05-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.11.2009    બાપદાદા મધુબન


“ સ્વરાજ્ય નું રીઝલ્ટ ચેક કરી સ્વયં ને ચેન્જ કરો અને અખંડ રાજ્ય નાં અધિકારી બનો”
 


આજે દિલારામ બાપ પોતાનાં રાજદુલારા બાળકો ને મળવા આવ્યાં છે. દુલારા કેમ છો? જાણો છો કે તમે દરેક બાળક ત્રણ તખ્ત નાં માલિક છો? એક સ્વરાજ્ય નું તખ્ત, બીજું છે બાપદાદા નાં દિલ નું તખ્ત અને ત્રીજું છે ભવિષ્ય નું તખ્ત. ત્રણેય તખ્ત નાં અધિકારી છો. પોતાનાં ભવિષ્ય તખ્ત નો પણ અહીં જ અભ્યાસ કરી રહ્યાં છો. ભવિષ્ય ની તૈયારી અથવા પુરુષાર્થ હમણાં જ કરી રહ્યાં છો. હમણાં નો પુરુષાર્થ અનેક જન્મો નું રાજ્ય ભાગ્ય અપાવવા વાળો છે. આ સમયે જ પોતાનાં રાજ્ય ભાગ્ય નાં સંસ્કાર ધારણ કરી રહ્યાં છો કારણકે હમણાં નો પુરુષાર્થ ભવિષ્ય નાં રાજ્ય નાં અધિકારી બનાવે છે. તો ચેક કરો કે આ સમયે પોતાનો પુરુષાર્થ યથાર્થ છે? જેમ ભવિષ્ય માં એક રાજ્ય હશે તો હમણાં ચેક કરો કે અમારું એક રાજ્ય મન માં ચાલે છે? પુરુષાર્થ માં એક રાજ્ય છે? કે માયા રાજ્ય માં વિઘ્ન નાખે છે? એક રાજ્ય નાં બદલે માયા નો પ્રભાવ તો નથી પડતો? બે રાજ્ય તો નથી થતાં? ભવિષ્ય ની વિશેષતા છે જ એક રાજ્ય ની. તો હમણાં નો અભ્યાસ ભવિષ્ય માં ચાલે છે. તો ચેક કરો કે હમણાં સ્વરાજ્ય છે? સ્વરાજ્ય માં ક્યાંય માયા દખલ તો નથી કરતી? બે રાજ્ય તો નથી? જો બે રાજ્ય ચાલે છે તો એક રાજ્ય નાં સંસ્કાર ક્યારે ભરશો? ભવિષ્ય ની વિશેષતા છે જ એક રાજ્ય અને એક ધર્મ. ધર્મ કયો છે? તમારી વિશેષ ધારણા કઈ છે? સંપૂર્ણ પવિત્રતા. તો ચેક કરો કે એક ધર્મ છે? વચ્ચે બીજો ધર્મ અપવિત્રતા નો દખલ તો નથી દેતો? સાથે આ પણ ચેક કરો કે લૉ અને ઓર્ડર એક નાં છે કે માયા પણ વચ્ચે દખલ કરે છે? એક નું રાજ્ય નિર્વિઘ્ન ચાલે છે? બીજી વાત - રાજ્ય માં સદા સુખ અને શાંતિ નેચરલ રહે છે? તો હમણાં જુઓ પોતાનાં રાજ્ય માં સદા સુખ-શાંતિ છે? કોઈ દખલ તો નથી થતી? સ્વરાજ્ય માં માયા પોતાની દખલ દઈને અશાંતિ તો નથી ફેલાવતી? સ્વરાજ્ય માં કોઈ સેલવેશન, કોઈ પ્રશંસા નો પ્રભાવ તો માયા નથી નાખતી? સદા સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, અતીન્દ્રિય સુખ કાયમ રહે છે? કારણકે જાણો છો કે ભવિષ્ય રાજ્ય માં સર્વ પ્રાપ્તિ છે, સંપન્નતા છે, આ કારણે સંતુષ્ટતા પણ છે. તો હમણાં પણ સ્વરાજ્ય સંપન્ન રહે છે કે કોઈ કમી રહે છે? કારણકે હમણાં નાં પુરુષાર્થ માં જો કમી રહી ગઈ તો ભવિષ્ય અખંડ રાજ્ય નાં અધિકારી કેવી રીતે બનશો? બધો આધાર હમણાં નાં પુરુષાર્થ પર છે. હમણાં ની કોઈ પણ કમી ભવિષ્ય નાં સંપૂર્ણ રાજ્ય નાં અધિકારી નથી બની શકતાં. બહુજકાળ (લાંબાકાળ) નો આ સ્વરાજ્ય નો અભ્યાસ ભવિષ્ય રાજ્ય નાં અધિકારી બનાવે છે. તો આ પોતાની ચેકિંગ સદા રહે કારણકે હમણાં જો બહુજકાળ નો પુરુષાર્થ નહીં હશે તો પ્રારબ્ધ પણ ઓછી મળે છે એટલે બાપદાદા સમય પ્રતિ સમય અટેન્શન ખેંચાવી રહ્યાં છે કે આનાં માટે હમણાં પોતાને સંપન્ન અને સંપૂર્ણ બનાવો. જો હમણાં વચ્ચે-વચ્ચે કહી દો છો કે પુરુષાર્થ ચાલી રહ્યો છે પરંતુ પુરુષાર્થ ની વચ્ચે તો-તો, તો નથી આવતું? આ તો થઈ જશે, આ તો કરી લઈશું, આ સંસ્કાર અવિનાશી ૨૧ જન્મ નાં, અખંડ રાજ્ય નાં અધિકારી નહીં બનાવશે.

