04-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.11.2008    બાપદાદા મધુબન


“ ફુલ સ્ટોપ લગાવીને , સંપૂર્ણ પવિત્રતા ની ધારણા કરી , મન્સા સકાશ દ્વારા સુખ - શાંતિ ની અંચલી

 આપવાની સેવા કરો”
 


આજે બાપદાદા ચારેય તરફ નાં મહાન બાળકો ને જોઈ રહ્યાં છે. શું મહાનતા કરી? જે દુનિયા અસંભવ કહે છે એને સહજ સંભવ કરી દેખાડ્યું, તે છે પવિત્રતા નું વ્રત. તમે બધાએ પવિત્રતા નું વ્રત ધારણ કર્યુ છે ને? બાપદાદા પાસે પરિવર્તન નાં દૃઢ સંકલ્પ નું વ્રત લીધું છે. વ્રત લેવું અર્થાત્ વૃત્તિ નું પરિવર્તન કરવું. કઈ વૃત્તિ પરિવર્તન કરી? સંકલ્પ કર્યો અમે બધા ભાઈ-ભાઈ છીએ, આ વૃત્તિ પરિવર્તન માટે ભક્તિ માં પણ કેટલી વાતો માં વ્રત લે છે પરંતુ તમે બધાએ બાપ પાસે દૃઢ સંકલ્પ કર્યો કારણકે બ્રાહ્મણ-જીવન નું ફાઉન્ડેશન છે પવિત્રતા અને પવિત્રતા દ્વારા જ પરમાત્મ-પ્રેમ અને સર્વ પરમાત્મ-પ્રાપ્તિઓ થઈ રહી છે. મહાત્મા જેને કઠિન સમજે છે, અસંભવ સમજે છે અને તમે પવિત્રતા ને સ્વધર્મ સમજો છો. બાપદાદા જોઈ રહ્યાં છે ઘણાં સારા-સારા બાળકો છે જેમણે સંકલ્પ કર્યો અને દૃઢ સંકલ્પ દ્વારા પ્રેક્ટિકલ માં પરિવર્તન દેખાડી રહ્યાં છે. એવાં ચારેય તરફ નાં મહાન બાળકો ને બાપદાદા બહુ જ-બહુ જ દિલ થી દુવાઓ આપી રહ્યાં છે.

