને પરમાત્મા નો મેળો લાગે છે. હિસાબ છે ને - આપણને ૫ હજાર વર્ષ થયાં બાપ થી વિદાય લીધે. પહેલાં-પહેલાં સ્વર્ગ માં પાર્ટ ભજવ્યો, ત્યાંથી પાર્ટ ભજવતાં-ભજવતાં તમે નીચે ઉતરતાં આવ્યાં છો. હવે તમે બાપ ની પાસે આવી ગયાં છો, બાકી થોડાં ઘણાં જે હશે તે પણ આવી જશે. પછી તમારું ભણતર ખતમ થઈ જશે, બધાને અહીં આવવાનું છે. ત્યાં જ્યારે ખાલી થઈ જશે પછી બાબા બધાને લઈ જશે. આ સમજવાની વાતો છે. ભણવાનું છે. સ્કૂલ માં ક્યારેક જવું, ક્યારેક ન જવું આ કાયદો નથી. બાબાએ ભણતર નાં માટે ખૂબ પ્રબંધ પણ આપ્યાં છે. નહીં તો ક્યારેય પણ કોઈની પાસે ભણતર પોસ્ટ માં નથી જતું. આ બેહદ બાપ નું ભણતર પોસ્ટ માં જાય છે. કેટલાં કાગળ છપાય છે. ક્યાં-ક્યાં જાય છે. ૭ દિવસ નો કોર્સ લઈ પછી ક્યાંય પણ ભણતાં રહો. આ સમયે બધાં અડધાકલ્પ નાં રોગી છે, એટલે ૭ દિવસ ભઠ્ઠી માં રાખવા પડે છે. આ ૫ વિકારો ની બીમારી આખી દુનિયામાં ફેલાયેલી છે. સતયુગ માં તમારી કાયા નિરોગી હતી, એવરહેલ્દી (સદા તંદુરસ્ત), એવરવેલ્દી (સદા સંપત્તિવાન) હતાં. હવે તો શું હાલ થઈ ગયો છે. આ આખો ખેલ ભારત પર છે. તમને ૮૪ જન્મો ની હવે સ્મૃતિ આવી છે. કલ્પ-કલ્પ તમે જ સ્વદર્શન ચક્રધારી બનો છો અને ચક્રવર્તી રાજા પણ બનો છો. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે, આમાં નંબરવાર પદ હશે. પ્રજા પણ અનેક પ્રકાર ની જોઈએ. દિલ થી પૂછવું જોઈએ કે અમે કેટલાં ને આપસમાન સ્વદર્શન ચક્રધારી બનાવીએ છીએ. જેટલાં જે બનાવશે તે જ ઊંચ પદ મેળવશે. તમને બાપ માયા થી યુદ્ધ કરવાનું શિખવાડે છે, એટલે આમનું નામ યુધિષ્ઠિર રાખી દીધું છે. માયા પર જીત મેળવવાનું યુદ્ધ શિખવાડે છે. યુધિષ્ઠિર અને ધુતરાષ્ટ્ર પણ દેખાડે છે. ગવાય પણ છે માયાજીતે જગતજીત, કેટલો સમય તમારી જીત કાયમ રહી પછી હાર કેટલો સમય ખાઓ છો. આ પણ તમે જાણો છો. આ શારીરિક યુદ્ધ નથી. ન દેવતાઓ અને અસુરો નું યુદ્ધ છે. ન કૌરવો અને પાંડવો નું યુદ્ધ છે. જૂઠી કાયા, જૂઠી માયા… આ ભારત જુઠ્ઠખંડ છે. સચખંડ હતો, જ્યાર થી રાવણ રાજ્ય શરું થયું ત્યાર થી જુઠ્ઠખંડ બની ગયો. ઈશ્વર નાં માટે કેટલું જૂઠ્ઠું બોલે છે. કેટલાં કલંક લગાવે છે. કલંગી અવતાર પણ ગવાયેલો છે. સૌથી વધારે કલંક બાપ પર લાગે છે. એમનાં માટે કહે છે કચ્છ-મચ્છ અવતાર, પથ્થર-ભિત્તર માં ઈશ્વર. કેટલી ગાળો આપે છે. શું આ સભ્યતા છે? હવે તમને રોશની (પ્રકાશ) મળી છે. તમે જાણો છો બાપ આપણને રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવી રહ્યાં છે, જે બીજું કોઈ નથી જાણતું. બાપ જ સદ્દગતિ દાતા છે. બાબા નાં જ્ઞાન થી બધાની સદ્દગતિ થાય છે. બાકી જે સ્વયં જ દુર્ગતિ માં છે તે કેવી રીતે બીજાઓની સદ્દગતિ કરશે. તમને આવીને રાજાઓનાં રાજા બનાવું છું. તમે જ પવિત્ર પૂજ્ય હતાં, હવે આવીને પુજારી બન્યાં છો. પવિત્ર રાજાઓ ની અપવિત્ર રાજાઓ પૂજા કરે છે. સતયુગ માં ડબલ સિરતાજ (તાજધારી) હતાં. વિકારી રાજા હોય છે તો સિંગલ તાજ હોય છે. તે પણ મહારાજા-મહારાણી. પરંતુ પવિત્ર ને અપવિત્ર જઈને માથું ટેકવે છે. તે ભારતવાસી પવિત્ર પ્રવૃત્તિ માર્ગ વાળા, તે જ ભારતવાસી પતિત પ્રવૃત્તિ માર્ગ વાળા બને છે. હવે બાપ કહે છે તમારો આ મૃત્યુલોક માં અંતિમ જન્મ છે. હવે હું આવ્યો છું તમને ફરી થી સતયુગ માં લઈ જવાં. આ મૂસળો ની લડાઈ ૫ હજાર વર્ષ પહેલાં પણ લાગી હતી. આ જૂની દુનિયા ખલાસ થવાની છે. બાપ સમજાવે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનવાનું છે. કમળફૂલ સમાન આપ બ્રાહ્મણ બનો છો. પરંતુ આ નિશાની વિષ્ણુ ને આપી દીધી છે કારણ કે તમે સદૈવ એકરસ નથી રહેતાં. આજે કમળફૂલ સમાન બનો, બે વર્ષ નાં પછી પતિત બની પડો છો.

