04-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
નાં રાઈટ - હેન્ડ બનવું છે તો દરેક વાત માં રાઈટીયસ ( સાચાં ) બનો , સદા શ્રેષ્ઠ
કર્મ કરો”
પ્રશ્ન :-
કયાં સંસ્કાર સેવા
માં ખૂબ વિઘ્ન નાખે છે?
ઉત્તર :-
ભાવ-સ્વભાવ નાં કારણે પરસ્પર માં જે દ્વૈત મત નાં સંસ્કાર થઈ જાય છે, તે સેવા માં
ખૂબ વિઘ્ન નાખે છે. બે મતો થી ખૂબ જ નુકસાન થાય છે. ક્રોધ નું ભૂત એવું છે જે ભગવાન
નો પણ સામનો કરવામાં વાર ન કરે એટલે બાબા કહે છે મીઠાં બાળકો, એવાં કોઈ પણ સંસ્કાર
હોય તો તેને કાઢી દો.
ગીત :-
તકદીર જગાકર
આઈ હૂઁ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાળકો અર્થાત્ શિવબાબા જે સુપ્રીમ રુહ છે, એમનાં
બાળકો આત્માઓએ શરીર રુપી કર્મેન્દ્રિયો દ્વારા ગીત સાંભળ્યું. હવે તો બાળકોએ
આત્મ-અભિમાની બનવાનું છે. ખૂબ મહેનત પણ છે. ઘડી-ઘડી પોતાને આત્મા સમજી બાપ ને યાદ
કરવાનાં છે. આ છે ગુપ્ત મહેનત. બાપ પણ ગુપ્ત, તો મહેનત પણ ગુપ્ત કરાવે છે. બાપ સ્વયં
આવીને કહે છે બાળકો, મને યાદ કરો તો કલ્પ ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ ફરીથી
સતોપ્રધાન બનશો. બાળકો સમજે છે અમે જ સતોપ્રધાન હતાં ફરી અમે જ હમણાં તમોપ્રધાન
બન્યાં છીએ. સતોપ્રધાન બનવાનું છે જરુર. ગીતા માં પણ કહે છે તકદીર જે ગુમાવેલી છે
તે ફરી મેળવવા માટે તદબીર (પુરુષાર્થ) કરાવવા વાળા એક જ સર્વશક્તિમાન્ બાપ છે,
કારણકે બધાને પાવન બનાવે છે ને. બાપ બાળકો ને સમજાવે છે, હે રુહાની બાળકો, હવે
તકદીર બનાવવા આવ્યો છું. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સ્કૂલ માં તકદીર બનાવવા જાય છે ને.
તે તો નાનાં બાળકો હોય છે. તમે નાનાં નથી, તમે તો મોટાં વડીલ છો. તકદીર બનાવી રહ્યાં
છો. હાં, કોઈ વૃદ્ધ-વૃદ્ધ પણ છે. વૃદ્ધાવસ્થા થી જુવાની માં ભણવું સારું હોય છે,
જુવાન ની બુદ્ધિ સારી હોય છે. આ તો બધાનાં માટે ખૂબ સહજ છે. તમારું શરીર તો મોટું
છે ને. આ બેબી છે, એટલું નહીં સમજી શકશે કારણકે ઓરગન્સ (અવયવો) નાનાં છે.
સ્તુતિ-નિંદા, દુઃખ-સુખ આ વાતો ને તમે સમજી શકો છો. આત્મા તો બિંદુ છે. શરીર વધતું
રહે છે. આત્મા તો એકરસ જ હોય છે. ક્યારેય ઘટતો-વધતો નથી. તે આત્માની બુદ્ધિનાં માટે
બાપ કસ્તુરી જેવી સૌગાત (ભેટ) આપી રહ્યાં છે કારણકે હમણાં તો બુદ્ધિ બિલકુલ
તમોપ્રધાન બની ગઈ છે. તો હવે સ્વચ્છ પણ બની રહી છે. આ ચિત્ર તમને સમજાવવામાં ખૂબ
કામ માં આવે છે. ભક્તિમાર્ગ માં દેવતાઓની આગળ જઈને માથું ઝુકાવે છે, પૂજા કરે છે.
