04-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જેમણે
શરુઆત થી ભક્તિ કરી છે , ૮૪ જન્મ લીધાં છે , તે તમારા જ્ઞાન ને ખૂબ રુચિ થી સાંભળશે
, ઈશારા થી સમજી જશે”
પ્રશ્ન :-
દેવી-દેવતા ઘરાના (કુળ) નાં નજીક વાળા આત્મા છે કે દૂર વાળા, તેની પરખ શું હશે?
ઉત્તર :-
જે તમારા દેવતા ઘરાના નાં આત્માઓ હશે, તેમને જ્ઞાન ની બધી વાતો સાંભળતા જ ગમી જશે,
તે મૂંઝાશે નહીં. જેટલી વધારે ભક્તિ કરી હશે એટલું વધારે સાંભળવાની કોશિશ કરશે. તો
બાળકોએ નસ (નાડી) જોઈને સેવા કરવી જોઈએ.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને સમજાવે છે. આ તો બાળકો સમજી ગયા રુહાની બાપ છે નિરાકાર, આ શરીર
દ્વારા સમજાવે છે, આપણે આત્મા પણ નિરાકાર છીએ, આ શરીર દ્વારા સાંભળીએ છીએ. તો હમણાં
બે બાપ સાથે છે ને? બાળકો જાણે છે બંને બાબા અહીં છે. ત્રીજા બાપ ને જાણો છો પરંતુ
તેમના કરતાં તો પણ આ સારા છે, એનાથી પછી આ સારા, નંબરવાર છે ને? તો તે લૌકિક થી
સબંધ કાઢી બાકી આ બંને સાથે સંબંધ થઈ જાય છે. બાપ સમજાવે છે, મનુષ્યો ને કેવી રીતે
સમજાવવું જોઈએ. તમારી પાસે મેળા, પ્રદર્શન માં તો ખૂબ આવે છે. આ પણ તમે જાણો છો ૮૪
જન્મ કોઈ બધાં તો નહીં લેતા હશે. એ કેવી રીતે ખબર પડે આ ૮૪ જન્મ લેવા વાળા છે કે ૧૦
જન્મ લેવા વાળા છે કે ૨૦ જન્મ લેવા વાળા છે? હવે આપ બાળકો આ તો સમજો છો કે જેમણે
ખૂબ ભક્તિ કરી હશે શરુઆત થી લઈને, તો તેમને ફળ પણ એટલું જ જલ્દી અને સારું મળશે.
થોડી ભક્તિ કરી હશે અને પછી થી કરી હશે તો ફળ પણ એટલું થોડું અને મોડે થી મળશે. આ
બાબા સર્વિસ કરવા વાળા બાળકો માટે સમજાવે છે. બોલો, તમે ભારતવાસી છો તો બતાવો
દેવી-દેવતાઓ ને માનો છો? ભારત માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને? જે ૮૪ જન્મ
લેવા વાળા હશે, શરુઆત થી ભક્તિ કરી હશે તે ઝટ સમજી જશે-બરોબર આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ હતો, રુચિ થી સાંભળવા લાગી જશે. કોઈ તો એમ જ જોઈને ચાલ્યાં જાય છે, કાંઈ પૂછતાં
પણ નથી જાણે કે બુદ્ધિ માં બેસતું નથી તો તેમનાં માટે સમજવું જોઈએ આ હજી સુધી અહીં
નાં નથી. આગળ ચાલી સમજી પણ લે. કોઈને સમજાવવા થી ઝટ કાંધ (ગરદન) હલાવશે. બરોબર આ
હિસાબ થી તો ૮૪ જન્મ ઠીક છે. જો કહે છે અમે કેવી રીતે સમજીએ કે પૂરાં ૮૪ જન્મ લીધાં
છે? અચ્છા, ૮૪ નહીં તો ૮૨, દેવતા ધર્મ માં તો આવ્યાં હશે. જુઓ, આટલું બુદ્ધિ માં
બેસતું નથી તો સમજો આ ૮૪ જન્મ લેવા વાળા નથી. દૂર વાળા ઓછું સાંભળશે. જેટલી વધારે