તમે બધા પણ મન-વચન-કર્મ, વૃત્તિ-દૃષ્ટિ દ્વારા પવિત્રતા નો અનુભવ કરી રહ્યાં છો ને? પવિત્રતા ની વૃત્તિ અર્થાત્ દરેક આત્મા પ્રત્યે શુભ ભાવના, શુભ કામના. દૃષ્ટિ દ્વારા દરેક આત્મા ને આત્મિક સ્વરુપ માં જોવા, સ્વયં ને પણ સહજ સદા આત્મિક સ્થિતિ માં અનુભવ કરવાં. બ્રાહ્મણ-જીવન નું મહત્વ મન-વચન-કર્મ ની પવિત્રતા છે. પવિત્રતા નથી તો બ્રાહ્મણ-જીવન નું જે ગાયન છે - સદા પવિત્રતા નાં બળ થી સ્વયં પણ સ્વયં ને દુવાઓ આપે છે, શું દુવા આપે? પવિત્રતા દ્વારા સદા સ્વયં ને પણ ખુશ અનુભવ કરે અને બીજાઓ ને પણ ખુશી આપે છે. પવિત્ર આત્મા ને ત્રણ વિશેષ વરદાન મળે છે - એક સ્વયં, સ્વયં ને વરદાન આપે, જે સહજ બાપ નાં પ્રિય બની જાય છે. ૨. વરદાતા બાપ નાં નિયરેસ્ટ (સમીપ) અને ડિયરેસ્ટ (પ્રિય) બાળક બની જાય છે એટલે બાપ ની દુવાઓ સ્વતઃ પ્રાપ્ત થાય છે અને સદા પ્રાપ્ત થાય છે. ૩. જે પણ બ્રાહ્મણ-પરિવાર નાં વિશેષ નિમિત્ત બનેલા છે, એમનાં દ્વારા પણ દુવાઓ મળતી રહે છે. ત્રણેય ની દુવાઓ થી સદા ઉડતા રહે છે અને ઉડાવતા રહે છે. તો તમે બધા પણ પોતાને પૂછો, પોતાને ચેક કરો તો પવિત્રતા નું બળ અને પવિત્રતા નું ફળ સદા અનુભવ કરો છો? સદા રુહાની નશો, દિલ માં ફલક રહે છે? ક્યારેક-ક્યારેક કોઈ-કોઈ બાળકો જ્યારે અમૃતવેલા મિલન મનાવે છે, રુહરિહાન કરે છે તો ખબર છે શું કહે છે? પવિત્રતા દ્વારા જે અતિન્દ્રિય સુખ નું ફળ મળે છે તે સદા નથી રહેતું. ક્યારેક રહે છે, ક્યારેક નથી રહેતું કારણકે પવિત્રતા નું ફળ જ અતિન્દ્રિય સુખ છે. તો પોતાને પૂછો કે હું કોણ છું? સદા અતિન્દ્રિય સુખ ની અનુભૂતિ માં રહીએ છીએ કે ક્યારેક-ક્યારેક? પોતાને કહેવડાવો શું છો? બધા પોતાનું નામ લખો તો શું લખો છો? બી.કે. ફલાણા…, બી.કે. ફલાણી અને પોતાને માસ્ટર સર્વશક્તિમાન્ કહો છો. બધા માસ્ટર સર્વશક્તિમાન્ છો ને? જે સમજે છે અમે માસ્ટર સર્વશક્તિમાન્ છીએ, સદા, ક્યારેક-ક્યારેક નહીં, તે હાથ ઉઠાવો. સદા? જોવું, વિચારવું, સદા છે? ડબલ ફોરેનર્સ નથી હાથ ઉઠાવી રહ્યા, થોડાં ઉઠાવી રહ્યાં છે. ટીચર ઉઠાવો, છે સદા? એમ જ ન ઉઠાવો. જે સદા છે, તે સદા વાળા ઉઠાવો. ખૂબ થોડા છે. પાંડવ ઉઠાવો, પાછળ વાળા, બહુ થોડાં છે. આખી સભા નથી હાથ ઉઠાવતી. અચ્છા, માસ્ટર સર્વશક્તિમાન્ છો તો એ સમયે શક્તિઓ ક્યાં ચાલી જાય છે? માસ્ટર છે, એનો અર્થ જ છે, માસ્ટર તો બાપ કરતાં પણ ઊંચા હોય છે. તો ચેક કરો - અવશ્ય પ્યોરિટી નાં ફાઉન્ડેશન માં કાંઈક કમજોર છો? શું કમજોરી છે? મન માં અર્થાત્ સંકલ્પ માં કમજોરી છે, બોલ માં કમજોરી છે કે કર્મ માં કમજોરી છે અથવા સ્વપ્ન માં પણ કમજોરી છે કારણકે પવિત્ર આત્મા નાં મન-વચન-કર્મ, સંબંધ-સંપર્ક, સ્વપ્ન સ્વતઃ શક્તિશાળી હોય છે. જ્યારે વ્રત લઈ લીધું, વૃતિ ને બદલવાનું, તો ક્યારેક-ક્યારેક કેમ? સમય ને જોઈ રહ્યાં છો, સમય ની પોકાર, ભક્તો ની પોકાર, આત્માઓ ની પોકાર સાંભળી રહ્યાં છો અને અચાનક નો પાઠ તો બધાનો પાક્કો છે. તો ફાઉન્ડેશન ની કમજોરી અર્થાત્ પવિત્રતા ની કમજોરી. જે બોલ માં પણ શુભ ભાવના, શુભ કામના નથી, પવિત્રતા ની વિપરીત છે તો પણ સંપૂર્ણ પવિત્રતા નું જે સુખ છે અતિન્દ્રિય સુખ, એનો અનુભવ નથી થઈ શકતો કારણકે બ્રાહ્મણ જીવન નું લક્ષ જ છે અસંભવ ને સંભવ કરવું. એમાં જેટલો અને એટલો શબ્દ નથી આવતો. જેટલું જોઈએ એટલું નથી. તો કાલે અમૃતવેલા વિશેષ દરેક પોતાને ચેક કરજો, બીજા નું નહીં વિચારતા, બીજા ને નહીં જોતા, પરંતુ પોતાને ચેક કરજો કે કેટલાં પર્સન્ટેજ માં પવિત્રતા નું વ્રત નિભાવી રહ્યાં છીએ? ચાર વાતો ચેક કરજો - એક - વૃત્તિ, બીજું - સંબંધ-સંપર્ક માં શુભ ભાવના, શુભ કામના, આ તો છે જ એવાં, ના. પરંતુ એ આત્મા પ્રત્યે પણ શુભ ભાવના. જ્યારે તમે બધાએ પોતાને વિશ્વ પરિવર્તક માન્યા છે, છે બધાં? પોતાને સમજો છો કે અમે વિશ્વ પરિવર્તક છીએ? હાથ ઉઠાવો. એમાં તો બહુ જ સારા હાથ ઉઠાવો છો, મુબારક છે. પરંતુ બાપદાદા તમને બધાને એક પ્રશ્ન પૂછે છે? પ્રશ્ન પૂછે? જ્યારે તમે વિશ્વ પરિવર્તક છો તો વિશ્વ પરિવર્તન માં આ પ્રકૃતિ, પ તત્વ પણ આવી જાય છે, એને પરિવર્તન કરી શકો છો અને પોતાને અથવા સાથીઓ ને, પરિવાર ને પરિવર્તન નથી કરી શકતાં? વિશ્વ પરિવર્તક અર્થાત્ આત્માઓ ને, પ્રકૃતિ ને, બધાને પરિવર્તન કરવાં. તો પોતાનો વાયદો યાદ કરો, બધાએ બાપ સાથે વાયદો ઘણીવાર કર્યો છે પરંતુ બાપદાદા આ જ જોઈ રહ્યાં છે કે સમય બહુ જ ફાસ્ટ આવી રહ્યો છે, બધાની પોકાર ખૂબ વધી રહી છે, તો પોકાર સાંભળવા વાળા અને પરિવર્તન કરવા વાળા ઉપકારી આત્માઓ કોણ છે? તમે જ છો ને?

બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે, પર-ઉપકારી અથવા વિશ્વ-ઉપકારી બનવા માટે ત્રણ શબ્દ ને ખતમ કરવા પડશે - જાણો તો છો. જાણવામાં તો હોંશિયાર છો, બાપદાદા જાણે છે બધા હોશિયાર છે. એક પહેલો શબ્દ છે પરચિંતન, બીજો છે પરદર્શન અને ત્રીજો છે પરમત, આ ત્રણેય પર શબ્દ ને ખતમ કરી, પર ઉપકારી બનજો. આ ત્રણ શબ્દ જ વિધ્ન રુપ બને છે. યાદ છે ને? નવી વાત નથી. તો કાલે ચેક કરજો અમૃતવેલા, બાપદાદા પણ ચક્કર લગાવે છે, જોશે શું કરી રહ્યાં છો? કારણકે હમણાં આવશ્યક્તા છે - સમય પ્રમાણે, પોકાર પ્રમાણે દરેક દુઃખી આત્મા ને મન્સા સકાશ દ્વારા સુખ-શાંતિ ની અંચલી આપવાની. કારણ શું છે? બાપદાદા ક્યારેક-ક્યારેક બાળકો ને અચાનક જુએ છે, શું કરી રહ્યાં છે? કારણકે બાળકો સાથે પ્રેમ તો છે ને, અને બાળકો ની સાથે જવાનું છે, એકલા નથી જવાનું. સાથે ચાલશો ને? સાથે ચાલશો? આ આગળ વાળા નથી ઉઠાવી રહ્યાં? નહીં ચાલશો? ચાલવું છે ને? બાપદાદા પણ બાળકો નાં કારણે પ્રતિક્ષા કરી રહ્યાં છે, એડવાન્સ પાર્ટી તમારી દાદીઓ, તમારા વિશેષ પાંડવ, તમારા બધાની પ્રતિક્ષા કરી રહ્યાં છે, એમણે પણ દિલ માં પાક્કો વાયદો કર્યો છે કે આપણે બધા સાથે ચાલીશું. થોડા નહીં, બધા સાથે ચાલીશું. તો કાલે અમૃતવેલા પોતાને ચેક કરજો કે કઈ વાત ની કમી છે? શું મન્સા ની, વાણી ની કે કર્મણા માં આવવાની. બાપદાદાએ એકવાર બધા સેન્ટર્સ નું ચક્કર લગાવ્યું. બતાવે શું જોયું? કમી કઈ વાત ની છે? તો આ જ દેખાયું કે એક સેકન્ડ માં પરિવર્તન કરી ફુલસ્ટોપ લગાવવું, આની કમી છે. જ્યાં સુધી ફુલસ્ટોપ લગાવો ત્યાં સુધી ખબર નહીં શું-શું થઈ જાય છે. બાપદાદાએ સંભળાવ્યું છે કે એક અંતિમ સમય ની અંતિમ એક ઘડી હશે જેમાં ફુલસ્ટોપ લગાવવું પડશે. પરંતુ જોયું શું? લગાવવાનું ફુલસ્ટોપ છે પરંતુ લાગી જાય છે કોમા (અલ્પવિરામ), બીજા ની વાતો યાદ કરે છે, આ કેમ થાય છે? આ શું થાય છે? એમાં આશ્ચર્ય ની માત્રા લાગી જાય છે. તો ફુલસ્ટોપ નથી લાગતું પરંતુ કોમા, આશ્ચર્ય ની નિશાની અને કેમ, પ્રશ્ન ની લાઈન લાગી જાય છે. તો આને ચેક કરાવજો. જો ફુલસ્ટોપ લગાવવાની આદત નહીં હશે તો અંત મતે સો ગતિ શ્રેષ્ઠ નહીં હશે. ઊંચી નહીં હશે એટલે બાપદાદા હોમવર્ક આપી રહ્યાં છે કે ખાસ કાલે અમૃતવેલા ચેક કરજો અને ચેન્જ કરવું પડશે. તો હવે ૧૮ જાન્યુઆરી સુધી સેકન્ડ માં ફુલસ્ટોપ લગાવવાનો વારંવાર અભ્યાસ કરો. જાન્યુઆરી મહિના માં બધાને બાપ સમાન બનવાનો ઉમંગ આવે છે ને, તો ૧૮ જાન્યુઆરી માં બધાએ પોતાની ચિઠ્ઠી લખીને બોક્સ માં નાખવાની છે કે ૧૮ તારીખ સુધી શું રિઝલ્ટ રહ્યું? ફુલસ્ટોપ લાગ્યું કે બીજી માત્રાઓ લાગી ગઈ? પસંદ છે? પસંદ છે? ગરદન હલાવો કારણકે બાપદાદા ને બાળકો સાથે બહુ જ પ્રેમ છે, એકલા જવા નથી ઈચ્છતા, તો શું કરશો? હવે ફાસ્ટ તીવ્ર પુરુષાર્થ કરો. હવે ઢીલો-ઢીલો પુરુષાર્થ સફળતા નહીં અપાવી શકે.

