04-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સંગમ પર તમને પ્રેમ નાં સાગર બાપ પ્રેમ નો જ વારસો આપે છે , એટલે તમે બધાને પ્રેમ આપો , ગુસ્સો નહીં કરો”

પ્રશ્ન :-
પોતાનાં રજીસ્ટર ને ઠીક રાખવા માટે બાપે તમને કયો રસ્તો બતાવ્યો છે?

ઉત્તર :-
પ્રેમ નો જ રસ્તો બાપ તમને બતાવે છે. શ્રીમત આપે છે - બાળકો, દરેક નાં સાથે પ્રેમ થી ચાલો. કોઈને પણ દુઃખ નહીં આપો. કર્મેન્દ્રિયો થી ક્યારેય પણ કોઈ ઉલ્ટા કર્મ નહીં કરો. સદા આ જ તપાસ કરો કે મારા માં કોઇ આસુરી ગુણ તો નથી? હું મૂડી તો નથી? કોઈ વાત માં બગડતો તો નથી હું?

ગીત :-
યહ વક્ત જા રહા હૈ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. દિવસ-પ્રતિ દિવસ પોતાનું ઘર અથવા મંઝિલ નજીક થતી જાય છે. હવે જે કાંઈ શ્રીમત કહે છે, તેમાં ગફલત નહીં કરો. બાપ નું ડાયરેક્શન મળે છે કે બધાને મેસેજ પહોંચાડો. બાળકો જાણે છે લાખો કરોડો ને આ મેસેજ આપવાનો છે. પછી કોઈ સમયે આવી પણ જશે. જ્યારે અનેક થઈ જશે તો અનેકો ને મેસેજ આપશે. બાપ નો મેસેજ મળવાનો તો બધાને છે. મેસેજ છે ખુબ સહજ. ફક્ત બોલો પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો અને કોઈ પણ કર્મેન્દ્રિયો થી મન્સા-વાચા-કર્મણા કોઈ ખોટું કામ નથી કરવાનું. પહેલાં મન્સા માં આવે છે ત્યારે વાચા (વાણી) માં આવે છે. હમણાં તમને રાઈટ-રોંગ (સાચું-ખોટું) સમજવાની બુદ્ધિ જોઈએ, આ પુણ્યનું કામ છે, આ કરવું જોઈએ. દિલ માં સંકલ્પ આવે છે ગુસ્સો કરીએ, હવે બુદ્ધિ તો મળી છે - જો ગુસ્સો કરશો તો પાપ બની જશે. બાપ ને યાદ કરવાથી પુણ્ય આત્મા બની જશો. એવું નહીં, સારું હમણાં થયું ફરી નહીં કરીશું. આમ ફરી-ફરી કહેવાથી આદત પડી જશે. મનુષ્ય એવાં કર્મ કરે છે તો સમજે છે આ પાપ નથી. વિકાર ને પાપ નથી સમજતાં. હવે બાપે બતાવ્યું છે - આ મોટાં માં મોટું પાપ છે, આનાં પર જીત મેળવવાની છે અને બધાને બાપ નો મેસેજ આપવાનો છે કે બાપ કહે છે મને યાદ કરો, મોત સામે ઉભું છે. જ્યારે