ભક્તિ કરેલી હશે તે વધારે સાંભળવા ની કોશિશ કરશે. ઝટ સમજી જશે. ઓછું સમજે છે તો સમજો
આ મોડે થી આવવા વાળા છે. ભક્તિ પણ મોડે થી કરી હશે. ખૂબ ભક્તિ કરવા વાળા ઈશારા થી
સમજી જશે. ડ્રામા રિપીટ (પુનરાવર્તન) તો થાય છે ને? બધો ભક્તિ પર આધાર છે. આમણે (બાબાએ)
સૌથી નંબરવન ભક્તિ કરી છે ને? ઓછી ભક્તિ કરી હશે તો ફળ પણ ઓછું મળશે. આ બધી સમજવાની
વાતો છે. મોટી બુદ્ધિ વાળા ધારણા કરી નહીં શકે. આ મેળા-પ્રદર્શનો તો થતા રહેશે. બધી
ભાષાઓમાં નીકળશે. આખી દુનિયા ને સમજાવવાનું છે ને? તમે છો સાચાં-સાચાં પૈગંબર અને
મેસેન્જર (સંદેશવાહક). તે ધર્મ સ્થાપક તો કાંઈ પણ નથી કરતાં. નથી તે ગુરુ. ગુરુ કહે
છે પરંતુ તે કોઈ સદ્દગતિ દાતા થોડી છે? તે જ્યારે આવે છે, તેમની સંસ્થા જ નથી તો
સદ્દગતિ કોની કરશે? ગુરુ તે જે સદ્દગતિ આપે, દુઃખ ની દુનિયા માંથી શાંતિધામ માં લઈ
જાય. ક્રાઈસ્ટ વગેરે ગુરુ નથી, તે ફક્ત ધર્મ સ્થાપક છે. તેમની બીજી કોઈ પોઝિશન (પદ)
નથી. પોઝિશન તો તેમની છે, જે પહેલાં-પહેલાં સતોપ્રધાન માં પછી સતો, રજો, તમો માં આવે
છે. તે તો ફક્ત પોતાનો ધર્મ સ્થાપન કરી પુનર્જન્મ લેતા રહેશે. જ્યારે પછી બધાની
તમોપ્રધાન અવસ્થા હોય છે તો બાપ આવીને બધાને પવિત્ર બનાવીને લઈ જાય છે. પાવન બન્યાં
તો પછી પતિત દુનિયા માં નથી રહી શકતાં. પવિત્ર આત્માઓ ચાલ્યાં જશે મુક્તિ માં, પછી
જીવનમુક્તિ માં આવશે. કહે પણ છે એ લિબરેટર છે, ગાઈડ છે પરંતુ તેનો પણ અર્થ નથી સમજતાં.
અર્થ સમજી જાય તો એમને જાણી જાય. સતયુગ માં ભક્તિ માર્ગ નાં શબ્દો પણ બંધ થઈ જાય
છે.
આ પણ ડ્રામા માં નોંધ
છે જે બધા પોત-પોતાનાં પાર્ટ ભજવતા રહે છે. સદ્દગતિ એક પણ મેળવી નથી શકતાં. હમણાં
તમને આ જ્ઞાન મળી રહ્યું છે. બાપ પણ કહે છે હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવું
છું. આને કહેવાય છે કલ્યાણકારી સંગમયુગ, બીજા કોઈ યુગ કલ્યાણકારી નથી. સતયુગ અને
ત્રેતા નાં સંગમ નું કોઈ મહત્વ નથી. સૂર્યવંશી પાસ્ટ (પહેલાં) થયા પછી ચંદ્રવંશી
રાજ્ય ચાલે છે. પછી ચંદ્રવંશી થી વૈશ્યવંશી બનશે તો ચંદ્રવંશી પાસ્ટ થઈ ગયાં. તેનાં
પછી શું બન્યાં? તે ખબર જ નથી રહેતી. ચિત્ર વગેરે રહે છે તો સમજશે આ સૂર્યવંશી અમારા
મોટા (પૂર્વજ) હતાં, આ ચંદ્રવંશી હતાં. તે મહારાજા, આ રાજા, તે ખૂબ ધનવાન હતાં. તેઓ
તો પણ નાપાસ થયા ને? આ વાતો કોઈ શાસ્ત્રો વગેરે માં નથી. હમણાં બાપ સમજાવે છે. બધા
