05-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે સાહેબજાદા થી શહેજાદા બનવાના છો , તમારે કોઈ પણ વસ્તુ ની ઈચ્છા નથી રાખવાની , કોઈ પાસે કંઈ પણ માંગવાનું નથી”

પ્રશ્ન :-
તબિયત ને ઠીક રાખવા માટે કયો આધાર ન જોઈએ?

ઉત્તર :-
ઘણાં બાળકો સમજે છે વૈભવો નાં આધાર પર તબિયત ઠીક રહેશે. પરંતુ બાબા કહે છે બાળકો, અહીં તમારે વૈભવો ની ઈચ્છા ન રાખવી જોઈએ. વૈભવો થી તબિયત ઠીક નહીં થશે. તબિયત ઠીક રાખવા માટે તો યાદ ની યાત્રા જોઈએ. કહેવાય છે ખુશી જેવો ખોરાક નથી. તમે ખુશ રહો, નશા માં રહો. યજ્ઞ માં દધીચિ ઋષિ ની જેમ હડ્ડીઓ (હાડકા) આપો તો તબિયત ઠીક થઈ જશે.

ઓમ શાંતિ!
બાપ ને કહેવાય છે કરનકરાવનહાર. તમે સાહેબજાદા છો. તમારી આ સૃષ્ટિ માં ઊંચામાં ઊંચી પોઝીશન છે. આપ બાળકોને નશો રહેવો જોઈએ કે આપણે સાહેબજાદા, સાહેબ ની મત પર હવે ફરીથી પોતાનું રાજ્ય-ભાગ્ય સ્થાપન કરી રહ્યા છીએ. આ પણ કોઈની બુદ્ધિ માં યાદ નથી રહેતું. બાબા બધાં સેન્ટર્સ નાં બાળકો માટે કહે છે. અનેક સેન્ટર્સ છે, અનેક બાળકો આવે છે. દરેકની બુદ્ધિ માં સદૈવ યાદ રહે કે આપણે બાબાની શ્રીમત પર ફરીથી વિશ્વમાં શાંતિ-સુખનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. સુખ અને શાંતિ આ બે શબ્દો જ યાદ કરવાના છે. આપ બાળકો ને કેટલું જ્ઞાન મળે છે, તમારી બુદ્ધિ કેટલી વિશાળ હોવી જોઈએ, આમાં જામડી (જડ) બુદ્ધિ નથી ચાલી શકતી. પોતાને સાહેબજાદા સમજો તો પાપ ખતમ થઈ જાય. ઘણાં છે જેમને આખો દિવસ બાપની યાદ નથી રહેતી. બાબા કહે છે તમારી બુદ્ધિ ડલ કેમ થઈ જાય છે? સેન્ટર્સ પર એવાં-એવાં બાળકો આવે છે, જેમની બુદ્ધિમાં છે જ નહીં કે અમે શ્રીમત પર વિશ્વમાં પોતાનું દૈવી રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. અંદર તે નશો, ફલક હોવી જોઈએ. મોરલી સાંભળવાથી રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ. અહીં તો બાબા જુએ છે બાળકોનાં વધારે જ રોમાંચ ડેડ રહે છે, અસંખ્ય બાળકો છે જેમની બુદ્ધિમાં આ યાદ નથી રહેતું કે અમે શ્રીમત પર બાબા ની યાદ થી વિકર્મ વિનાશ કરી પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. રોજ બાબા સમજાવે છે-બાળકો, તમે યોદ્ધા છો, રાવણ પર જીત મેળવવા વાળા છો. બાપ તમને મંદિર લાયક બનાવે છે પરંતુ એટલો નશો અથવા ખુશી બાળકો ને રહે થોડી છે, કોઈ વસ્તુ ન મળી તો બસ રિસાઈ પડશે. બાબા ને તો વન્ડર લાગે છે બાળકોની અવસ્થા પર! માયા ની જંજીરો માં ફસાઈ પડે છે. તમારું માન, તમારો કારોબાર, તમારી ખુશી તો વન્ડરફુલ હોવી જોઈએ. જે મિત્ર સંબંધીઓને નથી ભૂલતા તે ક્યારેય બાપ ને યાદ નથી કરી શકતાં. પછી શું પદ મેળવશે? વન્ડર લાગે છે!

