05-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમને અહીં પ્રવૃત્તિ માર્ગ નો પ્રેમ મળે છે કારણ કે બાપ દિલ થી કહે છે - મારા બાળકો , બાપ પાસે થી વારસો મળે છે , આ પ્રેમ દેહધારી ગુરુ નથી આપી શકતાં”

પ્રશ્ન :-
જે બાળકોની બુદ્ધિ માં જ્ઞાન ની ધારણા છે, શુરુડ (સમજદાર) બુદ્ધિ છે - એમની નિશાની શું હશે?

ઉત્તર :-
એમને બીજાઓને સંભળાવવાનો શોખ હશે. એમની બુદ્ધિ મિત્ર-સંબંધીઓ વગેરે માં ભટકશે નહીં. શુરુડ બુદ્ધિ જે હોય છે, તે ભણવામાં ક્યારેય બગાસા વગેરે નહીં ખાશે. સ્કૂલ માં ક્યારેય આંખો બંધ કરીને નહીં બેસશે. જે બાળકો તવાઈ થઈને બેસે છે, જેમની બુદ્ધિ આમ-તેમ ભટકતી રહે, તે જ્ઞાન ને સમજતા જ નથી, તેમનાં માટે બાપ ને યાદ કરવાનું ખૂબ મુશ્કેલ છે.

ઓમ શાંતિ!
આ છે બાપ અને બાળકો નો મેળો. ગુરુ અને ચેલા અથવા શિષ્યો નો મેળો નથી. એ ગુરુ લોકો ની દૃષ્ટિ રહે છે કે આ અમારા શિષ્ય છે અથવા ફોલોઅર્સ (અનુયાયી) કે જિજ્ઞાસુ છે. નીચી દૃષ્ટિ થઈ ગઈ ને? તેઓ તે દૃષ્ટિ થી જ જોશે. આત્માને નહીં. તે જુએ છે શરીરો ને અને તે ચેલાઓ પણ દેહ-અભિમાની થઈને બેસે છે. એમને પોતાનાં ગુરુ સમજે છે, દૃષ્ટિ જ એ રહે છે કે અમારા ગુરુ છે. ગુરુ માટે રિગાર્ડ (માન) રાખે છે. અહીં તો ખૂબ અંતર છે, અહીં તો બાપ જ બાળકોનો રિગાર્ડ રાખે છે. જાણે છે આ બાળકોને ભણાવવાના છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? બેહદની હિસ્ટ્રી-જોગ્રોફી બાળકોને સમજાવવાની છે. તે ગુરુઓનાં દિલ માં બાળકોનો પ્રેમ નહીં હોય. બાપ ને તો બાળકો માટે ખૂબ પ્રેમ રહે છે અને બાળકોનો પણ બાપ પર પ્રેમ રહે છે. તમે જાણો છો બાબા આપણને સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન સંભળાવે છે. તે શું શીખવાડે છે? અડધોકલ્પ શાસ્ત્ર વગેરે સંભળાવે, ભક્તિ નાં કર્મકાંડ કરે, ગાયત્રી, સંધ્યા વગેરે શીખવાડતા રહે છે. આ તો બાપ આવેલા છે પોતાનો પરિચય આપી રહ્યા છે. આપણે બાપ ને બિલકુલ નહોતા જાણતાં. સર્વવ્યાપી જ કહી દેતા હતાં. ક્યારે પણ પૂછો પરમાત્મા ક્યાં છે? તો ઝટ કહેશે એ તો સર્વવ્યાપી છે. તમારી પાસે મનુષ્ય જ્યારે આવે છે તો પૂછે છે અહીં શું શીખવાડાય છે? બોલો, અમે રાજયોગ શીખવાડીએ છીએ, જેનાથી તમે મનુષ્ય થી દેવતા અર્થાત્ રાજા બની શકો છો, બીજો કોઈ સત્સંગ એવો નહીં હોય જે કહે અમે મનુષ્ય થી દેવતા બનવાની શિક્ષા આપીએ છીએ. દેવતાઓ હોય છે સતયુગ માં. કળિયુગ માં છે મનુષ્ય. હવે હું તમને આખા સૃષ્ટિ ચક્ર નાં રહસ્ય સમજાવું છું, જેનાથી તમે ચક્રવર્તી રાજા બની જશો અને પછી તમને પાવન બનવાની ખૂબ સરસ યુક્તિ બતાવું છું. એવી યુક્તિ ક્યારેય કોઈ સમજાવી ન શકે. આ છે સહજ રાજયોગ. બાપ છે પતિત-પાવન. એ સર્વશક્તિવાન્ પણ છે તો એમને યાદ કરવાથી જ પાપ ભસ્મ થશે કારણ કે યોગ અગ્નિ છે ને? તો અહીં નવી વાત શીખવાડે છે.