કોઈ મરવા પર હોય છે તો એમને કહે છે - ગોડ ફાધર ને યાદ કરો. રિમેમ્બર ગોડ ફાધર. તેઓ સમજે છે આ ગોડફાધર પાસે જાય છે. પરંતુ તે લોકો આ તો જાણતાં નથી કે ગોડફાધર ને યાદ કરવાથી શું થશે? ક્યાં જશે? આત્મા એક શરીર છોડી બીજું લે છે. ગોડફાધર ની પાસે તો કોઈ જઈ ન શકે. તો હવે આપ બાળકોને અવિનાશી બાપ ની અવિનાશી યાદ જોઈએ. જ્યારે તમોપ્રધાન દુઃખી બની જાય છે ત્યારે તો એક-બીજાને કહે છે ગોડફાધર ને યાદ કરો, બધાં આત્માઓ એક-બીજાને કહે છે, કહે તો આત્મા છે ને? એવું નહીં કે પરમાત્મા કહે છે. આત્મા, આત્મા ને કહે છે - બાપ ને યાદ કરો. આ એક કોમન રસમ છે. મરતી વખતે ઈશ્વર ને યાદ કરે છે. ઇશ્વર નો ડર રહે છે. સમજે છે સારાં કે ખોટાં કર્મો નું ફળ ઈશ્વર જ આપે છે, ખોટા કર્મ કરીશું તો ઈશ્વર ધર્મરાજ દ્વારા ખુબ સજા આપશે એટલે ડર રહે છે, બરાબર કર્મો ની ભોગના તો થાય છે ને? આપ બાળકો હમણાં કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ ને સમજો છો. જાણો છો આ કર્મ અકર્મ થયું. યાદ માં રહી જે કર્મ કરે છે તે સારા કરે છે. રાવણરાજ્ય માં મનુષ્ય ખોટાં કર્મ જ કરે છે. રામરાજ્ય માં ખોટું કામ ક્યારે થતું નથી. હવે શ્રીમત તો મળતી રહે છે. ક્યાંક બોલાવો આવે છે, આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ - દરેક વાત માં પૂછતાં રહો. સમજો, કોઈ પોલીસ ની નોકરી કરે છે તો તેમને પણ કહેવાય છે - તમે પહેલાં પ્રેમ થી સમજાવો. સાચે ન કરે તો પછી માર. પ્રેમ થી સમજાવવા થી હાથ આવી શકે છે પરંતુ તે પ્રેમ માં પણ યોગબળ ભરેલું હશે તો તે પ્રેમ ની તાકાત થી કોઈને પણ સમજાવવાથી સમજશે, આ તો જેમ ઈશ્વર સમજાવે છે. તમે ઈશ્વર નાં બાળકો યોગી છો ને? તમારા માં પણ ઈશ્વરીય તાકાત છે. ઈશ્વર પ્રેમ નાં સાગર છે, એમનામાં તાકાત છે ને? બધાને વારસો આપે છે. તમે જાણો છો સ્વર્ગ માં પ્રેમ ખુબ હોય છે. હમણાં તમે પ્રેમ નો પૂરો વારસો લઈ રહ્યાં છો. લેતા-લેતા નંબરવાર પુરુષાર્થ કરતાં-કરતાં માળા બની જશે.