આગળ તમે પણ અંધશ્રદ્ધા થી જતાં હતાં. શિવ નાં મંદિર માં જતાં હતાં, તમને એ થોડી ખબર
હતી કે આ શિવબાબા છે. બાબા પાસેથી જરુર વારસો મળ્યો છે ત્યારે તો એમની મહિમા ગવાય
છે. કોઈ સારું કામ કરીને જાય છે તો એમની મહિમા ગવાય છે. સ્ટેમ્પ બનાવવો જોઈએ શિવબાબા
નો. શિવબાબા ગીતા સર્મોનાઈઝર… આ સ્ટેમ્પ સહજ બની શકશે. આ બાપ બધાને સુખ આપવા વાળા
છે. બાપ કહે છે - હું તમને સુખધામ નાં માલિક બનાવવા વાળો છું. વૃદ્ધ માતાઓ પણ આ તો
સમજતી હશે કે અમે આવ્યાં છીએ શિવબાબા ની પાસે, જે વિચિત્ર છે. જેમણે આ ચિત્ર (તન)
માં પ્રવેશ કર્યો છે. નિરાકાર ને વિચિત્ર કહેવાય છે. બુદ્ધિ માં રહે છે અમે શિવબાબા
ની પાસે જઈએ છીએ, જેમણે આ ટેમ્પરરી (થોડાં સમય માટે) ચિત્ર ધારણ કર્યું છે. પતિતો
ને પાવન બનાવી મુક્તિ-જીવનમુક્તિ આપે છે અથવા શાંતિધામ, સુખધામ નાં રહેવાસી બનાવે
છે. મનુષ્ય શાંતિ નાં માટે જ કોશિશ કરે છે. ભગવાન મળે તો શાંતિ મળે, સુખ માટે
પુરુષાર્થ નથી કરતાં. બસ, બાપ ની પાસે ઘરે જઈએ, ભગવાન મળે. આ સમયે બધાં મુક્તિ ની
ઈચ્છા રાખવા વાળા છે. જીવનમુક્તિ લેવા વાળા ફક્ત આપ બ્રાહ્મણ જ છો. બાકી બધાં મુક્તિ
ની ઈચ્છા રાખવા વાળા છે. જીવનમુક્તિ નો રસ્તો બતાવવા વાળા કોઈ છે જ નહીં. સંન્યાસીઓ
વગેરે ની પાસે જઈને શાંતિ માંગે છે. કહેશે મન ની શાંતિ કેવી રીતે મળે? જે પણ રસ્તો
બતાવવા વાળા છે એ છે જ મુક્તિ માં જવા વાળા. મોક્ષ શું હોય છે, તે પણ બુદ્ધિ માં નથી
આવતું. હેરાન થઈને કહે છે મુક્તિ માં જઈએ તો સારું છે. હકીકત માં મુક્તિધામ છે
આત્માઓનું રહેવાનું સ્થાન. આટલાં સેન્ટર્સ (સેવાકેન્દ્ર) પર બાળકો છે બધાં જાણે છે
કે અમે નવી દુનિયાનાં માટે રાજ્ય-ભાગ્ય લઈએ છીએ. બાબા અમને નવી દુનિયા નું રાજ્ય આપે
છે. ક્યાં આપશે? નવી દુનિયામાં આપશે કે જૂની દુનિયામાં આપશે? બાપ કહે છે હું સંગમ
પર આવું છું. હું ન સત્યુગ માં, ન કળિયુગ માં આવું છું. બંને ની વચ્ચે આવું છું.