કહે છે અમને લિબરેટ (મુક્ત) કરો, પતિત થી પાવન બનાવો. સુખ માટે નહીં કહેશે કારણકે
સુખ માટે નિંદા કરી દીધી છે શાસ્ત્રો માં. બધા કહેશે મન ની શાંતિ કેવી રીતે મળે? હવે
આપ બાળકો સમજો છો તમને સુખ-શાંતિ બંને મળે છે, જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. જ્યાં
અશાંતિ છે, ત્યાં દુઃખ છે. સતયુગ માં સુખ-શાંતિ છે, અહીં દુઃખ-અશાંતિ છે. આ બાપ
સમજાવે છે. તમને માયા રાવણે કેટલાં તુચ્છ બુદ્ધિ બનાવ્યાં છે, આ પણ ડ્રામા બનેલો
છે. બાપ કહે છે હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. મારો પાર્ટ જ હમણાં છે જે
ભજવી રહ્યો છું. કહે પણ છે બાબા કલ્પ-કલ્પ તમે જ આવીને ભ્રષ્ટાચારી પતિત થી
શ્રેષ્ઠાચારી પાવન બનાવો છો. ભ્રષ્ટાચારી બન્યાં છો રાવણ દ્વારા. હવે બાપ આવીને
મનુષ્ય થી દેવતા બનાવે છે. આ જે ગાયન છે તેનો અર્થ બાપ જ આવીને સમજાવે છે. તે
અકાળતખ્ત પર બેસવા વાળા પણ તેનો અર્થ નથી સમજતાં. બાબાએ તેમને સમજાવ્યું છે-આત્માઓ
અકાળમૂર્ત છે. આત્મા નું આ શરીર છે રથ, આનાં પર અકાળ અર્થાત્ જેને કાળ નથી ખાતો, તે
આત્મા વિરાજમાન છે. સતયુગ માં તમને કાળ નહીં ખાશે. અકાળે મૃત્યુ ક્યારેય નહીં થશે.
તે છે જ અમરલોક, આ છે મૃત્યુલોક. અમરલોક, મૃત્યુલોક નો પણ અર્થ કોઈ નથી સમજતાં. બાપ
કહે છે હું તમને બહુ જ સરળ સમજાવું છું - ફક્ત મામેકમ્ યાદ કરો તો તમે પાવન બની જશો.
સાધુ-સંત વગેરે પણ ગાય છે પતિત-પાવન… પતિત-પાવન બાપ ને બોલાવે છે, ક્યાંય પણ જાઓ તો
આ જરુર કહેશે પતિત-પાવન… સાચ્ચું તો ક્યારેય છુપાઈ નથી શકતું. તમે જાણો છો હમણાં
પતિત-પાવન બાપ આવેલા છે. આપણને રસ્તો બતાવી રહ્યાં છે. કલ્પ પહેલાં પણ કહ્યું હતું
સ્વયં ને આત્મા સમજી મામેકમ્ યાદ કરો તો તમે સતોપ્રધાન બની જશો. તમે બધા આશિક છો
મુજ માશૂક નાં. તે આશિક-માશૂક તો એક જન્મ માટે હોય છે, તમે જન્મ-જન્માંતર નાં આશિક
છો. યાદ કરતા આવ્યાં છો હે પ્રભુ. આપવા વાળા તો એક જ બાપ છે ને? બાળકો બધા બાપ પાસે
થી જ માંગશે. આત્મા જ્યારે દુઃખી થાય છે તો બાપ ને યાદ કરે છે. સુખ માં કોઈ યાદ નથી
કરતા, દુઃખ માં યાદ કરે છે-બાબા, આવીને સદ્દગતિ આપો. જેમ ગુરુ ની પાસે જાય છે, અમને
બાળક આપો. અચ્છા, બાળક મળી ગયું તો બહુ જ ખુશી થશે. બાળક ન થયું તો કહેશે ઈશ્વર ની
ભાવી. ડ્રામા ને તો તે સમજતા જ નથી. જો તે ડ્રામા કહે તો પછી બધી ખબર હોવી જોઈએ. તમે
ડ્રામા ને જાણો છો, બીજા કોઈ નથી જાણતાં. નથી કોઈ શાસ્ત્રો માં. ડ્રામા એટલે ડ્રામા.
