04-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
અશરીરી બની જ્યારે બાપ ને યાદ કરો છો તો તમારા માટે આ દુનિયા જ ખલાસ થઈ જાય છે ,
દેહ અને દુનિયા ભૂલાયેલી છે”
પ્રશ્ન :-
બાપ દ્વારા બધા બાળકો ને જ્ઞાન નું ત્રીજું નેત્ર શા માટે મળ્યું છે?
ઉત્તર :-
સ્વયં ને આત્મા સમજી, બાપ જે છે જેવા છે, એ જ રુપ માં યાદ કરવા માટે ત્રીજું નેત્ર
મળ્યું છે. પરંતુ આ ત્રીજું નેત્ર કામ ત્યારે કરે છે જ્યારે પૂરાં યોગયુક્ત રહે
અર્થાત્ એક બાપ સાથે સાચ્ચી પ્રીત હોય. કોઈ નાં નામ-રુપ માં લટકેલા ન હોય. માયા
પ્રીત રાખવામાં જ વિઘ્ન નાખે છે. આમાં જ બાળકો દગો ખાય છે.
ગીત :-
મરના તેરી ગલી મેં…
ઓમ શાંતિ!
આપ બ્રાહ્મણ
બાળકો સિવાય આ ગીત નો અર્થ કોઈ સમજી ન શકે. જેવી રીતે વેદ-શાસ્ત્ર વગેરે બનાવ્યા છે
પરંતુ જે કાંઈ વાંચે છે એનો અર્થ નથી સમજી શકતા એટલે બાપ કહે છે હું બ્રહ્મા-મુખ
દ્વારા બધા વેદો-શાસ્ત્રો નો સાર સમજાવું છું, એવી રીતે જ આ ગીતો નો અર્થ પણ કોઈ
સમજી નથી શકતા, બાપ જ આનો અર્થ બતાવે છે. આત્મા જ્યારે શરીર થી ન્યારો થઈ જાય છે તો
દુનિયા સાથે બધા સંબંધ તૂટી જાય છે. ગીત પણ કહે છે સ્વયં ને આત્મા સમજી અશરીરી બની
બાપ ને યાદ કરો તો આ દુનિયા ખતમ થઈ જાય છે. આ શરીર આ પૃથ્વી પર છે, આત્મા આમાથી
નીકળી જાય છે તો પછી તે સમયે તેમનાં માટે મનુષ્ય સૃષ્ટિ નથી. આત્મા નિર્વસ્ત્ર બની
જાય છે. પછી જ્યારે શરીર માં આવે છે તો પાર્ટ શરુ થાય છે. પછી એક શરીર છોડી બીજા
માં જઈને પ્રવેશ કરે છે. પાછું મહતત્વ માં નથી જવાનું. ઉડીને બીજા શરીર માં જાય છે.
અહીં આ આકાશ તત્વ માં જ એમને પાર્ટ ભજવવાનો છે. મૂળવતન માં નથી જવાનું. જ્યારે શરીર
છોડે છે તો નથી આ કર્મબંધન, નથી તે કર્મબંધન રહેતાં. શરીર થી જ અલગ થઈ જાય છે ને?
