05-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ની સાથે - સાથે ત્યારે ચાલી શકશો જ્યારે આ જૂની દુનિયા થી બેહદ નો વૈરાગ હશે”

પ્રશ્ન :-
ભગવાન સમર્થ હોવા છતાં પણ એમનાં રચાયેલા યજ્ઞ માં વિઘ્ન કેમ પડે છે?

ઉત્તર :-
કારણકે રાવણ ભગવાન થી પણ આગળ છે. જરુર જ્યારે એનું રાજ્ય છીનવાઈ જશે તો તે વિઘ્ન નાખશે જ. શરું થી લઈને ડ્રામા અનુસાર આ યજ્ઞ માં વિઘ્ન પડતાં જ આવ્યાં છે, પડવાનાં જ છે. આપણે પતિત દુનિયાથી પાવન દુનિયામાં ટ્રાન્સફર (બદલી) થઇ રહ્યાં છીએ તો જરુર પતિત મનુષ્ય વિઘ્ન નાખશે.

ગીત :-
ઓ દૂર કે મુસાફર…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત ની લાઈન સાંભળી. જેમ વેદ-શાસ્ત્ર વગેરે ભક્તિમાર્ગ નો રસ્તો બતાવે છે તેમ ગીત પણ થોડો રસ્તો બતાવે છે. તે તો કંઈ સમજતાં નથી. શાસ્ત્રો ની કથાઓ વગેરે સાંભળવી, તે જેમ છે કનરસ. હવે બાળકો જાણે છે - દૂરદેશ નાં મુસાફર કોને કહેવાય છે. આત્મા જાણે છે - આપણે પણ દૂર નાં મુસાફર છીએ, આપણું ઘર શાંતિધામ છે. મનુષ્ય આ વાતો ને નથી સમજતાં, એટલે કંઈ નથી સમજ્યાં. બાપ ને ન જાણવાથી સૃષ્ટિ ચક્ર ને કોઈ નથી જાણતું. આ આત્મા સમજે છે કે શિવબાબા કહે છે - હું ટેમ્પરરી (અલ્પકાળ) જીવ આત્મા બનું છું. તમે સ્થાયી જીવ આત્મા છો. હું ફક્ત સંગમ પર જ ટેમ્પરરી જીવ આત્મા છું. તે પણ તમારા જેમ નથી બનતો. હું આ જીવ માં પ્રવેશ કરું છું, પોતાનો પરિચય આપવાં. નહીં તો તમને પરિચય કેવી રીતે મળે? બાપે સમજાવ્યું છે - રુહાની બાપ એક જ છે, જેમને શિવબાબા અથવા ભગવાન કહે છે. બીજું કોઈ નથી જાણતું. આમાં પવિત્રતા નું પણ બંધન છે. મોટા માં મોટું બંધન છે પોતાને આત્મા સમજવો, જે દૂર નાં મુસાફર પતિત-પાવન ને ભક્તિમાર્ગ માં યાદ કરે છે. એ રુહાની બાપ સમજાવે છે કે હું બધાને લઈ જઈશ. કોઈને પણ છોડીને નહીં જાઉં, પાછું તો બધાએ જવાનું છે. પ્રલય પણ નથી થવાનો. ભારત ખંડ તો રહે જ છે. ભારત ખંડ નો ક્યારેય વિનાશ નથી થતો. સતયુગ આદિ માં ફક્ત ભારત ખંડ જ રહે છે. કલ્પ નાં સંગમ પર જ્યારે બાપ આવે છે તો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરવાનો હોય છે. બાકી બધાં ધર્મ વિનાશ થવાનાં છે. તમે પણ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરવામાં મદદ કરી રહ્યાં છો. તો ગીત સાંભળ્યું - કહે છે બાબા અમને પણ સાથે લઈ ચાલો. બાપ કહે છે - એમ સાથે કોઈ ચાલી ન શકે, જ્યાં સુધી જુની દુનિયાથી વૈરાગ ન આવે. નવું મકાન બને છે તો જૂનાં થી દિલ તૂટી જાય છે. તમે પણ જાણો છો કે આ જૂની દુનિયા ખતમ થવાની છે. હવે નવી દુનિયામાં જવાનું છે. જ્યાં સુધી સતોપ્રધાન નહીં બનશો ત્યાં સુધી સતોપ્રધાન દેવી-દેવતા બની નહીં શકો એટલે બાબા ઘડી-ઘડી સમજાવે છે - પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરતાં રહો. સદ્દગતિ કરવા વાળા દૂર નાં મુસાફર એક જ આવેલાં છે, એમને દુનિયા નથી જાણતી. સર્વવ્યાપી કહી દીધાં છે. હમણાં આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો કે આપણે શિવબાબા નાં સંતાન છીએ. આવો પણ છો તો સમજો છો અમે બાપદાદા ની પાસે જઈએ છીએ, તો આ પરિવાર થઈ ગયો. આ છે ઇશ્વરીય પરિવાર. કોઈ ને વધારે બાળકો હોય છે તો મોટી પલટન થઈ જાય છે. શિવબાબા નાં બાળકો જે આટલાં બી.કે. ભાઇ-બહેન છે, આ પણ મોટી પલટન થઈ જાય છે. બ્રહ્માકુમાર-કુમારીઓ બધા જાણે છે - અમે બેહદ નાં બાપ પાસેથી વારસો લઈએ છીએ. શાસ્ત્રો માં દેખાડે છે પાંડવો અને કૌરવોએ રમત રમી. રાજાઈ દાવ માં રાખી. હવે રાજાઈ ન કૌરવો ની છે, ન પાંડવો ની છે. તાજ વગેરે કંઈ પણ નથી. દેખાડે છે એમને શહેરમાંથી કાઢી મૂક્યાં. હથિયાર વગેરે છુપાડીને રાખ્યાં. આ બધી છે દંત કથાઓ. ન પાંડવ રાજ્ય છે, ન કૌરવ રાજ્ય છે. ન એમની પરસ્પર લડાઈ ચાલી છે. લડાઈ રાજાઓની થાય છે. આ તો ભાઈ-ભાઈ છે. લડાઈ થઈ છે કૌરવ અને યૌવનો ની. બાકી ભાઈ એક બીજા ને કેવી રીતે ખતમ કરશે! દેખાડે છે પાંડવ, કૌરવ લડ્યાં. બાકી પ પાંડવો બચ્યાં અને એક કૂતરો રહ્યો. તે પણ બધા પહાડ પર ગળી મર્યા. ખેલ જ ખલાસ. રાજયોગ નો અર્થ જ ન નીકળ્યો.

