04-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બધો આધાર યાદ પર છે , યાદ થી જ તમે મીઠાં બની જશો , આ યાદ માં જ માયા નું યુદ્ધ ચાલે છે”

પ્રશ્ન :-
આ ડ્રામા માં કયુ રહસ્ય ખૂબ વિચાર કરવા યોગ્ય છે? જેને આપ બાળકો જ જાણો છો?

ઉત્તર :-
તમે જાણો છો કે ડ્રામા માં એક પાર્ટ બે વખત ભજવાઈ ન શકે. આખી દુનિયામાં જે પણ પાર્ટ ભજવાય છે તે એક-બીજા થી નવો. તમે વિચાર કરો છો કે સતયુગ થી લઈને હમણાં સુધી કેવી રીતે દિવસ બદલાઈ જાય છે. બધી એક્ટિવિટી (પ્રવૃત્તિ) બદલાઈ જાય છે. આત્મા માં ૫ હજાર વર્ષ ની એક્ટિવિટી નો રેકોર્ડ ભરેલો છે, જે ક્યારેય બદલાઈ નથી શકતો. આ નાનકડી વાત આપ બાળકો સિવાય બીજા કોઈની બુદ્ધિ માં નથી આવી શકતી.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને પૂછે છે - મીઠાં-મીઠાં બાળકો, તમે પોતાનાં ભવિષ્ય નું પુરુષોત્તમ મુખ, પુરુષોત્તમ પહેરવેશ જુઓ છો? આ પુરુષોત્તમ સંગમયુગ છે ને? તમે અનુભવ કરો છો કે આપણે ફરી નવી દુનિયા સતયુગ માં આમની વંશાવલી માં જઈશું, જેને સુખધામ કહેવાય છે. ત્યાં માટે જ તમે હમણાં પુરુષોત્તમ બની રહ્યા છો. બેઠાં-બેઠાં આ વિચાર આવવો જોઈએ. વિદ્યાર્થી જ્યારે ભણે છે તો તેમની બુદ્ધિ માં આ જરુર રહે છે-કાલે અમે આ બનીશું. એમ તમે પણ જ્યારે અહીં બેસો છો તો પણ જાણો છો કે આપણે વિષ્ણુ ની રાજધાની માં જઈશું. તમારી બુદ્ધિ હવે અલૌકિક છે. બીજા કોઈ મનુષ્ય ની બુદ્ધિ માં આ વાતો રમણ નહીં કરતી હોય. આ કોઈ સાધારણ સત્સંગ નથી. અહીં બેઠાં છો, સમજો છો સત્ બાબા જેમને શિવ કહે છે આપણે એમનાં સંગ માં બેઠાં છીએ. શિવબાબા જ રચયિતા છે, એ જ આ રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. એ જ આ નોલેજ આપે છે. જેમ કાલ ની વાત સંભળાવે છે. અહીં બેઠાં છો, આ તો યાદ હશે ને? આપણે આવ્યા છીએ રિજ્યુવનેટ (પુન:શક્તિ સંચાર કરવા) થવા અર્થાત્ આ શરીર બદલી દૈવી શરીર લેવાં. આત્મા કહે છે અમારું આ તમોપ્રધાન જૂનું શરીર છે. આને બદલીને આવું શરીર લેવાનું છે. કેટલો સહજ મુખ્ય ઉદ્દેશ છે! ભણાવવા વાળા શિક્ષક જરુર ભણવા વાળા વિદ્યાર્થીઓ કરતાં હોશિયાર હશે ને? ભણાવે છે, સારા કર્મ પણ શીખવાડે છે. હમણાં તમે સમજો છો આપણને ઊંચા માં ઊંચા ભગવાન ભણાવે છે તો જરુર દેવી-દેવતા જ બનાવશે. આ ભણતર છે જ નવી દુનિયા માટે. બીજા કોઈને નવી દુનિયાની જરા પણ ખબર નથી. આ લક્ષ્મી-નારાયણ નવી દુનિયાનાં માલિક હતાં. દેવી-દેવતાઓ પણ તો નંબરવાર હશે ને? બધા એક જેવા તો હોઈ પણ ન શકે કારણકે રાજધાની છે ને? આ વિચાર તમાર ચાલતા રહેવા જોઈએ. આપણે આત્મા હમણાં પતિત થી પાવન બનવા માટે પાવન બાપ ને યાદ કરીએ છીએ. આત્મા યાદ કરે છે પોતાનાં સ્વીટ બાપ ને. બાપ સ્વયં કહે છે તમે મને યાદ કરશો તો પાવન સતોપ્રધાન બની જશો. બધો આધાર યાદ ની યાત્રા પર છે. બાપ જરુર પૂછશે-બાળકો, મને કેટલો સમય યાદ કરો છો? યાદ ની યાત્રા માં જ માયા નું યુદ્ધ ચાલે છે. તમે યુદ્ધ પણ સમજો છો. આ યાત્રા નથી પરંતુ જાણે કે લડાઈ છે, આમાં જ ખૂબ ખબરદાર રહેવાનું છે. નોલેજ માં માયા નાં તોફાન વગેરે ની વાત નથી. બાળકો કહે પણ છે બાબા અમે તમને યાદ કરીએ છીએ, પરંતુ માયા નું એક જ તોફાન નીચે પાડી દે છે. નંબરવન તોફાન છે દેહ-અભિમાન નાં. પછી છે કામ, ક્રોધ, લોભ, મોહ નાં. બાળકો કહે છે બાબા અમે ખૂબ કોશિશ કરીએ છીએ યાદ માં રહેવાની, કોઈ વિઘ્ન ન આવે પરંતુ તો પણ તોફાન આવી જાય છે. આજે ક્રોધ નું, ક્યારેક લોભ નું તોફાન આવ્યું. બાબા આજે અમારી અવસ્થા ખૂબ સારી રહી, કોઈ પણ તોફાન આખો દિવસ નથી આવ્યાં. ખૂબ ખુશી રહી. બાપ ને ખુબ પ્રેમ થી યાદ કર્યાં. સ્નેહ નાં આંસુ પણ આવતા રહ્યાં.બાપની યાદ થી જ બહુ જ મીઠાં બની જશો.

