05-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ડ્રામા ની શ્રેષ્ઠ નોલેજ આપ બાળકો પાસે જ છે , તમે જાણો છો આ ડ્રામા હૂબહૂ રિપીટ થાય છે”

પ્રશ્ન :-
પ્રવૃત્તિ વાળા બાબા થી કયો સવાલ પૂછે છે, બાબા એમને કઈ સલાહ આપે છે?

ઉત્તર :-
ઘણાં બાળકો પૂછે છે - બાબા, અમે ધંધો કરીએ? બાબા કહે છે - બાળકો, ધંધો ભલે કરો, પરંતુ રોયલ ધંધો કરો. બ્રાહ્મણ બાળકો છી-છી ધંધો દારુ, સિગરેટ, બીડી વગેરે નો નથી કરી શકતા કારણકે તેનાથી વધારે જ વિકારો ની ખેંચ થાય છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવી રહ્યા છે. હવે એક છે રુહાની બાપની શ્રીમત, બીજી છે રાવણની આસુરી મત. આસુરી મત બાપ ની નહીં કહીશું. રાવણને બાપ તો નહીં કહેશો ને? તે છે રાવણની આસુરી મત. હમણાં આપ બાળકોને મળી રહી છે ઈશ્વરીય મત. કેટલો રાત-દિવસનો ફરક છે. બુદ્ધિ માં આવે છે ઇશ્વરીય મત થી દૈવી ગુણ ધારણ કરતા આવ્યા છીએ. આ ફક્ત આપ બાળકો જ બાપ દ્વારા સાંભળો છો બીજા કોઈને ખબર નથી પડતી. બાપ મળે જ છે સંપત્તિ માટે. રાવણથી તો વધારે જ સંપત્તિ ઓછી થતી જાય છે. ઈશ્વરીય મત ક્યાં લઈ જાય છે અને આસુરી મત ક્યાં લઈ જાય છે? આ તમે જ જાણો છો. આસુરી મત જ્યારથી મળે છે, તમે નીચે ઉતરતા જ આવ્યા છો. નવી દુનિયા માં થોડા-થોડા જ ઉતરો છો. ઉતરવાનું કેવી રીતે હોય છે? પછી ચઢવાનું કેવી રીતે હોય છે? - આ પણ આપ બાળકો સમજી ગયા છો. હમણાં શ્રીમત આપ બાળકોને મળે છે ફરીથી શ્રેષ્ઠ બનવા માટે. તમે અહીં આવ્યા જ છો શ્રેષ્ઠ બનવા માટે. તમે જાણો છો - આપણે ફરી શ્રેષ્ઠ મત કેવી રીતે મેળવીશું? અનેકવાર તમે શ્રેષ્ઠ મત થી ઊંચ પદ મેળવ્યું છે, ફરી પુનર્જન્મ લેતાં-લેતાં નીચે ઉતરતા આવ્યા છો. પછી એકજ વાર ચઢો છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર તો હોય જ છે. બાપ સમજાવે છે, સમય લાગે છે. પુરુષોત્તમ સંગમયુગ નો પણ સમય છે ને? પૂરો એક્યુરેટ. ડ્રામા ખૂબ એક્યુરેટ ચાલે છે અને બહુ જ વન્ડરફુલ છે. બાળકોને સમજ માં ખૂબ સહજ આવે છે - બાપ ને યાદ કરવાનાં છે અને વારસો લેવાનો છે. બસ. પરંતુ પુરુષાર્થ કરે છે તો ઘણાને મુશ્કેલ પણ લાગે છે. આટલું ઊંચા માં ઊંચું પદ મેળવવું કંઈ સહજ થોડી થઈ શકે છે? ખૂબ સહજ બાપની યાદ અને સહજ વારસો બાપનો છે. સેકન્ડ ની વાત છે. પછી પુરુષાર્થ કરવા લાગે છે તો માયા નાં વિઘ્ન પણ પડે છે. રાવણ પર જીત મેળવવાની છે. આખી સૃષ્ટિ પર રાવણનું રાજ્ય છે. હમણાં તમે સમજો છો આપણે યોગબળ થી રાવણ પર હર કલ્પ જીત મેળવતા આવ્યાં છીએ. હમણાં પણ મેળવી રહ્યા છીએ. શીખવાડવા વાળા બાપ છે બેહદ નાં બાપ. ભક્તિમાર્ગ માં પણ તમે બાબા-બાબા કહેતા આવ્યા છો. પરંતુ પહેલાં બાપ ને નહોતા જાણતાં. આત્મા ને જાણતા હતાં. કહેતાં હતાં ચમકે છે ભ્રકુટી ની વચ માં અજબ તારો……. આત્મા ને જાણતા હોવા છતાં પણ બાપ ને નહોતા જાણતાં. કેવો વિચિત્ર ડ્રામા છે? કહેતા પણ હતા - હે પરમપિતા પરમાત્મા, યાદ કરતા હતાં, તો પણ જાણતા નહોતા. ન આત્માનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ને, ન પરમાત્માનાં કર્તવ્ય ને પૂરું જાણતા હતાં. બાપ જ સ્વયં આવીને સમજાવે છે. બાપ વગર ક્યારેય કોઈ અનુભૂતિ કરાવી ન શકે. કોઈનો પાર્ટ જ નથી. ગાયન પણ છે ઇશ્વરીય સંપ્રદાય, આસુરી સંપ્રદાય અને દૈવી સંપ્રદાય. છે ખૂબ સહજ. પરંતુ આ વાતો યાદ રહે - આમાં જ માયા વિઘ્ન નાખે છે. ભુલાવી દે છે. બાપ કહે છે નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ કરતાં-કરતાં જ્યારે ડ્રામાનો અંત થશે અર્થાત્ જૂની દુનિયાનો અંત થશે ત્યારે નંબરવાર પુરુષાર્થ અનુસાર રાજધાની સ્થાપન થઈ જ જશે. શાસ્ત્રો થી આવી વાત કોઈ સમજી ન શકે. ગીતા વગેરે તો આમણે પણ ઘણી વાંચી છે ને? હવે બાપ કહે છે આનું કોઈ મૂલ્ય નથી .પરંતુ ભક્તિમાં કનરસ બહુ જ મળે છે, એટલે છોડતા નથી.

