04-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - અલ્ફ અને બે ને યાદ કરો તો રમણીક બની જશો , બાપ પણ રમણીક છે તો એમનાં બાળકો પણ રમણીક હોવા જોઈએ”

પ્રશ્ન :-
દેવતાઓ નાં ચિત્રો ની કશિશ (આકર્ષણ) બધાને કેમ થાય છે? એમનાં માં કયો વિશેષ ગુણ છે?

ઉત્તર :-
દેવતાઓ ખૂબ રમણીક અને પવિત્ર છે. રમણીકતા નાં કારણે એમનાં ચિત્રો ની પણ કશિશ થાય છે. દેવતાઓ માં પવિત્રતા નો વિશેષ ગુણ છે, જે ગુણ નાં કારણે જ અપવિત્ર મનુષ્ય નમતા રહે છે. રમણીક તે જ બને જેમનાં માં સર્વ દૈવી ગુણ છે, જે સદા ખુશ રહે છે.

ઓમ શાંતિ!
આત્માઓ અને પરમાત્મા નો મેળો કેટલો વન્ડરફુલ (અદ્દભુત) છે! એવા બેહદ નાં બાપ નાં તમે બધા બાળકો છો તો બાળકો પણ કેટલાં રમણીક હોવા જોઈએ. દેવતાઓ પણ રમણીક છે ને? પરતું રાજધાની છે ખૂબ મોટી. બધા એકરસ રમણીક હોઈ ન શકે. તો પણ કોઈ-કોઈ બાળકો બહુજ રમણીક છે જરુર. રમણીક કોણ હોય છે? જે સદૈવ ખુશી માં રહે છે, જેમનામાં દૈવી ગુણ છે. આ રાધા-કૃષ્ણ વગેરે રમણીક છે ને? એમનાં માં બહુજ-બહુજ કશિશ છે. કઈ કશિશ છે? પવિત્રતા ની કારણકે એમનો આત્મા પણ પવિત્ર છે તો શરીર પણ પવિત્ર છે. તો પવિત્ર આત્માઓ અપવિત્ર ને કશિશ કરે છે. એમનાં ચરણો માં પડે છે. કેટલી એમનાં માં તાકાત છે. ભલે સંન્યાસી છે, પરંતુ તેઓ દેવતાઓ ની આગળ જરુર નમે છે. ભલે કોઈ-કોઈ ખૂબ ઘમંડી હોય છે, તો પણ દેવતાઓ ની આગળ અથવા શિવ ની આગળ નમશે જરુર. દેવીઓ નાં ચિત્રો આગળ પણ નમે છે કારણકે બાપ પણ રમણીક છે તો બાપ નાં બનાવેલા દેવી-દેવતાઓ પણ રમણીક છે. એમનામાં કશિશ છે પવિત્રતા ની. તે કશિશ એમની હજી સુધી પણ ચાલી રહી છે. તો જેટલી એમનામાં કશિશ છે એટલી તમારા માં પણ કશિશ હોવી જોઈએ, જે સમજે છે કે અમે આ લક્ષ્મી-નારાયણ બનીશું. તમારી આ સમય ની કશિશ પછી અવિનાશી થઈ જાય છે. બધાની નથી થતી. નંબરવાર તો છે ને? ભવિષ્ય માં જે ઊંચ પદ મેળવવા વાળા હશે, એમનામાં અહીં જ કશિશ થશે કારણકે આત્મા પવિત્ર બની જાય છે. તમારા માં વધારે કશિશ એમનામાં છે જે ખાસ યાદ ની યાત્રા માં રહે છે. યાત્રા માં પવિત્રતા જરુર હોય છે. પવિત્રતા માં જ કશિશ છે. પવિત્રતા ની કશિશ પછી ભણવામાં પણ કશિશ લઈ આવે છે. આ તમને હમણાં ખબર પડી છે. તમે એમનાં (લક્ષ્મી નારાયણ નાં) કર્તવ્ય ને જાણો છો. એમણે પણ કેટલાં બાપ ને યાદ કર્યા હશે. આ જે એમણે આટલી રાજાઈ મેળવી છે, તે જરુર રાજયોગ થી જ મેળવી છે. આ સમયે તમે આ પદ મેળવવા માટે આવ્યાં છો. બાપ તમને રાજયોગ શીખવાડે છે. આ તો પાક્કો નિશ્ચય કરીને અહીં આવ્યાં છો ને? બાપ પણ એ જ છે, ભણાવવા વાળા પણ એ જ છે. સાથે પણ એ જ લઈ જવા વાળા છે. તો આ ગુણ સદૈવ રહેવા જોઈએ. સદૈવ હર્ષિત મુખ રહો. સદૈવ હર્ષિત ત્યારે રહેશે જ્યારે બાપ અલ્ફ ની યાદ માં રહેશે. ત્યારે બે (વારસા) ની પણ યાદ રહેશે અને તેથી રમણીક પણ બહુજ હશે. આપ બાળકો જાણો છો - આપણે અહીંયા રમણીક બની પછી ભવિષ્ય માં એવા રમણીક બનીશું. અહીં નું ભણતર જ અમરપુરી માં લઈ જાય છે. આ સાચાં બાબા તમને સાચ્ચી કમાણી કરાવી રહ્યાં છે. આ સાચ્ચી કમાણી જ સાથે ચાલે છે - ૨૧ જન્મ માટે. પછી ભક્તિમાર્ગ માં જે