એ પણ સમજે છે આપણે માયા થી હાર ખાતાં-ખાતાં ક્યાં સુધી આવીને પહોંચ્યા છીએ? આ કોઈ સમજે થોડી જ છે? મનુષ્ય તો લાખો વર્ષ કહી દે છે અથવા પરંપરા કહી દે છે. તમે કહેશો આપણે ફરી થી હમણાં મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએ. આ નોલેજ બાપ જ આવીને આપે છે. વિચિત્ર બાપ જ વિચિત્ર નોલેજ આપે છે. વિચિત્ર નિરાકાર ને કહેવાય છે. નિરાકાર કેવી રીતે આ નોલેજ આપે છે? બાપ સ્વયં સમજાવે છે હું કેવી રીતે આ તન માં આવું છું? તો પણ મનુષ્ય મૂંઝાય છે. શું એક આ જ તન માં આવશે? પરંતુ ડ્રામા માં આ જ તન નિમિત્ત બને છે. જરા પણ પરિવર્તન થઈ નથી શકતું. આ વાતો તમે જ સમજીને બીજાઓને સમજાવો છો. આત્મા જ ભણે છે. આત્મા જ શીખે-શીખવાડે છે. આત્મા બહુ જ મુલ્યવાન છે. આત્મા અવિનાશી છે, ફક્ત શરીર ખતમ થાય છે. આપણે આત્માઓ આપણા પરમપિતા પરમાત્મા પાસે થી રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ની ૮૪ જન્મો ની નોલેજ લઈ રહ્યા છીએ. નોલેજ કોણ લે છે? આપણે આત્મા. આપ આત્માઓએ જ નોલેજફુલ બાપ દ્વારા મૂળવતન, સૂક્ષ્મવતન ને જાણ્યું છે. મનુષ્યો ને ખબર જ નથી કે આપણે સ્વયં ને આત્મા સમજવાનું છે. મનુષ્ય તો પોતાને શરીર સમજી ઉલ્ટા લટકી પડ્યા છે. ગાયન છે આત્મા સત્, ચિત્ત, આનંદ સ્વરુપ છે. પરમાત્મા ની સૌથી વધારે મહિમા છે. એક બાપ ની કેટલી મહિમા છે? એ જ દુઃખહર્તા, સુખકર્તા છે. મચ્છર વગેરેની તો આટલી મહિમા નહીં કરશે કે તે દુ:ખહર્તા, સુખકર્તા, જ્ઞાન નાં સાગર છે. ના, આ છે બાપની મહિમા. આપ બાળકો પણ માસ્ટર દુખહર્તા, સુખકર્તા છો. આપ બાળકોને પણ આ જ્ઞાન નહોતું, જાણે બાળક બુદ્ધિ હતાં. બાળકો માં જ્ઞાન નથી હોતું અને કોઈ અવગુણ પણ નથી હોતાં, એટલે એમને મહાત્મા કહેવાય છે કારણકે પવિત્ર છે. જેટલું નાનું બાળક એટલું નંબરવન ફૂલ. બિલ્કુલ જ જાણે કર્માતીત અવસ્થા છે. કર્મ-અકર્મ-વિકર્મ ને કંઈ પણ નથી જાણતાં એટલે એ ફૂલ છે. બધાંને કશિશ (આકર્ષિત) કરે છે. જેમ એક બાપ બધાને કશિશ કરે છે. બાપ આવ્યા જ છે બધાને કશિશ કરીને સુંગંધિત ફૂલ બનાવવાં. ઘણાં તો કાંટા નાં કાંટા જ રહી જાય છે. ૫ વિકારો નાં વશીભૂત થવા વાળા ને કાંટા કહેવાય છે. નંબરવન કાંટો છે દેહ-અભિમાન નો, જેનાથી બીજા કાંટાઓ નો જન્મ થાય છે. કાંટાઓ નું જંગલ ખૂબ દુઃખ આપે છે. જાત-જાત નાં કાંટા જંગલ માં હોય છે ને? એટલે આને દુઃખધામ કહેવાય છે. નવી દુનિયામાં કાંટા નથી હોતા એટલે તેને સુખધામ કહેવાય છે. શિવબાબા ફૂલો નો બગીચો લગાવે છે, રાવણ કાંટાઓનું જંગલ લગાવે છે એટલે રાવણને કાંટાઓ ની ઝાડીઓ થી બાળે છે અને બાપ પર ફૂલ ચઢાવે છે. આ વાતો ને બાપ જાણે અને બાળકો જાણે બીજા કોઈ ન જાણે.