હમણાં આપ બાળકો જાણો છો બાપ કલ્પ-કલ્પ આવીને એક ધર્મની સ્થાપના કરે છે. બોલાવે પણ છે હે પતિત-પાવન બાબા આવો, આવીને પતિત થી પાવન બનાવો. સતયુગ માં સૂર્યવંશી રાજધાની જ હોય છે. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના થઈ રહી છે. હમણાં બાપ આવ્યાં છે તો એમનાં ડાયરેક્શન પર ચાલવાનું છે. કમળ પુષ્પ સમાન પવિત્ર રહેવાનું છે. કન્યાઓને તો નહીં કહેશે કે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન રહો. તે તો છે જ પવિત્ર. આ ગૃહસ્થીઓ માટે કહેવાય છે. કુમાર અને કુમારીઓએ તો લગ્ન કરવા જ ન જોઈએ. નહીં તો તે પણ ગૃહસ્થી થઈ પડશે. ક્યાંક ગંધર્વ વિવાહ નું નામ પણ છે. કન્યા પર માર પડે છે તો લાચારી હાલત માં ગંધર્વ વિવાહ કરાવાય છે. હકીકત માં માર પણ સહન કરવો જોઈએ, પરંતુ અધરકુમારી ન બનવું જોઈએ. બાળ-બ્રહ્મચારી નું નામ બહુ જ હોય છે. લગ્ન કર્યા તો હાફ પાર્ટનર થઈ ગયાં. કુમારો ને કહેવાય છે - તમે તો પવિત્ર રહો. ગૃહસ્થ વ્યવહાર વાળાઓ ને કહેવાય છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનો. એમને જ મહેનત લાગે છે. લગ્ન ન કરવાથી બંધન નહીં રહેશે. કન્યા ને તો ભણવાનું છે અને જ્ઞાન માં બહુ જ મજબૂત રહેવાનું છે. નાની કુમારીઓ જે સગીર (બાળવસ્થા) છે, એમને તો આપણે લઈ નથી શકતાં. તે પોતાનાં ઘરમાં રહીને ભણી શકે છે. માતા-પિતા જ્ઞાન માં આવે તો સગીર ને લઈ શકાય છે. આ સ્કૂલ ની સ્કૂલ છે, ઘર નું ઘર છે અને સત્સંગ નો સત્સંગ. સત્ એટલે એક બાપ, જેમનાં માટે કહેવાય છે ઓ દૂર નાં મુસાફર (યાત્રી). આત્મા ગોરો બને છે. બાપ કહે છે - હું મુસાફર સદા ગોરો રહું છું. પવિત્રતા માં રહેવા વાળો છું. હું આવીને બધા આત્માઓ ને પવિત્ર ગોરા બનાવું છું બીજો તો કોઈ એવો મુસાફર નથી. બાપ સમજાવે છે - હું આવ્યો છું રાવણ રાજ્ય માં. આ શરીર પણ પારકું છે. તમારો આત્મા કહેશે - આ અમારું શરીર છે. બાબા કહેશે આ મારું શરીર નથી. આ આમનું શરીર છે. આ પતિત શરીર મારું નથી. આવે જ છે આમનાં અનેક જન્મો નાં અંત નાં જન્મ માં. જે નંબરવન પાવન હતાં, તે જ નંબર લાસ્ટ અર્થાત્ અંત માં વિકારી બને છે. પહેલો નંબર સોળે કળા સંપૂર્ણ હતાં. હમણાં કોઈ કળા રહી નથી. પતિત તો બધા છે જ. તો બાપ દૂર દેશ નાં મુસાફર થયાં ને. તમે આત્માઓ પણ મુસાફર છો. અહીં આવીને પાર્ટ ભજવો છો. આ સૃષ્ટિ ચક્ર ને કોઈ નથી જાણતું. ભલે કોઈ કેટલું પણ શાસ્ત્ર વગેરે ભણ્યાં હોય પરંતુ આ જ્ઞાન કોઈ નથી આપી શકતું. બાપ સમજાવે છે - હું આ તન માં પ્રવેશ કરી આ આત્માઓને જ્ઞાન આપું છું. તે તો મનુષ્ય, મનુષ્ય ને શાસ્ત્રો નું જ્ઞાન આપે છે. તે થઈ ગયાં ભગત. સદ્દગતિ દાતા તો એક જ છે. એ જ જ્ઞાન નાં સાગર છે, એમને ન જાણવાનાં કારણે દેહ-અભિમાન આવી જાય છે. તે કોઈ આ તો સમજાવતાં નથી કે પોતાને આત્મા નિશ્ચય કરો. આત્મા ભણે છે. આ કોઈ સમજાવતું નથી કારણકે દેહ-અભિમાન છે. હમણાં દૂર નાં મુસાફર તો શિવબાબા ને જ કહીશું. તમે જાણો છો આપણે ૮૪ જન્મ નું ચક્ર લગાવી ચૂક્યાં છીએ.

