05-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  17.10.2003    બાપદાદા મધુબન


“ આખું વર્ષ - સંતુષ્ટમણી બની સદા સંતુષ્ટ રહેજો અને બધાને સંતુષ્ટ કરજો”
 


આજે દિલારામ બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં, સામેવાળાઓ ને પણ અને દૂર હોવા છતાં સમીપ વાળાઓ ને પણ દરેક રાજ-દુલારા, અતિ પ્રિય બાળકો ને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. દરેક બાળક રાજા છે એટલે રાજ-દુલારા છે. આ પરમાત્મ-પ્રેમ, દુલાર વિશ્વ માં ખૂબ થોડાક આત્માઓ ને પ્રાપ્ત થાય છે. પરંતુ આપ સર્વ પરમાત્મ-પ્રેમ, પરમાત્મ-દુલાર નાં અધિકારી છો. દુનિયાનાં આત્માઓ પોકારી રહ્યા છે આવો, આવો પરંતુ તમે બધા પરમાત્મ-પ્રેમ અનુભવ કરી રહ્યા છો. પરમાત્મ-પાલના માં પાલન થઇ રહ્યું છે. આવું પોતાનું ભાગ્ય અનુભવ કરો છો? બાપદાદા બધા બાળકો ને ડબલ રાજ્ય અધિકારી જોઈ રહ્યા છે. હમણાં નાં પણ સ્વરાજ્ય અધિકારી રાજા છો અને ભવિષ્ય માં તો રાજ્ય તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. તો ડબલ રાજા છો. બધા રાજા છો ને? પ્રજા તો નથી? રાજયોગી છો કે કોઈ-કોઈ પ્રજા યોગી પણ છો? છો કોઈ પ્રજા યોગી? પાછળ વાળા રાજયોગી છો? પ્રજા યોગી કોઈ નથી ને? પાક્કું? વિચારીને હા કરજો! રાજ અધિકારી અર્થાત્ સર્વ સૂક્ષ્મ અને સ્થૂળ કર્મેન્દ્રિયો નાં અધિકારી કારણકે સ્વરાજ્ય છે ને? તો ક્યારેક-ક્યારેક રાજા બનો છો કે સદા રાજા રહો છો? મૂળ છે પોતાનાં મન-બુદ્ધિ-સંસ્કાર નાં પણ અધિકારી છો? સદા અધિકારી છો કે ક્યારેક-ક્યારેક? સ્વરાજ્ય તો સદા સ્વરાજ્ય હોય છે કે એક દિવસ હોય છે બીજા દિવસે નથી હોતું. રાજ્ય તો સદા હોય છે ને? તો સદા સ્વરાજ્ય અધિકારી અર્થાત્ સદા મન-બુદ્ધિ-સંસ્કાર ઉપર અધિકાર. સદા છે? સદા માં હા નથી કરતાં? ક્યારેક મન તમને ચલાવે છે કે તમે મન ને ચલાવો છો? ક્યારેય મન માલિક બને છે? બને છે ને? તો સદા સ્વરાજ્ય અધિકારી સો વિશ્વ રાજ્ય અધિકારી.