બાપદાદા સદા માટે અટેન્શન અપાવી રહ્યાં છે, ચેક કરો કે જો કોઈ પણ વિઘ્ન આવે છે, તોફાન આવે છે તો તોફાન તોહફા (આગળ વધવાની તક) બની જાય છે. તોફાન, તોફાન નહીં પરંતુ તોહફા બની જાય. કોઈપણ માયા નો વાર થાય છે, અનુભવ કરાવે છે માયા, તો તે અનુભવ પણ એવો અનુભવ થાય કે આપણને આ અનુભવ ની સીડી આગળ વધારે છે. એનાં માટે બાપદાદા કહે છે સદા પોતાનો ચાર્ટ જાતેજ ચેક કરો. જેટલો પોતાનો ચાર્ટ ચેક કરશો એટલો જ ચેક કરીને ચેન્જ કરશો. તો દરેક પોતાનાં ચાર્ટ ને ચેક કરો છો? કરો છો? જે રોજ કરે છે તે હાથ ઉઠાવો. જે રોજ કરે છે, ક્યારેક-ક્યારેક નહીં. રોજ ચાર્ટ ચેક કરો અને ચેન્જ કરો કારણકે સમય નો ઈશારો બાપદાદાએ ઘણાં સમય થી આપ્યો છે. સમય ને જોઈ પણ રહ્યાં છો, મનુષ્યો નાં મન માં ચિંતા વધી રહી છે અને તમારા મન માં ચિંતા નથી પરંતુ પ્રભુચિંતન છે. પ્રભુચિંતન હોવાનાં કારણે તમે સદા જાણો છો કે અમે નિમિત્ત છીએ, નિર્માણ છીએ કારણકે કરાવનહાર બાપ છે. એનાં કારણે તમારા મન માં ચિંતા નથી, કરાવનહાર કરાવી રહ્યાં છે, આ સ્મૃતિ સદા આગળ વધારી રહી છે.

