05-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદ થી જ બેટરી ચાર્જ થશે , શક્તિ મળશે , આત્મા સતોપ્રધાન બનશે એટલે યાદ ની યાત્રા પર વિશેષ અટેન્શન આપો”

પ્રશ્ન :-
જે બાળકો નો પ્રેમ એક બાપ સાથે છે, એમની નિશાની કઈ હશે?

ઉત્તર :-
૧. જો એક બાપ સાથે પ્રેમ છે તો બાપ ની નજર એમને નિહાલ કરી દેશે, ૨. તે પૂરાં નષ્ટોમોહા હશે, ૩. જેમને બેહદ નાં બાપ નો પ્રેમ પસંદ આવી ગયો, તે બીજા કોઈ નાં પ્રેમ માં ફસાઈ નથી શકતાં, ૪. એમની બુદ્ધિ જૂઠખંડ નાં જુઠ્ઠા મનુષ્યો થી તૂટી જાય છે. બાબા તમને હમણાં એવો પ્રેમ આપે છે જે અવિનાશી બની જાય છે. સતયુગ માં પણ તમે પરસ્પર ખૂબ પ્રેમ થી રહો છો.

ઓમ શાંતિ!
બેહદ નાં બાપ નો પ્રેમ હમણાં એક જ વાર આપ બાળકો ને મળે છે, જે પ્રેમ ને ભક્તિ માં પણ ખૂબ યાદ કરે છે. બાબા, બસ તમારો જ પ્રેમ જોઈએ. તુમ માત પિતા… તમે જ બધું છો. એક થી જ અડધાકલ્પ માટે પ્રેમ મળી જાય છે. તમારા આ રુહાની પ્રેમ ની મહિમા અપરંપાર છે. બાપ જ આપ બાળકો ને શાંતિધામ નાં માલિક બનાવે છે. હમણાં તમે દુઃખધામ માં છો. અશાંતિ અને દુઃખ માં બધાં બુમો પાડે છે. ધની-ધોણી કોઈ નાં નથી એટલે ભક્તિમાર્ગ માં યાદ કરે છે. પરંતુ કાયદેસર ભક્તિ નો પણ સમય હોય છે અડધોકલ્પ.