બાપ કહે છે - ૫ હજાર વર્ષ પહેલાં પણ સમજાવ્યું હતું કે બાળકો, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. હું જાણું છું - ગીતા માં લોટ માં (લૂણ) મીઠા જેટલું થોડું છે. એ જ ગીતા નો એપિસોડ (અધ્યાય), તે જ મહાભારત ની લડાઈ, તે જ મનમનાભવ-મધ્યાજી ભવ નું જ્ઞાન છે. મામેકમ્ યાદ કરો. લડાઈ પણ બરાબર લાગી છે. પાંડવો ની વિજય થઈ. વિજય માળા વિષ્ણુ ની ગવાય છે. શાસ્ત્રો માં તો દેખાડ્યું છે પાંડવો ગળી મર્યા. પછી માળા ક્યાંથી બની. હવે તમે સમજો છો કે અમે વિષ્ણુ ની માળા બનવા અહીંયા આવ્યાં છીએ. ઉપર માં છે પતિત-પાવન બાપ. એમનું યાદગાર જોઈએ ને. ભક્તિમાર્ગ માં યાદગાર ગવાય છે. કોઈ ૮ ની માળા, કોઈ ૧૦૮ ની માળા, કોઈ ૧૬,૧૦૮ ની બનાવી છે. ગાય છે - ચઢતી કલા તેરે ભાને સર્વ કા ભલા. હમણાં તમે જાણો છો - આપણી ચઢતી કળા છે. આપણે ચાલ્યાં જઈશું પોતાનાં સુખધામ માં પછી આપણે ત્યાંથી નીચે કેવી રીતે ઉતરીએ છીએ? ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ? આ બધું જ્ઞાન તમારી બુદ્ધિ માં છે. આ જ્ઞાન ભુલવું ન જોઈએ. આપણાં બધા દુઃખ દૂર કરવાં, શ્રાપ મટાડી સુખ નો વારસો આપવાં બાપ આવ્યાં છે. રાવણ નાં શ્રાપ થી સૌને દુઃખ થાય છે. તો હવે બાપ ને અને વારસા ને યાદ કરવાનાં છે. તમે જાણો છો આપણે સૂર્યવંશીઓએ ભારત માં રાજ્ય કર્યું. ભારત માં જ શિવબાબા આવે છે. ભારત જ સ્વર્ગ હતું, આ ઘડી-ઘડી બુદ્ધિ માં યાદ કરવું પડે. જેણે ૮૪ નું ચક્ર નહીં માર્યું હોય, તે ન ધારણા કરશે, ન કરાવશે એનાં માટે સમજાઈ જશે કે આમણે ૮૪ જન્મ નથી લીધાં. આ પાછળ થી આવે છે. સ્વર્ગ માં નથી આવતાં. પહેલાં-પહેલાં જવું તો સારું છે ને. નવાં મકાન માં પહેલાં પોતે રહે છે પછી ભાડા પર ચઢાવે છે. તો તે પછી સેકન્ડ હેન્ડ (વાપરેલું) થયું ને. સતયુગ છે નવી દુનિયા. ત્રેતા સેકન્ડ હેન્ડ કહીશું. તો હમણાં બુદ્ધિ માં આવે છે અમે સ્વર્ગ નવી દુનિયામાં જઈએ. પુરુષાર્થ કરવાનો છે, પ્રજા પણ બનતી જશે. તમને ખબર પડતી જશે કે માળા માં કોણ-કોણ પરોવાઈ શકે છે. જો કોઈને સીધું કહેવાય કે તમે નહીં આવશો તો હાર્ટ ફેલ થઈ જાય એટલે કહેવાય છે કે પુરુષાર્થ કરો, પોતાની તપાસ કરો કે અમારો બુદ્ધિયોગ ભટકતો તો નથી ને! તમારો શિવબાબા સાથે કેટલો પ્રેમ થતો જાય છે! કહે પણ છે અમે બાપદાદા ની પાસે જઈએ છીએ. શિવબાબા થી દાદા દ્વારા વારસો લેવા જઈએ છીએ. આવાં બાપ ની પાસે તો અનેકવાર જઈએ. પરંતુ ગૃહસ્થ વ્યવહાર પણ સંભાળવાનો છે. ભલે ખુબ ધનવાન છે પરંતુ એટલી ફુરસદ નથી. પૂરો નિશ્ચય નથી. નહીં તો મહિના બે મહિના પછી આવીને રિફ્રેશ થઈ શકે છે. એમને ઘડી-ઘડી કશિશ (ખેંચાણ) થશે. સોય પર કાટ ચઢેલો હોય છે તો ચુંબક એટલું ખેંચતું નથી. જેમનો પૂરો યોગ હશે એમને ઝટ કશિશ થશે, ભાગી આવશે. જેટલી કટ ઉતરતી જશે, એટલી કશિશ થશે. અમે ચુંબક ને મળીએ. ગીત છે ભલે મારો, ભલે કંઈ પણ કરો… અમે દર થી ક્યારેય નહીં નીકળશું. પરંતુ તે અવસ્થા તો અંત માં થશે. કટ નીકળેલી હશે તો તે અવસ્થા થશે. બાપ કહે છે - હે આત્માઓ મનમનાભવ, રહો ભલે પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં. એવું નહીં કે અહીં ભાગીને આવી બેસી જવાનું છે. સાગર પાસે વાદળોએ આવવાનું છે - રિફ્રેશ થવાં. પછી સેવા પર જવાનું છે. બંધન જ્યારે ખલાસ થાય તો સેવા પર જઈ શકે. મા-બાપે પોતાનાં બાળકોને સંભાળવાનાં છે. બાપ ની યાદ માં રહેવાનું છે. પવિત્ર બનવાનું છે.

