04-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે આ છી - છી ગંદી દુનિયા ને આગ લાગવાની છે એટલે શરીર સહિત જેને તમે મારું - મારું કહો છો - એને ભૂલી જવાનું છે , એની સાથે દિલ નહીં લગાવો”

પ્રશ્ન :-
બાપ તમને આ દુઃખધામ થી નફરત કેમ અપાવે છે?

ઉત્તર :-
કારણ કે તમારે શાંતિધામ-સુખધામ જવાનું છે. આ ગંદી દુનિયામાં હવે રહેવાનું જ નથી. તમે જાણો છો આત્મા શરીર થી અલગ થઈને ઘરે જશે, એટલે આ શરીર ને શું જોવાનું? કોઈ નાં નામ-રુપ તરફ પણ બુદ્ધિ ન જાય. ગંદા વિચારો પણ આવે છે તો પદ ભ્રષ્ટ થઈ જશે.

ઓમ શાંતિ!
શિવબાબા પોતાનાં બાળકો - આત્માઓ સાથે વાત કરે છે. આત્મા જ સાંભળે છે. પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે. નિશ્ચય કરીને પછી આ સમજાવવાનું છે કે બેહદ નાં બાપ આવેલા છે બધાને લઈ જવા માટે. દુઃખ નાં બંધન થી છોડાવી સુખ નાં સંબંઘ માં લઈ જાય છે. સંબંધ સુખ ને, બંધન દુઃખ ને કહેવાય છે. હવે અહીનાં કોઈ પણ નામ-રુપ વગેરે માં દિલ નહીં લગાવો. પોતાનાં ઘરે જવા માટે તૈયારી કરવાની છે. બેહદ નાં બાબા આવેલા છે, સર્વ આત્માઓ ને લઈ જવા માટે અહીં કોઈની સાથે દિલ નથી લગાવવાનું. આ બધાં અહીનાં છી-છી બંધન છે. તમે સમજો છો આપણે હમણાં પવિત્ર બન્યા છીએ તો આપણાં શરીર ને કોઈ પણ હાથ ન લગાડે, છી-છી વિચારો થી. તે વિચાર જ નીકળી જાય છે. પવિત્ર બન્યા સિવાય પાછા ઘરે તો જઈ ન શકે. પછી સજાઓ ખાવી પડશે, જો ન સુધર્યા તો. આ સમયે સર્વ આત્માઓ બગડેલા (વિકારી) છે. શરીરની સાથે છી-છી કામ કરે છે. છી-છી દેહધારીઓ સાથે દિલ લાગેલું છે. બાપ આવીને કહે છે-આ બધાં ગંદા વિચાર છોડો. આત્માને શરીર થી અલગ થઈને ઘરે જવાનું છે. આ તો ખૂબ છી-છી ગંદી દુનિયા છે, એમાં તો હવે આપણે રહેવાનું નથી. કોઈને જોવાનું પણ દિલ (મન) નથી થતું. હમણાં તો બાપ આવ્યા છે સ્વર્ગ માં લઈ જવાં. બાપ કહે છે-બાળકો, પોતાને આત્મા સમજો. પવિત્ર બનવા માટે બાપ ને યાદ કરો. કોઈ પણ દેહધારી સાથે દિલ નહીં લગાવો. બિલકુલ મમત્વ ખતમ થઈ જવું જોઈએ. સ્ત્રી-પુરુષ ને ખૂબ પ્રેમ હોય છે. એક-બીજા થી અલગ થઈ નથી શકતાં. હવે તો પોતાને આત્મા ભાઈ-ભાઈ સમજવાનું છે. ગંદા વિચાર ન રહેવા જોઈએ. બાપ સમજાવે છે-હમણાં આ વૈશ્યાલય છે. વિકારો નાં કારણે જ તમે આદિ-મધ્ય-અંત દુઃખ મેળવ્યા છે. બાપ ખૂબ જ નફરત અપાવે (કરાવે) છે. હમણાં તમે સ્ટીમર પર બેઠાં છો જવા માટે. આત્મા સમજે છે હમણાં આપણે જઈ રહ્યા છીએ બાપ ની પાસે. આ આખી જૂની દુનિયાથી વૈરાગ છે. આ છી-છી દુનિયા, નર્ક-વૈશ્યાલય માં આપણે રહેવું નથી. તો પછી વિષ માટે ગંદા વિચાર આવવા બહુજ ખરાબ છે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. બાપ કહે છે હું તમને ગુલ-ગુલ દુનિયામાં, સુખધામ માં લઈ જવા આવ્યો છું. હું તમને આ વૈશ્યાલય થી કાઢી શિવાલય માં લઈ જઈશ તો હવે બુદ્ધિનો યોગ રહેવો જોઈએ નવી દુનિયામાં. કેટલી ખુશી થવી જોઈએ? બેહદ નાં બાબા આપણને ભણાવે છે, આ બેહદ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? તે તો બુદ્ધિમાં છે. સૃષ્ટિ ચક્ર ને જાણવાથી અર્થાત્ સ્વદર્શન ચક્રધારી થવાથી તમે ચક્રવર્તી રાજા બનશો. જો દેહધારી સાથે બુદ્ધિ યોગ લગાવ્યો તો પદ ભ્રષ્ટ થઈ પડશે. કોઈ પણ દેહ નાં સંબંધ યાદ ન આવે. આ તો દુઃખ ની દુનિયા છે, આમાં બધાં દુઃખ જ આપવા વાળા છે.