આ તો બાળકોને સમજાવ્યું છે, એવું નથી કે બાપ અંતર્યામી છે. બાપ ને બધાની અંદર જાણવાની જરુર જ નથી. તે તો થોટ રીડર્સ હોય છે. તે પણ આ વિદ્યા શીખે છે. અહીં આ વાત જ નથી. બાપ આવે છે, બાપ અને બાળકો જ આ પૂરો પાર્ટ ભજવે છે. બાપ જાણે છે સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? એમાં બાળકો કેવી રીતે પાર્ટ ભજવે છે? એવું નથી કે તે દરેક ની અંદરનું જાણે છે. આ તો રાત્રે પણ સમજાવ્યું કે દરેકની અંદર તો વિકાર જ છે. ખૂબ છી-છી મનુષ્ય છે. બાપ આવીને ગુલ-ગુલ (ફૂલ) બનાવે છે. આ બાપ નો પ્રેમ આપ બાળકો ને એક જ વાર મળે છે જે પછી અવિનાશી થઈ જાય છે. ત્યાં તમે એક-બીજા સાથે ખૂબ પ્રેમ કરો છો. હમણાં તમે મોહજીત બની રહ્યા છો. સતયુગી રાજ્યને મોહજીત રાજા, રાણી તથા પ્રજા નું રાજ્ય કહેવાય છે. ત્યાં કોઈ ક્યારેય રડતું નથી. દુઃખ નું નામ નથી. આપ બાળકો જાણો છો બરોબર ભારત માં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ હતાં, હમણાં નથી કારણ કે હમણાં રાવણ રાજ્ય છે. આમાં બધાં દુઃખ ભોગવે છે, પછી બાપ ને યાદ કરે છે કે આવીને સુખ-શાંતિ આપો, રહેમ કરો. બેહદ નાં બાપ છે રહેમદિલ. રાવણ છે બેરહેમ કરવાવાળો, દુઃખનો રસ્તો બતાવવા વાળો. બધાં મનુષ્ય દુઃખ નાં રસ્તા પર ચાલે છે. સૌથી વધારે માં વધારે દુઃખ આપવા વાળો છે કામ વિકાર એટલે બાપ કહે છે-મીઠાં-મીઠાં બાળકો, કામ વિકાર પર જીત મેળવો તો જગતજીત બનશો. આ લક્ષ્મી-નારાયણ ને જગતજીત કહેવાશે ને? તમારી સામે મુખ્ય ઉદ્દેશ છે. મંદિરો માં ભલે જાઓ છો પરંતુ એમની બાયોગ્રાફી કંઈ નથી જાણતાં. જેવી રીતે ઢીંગલીઓની પૂજા થાય છે. દેવતાઓની પૂજા કરે છે, રચીને ખૂબ શૃંગાર કરીને ભોગ વગેરે લગાવે છે. પરંતુ તે દેવીઓ તો કંઈ પણ ખાતી નથી. ખાઈ જાય છે બ્રાહ્મણ લોકો. રચના કરી પછી પાલના કરી વિનાશ કરી દે છે, આને કહેવાય છે અંધશ્રદ્ધા. સતયુગ માં આ વાતો હોતી નથી. આ બધાં રીત-રિવાજ નીકળે છે કળિયુગ માં. તમે પહેલાં-પહેલાં એક શિવબાબા ની પૂજા કરો છો, જેને અવ્યભિચારી રાઈટિયસ પૂજા કહેવાય છે. પછી થાય છે વ્યભિચારી પૂજા. ‘બાબા’ શબ્દ કહેવાથી જ પરિવાર ની સુગંધ આવે છે. તમે પણ કહો છો ને તુમ માત-પિતા… તમારા આ જ્ઞાન આપવાની કૃપા થી અમને સુખ ઘનેરા (અથાહ) મળે છે. બુદ્ધિમાં યાદ છે કે આપણે પહેલાં-પહેલાં મૂળવતન માં હતાં. ત્યાંથી અહીં આવ્યા છીએ શરીર લઈને પાર્ટ ભજવવાં. પહેલાં-પહેલાં આપણે દૈવી વસ્ત્ર લઈએ છીએ અર્થાત્ દેવતા કહેવાઈએ છીએ. પછી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર વર્ણ માં આવતાં ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવીએ છીએ. આ વાતો તમે પહેલાં નહોતા જાણતાં. હવે બાબાએ આવીને આદિ-મધ્ય-અંત ની નોલેજ આપ બાળકોને આપી છે. પોતાની પણ નોલેજ આપી છે કે હું આ તન માં પ્રવેશ કરું છું. આ પોતાનાં ૮૪ જન્મો ને નહોતા જાણતાં. તમે પણ નહોતા જાણતાં. શ્યામ-સુંદર નું રહસ્ય તો સમજાવ્યું છે. આ શ્રીકૃષ્ણ છે નવી દુનિયાનાં પહેલાં પ્રિન્સ અને રાધે સેકન્ડ નંબર માં. થોડા વર્ષો નો ફરક પડે છે. સૃષ્ટિનાં આદિ માં આમને પહેલા નંબર માં કહેવાય છે એટલે જ શ્રીકૃષ્ણ ને બધાં પ્રેમ કરે છે, આમને જ શ્યામ અને સુંદર કહેવાય છે. સ્વર્ગમાં તો બધાં સુંદર જ હતાં. હમણાં સ્વર્ગ ક્યાં છે? ચક્ર ફરતું રહે છે. એવું નથી કે સમુદ્ર ની નીચે ચાલ્યું જાય છે. જેવી રીતે કહે છે લંકા, દ્વારિકા નીચે ચાલી ગઈ. ના, આ ચક્ર ફરે છે. આ ચક્ર ને જાણવાથી તમે ચક્રવર્તી મહારાજા-મહારાણી વિશ્વનાં માલિક બનો છો. પ્રજા પણ તો પોતાને માલિક સમજે છે ને? કહેશે, અમારું રાજ્ય છે. ભારતવાસી કહેશે અમારું રાજ્ય છે. ભારત નામ છે. હિન્દુસ્તાન નામ ખોટું છે. હકીકત માં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ છે. પરંતુ ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ હોવાનાં કારણે પોતાને દેવતા નથી કહી શકતાં. આ પણ ડ્રામા ની નોંધ છે. નહીં તો બાપ કેવી રીતે આવીને ફરી થી દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે. પહેલાં તમને પણ આ બધી વાતોની ખબર નહોતી, હવે બાપે સમજાવ્યું છે.