પછી બીજું શરીર લે છે તો આ કર્મબંધન શરુ થાય છે. આ વાતો તમારા સિવાય બીજા કોઈ
મનુષ્ય નથી જાણતાં. બાપે સમજાવ્યું છે બધા બિલકુલ જ બેસમજ છે. પરંતુ એવું કોઈ સમજે
થોડી છે? પોતાને કેટલાં અકક્લમંદ સમજે છે, પીસ પ્રાઈઝ (શાંતિની ભેટ) આપતા રહે છે. આ
પણ તમે બ્રાહ્મણ કુલ ભૂષણ સારી રીતે સમજાવી શકો છો. તે તો જાણતા જ નથી કે શાંતિ કોને
કહેવાય છે? કોઈ તો મહાત્માઓ ની પાસે જાય છે કે મન ની શાંતિ કેવી રીતે થાય? આ તો કહે
છે વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? એવું નહીં કહેશે કે નિરાકારી દુનિયામાં શાંતિ
કેવી રીતે થાય? એ તો છે જ શાંતિધામ. આપણે આત્માઓ શાંતિધામ માં રહીએ છીએ પરંતુ આ તો
મન ની શાંતિ કહે છે. તે જાણતા નથી કે શાંતિ કેવી રીતે મળશે? શાંતિધામ તો આપણું ઘર
છે. અહીં શાંતિ કેવી રીતે મળી શકે? હા, સતયુગ માં સુખ, શાંતિ, સંપત્તિ બધું છે, જેની
સ્થાપના બાપ કરે છે. અહીં તો કેટલી અશાંતિ છે. આ બધું હવે આપ બાળકો જ સમજો છો. સુખ,
શાંતિ, સંપત્તિ ભારત માં જ હતી. તે વારસો હતો બાપ નો અને દુઃખ, અશાંતિ, કંગાળપણું,
આ વારસો છે રાવણ નો. આ બધી વાતો બેહદ નાં બાપ બાળકો ને સમજાવે છે. બાપ પરમધામ માં
રહેવા વાળા નોલેજફુલ છે, જે સુખધામ નો આપણ ને વારસો આપે છે. એ આપણ ને આત્માઓ ને
સમજાવી રહ્યા છે. આ તો જાણો છો નોલેજ હોય છે આત્મા માં. એમને જ જ્ઞાન નાં સાગર
કહેવાય છે. એ જ્ઞાન નાં સાગર આ શરીર દ્વારા દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવે છે.
દુનિયા ની આયુ તો હોવી જોઈએ ને? દુનિયા તો છે જ. ફક્ત નવી દુનિયા અને જૂની દુનિયા
કહેવાય છે. આ પણ મનુષ્યો ને ખબર નથી. નવી દુનિયા થી જૂની દુનિયા બનવામાં કેટલો સમય
લાગે છે?
આપ બાળકો જાણો છો
કળિયુગ પછી સતયુગ જરુર આવવાનો છે એટલે કળિયુગ અને સતયુગ નાં સંગમ પર બાપ ને આવવું
પડે છે. આ પણ તમે જાણો છો પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા નવી દુનિયા ની સ્થાપના,
શંકર દ્વારા વિનાશ કરાવે છે. ત્રિમૂર્તિ નો અર્થ જ આ છે - સ્થાપના, વિનાશ, પાલના. આ
તો કોમન (સાધારણ) વાત છે. પરંતુ આ વાતો આપ બાળકો ભૂલી જાઓ છો. નહીં તો તમને ખુશી બહુ
જ રહે. નિરંતર યાદ રહેવી જોઈએ. બાબા આપણને હવે નવી દુનિયા માટે લાયક બનાવી રહ્યા
છે. તમે ભારતવાસી જ લાયક બનો છો, બીજું કોઈ નહીં. હા, જે બીજા-બીજા ધર્મ માં
કન્વર્ટ (ભળી) થઈ ગયા છે, તે આવી શકે છે. પછી આમાં કન્વર્ટ થઈ જશે, જેમ એમાં થયા હતાં.
આ બધી નોલેજ તમારી બુદ્ધિ માં છે. મનુષ્યો ને સમજાવવાનું છે આ જૂની દુનિયા હવે
બદલાય છે. મહાભારત લડાઈ પણ જરુર લાગવાની છે. આ સમયે જ બાબા આવીને રાજયોગ શીખવાડે
છે. જે રાજયોગ શીખે છે, તે નવી દુનિયામાં ચાલ્યા જશે. તમે બધાને સમજાવી શકો છો કે
ઊંચા માં ઊંચા છે ભગવાન, પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, પછી આવો અહીં, મુખ્ય છે જગત અંબા,
જગત પિતા. બાપ આવે પણ અહીં છે બ્રહ્માનાં તન માં, પ્રજાપિતા બ્રહ્મા તો અહીં છે ને?
