04-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે પારલૌકિક બાપ ને યથાર્થ રીતિ જાણો છો એટલે તમને જ સાચાં પ્રીત બુદ્ધિ કે આસ્તિક કહેશે”

પ્રશ્ન :-
બાપ નાં કયાં કર્તવ્ય થી સિદ્ધ થાય છે કે એ ભક્તો નાં રક્ષક છે?

ઉત્તર :-
બધાં ભક્તો ને રાવણ ની જેલ થી છોડાવવાં, ઇનસોલવેન્ટ (કંગાળ) થી સોલવેન્ટ (ભરપુર) બનાવવાં, આ એક બાપ નું જ કર્તવ્ય છે. જે જૂનાં ભક્ત છે તેમને બ્રાહ્મણ બનાવી દેવતા બનાવી દેવાં - આ જ એમની રક્ષા છે. ભક્તો નાં રક્ષક આવ્યાં છે - પોતાનાં બધાં ભક્તો ને મુક્તિ-જીવનમુક્તિ આપવાં.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા…

ઓમ શાંતિ!
આ કોની મહિમા સાંભળી બાળકોએ? ગવાયેલું છે ઊંચે થી ઊંચા ભગવાન અને ભગવાન ને જ બાપ કહેવાય છે. એ જ આખી રચના નાં રચયિતા છે. જેવી રીતે લૌકિક બાપ પણ રચયિતા છે પોતાની રચના નાં. પહેલાં કન્યા ને પોતાની સ્ત્રી બનાવે છે અને પછી તેનાથી રચના રચે છે. ૫-૭ બાળકો જન્મે છે. તેને કહેવાશે રચના. બાપ થયાં રચયિતા. તે હદ નાં રચયિતા થયાં. આ પણ બાળકો જાણે છે રચના ને રચયિતા બાપ પાસેથી વારસો મળે છે. મનુષ્ય ને બે બાપ તો હોય જ છે - એક લૌકિક, બીજા પારલૌકિક. બાળકોને સમજાવાય છે જ્ઞાન અને ભક્તિ અલગ-અલગ છે, પછી છે વૈરાગ્ય. આ સમયે આપ બાળકો સંગમ પર બેઠા છો અને બાકી બધાં કળિયુગ માં બેઠાં છે. છે તો બધાં બાળકો પરંતુ તમે બેહદનાં બાપ ને જાણ્યાં છે જે આખી રચના નાં રચયિતા છે. લૌકિક બાપ હોવા છતાં પણ એ પારલૌકિક બાપ ને યાદ કરે છે. સતયુગ માં લૌકિક બાપ હોવાથી પારલૌકિક બાપ ને કોઈ યાદ નથી કરતાં કારણકે છે જ સુખધામ. એ પારલૌકિક બાપ ને દુઃખ માં યાદ કરે છે. અહીં ભણાવાય છે, મનુષ્ય ને સમજદાર બનાવાય છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય બાપ ને પણ નથી જાણતાં. કહે પણ છે પરમપિતા પરમાત્મા, હે ગોડ ફાધર, હે દુઃખહર્તા સુખકર્તા. પછી કહી દે છે સર્વવ્યાપી. પથ્થર માં, કણ-કણ, કુતરા-બિલાડી બધામાં છે. પરમાત્મા-બાપ ને ગાળો આપવા લાગી જાય છે. તમે બાપ નાં બન્યાં છો તો તમે થઈ ગયાં આસ્તિક. તમારી બાપ ની સાથે પ્રીત બુદ્ધિ છે. બાકી બધાની બાપ ની સાથે વિપરીત બુદ્ધિ છે. હવે તમે જાણો છો મહાભારત લડાઈ પણ સામે ઉભી છે. જૂની દુનિયાનાં વિનાશ અર્થ દર ૫ હજાર વર્ષ પછી કળિયુગી પતિત દુનિયા પૂરી થઇ પછી સતયુગી પાવન દુનિયા સ્થાપન થાય છે, બાપ નાં દ્વારા. જેમને જ યાદ કરીએ છીએ - હે પતિત-પાવન આવો. હે ખેવૈયા અમને આ વિષય સાગર થી કાઢી ક્ષીરસાગર માં લઈ જાઓ. ગાંધીજી પણ ગાતા હતાં પતિત-પાવન સીતારામ… હે રામ બધી સીતાઓ ને પાવન બનાવો. તમે બધા છો સીતાઓ, ભક્તિઓ. એ છે ભગવાન, બધાં એમને પોકારે છે. એ તમને પતિત થી પાવન બનાવી રહ્યાં છે. તમને ક્યાંય પણ ધક્કા નથી ખવડાવતાં. એવું નથી કહેતાં તીર્થો પર જાઓ, કુંભ નાં મેળા પર જાઓ. ના, આ નદીઓ કોઈ પતિત-પાવની નથી. પતિત-પાવન એક જ્ઞાન નાં સાગર બાપ છે. સાગર કે નદીઓને કોઈ યાદ નથી કરતાં. પોકારે છે બાપ ને, હે પતિત-પાવન બાબા અમને પાવન બનાવો. બાકી પાણી ની નદીઓ તો આખી દુનિયામાં છે, તે થોડી પતિત-પાવની છે. પતિત-પાવન એક બાપ ને જ કહેવાય છે. એ જ્યારે આવે ત્યારે આવીને પાવન બનાવે. ભારતની મહિમા ખૂબ ઉંચી છે. ભારત બધાં ધર્મો નું તીર્થસ્થાન છે. શિવજયંતી પણ અહીં ગવાયેલી છે. સતયુગ તો છે પાવન દુનિયા, તેમાં દેવી-દેવતા રહે છે. દેવતાઓની મહિમા ગવાય છે, સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ... ચંદ્રવંશીઓ ને ચૌદ કળા કહેશે. પછી સીડી નીચે ઉતરે છે. બાપ આવીને સેકન્ડ માં સીડી ચઢાવી શાંતિધામ-સુખધામ માં લઈ જાય છે. પછી ૮૪ નું ચક્ર લગાવી સીડી ઉતરે છે. ૮૪ જન્મ કોઈએ તો જરુર લીધાં હશે. મુખ્ય છે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા, શ્રીમત્ ભગવત્ એટલે ભગવાન ની ગવાયેલી. પરંતુ ભગવાન કોને કહેવાય છે - આ પતિત મનુષ્ય નથી જાણતાં. પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા એક નિરાકાર શિવ જ છે પરંતુ એ ક્યારે આવ્યાં, આ કોઈ નથી જાણતું. બાપ પોતે જ આવીને પોતાનો પરિચય આપે છે. હવે જુઓ આ બાળકો અને બાળકીઓ બંને બાબા કહે છે. ગાયન પણ છે તુમ માત-પિતા... તમારા આ રાજ્યોગ શીખવાથી સુખ ઘનેરા મળે છે. તમે અહીં આવો જ છો બેહદનાં બાપ પાસેથી સ્વર્ગ નો ૨૧ જન્મો નો વારસો મેળવવા. હવે શિવજયંતી પણ ભારત માં જ મનાવે છે. રાવણ પણ ભારત માં જ દેખાડે છે. પરંતુ અર્થ કાંઈ પણ નથી જાણતાં. શિવ આપણાં બેહદ નાં બાપ છે, આ એક પણ નથી જાણતાં ફક્ત શિવ ની પૂજા કરતાં રહે છે. જ્યારે આખું ઝાડ તમોપ્રધાન થઈ જાય છે ત્યારે બાપ આવે છે. નવી દુનિયા માં ભારત સ્વર્ગ હતું. ભારત માં જ સતયુગ હતો. ભારત માં જ હવે કળિયુગ છે. બાપ સમજાવે છે પહેલાં-પહેલાં તમે સ્વર્ગ નાં માલિક હતાં. હવે તમે ૮૪ જન્મ ભોગવી નર્કવાસી બન્યાં છો. હવે હું તમને રાજયોગ શીખવાડી મનુષ્ય થી દેવતા, પતિત થી પાવન બનાવું છું. ભક્તિ અર્થાત્ બ્રહ્મા ની રાત. જ્ઞાન અર્થાત્ બ્રહ્મા નો દિવસ. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ દિવસમાં જાઓ છો. આ જૂની દુનિયાને હવે આગ લાગવાની છે, બરોબર મહાભારત લડાઈ છે. બરોબર આ મહાભારત લડાઈ નાં પછી જ ભારત સ્વર્ગ બની જાય છે. અનેક ધર્મ વિનાશ થઈ એક ધર્મ ની સ્થાપના થાય છે. આપ બાળકો બાબા નાં મદદગાર બની આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યાં છો. તમે સ્વર્ગ નાં માલિક બનવા લાયક બની જશો તો પછી વિનાશ શરું થઇ જશે. આ છે શિવબાબા નો જ્ઞાન-યજ્ઞ પછી શિવ કહો કે રુદ્ર કહો. કૃષ્ણ-જ્ઞાન-યજ્ઞ ક્યારેય નથી કહેવાતું. સતયુગ-ત્રેતા માં યજ્ઞ હોતો નથી. યજ્ઞ ત્યારે રચાય છે જ્યારે ઉપદ્રવ થાય છે. અનાજ નહીં હશે કે લડાઈ લાગશે તો યજ્ઞ રચશે શાંતિ નાં માટે. આપ બાળકો જાણો છો - વિનાશ થયાં વગર તો ભારત સ્વર્ગ બની ન શકે. ભારતમાતા શિવ શક્તિ સેના ગવાયેલી છે. વંદના પવિત્ર ની જ કરાય છે. આપ માતાઓને વંદે માતરમ્ કહેવાય છે કારણ કે તમે શ્રીમત પર ભારત ને સ્વર્ગ બનાવ્યું છે. હવે બાપ કહે છે મોત તો સામે માથા ઉપર ઉભું છે એટલે હવે આ એક જન્મ પવિત્ર બનો અને બાપ ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. હમણાં તમે શૂદ્ર થી બ્રાહ્મણ બની પછી દેવતા બનશો, આ કોઈ નવી વાત નથી. કલ્પ-કલ્પ દર ૫ હજાર વર્ષ પછી આ ચક્ર ફરતું રહે છે. નર્ક થી સ્વર્ગ બને છે. પતિત દુનિયામાં મનુષ્ય જે કંઇ કર્મ કરે છે તે વિકર્મ જ બને છે. બાપ કહે છે - ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ સમજાવી હતી. હવે ફરીથી તમને સમજાવું છું. હું પરમપિતા પરમાત્મ નિરાકાર તમારો બાપ છું. આ શરીર, જેમનો મેં આધાર લીધો છે, આ કોઈ ભગવાન નથી. મનુષ્ય ને દેવતા પણ નથી કહેવાતું. તે મનુષ્ય ને ભગવાન કેવી રીતે કહી શકાય? બાપ સમજાવે છે, તમે ૮૪ જન્મ લેતાં-લેતાં નીચે સીડી ઉતરતા આવ્યાં છો, ઉપર કોઈ જઈ નથી શકતું. બધાં પતિત બનવાનો જ રસ્તો બતાવે છે, સ્વયં પણ પતિત બનતા જાય છે. ત્યારે બાપ કહે છે તેમનો પણ ઉદ્ધાર કરવા મારે આવવું પડે છે. આ છે રાવણ રાજ્ય. તમે હમણાં રાવણ રાજ્ય થી નીકળી આવ્યાં છો. ધીરે-ધીરે બધાને ખબર પડશે. બ્રાહ્મણ બન્યાં વગર શિવબાબા પાસેથી વરસો લઇ નહીં શકો. બાપ છે જ બે. એક નિરાકારી બાપ, એક સાકારી બાપ. વારસો મળે છે એક સાકારી બાપ થી સાકારી બાળકો ને અને પછી નિરાકારી બેહદ નાં બાપ થી વારસો મળે છે નિરાકારી આત્માઓને. હવે આપ બાળકો જાણો છો - મીઠાં-મીઠાં શિવબાબા થી આપણે ૨૧ જન્મ નાં માટે સુખધામ નો વારસો લેવા આવ્યાં છીએ. વિશ્વનાં માલિક બનીએ છીએ યોગબળ થી. કોઈ હથિયાર વગેરે નથી. તો બાપ થી યોગ લગાવી વિકર્મ વિનાશ કરી વિષ્ણુપુરી નાં માલિક બનીએ છીએ. હવે અમરલોક માં જવા માટે અમરકથા સાંભળી રહ્યાં છીએ. ત્યાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. દુઃખ નું નામ-નિશાન નથી. આપ બાળકો આવ્યાં છો શ્રીમત પર ચાલી બેહદ નાં બાપ પાસેથી શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ દેવી-દેવતા