આવાં મીઠાં બાબા, એમને પણ પછી તમે ભૂલી જાઓ છો! સૌથી મીઠાં બાબા છે ને? બાકી રાવણ રાજ્ય માં તમને બધાં દુઃખ જ આપે છે ને? એટલે બેહદ નાં બાપ ને યાદ કરો છો. એમની યાદ માં પ્રેમ નાં આંસુ વહાવો છો - હે સાજન, ક્યારે આવીને સજનીઓ ને મળશો? કારણ કે તમે બધાં છો ભક્તિઓ. ભક્તિઓનાં પતિ થયા ભગવાન. ભગવાન આવીને ભક્તિ નું ફળ આપે છે, રસ્તો બતાવે છે અને સમજાવે છે - આ ૫ હજાર વર્ષનો ખેલ છે. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને કોઈપણ મનુષ્ય નથી જાણતાં. રુહાની બાપ અને રુહાની બાળકો જ જાણે છે. કોઈ મનુષ્ય નથી જાણતા, દેવતાઓ પણ નથી જાણતાં. આ સ્પ્રિચ્યુઅલ ફાધર જ જાણે છે. એ પોતાનાં બાળકો ને સમજાવે છે. બીજા કોઈ પણ દેહધારી ની પાસે આ રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ હોય ન શકે. આ નોલેજ હોય જ છે રુહાની બાપ પાસે. એમને જ જ્ઞાન-જ્ઞાનેશ્વર કહેવાય છે. જ્ઞાન-જ્ઞાનેશ્વર તમને જ્ઞાન આપે છે, રાજ-રાજેશ્વર બનવા માટે એટલે આને રાજયોગ કહેવાય છે. બાકી તે બધાં છે હઠયોગ. હઠયોગીઓ નાં પણ ચિત્ર ખૂબ છે. સંન્યાસી જ્યારે આવે છે, તે આવીને પછી હઠયોગ શીખવાડે છે. જ્યારે ખૂબ વૃદ્ધિ થઈ જાય છે ત્યારે હઠયોગ વગેરે શીખવાડે છે. બાપે સમજાવ્યું છે હું આવું જ છું સંગમ પર, આવીને રાજધાની સ્થાપન કરું છું. સ્થાપના અહીં કરે છે, નહીં કે સતયુગ માં. સતયુગ આદિ માં તો રાજાઈ છે તો જરુર સંગમ પર સ્થાપના થાય છે. અહીં કળિયુગ માં છે બધાં પુજારી, સતયુગ માં છે પૂજ્ય. તો બાપ પૂજ્ય બનાવવવા માટે આવે છે. પુજારી બનાવવા વાળો છે રાવણ. આ બધું જાણવું જોઈએ ને? આ છે ઊંચા માં ઊંચું ભણતર. આ ટીચર ને કોઈ જાણતું નથી. એ સુપ્રીમ બાપ પણ છે, ટીચર પણ છે, સદ્દગુરુ પણ છે. એ કોઈ નથી જાણતું. બાપ જ આવીને પોતાનો પૂરો પરિચય આપે છે. બાળકો ને સ્વયં ભણાવીને પછી સાથે લઈ જાય છે. બેહદ નાં બાપ નો પ્રેમ મળે છે તો પછી બીજા કોઈ નો પ્રેમ પસંદ નથી આવતો. આ સમયે છે જ જૂઠખંડ. જૂઠી માયા, જૂઠી કાયા… ભારત હમણાં જૂઠ ખંડ છે પછી સતયુગ માં હશે સચખંડ. ભારતનો ક્યારેય વિનાશ નથી થતો. આ છે સૌથી મોટા માં મોટું તીર્થ. જ્યાં બેહદ નાં બાપ બાળકોને બેસી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે અને સર્વ ની સદ્દગતિ કરે છે. આ ખૂબ મોટું તીર્થ છે. ભારત ની મહિમા અપરંપાર છે. પરંતુ આ પણ તમે સમજી શકો છો-ભારત છે વન્ડર ઓફ વર્લ્ડ. તે છે માયા નાં ૭ વંડર્સ. ઈશ્વર નું વંડર એક જ છે. બાપ એક, એમનું વન્ડરફુલ સ્વર્ગ પણ એક છે. એને જ હેવન, પેરેડાઈઝ કહેવાય છે. સાચ્ચુ-સાચ્ચુ નામ એક જ છે સ્વર્ગ, આ છે નર્ક. ઓલરાઉન્ડ ચક્ર આપ બ્રાહ્મણ જ લગાવો છો. હમ સો બ્રાહ્મણ, સો દેવતા… ચઢતી કળા, ઉતરતી કળા. ચઢતી કલા તેરે ભાને સર્વ કા ભલા... ભારતવાસી જ ઈચ્છે છે કે વિશ્વ માં શાંતિ પણ હોય, સુખ પણ હોય. સ્વર્ગ માં તો છે જ સુખ, દુઃખ નું નામ નથી. એને કહેવાય છે ઈશ્વરીય રાજ્ય. સતયુગ માં સૂર્યવંશી પછી સેકન્ડ ગ્રેડ માં છે ચંદ્રવંશી. તમે છો આસ્તિક, તે છે નાસ્તિક. તમે ધણી નાં બની બાપ પાસે થી વારસો લેવાનો પુરુષાર્થ કરો છો. તમારી માયા ની સાથે ગુપ્ત લડાઈ ચાલે છે. બાપ આવે છે રાત્રે. શિવરાત્રિ છે ને? પરંતુ શિવ ની રાત્રિ નો પણ અર્થ નથી સમજતાં. બ્રહ્માની રાત પૂરી થાય છે, દિવસ શરુ થાય છે. તે કહે છે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ, આ તો છે શિવ ભગવાનુવાચ. હવે રાઈટ કોણ? શ્રીકૃષ્ણ તો પૂરાં ૮૪ જન્મ લે છે. બાપ કહે છે હું આવું છું સાધારણ વૃદ્ધ તન માં. આ પણ પોતાનાં જન્મો ને નથી જાણતાં. અનેક જન્મો નાં અંત માં જ્યારે પતિત બની જાય છે તો પતિત સૃષ્ટિ, પતિત રાજ્ય માં આવું છું. પતિત દુનિયામાં અનેક રાજ્ય, પાવન દુનિયામાં હોય છે એક રાજ્ય. હિસાબ છે ને? ભક્તિમાર્ગ માં જ્યારે ખૂબ નૌધા ભક્તિ કરે છે, માથું કાપવા પર આવી જાય છે ત્યારે એમની મનોકામના પૂરી થાય છે. બાકી એમાં રાખેલું કંઈ પણ નથી, એને કહેવાય છે નૌધા ભક્તિ. જ્યાર થી રાવણ રાજ્ય શરુ થાય છે ત્યાર થી ભક્તિનાં કર્મકાંડ ની વાતો મનુષ્ય વાંચતા-વાંચતા નીચે આવી જાય છે, કહે છે વ્યાસ ભગવાને શાસ્ત્ર બનાવ્યા, શું-શું લખ્યું છે? ભક્તિ અને જ્ઞાન નાં રહસ્ય હમણાં આપ બાળકોએ સમજ્યા છે. સીડી અને ઝાડ માં આ બધી સમજણ છે. એમાં ૮૪ જન્મ પણ દેખાડ્યા છે. બધાં તો ૮૪ જન્મ નથી લેતાં. જે શરુ માં આવ્યા હશે તે જ પૂરાં ૮૪ જન્મ લેશે. આ નોલેજ તમને હમણાં જ મળે છે પછી સોર્સ ઓફ ઇન્કમ થઈ જાય છે. ૨૧ જન્મ કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી, જેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો પડે. એને કહેવાય છે બાપ નું એક જ સ્વર્ગ છે વન્ડર ઓફ ધ વર્લ્ડ. નામ જ છે પેરેડાઇઝ. એનાં બાપ માલિક બનાવે છે. તે તો ફક્ત વન્ડર્સ દેખાડે છે, પરંતુ તમને તો બાપ એનાં માલિક બનાવે છે એટલે હવે બાપ કહે છે નિરંતર મને યાદ કરો. સિમર-સિમર સુખ પાઓ, કલહ-કલેશ મિટે સબ તન કે, જીવનમુક્તિ પદ મેળવો. પવિત્ર બનવા માટે યાદ ની યાત્રા ખૂબ જરુરી છે. મનમનાભવ, તો પછી અંત મતી સો ગતિ થઈ જશે. ગતિ કહેવાય છે શાંતિધામ ને. સદ્દગતિ હોય છે અહીં. સદ્દગતિ ની વિરોધી હોય છે દુર્ગતિ.