આપ બાળકો જાણો છો-ડ્રામા માં એક પાર્ટ બે વાર ચાલી ન શકે. બુદ્ધિ માં છે આખી દુનિયા માં જે પાર્ટ ભજવાય છે તે એક-બીજા થી નવો. તમે વિચાર કરો સતયુગ થી લઈને હમણાં સુધી કેવી રીતે દિવસ બદલાઈ જાય છે. બધી એક્ટિવિટી જ બદલાઈ જાય છે. ૫ હજાર વર્ષ ની એક્ટિવિટી નો રેકોર્ડ આત્મા માં ભરેલો છે. તે ક્યારેય બદલાઈ ન શકે. દરેક આત્મા માં પોત-પોતાનો પાર્ટ ભરેલો છે. આ નાનકડી વાત પણ કોઈ ની બુદ્ધિ માં આવી ન શકે. આ ડ્રામા નાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ને તમે જાણો છો. આ સ્કૂલ છે ને?. પવિત્ર બની બાપ ને યાદ કરવાનું ભણતર બાપ ભણાવે છે. આ વાતો ક્યારેય વિચારી હતી કે બાપ આવીને આમ પતિત થી પાવન બનવાનું ભણતર ભણાવશે? આ ભણતર થી જ આપણે વિશ્વનાં માલિક બનીશું? ભક્તિ માર્ગ નાં પુસ્તક જ અલગ છે, તેને ક્યારેય ભણતર નથી કહેવાતું. જ્ઞાન વગર સદ્દગતિ થાય પણ કેવી રીતે? બાપ વગર જ્ઞાન ક્યાંથી આવે જેનાથી સદ્દગતિ થાય? સદ્દગતિ માં જ્યારે તમે હશો ત્યારે ભક્તિ કરશો? ના, ત્યાં છે જ અપાર સુખ, પછી ભક્તિ શા માટે કરો? આ જ્ઞાન હમણાં જ તમને મળે છે. બધું જ્ઞાન આત્મા માં રહે છે. આત્મા નો કોઈ ધર્મ નથી હોતો. આત્મા જ્યારે શરીર ધારણ કરે છે પછી કહે છે ફલાણા આ-આ ધર્મ નાં છે. આત્મા નો ધર્મ શું છે? એક તો આત્મા બિંદુ જેવો છે અને શાંત સ્વરુપ છે, શાંતિધામ માં રહે છે.