હવે વિશેષ દરેકે આ ચેક કરવાનું છે કે આ સંગમયુગ ની એક-એક સેકન્ડ નાં સમયે સંકલ્પ શુભ ચાલે છે? આ સમય નાં મહત્વ ને જાણી એક સેકન્ડ, સેકન્ડ નથી પરંતુ એક સેકન્ડ ની વેલ્યુ છે, મહત્વ છે. ક્યારેક-ક્યારેક બાળકો કહે છે કે સંકલ્પ ચાલ્યાં પરંતુ બે-ચાર સેકન્ડ ચાલ્યાં. પરંતુ સંગમ સમય ની વેલ્યુ છે, હવે એક સેકન્ડ એક કલાક નાં બરોબર છે. આટલી આ સમય ની વેલ્યુ છે કારણકે બાપદાદાએ કહી દીધું છે કે અચાનક કોઈ પણ સમયે તમારું ફાઈનલ પેપર હશે. બાપદાદા પણ બતાવશે નહીં એટલે આ સમય નું અટેન્શન સ્વયં ને સંપૂર્ણ અને સંપન્ન બનાવવાનું છે. બાપદાદાએ જે સર્વ ખજાના આપ્યાં છે એ એક-એક ખજાના ને સમય પર કાર્ય માં લગાવવાના છે. ખજાના નાં માલિક છો, માલિક ની વિશેષતા એ છે કે જે સમયે જે ખજાના ની આવશ્યક્તા છે એ સમયે તે ખજાના ને કાર્ય માં લગાવે છે. તમે ઓર્ડર કરો સમાવવાની શક્તિ ને તો સમાવવાની શક્તિ કાર્ય માં લાગે છે? કારણકે માલિક એમને કહેવાય છે જે સમય પર પોતાનાં ખજાના કાર્ય માં લગાવી શકે. તો હવે બધાએ એટલું સ્વ પર અટેન્શન આપવાનું છે. બધાની અંદર ખુશી નો ખજાનો સદા જ ચહેરા અને ચલન માં દેખાય. ખુશી અવિનાશી બાપ ની દેન છે. તો અવિનાશી બાપ ની દેન ને અવિનાશી રાખો. ખુશી માટે કહેવાય છે - ખુશી જેવો કોઈ ખોરાક નથી, ખુશી જેવો કોઈ ખજાનો નથી. તો જેમની અંદર સદા ખુશી છે એમનાં નયનો માં, ચહેરા થી, ચલન થી ઓટોમેટિકલી દેખાય છે. બાપદાદા નું વરદાન છે કે સદા ખુશ રહો અને સદા ખુશી વહેંચો કારણકે ખુશી આપવાથી ખુશી વધશે બીજા કોઈ પણ ખજાના આપવાથી ઓછા થાય છે પરંતુ ખુશી નો ખજાનો જેટલો આપશો એટલો વધશે. તો ચેક કરો ખુશી નો ખજાનો સદા કાયમ છે?

હવે બધા બાળકો ને ભલે દેશ, ભલે વિદેશ બધા બાળકો ને બાપદાદા એક વાત ની વિશેષ મુબારક આપી રહ્યાં છે. કઈ વાત? જે બધાએ ભલે દેશ માં, ભલે વિદેશ માં પોતાનાં ઉમંગ-ઉત્સાહ થી આત્માઓ ને બાપ નો સંદેશ આપી દીધો. બધાએ પોતાની ખુશી થી જે કાર્ય કર્યુ, એ કાર્ય માં પ્રોગ્રામ એક કર્યો દરેક જગ્યાએ એક પ્રોગ્રામ કર્યો પરંતુ એનું ફળ હજાર ગુણા પ્રાપ્ત કર્યું. બાપદાદા ને આ જ સંકલ્પ છે કે હમણાં નાં સમય પ્રમાણે જે પરિસ્થિતિ છે તે આગળ-આગળ નાજુક થતી જશે એટલે ભલે ગામ છે કે કોઈ પણ ખૂણો છે, એવા ઉલ્હના (ઠપકા) ન રહી જાય કે અમારા બાપ આવ્યાં અને અમને તમે સંદેશ નહીં આપ્યો એટલે બધાએ જે ઉમંગ-ઉત્સાહ સાથે કાર્ય કર્યુ, બાપદાદા ખુશ છે અને આવી રીતે જ પરસ્પર મળીને એવા પ્રોગ્રામ બનાવતા રહેજો. બાપદાદાએ જોયું કે ઉમંગ-ઉત્સાહ અને હિંમત બધાએ પોત-પોતાની વિધિ થી કાર્ય માં લગાવી છે પરંતુ હમણાં તો બધાએ ખૂબ સારું કર્યુ, આગળ પણ સમય પ્રમાણે આ લક્ષ રાખો કે કોઈ પણ ખુણો સંદેશ વગર રહી ન જાય. આમાં પોતાનો પણ પુરુષાર્થ સારો ચાલે અને આત્માઓ નું પણ કલ્યાણ થાય છે. બધાને આ પ્રોગ્રામ ગમ્યાં ને? ગમ્યાં? તો બાપદાદા બધા બાળકો ને આ જ વારંવાર કહે છે કે આત્માઓ પ્રત્યે રહેમદિલ બનો. આજકાલ દુઃખ, અશાંતિ નાં કારણે બધા દિલ થી કહે છે રહેમ કરો, દયા કરો. તો બાપ નાં સાથી આપ બાળકો છો, તો બાપ બાળકો દ્વારા હવે દરેક બાળક નો રહેમદિલ નો પાર્ટ જોવા ઈચ્છે છે. તમારો ઉમંગ છે કે દુઃખમય સંસાર બદલાઈને સુખમય સંસાર આવવાનો જ છે. તો સુખમય સંસાર આવવા માટે આ દુઃખ-અશાંતિ નો વિનાશ થવા માટે હાલતો બદલાઈ રહી છે. તો આજ નો આ જ બાપ નો સંદેશ યાદ રાખો કે હવે ભલે મન્સા, ભલે વાચા કે ચહેરા અને ચલન થી સેવાની ગતિ વધારતા ચાલો. પોતાનું રાજ્ય સમીપ લાવતા ચાલો. અચ્છા.