આ જ્ઞાનમાર્ગ છે. જ્ઞાન-સાગર એક જ બાપ હોય છે. જ્ઞાન અને ભક્તિ અલગ-અલગ છે. જ્ઞાન શીખવાડવા માટે બાપે આવવું પડે છે કારણ કે એ જ્ઞાન નાં સાગર છે. એ સ્વયં આવીને પોતાનો પરિચય આપે છે કે હું સર્વ નો બાપ છું. બ્રહ્મા દ્વારા આખી સૃષ્ટિ ને પાવન બનાવું છું. પાવન દુનિયા છે સતયુગ. પતિત દુનિયા છે કળિયુગ. તો સતયુગ આદિ, કળિયુગ અંત નો આ છે સંગમયુગ. આને લિપયુગ કહેવાય છે. આમાં આપણે હાઈ જમ્પ (છલાંગ) મારીએ છીએ. ક્યાં? જૂની દુનિયામાંથી નવી દુનિયામાં જમ્પ મારીએ છીએ. તે તો સીડી થી ધીમે-ધીમે નીચે ઉતરતા આવ્યાં. અહીં તો આપણે છી-છી દુનિયા માંથી નવી દુનિયામાં એકદમ જમ્પ મારીએ છીએ. સીધા ચાલ્યા જઈએ છીએ ઉપર. જૂની દુનિયાને છોડી આપણે નવી દુનિયામાં જઈએ છીએ. આ છે બેહદ ની વાત. બેહદની જૂની દુનિયામાં અનેક મનુષ્ય છે. નવી દુનિયામાં તો ખૂબ થોડા મનુષ્ય હોય છે જેને સ્વર્ગ કહેવાય છે. ત્યાં બધાં પવિત્ર રહે છે. કળિયુગ માં છે બધાં અપવિત્ર. અપવિત્ર રાવણ બનાવે છે. આ તો બધાને સમજાવે છે કે તમે હમણાં રાવણ રાજ્ય અથવા જૂની દુનિયામાં છો. અસલ માં રામરાજ્ય માં હતા જેને સ્વર્ગ કહેવાતું હતું. પછી કેવી રીતે ૮૪ નું ચક્ર લગાવી નીચે પડ્યા છો એ તો હું બતાવી શકું છું. જે સારા સમજદાર હશે તે ઝટ સમજશે, જેમને બુદ્ધિ માં નહીં આવે તે તો તવાઈ ની જેમ આમ-તેમ જોતા રહેશે. ધ્યાન થી સાંભળશે નહીં. કહે છે ને તમે તો જાણે તવાઈ છો. સંન્યાસી લોકો પણ જ્યારે કથા સંભળાવે છે તો કોઈ ઝોકા ખાય છે અથવા ધ્યાન બીજી તરફ રહે છે તો અચાનક તેમને પૂછે છે શું સંભળાવ્યું? બાપ પણ બધાં ને જોતા રહે છે. કોઈ તવાઈ તો નથી બેઠાં. સારા શુરુડ બાળકો જે હોય છે તે ભણવામાં ક્યારેય બગાસા વગેરે નહીં ખાશે. સ્કૂલ માં ક્યારેય કોઈ આંખો બંધ કરીને બેસે, આ તો કાયદો નથી. કંઈ પણ જ્ઞાન ને સમજતા નથી. બાપ ને યાદ કરવાં, એમના માટે ખૂબ મુશ્કેલ છે, પછી પાપ કેવી રીતે કપાય? શુરુડ બુદ્ધિ તો સારી રીતે ધારણ કરી બીજાઓને સંભળાવવાનો શોખ રાખે છે. જ્ઞાન નથી તો બુદ્ધિ મિત્ર-સંબંધીઓ તરફ ભટકતી રહે છે. અહીં તો બાપ કહે છે બીજું બધું ભૂલી જવાનું છે. અંત સમયે કંઈ પણ યાદ ન આવે. બાબાએ સંન્યાસીઓ વગેરે ને જોયેલા છે જે પાક્કા બ્રહ્મ-જ્ઞાની હોય છે, સવારે આમ બેઠાં-બેઠાં બ્રહ્મ મહતત્વ ને યાદ કરતા-કરતા શરીર છોડી દે છે. તેમનો શાંતિ નો પ્રવાહ ખૂબ હોય છે. હવે તે બ્રહ્મ માં લીન તો થઈ ન શકે. તો પણ માતા નાં ગર્ભ થી જન્મ લેવો પડે છે.