બાપ કહે છે-કોઈ ને પણ દુઃખ નથી આપવાનું, નહીં તો દુઃખી થઈને મરશો. બાપ પ્રેમ નો રસ્તો બતાવે છે. મન્સા માં આવવાથી તે શકલ (ચહેરા) પર પણ આવી જાય છે. કર્મેન્દ્રિયો થી કરી લીધું તો રજીસ્ટર ખરાબ થઈ જશે. દેવતાઓની ચાલ-ચલન નું ગાયન કરે છે ને એટલે બાબા કહે છે - દેવતાઓનાં પૂજારીઓને સમજાવો. તે મહિમા ગાય છે તમે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ છો અને પોતાની ચાલ-ચલન પણ સંભળાવે છે. તો તેમને સમજાવો તમે એવાં હતાં, હવે નથી, ફરી થશો જરુર. તમારે એવાં દેવતા બનવું છે તો પોતાની ચાલ એવી રાખો, તો તમે આ બની જશો. પોતાની તપાસ કરવાની છે - અમે સંપૂર્ણ નિર્વિકારી છીએ? અમારામાં કોઇ આસુરી ગુણ તો નથી? કોઈ વાત માં બગડતાં તો નથી, મૂડી તો નથી બનતાં? અનેક વખત તમે પુરુષાર્થ કર્યો છે. બાપ કહે છે તમારે એવું બનવાનું છે. બનાવવા વાળા પણ હાજર છે. કહે છે કલ્પ-કલ્પ તમને એવાં બનાવું છું. કલ્પ પહેલાં જેમણે જ્ઞાન લીધું છે તે જરુર આવીને લેશે. પુરુષાર્થ પણ કરાવાય છે અને બેફિકર પણ રહે છે. ડ્રામા ની નોંધ એવી છે. કોઈ કહે છે - ડ્રામા માં નોંધ હશે તો જરુર કરીશું. સારો ચાર્ટ હશે તો ડ્રામા કરાવશે. સમજાય છે - તેમની તકદીર માં નથી. પહેલા-પહેલા પણ એક એવાં બગડ્યાં હતાં, તકદીર માં નહોતું - બોલ્યાં ડ્રામા માં હશે તો ડ્રામા અમને પુરુષાર્થ કરાવશે. બસ છોડી દીધું. આવાં તમને પણ ખુબ મળે છે. તમારો મુખ્ય ઉદ્દેશ તો આ ઉભો છે, બેજ તો તમારી પાસે છે, જેમ પોતાનો પોતામેલ જુઓ છો તો બેજ ને પણ જુઓ, પોતાની ચાલ-ચલન ને પણ જુઓ. ક્યારેય પણ ક્રિમિનલ (કુદૃષ્ટિ) આંખો ન થાય. મુખ થી કોઇ ઈવિલ (ખરાબ) વાત ન નીકળે. ઈવિલ બોલવા વાળા જ નહીં હશે તો કાન સાંભળશે કેવી રીતે? સતયુગ માં બધાં દૈવીગુણ વાળા હોય છે. ઈવિલ કોઈ વાત નથી. આમણે પણ પ્રારબ્ધ બાપ દ્વારા જ મેળવી છે. આ તો બધાને બોલો બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થઇ જશે. આમાં નુકસાન ની કોઈ વાત નથી. સંસ્કાર આત્મા લઈ જાય છે. સંન્યાસી હશે તો ફરી સંન્યાસી ધર્મ માં આવી જશે. ઝાડ તો તેમનું વધતું રહે છે ને? આ સમયે તમે બદલાઈ રહ્યાં છો. મનુષ્ય જ દેવતા બને છે. બધાં કોઈ એક સાથે થોડી આવશે. આવશે પછી નંબરવાર, ડ્રામા માં કોઈ વગર સમયે એક્ટર થોડી સ્ટેજ પર આવી જશે. અંદર બેઠાં રહે છે. જ્યારે સમય થાય છે તો બહાર સ્ટેજ પર આવે છે પાર્ટ ભજવવાં. તે છે હદ નું નાટક, આ છે બેહદ નું. બુદ્ધિ માં છે આપણે એક્ટર્સે પોતાનાં સમય પર આવીને પોતાનો પાર્ટ ભજવવાનો છે. આ બેહદ નું મોટું ઝાડ છે. નંબરવાર આવતાં જાય છે. પહેલા-પહેલા એક જ ધર્મ હતો બધાં ધર્મ વાળા તો પહેલા-પહેલા આવી ન શકે.

