03-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદની યાત્રા માં અલબેલા ન બનો , યાદથી જ આત્મા પાવન બનશે , બાપ આવ્યા છે સર્વ આત્માઓની સેવા કરી એમને શુદ્ધ બનાવવાં”

પ્રશ્ન :-
કઈ સ્મૃતિ બની રહે તો ખાન-પાન (ખાવા-પીવાનું) શુદ્ધ થઈ જશે?

ઉત્તર :-
જો સ્મૃતિ રહે કે આપણે બાબાની પાસે આવ્યા છીએ સચખંડ માં જવા માટે અથવા મનુષ્ય થી દેવતા બનવા માટે, તો ખાન-પાન શુદ્ધ થઈ જશે કારણકે દેવતાઓ ક્યારેય અશુદ્ધ ચીજ નથી ખાતાં. જ્યારે આપણે સત્ય બાબાની પાસે આવ્યા છીએ સચખંડ, પાવન દુનિયાનાં માલિક બનવા તો પતિત (અશુદ્ધ) બની ન શકીએ.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને પૂછે છે - બાળકો, તમે જ્યારે અહીં બેસો છો તો કોને યાદ કરો છો? પોતાનાં બેહદનાં બાપને. એ ક્યાં છે? એમને પોકારાય છે ને-હે પતિત-પાવન! આજકાલ સંન્યાસી પણ કહેતા રહે છે પતિત-પાવન સીતારામ અર્થાત્ પતિતો ને પાવન બનાવવા વાળા રામ આવો. આ તો બાળકો સમજે છે પાવન દુનિયા સતયુગ ને, પતિત દુનિયા કળિયુગ ને કહેવાય છે. હમણાં તમે ક્યાં બેઠા છો? કળિયુગ નાં અંત માં એટલે પોકારો છે બાબા આવીને અમને પાવન બનાવો. આપણે કોણ છીએ? આત્મા. આત્માએ જ પવિત્ર બનવાનું છે. આત્મા પવિત્ર બને છે તો શરીર પણ પવિત્ર મળે છે. આત્મા પતિત બનવાથી શરીર પણ પતિત મળે છે. આ શરીર તો માટીનું પુતળું છે. આત્મા તો અવિનાશી છે. આત્મા આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા કહે છે, બોલાવે છે-અમે બહુ જ પતિત બની ગયા છીએ, અમને આવીને પાવન બનાવો. બાપ પાવન બનાવે છે. ૫ વિકારો રુપી રાવણ પતિત બનાવે છે. બાપે હવે સ્મૃતિ અપાવી છે-આપણે પાવન હતાં પછી આમ ૮૪ જન્મ લેતા-લેતા હવે અંતિમ જન્મ માં છીએ. આ જે મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ છે, બાપ કહે છે હું એનું બીજરુપ છું, મને બોલાવે છે-હે પરમપિતા પરમાત્મા, ઓ ગોડફાધર, લિબરેટ મી (મને છોડાવો). દરેક પોતાનાં માટે કહે છે મને છોડાવો પણ અને પંડા બનીને શાંતિધામ ઘર માં લઈ ચાલો (જાઓ). સંન્યાસી વગેરે પણ કહે છે સ્થાઈ શાંતિ કેવી રીતે મળે? હવે શાંતિધામ તો ઘર છે. જ્યાંથી આત્માએ પાર્ટ ભજવવા આવે છે. ત્યાં ફક્ત આત્માઓ જ છે શરીર નથી. આત્માઓ નિર્વસ્ત્ર અર્થાત્ શરીર વગર રહે છે. નિર્વસ્ત્ર નો અર્થ એ નથી કે કપડા પહેર્યા વગર રહેવું. ના, શરીર વગર આત્માઓ નિર્વસ્ત્ર (અશરીરી) રહે છે. બાપ કહે છે-બાળકો, આપ આત્માઓ ત્યાં મૂળવતન માં શરીર વગર રહો છો, એને નિરાકારી દુનિયા કહેવાય છે.