બાપે સમજાવ્યું છે હકીકત માં મહાત્મા તો કૃષ્ણ ને કહેવાય છે. મનુષ્ય તો અર્થ સમજ્યા વગર એમ જ કહી દે છે. બાપ સમજાવે છે શ્રીકૃષ્ણ છે સંપૂર્ણ નિર્વિકારી, પરંતુ એમને સંન્યાસી નહીં, દેવતા કહેવાય છે. સંન્યાસી કહેવું કે દેવતા કહેવું એનો પણ અર્થ છે. આ દેવતા કેવી રીતે બન્યાં? સંન્યાસી થી દેવતા બન્યાં. બેહદ નો સંન્યાસ કર્યો પછી જતા રહ્યા નવી દુનિયામાં. તેઓ તો હદ નો સંન્યાસ કરે છે. બેહદમાં જઈ ન શકે. હદ માં જ પુનર્જન્મ લેવો પડે, વિકાર થી. બેહદનાં માલિક બની ન શકે. રાજા-રાણી ક્યારેય બની ન શકે કારણ કે એમનો ધર્મ જ અલગ છે. સંન્યાસ ધર્મ દેવી-દેવતા ધર્મ નથી. બાપ કહે છે હું અધર્મ નો વિનાશ કરી દેવી-દેવતા ધર્મની સ્થાપના કરું છું. વિકાર પણ અધર્મ છે ને? એટલે બાપ કહે છે આ બધાનો વિનાશ અને એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરવા મારે આવવું પડે છે. ભારત માં જ્યારે સતયુગ હતો ત્યારે એક જ ધર્મ હતો, એ જ ધર્મ પછી અધર્મ બને છે. હમણાં તમે ફરી થી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરી રહ્યા છો. જે જેટલો પુરુષાર્થ કરશે એટલું ઊંચ પદ મેળવશે. પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો. એમાં પણ જેટલું થઈ શકે ઉઠતાં-બેસતાં આ પાક્કું કરો, જેમ ભક્ત લોકો સવારે ઉઠીને એકાંત માં બેસી માળા જપે છે, તમે તો આખા દિવસનો હિસાબ કાઢો છો. ફલાણા સમયે આટલી યાદ રહી, આખા દિવસ માં આટલો સમય યાદ રહી, ટોટલ કાઢો છો. તે તો સવારે ઉઠીને માળા ફેરવે છે, ભલે કોઈ સાચાં ભક્ત નથી હોતાં. ઘણાની બુદ્ધિ તો બહાર ક્યાં-ક્યાં ભટકતી રહે છે? હવે તમે સમજો છો ભક્તિ થી ફાયદો કંઈ પણ નથી મળવાનો. આ તો છે જ્ઞાન, જેનાથી ખૂબ ફાયદો થાય છે. હવે તમારી છે ચઢતી કળા. બાપ ઘડી-ઘડી કહે છે મનમનાભવ. ગીતા માં પણ શબ્દ છે પરંતુ એનો અર્થ કોઈ પણ સંભળાવી નહીં શકે. જવાબ આપતા આવડશે નહીં. હકીકત માં એનો અર્થ લખેલો પણ છે પોતાને આત્મા સમજી, દેહ નાં બધાં ધર્મ છોડી મામેકમ્ યાદ કરો. ભગવાનુવાચ છે ને? પરંતુ એમની બુદ્ધિમાં છે શ્રીકૃષ્ણ ભગવાન. એ તો દેહધારી પુનર્જન્મ માં આવવા વાળા છે ને? એમને ભગવાન કેવી રીતે કહી શકાય? તો સંન્યાસી વગેરે કોઈ ની પણ દૃષ્ટિ બાપ અને બાળકોની ન હોઈ શકે. ભલે ગાંધીજીને બાપુજી કહેતા હતાં પરંતુ બાપ-બાળક નો સંબંધ નહીં કહેવાશે. એ તો પણ સાકાર થઈ ગયા ને? તમને તો સમજાવ્યું છે પોતાને આત્મા સમજો. આમનામાં જે બાપ બેઠાં છે એ છે બેહદનાં બાપુજી. લૌકિક અને પારલૌકિક બંને બાપ પાસેથી વારસો મળે છે. બાપુજી પાસેથી તો કંઈપણ ન મળ્યું. સારું, ભારત ની રાજધાની પાછી મળી પરંતુ એ વારસો તો નહીં કહેવાશે. સુખ મળવું જોઈએ ને?