સદા ચેક કરો - જેટલો સમય અને જેટલા પાવર થી પોતાની કર્મેન્દ્રિયો, મન-બુદ્ધિ-સંસ્કાર ઉપર હમણાં અધિકારી બનો છો એટલો જ ભવિષ્ય માં રાજ્ય અધિકાર મળે છે. જો હમણાં પરમાત્મ-પાલના, પરમાત્મ-ભણતર, પરમાત્મ-શ્રીમત નાં આધાર પર આ એક સંગમયુગ નો જન્મ સદા અધિકારી નથી તો ૨૧ જન્મ કેવી રીતે રાજ્ય અધિકારી બનશો? હિસાબ છે ને? આ સમય નું સ્વરાજ્ય, સ્વ નાં રાજા બનવાથી જ ૨૧ જન્મ ની ગેરંટી છે. હું કોણ અને શું બનીશ? પોતાનું ભવિષ્ય વર્તમાન નાં અધિકાર દ્વારા સ્વયં જ જાણી શકો છો. વિચારો, આપ વિશેષ આત્માઓ ની અનાદિ-આદિ પર્સનાલિટી અને રોયલ્ટી કેટલી ઊંચી છે? અનાદિ રુપ માં જુઓ જ્યારે આપ આત્માઓ પરમધામ માં રહો છો તો કેટલાં ચમકતા આત્માઓ દેખાઓ છો. એ ચમક ની રોયલ્ટી, પર્સનાલિટી કેટલી ઊંચી છે! દેખાય છે? અને બાપ ની સાથે-સાથે આત્મા રુપ માં પણ રહો છો, સમીપ રહો છો. જેવી રીતે આકાશ માં કોઈ-કોઈ તારાઓ ખૂબ વધારે ચમકવા વાળા હોય છે ને? એવી રીતે આપ આત્માઓ પણ વિશેષ બાપ સાથે વધારે વિશેષ ચમકતા તારાઓ છો. પરમધામ માં પણ આપ બાપ નાં સમીપ છો અને પછી આદિ સતયુગ માં પણ આપ દેવ આત્માઓ ની પર્સનાલિટી, રોયલ્ટી કેટલી ઊંચી છે? આખા કલ્પ માં ચક્ર લગાવો, ધર્મ આત્મા થઈ ગયા, મહાત્મા થઈ ગયા, ધર્મ પિતાઓ થઈ ગયા, નેતાઓ થઈ ગયા, અભિનેતાઓ થઈ ગયા આવી પર્સનાલિટી કોઈની છે, જે આપ દેવ આત્માઓ ની સતયુગ માં છે? પોતાનું દેવ સ્વરુપ સામે આવી રહ્યું છે ને? આવી રહ્યું છે કે ખબર નથી અમે બનીશું કે નહીં? પાક્કું છે ને? પોતાનું દેવ રુપ સામે લાવો અને જુઓ, પર્સનાલિટી સામે આવી ગઈ? કેટલી રોયલ્ટી છે, પ્રકૃતિ પણ પર્સનાલિટી વાળી થઈ જાય છે. પક્ષી, વૃક્ષ, ફળ, ફૂલ બધા પર્સનાલિટી વાળા, રોયલ. સારું પછી આવો નીચે, તો પોતાનું પૂજ્ય રુપ જોયું છે? તમારી પૂજા થાય છે! ડબલ ફોરનર્સ પૂજ્ય બનશે કે ઈન્ડિયા વાળા બનશે? તમે લોકો દેવીઓ, દેવતાઓ બન્યા છો? સૂંઢ વાળા નથી, પૂંછ વાળા નથી. દેવીઓ પણ તે કાળી રુપ નથી, પરંતુ દેવતાઓ નાં મંદિર માં જુઓ, તમારા પૂજ્ય સ્વરુપ ની કેટલી રોયલ્ટી છે, કેટલી પર્સનાલિટી છે? મૂર્તિ હશે, ૪ ફૂટ, પ ફૂટ ની અને મંદિર કેટલું મોટું બનાવે છે! આ રોયલ્ટી અને પર્સનાલિટી છે. આજકાલ નાં ભલે પ્રાઈમ મિનિસ્ટર હોય, કે રાજા છે પરંતુ તડકા માં બિચારા નું પૂતળું બનાવીને રાખી દેશે, કાંઈ પણ થતું રહે. અને તમારા પૂજ્ય સ્વરુપ ની પર્સનાલિટી કેટલી ઊંચી છે? છે ને ખૂબ સરસ? કુમારીઓ બેઠી છે ને? રોયલ્ટી છે ને તમારી? પછી અંત માં સંગમયુગ માં પણ આપ સર્વ ની રોયલ્ટી કેટલી ઊંચી છે? બ્રાહ્મણ-જીવન ની પર્સનાલિટી કેટલી ઊંચી છે? ડાયરેક્ટ ભગવાને તમારા બ્રાહ્મણ-જીવન માં પર્સનાલિટી અને રોયલ્ટી ભરી છે. બ્રાહ્મણ-જીવન નાં ચિત્રકાર કોણ? સ્વયં બાપ. બ્રાહ્મણ-જીવન ની પર્સનાલિટી રોયલ્ટી કઈ છે? પ્યોરિટી (પવિત્રતા). પ્યોરિટી જ રોયલ્ટી છે. છે ને? બ્રાહ્મણ આત્માઓ બધા જે પણ બેઠાં છો તે પ્યોરિટી ની રોયલ્ટી છે ને? હા, ડોક હલાવો. પાછળ વાળા હાથ ઉઠાવી રહ્યા છે. તમે પાછળ નથી, સામે છો. જુઓ, નજર પાછળ જાય છે, આગળ તો આવી રીતે જોવું પડે છે પાછળ આપમેળે જાય છે.