પહેલા તો દેવી-દેવતા ધર્મ વાળા જ આવશે પાર્ટ ભજવવાં, તે પણ નંબરવાર. ઝાડ નાં રહસ્ય ને પણ સમજવાનું છે. બાપ જ આવીને આખાં કલ્પવૃક્ષ નું જ્ઞાન સંભળાવે છે. આની ભેંટ (સરખામણી) પછી નિરાકારી ઝાડ થી થાય છે. એક બાપ જ કહે છે મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નું બીજ હું છું. બીજ માં ઝાડ સમાયેલું નથી પરંતુ ઝાડ નું જ્ઞાન સમાયેલું છે. દરેક નો પોતા-પોતાનો પાર્ટ છે. ચૈતન્ય ઝાડ છે ને? ઝાડ નાં પાંદડા પણ નંબરવાર નીકળશે. આ ઝાડ ને કોઇ પણ સમજતું નથી, આનું બીજ ઉપર માં છે. એટલે આને ઉલ્ટું વૃક્ષ કહેવાય છે. રચયિતા બાપ છે ઉપર માં. તમે જાણો છો આપણે જવાનું છે ઘરે, જ્યાં આત્માઓ રહે છે. હમણાં આપણે પવિત્ર બનીને જવાનું છે. તમારાં દ્વારા યોગબળ થી આખું વિશ્વ પવિત્ર થઇ જાય છે. તમારાં માટે તો પવિત્ર સૃષ્ટિ જોઈએ ને? તમે પવિત્ર બનો છો તો દુનિયા પણ પવિત્ર બનાવવી પડે. બધાં પવિત્ર થઇ જાય છે. તમારી બુદ્ધિ માં છે, આત્મા માં જ મન-બુદ્ધિ છે ને? ચૈતન્ય છે. આત્મા જ જ્ઞાન ને ધારણ કરી શકે છે. તો મીઠાં-મીઠાં બાળકો ને આ બધું રહસ્ય બુદ્ધિ માં હોવું જોઈએ - કેવી રીતે આપણે પુનર્જન્મ લઈએ છીએ. ૮૪ નું ચક્ર તમારું પૂરું થાય છે તો બધાનું પૂરું થાય છે. બધાં પાવન બની જાય છે. આ અનાદિ બનેલો ડ્રામા છે. એક સેકન્ડ પણ થોભતી નથી. સેકન્ડ બાય સેકન્ડ જે કંઈ થાય છે, તે પછી કલ્પ બાદ થશે. દરેક આત્મા માં અવિનાશી પાર્ટ ભરેલો છે. તે એક્ટર્સ ૨-૪ કલાક નો પાર્ટ ભજવે છે. આ તો આત્મા ને નેચરલ પાર્ટ મળેલો છે તો બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ! અતિન્દ્રિય સુખ હમણાં સંગમ નું જ ગવાયેલું છે. બાપ આવે છે, ૨૧ જન્મો નાં માટે આપણે સદા સુખી બનીએ છીએ. ખુશીની વાત છે ને! જે સારી રીતે સમજે અને સમજાવે છે તે સર્વિસ પર લાગ્યાં રહે છે. ઘણાં બાળકો પોતે જ જો ક્રોધી છે તો બીજા માં પણ પ્રવેશતા થઈ જાય છે. તાળી બે હાથ થી વાગે છે. ત્યાં આવું નથી હોતું. અહીં આપ બાળકો ને શિક્ષા મળે છે - કોઈ ક્રોધ કરે તો તમે તેનાં પર ફૂલ ચઢાવો. પ્રેમ થી સમજાવો. આ પણ એક ભૂત છે, ખુબ નુકસાન કરી દેશે. ક્રોધ ક્યારેય ન કરવો જોઈએ. શીખવાડવા વાળા માં તો ક્રોધ બિલકુલ ન હોવો જોઈએ. નંબરવાર પુરુષાર્થ અનુસાર કરતાં રહે છે. કોઈનો તીવ્ર પુરુષાર્થ હોય છે, કોઈનો ઠંડો. ઠંડા પુરુષાર્થ વાળા જરુર પોતાની બદનામી કરશે. કોઈનામાં ક્રોધ છે જ્યાં જાય છે ત્યાંથી નીકાળી દે છે. કોઈ પણ બદચલન વાળા રહી ન શકે. પરીક્ષા જ્યારે પૂરી થશે તો બધાને ખબર પડશે. કોણ-કોણ શું બને છે, બધાં સાક્ષાત્કાર થશે. જે જેવું કામ કરે છે, તેમની તેવી મહિમા થાય છે.