બાળકોને સીડી પર સમજાવાયું છે-કેવી રીતે આપણે સીડી નીચે ઉતરતા આવ્યા છીએ. પૂરાં ૮૪ જન્મ લાગ્યા છે મેક્સિમમ (વધારે માં વધારે). પછી કોઈ એક જન્મ પણ લે છે. આત્માઓ ઊપરથી આવતા જ રહે છે. હવે બાપ કહે છે હું આવ્યો છું પાવન બનાવવાં. શિવબાબા, બ્રહ્મા દ્વારા તમને ભણાવે છે. શિવબાબા છે આત્માઓનાં બાપ અને બ્રહ્માને આદિ દેવ કહેવાય છે. આ દાદા માં બાપ કેવી રીતે આવે છે? આ આપ બાળકો જ જાણો છો. મને બોલાવે પણ છે-હે પતિત-પાવન આવો. આત્માઓએ આ શરીર દ્વારા બોલાવ્યા છે. મુખ્ય આત્મા છે ને? આ છે જ દુઃખધામ. અહીં કળિયુગ માં જુઓ બેઠાં-બેઠાં અચાનક મૃત્યુ થઈ જાય છે, ત્યાં આવી રીતે કોઈ બીમાર જ નથી પડતાં. નામ જ છે સ્વર્ગ. કેટલું સરસ નામ છે? કહેવાથી દિલ ખુશ થઈ જાય છે. ક્રિશ્ચન પણ કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં પેરેડાઈઝ (સ્વર્ગ) હતું. અહીં ભારતવાસીઓને તો કાંઈ પણ ખબર નથી કારણકે એમણે સુખ ખૂબ જોયું છે, તો દુઃખ પણ ખૂબ જોઈ રહ્યા છે. તમેપ્રધાન બન્યા છે. ૮૪ જન્મ પણ આમનાં છે. અડધાકલ્પ પછી બીજા ધર્મવાળા આવે છે. હમણાં તમે સમજો છો અડધોકલ્પ દેવી-દેવતાઓ હતાં તો બીજો કોઈ ધર્મ નહોતો. પછી ત્રેતા માં જ્યારે રામ બન્યા તો પણ ઈસ્લામી-બૌદ્ધિ નહોતાં. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધારા માં છે. કહી દે છે દુનિયાની આયુ લાખો વર્ષ છે, એટલે મનુષ્ય મૂંઝાય છે કે કળિયુગ હજી નાનું બાળક છે. તમે હવે સમજો છો કળિયુગ પૂરો થઈ હવે સતયુગ આવશે એટલે તમે આવ્યા છો બાપ પાસેથી સ્વર્ગનો વારસો લેવાં. તમે બધા સ્વર્ગવાસી હતાં. બાપ આવે જ છે સ્વર્ગ સ્થાપન કરવાં. તમે જ સ્વર્ગ માં આવો છો, બાકી બધા શાંતિધામ ઘરે ચાલ્યા જાય છે. તે છે સ્વીટ હોમ, આત્માઓ ત્યાં નિવાસ કરે છે. પછી અહીં આવીને પાર્ટધારી બને છે. શરીર વગર તો આત્મા બોલી પણ ન શકે. ત્યાં શરીર ન હોવાનાં કારણે આત્માઓ શાંતિ માં રહે છે. પછી અડધોકલ્પ છે દેવી-દેવતાઓ, સૂર્યવંશી-ચંદ્રવંશી. પછી દ્વાપર-કળિયુગ માં હોય છે મનુષ્ય. દેવતાઓનું રાજ્ય હતું પછી હવે તે ક્યાં ગયાં? કોઈને ખબર નથી. આ નોલેજ હમણાં તમને બાપ પાસેથી મળે છે. બીજા કોઈ મનુષ્ય માં આ નોલેજ હોતી નથી. બાપ જ આવીને મનુષ્યો ને આ નોલેજ આપે છે, જેનાથી જ મનુષ્ય થી દેવતા બને છે. તમે અહીં આવ્યા જ છો મનુષ્ય થી દેવતા બનવા માટે. દેવતાઓનું ખાન-પાન અશુદ્ધ નથી હોતાં, તેઓ ક્યારેય બીડી વગેરે નથી પીતાં. અહીં નાં પતિત મનુષ્યો ની વાત ન પૂછો - શું-શું ખાય છે? હવે બાપ સમજાવે છે આ ભારત પહેલાં સચખંડ હતો. જરુર સાચાં બાપે સ્થાપન કર્યો હશે. બાપને જ ટ્રુથ (સત્ય) કહેવાય છે. બાપ જ કહે છે હું જ આ ભારતને સચખંડ બનાવું છું. તમે સાચાં દેવતાઓ કેવી રીતે બની શકો છો? તે પણ તમને શીખવાડું છું. કેટલાં (ખૂબ) બાળકો અહીં આવે છે એટલે આ મકાન વગેરે બનાવવા પડે છે. અંત સુધી પણ બનતા રહેશે, ખૂબ બનશે. મકાન ખરીદે પણ છે. શિવબાબા બ્રહ્મા દ્વારા કાર્ય કરે છે. બ્રહ્મા બની ગયા શ્યામ કારણકે આ અનેક જન્મોનાં અંતનો જન્મ છે ને? આ પછી ગોરા બનશે. કૃષ્ણનું પણ ચિત્ર ગોરું અને શ્યામ છે ને? મ્યુઝિયમ માં મોટા-મોટા સરસ ચિત્ર છે, જેનાં પર તમે કોઈને સારી રીતે સમજાવી શકો છો. અહીં બાબા મ્યુઝિયમ નથી બનાવડાવતા, આને કહેવાય છે ટાવર ઓફ સાઈલેન્સ (શાંતિ નો સ્તંભ). તમે જાણો છો આપણે શાંતિધામ આપણા ઘરે જઈએ છીએ. આપણે ત્યાંનાં રહેવાવાળા છીએ પછી અહીં આવીને શરીર લઈ પાર્ટ ભજવીએ છીએ. બાળકોને પહેલાં-પહેલાં આ નિશ્ચય હોવો જોઈએ કે આ કોઈ સાધુ-સંત નથી ભણાવતાં. આ (દાદા) તો સિંધનાં રહેવાવાળા હતાં પરંતુ એમનાં માં જે પ્રવેશ કરીને બોલે છે-એ છે જ્ઞાન નાં સાગર. એમને કોઈ જાણતું જ નથી. કહે પણ છે ગોડફાધર. પરંતુ કહી દે છે એમનું નામ-રુપ જ નથી. એ નિરાકાર છે, એમનો કોઈ આકાર નથી. પછી કહી દે છે એ સર્વવ્યાપી છે. અરે, પરમાત્મા ક્યાં છે? કહેશે એ સર્વવ્યાપી છે, બધાની અંદર છે. અરે, દરેકની અંદર આત્મા બેઠો છે, બધા ભાઈ-ભાઈ છે ને? પછી ઘટ-ઘટ માં પરમાત્મા ક્યાંથી આવ્યાં? એવુ નહીં કહેવાશે પરમાત્મા પણ છે અને આત્મા પણ છે. પરમાત્મા બાપ ને બોલાવે છે, બાબા આવીને અમને પતિતોને પાવન બનાવો. મને તમે બોલાવો છો આ ધંધો, આ સેવા કરવા માટે. અમને બધાને આવીને શુદ્ધ બનાવો. પતિત દુનિયા માં મને નિમંત્રણ આપો છો, કહો છો બાબા અમે પતિત છીએ. બાપ તો પાવન દુનિયા જોતા જ નથી. પતિત દુનિયા માં જ તમારી સેવા કરવા માટે આવ્યા છે. હવે આ રાવણ રાજ્ય વિનાશ થઈ જશે. બાકી તમે જે રાજયોગ શીખો છો, ત્યાં જઈને રાજાઓનાં રાજા બનો છો. તમને અગણિત વાર ભણાવ્યું છે, ફરી ૫ હજાર વર્ષ પછી તમને જ ભણાવશે. સતયુગ-ત્રેતાની રાજધાની હમણાં સ્થાપન થઈ રહી છે. પહેલાં છે બ્રાહ્મણ કુળ. પ્રજાપિતા બ્રહ્મા ગવાય છે ને? જેમને એડમ, આદિ-દેવ કહે છે. આ કોઈને ખબર નથી. ઘણાં છે જે અહીં આવીને સાંભળીને પછી માયાનાં વશ થઈ જાય છે. પુણ્ય આત્મા બનતાં-બનતાં પાપ આત્મા બની જાય છે. માયા ખૂબ જબરજસ્ત છે. બધા ને પાપ આત્મા બનાવી દે છે. અહીં કોઈ પણ પવિત્ર આત્મા, પુણ્ય આત્મા નથી. પવિત્ર આત્માઓ દેવી-દેવતા જ હતાં, જ્યારે બધા પતિત બની જાય છે ત્યારે બાપને બોલાવે છે. હમણાં આ છે રાવણ રાજ્ય પતિત દુનિયા, આને કહેવાય છે કાંટાઓ નું જંગલ. સતયુગને કહેવાય છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ (ફૂલોનો બગીચો). મુગલ ગાર્ડન માં કેટલાં ફર્સ્ટક્લાસ સારા-સારા ફૂલ હોય છે? અકનાં પણ ફૂલ મળશે પરંતુ એનો અર્થ કોઈપણ સમજતા નથી, શિવ ની ઉપર અક કેમ ચઢાવે છે? આ પણ બાપ સમજાવે છે. હું જ્યારે ભણાવું છું તો એમાં કોઈ ફર્સ્ટક્લાસ મોતિયા, કોઈ રતન જ્યોત, કોઈ પછી અક નાં ફૂલ પણ છે. નંબરવાર તો છે ને? તો આને કહેવાય જ છે દુઃખધામ, મૃત્યુલોક. સતયુગ છે અમરલોક. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. શાસ્ત્રો તો આ દાદાએ વાંચ્યા છે, બાપ તો શાસ્ત્ર નહીં ભણાવશે. બાપ તો સ્વયં સદ્દગતિ દાતા છે. વધારે ગીતા નો સંદર્ભ લે છે. સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા ભગવાને ગાઈ છે, પરંતુ ભગવાન કોને કહેવાય છે? આ ભારતવાસીઓને ખબર નથી. બાપ કહે છે હું નિષ્કામ સેવા કરું છું, તમને વિશ્વનાં માલિક બનાવું છું, હું નથી બનતો. સ્વર્ગ માં તમે મને યાદ નથી કરતાં. દુઃખ મેં સિમરણ સબ કરે , સુખ મેં કરે ન કોય. આને દુઃખ અને સુખ નો ખેલ કહેવાય છે. સ્વર્ગ માં હજી કોઈ બાજો ધર્મ હોતો જ નથી. તે બધા આવે જ છે પછી થી. તમે જાણો છો હવે આ જૂની દુનિયાનો વિનાશ થઈ જશે, નેચરલ કેલેમીટીઝ (કુદરતી આફતો) તોફાન આવશે જોરથી. બધું ખતમ થઈ જશે.