તો ચેક કરો - પ્યોરિટી ની પર્સનાલિટી સદા રહે છે? મન્સા-વાચા-કર્મણા, વૃત્તિ, દૃષ્ટિ અને કૃતિ બધા માં પ્યોરિટી છે? મન્સા પ્યોરિટી અર્થાત્ સદા અને સર્વ પ્રત્યે શુભ ભાવના, શુભકામના - સર્વ પ્રત્યે. તે આત્મા કેવો પણ હોય પરંતુ પ્યોરિટી ની રોયલ્ટી ની મન્સા છે - સર્વ પ્રત્યે શુભ ભાવના, શુભકામના, કલ્યાણ ની ભાવના, રહેમ ની ભાવના, દાતાપણા ની ભાવના. અને દૃષ્ટિ માં કાં તો સદા દરેક નાં પ્રત્યે આત્મિક સ્વરુપ દેખાય અથવા ફરિશ્તા રુપ દેખાય. ભલે તે ફરિશ્તા નથી બન્યા, પરંતુ મારી દૃષ્ટિ માં ફરિશ્તા રુપ અને આત્મિક રુપ જ હોય અને કૃતિ અર્થાત્ સંબંધ-સંપર્ક માં, કર્મ માં આવતા, એમાં સદા જ સર્વ પ્રત્યે સ્નેહ આપવો, સુખ આપવું. ભલે બીજા સ્નેહ આપે, ન આપે પરંતુ મારું કર્તવ્ય છે સ્નેહ આપીને સ્નેહી બનાવવાં. સુખ આપવું. સ્લોગન છે ને? ન દુઃખ આપો, ન દુઃખ લો. આપવાનું પણ નથી, લેવાનું પણ નથી. આપવા વાળા તમને ક્યારેક દુઃખ પણ આપી દે પરંતુ તમે એને સુખ ની સ્મૃતિ થી જુઓ. નીચે પડી ગયેલા ને પડાતા નથી, નીચે પડેલા ને સદા ઊંચા ઉઠાવાય છે. તે પરવશ થઈને દુઃખ આપી રહ્યા છે. પડી ગયા ને? તો એમને પાડવાના નથી વધારે તે બિચારાને એક લાત (પગ) મારી લો, એવું નહીં. એમને સ્નેહ થી ઊંચા ઉઠાવો. એમાં પણ ફર્સ્ટ ચેરિટી બિગેન્સ એટ હોમ. પહેલાં તો ચેરિટી બિગેન્સ હોમ છે ને? પોતાનાં સર્વ સાથી, સેવા નાં સાથી, બ્રાહ્મણ-પરિવાર નાં સાથી દરેક ને ઊંચા ઉઠાવો. તે પોતાને ખરાબીઓ દેખાડે પણ પરંતુ તમે એમની વિશેષતા જુઓ. નંબરવાર તો છે ને? જુઓ, માળા તમારી યાદગાર છે. તો બધા એક નંબર તો નથી ને? ૧૦૮ નંબર છે ને? તો નંબરવાર છે અને રહેશે પરંતુ મારી ફરજ શું છે? આ નથી વિચારવાનું સારું હું ૮ માં તો છું જ નહીં, ૧૦૮ માં કદાચ આવી જઈશ, આવી જઈશ. તો ૧૦૮ માં છેલ્લે પણ હોઈ શકે છે તો મારા પણ તો કંઈક સંસ્કાર હશે ને, પરંતુ ના. બીજાઓને સુખ આપતા-આપતા, સ્નેહ આપતા-આપતા તમારા સંસ્કાર પણ સ્નેહી, સુખી બની જ જવાના છે. આ સેવા છે અને આ સેવા ફર્સ્ટ ચેરિટી બિગેન્સ એટ હોમ.