બાપ તો બધાને સદ્દગતિ આપશે ને. એવું તો નહીં દુર્ગતિ માં છોડી જશે. સદ્દગતિ અને
દુર્ગતિ સાથે નથી રહી શકતી. બાળકો જાણે છે આ જૂની દુનિયા વિનાશ થવાની છે, એટલે
આનાંથી પ્રેમ નથી રાખવાનો. બુદ્ધિ કહે છે બરોબર હમણાં આપણે સંગમયુગ પર છીએ. આ દુનિયા
બદલવા વાળી છે. હવે બાપ આવેલાં છે, બાપ કહે છે - હું કલ્પ-કલ્પ સંગમ પર આવું છું
તમને દુઃખ થી છોડાવી હરિ નાં દ્વારે લઈ જાઉં છું. આ જ્ઞાન ની વાત છે. હરિદ્વાર,
કૃષ્ણ નું દ્વાર અર્થાત્ કૃષ્ણપુરી ને કહેવાય છે. સારું, તેમની પાછળ પછી લક્ષ્મણ
ઝૂલા લગાવી દીધાં છે. પહેલાં હરિદ્વાર આવશે. સતયુગ ને હરિદ્વાર કહેવાય છે. પછી
રામ-લક્ષ્મણ વગેરે દેખાડે છે. તેવી વાત કોઈ નથી. તે તો બનાવેલી વાત છે. રામ ને કેટલાં
ભાઈ આપી દીધાં છે! ૪ ભાઈ તો હોતાં નથી. ૪-૮ ભાઈ તો અહીં હોય છે. એક તરફ છે ઈશ્વરીય
સંતાન, બીજી તરફ જે આસુરી સંતાન.
હમણાં તમે જાણો છો
શિવબાબા બ્રહ્મા તન માં આવેલાં છે. શિવ છે બાબા છે, બ્રહ્મા છે દાદા. પ્રજાપિતા છે.
એ આત્માઓનાં પિતા તો અનાદિ છે, આ સમયે બ્રાહ્મણો ને રચે છે. એવું નહીં કે શિવબાબા
સાલિગ્રામ ને રચે છે. ના, સાલિગ્રામ તો અવિનાશી છે જ છે. ફક્ત બાપ આવીને પવિત્ર
બનાવે છે. જ્યાં સુધી આત્મા પવિત્ર નથી બન્યો ત્યાં સુધી શરીર કેવી રીતે પવિત્ર બની
શકે. આપણે આત્માઓ પવિત્ર હતાં તો સતોપ્રધાન હતાં. હમણાં અપવિત્ર તમોપ્રધાન છીએ પછી
સતોપ્રધાન કેવી રીતે બનીએ. આ તો સહજ સમજવાની વાત છે. તમે આ સમયે ખાદ પડવાથી પતિત
તમોપ્રધાન થઈ ગયાં છો. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. હિસાબ-કિતાબ ચૂક્તું કરી બધાં
શાંતિધામ કે સુખધામ માં આવીશું. આત્માઓ નિરાકારી ઘરે થી કેવી રીતે આવે છે, તેની
યાદગાર પણ ક્રિશ્ચન લોકો ઝાડ માં બલ્બ લગાવીને મનાવે છે. તમે જાણો છો આ બધાં ધર્મો
ની અલગ-અલગ શાખાઓ છે, ત્યાંથી આત્માઓ કેવી રીતે નંબરવાર નીચે ઉતરે છે, આ નોલેજ (જ્ઞાન)
તમને મળી ગઈ છે. આપણું આત્માઓ નું ઘર શાંતિધામ છે. હમણાં છે સંગમ. ત્યાંથી બધા
આત્માઓ આવી જશે પછી બધાં જશે. પ્રલય તો થવાનો નથી. તમે જાણો છો આપણે બાબા થી તકદીર
બનાવવા ફરી થી સ્વરાજ્ય લેવાં આવ્યાં છીએ. આ કોઈ ફક્ત કહેવા માત્ર નથી. યાદ થી જ
વારસો મળશે. બાપ કહે છે - દેહ સહિત જે પણ દેહ નાં મિત્ર-સંબંધી વગેરે છે, બધા ને
ભૂલી જાઓ. ચિત્ર અને વિચિત્ર છે ને. વિચિત્ર એને કહેવાય છે જેમને જોઈ નથી શકાતાં. આ
ખૂબ સુક્ષ્મ વાતો છે. આત્મા કેટલો નાનો છે. તેને ઘડી-ઘડી પાર્ટ ભજવવો પડે છે બીજા