આપ બાળકોમાં તો ખૂબ નશો જોઈએ. પોતાને સાહેબજાદા સમજો તો કંઈ પણ માંગવાની પરવા ન રહે. બાબા તો આપણને એટલો અથાહ ખજાનો આપે છે જે ૨૧ જન્મ સુધી કંઈ પણ માંગવાનું જ નથી, એટલો નશો રહેવો જોઈએ. પરંતુ બિલકુલ જ ડલ, જામડી બુદ્ધિ છે. આપ બાળકોની બુદ્ધિ તો ૭ ફૂટ લાંબી હોવી જોઈએ. મનુષ્ય ની લંબાઈ વધારે માં વધારે ૬-૭ ફૂટ હોય છે. બાબા બાળકોને કેટલાં ઉલ્લાસ માં લાવે છે-તમે સાહેબજાદા છો, દુનિયાનાં લોકો તો કંઈ પણ સમજતા નથી. એમને તમે સમજાવો છો કે ફક્ત તમે આ સમજો અમે બાપનાં સન્મુખ બેઠાં છીએ, બાપ ને યાદ કરતા રહેશો તો વિકર્મ વિનાશ થશે. બાપ સમજાવે છે બાળકો, માયા તમારી ખૂબ જૂની દુશ્મન છે, બીજાઓની એટલી દુશ્મન નથી, જેટલી તમારી છે. મનુષ્ય તો જાણતાં જ નથી, તુચ્છ બુદ્ધિ છે. બાબા રોજ-રોજ આપ બાળકોને કહે છે તમે સાહેબજાદા છો, બાપ ને યાદ કરો અને બીજાઓને આપ સમાન બનાવતા રહો. તમે બધાને આ પણ સમજાવી શકો છો કે ભગવાન તો સાચાં સાહેબ છે ને? તો આપણે એમનાં બાળકો સાહેબજાદા થયાં, આપ બાળકોએ ચાલતાં-ફરતાં બુદ્ધિમાં આ જ યાદ રાખવાનું છે. સર્વિસ માં દધીચી ઋષિ માફક હાડકાઓ પણ આપી દેવાં જોઈએ. અહીં હાડકા આપવા તો શું વધારે જ અથાહ સુખ વૈભવ જોઈએ. તબિયત કોઈ આ વસ્તુઓ થી થોડી સારી થાય છે? તબિયત માટે જોઈએ યાદ ની યાત્રા. તે ખુશી રહેવી જોઈએ. અરે, આપણે તો કલ્પ-કલ્પ માયા થી હારતા આવ્યા, હવે માયા પર જીત મેળવીએ છીએ. બાપ આવીને જીત પહેરાવે છે. હમણાં ભારતમાં કેટલા દુઃખ છે, અથાહ દુઃખ આપવા વાળો છે રાવણ. તે લોકો સમજે છે એરોપ્લેન છે, મોટરો, મહેલ છે, બસ, આ જ સ્વર્ગ છે. આ નથી સમજતા કે આ તો દુનિયા જ ખલાસ થવાની છે. લાખો, કરોડો ખર્ચા કરે છે, ડેમ વગેરે બનાવે છે, લડાઈ નો સામાન પણ કેટલો લઈ રહ્યા છે. આ એક-બીજા ને ખતમ કરવાવાળા છે, નિધન નાં છે ને? કેટલાં લડાઈ-ઝઘડા કરે છે, વાત નહીં પૂછો. કેટલો કચરો લાગેલો છે. આને કહેવાય છે નર્ક. સ્વર્ગની તો ખૂબ મહિમા છે. વડોદરા ની મહારાણી ને પૂછો મહારાજા ક્યાં ગયાં? તો કહે છે સ્વર્ગવાસી થયાં. સ્વર્ગ કોને કહેવાય છે આ કોઈ જાણતું નથી, કેટલો ઘોર અંધકાર છે. તમે પણ ઘોર અંધકાર માં હતાં. હવે બાપ કહે છે તમને ઈશ્વરીય બુદ્ધિ આપું છું. પોતાને ઈશ્વરીય સંતાન સાહેબજાદા સમજો. સાહેબ ભણાવે છે, શહેજાદા બનાવવા માટે. બાબા કહેવત સંભળાવે છે ને? રિઢ છા જાને…(ભેડ/ બકરીઓ શું સમજે) હમણાં તમે સમજો છો - મનુષ્ય પણ બધાં ભેડ-બકરીઓ જેવા છે, કંઈ પણ નથી જાણતાં. શું-શું બેસી ઉપમા કરે છે? તમારી બુદ્ધિમાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય છે. સારી રીતે યાદ કરો કે આપણે વિશ્વ માં સુખ-શાંતિ સ્થાપન કરી રહ્યા છીએ. જે મદદગાર બનશે એ જ ઊંચ પદ મેળવશે. તે પણ તમે જુઓ છો કે કોણ-કોણ મદદગાર બને છે? પોતાનાં દિલ થી દરેક પૂછે કે અમે શું કરી રહ્યા છીએ? અમે ભેડ-બકરી તો નથી? મનુષ્યો માં અહંકાર જુઓ કેટલો છે, ગુર્ર-ગુર્ર કરવા લાગી જાય છે. તમને તો બાપ ની યાદ રહેવી જોઈએ. સર્વિસ માં હાડકાઓ આપવાનાં છે, કોઈને નારાજ નથી કરવાનાં, નથી થવાનું. અહંકાર પણ ન આવવો જોઈએ. અમે આ કરીએ, અમે આટલાં હોશિયાર છીએ, આ વિચાર આવવો પણ દેહ-અભિમાન છે. એમની ચલન જ એવી થઈ જાય, જે શરમ આવી જશે. નહીં તો તમારા જેવું સુખ બીજા કોઈને હોઈ ન શકે. આ બુદ્ધિમાં યાદ રહે તો તમે ચમકતા રહો. સેન્ટર માં કોઈ તો સારા મહારથી છે, કોઈ ઘોડે સવાર, પ્યાદા પણ છે. આમાં ખૂબ વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. કેવી-કેવી બ્રાહ્મણીઓ છે? કોઈ તો ખૂબ મદદગાર છે, સર્વિસ માં કેટલી ખુશી રહે છે. તમને નશો ચઢવો જોઈએ. સર્વિસ વગર શું પદ મેળવીશું? મા-બાપ ને તો બાળકો માટે રિગાર્ડ રહે છે. પરંતુ તે પોતાનો પોતે રિગાર્ડ નથી રાખતા તો બાબા શું કહેશે?