બાપદાદા ને આજે એક વાત પર હસવું આવી રહ્યું હતું, બતાવે? જોજો તમને પણ હસવું આવશે. બાપદાદા તો બાળકો નો ખેલ જોતા રહે છે ને? બાપદાદા એક સેકન્ડ માં ક્યારેક કોઈ સેન્ટર નું ટી.વી. ખોલી દે છે, ક્યારેક કોઈ સેન્ટર નું, ક્યારેક ફોરેન નું, ક્યારેક ઈન્ડિયા ની સ્વીચ ઓન કરી દે છે, ખબર પડી જાય છે, શું કરી રહ્યા છે કારણકે બાપ ને બાળકો સાથે પ્રેમ છે ને? બાળકો પણ કહે છે સમાન બનવું જ છે. પાક્કું છે ને? સમાન બનવાનું જ છે! વિચારીને હાથ ઉઠાવો. હા જે સમજે છે, મરવું પડે, નમવું પડે, સહન કરવું પડે, સાંભળવું પડે, પરંતુ સમાન બનીને જ દેખાડીશું! તે હાથ ઉઠાવો. કુમારીઓ વિચારીને હાથ ઉઠાવજો. આમનો ફોટો કાઢો. કુમારીઓ ખૂબ છે. મરવું પડશે? નમવું પડશે? પાંડવ, ઉઠાવો. સાંભળ્યું? સમાન બનવાનું છે. સમાન નહીં બનશો તો મજા નહીં આવશે. પરમધામ માં પણ સમીપ નહીં રહેશો. પૂજ્ય માં પણ ફરક પડી જશે, સતયુગ નાં રાજ્ય-ભાગ્ય માં પણ ફરક પડી જશે.

બ્રહ્મા બાપ સાથે તમારો પ્રેમ છે ને?, ડબલ વિદેશીઓનો સૌથી વધારે પ્રેમ છે. જેમનો બ્રહ્મા બાપ સાથે જીગરી, દિલ નો પ્રેમ છે તે હાથ ઉઠાવો. સારું પાક્કો પ્રેમ છે ને? હમણાં પ્રશ્ન પૂછશે, પ્રેમ જેમની સાથે હોય છે, તો પ્રેમ ની નિશાની છે જે તેમને ગમે, તે પ્રેમ કરવા વાળા ને પણ ગમશે, બંને નાં સંસ્કાર, સંકલ્પ, સ્વભાવ મળે છે ત્યારે તે પ્રેમ લાગે છે. તો બ્રહ્મા બાપ સાથે પ્રેમ છે તો એકવીસ જન્મ, પહેલાં જન્મ થી લઈને, બીજા, ત્રીજા માં આવો તો સારું નહીં પરંતુ ફર્સ્ટ જન્મ થી લઈને છેલ્લા જન્મ સુધી સાથે રહેશો, ભિન્ન-ભિન્ન રુપ માં સાથે રહેશો. તો સાથે કોણ રહી શકે છે? જે સમાન હશે. તે નંબરવન આત્મા છે. તો સાથે કેવી રીતે રહેશો? નંબરવન બનશો ત્યારે તો સાથે રહેશો, બધા માં નંબરવન, મન્સા માં, વાણી માં, વૃત્તિ માં, દૃષ્ટિ માં, કૃતિ માં, બધા માં. તો નંબરવન છો કે નંબરવાર છો? તો જો પ્રેમ છે તો પ્રેમ માટે કાંઈ પણ કુરબાન કરવું મુશ્કેલ નથી હોતું. છેલ્લો જન્મ કળિયુગ નાં અંત માં પણ બોડી કોન્શિયસ પ્રેમ વાળા પણ જાન (પ્રાણ) કુરબાન કરી દે છે. તો તમે જો બ્રહ્મા બાબા નાં પ્રેમ માં પોતાનાં સંસ્કાર પરિવર્તન કર્યા તો શું મોટી વાત છે? મોટી વાત છે શું? નથી. તો આજ થી બધા નાં સંસ્કાર બદલાઈ ગયાં! પાક્કું? રિપોર્ટ આવશે, તમારા સાથી લખશે, પાક્કું? સાંભળી રહ્યા છે દાદીઓ, કહે છે સંસ્કાર બદલાઈ ગયા કે સમય લાગશે? શું? મોહિની (ન્યૂયોર્ક) સંભળાવે, બદલશો ને? આ બધા બદલશે ને? અમેરિકા વાળા તો બદલાઈ જશે. હસવાની વાત તો રહી ગઈ.