બનવાં. આ કોઈ શાસ્ત્રો નું જ્ઞાન નથી. દેખાડે છે વિષ્ણુ ની નાભિ થી બ્રહ્મા નીકળ્યાં. એમનાં હાથ માં પછી શાસ્ત્ર આપ્યાં છે. બાપ કહે છે - બ્રહ્મા દ્વારા હું તમને આખી રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવી રહ્યો છું. હું જ જ્ઞાન નો સાગર છું. ગાય પણ છે જ્ઞાન સૂર્ય પ્રગટા…અજ્ઞાન અંધેર વિનાશ. સતયુગ માં અજ્ઞાન હોતું નથી. તે સચખંડ હતો તો ભારત હીરા જેવું હતું, હીરા-ઝવેરાત નાં મહેલ બનતા હતાં. હમણાં તો મનુષ્યો ને પૂરું ખાવા માટે પણ નથી. ઈનસોલવેન્ટ વિશ્વ ને ફરી સોલવેન્ટ કોણ બનાવે! આ બાપનું જ કામ છે. બાપ ને જ તરસ આવે છે. કહે છે તમને રાજ્યોગ શીખવાડવાં આવ્યો છું. નર ને નારાયણ, નારી ને લક્ષ્મી બનાવું છું. ભક્તોનાં રક્ષક છે જ બાપ. તમને રાવણ ની જેલમાંથી છોડાવી સુખધામ માં લઇ જાઉં છું. આખી દુનિયામાં જે બ્રાહ્મણ બનશે તે જ દેવતા બનશે. બ્રહ્મા નું નામ પણ પ્રસિદ્ધ છે - પ્રજાપિતા બ્રહ્મા. તમે બ્રાહ્મણ છો સૌથી ઉત્તમ, તમે ભારતની સાચ્ચી રુહાની સેવા કરી રહ્યાં છો. બાપ ની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. બીજો કોઈ રસ્તો નથી - પતિત થી પાવન બનવાનો. યાદ થી જ ખાદ ભસ્મ થશે. સોની લોકો જાણે છે - સાચું સોનું, ખોટું સોનું કેવી રીતે બને છે? તેમાં ચાંદી-તાંબુ-લોખંડ નાખે છે. તમે પણ પહેલાં સતોપ્રધાન હતાં પછી તમારા માં ખાદ પડે છે, તમોપ્રધાન બની પડ્યાં છો. હવે ફરી સતોપ્રધાન બનવું પડે ત્યારે સતયુગ માં જઈ શકશો. બાપ કહે છે - કોઈ પણ દેહધારી ને યાદ નહીં કરો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં એક બાપ સિવાય બીજા કોઈને યાદ નહીં કરો તો તમે સ્વર્ગપુરી નાં માલિક બની જશો. સ્વર્ગ અથવા વિષ્ણુપુરી હતી, હવે રાવણપુરી છે. ફરી વિષ્ણુપુરી બનશે જરુર. સાધૂ-સંત વગેરે બધાનો ઉદ્ધાર કરવા આવું છું, ત્યારે જ કહેવાય છે યદા યદાહિ ધર્મસ્ય… આ ભારત ની જ વાત છે. સર્વ નો સદ્દગતિ દાતા હું એક બાપ શિવ છું. શિવ, રુદ્ર બધાં એમનાં જ નામ છે, અથાહ નામ રાખી દીધાં છે. બાપ કહે છે - મારું અસલી નામ તો એક જ છે શિવ. હું શિવ છું, તમે સાલિગ્રામ બાળકો છો. તમે અડધોકલ્પ દેહ-અભિમાની રહ્યાં છો. હવે દેહી-અભિમાની બનો. એક બાપ ને જાણવાથી બાપ દ્વારા તમે બધું જાણી જાઓ છો. માસ્ટર જ્ઞાનસાગર બની જાઓ છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર ચાલી શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ દેવતા બનવાનું છે. આખાં વિશ્વ ની સાચ્ચી-સાચ્ચી રુહાની સેવા કરવાની છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના માં બાપ નાં પૂરા મદદગાર બનવાનું છે.