હવે બાપ સમજાવે છે બધાં બાળકો નો બાપ પર હક છે. ઘણાં બાળકો છે જે બીજા-બીજા ધર્મો માં કનવર્ટ (રુપાંતર) થઈ ગયા છે. તે પછી નીકળીને પોતાનાં અસલી ધર્મ માં આવી જશે. જે દેવી-દેવતા ધર્મ છોડીને બીજા ધર્મ માં ગયા છે તે બધાં પાન પાછા આવીને પોતાની જગ્યા પર આવી જશે. તમારે પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપવાનો છે. આ વાતો માં જ બધાં મૂંઝાયેલા છે. આપ બાળકો સમજો છો હમણાં આપણને કોણ ભણાવે છે? બેહદનાં બાપ. શ્રીકૃષ્ણ તો દેહધારી છે, આમને (બ્રહ્મા બાબાને) પણ દાદા કહેવાશે. તમે બધા ભાઈ-ભાઈ છો ને? પછી છે પદ ઉપર. ભાઈ નું શરીર કેવું છે? બહેન નું શરીર કેવું છે? આત્મા તો એક નાનો સિતારો છે. આટલી બધી નોલેજ એક નાનકડા સિતારા માં છે. સિતારો શરીર વગર વાત પણ નથી કરી શકતો. સિતારા ને પાર્ટ ભજવવા માટે આટલાં બધા ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) મળેલા છે. આપ સિતારાઓ ની દુનિયા જ અલગ છે. આત્મા અહીં આવીને પછી શરીર ધારણ કરે છે. શરીર નાનું-મોટું થાય છે. આત્મા જ પોતાનાં બાપ ને યાદ કરે છે. તે પણ જ્યાં સુધી શરીર માં છે. ઘર માં આત્મા બાપ ને યાદ કરશે? ના. ત્યાં કાંઈ પણ ખબર નથી પડતી-આપણે ક્યાં છીએ? આત્મા અને પરમાત્મા બંને જ્યારે શરીર માં છે ત્યારે આત્માઓ અને પરમાત્મા નો મેળો કહેવાય છે. ગાયન પણ છે આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ… કેટલો સમય અલગ રહ્યાં? યાદ આવે છે-કેટલો સમય અલગ રહ્યાં? સેકન્ડ-સેકન્ડ પસાર થતા ૫ હજાર વર્ષ વીતી ગયાં. પછી એક નંબર થી શરુ કરવાનું છે, એક્યુરેટ હિસાબ છે. હમણાં તમને કોઈ પૂછે આમણે ક્યારે જન્મ લીધો હતો? તો તમે એક્યુરેટ બતાવી શકો છો. શ્રીકૃષ્ણ જ પહેલાં નંબર માં જન્મ લે છે. શિવ ની તો કંઈ પણ મિનિટ, સેકન્ડ ન કાઢી શકાય. શ્રીકૃષ્ણ માટે તિથિ-તારીખ, મિનિટ, સેકન્ડ કાઢી શકાય છે. મનુષ્યો ની ઘડિયાળ માં ફરક પડી શકે છે. શિવબાબા નાં અવતરણ માં તો બિલકુલ ફરક નથી પડી શકતો. ખબર જ નથી પડતી ક્યારે આવ્યાં? એવું પણ નથી, સાક્ષાત્કાર થયો ત્યારે આવ્યાં. ના, અંદાજ લગાવી શકાય છે. મિનિટ-સેકન્ડ નો હિસાબ ન બતાવી શકાય. એમનું અવતરણ પણ અલૌકિક છે, એ આવે જ છે બેહદ ની રાત નાં સમયે. બાકી બીજા જે પણ અવતરણ વગેરે થાય છે, એમની ખબર પડે છે. આત્મા શરીર માં પ્રવેશ કરે છે. નાનું શરીર ધારણ કરે છે પછી ધીમે-ધીમે મોટું થાય છે. શરીર ની સાથે આત્મા બહાર આવે છે. આ બધી વાતો નું વિચાર સાગર મંથન કરી પછી બીજાઓને સમજાવવાનું હોય છે. કેટલાં અસંખ્ય મનુષ્ય છે? એક ન મળે બીજા સાથે. કેટલો મોટો માંડવો છે. જેમ મોટો હોલ છે, જેમાં બેહદ નું નાટક ચાલે છે.