કમાણી કરો છો તે તો છે જ અલ્પકાળ સુખ માટે. તે કોઈ સદૈવ સાથ નથી આપતી. આ ભણતર માં બાળકોએ ખૂબ ખબરદાર રહેવું જોઈએ. તમે છો સાધારણ, તમને ભણાવવા વાળા પણ બિલકુલ સાધારણ રુપ માં છે. તો ભણવા વાળા પણ સાધારણ જ રહેશે. નહીં તો શરમ આવશે. અમે ઊંચા કપડા કેવી રીતે પહેરીએ? અમારા મમ્મા-બાબા કેટલાં સાધારણ છે તો અમે પણ સાધારણ છીએ. આ કેમ સાધારણ રહે છે? કારણકે વનવાસ માં છે ને? હવે તમારે જવાનું છે, અહીં કાંઈ લગ્ન નથી કરવાનાં. તે લોકો જ્યારે લગ્ન કરે છે તો કુમારી વનવાસ માં રહે છે. મેલા કપડા પહેરે, તેલ વગેરે લગાડે છે કારણકે સાસરે જાય છે. બ્રાહ્મણ દ્વારા સગાઈ થાય છે. તમારે પણ જવાનું છે સાસરે. રાવણપુરી થી રામપુરી અથવા વિષ્ણુપુરી માં જવાનું છે. તો આ વનવાસ નો રિવાજ એટલે રાખ્યો છે કે કોઈ પણ અભિમાન દેહ નું કે કપડા વગેરે નું ન આવે. કોઈને હલકી સાડી છે, બીજાને જુએ છે કે એમની પાસે તો ઊંચી (કિંમતી) સાડી છે તો વિચાર ચાલે છે. વિચારે છે કે આ તો વનવાસ માં નથી. પરંતુ તમે વનવાસ માં એવા સાધારણ રહેતાં કોઈને એટલું ઊંચું જ્ઞાન આપો, એટલો નશો ચઢેલો હોય તો એમને પણ તીર લાગી જાય. ભલે વાસણ માંજતા રહો કે કપડા સાફ કરતા રહો, તમારી સામે કોઈ આવે તો તમે ઝટ એમને અલ્ફ ની યાદ અપાવો. તમને તે નશો ચઢેલો હોય અને સાદા કપડા માં બેસી કોઈને જ્ઞાન આપશો તો તે પણ વંડર (આશ્ચર્ય) ખાશે, આમનામાં આટલું ઊંચું જ્ઞાન છે! આ જ્ઞાન તો ગીતા નું છે અને ભગવાન નું આપેલું છે. રાજયોગ તો ગીતા નું જ્ઞાન જ છે. તો એવો નશો ચઢે છે? જેમ બાબા પોતાનું દૃષ્ટાંત બતાવે છે. સમજો હું બાળકો ની સાથે કોઈ ખેલ કરી રહ્યો છું. કોઈ જિજ્ઞાસુ સામે આવી જાય છે તો ઝટ એમને બાપ નો પરિચય આપું છું. યોગ ની તાકાત, યોગબળ હોવાનાં કારણે તે પણ ત્યાં જ ઉભા રહી જશે તો વન્ડર ખાશે કે આ આટલાં સાધારણ, આમનામાં આટલી તાકાત! પછી તે કાંઈ પણ બોલી નહીં શકે. મુખ થી કોઈ વાત નીકળશે નહીં. જેમ તમે વાણી થી પરે છો તેમ તે પણ વાણી થી પરે થઈ જશે. આ નશો અંદર હોવો જોઈએ. કોઈ પણ ભાઈ અથવા બહેન આવે તો એમને એકદમ ઉભા રાખીને વિશ્વ નાં માલિક બનવાની મત આપી શકો છો. અંદર એટલો નશો હોવો જોઈએ. પોતાની લગન માં ઉભાં (મગ્ન) થઈ જવું જોઈએ. બાબા સદૈવ કહે છે - તમારી પાસે જ્ઞાન તો છે પરંતુ યોગ નું બળ નથી. પવિત્રતા અને યાદ માં રહેવાથી જ બળ આવે છે. યાદ ની યાત્રા થી તમે પવિત્ર બનો છો. તાકાત મળે છે. જ્ઞાન તો છે ધન ની વાત. જેમ સ્કૂલ માં ભણીને એમ.એ., બી.એ. વગેરે કરે છે તો એટલાં પછી પૈસા મળે છે. અહીં ની બીજી વાત છે. ભારત નો પ્રાચીન યોગ તો પ્રસિદ્ધ છે. આ છે યાદ. બાપ સર્વ શક્તિમાન્ છે તો બાળકો ને બાપ પાસે થી શક્તિ મળે છે. બાળકો ને અંદર માં રહેવું જોઈએ - અમે આત્માઓ બાબા નાં સંતાન છીએ, પરતું બાબા જેટલાં અમે પવિત્ર નથી. હવે છે મુખ્ય-લક્ષ. યોગ થી જ તમે પવિત્ર બનો છો. જે અનન્ય બાળકો છે તે આખો દિવસ આ જ વિચાર કરતા રહેશે. કોઈ પણ આવે તો એમને અમે રસ્તો બતાવીએ, તરસ (દયા) પડવી જોઈએ, બિચારા આંધળા છે. આંધળા ને લાઠી પકડાવીને ને લઈ જાય છે ને? આ બધા આંધળા છે, જ્ઞાન ચક્ષુ નથી.