આપ બાળકોએ થોડામાં જ બધાને બાપ નો સંદેશો આપવાનો છે. બોલો, બાપ કહે છે મનમનાભવ. ગીતા માં થોડા શબ્દો છે લોટ માં લૂણ (નમક/મીઠું). આ વિશાળ દુનિયા કેટલી મોટી છે? બુદ્ધિમાં આવવું જોઈએ. કેટલી મોટી દુનિયા છે? કેટલાં મનુષ્ય છે? આ પછી કંઈ પણ નહીં રહેશે. કોઈ ખંડ નું નામ-નિશાન નહીં હશે. આપણે સ્વર્ગનાં માલિક બનીએ છીએ, આ દિવસ-રાત ખુશી રહેવી જોઈએ. નોલેજ તો ખૂબ સહજ છે, સમજાવવા વાળા ખૂબ રમજબાજ જોઈએ. અનેક પ્રકારની યુક્તિઓ છે. બાપ કહે છે હું તમને ખૂબ ડિપ્લોમેટ (રાજનીતિજ્ઞ) બનાવું છું. તે ડિપ્લોમેટ એમ્બેસેડર ને કહે છે. તો બાળકોની બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ. ઓહો! બેહદનાં બાપ આપણને ડાયરેક્શન આપે છે, તમે ધારણ કરી બીજાઓને પણ બાપ નો પરિચય આપો છો. તમારા સિવાય બાકી આખી દુનિયા નાસ્તિક છે. તમારામાં પણ નંબરવાર છે. કોઈ તો નાસ્તિક પણ છે ને? બાપ ને યાદ જ નથી કરતાં. પોતે કહે છે બાબા અમને યાદ ભૂલાઈ જાય છે, તો નાસ્તિક થયા ને? આવા બાપ જે સાહેબજાદા બનાવે, એ યાદ નથી આવતાં? આ સમજવામાં પણ ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ. બાપ કહે છે હું દર પ હજાર વર્ષ પછી આવું છું. તમારા દ્વારા જ કાર્ય કરાવું છું. તમે યોદ્ધા કેટલાં સારા છો! ‘વંદે માતરમ્’ તમારા માટે ગવાય છે. તમે જ પૂજ્ય હતાં પછી પુજારી બન્યા છો. હવે શ્રીમત પર ફરીથી પૂજ્ય બની રહ્યા છો. તો આપ બાળકોએ ખૂબ શાંતિ થી સર્વિસ કરવાની છે. તમને અશાંતિ ન હોવી જોઈએ. જેમની રગ-રગ માં ભૂત ભરેલા છે, તે શું પદ મેળવશે? લોભ પણ મોટું ભૂત છે. બાબા બધું જોતા રહે છે દરેકની ચલન કેવી છે? બાબા કેટલો નશો ચઢાવે છે, કોઈ સર્વિસ નથી કરતા, ફક્ત ખાતા-પીતા રહે તો પછી ૨૧ જન્મ સર્વિસ કરવી પડશે. દાસ-દાસીઓ પણ તો બનશે ને? અંત માં બધાને સાક્ષાત્કાર થવાનો છે. દિલ પર તો સર્વિસેબલ જ ચઢશે. તમારી સર્વિસ જ આ છે - કોઈને અમરલોક નાં વાસી બનાવવાં. બાબા હિંમત તો ખૂબ અપાવે છે, ધારણા કરો, દેહ-અભિમાનીઓ ને ધારણા થઈ નથી શકતી. તમે જાણો છો બાપ ને યાદ કરી આપણે વૈશ્યાલય થી શિવાલય માં જઈએ છીએ, તો એવાં બનીને પણ દેખાડવાનું છે.