આપ બાળકો અહીં આવો છો નર થી નારાયણ બનવા માટે. બાપ જે નવી સૃષ્ટિ રચે છે તેમાં ઊંચ પદ લેવા માટે. બાકી આ જે જૂની દુનિયા છે તે તો વિનાશ થવાની છે. બાબા દ્વારા નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. બાબાએ પછી પાલના પણ કરવાની છે. જરુર જ્યારે આ શરીર છોડે ત્યાર પછી સતયુગ માં નવું શરીર લઈને પાલના કરે. તેની પહેલાં આ જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો છે. ભંભોર ને આગ લાગશે. અંત માં આ ભારત જ રહેશે બાકી તો ખલાસ થઈ જશે. ભારત માં પણ થોડા બચશે. તમે હમણાં મહેનત કરી રહ્યા છો કે વિનાશ પછી સજાઓ ન ખાઈએ, જો વિકર્મ વિનાશ નહીં થશે તો સજાઓ પણ ખાશે અને પદ પણ નહીં મળશે. તમને જયારે કોઈ પૂછે છે તમે કોની પાસે જાઓ છો? તો બોલો, શિવબાબા ની પાસે, જે બ્રહ્મા નાં તન માં આવેલા છે. આ બ્રહ્મા કોઈ શિવ નથી. જેટલા બાપ ને જાણશો તો બાપ ની સાથે પ્રેમ પણ રહેશે. બાબા કહે છે બાળકો તમે બીજા કોઈને પ્રેમ નહીં કરો, બીજા સાથે પ્રેમ તોડી એક સાથે જોડો. જેમ આશિક માશુક હોય છે ને? આ પણ એવું છે. ૧૦૮ સાચાં આશિક બને છે, તેમાં પણ ૮ સાચાં-સાચાં બને છે. ૮ ની પણ માળા હોય છે ને? ૯ રત્ન ગવાયેલા છે. ૮ દાણા, ૯ માં બાબા. મુખ્ય છે ૮ દેવતાઓ, પછી ૧૬,૧૦૮ શહજાદા-શહજાદીઓ નું કુટુંબ બને છે ત્રેતા અંત સુધી. બાબા તો હથેળી પર બહિશ્ત દેખાડે છે. આપ બાળકોને નશો છે કે આપણે તો સૃષ્ટિ નાં માલિક બનીએ છીએ. બાબા સાથે એવો સોદો કરવાનો છે. કહે છે કોઈ વિરલા વેપારી આ સોદો કરે. એવો કોઈ વેપારી થોડી છે? તો બાળકો એવાં ઉમંગ માં રહો અમે જઈએ છીએ બાબાની પાસે. ઊપર વાળા બાબા. દુનિયાને ખબર નથી, તેઓ કહેશે કે એ તો અંત માં આવે છે. હમણાં એ જ કળિયુગ નો અંત છે. તે જ ગીતા, મહાભારત નો સમય છે, એ જ યાદવ જે મૂસળ કાઢી રહ્યા છે. એ જ કૌરવો નું રાજ્ય અને એ જ તમે પાંડવ ઊભા છો.