હમણાં તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે, તો બધું જ જાણી ગયા છો. આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને આપણે હમણાં જાણીએ છીએ. આ બધી ભક્તિમાર્ગ ની વાતો છે. તમને પહેલાં પણ શું ખબર હતી કે હિયર નો ઈવિલ, સી નો ઈવિલ (ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં)… આ ચિત્ર કેમ બન્યાં છે? દુનિયા માં કોઈ પણ આનો અર્થ નથી સમજતા, તમે હમણાં જાણો છો. જેમ બાપ નોલેજફુલ છે, તમે એમનાં બાળકો પણ હમણાં નોલેજફુલ બની રહ્યાં છો, નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈ-કોઈને તો ખૂબ નશો ચઢે છે. વાહ! બાબા નાં બાળક બનીને અને બાબા પાસે થી પૂરો વારસો નહીં લીધો તો બાળક બનીને કર્યુ જ શું? રોજ રાત્રે પોતાનો પોતામેલ જોવાનો છે. બાબા વેપારી છે ને? વેપારીઓ ને પોતામેલ કાઢવો સહજ હોય છે. ગવર્મેન્ટ સર્વન્ટ (સરકારી કર્મચારી) ને પોતામેલ કાઢતા નથી આવડતું, નથી તે સોદાગર હોતાં. વેપારી લોકો સારું સમજશે. તમે વેપારી છો. તમે પોતાનાં નફા-નુકસાન ને સમજો છો, રોજ ખાતું જુઓ. મુરાદી સંભાળો. નુકસાન છે કે ફાયદો છે? સોદાગર છો ને? ગાયન છે ને - બાબા સોદાગર, રત્નાગર છે. અવિનાશી જ્ઞાન-રત્નો નો સોદો આપે છે. આ પણ તમે જાણો છો - નંબરવાર પુરુષાર્થ અનુસાર. બધા કોઈ તિક્ષ્ણ બુદ્ધિ નથી, એક કાન થી સાંભળે છે પછી બીજા થી નીકળી જાય છે. ઝોલી માં કાણા માંથી નીકળી જાય છે. ઝોલી ભરાતી નથી. બાપ કહે છે ધન દીધે ધન ન ખૂટે. અવિનાશી જ્ઞાન-રત્ન છે ને? બાપ છે રુપ-વસંત. આત્મા તો છે, એમનામાં જ્ઞાન છે. તમે એમનાં બાળકો પણ રુપ-વસંત છો. આત્મા માં નોલેજ ભરાય છે. એનું રુપ છે, ભલે આત્મા નાનો છે. રુપ તો છે ને? એને જાણી શકાય છે, આત્મા ને પણ જાણી શકાય છે. સોમનાથ ની ભક્તિ કરે છે તો આટલાં નાનાં સ્ટાર (સિતારા) ની શું પૂજા કરશે? પૂજા માટે કેટલાં લિંગ બનાવે છે. શિવલિંગ છત જેટલાં મોટાં-મોટાં પણ બનાવે છે. આમ તો છે નાનાં પરંતુ પદ તો ઊંચુ છે ને?