બાપ ડર્ટી દુનિયાથી બધાને લઈ જાય છે, એટલે હવે બુદ્ધિયોગ પોતાનાં ઘર સાથે લગાવવાનો છે. મનુષ્ય ભક્તિ કરે છે-મુક્તિ માં જવા માટે. તમે પણ કહો છો-અમારે આત્માઓએ અહીં રહેવું નથી. આપણે આ છી-છી શરીર છોડીને પોતાનાં ઘરે જઈશું, આ તો જૂની જૂત્તી છે. બાપ ને યાદ કરતાં-કરતાં પછી આ શરીર છૂટી જશે. અંતકાળે બાપ સિવાય બીજું કોઈ, બીજી વસ્તુ યાદ ન રહે. આ શરીર પણ અહીં જ છોડવાનું છે. શરીર ગયું તો બધુંજ ગયું. દેહ સહિત જે કંઈ પણ છે, તમે જે મારું-મારું કહો છો આ બધું ભૂલી જવાનું છે. આ છી-છી દુનિયાને આગ લાગવાની છે, એટલે એનાથી હવે દિલ નથી લગાવવાનું. બાપ કહે છે હે મીઠાં-મીઠાં બાળકો, હું તમારા માટે સ્વર્ગની સ્થાપના કરી રહ્યો છું. ત્યાં તમે જ જઈને રહેશો. હમણાં તમારું મોઢું એ તરફ છે. બાપ ને, ઘર ને, સ્વર્ગ ને યાદ કરવાનાં છે. દુઃખધામ થી નફરત આવે છે. આ શરીરો થી નફરત આવે છે. લગ્ન કરવાની પણ શું જરુર છે? લગ્ન કરવાથી પછી દિલ લાગી જાય છે શરીર સાથે. બાપ કહે છે આ જૂની જુત્તીઓ સાથે થોડો પણ સ્નેહ નહીં રાખો. આ છે જ વૈશ્યાલય. બધાં પતિત જ પતિત છે. રાવણ રાજ્ય છે. અહીં કોઈની સાથે પણ દિલ નથી લગાવવાનું, બાપ સિવાય. બાપ ને યાદ નહીં કરશો તો જન્મ-જન્માંતર નાં પાપ કપાશે નહીં. પછી સજાઓ પણ ખૂબ ભારી છે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. તો કેમ નહીં આ કળિયુગી બંધન ને છોડી દઈએ? બાબા બધાં માટે આ બેહદની વાતો સમજાવે છે. જ્યારે રજોપ્રધાન સંન્યાસી હતાં તો દુનિયા ગંદી નહોતી. જંગલ માં રહેતા હતાં. બધાને આકર્ષણ થતું હતું. મનુષ્ય ત્યાં જઈને એમને ખાવાનું પહોંચાડતા હતાં. નીડર થઈને રહેતા હતાં. તમારે પણ નીડર બનવાનું છે, એમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ. બાપની પાસે આવે છે, તો બાળકોને ખુશી રહે છે. અમે બેહદ નાં બાપ પાસેથી સુખધામ નો વારસો લઈએ છીએ. અહીં તો કેટલું દુઃખ છે? ઘણી ગંદી-ગંદી બીમારીઓ વગેરે થાય છે. બાપ તો ગેરેન્ટી કરે છે-તમને ત્યાં લઈ જાય છે, જ્યાં દુઃખ, બિમારી વગેરેનું નામ નથી. અડધાકલ્પ માટે તમને હેલ્દી બનાવે છે. અહીં કોઈની સાથે પણ દિલ લગાવ્યું તો ખૂબ સજાઓ ખાવી પડશે.