આ વખત જે પહેલીવાર આવ્યાં છે બાપદાદા થી મળવા, તે હાથ ઉઠાવો. સારું ઘણાં છે. બધા ઉઠો. મુબારક છે. છતાં પણ સમાપ્તિ નાં પહેલાં પહોંચી ગયા છો. નવો જન્મ લઈ લીધો, આની બધા તરફ થી હમણાં આવવા વાળા બાળકો ને બાપદાદા અને ચારેય તરફ નાં બાળકો દ્વારા મુબારક છે, મુબારક છે. બ્રાહ્મણ પરિવાર ને જોઈ ખુશી થાય છે ને? પરંતુ જે હમણાં આવ્યાં છો એમને બાપદાદા આ જ કહે છે તો હવે ઘણો સમય વીતી ગયો, બહુજ થોડો રહ્યો એટલે પુરુષાર્થ તીવ્ર કરવાનો છે. તીવ્ર પુરુષાર્થી આગળ વધશે, ચાલવાનું નથી, ઉડજો. ઉડતી કળા નો પુરુષાર્થ કરશો તો બાપ નો વારસો મોડે થી આવવા છતાં પણ પૂરો પોતાનો હક લઈ શકો છો. દરેક સેકન્ડ ખુશ રહેજો અને બધાને પૈગામ આપજો, સંદેશ આપજો. અચ્છા.

આજે જે બાપદાદાએ કહ્યું કે સ્વરાજ્ય અધિકારી બની સ્વરાજ્ય નું રીઝલ્ટ ચેક કરો, તે ચેક કરવાથી કોઈ પણ કમી ને ઘણાં સમય થી ચેન્જ કરવાની છે કારણકે અધિક સમય અખંડ રાજ્ય ચાલે એની આવશ્યક્તા છે, બહુજ સમય નો પુરુષાર્થ, બહુજ સમય ની પ્રારબ્ધ નાં સ્વતઃ જ અધિકારી બનાવે છે એટલે અન્ડરલાઇન બહુજ સમય નો પુરુષાર્થ હોય. ચેકિંગ કરો અને ચેન્જ કરો.

ચારેય તરફ નાં બાપદાદા નાં દિલતખ્તનશીન દરેક બાળકો ને બાપદાદા રોજ અમૃતવેલા વિશેષ શક્તિઓ વહેંચે છે. અમૃતવેલા વિશેષ વરદાન, શક્તિ વહેંચે છે. જે અમૃતવેલા ની શક્તિ વિશેષ વરદાન સ્વીકાર કરે છે તે વિશેષ તીવ્ર પુરુષાર્થી બને છે. અમૃતવેલા નું મહત્વ રાખવું અર્થાત્ બાપદાદા નાં સદા તખ્તનશીન બનવું. તો ઘણાં બાળકો નું અટેન્શન છે અને બાપદાદા રોજ એમને ખાસ સર્ટિફિકેટ આપે છે વાહ બાળકો વાહ!