બાપે કલ્પ પહેલાં પણ કહ્યું હતું કે આ જપ-તપ વગેરે થી કોઈ પ્રાપ્તિ નથી થતી. આ બધું કરતા નીચે ઉતરતા જ જાય છે. સીડી નીચે જ ઉતરે છે. તમારી તો હમણાં ચઢતી કળા છે. આપ બ્રાહ્મણ પહેલાં નંબર નાં જિન્ન છો. વાર્તા છે ને-જિન્ને કહ્યું, મને કામ નહીં આપશો તો ખાઈ જઈશ. તો તેને કામ આપ્યું-સીડી ચઢો અને ઉતરો. તો તેને કામ મળી ગયું. બાબાએ પણ કહ્યું છે કે આ બેહદ ની સીડી તમે ઉતરો છો પછી ચઢો છો. તમે જ આખી સીડી ઉતરો અને ચઢો છો. જિન્ન તમે છો. બીજા કોઈ આખી સીડી નથી ચઢતાં. આખી સીડી નું જ્ઞાન મેળવવા થી તમે કેટલું ઊંચું પદ મેળવો છો. પછી ઉતરો છો, ચઢો છો. બાપ કહે છે - હું તમારો બાપ છું. તમે મને પતિત-પાવન કહો છો ને, હું સર્વશક્તિમાન્ ઓલમાઇટી છું કારણકે મારો આત્મા સદૈવ ૧૦૦ % (ટકા) પવિત્ર રહે છે. હું બિંદુ રુપ ઓથોરિટી છું. બધા શાસ્ત્રો નું રહસ્ય જાણું છું. આ કેટલું વંડર છે! આ બધું વન્ડરફુલ જ્ઞાન છે. એવું ક્યારેય સાંભળ્યું નહીં હશે કે આત્મા માં ૮૪ જન્મો નો અવિનાશી પાર્ટ છે. તે ક્યારેય ઘસાતો નથી. ચાલતો જ આવે છે. ૮૪ જન્મો નું ચક્ર ફરતું આવે છે. ૮૪ જન્મો નો રેકોર્ડ ભરેલો છે. આટલાં નાનાં આત્મા માં એટલું જ્ઞાન છે. બાબા માં પણ છે તો આપ બાળકો માં પણ છે. કેટલો પાર્ટ ભજવે છે. આ પાર્ટ ક્યારેય ખતમ નથી થવાનો. આત્મા આ આંખો થી દેખાતો નથી. છે બિંદુ, બાબા પણ કહે છે હું આવો બિંદુ છું. આ પણ આપ બાળકો હવે સમજો છો. તમે છો બેહદ નાં ત્યાગી અને રાજઋષિ. કેટલો નશો ચઢવો જોઈએ. રાજઋષિ બિલકુલ પવિત્ર રહે છે. રાજઋષિ હોય છે - સૂર્યવંશી, ચંદ્રવંશી, જે અહીં રાજાઈ પ્રાપ્ત કરે છે. જેમ હમણાં તમે કરી રહ્યાં છો. આ તો બાળકો સમજે છે કે અમે જઈ રહ્યાં છીએ. ખેવૈયા ની સ્ટીમર માં બેઠાં છીએ. અને આ પણ જાણે છે આ પુરુષોતમ સંગમયુગ છે. જવાનું પણ જરુર છે, જૂની દુનિયા થી નવી દુનિયા માં વાયા શાંતિધામ. આ સદૈવ બાળકો ની બુદ્ધિ માં રહેવું જોઈએ. જ્યારે આપણે સતયુગ માં હતાં તો કોઈ ખંડ નહોતો. આપણું જ રાજ્ય હતું. હવે ફરી થી યોગબળ થી પોતાનું રાજ્ય લઈ રહ્યાં છીએ કારણકે સમજાવ્યું છે યોગબળ થી જ વિશ્વ ની રાજાઈ મેળવી શકાય છે. બાહુબળ થી કોઈ નથી મેળવી શકતાં. આ બેહદ નો ડ્રામા છે. ખેલ બનેલો છે. આ ખેલ ની સમજણ બાપ જ આપે છે. શરુ થી લઈને આખી દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રાફી સંભળાવે છે. તમે સૂક્ષ્મવતન, મૂળવતન નાં રહસ્ય ને પણ સારી રીતે જાણો છો. સ્થૂળ વતન માં આમનું રાજ્ય હતું અર્થાત્ આપણું રાજ્ય હતું. તમે કેવી રીતે સીડી ઉતરો છો, તે પણ યાદ આવી ગયું. સીડી ચઢવી અને ઉતરવી આ ખેલ બાળકો ની બુદ્ધિ માં બેસી ગયો છે. બુદ્ધિ માં છે કે કેવી રીતે આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી રિપીટ થાય છે, એમાં આપણો હીરો-હીરોઈન નો પાર્ટ છે. આપણે જ હાર ખાઈએ છીએ અને પછી જીત મેળવીએ છીએ એટલે નામ રાખ્યું છે હીરો-હીરોઈન. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં આપણે વનવાસ માં છીએ એટલે બહુજ-બહુજ સાધારણ રહેવાનું છે. કોઈ પણ અભિમાન દેહ નું કે કપડા વગેરે નું નથી રાખવાનું. કોઈ પણ કર્મ કરતા બાપ ની યાદ નો નશો ચઢેલો રહે.