વારસો હોય જ છે બે પ્રકાર નો - એક હદ નાં બાપ નો, બીજો બેહદ નાં બાપ નો. બ્રહ્મા પાસે થી પણ કોઈ વારસો નથી મળતો. ભલે પૂરી પ્રજા નાં એ પિતા છે, એમને કહેવાય છે ગ્રેટ-ગ્રેટ-ગ્રેન્ડ ફાધર. એ પોતે કહે છે મારી પાસેથી તમને કંઈ પણ વારસો નથી મળતો, જ્યારે આ પોતે કહે છે મારી પાસે થી વારસો નથી મળી શકતો, તો તે બાપુજી પાસે થી પછી શું વારસો મળી શકે? કાંઈ પણ નહીં. અંગ્રેજ તો ચાલ્યા ગયાં. હવે શું છે? ભૂખ-હડતાલ, પિકેટિંગ, સ્ટ્રાઈક વગેરે થતી રહે છે, કેટલી મારામારી થતી રહે છે! કોઈ નો ડર નથી. મોટા-મોટા ઓફિસરો ને પણ મારી નાખે છે. સુખ ની બદલે દુઃખ છે. તો બેહદની વાત અહીં જ છે. બાપ કહે છે પહેલાં-પહેલાં તો આ પાક્કો નિશ્ચય કરો કે આપણે આત્મા છીએ, શરીર નથી. બાપે આપણને એડોપ્ટ કર્યા છે, આપણે એડોપ્ટેડ બાળકો છીએ. તમને સમજાવાય છે બાપ જ્ઞાન નાં સાગર આવ્યા છે અને સૃષ્ટિ ચક્રનું રહસ્ય સમજાવે છે. બીજું કોઈ સમજાવી ન શકે. બાપ કહે છે દેહ સહિત દેહ નાં બધાં ધર્મો ને ભૂલી, મામેકમ્ યાદ કરો. સતોપ્રધાન જરુર બનવું પડશે. આ પણ જાણો છો જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે. નવી દુનિયામાં ખૂબ થોડા હોય છે. ક્યાં આટલાં કરોડો આત્માઓ અને ક્યાં ૯ લાખ! આટલાં બધાં ક્યાં જશે? હવે તમારી બુદ્ધિમાં છે કે અમે બધાં આત્માઓ ઉપર હતાં. પછી અહીં આવ્યા છીએ પાર્ટ ભજવવાં. આત્માને જ એક્ટર (અભિનેતા) કહેવાશે. આત્મા અભિનય કરે છે આ શરીરની સાથે. આત્માને ઓરગન્સ (ઈન્દ્રિયો) તો જોઈએ ને? આત્મા કેટલો નાનો છે! ૮૪ લાખ જન્મ નથી. દરેક જો ૮૪ લાખ જન્મ લે પછી પાર્ટ રિપીટ કેવી રીતે કરશે? યાદ ન રહી શકે. સ્મૃતિ થી બહાર ચાલ્યું જાય. ૮૪ જન્મ પણ તમને યાદ નથી રહેતા, ભૂલી જાઓ છો. હવે આપ બાળકોએ બાપ ને યાદ કરી પવિત્ર જરુર બનવાનું છે. આ યોગ-અગ્નિ થી વિકર્મ વિનાશ થશે. આ પણ નિશ્ચય છે - બેહદનાં બાપ પાસેથી બેહદ નો વારસો આપણે કલ્પ-કલ્પ લઈએ છીએ. હવે ફરી સ્વર્ગવાસી બનવા બાપે કહ્યું છે કે મામેકમ્ યાદ કરો કારણ કે હું જ પતિત-પાવન છું. તમે બાપ ને પોકાર્યા છે ને? તો હવે બાપ આવ્યા છે પાવન બનાવવાં. પાવન હોય છે દેવતા, પતિત હોય છે મનુષ્ય. પાવન બની ને પછી શાંતિધામ માં જવાનું છે. તમે શાંતિધામ જવા ઇચ્છો છો કે સુખધામ માં આવવા ઈચ્છો છો? સંન્યાસી તો કહે છે સુખ કાગ વિષ્ટા સમાન છે, અમને શાંતિ જોઈએ. તો તેઓ સતયુગ માં ક્યારેય આવી ન શકે. સતયુગ માં હતો પ્રવૃત્તિ માર્ગ નો ધર્મ. દેવતાઓ નિર્વિકારી હતા એ જ પુનર્જન્મ લેતાં-લેતાં પતિત બને છે. હવે બાપ કહે છે નિર્વિકારી બનવાનું છે. સ્વર્ગમાં ચાલવાનું છે તો મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે, પુણ્ય આત્મા બની જશો પછી શાંતિધામ-સુખધામ માં જશો. ત્યાં શાંતિ પણ હતી, સુખ પણ હતું. હમણાં છે દુઃખધામ. ફરી બાપ આવીને સુખધામ ની સ્થાપના કરે છે, દુઃખધામ નો વિનાશ. ચિત્ર પણ સામે છે. બોલો, હવે તમે ક્યાં ઉભા છો? હમણાં છે કળિયુગ નો અંત, વિનાશ સામે ઉભો છે. બાકી જઈને થોડો ટુકડો રહેશે. આટલાં ખંડ તો ત્યાં હોતા નથી. આ દુનિયાની બધી હિસ્ટ્રી-જોગ્રાફી બાપ જ બેસી સમજાવે છે. આ પાઠશાળા છે. ભગવાનુવાચ, પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવો પડે છે. હમણાં કળિયુગ છે, પછી સતયુગ માં જવાનું છે. ત્યાં તો સુખ જ સુખ હોય છે. એક ને યાદ કરવાં - એ છે અવ્યભિચારી યાદ. શરીર ને પણ ભૂલી જવાનું છે. શાંતિધામ થી આવ્યા છીએ, ફરી શાંતિધામ માં જવાનું છે. ત્યાં પતિત કોઈ જઈ ન શકે. બાપ ને યાદ કરતા-કરતા પાવન બની તમે મુક્તિધામમાં ચાલ્યા જશો. આ સારી રીતે બેસી સમજાવવું પડે છે. પહેલાં આટલા બધાં ચિત્ર થોડી હતાં? વગર ચિત્ર પણ સાર માં સમજાવાતું હતું. આ પાઠશાળા માં મનુષ્યથી દેવતા બની જવાનું છે. આ છે નવી દુનિયા માટે નોલેજ. એ બાપ જ આપશે ને? તો બાપ ની દૃષ્ટિ રહે છે બાળકો પર. હું આત્માઓને ભણાવું છુ. તમે પણ સમજાવો છો બેહદનાં બાપ અમને સમજાવે છે, એમનું નામ છે શિવબાબા. ફક્ત બેહદનાં બાબા કહેવાથી પણ મૂંઝાઈ જશે કારણ કે બાબાઓ પણ ઘણાં થઇ ગયા છે. નગરપાલિકા નાં મેયર ને પણ કહે છે બાબા. બાપ કહે છે હું આમનામાં આવું છું તો પણ મારું નામ શિવ જ છે. હું આ રથ દ્વારા તમને નોલેજ આપું છું, આમને એડોપ્ટ કર્યા છે. એમનું નામ રાખ્યું છે પ્રજાપિતા બ્રહ્મા. આમને પણ મારી પાસેથી વારસો મળે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે જૂની દુનિયાથી નવી દુનિયામાં જમ્પ (છલાંગ) દેવાનો સમય છે એટલે આ જૂની દુનિયાથી બેહદનો સંન્યાસ કરવાનો છે. આને બુદ્ધિ થી ભૂલી જવાનું છે.