બાબા તો ચિઠ્ઠીઓમાં લખે છે-લાડલા રુહાની સાહેબજાદો, હવે શ્રીમત પર ચાલશો, મહારથી બનશો તો શહેજાદા જરુર બનશો. મુખ્ય ઉદ્દેશ જ આ છે. એક જ સાચાં બાબા તમને બધી વાતો સારી રીતે સમજાવી રહ્યા છે. સર્વિસ કરી બીજાઓનું કલ્યાણ પણ કરતા રહો. યોગબળ નથી તો પછી ઈચ્છાઓ થાય છે, આ જોઈએ, તે જોઈએ. તે ખુશી નથી રહેતી, કહેવાય છે ખુશી જેવો ખોરાક નથી. સાહેબજાદાઓ ને તો ખૂબ ખુશી રહેવી જોઈએ. તે નથી તો પછી અનેક પ્રકારની વાતો આવે છે. અરે, બાપ વિશ્વની બાદશાહી આપી રહ્યા છે, બાકી બીજું શું જોઈએ? દરેક પોતાનાં દિલ થી પૂછે કે અમે આટલાં મીઠાં બાબા ની શું સર્વિસ કરીએ છીએ? બાપ કહે છે બધાને મેસેજ આપતા જાઓ-સાહેબ આવેલા છે. હકીકત માં તો તમે બધાં બ્રધર્સ છો. ભલે કહો છો આપણે બધાં ભાઈ-ભાઈ ની મદદ કરવી જોઈએ. આ વિચાર થી ભાઈ કહી દે છે. અહીં તો બાપ કહે છે તમે એક બાપ નાં બાળકો ભાઈ-ભાઈ છો. બાપ છે જ સ્વર્ગની સ્થાપના કરવા વાળા. સ્વર્ગ બનાવે છે બાળકો દ્વારા. સર્વિસ ની યુક્તિઓ તો ખૂબ સમજાવે છે. મિત્ર-સંબંધીઓ ને પણ સમજાવવાનું છે. જુઓ, બાળકો વિદેશ માં છે તે પણ સર્વિસ કરી રહ્યા છે. દિવસે-દિવસે લોકો આફતો જોઈને સમજશે-મરતાં પહેલાં વારસો તો લઈ લઈએ. બાળકો પોતાનાં મિત્ર-સંબંધીઓને પણ ઉઠાવી રહ્યા છે. પવિત્ર પણ રહે છે. બાકી નિરંતર ભાઈ-ભાઈ ની અવસ્થા રહે, તે મુશ્કેલ છે. બાપે તો બાળકોને સાહેબજાદા નું ટાઈટલ કેટલું સારું આપ્યું છે. પોતાને જોવું જોઈએ. સર્વિસ નહીં કરીશું તો અમે શું બનીશું? જો કોઈએ જમા કર્યુ તો તે ખાતા-ખાતા ચૂક્તુ થઈ ગયું વધારે જ એમનાં ખાતા માં ચઢે છે. સર્વિસ કરવા વાળા ને ક્યારેય આ વિચાર પણ ન આવે કે અમે આટલું આપ્યું, એનાથી બધાની પરવરિશ થાય છે એટલે મદદ કરવા વાળાની ખાતરી પણ કરાય છે, સમજાવવું જોઈએ તે ખવડાવવા વાળા છે. રુહાની બાળકો તમને ખવડાવે છે. તમે એમની સેવા કરો છો, આ મોટો હિસાબ છે. મન્સા, વાચા, કર્મણા એમની સર્વિસ જ નહીં કરશો તો તે ખુશી કેવી રીતે થશે? શિવબાબા ને યાદ કરી ભોજન બનાવો છો તો એમની તાકાત મળશે. દિલ ને પૂછવાનું છે આપણે બધાને રાજી કરીએ છીએ? મહારથી બાળકો કેટલી સર્વિસ કરી રહ્યા છે? બાબા રેગઝીન પર ચિત્ર બનાવડાવે છે, આ ચિત્ર ક્યારેય તૂટશે-ફૂટશે નહીં. બાબા નાં બાળકો બેઠાં છે, જાતેજ મોકલી દેશે. બાપ પછી પૈસા ક્યાંથી લાવશે? આ બધાં સેન્ટર્સ કેવી રીતે ચાલે છે? બાળકો જ ચલાવે છે ને? શિવબાબા કહે છે મારી પાસે તો એક કોડી પણ નથી. આગળ ચાલીને તમને જાતેજ આવીને કહેશે અમારા મકાન તમે કામ માં લગાવો. તમે કહેશો હવે ટૂ-લેટ. બાપ છે જ ગરીબ નિવાઝ. ગરીબોની પાસે ક્યાંથી આવે? કોઈ તો કરોડપતિ, પદમપતિ પણ છે. એમનાં માટે અહીં જ સ્વર્ગ છે. આ છે માયા નો પામ્પ. એનું પતન થઈ રહ્યું છે. બાપ કહે છે તમે પહેલાં સાહેબજાદા બનો છો પછી શહેજાદા બનશો. પરંતુ એટલી સર્વિસ પણ કરીને દેખાડો ને? ખૂબ ખુશીમાં રહેવું જોઈએ. આપણે સાહેબજાદા છીએ પછી શહેજાદા બનવાના છીએ. શહેજાદા ત્યારે બનશે જ્યારે અનેકો ની સર્વિસ કરશે. કેટલો ખુશી નો પારો ચઢવો જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈને ક્યારેય ન તો નારાજ કરવાના છે, ન નારાજ થવાનું છે. પોતાની હોશિયારી નો કે સેવા કરવાનો અહંકાર નથી દેખાડવાનો. જેવી રીતે બાપ બાળકો નો રિગાર્ડ રાખે છે એવી રીતે સ્વયં નો રિગાર્ડ સ્વયં જ રાખવાનો છે.