બ્રહ્મા દ્વારા સ્થાપના સૂક્ષ્મવતન માં તો નહીં થશે ને? અહીં જ થાય છે. આ વ્યક્ત થી
અવ્યક્ત બની જાય છે. આ રાજયોગ શીખીને પછી વિષ્ણુ નાં બે રુપ બને છે. દુનિયાની
હિસ્ટ્રી-જોગ્રાફી સમજવી જોઈએ ને? મનુષ્ય જ સમજશે. દુનિયા નાં માલિક જ દુનિયા ની
હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવી શકે છે. એ નોલેજફુલ, પુનર્જન્મ રહિત છે. આ નોલેજ કોઈની
બુદ્ધિ માં નથી. પરખવા ની પણ બુદ્ધિ જોઈએ ને? કંઈ બુદ્ધિ માં બેસે છે કે એવા જ છે?
નાડી જોવી જોઈએ. એક અજમલ ખાન પ્રસિદ્ધ વૈદ બનીને ગયા છે. કહે છે જોતાં જ તેમને
બીમારી ની ખબર પડી જતી હતી. હવે આપ બાળકોએ પણ સમજવું જોઈએ કે આ લાયક છે કે નથી?
બાપે બાળકો ને જ્ઞાન
નું ત્રીજું નેત્ર આપ્યું છે, જેનાંથી તમે સ્વયં ને આત્મા સમજી, બાપ જે છે, જેવા
છે, એમને એ જ રુપ માં યાદ કરો છો. પરંતુ એવી બુદ્ધિ તેમની હશે જે પૂરાં યોગયુક્ત હશે,
જેમની બાપ સાથે પ્રીત બુદ્ધિ હશે. બધા તો નથી ને! એક-બીજા નાં નામ-રુપ માં લટકી પડે
છે. બાપ કહે છે પ્રીત તો મારી સાથે લગાવો ને? માયા એવી છે જે પ્રીત રાખવા નથી દેતી.
માયા પણ જુએ છે મારા ગ્રાહક જાય છે તો એકદમ નાક-કાન થી પકડી લે છે. પછી જ્યારે દગો
ખાય છે ત્યારે સમજે છે માયા થી દગો ખાધો. માયાજીત, જગતજીત બની નહીં શકે, ઊંચું પદ
મેળવી નહીં શકે. આમાં જ મહેનત છે. શ્રીમત કહે છે મામેકમ્ યાદ કરો તો તમારી જે પતિત
બુદ્ધિ છે તે પાવન બની જશે. પરંતુ ઘણાં ને ખૂબ મુશ્કેલ લાગે છે. આમાં વિષય એક જ છે
અલ્ફ અને બે. બસ, બે શબ્દ પણ યાદ નથી કરી શકતાં! બાબા કહે અલ્ફ ને યાદ કરો પછી
પોતાનાં દેહ ને, બીજા નાં દેહ ને યાદ કરતા રહે છે. બાબા કહે છે દેહ ને જોતાં તમે મને
યાદ કરો. આત્મા ને હમણાં ત્રીજું નેત્ર મળ્યું છે મને જોવા-સમજવાનું, એનાથી કામ લો.
આપ બાળકો હવે ત્રિનેત્રી, ત્રિકાળદર્શી બનો છો. પરંતુ ત્રિકાળદર્શી પણ નંબરવાર છે.