ચારેય તરફ નાં તીવ્ર પુરુષાર્થી, દરેક સમયે બાપદાદા ને પોતાનાં સાથી બનાવીને કમ્બાઈન્ડ રહેવાનાં અભ્યાસી બાળકો ને બાપદાદા વિશેષ વરદાન આપી રહ્યાં છે કે સદા ઉડતા ચાલો અને બીજાઓ ને પણ ઉડાવવાનો સહયોગ આપીને ઉડાવતા ચાલો. બધા વિજયી છો અને વિજય નું ફળ બાપદાદા ની દરેક સમયે દુવાઓ પ્રાપ્ત થાય છે. તો અમર બની બધાને અમૃત પીવડાવતા રહો. ચારેય તરફ નાં બાળકો બાપદાદા ની સામે છે. દરેક બાળક સાથે બાપદાદા નો દિલ નો પ્રેમ છે કારણકે દરેક બાળક માં કોઈ ન કોઈ વિશેષતા છે. હવે સર્વ વિશેષતાઓ થી પોતાને વિશેષ આત્મા બનાવી આગળ વધતા ચાલો. બાપદાદા નો દરેક બાળક ને વ્યક્તિગત પદમગુણા યાદ-પ્યાર સ્વીકાર થાય. સારું, હવે તો મળતા રહીશું. નમસ્તે.

દાદીઓ સાથે :- બધાએ ખૂબ ચક્ર લગાવ્યાં. આજકાલ અશાંતિ વધતી રહી છે તો આખો દિવસ હેરાન રહે છે અને શાંતિ નાં વાયબ્રેશન શાંતિ અપાવે છે, તો ખુશ થઈ જાય છે. જેવી રીતે કોઈ થાકેલા હોય એમને અડધો કલાક પણ આરામ મળે છે તો ખુશ થઈ જાય છે. સારું કર્યું. બધી જગ્યાએ, ભલે નાનાં ભલે મોટા બધાએ સારું કર્યું. ઉમંગ જ્યાં છે ત્યાં ખર્ચા ની કોઈ વાત નથી. આટલાં આત્માઓ ને સંદેશો તો મળી ગયો. તમારા ઠપકા તો પૂરાં થયાં. સારું છે. આવી રીતે વચ્ચે-વચ્ચે પ્રોગ્રામ્સ બનાવતા રહો. દરેક શહેર પોતાનાં અનુસાર જેવું પણ કરે તે ઠીક છે.

ડબલ વિદેશી મોટી બહેનો સાથે :- બાપદાદા ને ગ્રુપ-ગ્રુપ ને બોલાવી રિફ્રેશ કરવાં, આ ગમે છે કારણકે ત્યાં ખૂબ દૂર-દૂર રહે છે. નજીક આવવાથી એક-બીજા નાં ગુણ દેખાય છે. દૂર-દૂર માં ખબર નથી પડતી. તો એક-બીજા ને જોઈને ઉમંગ પણ આવે છે. તો આબુ માં આ પ્રોગ્રામ સારો લાગે છે અને એક-બીજા માં ઉત્સાહ ભરીને સંગઠન પાક્કું કરો છો આ સારું છે. ઠીક છે. ઠીક ચાલી રહ્યું છે ને?

એક-બીજા ને સહયોગ આપવો આનાથી આગળ વધો છો. સમય આપો છો ને, તમારી સેવા છોડીને સમય દિલ થી આપો છો. પોતાનું કાર્ય પૂરું કર્યુ, સફળતા થઈ, હવે ભલે જાઓ. બધાએ સારી મદદ કરી. વિદેશ ની પણ કરી ભારત ની પણ કરી. અચ્છા.