2. યોગબળ થી પોતાની બધી ઈચ્છાઓ સમાપ્ત કરવાની છે. સદા આ જ ખુશી અથવા નશા માં રહેવાનું છે કે આપણે સાહેબજાદા થી શહેજાદા બનવાના છીએ. સદા શાંતિ માં રહી સર્વિસ કરવાની છે. રગ-રગ માં જે ભૂત ભરેલા છે, એને કાઢી નાખવાના છે.

વરદાન :-
બ્રાહ્મણ જીવન માં બાપ દ્વારા લાઈટ નો તાજ પ્રાપ્ત કરવા વાળા મહાન ભાગ્યવાન આત્મા ભવ

સંગમયુગી બ્રાહ્મણ જીવન ની વિશેષતા “પવિત્રતા” છે. પવિત્રતા ની નિશાની-લાઈટ નો તાજ છે જે દરેક બ્રાહ્મણ આત્માને બાપ દ્વારા પ્રાપ્ત થાય છે. પવિત્રતા ની લાઈટ નો આ તાજ એ રત્ન-જડીત તાજ કરતાં અતિશ્રેષ્ઠ છે. મહાન આત્મા, પરમાત્મ ભાગ્યવાન આત્મા, ઊંચા માં ઊંચા આત્મા ની આ તાજ નિશાની છે. બાપદાદા દરેક બાળક ને જન્મ થી “પવિત્ર ભવ” નું વરદાન આપે છે, જેનું સૂચક લાઈટ નો તાજ છે.

સ્લોગન :-
બેહદની વૈરાગ વૃત્તિ દ્વારા ઈચ્છાઓનાં વશ પરેશાન આત્માઓની પરેશાની દૂર કરો.