તેનાં આદિ-મધ્ય-અંત ની ખબર હોવી જોઈએ. બાપ કહે છે હું ૫-૫ હજાર વર્ષ પછી આવું છું.
આ ચાર યુગ બિલકુલ એક સરખા છે. સ્વસ્તિક નું પણ મહત્વ છે ને? ખાતુ જે બનાવે છે તો એમાં
સ્વસ્તિકા બનાવે છે. આ પણ ખાતુ છે ને? આપણો ફાયદો કેવી રીતે થાય છે, પછી નુકસાન કેવી
રીતે પડે (થાય) છે? નુકસાન થતા-થતા હવે પૂરું નુકસાન થઈ ગયું છે. આ હાર-જીત નો ખેલ
છે. પૈસા છે અને હેલ્થ (સ્વાસ્થ) પણ છે તો સુખ છે, પૈસા છે હેલ્થ નથી તો સુખ નથી.
તમને હેલ્થ-વેલ્થ બંને આપું છું. તો હેપ્પીનેસ (ખુશી) છે જ.
જ્યારે કોઈ શરીર છોડે
છે તો મુખ થી તો કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યાં. પરંતુ અંદર દુઃખી થતા રહે છે. આમાં
તો વધારે જ ખુશ થવું જોઈએ પછી તેમનાં આત્મા ને નર્ક માં કેમ બોલાવો છો? કાંઈ પણ સમજ
નથી. હમણાં બાપ આવીને આ બધી વાતો સમજાવે છે. બીજ અને ઝાડ નાં રહસ્ય સમજાવે છે. આવું
ઝાડ બીજું કોઈ બનાવી ન શકે. આ કોઈ આમણે નથી બનાવ્યું. આમનાં કોઈ ગુરુ નહોતાં. જો
હોત તો તેમનાં બીજા પણ શિષ્ય હોત ને? મનુષ્ય સમજે છે આમને કોઈ ગુરુએ શીખવાડ્યું છે
અથવા તો કહેત કે પરમાત્મા ની શક્તિ પ્રવેશ કરે છે. અરે, પરમાત્મા ની શક્તિ કેવી રીતે
પ્રવેશ કરશે? બિચારા કાંઈ પણ નથી જાણતાં. બાપ સ્વયં બેસીને બતાવે છે મેં કહ્યું હતું
હું સાધારણ વૃદ્ધ તન માં આવું છું, આવીને તમને ભણાવું છું. આ પણ સાંભળે છે, અટેન્શન
તો મારા ઉપર છે. આ પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છે. આ પોતાને બીજું કાંઈ નથી કહેતાં.
પ્રજાપિતા એ પણ સ્ટુડન્ટ છે. ભલે એમણે વિનાશ પણ જોયો પરંતુ સમજ્યું કાંઈ પણ નથી.
ધીરે-ઘીરે સમજતા ગયાં. જેમ તમે સમજતા જાઓ છો. બાપ તમને સમજાવે છે, વચ્ચે આ પણ સમજતા
જાય છે, ભણતા રહે છે. દરેક સ્ટુડન્ટ પુરુષાર્થ કરશે ભણવાનો. બ્રહ્મા-વિષ્ણુ-શંકર તો
છે સૂક્ષ્મવતન વાસી. તેમનો શું પાર્ટ છે? આ પણ કોઈ નથી જાણતાં. બાપ દરેક વાત પોતે જ
સમજાવે છે. તમે પ્રશ્ન કોઈ પૂછી ન શકો. ઊપર છે શિવ પરમાત્મા પછી દેવતાઓ, તેમને મેળવી
કેવી રીતે શકાય? હમણાં આપ બાળકો જાણો છો બાપ આમના માં આવીને પ્રવેશ કરે છે એટલે
કહેવાય છે બાપદાદા. બાપ અલગ છે, દાદા અલગ છે. બાપ શિવ, દાદા બ્રહ્મા છે. વારસો શિવ
પાસે થી મળે છે આમનાં દ્વારા. બ્રાહ્મણ થઈ ગયા બ્રહ્મા નાં બાળકો. બાપે એડોપ્ટ કર્યા
છે ડ્રામા પ્લાન અનુસાર. બાપ કહે છે નંબરવન ભક્ત આ છે. ૮૪ જન્મ પણ આમણે લીધાં છે.