નોલેજ ધારણ કરવું કોઈ મુશ્કેલ નથી. ખુબ જ સારું સમજે છે પરંતુ યોગબળ ઓછું છે,
દેહી-અભિમાની પણું ખૂબ ઓછું છે. થોડી વાત માં ક્રોધ, ગુસ્સો આવી જાય છે, નીચે પડતા
રહે છે. ઉઠે છે, પડે છે. આજે ઉઠે કાલે પાછા પડી જાય છે. દેહ-અભિમાન મુખ્ય છે પછી
બીજા વિકાર લોભ, મોહ વગેરે માં ફસાઈ જાય છે. દેહ માં પણ મોહ રહે છે ને? માતાઓ માં
મોહ વધારે હોય છે. હવે બાપ તેનાથી છોડાવે છે. તમને બેહદ નાં બાપ મળ્યા છે પછી મોહ
કેમ રાખો છો? તે સમયે ચહેરો અને વાતચીત જ વાંદરા જેવા થઈ જાય છે. બાપ કહે છે-નષ્ટોમોહા
બની જાઓ, નિરંતર મને યાદ કરો. પાપો નો બોજો માથા પર ખૂબ છે, તે કેવી રીતે ઉતરે?
પરંતુ માયા એવી છે, યાદ કરવા નહીં દેશે. ભલે કેટલું પણ માથું મારો ઘડી-ઘડી બુદ્ધિ
ને ઉડાવી દે છે. કેટલી કોશિશ કરે છે અમે સૌથી પ્રિય બાબાની જ મહિમા કરતા રહીએ. બાબા,
બસ, તમારી પાસે આવ્યા કે આવ્યા, પરંતુ પાછા ભૂલી જાય છે. બુદ્ધિ બીજી તરફ ચાલી જાય
છે. આ નંબરવન માં જવા વાળા પણ પુરુષાર્થી છે ને?
બાળકો ની બુદ્ધિ માં
આ યાદ રહેવું જોઈએ કે અમે ગોડ ફાધરલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) છીએ. ગીતા માં
પણ છે - ભગવાનુવાચ, હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. ફક્ત શિવ ની બદલે શ્રીકૃષ્ણ
નું નામ નાખી દીધું છે. હકીકત માં શિવબાબા ની જયંતિ આખી દુનિયામાં મનાવવી જોઈએ.
શિવબાબા બધા ને દુ:ખ થી છોડાવી ગાઈડ (માર્ગદર્શક) બની લઈ જાય છે. આ તો બધા માને છે
કે એ લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ છે. બધાનાં પતિત-પાવન બાપ છે, બધાને
શાંતિધામ-સુખધામ માં લઈ જવા વાળા છે તો એમની જયંતિ કેમ નથી મનાવતાં? ભારતવાસી જ નથી
મનાવતા એટલે જ ભારત ની આ દુર્ગતિ થઈ છે. મોત પણ દુર્ગતિ થી થાય છે. તે તો બોમ્બ્સ
એવા બનાવે છે, ગેસ નીકળ્યો અને ખલાસ, જેમ ક્લોરોફોર્મ લાગી જાય છે. આ પણ તેમને
બનાવવાનાં જ છે. બંધ થવાનું અસંભવ છે. જેમ કલ્પ પહેલાં થયું હતું તે હવે રિપીટ થશે.
આ મૂસળો અને કુદરતી આપદાઓ થી જૂની દુનિયાનો વિનાશ થયો હતો, તે હમણાં પણ થશે. વિનાશ
નો સમય જ્યારે થશે તો ડ્રામા પ્લાન અનુસાર એક્ટ માં આવી જ જશે. ડ્રામા વિનાશ જરુર
કરાવશે. લોહી ની નદીઓ અહીં વહેશે. સિવિલવોર (ગૃહયુદ્ધ) માં એક-બીજા ને મારી નાખે છે
ને? તમારા માં પણ થોડાક જાણે છે કે આ દુનિયા બદલાઈ રહી છે. હવે આપણે જઈએ છીએ સુખધામ.
તો સદૈવ જ્ઞાન નાં અતીન્દ્રિય સુખ માં રહેવું જોઈએ. જેટલા યાદ માં રહેશો એટલું સુખ
વધતું જશે. છી-છી દેહ થી નષ્ટોમોહા થતા જશો. બાપ ફક્ત કહે છે અલ્ફ ને યાદ કરો તો બે
બાદશાહી તમારી છે. સેકન્ડ માં બાદશાહી, બાદશાહ ને બાળક થયું તો બાળક બાદશાહ બન્યો
ને? તો બાપ કહે છે મને યાદ કરતા રહો અને ચક્ર ને યાદ કરો તો ચક્રવર્તી મહારાજા બનશો
એટલે ગવાય છે સેકન્ડ માં જીવનમુક્તિ, સેકન્ડ માં બેગર ટુ પ્રિન્સ (ગરીબ થી રાજકુમાર).