તો બાપ હમણાં આવીને બેસમજદાર થી સમજદાર બનાવે છે. બાપે કેટલી ધન-સંપત્તિ આપી હતી, બધી ક્યાં ગઈ? હમણાં કેટલાં ઈનસાલવેન્ટ (દેવાદાર) બની ગયા છે? ભારત જે સોનાની ચકલી હતું તે હમણાં શું બની ગયું છે? હવે ફરી પતિત-પાવન બાપ આવેલા છે રાજયોગ શીખવાડી રહ્યા છે. તે છે હઠયોગ, આ છે રાજયોગ. આ રાજયોગ બંને માટે છે, તે હઠયોગ ફક્ત પુરુષ જ શીખે છે. હવે બાપ કહે છે પુરુષાર્થ કરો, વિશ્વનાં માલિક બનીને દેખાડો. હવે આ જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે બાકી થોડો સમય છે, આ લડાઈ અંતિમ લડાઈ છે. આ લડાઈ શુરુ થશે તો રોકાઈ ન શકે. આ લડાઈ શુરુ જ ત્યારે થશે જ્યારે તમે કર્માતીત અવસ્થા મેળવશો અને સ્વર્ગ માં જવાને લાયક બની જશો. બાપ છતાં પણ કહે છે યાદની યાત્રા માં અલબેલા ન બનો, આમાં જ માયા વિધ્ન નાખે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ દ્વારા સારી રીતે ભણીને ફર્સ્ટક્લાસ ફૂલ બનવાનું છે, કાંટાઓ નાં આ જંગલને ફૂલોનો બગીચો બનાવવા માં બાપને પૂરી મદદ કરવાની છે.

2. કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરવા તથા સ્વર્ગ માં ઊંચ પદનો અધિકાર પ્રાપ્ત કરવા માટે યાદની યાત્રા માં તત્પર રહેવાનું છે, અલબેલા નથી બનવાનું.

વરદાન :-
પોતાનાં મસ્તક પર સદા બાપની દુવાઓ નો હાથ અનુભવ કરવા વાળા માસ્ટર વિઘ્ન - વિનાશક ભવ

ગણેશ ને વિઘ્ન-વિનાશક કહે છે. વિઘ્ન-વિનાશક એ જ બને છે જેમનામાં સર્વશક્તિઓ છે. સર્વશક્તિઓને સમય પ્રમાણે કાર્ય માં લગાવો તો વિઘ્ન રહી ન શકે. કેટલાં પણ રુપ થી માયા આવે પરંતુ તમે નોલેજફુલ બનો. નોલેજફુલ આત્મા ક્યારેય માયા થી હાર ખાઈ ન શકે. જ્યારે મસ્તક પર બાપદાદાની દુવાઓનો હાથ છે તો વિજય નું તિલક લાગેલું છે. પરમાત્મ હાથ અને સાથે વિઘ્ન-વિનાશક બનાવી દે છે.

સ્લોગન :-
સ્વયં માં ગુણોને ધારણ કરી બીજાઓને ગુણદાન કરવા વાળા જ ગુણમૂર્ત છે.