પ્યોરિટી ને પર્સનાલિટી, રીયલ્ટી, રોયલ્ટી કહેવાય છે. તો પોતાની રોયલ્ટી ને યાદ કરો. અનાદિ રુપ માં પણ આપ આત્માઓ બાપ ની સાથે પોતાનાં દેશ માં વિશેષ આત્માઓ છો. જેવી રીતે આકાશ માં વિશેષ સિતારાઓ ચમકે છે એવી રીતે તમે અનાદિ રુપ માં વિશેષ સિતારાઓ ચમકો છો. તો પોતાનાં અનાદિ કાળ ની રોયલ્ટી યાદ કરો. પછી સતયુગ માં જ્યારે આવે છે તો દેવતા રુપ ની રોયલ્ટી યાદ કરો. બધા નાં માથા પર રોયલ્ટી ની લાઈટ નો તાજ છે. અનાદિ, આદિ કેટલી રોયલ્ટી છે. પછી દ્વાપર માં આવો તો પણ તમારા ચિત્રો જેવી રીતે રોયલ્ટી બીજા કોઈની નથી. નેતાઓ નાં, અભિનેતાઓ નાં, ધર્માત્માઓ નાં ચિત્ર બને છે પરંતુ તમારા ચિત્રો ની પૂજા અને તમારા ચિત્રો ની વિશેષતા કેટલી રોયલ છે! ચિત્ર ને જોઈને જ બધા ખુશ થઈ જાય છે. ચિત્રો દ્વારા પણ કેટલી દુવાઓ લે છે. તો આ બધી રોયલ્ટી પવિત્રતા ની છે. પવિત્રતા બ્રાહ્મણ-જીવન નો જન્મસિધ્ધ અધિકાર છે. પવિત્રતા ની કમી સમાપ્ત થવી જોઈએ. એવું નહીં કે થઈ જશે, એ સમયે વૈરાગ આવી જશે તો થઈ જશે, વાતો ખૂબ સારી-સારી સંભળાવે છે. બાબા, તમે ફિકર ન કરો થઈ જશે. પરંતુ બાપદાદા ને આ જાન્યુઆરી મહિના સુધી સ્પેશ્યલ પવિત્રતા માં દરેક ને સંપન્ન કરવાના છે. પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય નથી, વ્યર્થ સંકલ્પ પણ અપવિત્રતા છે. વ્યર્થ બોલ, વ્યર્થ બોલ રોબ નાં, જેને કહેવાય છે ક્રોધ નો અંશ રોબ, તે પણ સમાપ્ત થઈ જાય. સંસ્કાર એવાં બનાવો જે દૂર થી જ જોઈ પવિત્રતા નાં વાયબ્રેશન લે કારણકે તમારા જેવી પવિત્રતા, જે રીઝલ્ટ માં આત્મા પણ પવિત્ર, શરીર પણ પવિત્ર. ડબલ પવિત્રતા પ્રાપ્ત છે.