કેટલું સારું છે! તો શ્રીમત પર સારી રીતે ચાલવું જોઈએ. કદમ-કદમ પર સલાહ લેવાની હોય
છે.
બાપ સમજાવે છે મીઠાં
બાળકો, ટ્રસ્ટી બની ને રહો તો મમત્વ મટી જશે. પરંતુ ટ્રસ્ટી બનવું માસી નું ઘર નથી.
આ સ્વયં ટ્રસ્ટી બન્યા છે, બાળકો ને પણ ટ્રસ્ટી બનાવે છે. આ કંઈ પણ લે છે શું? કહે
પણ છે તમે ટ્રસ્ટી બનીને સંભાળો. ટ્રસ્ટી બન્યા તો પછી મમત્વ ખતમ થઈ જાય છે. કહે પણ
છે ઈશ્વર નું બધું આપેલું છે. પછી કંઈ નુકસાન થાય છે કે કોઈ મરી જાય છે તો બિમાર થઈ
જાય છે. મળે છે તો ખુશી થાય છે. જ્યારે કહો છો ઈશ્વર નું આપેલું છે તો પછી મરવા પર
રડવાની શું જરુર છે? પરંતુ માયા ઓછી નથી, માસી નું ઘર થોડી છે? આ સમયે બાપ કહે છે
તમે મને બોલાવ્યો છે કે આ પતિત દુનિયા માં અમે નથી રહેવા ઈચ્છતાં, અમને પાવન
દુનિયામાં લઈ જાઓ, સાથે લઈ જાઓ પરંતુ તેનો અર્થ પણ સમજતા નથી. પતિત-પાવન આવશે તો
જરુર શરીર ખતમ થશે ને? ત્યારે તો આત્માઓને લઈ જશે. તો આવા બાપ ની સાથે પ્રીત બુદ્ધિ
હોવી જોઈએ. એક સાથે જ પ્રેમ રાખવાનો છે, એમને જ યાદ કરવાના છે. માયા નાં તોફાન તો
આવશે. કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ ન કરવા જોઈએ. તે ગેર કાયદેસર થઈ જાય છે. બાપ કહે
છે હું આવીને આ શરીર નો આધાર લઉં છું. આ એમનું શરીર છે ને? તમારે યાદ બાપ ને કરવાના
છે. તમે જાણો છો બ્રહ્મા પણ બાબા, શિવ પણ બાબા છે. વિષ્ણુ અને શંકર ને બાબા નહીં
કહેવાશે. શિવ છે નિરાકાર બાપ. પ્રજાપિતા બ્રહ્મા છે સાકારી બાપ. હવે તમે સાકાર
દ્વારા નિરાકાર બાપ પાસે થી વારસો લઈ રહ્યા છો. દાદા આમના માં પ્રવેશ કરે છે ત્યારે
કહે છે દાદા નો વારસો બાપ દ્વારા અમે લઈએ છીએ. દાદા (ગ્રાન્ડફાધર) છે નિરાકાર, બાપ
છે સાકાર. આ વન્ડરફુલ નવી વાતો છે ને? ત્રિમૂર્તિ દેખાડે છે પરંતુ સમજતા નથી. શિવ
ને ઉડાડી દીધાં છે. બાપ કેટલી સારી-સારી વાતો સમજાવે છે તો ખુશી રહેવી જોઈએ - અમે
સ્ટુડન્ટ છીએ. બાબા આપણા બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. હમણાં તમે દુનિયાની
હિસ્ટ્રી-જોગ્રાફી બેહદ નાં બાપ પાસે થી સાંભળી રહ્યા છો પછી બીજા ને સંભળાવો છો. આ
૫ હજાર વર્ષ નું ચક્ર છે. કોલેજ નાં બાળકો ને દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવવી
જોઈએ. ૮૪ જન્મો ની સીડી શું છે? ભારતની ચઢતી કળા અને ઉતરતી કળા કેવી રીતે થાય છે? આ
સમજાવવાનું છે. સેકન્ડ માં ભારત સ્વર્ગ બની જાય છે પછી ૮૪ જન્મો માં ભારત નર્ક બને
છે. આ તો ખૂબ સહજ સમજવાની વાત છે. ભારત ગોલ્ડન એજ (સતયુગ) થી આયરન એજ (કળિયુગ) માં
કેવી રીતે આવ્યું છે-આ તો ભારતવાસીઓ એ સમજાવવું જોઈએ. શિક્ષકો ને પણ સમજાવવું જોઈએ.