કોઈની બુદ્ધિ માં આવી વાતો નથી. પહેલાં-પહેલાં તો આ બુદ્ધિ માં બેસાડવાનું છે કે
આપણે આત્મા છીએ, એ આપણાં બાપ છે. એમને જ પતિત-પાવન, હે ભગવાન કહી યાદ કરે છે. બીજી
કોઈ જગ્યાએ જવાની દરકાર નથી. તો યાદ પણ એક ને કરવા જોઈએ ને. ભગવાન ને યાદ કરો છો તો
જરુર એમનાથી કંઈક મળવાનું હશે. પછી દર-દર ધક્કા કેમ ખાઓ છો! ભગવાન ને તો પરમધામ થી
આવવું પડશે ને. આપણે તો જઈ નથી શકતાં કારણકે પતિત છીએ. પતિત ત્યાં જઈ ન શકે. હમણાં
તમે વન્ડર (આશ્ચર્ય) ખાઓ છો. ભક્તિ માર્ગ નો પાર્ટ કેવો વન્ડરફુલ (અદ્દભુત) છે. એક
ભગવાન ને જ યાદ કરે છે - હે ઈશ્વર, હે પરમપિતા, ઓ ગોડફાધર. જ્યારે એ એક જ છે પછી
બીજા તરફ ધક્કા કેમ ખાઓ છો! એ એક ઉપર રહે છે. પરંતુ આ બધી નોંધ છે, ડ્રામા અનુસાર
ભક્તિ કરે છે, બેહદ બેસમજ થી. હમણાં તમે ફરી બેહદ સમજદાર બનો છો. શ્રીમત પર ચાલવા
વાળા જ સમજદાર બને છે. તે પછી છુપાયેલાં નથી રહી શકતાં, તે સદૈવ શ્રેષ્ઠાચારી કામ જ
કરશે. બાપ કહે છે - હું દુઃખહર્તા સુખકર્તા છું તો બાળકોએ પણ કેટલાં મીઠા બનવું
જોઈએ. બાપ નાં રાઈટ હેન્ડ બનવું જોઈએ. એવાં બાળકો જ બાપ ને પ્રિય લાગે છે.
રાઈટ-હેન્ડ છો ને. તમને ખબર છે લેફ્ટ હાથ થી એટલું કામ નથી કરી શકાતું કારણકે રાઈટ
હાથ રાઈટીયસ (સાચું) કામ કરે છે એટલે આ રાઈટ હાથ ને જ શુભ કામ માં લગાડે છે. પૂજા
હંમેશા રાઈટ-હેન્ડ થી કરે છે. બાપ કહે છે - દરેક વાત માં રાઈટીયસ (સાચ્ચા) બનો. બાપ
મળ્યાં છે તો ખુશી થવી જોઈએ.
બાપ કહે છે - મામેકમ્
યાદ કરો તો પછી અંત મતી સો ગતિ થઈ જશે. મત અને ગત અથવા ગતિ કરવાની મત એક જ છે.
ગવાયેલું પણ છે ઈશ્વર ની ગત-મત ઈશ્વર જ જાણે. પતિત-પાવન એ જ છે. એ જાણે છે હું
મનુષ્યો ને પાવન બનાવી દુર્ગતિ થી સદ્દગતિ માં કેવી રીતે લઈ જઈશ. ભક્તિમાર્ગ માં
કેટલી મહેનત કરે છે પરંતુ સદ્દગતિ થતી નથી. ફળ કાંઈ પણ મળતું નથી, સદ્દગતિ આપવા વાળા
તો એક જ બાપ છે. ભક્તિ માં જેઓ જે ભાવના થી પૂજા કરે છે, એમને તે ફળ આપવા વાળો હું
જ છું. એ પણ ડ્રામા માં નોંધ છે, તેમને આપ મેળે જ મળી જાય છે - પોતાનાં પુરુષાર્થ
થી. હવે પવિત્ર પણ પોતાનાં પુરુષાર્થ થી બાળકોએ બનવાનું છે. બાપ કહે છે - મીઠાં-મીઠાં
બાપ ને યાદ કરો. એ જ સર્વશક્તિમાન્, ઓલમાઈટી ઓથોરિટી (સર્વશક્તિમાન્ સત્તા) કેટલાં
સારા બનાવે છે. તમે બધું જાણી ચૂક્યાં છો પછી બાપ પાસેથી વારસો લઈ રહ્યાં છો. રચયિતા
અને રચના ની નોલેજ તમારી બુદ્ધિ માં છે. તમે જાણો છો આ નોલેજ આપણામાં નહોતી.