સાંવરા (શ્યામ) અને ગોરા (સુંદર) પણ આમને કહે છે. શ્રીકૃષ્ણ સતયુગ માં ગોરા હતાં,
કળિયુગ માં શ્યામ છે. પતિત છે ને પછી પાવન બને છે. તમે પણ એવાં બનો છો. આ છે આયરન
એજડ વર્લ્ડ (કળિયુગી દુનિયા), તે છે ગોલ્ડન એજડ વર્લ્ડ (સતયુગી દુનિયા). સીડી ની
કોઈને ખબર નથી. જે પાછળ આવે છે તે ૮૪ જન્મ થોડી લેતા હશે. તે જરુર ઓછા જન્મ લેશે પછી
તેમને સીડી માં દેખાડી કેવી રીતે શકાય? બાબા એ સમજાવ્યું છે-સૌથી વધારે જન્મ કોણે
લેશે? સૌથી ઓછા જન્મ કોણ લેશે? આ છે નોલેજ. બાપ જ નોલેજફુલ, પતિત-પાવન છે.
આદિ-મધ્ય-અંત ની નોલેજ સંભળાવી રહ્યાં છે. તે બધા નેતી-નેતી કરતા આવ્યાં છે. પોતાનાં
આત્મા ને જ નથી જાણતા તો બાપ ને પછી કેવી રીતે જાણશે? ફક્ત કહેવા માત્ર કહી દે છે,
આત્મા શું ચીજ છે, કાંઈ પણ નથી જાણતાં. તમે હવે જાણો છો આત્મા અવિનાશી છે, તેમાં ૮૪
જન્મો નો અવિનાશી પાર્ટ નોંધાયેલ છે. આટલા નાનકડા આત્મા માં કેટલો પાર્ટ નોંધાયેલો
છે, જે સારી રીતે સાંભળે અને સમજે છે તો સમજાય છે આ નજીક વાળા છે. બુદ્ધિ માં નથી
બેસતું તો પછી થી આવવા વાળા હશે. સંભળાવતી વખતે નસ જોવાય છે. સમજાવવા વાળા પણ
નંબરવાર છે ને? તમારું આ ભણતર છે, રાજધાની સ્થાપન થઈ રહી છે. કોઈ તો ઊંચા માં ઊંચું
રાજાઈ પદ મેળવે છે, કોઈ તો પ્રજા માં નોકર-ચાકર બને છે. બાકી હા, એટલું છે કે સતયુગ
માં કોઈ દુઃખ નથી હોતું. તેને કહેવાય જ છે સુખધામ, બહિશ્ત. પાસ્ટ (પહેલાં) થઈ ગયું
છે ત્યારે તો યાદ કરે છે ને? મનુષ્ય સમજે છે સ્વર્ગ કોઈ ઉપર છત માં હશે. દેલવાડા
મંદિર માં તમારું પૂરું યાદગાર છે. આદિ દેવ, આદિ દેવી અને બાળકો નીચે યોગ માં બેઠાં
છે. ઉપર રાજાઈ ઉભી છે. મનુષ્ય તો દર્શન કરશે, પૈસા રાખશે. સમજશે કાંઈ પણ નહીં. આપ
બાળકોને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે, તમે સૌથી પહેલાં તો બાપ ની બાયોગ્રાફી
(જીવન કહાણી) ને જાણી ગયા તો બીજું શું જોઈએ? બાપ ને જાણવાથી જ બધું સમજ માં આવી
જાય છે. તો ખુશી થવી જોઈએ. તમે જાણો છો હવે આપણે સતયુગ માં જઈને સોના નાં મહેલ
બનાવીશું, રાજ્ય કરીશું. જે સર્વિસેબલ (સેવાધારી) બાળકો છે તેમની બુદ્ધિ માં રહેશે
આ સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ સ્પ્રિચ્યુઅલ ફાધર આપે છે. સ્પ્રિચ્યુઅલ ફાધર