2. આપણે બેહદ નાં ત્યાગી અને રાજઋષિ છીએ-આ જ નશા માં રહી પવિત્ર બનવાનું છે. જ્ઞાન-ધન થી ભરપૂર બની દાન કરવાનું છે. સાચાં-સાચાં સોદાગર બની સ્વયં નો પોતામેલ રાખવાનો છે

વરદાન :-
સ્વયં ને સેવાધારી સમજીને નમવા વાળા અને બધાને નમાવવા વાળા નિમિત્ત અને નમ્રચિત્ત ભવ

નિમિત્ત એમને કહેવાય જે પોતાનાં દરેક સંકલ્પ અથવા દરેક કર્મ ને બાપ નાં આગળ અર્પણ કરી દે છે. નિમિત્ત બનવું અર્થાત્ અર્પણ થવું અને નમ્રચિત્ત તે છે જે નમે છે, જેટલાં સંસ્કારો માં, સંકલ્પો માં નમશો એટલું વિશ્વ તમારી આગળ નમશે. નમવું અર્થાત્ નમાવવું. આ સંકલ્પ પણ ન હોય કે બીજા પણ અમારી આગળ થોડા તો નમે. જે બાળકો સેવાધારી હોય છે - તે સદૈવ નમે છે. ક્યારેય પોતાનો રોબ નથી દેખાડતાં.

સ્લોગન :-
હવે સમસ્યા સ્વરુપ નહીં સમાધાન સ્વરુપ બનો.

આ અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

આપ મહાન આત્માઓ નાં દરેક મન્સા સંકલ્પ દરેક આત્મા પ્રત્યે મધુર હોય, મહાન હોય. જેવો બાપ નો સ્વભાવ સદા દરેક આત્મા પ્રત્યે કલ્યાણ અથવા રહેમ ની ભાવના નો છે, દરેક ને ઊંચા ઉઠાવવા નો, મધુરતા અને નિર્માણતા નો છે. એવો પોતાનો સ્વભાવ બનાવો. જો તેજ (ઊંચા અવાજ થી) બોલવાનો, આવેશ માં આવવાનો સ્વભાવ છે તો આ પણ બ્રાહ્મણ-જીવન માં બહુ જ મોટું વિઘ્ન છે. હવે એવાં સ્વભાવ નું પરિવર્તન કરો.