હસવાની આ વાત છે - તો બધા કહે છે કે પુરુષાર્થ તો ખૂબ કરીએ છીએ અને બાપદાદા ને જોઈને રહેમ પણ આવે છે પુરુષાર્થ ખૂબ કરે છે, ક્યારેક-ક્યારેક મહેનત ખૂબ કરે છે અને કહે શું છે - શું કરીએ, મારા સંસ્કાર એવા છે! સંસ્કાર ને ઉપર કહીને પોતાને હલ્કા કરી દે છે પરંતુ બાપે આજે જોયું કે આજે આપ કહો છો કે મારા સંસ્કાર છે, તો શું તમારા આ સંસ્કાર છે? તમે આત્મા છો, આત્મા છો ને? શરીર તો નથી ને? તો આત્મા નાં સંસ્કાર શું છે? અને ઓરિજનલ તમારા સંસ્કાર કયા છે? જેને આજે તમે મારા કહો છો તે મારા છે કે રાવણ નાં છે? કોનાં છે? તમારા છે? નથી? તો મારા કેમ કહો છો? કહો તો એમ જ છો ને કે મારા સંસ્કાર એવા છે? તો આજ થી આ નથી કહેતા, મારા સંસ્કાર. ના. ક્યારેક અહીં-ત્યાંથી ઉડીને કચરો આવી જાય છે ને? તો આ રાવણ ની વસ્તુ આવી ગઈ તો એને મારા કેમ કહો છો? છે મારા? નથી ને? તો હવે ક્યારેય નહીં કહેતા, જ્યારે મારા શબ્દ બોલો તો યાદ કરો હું કોણ અને મારા સંસ્કાર શું? બોડી-કોન્શિયસ માં મારા સંસ્કાર છે, આત્મ-અભિમાની માં આ સંસ્કાર નથી. તો હવે આ ભાષા પણ પરિવર્તન કરજો. મારા સંસ્કાર કરીને અલબેલા થઈ જાઓ છો. કહેશે ભાવ નથી, સંસ્કાર છે. સારું, બીજો શબ્દ શું કહો છો? મારો સ્વભાવ. હવે સ્વભાવ શબ્દ કેટલો સારો છે. સ્વ તો સદા સારું હોય છે. મારો સ્વભાવ, સ્વ નો ભાવ સારો હોય છે, ખરાબ નથી હોતો. તો આ જે શબ્દ યુઝ કરો છો ને, મારો સ્વભાવ છે, મારા સંસ્કાર છે, હવે આ ભાષા ને ચેન્જ કરો, જ્યારે પણ મારો શબ્દ આવે, તો યાદ કરો મારા સંસ્કાર ઓરિજીનલ કયા છે? આ કોણ બોલે છે? આત્મા બોલે છે આ મારા સંસ્કાર છે? તો જ્યારે આ વિચારશો ને તો પોતાની ઉપર જ હસવું આવશે, આવશે ને હસવું? હસવું આવશે તો જે ખિટખિટ કરો છો તે ખતમ થઈ જશે. આને કહેવાય છે ભાષા નું પરિવર્તન કરવું અર્થાત્ દરેક આત્મા પ્રત્યે સ્વમાન અને સન્માન માં રહેવું. સ્વયં પણ સદા સ્વમાન માં રહો, બીજાઓને પણ સ્વમાન થી જુઓ. સ્વમાન થી જોશો ને તો પછી જે કોઈ પણ વાતો બને છે, જે તમને પણ પસંદ નથી, ક્યારેય પણ કોઈ ખિટખિટ થાય છે તો પસંદ આવે છે? નથી આવતી ને? તો જુઓ જ એક-બીજા ને સ્વમાન થી. આ વિશેષ આત્મા છે, આ બાપ ની પાલના વાળો આત્મા છે. આ કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ આત્મા છે. ફક્ત એક વાત કરો - પોતાનાં નયનો માં બિંદુ ને સમાવી દો, બસ. એક બિંદુ થી તો જુઓ છો, બીજું બિંદુ પણ સમાવી દો તો કાંઈ પણ નહીં થાય, મહેનત કરવી નહીં પડે. જેવી રીતે આત્મા, આત્મા ને જોઈ રહ્યો છે. આત્મા, આત્મા સાથે બોલી રહ્યો છે. આત્મિક વૃત્તિ, આત્મિક દૃષ્ટિ બનાવો. સમજ્યા - શું કરવાનું છે? હવે મારા સંસ્કાર ક્યારેય નહીં કહેતા, સ્વભાવ કહો તો સ્વ નાં ભાવ માં રહેજો. ઠીક છે ને?