કહેવાય છે આત્માઓ નાં બાપ ને. એ જ સદ્દગતિ દાતા છે. સુખ-શાંતિ નો વારસો આપે છે. તમે
સમજાવી શકો છો આ સીડી છે ભારતવાસીઓ ની, જે ૮૪ જન્મ લે છે. તમે આવો જ અડધા માં છો,
તો તમારા ૮૪ જન્મ કેવી રીતે હશે? સૌથી વધારે જન્મ આપણે લઈએ છીએ. આ ખૂબ સમજવાની વાતો
છે. મુખ્ય વાત છે જ પતિત થી પાવન બનવા માટે બુદ્ધિયોગ લગાવવાનો છે. પાવન બનવાની
પ્રતિજ્ઞા કરી પછી જો પતિત બને છે તો હાડકા એકદમ તૂટી જાય છે, જાણે કે ૫ માળે થી પડે
છે. બુદ્ધિ જ મલેચ્છ ની થઈ જશે, દિલ અંદર ખાતું રહેશે. મુખ થી કાંઈ નીકળશે નહીં એટલે
બાપ કહે છે ખબરદાર રહો. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ ડ્રામા
ને યથાર્થ રીતે સમજી માયા નાં બંધનો થી મુક્ત થવાનું છે. સ્વયં ને અકાળમૂર્ત આત્મા
સમજી બાપ ને યાદ કરી પાવન બનવાનું છે.
2. સાચાં-સાચાં
પૈગંબર અને મેસેન્જર બની બધાને શાંતિધામ, સુખધામ નો રસ્તો બતાવવાનો છે. આ કલ્યાણકારી
સંગમયુગ પર સર્વ આત્માઓ નું કલ્યાણ કરવાનું છે.
વરદાન :-
બાપ અને સેવા
ની સ્મૃતિ થી એકરસ સ્થિતિ નો અનુભવ કરવા વાળા સર્વ આકર્ષણ મુક્ત ભવ
જેવી રીતે સર્વન્ટ ને
સદા સેવા અને માસ્ટર યાદ રહે છે. એવી રીતે વર્લ્ડ સર્વન્ટ, સાચાં સેવાધારી બાળકો ને
પણ બાપ અને સેવા સિવાય કાંઈ પણ યાદ નથી રહેતું, એનાંથી જ એકરસ સ્થિતિ માં રહેવાનો
અનુભવ થાય છે. એમને એક બાપ નાં રસ સિવાય બધા રસ નીરસ લાગે છે. એક બાપ નાં રસ નો
અનુભવ થવા ને કારણે ક્યાંય પણ આકર્ષણ નથી થઈ શકતું, આ એકરસ સ્થિતિ નો તીવ્ર
પુરુષાર્થ જ સર્વ આકર્ષણો થી મુક્ત બનાવી દે છે. આ જ શ્રેષ્ઠ મંઝિલ છે.
સ્લોગન :-
નાજુક
પરિસ્થિતિઓ નાં પેપર માં પાસ થવું છે તો પોતાનાં નેચર ને શક્તિશાળી બનાવો.
અવ્યક્ત ઇશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
જ્યારે કોઈ અસત્ય વાત
જુઓ છો, સાંભળો છો તો અસત્ય વાયુમંડળ ન ફેલાવો. કોઈ કહે છે આ પાપ કર્મ છે ને, પાપ
કર્મ જોવાતું નથી પરંતુ વાયુમંડળ માં અસત્યતા ની વાતો ફેલાવવી, આ પણ તો પાપ છે.
લૌકિક પરિવાર માં પણ જો કોઈ એવી વાત દેખાય અથવા સંભળાય છે તો એને ફેલાવાતી નથી. કાન
થી સાંભળી અને દિલ માં છુપાવી. જો કોઈ વ્યર્થ વાતો નો ફેલાવો કરે છે તો આ નાનાં-નાનાં
પાપ ઉડતી કળા નાં અનુભવ ને સમાપ્ત કરી દે છે, એટલે આ કર્મો ની ગહન ગતિ ને સમજીને
યથાર્થ રુપ માં સત્યતા ની શક્તિ ધારણ કરો.