હવે તમે બાપ ને અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયા છો. તમને બાપ નો પ્રેમ મળે છે. બાપ નજર થી નિહાલ કરી દે છે. સન્મુખ આવીને જ નોલેજ સંભળાવશે ને? આમાં પ્રેરણાની તો કોઈ વાત જ નથી. બાપ ડાયરેક્શન આપે છે, આવી રીતે યાદ કરવાથી શક્તિ મળશે. જેવી રીતે બેટરી ચાર્જ થાય છે ને? આ મોટર છે, આની બેટરી ડલ થઈ ગઈ છે. હવે સર્વશક્તિમાન્ બાપ ની સાથે બુદ્ધિનો યોગ લગાવવાથી પછી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. બેટરી ચાર્જ થઈ જશે. બાપ જ આવીને બધાની બેટરી ચાર્જ કરે છે. સર્વશક્તિમાન્ બાપ જ છે. આ મીઠી-મીઠી વાતો બાપ જ સમજાવે છે. તે ભક્તિ નાં શાસ્ત્ર તો જન્મ-જન્માંતર વાંચતા આવ્યા છો. હવે બાપ બધાં ધર્મ વાળા માટે એક જ વાત સંભળાવે છે. કહે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. હવે યાદ કરવાનું આપ બાળકોનું કામ છે, આમાં મૂંઝાવાની તો વાત જ નથી. પતિત-પાવન એક બાપ જ છે. પછી પાવન બની બધાં ઘરે ચાલ્યા જશે. બધાને માટે આ નોલેજ છે. આ છે સહજ રાજયોગ અને સહજ જ્ઞાન. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વશક્તિવાન બાપ સાથે પોતાનો બુદ્ધિયોગ લગાવી બેટરી ચાર્જ કરવાની છે. આત્માને સતોપ્રધાન બનાવવાનો છે. યાદ ની યાત્રા માં ક્યારેય મુંઝાવાનું નથી.