2. આત્મા ને સાચ્ચું સોનું બનાવવા માટે એક બાપ સિવાય કોઈ પણ દેહધારી ને યાદ નથી કરવાનાં. પારલૌકિક બાપ થી સાચ્ચી-સચ્ચી પ્રીત રાખવાની છે.

વરદાન :-
આત્મિક ઉન્નતિ નાં સાધન દ્વારા સર્વ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળા અકાળમૂર્ત ભવ

જેવી રીતે શરીર નિર્વાહ માટે અનેક સાધન અપનાવો છો એવી રીતે આત્મિક ઉન્નતિ નાં પણ સાધન અપનાવો એના માટે સદા અકાળમૂર્ત સ્થિતિ માં સ્થિત હોવાનો અભ્યાસ કરો. જો જે સ્વયં ને અકાળમૂર્ત આત્મા સમજીને ચાલે છે તે અકાળે મૃત્યુ થી અકાળ થી સર્વ સમસ્યાઓથી બચી જાય છે. માનસિક ચિંતાઓ, માનસિક પરિસ્થિતિઓને હટાવવા માટે ફક્ત પોતાનાં જૂનાં શરીર નાં ભાન ને ભૂલતા જાઓ.

સ્લોગન :-
કોઈ પણ વાત જે વારંવાર ફીલ કરાવે છે તે ફાઇનલ માં ફેલ થઈ જાય છે.

માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય -

“ મનુષ્ય સાક્ષાત્કાર માં કેવી રીતે જાય છે ?”

આ જે સાક્ષાત્કાર માં જવાનું હોય છે તો આની ફિલોસોફી (તત્વજ્ઞાન) પણ ખૂબ સૂક્ષ્મ છે. આ અંતઃવાહક શરીર થી જઈને ફરીને આવે છે. જેમ કોઈ બહાર ફરવા જાય છે ને, તો એવું નહીં કે ફરવા ગયાં તો મર્યા, તે ફરીને પાછા આવશે ને. તો આ પણ આત્મા આ શરીર થી નીકળી અંતઃવાહક શરીર થી સૈર (ફરવા) કરવા જાય છે, થોડા સમય નાં માટે એમનો આત્મા ઉડતું પક્ષી છે, આ પણ પરમાત્મા નું કામ છે જે એમની દોરીને ખેંચી દિવ્ય દૃષ્ટિ થી તેમને સાક્ષાત્કાર કરાવે છે. જેમ રાત નાં આપણે જ્યારે શરીર થી ન્યારો આત્મા થઈ સુખ-પથ અથવા સ્વપ્ન ની અવસ્થા માં ચાલ્યાં જઈએ છીએ, તો તે સમયે શરીર શાંત છે, તો દેહ અને દેહ નો ધર્મ ભૂલી જઈએ પરંતુ એવું નથી કોઈ શરીર મરી ગયું પછી જ્યારે જાગૃતતા માં આવીએ છીએ, તો તે રાત નાં સ્વપ્ન ની અવસ્થા નું વર્ણન કરી સંભળાવીએ છીએ. તેમ પરમાત્મા ની સાથે યોગ લગાવવાથી પરમાત્મા પછી દિવ્ય દૃષ્ટિ થી આત્મા ને સૈર કરાવે છે. પછી જ્યારે ધ્યાન થી ઉઠે છે તો તે જોયેલ સાક્ષાત્કાર, ફરી વર્ણન કરી સંભળાવે છે કે હું આ જોઇને આવ્યો. તો તે સ્વપ્ન રજોગુણ, તમોગુણ પણ હોય છે, આ ધ્યાન પછી સતોગુણ અવસ્થા છે. તો ધ્યાન માં કોઈ શરીર મરતું નથી, પરંતુ શરીર ની ભાસના ગુમ થઈ જાય છે. જેવી રીતે ક્લોરોફોર્મ આપવાથી શરીર ની સુધ-બુધ ભૂલી જાય છે, જુઓ, ડોક્ટર જ્યારે કોઈ અંગ ને ડેડ (બેભાન) કરે છે તો ઈંજેક્શન લગાવીને ડેડ કરી દે છે પરંતુ બીજી ઇન્દ્રિયોં તો ચાલે છે, તો ધ્યાન પણ આ જ રીતે છે કે આત્મા કોઈ ઉડીને સૈર કરીને આવે છે પરંતુ શરીર મરી નથી જતું, હવે આ દોરી ખેંચવાની સ્મૃતિ પણ પરમાત્મા માં છે, ન કે મનુષ્ય આત્મા માં. અચ્છા. ઓમ્ શાંતિ.

અવ્યક્ત ઇશારે - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

સદા હર્ષિત રહેવા વાળા નાં યાદગાર વિષ્ણુ નાં રુપ માં દેખાડ્યા છે. વિષ્ણુ ક્ષીરસાગર માં આરામ થી સૂતેલા જ્ઞાન નું સિમરણ કરી હર્ષિત થઈ રહ્યા છે. તો હર્ષિત રહેવાનું સાધન છે જ્ઞાન નું સિમરણ. જે જેટલું જ્ઞાન નું સિમરણ કરે છે તે એટલા જ હર્ષિત રહે છે. કોઈ પણ પરિસ્થિતિ એમનાં હિંમત, ઉમંગ-હુલ્લાસ ને ઓછો નથી કરી શકતી. તે સહનશીલતા ની શક્તિ થી દરેક પરિસ્થિતિ ને સહજ પાર કરી લે છે.