2. ભણવા પર પૂરું ધ્યાન આપવાનું છે. સ્કૂલ માં આંખો બંધ કરી બેસવું - આ કાયદો નથી. ધ્યાન રહે - ભણતી વખતે બુદ્ધિ, આમ-તેમ ન ભટકે, બગાસા ન આવે. જે સાંભળતા જઈએ તે ધારણ થતું જાય.

વરદાન :-
રુહાની નશા દ્વારા જૂની દુનિયાને ભૂલવા વાળા સ્વરાજ્ય સો વિશ્વ રાજ્ય અધિકારી ભવ

સંગમયુગ પર જે બાપ નાં વારસાનાં અધિકારી છે તે જ સ્વરાજ્ય અને વિશ્વ રાજ્ય અધિકારી બને છે. આજે સ્વરાજ્ય છે કાલે વિશ્વનું રાજ્ય હશે. આજ-કાલ ની વાત છે, એવાં અધિકારી આત્મા રુહાની નશા માં રહે છે અને નશો જૂની દુનિયા સહજ ભુલાવી દે છે. અધિકારી ક્યારેય કોઈ વસ્તુ નાં, વ્યક્તિ નાં, સંસ્કાર નાં અધીન નથી બની શકતાં. એમને હદ ની વાતો છોડવી નથી પડતી, સ્વતઃ છૂટી જાય છે.

સ્લોગન :-
હર સેકન્ડ, હર શ્વાસ, હર ખજાના ને સફળ કરવાવાળા જ સફળતામૂર્ત બને છે.