યજ્ઞ-તપ વગેરે કરવાં, શાસ્ત્ર વગેરે સાંભળવાં - આ છે શાસ્ત્રો ની નોલેજ. તેને ભક્તિ
કહેવાય. તેમાં મુખ્ય ઉદ્દેશ કાંઈ નથી. ભણતર માં મુખ્ય ઉદ્દેશ હોય છે. કોઈ ને કોઈ
પ્રકાર ની નોલેજ હોય છે. આપણને પતિત થી પાવન બનાવવા ની નોલેજ પતિત-પાવન બાપે જ આપી
છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ બાપે આપી છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે
છે, આમાં બધાં એક્ટર્સ પાર્ટધારી છે. આ અનાદિ નાટક બનેલું છે. આ બેહદ ની નોલેજ તો
જરુર હોવી જોઈએ.
આપ બાળકો જાણો છો હમણાં
આપણે ઘોર અંધકાર થી નીકળી ઘોર અજવાળા માં જઈ રહ્યાં છીએ. તમે હમણાં દેવતા બની રહ્યાં
છો. આ પણ સમજાવવાનું છે કે આદિ સનાતન તો દેવી-દેવતા ધર્મ છે, જેને હિંદુ ધર્મ કહી
દીધો છે. ધીરે-ધીરે આ વાત પણ સમજી જશે. બાળકોએ ઉભું થવું જોઈએ. આમાં તો ઘણાં બધાં
બાળકો જોઈએ. દિલ્લી માં કોન્ફરન્સ (સભા) કરવી પડે. પરિસ્તાન પણ દિલ્લી ને કહેવાય
છે. આ જ જમુનાનો કાંઠો હતો, દિલ્લી રાજધાની છે. ઘણાં ને હાથ આવી છે. દેવતાઓની
રાજધાની પણ આ હતી, દિલ્લી માં ખુબ મોટી કોન્ફરન્સ થવી જોઈએ પરંતુ માયા એવી છે જે
કરવા નથી દેતી. વિઘ્ન બહુ નાખે છે. આજકાલ ભાવ-સ્વભાવ પણ ખુબ થઈ ગયાં છે ને. બાળકોએ
પરસ્પર મળીને સર્વિસ (સેવા) માં લાગવાનું છે. તે લોકો પણ પરસ્પર નથી મળતાં તો રાજાઈ
ઉડી જાય છે, બે પાર્ટી થઈ જાય છે તો પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) ને પણ ઉડાવી દે છે.
દ્વેત મત મોટું નુકસાન કરે છે. પછી ભગવાન નો પણ સામનો કરવામાં વાર નથી કરતાં.
નુકસાન પણ ખૂબ ભોગવે છે. ક્રોધ નું ભૂત આવી જાય છે તો પછી વાત નહીં પૂછો એટલે બાબા
કહે છે ગુળ જાને ગુળ કી ગોથરી જાને. બાપ બાળકોને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ
સંભળાવી રહ્યાં છે. હવે કોઈ ધારણા કરે કે ન કરે, તે છે પુરુષાર્થ પર આધાર. એવું નહીં
કોઈ પર બાબા આશીર્વાદ કે કૃપા કરશે, આમાં કૃપા વગેરે માંગવાની વાત નથી. પ્રેરણા થી
જો યોગ અને જ્ઞાન શીખવાડવાનું હોત, પછી તો બાપ કહે છે હું આ ગંદી દુનિયામાં આવત કેમ?