તમે સમજાવી શકો છો, તે લોકો કહે છે ૩ મિનિટ સાઈલેન્સ. કહો, ફક્ત સાઈલેન્સ થી શું થશે? આ તો બાપ ને યાદ કરવાના છે, જેનાથી વિકર્મ વિનાશ થાય. સાઈલેન્સ નું વર આપવા વાળા બાપ છે. એમને યાદ કર્યા વગર શાંતિ મળશે કેવી રીતે? એમને યાદ કરશો ત્યારે જ વારસો મળશે. ટીચર્સે પણ ખૂબ પાઠ ભણાવવાના છે. ઉભાં (નીડર) થઈ જવું જોઈએ, કોઈ કંઈ પણ કહશે નહીં. બાપનાં બન્યા છો તો પેટ માટે તો મળશે જ, શરીર નિર્વાહ માટે ખૂબ મળશે. જેવી રીતે વેદાંતી બાળકી છે, એણે પરીક્ષા આપી એમાં એક પોઈન્ટ હતો - ગીતા નાં ભગવાન કોણ? એમણે પરમપિતા પરમાત્મા શિવ લખી દીધું તો એને નાપાસ કરી દીધી. અને જેમણે શ્રીકૃષ્ણ નું નામ લખ્યું હતું, એમને પાસ કરી દીધાં. બાળકીએ સાચ્ચું બતાવ્યું તો એને ન જાણવાના કારણે નાપાસ કરી દીધી. પછી લડવું પડે મેં તો આ સાચ્ચું-સાચ્ચું લખ્યું. ગીતા નાં ભગવાન છે જ નિરાકાર પરમપિતા પરમાત્મા. શ્રીકૃષ્ણ દેહધારી તો હોઈ ન શકે. પરંતુ બાળકીને દિલ હતું આ રુહાની સેવા કરવાની તો છોડી દીધું.

તમે જાણો છો હવે બાપ ને યાદ કરતાં-કરતાં પોતાનાં આ શરીર ને પણ છોડી સાઈલેન્સ દુનિયામાં જવાનું છે. યાદ કરવાથી હેલ્થ-વેલ્થ બંને જ મળે છે. ભારત માં પીસ, પ્રોસ્પરીટી હતી ને? એવી-એવી વાતો તમે કુમારીઓ સમજાવો તો તમારું કોઈ પણ નામ નહીં લેશે. જો કોઈ સામનો કરે તો તમે કાયદેસર લડો, મોટાં-મોટાં ઓફિસર્સ ની પાસે જાઓ. શું કરશે? એવું નથી કે તમે ભૂખે મરશો. કેળા સાથે, દહીં સાથે પણ રોટલી ખાઈ શકો છો. મનુષ્ય પેટ માટે કેટલાં પાપ કરે છે. બાપ આવીને બધાને પાપ આત્મા થી પુણ્ય આત્મા બનાવે છે. એમાં પાપ કરવાની, ખોટું બોલવાની કોઈ જરુર નથી. તમને તો ૩/૪ સુખ મળે છે, બાકી ૧/૪ દુઃખ ભોગવો છો. હવે બાપ કહે છે-મીઠાં બાળકો, મને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થઈ જશે. બીજો કોઈ ઉપાય નથી. ભક્તિ માર્ગ માં તો ખૂબ ધક્કા ખાઓ છો. શિવ ની પૂજા તો ઘર માં પણ કરી શકે છે પરંતુ છતાં પણ બહાર મંદિર માં જરુર જાય છે. અહીં તો તમને બાપ મળ્યા છે. તમારે ચિત્ર રાખવાની જરુર નથી. બાપ ને તમે જાણો છો. એ આપણા બેહદ નાં બાપ છે, બાળકોને સ્વર્ગની બાદશાહી નો વારસો આપી રહ્યા છે. તમે આવો છો બાપ પાસે થી વારસો લેવાં. અહીં કોઈ શાસ્ત્ર વગેરે ભણવાની વાત નથી. ફક્ત બાપને યાદ કરવાનાં છે. બાબા, બસ, અમે આવ્યા કે આવ્યાં. તમને ઘર છોડ્યાને કેટલો સમય થયો છે? સુખધામ ને છોડ્યે ૬૩ જન્મ થયાં છે. હવે બાપ કહે છે શાંતિધામ, સુખધામ માં ચાલો. આ દુઃખધામ ને ભૂલી જાઓ. શાંતિધામ, સુખધામ ને યાદ કરો બીજી કોઈ મુશ્કેલ વાત નથી. શિવબાબા ને કોઈ શાસ્ત્ર વગેરે ભણવાની (વાંચવાની) જરુર નથી. આ બ્રહ્માએ વાંચેલા છે. તમને તો હમણાં શિવબાબા ભણાવે છે. આ બ્રહ્મા પણ ભણાવી શકે છે. પરંતુ તમે સદૈવ સમજો શિવબાબા માટે. એમને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. વચ્ચે આ પણ છે.