આપ બાળકો ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. તમે બધાં અંતર્યામી છો. આત્મા અંદર માં જાણે છે - આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. આખી સૃષ્ટિ નાં મનુષ્યો ની ચાલ-ચલન નું, બધાં ધર્મો નું તમને જ્ઞાન છે. તેને કહેવાશે - અંતર્યામી. આત્માને બધી ખબર પડી ગઈ. એવું નહીં, ભગવાન ઘટ-ઘટ વાસી છે, એમને જાણવાની શું દરકાર છે? એ તો હમણાં પણ કહે છે જે જેવો પુરુષાર્થ કરશે એવું ફળ પામશે. મારે જાણવાની શું દરકાર છે. જે કરે છે તેની સજા પણ પોતે ભોગવશે. એવી ચલન ચાલશે તો અધમ ગતિ ને પામશે. પદ ખુબ ઓછું થઈ જશે, તે સ્કૂલ માં તો નપાસ થઈ જાય છે તો ફરી બીજા વર્ષે ભણે છે. આ ભણતર તો હોય છે કલ્પ-કલ્પાન્તર માટે. હમણાં ન ભણ્યાં તો કલ્પ-કલ્પાન્તર નહીં ભણશે. ઈશ્વરીય લોટરી તો પૂરી લેવી જોઈએ ને? આ વાતો આપ બાળકો સમજી શકો છો. જ્યારે ભારત સુખધામ હશે ત્યારે બાકી બધાં શાંતિધામ માં હશે. બાળકોને ખુશી હોવી જોઈએ - હવે અમારા સુખ નાં દિવસો આવે છે. દિવાળી નાં દિવસો નજીક હોય છે તો કહે છે ને બાકી આટલાં દિવસ છે પછી નવાં કપડાં પહેરીશું. તમે પણ કહો છો સ્વર્ગ આવી રહ્યું છે, આપણે પોતાનો શ્રુંગાર કરીએ તો પછી સ્વર્ગ માં સારું સુખ મેળવીશું. સાહૂકાર ને તો સાહૂકારી નો નશો રહે છે. મનુષ્ય બિલકુલ ઘોર નિદ્રા માં છે પછી અચાનક ખબર પડશે - આ તો સાચું કહેતાં હતાં. સાચાં ને ત્યારે સમજે જ્યારે સાચાં નો સંગ હોય. તમે હમણાં સાચાં નાં સંગ માં છો. તમે સત્ બનો છો સત્ બાપ દ્વારા. તે બધાં અસત્ય બને છે, અસત્ય દ્વારા. હમણાં કોન્ટ્રાસ્ટ (તફાવત) પણ છપાયેલો રહે કે ભગવાન શું કહે છે અને મનુષ્ય શું કહે છે. મેગેઝિન (પત્રિકા) માં પણ નાખી શકો છો. છેવટે વિજય તો તમારી જ છે, જેમણે કલ્પ પહેલાં પદ પામ્યું છે તે જરુર પામશે. આ સરટેન (નિશ્ચિત) છે. ત્યાં અકાળે મૃત્યુ થતું નથી. આયુ પણ મોટી હોય છે. જ્યારે પવિત્રતા હતી તો મોટી આયુ હતી. પતિત-પાવન પરમાત્મા બાપ છે તો જરુર એમણે જ પાવન બનાવ્યાં હશે. શ્રીકૃષ્ણ ની વાત શોભતી નથી. પુરુષોત્તમ સંગમયુગ પર શ્રીકૃષ્ણ પછી ક્યાંથી આવશે. એ જ ફીચર્સ (ચહેરા) વાળા મનુષ્ય તો પછી હોતાં નથી. ૮૪ જન્મ, ૮૪ ફીચર્સ, ૮૪ એક્ટિવિટી (પ્રવૃત્તિ) - આ પૂર્વ-નિર્ધારિત ખેલ છે. તેમાં ફરક નથી પડી શકતો. ડ્રામા કેવો વન્ડરફુલ બનેલો છે. આત્મા નાનું બિંદુ છે, એમાં અનાદિ પાર્ટ ભરેલો છે - આને કુદરત કહેવાય છે. મનુષ્ય સાંભળીને વન્ડર (આશ્ચર્ય) ખાશે. પરંતુ પહેલાં તો આ પૈગામ (સંદેશ) આપવાનો છે કે બાપ ને યાદ કરો. એ જ પતિત-પાવન છે. સર્વ નાં સદ્દગતિ દાતા છે. સતયુગ માં દુઃખ ની વાત હોતી નથી. કળિયુગ માં તો કેટલું દુઃખ છે. પરંતુ આ વાતો સમજવા વાળા નંબરવાર છે. બાપ તો રોજ સમજાવતાં રહે છે. આપ બાળકો જાણો છો શિવબાબા આવેલાં છે આપણને ભણાવવાં, પછી સાથે લઈ જશે. સાથે રહેવા વાળા થી પણ બાંધેલીઓ વધારે યાદ કરે છે. તે ઉંચ પદ પામી શકે છે. આ પણ સમજ ની વાત છે ને. બાબા ની યાદ માં ખુબ તડપે છે. બાપ કહે છે બાળકો, યાદ ની યાત્રા માં રહો, દૈવીગુણ પણ ધારણ કરો તો બંધન કપાતા જશે. પાપ નો ઘડો ખતમ થઇ જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ચાલ-ચલન દેવતાઓ જેવી બનાવવાની છે. કોઈ પણ ઈવિલ (ખરાબ) બોલ મુખ થી નથી બોલવાનાં. આ આંખો ક્યારેય ક્રિમિનલ (અપવિત્ર) ન થાય.