તમારો આ સર્વોત્તમ કુળ છે. તમે બ્રાહ્મણ ચોટલી છો. પછી પુનર્જન્મ લેતાં-લેતાં દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનો છો. શૂદ્ર થી ફટ થી દેવતા થોડી બનશો. બ્રાહ્મણ ચોટલી તો જોઈએ. હવે બ્રાહ્મણોને બાબા ભણાવી રહ્યાં છે. તો એવાં બાબાને ફારકતી થોડી આપવી જોઈએ! બાબા કહે છે આશ્ચર્યવત્ મારા બનન્તી, સુનન્તી છતાં પણ ભાગન્તી થઈ માયા નાં બનન્તી. ટ્રેટર (દગાબાજ) બનન્તી, મારી નિંદા કરાવન્તી… એમને કહેવાય છે સદ્દગુરુ નાં નિંદક સ્વર્ગ નો ઠોર ન પાવન્તી. બાકી તે ભક્તિમાર્ગ નાં ગુરુ છે, તેઓ કોઈ સદ્દગતિ દાતા નથી. સર્વ આત્માઓ નાં બાપ, શિક્ષક, ગુરુ એક જ નિરાકાર બાપ છે. એ જ બધાંનો ઉદ્ધાર કરવા આવ્યાં છે. આગળ ચાલીને સમજશે પછી ટૂ-લેટ (વધારે મોડું થઈ) જશે. તેઓ પછી પોતાનાં ધર્મ માં ચાલ્યાં જશે. શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ છે દેવતા ધર્મ. એમનાથી પણ ઊંચ તમે બ્રાહ્મણ છો જે બાપ ની સાથે બેઠાં છો. તમને ભણાવવા વાળા વિચિત્ર અને વિદેહી છે. બાપ કહે છે મને દેહ નથી. મને કહે છે શિવ, મારું નામ બદલી નથી શકાતું. બીજા બધાનાં શરીરો નાં નામ બદલાય છે. હું છું પરમ આત્મા, મારી જન્મ-પત્રિકા કોઈ નીકાળી નથી શકતું. જ્યારે બેહદ ની રાત થાય છે ત્યારે હું આવું છું દિવસ બનાવવાં. હમણાં છે સંગમ, આ વાતો ને સારી રીતે સમજી પછી ફરી ધારણ કરવી જોઈએ. સ્મૃતિ માં લાવવી જોઈએ. અહીં આપ બાળકો આવો છો, ફુરસદ મળે છે. વિચાર સાગર મંથન અહીં સારું કરી શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વોત્તમ કુળ ની સ્મૃતિ થી ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. ક્યારેય પણ સદ્દગુરુ ની નિંદા નથી કરાવવાની.

2. શ્રીમત પર ભારત ને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે. સ્વદર્શન ચક્રધારી બનવાનું અને બનાવવાનાં છે. જ્યારે પણ ફુરસદ મળે તો વિચાર સાગર મંથન જરુર કરવાનું છે.

વરદાન :-
સદા કલ્યાણકારી ભાવના દ્વારા ગુણગ્રાહી બનવા વાળા અચળ - અડોલ ભવ

પોતાની સ્થિતિ અચળ-અડોલ બનાવવા માટે સદા ગુણગ્રાહી બનો. જો દરેક વાત માં ગુણગ્રાહી હશો તો હલચલ માં નહીં આવશો. ગુણગ્રાહી અર્થાત્ કલ્યાણ ની ભાવના. અવગુણ માં ગુણ જોવા એને કહેવાય છે ગુણગ્રાહી એટલે અવગુણ વાળા થી પણ ગુણ ઉઠાવો. જેવી રીતે તે અવગુણ માં દૃઢ છે એવી રીતે તમે ગુણ માં દૃઢ રહો. ગુણ નાં ગ્રાહક બનો, અવગુણ નાં નહીં.

સ્લોગન :-
પોતાનું બધું બાપ ને અર્પણ કરી સદા હલ્કા રહેવાવાળા જ ફરિશ્તા છે.

આ અવ્યક્ત ઈશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

બાપ સમાન બનવા માટે બ્રહ્મા બાપ ને ફોલો કરતાં ચાલો. વિચારો, બ્રહ્મા બાપ સંપૂર્ણ કેવી રીતે બન્યાં? એમની શું વિશેષતા રહી? સંપૂર્ણતા નો વિશેષ આધાર શું રહ્યો? બ્રહ્મા બાપે પોતાનો દરેક સમય સફળ કર્યો. શ્વાંસ-શ્વાંસ, સેકન્ડ-સેકન્ડ સફળ કરી. તો બાપ સમાન બનવા માટે લક્ષ રાખો કે સફળ કરવાનું છે અને સફળતામૂર્ત બનવાનું છે.