હવે બાપ કહે છે સમય થોડો છે, વધારે નથી. એવો વિચાર ન કરો કે જે નસીબ માં હશે, તે મળશે. સ્કૂલ માં ભણવાનો પુરુષાર્થ કરે છે ને? એવું થોડી કહેવાશે જે નસીબ માં હશે… અહીં નથી ભણતા તો ત્યાં જન્મ-જન્માંતર નોકરી-ચાકરી કરતા રહેશે. રાજાઈ મળી ન શકે. કરીને અંત માં તાજ રાખી દેશે, તે પણ ત્રેતા માં. મૂળ વાત છે - પવિત્ર બની બીજાઓને બનાવવા. સત્ય-નારાયણ ની સાચ્ચી કથા સંભળાવવી ખૂબ સહજ છે. બે બાપ છે, હદ નાં બાપ પાસે થી હદનો વારસો મળે છે, બેહદ નાં બાપ પાસે થી બેહદ નો. બેહદ બાપ ને યાદ કરો તો આ દેવતા બનશો. પરંતુ પછી એમાં પણ ઉચ્ચ પદ મેળવવાનું છે. પદ મેળવવા માટે જ કેટલી મારામારી કરે છે. અંત માં બોમ્બ્સ ની પણ એક-બીજા ને મદદ આપશે. આ આટલાં બધા ધર્મ હતાં થોડી? પછી નહીં રહેશે. તમે રાજ્ય કરવા વાળા છો તો પોતાનાં ઉપર રહેમ કરો ને-કમ સે કમ ઉચ્ચ પદ તો મેળવીએ? બાળકીઓ ૮ આના પણ આપે છે-અમારી એક ઈંટ લગાવી દજો. સુદામા નું દૃષ્ટાંત સાંભળ્યું છે ને? મુઠ્ઠી ચોખા ની બદલે મહેલ મળી ગયો. ગરીબ ની પાસે છે જ ૮ આના તો તે જ આપશે ને? કહે છે બાબા, અમે ગરીબ છીએ. હમણાં તમે બાળકો સાચ્ચી કમાણી કરો છો. અહીં બધાની છે ખોટી કમાણી. દાન-પુણ્ય વગેરે જે કરે છે, તે પાપ આત્માઓને જ કરે છે. તો પુણ્ય ની બદલે પાપ થઈ જાય છે. પૈસા આપવા વાળા પર જ પાપ થઈ જાય છે. એવું-એવું કરતા સૌ પાપ આત્મા બની જાય છે. પુણ્ય આત્મા હોય જ છે સતયુગ માં. તે છે પુણ્ય આત્માઓની દુનિયા. તે તો બાપ જ બનાવશે. પાપ આત્મા રાવણ બનાવે, ગંદા બની પડે છે. હવે બાપ કહે છે ગંદા કર્મ નહીં કરો. નવી દુનિયામાં ગંદ હોતું નથી. નામ જ છે સ્વર્ગ તો પછી શું, સ્વર્ગ કહેવાથી જ મોઢા માં પાણી આવી જાય છે. દેવતા થઈને ગયા છે ત્યારે તો યાદગાર છે. આત્મા અવિનાશી છે. કેટલાં અનેક એક્ટર્સ છે. ક્યાંક તો બેઠાં હશે, જ્યાંથી પાર્ટ ભજવવા આવે છે. હમણાં કળિયુગ માં કેટલાં અનેક મનુષ્ય છે. દેવી-દેવતાઓ નું રાજ્ય નથી. કોઈને સમજાવવાનું તો ખૂબ સહજ છે. એક ધર્મ ની હમણાં ફરી સ્થાપના થઈ રહી છે, બાકી બધું ખતમ થઈ જશે. તમે જ્યારે સ્વર્ગ માં હતાં તો બીજો કોઈ ધર્મ નહોતો. ચિત્રમાં રામને બાણ આપી દીધું છે. ત્યાં બાણ વગેરેની તો વાત જ નથી. આ પણ સમજે છે. જેમણે જે સર્વિસ કરી છે કલ્પ પહેલાં, તે જ હમણાં કરે છે. જે ખૂબ સર્વિસ કરે છે, બાપ ને પણ ખૂબ પ્રિય લાગે છે. લૌકિક બાપ નાં બાળકો પણ જે સારી રીતે ભણે છે, એનાં પર બાપ નો પ્રેમ વધારે રહે છે. જે લડતાં-ઝઘડતાં રહેશે તો એમને થોડી પ્રેમ કરશે? સર્વિસ કરવા વાળા ખૂબ પ્રિય લાગે છે.