જ્યારે પણ કોઈ પણ બાળક પહેલાં આવે છે તો બાપ નું વરદાન શું મળે છે? યાદ છે? પવિત્ર ભવ, યોગી ભવ. તો બંને વાતો એક પવિત્રતા અને બીજું ફુલ સ્ટોપ, યોગી. પસંદ છે? બાપદાદા અમૃતવેલા ચક્ર લગાવશે, સેન્ટરો નાં પણ ચક્ર લગાવશે. બાપદાદા તો એક સેકન્ડ માં ચારેય તરફ નું ચક્ર લગાવી શકે છે. તો આ જાન્યુઆરી, અવ્યક્તિ મહિના નો કોઈ નવો પ્લાન બનાવો. મન્સા સેવા, મન્સા સ્થિતિ અને અવ્યક્ત કર્મ અને બોલ આને વધારો. તો ૧૮ જાન્યુઆરીએ બાપદાદા બધાનું રીઝલ્ટ જોશે. પ્રેમ છે ને? ૧૮ જાન્યુઆરીએ અમૃતવેલા થી પ્રેમ ની જ વાતો કરો છો. બધા ઠપકો આપે છે, બાબા અવ્યક્ત કેમ થયાં? તો બાપ પણ ઠપકો આપે છે કે સાકાર માં હોત તો બાપ સમાન ક્યાં સુધી બનશો?