બાપે સમજાવ્યું છે-અનેક પ્રકાર નાં વિઘ્ન જ્ઞાન-યજ્ઞ માં પડે છે. કહે છે ઈશ્વર તો સમર્થ છે પછી વિઘ્ન કેમ? મનુષ્ય ને ખબર જ નથી, રાવણ ભગવાન થી પણ આગળ છે. એની રાજાઈ છીનવાઈ જાય છે તો અનેક પ્રકાર નાં વિઘ્ન પડતાં રહે છે. ડ્રામા પ્લાન અનુસાર તો પણ વિઘ્ન પડશે. શરુઆત થી લઈને પતિતો નાં વિઘ્ન પડે છે. શાસ્ત્રો માં પણ લખી દીધું છે - કૃષ્ણ ને ૧૬,૧૦૮ પટરાણીઓ હતી. સાપે ડસ્યો. રામ ની સીતા ચોરાઈ ગઈ. હવે રાવણ સ્વર્ગ માં ક્યાંથી આવે? ખોટું તો બહુજ છે. કહે છે વિકાર વગર બાળકો કેવી રીતે થશે? એમને ખબર જ નથી-જે વારસો લેવા વાળા હશે તે જ આવી ને સમજશે. તો આ જ્ઞાન-યજ્ઞ માં અસુરો નાં વિઘ્ન પડે છે. પતિતો ને અસુર કહેવાય છે. છે જ રાવણ સંપ્રદાય. હમણાં તમે સંગમ પર છો. રાવણ રાજ્ય થી કિનારો કરી લીધો છે તો પણ કંઈક લહેર આવે છે. આ બુદ્ધિ માં જ્ઞાન છે કે અમે જઈ રહ્યાં છીએ. બેઠાં તો અહીં જ છે. બુદ્ધિ માં જ્ઞાન છે. બેઠા અહીં છો પરંતુ એનાથી જેમ તમને વૈરાગ્ય છે. આ છી-છી દુનિયા કબ્રિસ્તાન બનવાની છે. ભિન્ન-ભિન્ન પોઈન્ટ્સ થી સમજાવાય છે. હકીકત માં તો એક જ પોઇન્ટ છે મનમનાભવ. કેટલા નાં પત્રો આવે છે - બાબા અમે બાંધેલી છીએ. એક દ્રોપદી તો નથી, હજારો થઈ જશે. હમણાં તમે પતિત દુનિયા થી પાવન દુનિયા માં ટ્રાન્સફર થઇ રહ્યાં છો. જે કલ્પ પહેલાં ફૂલ બન્યાં હશે તે જ નીકળશે. ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાન નાં બગીચા) ની અહીં સ્થાપના થશે. કોઈ-કોઈ તો એવાં સારાં-સારાં ફૂલ હોય છે જે જોવાથી જ આરામ આવી જાય છે. નામ જ છે કિંગ ઓફ ફ્લાવર્સ (ફૂલો નાં રાજા). પ દિવસ રાખ્યું હોય તો પણ ખીલેલું રહેશે. સુગંધ ફેલાવતું રહેશે. અહીં પણ જે બાપ ને યાદ કરે છે અને યાદ અપાવતાં રહે છે એમની સુગંધ ફેલાય છે. સદૈવ ખુશ રહે છે. એવાં મીઠાં-મીઠાં બાળકોને જોઈ બાપ હર્ષિત થાય છે. એમની આગળ બાબા નો જ્ઞાન ડાંસ સારો થાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન અને યોગ માં મજબૂત બનવાનું છે. જો કોઈ બંધન નથી તો બંધનો માં જાણી જોઈને ફસાવાનું નથી. બાળ-બ્રહ્મચારી થઇને રહેવાનું છે.