એક કહાણી છે-બે બિલાડા લડ્યા, માખણ કૃષ્ણ ખાઈ ગયાં. આખાં વિશ્વની બાદશાહી રુપી માખણ તમને મળે છે. તો હવે ગફલત (ભૂલ) નથી કરવાની. છી-છી નથી બનવાનું. આની પાછળ રાજાઈ નહીં ગુમાવો. બાપ નાં ડાયરેક્શન મળે છે, યાદ નહીં કરશો તો પાપ નો બોજો ચઢતો જશે, પછી ખૂબ સજાઓ ખાવી પડશે. ઝાર-ઝાર (ચૌધાર આંસુએ) રડશો. ૨૧ જન્મ ની બાદશાહી મળે છે. એમાં ફેલ થયાં તો ખૂબ રડશો. બાપ કહે છે નથી પિયરઘર, નથી સાસરા નાં ઘર ને યાદ કરવાનાં. ભવિષ્ય નવાં ઘર ને જ યાદ કરવાનું છે.

બાપ સમજાવે છે કોઈને જોઈ લટ્ટુ નથી બની જવાનું. ફૂલ બનવાનું છે. દેવતાઓ ફૂલ હતાં, કળિયુગ માં કાંટા હતાં. હમણાં તમે સંગમ પર ફૂલ બની રહ્યા છો. કોઈને દુઃખ નથી આપવાનું. અહીં એવા બનશો ત્યારે સતયુગ માં જશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતકાળ માં એક બાપ સિવાય બીજું કોઈ યાદ ન આવે એનાં માટે આ દુનિયામાં કોઈ સાથે પણ દિલ નથી લગાવવાનું. છી-છી શરીર સાથે પ્રેમ નથી કરવાનો. કળિયુગી બંધન તોડી દેવાનું છે.

2. વિશાળ બુદ્ધિ બની નીડર બનવાનું છે. પુણ્ય આત્મા બનવા માટે કોઈ પણ પાપ હવે નથી કરવાનું. પેટ માટે ખોટું નથી બોલવાનું. ચોખા મુઠ્ઠી સફળ કરી સાચ્ચી-સાચ્ચી કમાણી જમા કરવાની છે. પોતાનાં ઉપર રહેમ કરવાનો છે.

વરદાન :-
પરમાત્મ - લગન થી સ્વયં ને અથવા વિશ્વ ને નિર્વિઘ્ન બનાવવા વાળા તપસ્વી મૂર્ત ભવ

એક પરમાત્મ-લગન માં રહેવું જ તપસ્યા છે. આ તપસ્યા નું બળ જ સ્વયં ને અને વિશ્વ ને સદા માટે નિર્વિઘ્ન બનાવી શકે છે. નિર્વિઘ્ન રહેવું અને નિર્વિઘ્ન બનવું જ તમારી સાચ્ચી સેવા છે, જે અનેક પ્રકાર નાં વિઘ્નો થી સર્વ આત્માઓને મુક્ત કરી દે છે. એવી રીતે સેવાધારી બાળકો તપસ્યા નાં આધાર પર બાપ પાસે થી જીવનમુક્તિનું વરદાન લઈને બીજાઓને અપાવવાનાં નિમિત્ત બની જાય છે.

સ્લોગન :-
વિખરાયેલા સ્નેહ ને સમેટીને એક બાપ સાથે સ્નેહ રાખો તો મહેનત થી છૂટી જશો.