2. ક્રોધ નું ભૂત ખુબ નુકસાન કરે છે. તાળી બે હાથે થી વાગે છે એટલે કોઈ ક્રોધ કરે તો કિનારો કરી લેવાનો છે, તેમને પ્રેમ થી સમજાવવાનું છે.

વરદાન :-
ત્યાગ , તપસ્યા અને સેવા ભાવ ની વિધિ દ્વારા સદા સફળતા સ્વરુપ ભવ

ત્યાગ અને તપસ્યા જ સફળતા નો આધાર છે. ત્યાગ ની ભાવના વાળા જ સાચાં સેવાધારી બની શકે છે. ત્યાગ થી જ સ્વયં નું અને બીજા નું ભાગ્ય બને છે અને દૃઢ સંકલ્પ કરવો - આ જ તપસ્યા છે. તો ત્યાગ, તપસ્યા અને સેવા ભાવ થી અનેક હદ નાં ભાવ સમાપ્ત થઈ જાય છે. સંગઠન શક્તિશાળી બને છે. એકે કહ્યું બીજાએ કર્યુ, ક્યારેય પણ તું-હું, મારું-તારું ન આવે તો સફળતા સ્વરુપ, નિર્વિઘ્ન બની જશો.

સ્લોગન :-
સંકલ્પ દ્વારા પણ કોઈને દુઃખ ન આપવું - આ જ સંપૂર્ણ અહિંસા છે.

અવ્યક્ત ઇશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો .

યોગ ને જ્વાળા રુપ બનાવવા સેકન્ડ માં બિંદી સ્વરુપ બની મન-બુદ્ધિ ને એકાગ્ર કરવાનો અભ્યાસ વારંવાર કરો. સ્ટોપ કહ્યું અને સેકન્ડ માં વ્યર્થ દેહ-ભાન થી મન-બુદ્ધિ એકાગ્ર થઈ જાય. એવો કંટ્રોલિંગ પાવર આખા દિવસ માં યુઝ કરો. પાવરફુલ બ્રેક દ્વારા મન-બુદ્ધિ ને કંટ્રોલ કરો, જ્યાં મન-બુદ્ધિ ને લગાવવા ઈચ્છો ત્યાં સેકન્ડ માં લાગી જાય.