2. હમણાં આપણી ચઢતી કળા છે, બાબા આપણા બધા દુઃખ દૂર કરવાં, શ્રાપ મટાવી વારસો આપવા આવ્યાં છે. બાપ અને વારસા ને યાદ કરી અપાર ખુશી માં રહેવાનું છે. તપાસ કરવાની છે કે અમારો બુદ્ધિયોગ ક્યાંય ભટકતો તો નથી.

વરદાન :-
સમાવવું અને સામનો કરવાની શક્તિ દ્વારા સેવા માં સફળતા પ્રાપ્ત કરવા વાળા રુહાની સેવાધારી ભવ

રુહાની સેવાધારીઓને સેવા નાં સિવાય કંઈ પણ સુજતું નથી, તે મન્સા-વાચા-કર્મણા સર્વિસ થી એક સેકન્ડ પણ રેસ્ટ નથી લેતા એટલે બેસ્ટ બની જાય છે. તે સેવાઓમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સદા આ જ યાદ રાખે છે કે સમાવવું અને સામનો કરવો - આ જ અમારું નિશાન છે. તે પોતાનાં જૂનાં સંસ્કારો ને સમાવે છે અને સામનો માયા થી કરે છે ન કે દૈવી પરિવાર થી. એવાં બાળકો જે નોલેજફુલ ની સાથે-સાથે પાવરફુલ પણ છે એમને જે કહેવાય છે રુહાની સેવાધારી

સ્લોગન :-
નાની વાત ને મોટી નહીં કરો, વાતાવરણ ને શક્તિશાળી બનાવો.

આ અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

દુનિયામાં લોકો જીવતા હોવા છતાં પણ નાઉમ્મીદી ની ચિતા પર બેઠેલા છે, એવાં આત્માઓને મરજીવા બનાવો, નવાં જીવન નું દાન આપો. પોતાનાં ખુશનસીબ, હર્ષિત મુખ ચહેરા દ્વારા એમને માનવ જીવન માં જીવવાનું શીખવાડો. તમને જોઈને એમનામાં હિંમત, ઉમંગ-ઉત્સાહ આવી જાય, એનાં માટે પોતાની નેચર ને સરળ બનાવો અને સદા કમળ સમાન સ્થિતિ નાં આસન પર ડબલ લાઈટ સ્થિતિ માં સ્થિત રહો.