2. ભણતર ભણીને પોતાની ઉપર પોતેજ કૃપા કરવાની છે. બાપ સમાન પ્રેમ નાં સાગર બનવાનું છે. જેવી રીતે બાપ નો પ્રેમ અવિનાશી છે, એવી રીતે બધાં સાથે અવિનાશી સાચ્ચો પ્રેમ રાખવાનો છે. મોહજીત બનવાનું છે.

વરદાન :-
મહેસૂસતાની શક્તિ દ્વારા મીઠાં અનુભવ કરવાવાળા સદા શક્તિશાળી આત્મા ભવ

આ મહેસૂસતાની શક્તિ ખૂબ મીઠાં અનુભવ કરાવે છે-ક્યારેક પોતાને બાપ નાં નૂરે રત્ન આત્મા અર્થાત્ નયનો માં સમાયેલું શ્રેષ્ઠ બિંદુ મહેસૂસ કરો, ક્યારેક મસ્તક પર ચમકવા વાળી મસ્તકમણી, ક્યારેક પોતાને બ્રહ્મા બાપ નાં સહયોગી રાઈટ હેન્ડ, બ્રહ્માની ભુજાઓ મહેસૂસ કરો, ક્યારેક અવ્યક્ત ફરિશ્તા સ્વરુપ માં મહેસૂસ કરો… આ મહેસૂસતા ની શક્તિ ને વધારો તો શક્તિશાળી બની જશો. પછી નાનકડો ડાઘ પણ સ્પષ્ટ દેખાશે અને એને પરિવર્તન કરી લેશો.

સ્લોગન :-
સર્વ નાં દિલ ની દુવાઓ લેતા ચાલો તો પોતાનો પુરુષાર્થ સહજ થઈ જશે.