તો આજે થોડું વિશેષ અટેન્શન ખેંચાવી રહ્યાં છે. પ્રેમ પણ કરી રહ્યાં છે, ફક્ત અટેન્શન નથી ખેંચાવી રહ્યાં, પ્રેમ પણ છે કારણકે બાપ આ જ ઈચ્છે છે કે મારું એક બાળક પણ રહી ન જાય. દરેક કર્મ ની શ્રીમત ચેક કરજો, અમૃતવેલા થી લઈને રાત સુધી જે પણ દરેક કર્મ ની શ્રીમત મળી છે તે ચેક કરજો. મજબૂત છો ને? સાથે ચાલવું છે ને? ચાલવું છે તો હાથ ઉઠાવો. ચાલવું છે? અચ્છા, ટીચર્સ? પાછળ વાળા, ખુરશી વાળા, પાંડવ, હાથ ઉઠાવો. તો સમાન બનશો ત્યારે તો હાથ માં હાથ આપીને ચાલશો ને? કરવાનું જ છે, બનવાનું જ છે, આ દૃઢ સંકલ્પ કરો. ૧૫-૨૦ દિવસ આ દૃઢતા રહે છે પછી ધીરે-ધીરે થોડું અલબેલાપણું આવી જાય છે. તો અલબેલાપણા ને ખતમ કરો. વધારે માં વધારે જોયું છે એક મહિનો ફુલ ઉમંગ રહે છે, દૃઢતા રહે છે પછી એક મહિના પછી થોડું-થોડું અલબેલાપણું શરુ થઈ જાય છે. તો હવે આ વર્ષ સમાપ્ત થશે, તો શું સમાપ્ત કરશો? વર્ષ સમાપ્ત કરશો કે વર્ષ ની સાથે જે પણ જે સંકલ્પ માં પણ ધારણા માં પણ કમજોરી છે, એને સમાપ્ત કરશો? કરશો ને? હાથ નથી ઉઠાવતાં? તો ઓટોમેટીક દિલ માં આ રેકોર્ડ વાગવાં જોઈએ, હવે ઘરે જવાનું છે. ફક્ત ચાલવાનું નથી પરંતુ રાજ્ય માં પણ આવવાનું છે. અચ્છા, જે પહેલી વાર આવ્યાં છે, બાપદાદા ને મળવા, તે હાથ ઉઠાવો, ઉભા થઈ જાઓ.

તો પહેલીવાર આવવા વાળા ને વિશેષ મુબારક આપી રહ્યાં છે. લેટ (મોડા) આવ્યાં છો, ટુ-લેટ માં નથી આવ્યાં. પરંતુ તીવ્ર પુરુષાર્થ નું વરદાન સદા યાદ રાખજો, તીવ્ર પુરુષાર્થ કરવાનો જ છે. કરીશું, ગે-ગે નથી કરવાનું, કરવાનું જ છે. લાસ્ટ સો ફાસ્ટ અને ફર્સ્ટ આવવાનું છે. અચ્છા.