બાપદાદા આ જ ઈચ્છે છે કે આ આખું વર્ષ ભલે સીઝન ૬ મહિના ચાલે છે પરંતુ પૂરું વર્ષ બધાને જ્યારે પણ મળો, જેને પણ મળો, ભલે પરસ્પર કે બીજા આત્માઓ ને પરંતુ જ્યારે પણ મળો, જેમને પણ મળો એમને સંતુષ્ટતા નો સહયોગ આપો. સ્વયં પણ સંતુષ્ટ રહો અને બીજાઓ ને પણ સંતુષ્ટ કરો. આ સીઝન નું સ્વમાન છે - સંતુષ્ટમણી. સદા સંતુષ્ટમણી. ભાઈ પણ મણી છે, મણા નથી હોતાં, મણી હોય છે. એક-એક આત્મા દરેક સમયે સંતુષ્ટમણી છે. અને સ્વયં સંતુષ્ટ હશે તો બીજા ને પણ સંતુષ્ટ કરશે. સંતુષ્ટ રહેજો અને સંતુષ્ટ કરજો. ઠીક છે, પસંદ છે? (બધાએ હાથ ઉઠાવ્યો) ખૂબ સારું, મુબારક છે, મુબારક છે. સારું. કાંઈ પણ થઈ જાય, પોતાનાં સ્વમાન ની સીટ પર એકાગ્ર રહો, ભટકો નહીં, ક્યારેક કોઈ સીટ પર, ક્યારેક કોઈ સીટ પર, ના. પોતાનાં સ્વમાન ની સીટ પર એકાગ્ર રહો અને એકાગ્ર સીટ પર સેટ થઈને જો કોઈ પણ વાત આવે છે ને તો એક કાર્ટૂન શો ની જેમ જુઓ, કાર્ટૂન જોવું ગમે છે ને? તો આ સમસ્યા નથી, કાર્ટૂન શો ચાલી રહ્યો છે. કોઈ સિંહ આવે છે, કોઈ બકરી આવે છે, કોઈ વીંછી આવે છે, કોઈ ગરોળી આવે છે ગંદા કાર્ટૂન શો છે. પોતાની સીટ થી અપસેટ નહીં થાઓ. મજા આવશે. અચ્છા.

ચારેય તરફ નાં રાજ-દુલારા બાળકો ને, સર્વસ્નેહી, સહયોગી, સમાન બનવા વાળા બાળકો ને, સદા પોતાનાં શ્રેષ્ઠ સ્વભાવ અને સંસ્કાર ને સ્વરુપ માં ઈમર્જ કરવા વાળા બાળકો ને, સદા સુખ આપવા, સર્વ ને સ્નેહ આપવા વાળા બાળકો ને, સદા સંતુષ્ટમણી બની સંતુષ્ટતા ની કિરણો ફેલાવવા વાળા બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
શુભચિંતન અને શુભચિંતક સ્થિતિ નાં અનુભવ દ્વારા બ્રહ્મા બાપ સમાન માસ્ટર દાતા ભવ

બ્રહ્મા બાપ સમાન માસ્ટર દાતા બનવા માટે ઈર્ષા, નફરત અને ક્રિટીસાઇઝ (નિંદા) - આ ત્રણેય વાતો થી મુક્ત રહીને સર્વ પ્રત્યે શુભચિંતક બનો અને શુભચિંતન સ્થિતિ નો અનુભવ કરો કારણકે જેમનામાં ઈર્ષા ની અગ્નિ હોય છે તે સ્વયં બળે છે, બીજાઓ ને હેરાન કરે છે, ઘૃણાવાળા સ્વયં પણ પડે છે બીજાને પણ પાડે છે અને હસવા માં પણ ક્રિટીસાઇઝ કરવાવાળા, આત્મા ને હિંમતહીન બનાવીને દુઃખી કરે છે એટલે આ ત્રણેય વાતો થી મુક્ત રહી શુભચિંતક સ્થિતિ નાં અનુભવ દ્વારા દાતા નાં બાળકો માસ્ટર દાતા બનો.

સ્લોગન :-
મન-બુદ્ધિ અને સંસ્કારો પર સંપૂર્ણ રાજ્ય કરવાવાળા સ્વરાજ્ય અધિકારી બનો.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

આપ બ્રાહ્મણ બાળકો થડ છો. થડ થી જ આખા વૃક્ષ ને સકાશ પહોંચે છે. તો હવે વિશ્વ ને સકાશ આપવા વાળા બનો. જો ૨૦ સેન્ટર, ૩૦ સેન્ટર કે ૨૦૦, ૨૫૦ સેન્ટર કે ઝોન, આ બુદ્ધિ માં રહેશે તો બેહદ માં સકાશ નહીં આપી શકો એટલે હદો થી નીકળી હવે બેહદ ની સેવા નો પાર્ટ આરંભ કરો. બેહદ માં જવાથી હદ ની વાતો સ્વયં જ છૂટી જશે. બેહદ નાં સકાશ થી પરિવર્તન થવું - આ ફાસ્ટ સેવા નું રીઝલ્ટ છે.