આપ બાળકો હમણાં ઘરે બેસી પોતાની કમાણી કરી રહ્યા છો. ભગવાન ઘેર બેઠાં આવેલા છે એટલે બાબા કહે છે કે પોતાની કમાણી કરી લો. આ જ હીરા જેવો જન્મ અમોલક (અમૂલ્ય) ગવાયેલો છે. હવે આને કોડી માટે ખોવાનો નથી. હવે તમે આ આખી દુનિયાને રામરાજ્ય બનાવો છો. તમને શિવ થી શક્તિ મળી રહી છે. બાકી આજકાલ ઘણા નાં અકાળે મૃત્યુ પણ થઈ જાય છે. બાબા બુદ્ધિનું તાળું ખોલે છે અને માયા બુદ્ધિનું તાળું બંધ કરી દે છે. હમણાં આપ માતાઓને જ જ્ઞાન નો કળશ મળેલો છે. અબળાઓને બળ આપવા વાળા એ છે. આ જ જ્ઞાન-અમૃત છે. શાસ્ત્રો નાં જ્ઞાન ને કોઈ અમૃત નહીં કહેવાશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપની કશિશ માં રહીને સુગંધિત ફૂલ બનવાનું છે. પોતાનાં સ્વીટ (મીઠાં) બાપ ને યાદ કરી દેહ-અભિમાન નાં કાંટા ને બાળી દેવાનો છે.

2. આ હીરા તુલ્ય જન્મ માં અવિનાશી કમાણી જમા કરવાની છે, કોડીઓ માટે આને ગુમાવવાની નથી. એક બાપ સાથે સાચ્ચો પ્રેમ કરવાનો છે, એક નાં સંગ માં રહેવાનું છે.

વરદાન :-
બ્રાહ્મણ - જીવન માં સદા ખુશી નો ખોરાક ખાવા અને ખુશી વહેંચવા વાળા ખુશ નસીબ ભવ

આ દુનિયા માં આપ બ્રાહ્મણો જેવા ખુશનસીબ કોઈ હોય ન શકે કારણકે આ જીવન માં જ તમને બધાને બાપદાદા નું દિલતખ્ત મળે છે. સદા ખુશી નો ખોરાક ખાઓ છો અને ખુશી વહેંચો છો. આ સમયે બેફિકર બાદશાહ છો. આવું બેફિકર જીવન આખા કલ્પ માં બીજા કોઈ પણ યુગ માં નથી. સતયુગ માં બેફિકર હશો પરંતુ ત્યાં જ્ઞાન નહીં હશે, હમણાં તમને જ્ઞાન છે એટલે દિલ થી નીકળે છે કે મારા જેવું ખુશનસીબ કોઈ નથી.

સ્લોગન :-
સંગમયુગ નાં સ્વરાજ્ય અધિકારી જ ભવિષ્ય નાં વિશ્વ રાજ્ય અધિકારી બને છે.