યુ . પી . ઝોન નાં સેવાધારીઓ સાથે :- બાપદાદા બધા ઝોન ને કહે છે કે દરેક પોતાનાં ઝોન માં એક એવું ગ્રુપ બનાવો જે ગ્રુપ માં બધા વર્ગ નાં હોય. જે તમારા વર્ગ બનેલા છે, સેવા માટે અને દરેક ઝોન પોતાનાં એરિયા માં દરેક વર્ગ ની સેવા કરી રહ્યાં છો, કરતા પણ રહેશો પરંતુ દરેક ઝોન માં એવું ગ્રુપ સર્વિસ નું હોય જેમાં દરેક વર્ગ નાં એક-એક હોય. અને જ્યાં પણ પ્રોગ્રામ કરો ત્યાં તે ગ્રુપ પોત-પોતાનાં વર્ગ ને વિશેષ નિમંત્રણ આપે. કોઈ પણ વર્ગ ઠપકો ન આપે કે અમને તો સંદેશ નથી મળ્યો. અને દરેક જે વેરાયટી ગ્રુપ બને તે સેવા પણ વધારે, પોતાનાં વર્ગ ની અને સાથે દરેક પોત-પોતાનો અનુભવ સંભળાવે કે અમને આ નોલેજ થી શું મળ્યું અને શું અનુભવ કરી રહ્યાં છીએ. તો દરેક ઝોન માં એવું સેવા નું ગ્રુપ તૈયાર કરો. ભલે ભાષણ કરવાનો સમય એટલો ન પણ મળે પરંતુ એમને ફંક્શન નાં સમયે પાછળ લાઈન માં બેસાડી એમનો પરિચય સ્ટેજ સેક્રેટરી આપે. એક-બીજા નાં અનુભવ પણ રાખી શકો છો અને પરિવાર માં રહેતાં પોતાનું કાર્ય કરતા અમારું જીવન કેવી રીતે વીત્યું, કેવી રીતે બદલાયું, તે અનુભવ ચાન્સ લઈને સમય હોય તો સંભળાવે. તો એવાં વિશેષ માઇક તૈયાર કરો જે સેવા કરતા રહે.

સારું છે યુ.પી.એ વિશેષ બ્રહ્મા બાપ ની પાલના લેવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. યુ.પી.માં બ્રહ્મા નાં નામ થી યાદગાર પણ છે. તો યુ.પી. નું ભાગ્ય છે, જે જગત અંબા, બ્રહ્મા બાપ ની પાલના લીધી છે. તો પાલના ની ધરણી (ધરતી) છે. ભાગ્ય નો સિતારો બ્રહ્મા બાપ અને જગત અંબાએ યુ.પી. ને વરદાન માં આપ્યો. સારું છે. હવે દિવસે-દિવસે બાપે જોયું કે સેવાસ્થાન અને જે પણ ઉપસેવાકેન્દ્ર તથા ગીતા પાઠશાળાઓ છે તે પહેલાં કરતાં હમણાં વૃદ્ધિ સારી છે એટલે બાપદાદા ખાસ મુબારક આપી રહ્યાં છે કે વધારતા ચાલો અને નંબર વૃદ્ધિ કરવામાં, સંદેશ આપવામાં નંબરવન બનો. સારું છે, બાપદાદા ખુશ છે અને વધારતા ચાલજો. ટીચર્સ ને મુબારક છે. વૃદ્ધિ કરી રહ્યાં છો અને આનાંથી પણ વધારે માં વધારે વૃદ્ધિ કરતા રહેજો. અચ્છા.

વરદાન :-
સંગઠન માં સહયોગ ની શક્તિ દ્વારા વિજયી બનવા વાળા સર્વ નાં શુભચિંતક ભવ

જો સંગઠન માં દરેક, એક-બીજા નાં મદદગાર, શુભચિંતક બનીને રહે તો સહયોગ ની શક્તિ નો ઘેરાવ ખૂબ કમાલ કરી શકે છે. પરસ્પર એક-બીજા નાં શુભચિંતક સહયોગી બનીને રહો તો માયા ની હિંમત નથી જે આ ઘેરાવ ની અંદર આવી શકે. પરંતુ સંગઠન માં સહયોગ ની શક્તિ ત્યારે આવશે જ્યારે આ દૃઢ સંકલ્પ કરશો કે ભલે કેટલી પણ વાતો સહન કરવી પડે પરંતુ સામનો કરીને દેખાડીશું, વિજયી બનીને દેખાડીશું.

સ્લોગન :-
કોઈ પણ ઈચ્છા, સારા બનવા નહીં દેશે, એટલે ઈચ્છા માત્રમ્ અવિદ્યા બનો.

આ અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

જેવી રીતે મીઠું (ગળ્યું) ખાવા અને ખવડાવવા થી થોડા સમય માટે મુખ મીઠું થાય છે, ખુશ થાય છે. એવી રીતે સ્વયં જ મીઠાં બની જાઓ તો સદા જ મુખ માં મધુર બોલ રહેશે. એવા મધુર બોલ સ્વયં ને પણ ખુશ કરશે, બીજાઓ ને પણ ખુશ કરશે. આ જ વિધિ થી સદા સર્વ નું મુખ મીઠું કરતા રહો, સદા મીઠી દૃષ્ટિ, મીઠાં બોલ, મીઠાં કર્મ હોય.