પ્રેરણા, આશીર્વાદ આ બધાં ભક્તિમાર્ગ નાં શબ્દ છે. આમાં પુરુષાર્થ કરવાનો હોય છે,
પ્રેરણા ની વાત નથી. તમને ૩ એન્જિન મળ્યાં છે એક સાથે. ત્યાં તો બાપ અલગ, શિક્ષક
અલગ મળે છે, ગુરુ અંત માં મળે છે. અહીં તો આ ત્રણેય એક સાથે છે. બાપ કહે છે - હું
તમને પૂજ્ય બનાવું છું, તમે ફરી પુજારી બની જશો. ખૂબ યુક્તિ થી સમજાવવાનું છે. એવું
ન થાય કોઈ બેહોશ થઈ જાય. પહેલાં-પહેલાં મુખ્ય છે બે બાપ ની વાત. ભગવાન બાપ છે, એમનો
જન્મ શિવજયંતી પણ અહીં મનાવે છે. જરુર સ્વર્ગ નાં માલિક બનાવતાં હશે. ભારતમાં જ
સ્વર્ગ હતું. હમણાં નર્ક નાં વિનાશ માટે મહાભારત લડાઈ ઉભી છે. જરુર બાપ નવી દુનિયાની
સ્થાપના કરાવવા વાળા પણ છે. બાપ ની શ્રીમત પર જ આપણે કહીએ છીએ કે ભારત ને અમે પાવન
બનાવીને જ છોડીશું. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેવી રીતે
બાપ દુઃખહર્તા-સુખકર્તા છે, એવી રીતે બાપ સમાન બનવાનું છે. ખૂબ મીઠાં બનવાનું છે.
સદા શુભ કામ કરીને રાઈટ-હેન્ડ બની જવાનું છે.
2. ક્યારેય બે મત નથી
બનાવવાની. ભાવ-સ્વભાવ માં આવીને એકબીજા નો સામનો નથી કરવાનો. ક્રોધ નું ભૂત કાઢી
દેવાનું છે.
વરદાન :-
સ્વયં ની
સ્મૃતિ માં રહી પોતાનાં દરેક કર્મ ને સંયમ ( નિયમ ) બનાવવા વાળા ઓથોરિટી સ્વરુપ ભવ
જેવી રીતે સાકાર માં
સ્વયં ની સ્મૃતિ માં રહેવાથી જે કર્મ કર્યું તે જ બ્રાહ્મણ પરિવારનો સંયમ બની ગયો.
સ્વયં નાં નશા માં રહેવાનું કારણ ઓથોરિટીથી કહી શકતા હતાં કે જો સાકાર દ્વારા કોઈ
ઉલટું કર્મ પણ થઈ ગયું તો સુલ્ટુ કરી દેશે. સ્વયં નાં સ્વરુપ ની સ્મૃતિ માં રહેવાથી
આ નશો રહે છે કે કોઈ કર્મ ઉલ્ટું થઈ જ નથી શકતું. આપ બાળકો પણ જ્યારે સ્વયં ની
સ્થિતિ માં સ્થિત રહો તો જે સંકલ્પ ચાલશે, જે બોલ બોલશો તે કર્મ કરશો, તે જ સંયમ (નિયમ)
બની જશે.
સ્લોગન :-
પવિત્રતા નું
પિલર (પાયો) મજબૂત કરો તો આ પિલર લાઈટ-હાઉસ નું કામ કરતું રહેશે.
અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો
જો બુદ્ધિમાં અશુદ્ધ
સંકલ્પ કે જૂના સંસ્કાર સંકલ્પ રુપ માં પણ ટચ થાય છે તો સંપૂર્ણ વૈષ્ણવ નહીં કહેવાશે.
જેવી રીતે કોઈ અકર્તવ્ય કાર્ય જુઓ પણ છો તો જોવાની પણ અસર થઈ જાય છે, એનો પણ હિસાબ
બની જાય છે. આ હિસાબથી વિચારો તો જૂના સંસ્કાર અથવા અશુદ્ધ સંકલ્પ બુદ્ધિ માં જો ટચ
થાય છે તો પણ સંપૂર્ણ વૈષ્ણવ કે સંપૂર્ણ પવિત્ર કેવી રીતે કહેવાશે.