ચારેય તરફ નાં મહાન પવિત્ર આત્માઓ ને બાપદાદા નાં વિશેષ દિલ ની દુવાઓ, દિલ નો પ્રેમ અને દિલ માં સમાવવા ની મુબારક છે. બાપદાદા જાણે છે કે જ્યારે પણ પધરામણી થાય છે તો ઈમેલ તથા પત્ર, ભિન્ન-ભિન્ન સાધનો થી ચારેય તરફ નાં બાળકો યાદ-પ્યાર મોકલે છે અને બાપદાદા ને સંભળાવતા પહેલાં કોઈ આપે, એનાં પહેલાં જ બધા નાં યાદ-પ્યાર પહોંચી જાય છે કારણકે એવાં જે સિકીલધા યાદ કરવા વાળા બાળકો છે એમનું કનેક્શન બહુ જ ફાસ્ટ પહોંચે છે, તમે લોકો ત્રણ-ચાર દિવસ પછી સન્મુખ મળો છો પરંતુ એમનાં યાદ-પ્યાર જે સાચાં પાત્ર આત્માઓ છે એમનાં એ જ ઘડી બાપદાદા ની પાસે યાદ-પ્યાર પહોંચી જાય છે. તો જેમણે પણ દિલ માં પણ યાદ કર્યા, સાધન નથી મળ્યું, એમનાં પણ યાદ-પ્યાર પહોંચ્યાં છે અને બાપદાદા દરેક બાળક ને પદમ પદમ પદમ ગુણા યાદ-પ્યાર આપી રહ્યાં છે.

બાકી ચારેય તરફ હવે બે શબ્દ ની લાત-તાત લગાવો - એક ફુલસ્ટોપ અને બીજું સંપૂર્ણ પવિત્રતા આખાં બ્રાહ્મણ-પરિવાર માં ફેલાવવાની છે. જે કમજોર છે એમને પણ સહયોગ આપીને બનાવો. આ મોટું પુણ્ય છે. છોડી ન દો, આ તો છે જ એવાં, આ તો બદલવાના જ નથી, આ શ્રાપ ન આપી દો. પુણ્ય નું કામ કરો. બદલીને દેખાડશે, બદલાવાનું જ છે. એમની ઉમ્મીદો વધારજો, નીચે પડેલાઓ ને પાડો નહીં, સહારો આપો શક્તિ આપો. તો ચારેય તરફ ખુશનસીબ-ખુશમિજાજ, ખુશી વહેંચવા વાળા બાળકો ને બહુ જ-બહુ જ યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
ચેકિંગ કરવાની વિશેષતા ને પોતાનાં નિજી ( મૂળ ) સંસ્કાર બનાવવા વાળા મહાન આત્મા ભવ

જે પણ સંકલ્પ કરો, બોલ બોલો, કર્મ કરો, સંબંધ અથવા સંપર્ક માં આવો ફક્ત આ ચેકિંગ કરો કે આ બાપ સમાન છે? પહેલાં મળાવો પછી પ્રેક્ટિકલ માં લાવો. જેવી રીતે સ્થૂળ માં પણ ઘણાં આત્માઓ નાં સંસ્કાર હોય છે, પહેલાં ચેક કરશે પછી સ્વીકાર કરશે. એમ તમે મહાન પવિત્ર આત્માઓ છો, તો ચેકિંગ ની મશીનરી તેજ (તીવ્ર) કરો. એને પોતાનાં નિજી સંસ્કાર બનાવી દો - આ જ સૌથી મોટી મહાનતા છે.

સ્લોગન :-
સંપૂર્ણ પવિત્ર અને યોગી બનવું જ સ્નેહ નું રિટર્ન આપવું છે.

અવ્યક્ત ઇશારા - આ અવ્યક્ત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો .

હમણાં જે પણ પરિસ્થિતિઓ આવી રહી છે કે આવવાની છે, પ્રકૃતિ નાં પાંચેય તત્વ સારી રીતે હલાવવા ની કોશિશ કરશે પરંતુ જીવનમુક્ત વિદેહી અવસ્થા નાં અભ્યાસી આત્મા અચલ-અડોલ પાસ વિથ ઓનર બનીને બધી વાતો સહજ પાસ કરી લેશે એટલે નિરંતર કર્મયોગી, નિરંતર સહજ યોગી, નિરંતર મુક્ત આત્મા નાં સંસ્કાર હમણાં થી અનુભવ માં લાવવાનાં છે.