તે છે શારીરિક નોલેજ, આ છે રુહાની નોલેજ. તે મનુષ્ય આપે છે, આ ગોડ ફાધર આપે છે. એ
છે મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ, તો એમની પાસે મનુષ્ય સૃષ્ટિ ની જ નોલેજ હશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ છી-છી
દેહ થી પૂરું નષ્ટોમોહા બની જ્ઞાન નાં અતીન્દ્રિય સુખ માં રહેવાનું છે. બુદ્ધિ માં
રહે હવે આ દુનિયા બદલાઈ રહી છે આપણે જઈએ છીએ પોતાનાં સુખધામ.
2. ટ્રસ્ટી બનીને બધું
સંભાળતા પોતાનું મમત્વ ખતમ કરી દેવાનું છે. એક બાપ સાથે સાચ્ચી પ્રીત રાખવાની છે.
કર્મેન્દ્રિયો થી ક્યારેય પણ કોઈ વિકર્મ નથી કરવાનાં.
વરદાન :-
બ્રહ્મા બાપ
સમાન શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ તસ્વીર બનાવવા વાળા પરોપકારી ભવ
શ્રેષ્ઠ સ્મૃતિ અને
શ્રેષ્ઠ કર્મ દ્વારા તકદીર ની તસ્વીર તો બધા બાળકોએ બનાવી છે, હવે ફક્ત લાસ્ટ ટચિંગ
છે સંપૂર્ણતા ની અથવા બ્રહ્મા બાપ સમાન શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ બનવાની, એના માટે
પરોપકારી બનો અર્થાત્ સ્વાર્થ ભાવ થી સદા મુક્ત રહો. દરેક પરિસ્થિતિ માં, દરેક
કાર્ય માં, દરેક સહયોગી સંગઠન માં જેટલું નિસ્વાર્થ પણું હશે એટલા જ પર-ઉપકારી બની
શકશો. સદા સ્વયં ને ભરપૂર અનુભવ કરશો. સદા પ્રાપ્તિ સ્વરુપ ની સ્થિતિ માં સ્થિત
રહેશો. સ્વ પ્રત્યે કંઈ પણ સ્વીકાર નહીં કરશો.
સ્લોગન :-
સર્વસ્વ ત્યાગી
બનવાથી જ સરળતા તથા સહનશીલતા નો ગુણ આવશે.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
આ સકાશ આપવાની સેવા
નિરંતર કરી શકો છો, આમાં તબિયત અથવા સમય ની વાત જ નથી. દિવસ-રાત આ બેહદ ની સેવા માં
લાગી શકો છો. જેવી રીતે બ્રહ્મા બાપ ને જોયા, રાત્રે પણ આંખ ખોલી અને બેહદ નો સકાશ
આપવાની સેવા થતી રહી, એવી રીતે ફોલો ફાધર કરો. જ્યારે આપ બાળકો બેહદ નો સકાશ આપશો
તો નજીક વાળા ઓટોમેટીક સકાશ લેતા રહેશે. આ બેહદનો સકાશ આપવાથી વાયુમંડળ ઓટોમેટીક
બનશે.