તમે જાણો છો - આખો આધાર પુરુષાર્થ પર છે. ધંધો વગેરે પણ કોઈનો રોયલ હોય છે, કોઈનો છી-છી ધંધો હોય છે. દારુ, બીડી, સિગારેટ વગેરે વેહેંચે છે - આ ધંધો તો બહુ જ ખરાબ છે. દારુ બધા વિકારોને ખેંચે છે. કોઈ ને દારુડિયો બનાવવો - આ ધંધો સારો નથી. બાપ સલાહ આપશે, યુક્તિ થી આ ધંધો બદલી નાખો. નહીં તો ઊંચું પદ મેળવી નહીં શકશો. બાપ સમજાવે છે આ બધા ધંધામાં છે નુકસાન, વગર અવિનાશી જ્ઞાનરત્નો નાં ધંધાનાં. ભલે ઝવેરાત નો ધંધો કરતા હતા પરંતુ ફાયદો તો ન થયો ને? કરીને લખપતિ બન્યા. આ ધંધા થી શું બનો છો? બાબા પત્રો માં પણ હંમેશા લખે છે પદ્માપદમ ભાગ્યશાળી. તે પણ ૨૧ જન્મો માટે બને છે. તમે પણ સમજો છો બાબા કહે બિલકુલ ઠીક છે. હમ સો આ દેવી-દેવતા હતા, પછી ચક્ર લગાવતાં-લગાવતાં નીચે આવ્યા છીએ. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને પણ જાણી ગયા છો. નોલેજ તો બાપ દ્વારા મળી છે, પરંતુ પછી દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. સ્વયં ની તપાસ કરવાની છે - આપણામાં કોઇ આસુરી ગુણ તો નથી ને? આ બાબા પણ જાણે છે મેં સ્વયં નું આ શરીરરુપી મકાન ભાડા પર આપ્યું છે. આ મકાન છે ને? આમાં આત્મા રહે છે. મને ખૂબ નશો રહે છે - ભગવાનને મેં ભાડા પર મકાન આપ્યું છે! ડ્રામા પ્લાન અનુસાર બીજું કોઈ મકાન એમણે લેવાનું જ નથી. કલ્પ-કલ્પ આ મકાન જ લેવું પડે છે. તેમને તો ખુશી થાય છે ને? પરંતુ પછી ધમાલ પણ કેટલી થઈ? આ બાબા હસી-મજાક માં ક્યારેક બાબા ને કહે છે - બાબા, તમારો રથ બન્યો તો મારે આટલી ગાળો ખાવી પડે છે. બાપ કહે છે સૌથી વધારે ગાળો મને મળી છે. હવે તારો વારો છે. બ્રહ્મા ને ક્યારેય ગાળો મળી નથી. હવે વારો આવ્યો છે. રથ આપ્યો છે, આ તો સમજો છો ને? તો જરુર બાપ થી મદદ પણ મળશે. છતાં પણ બાબા કહે છે બાપને નિરંતર યાદ કરવાં, આમાં આપ બાળકો આમનાથી પણ વધારે આગળ જઈ શકો છો કારણકે આમનાં ઉપર તો જવાબદારી ઘણી છે. ભલે ડ્રામા કહી ને છોડી દે છે તો પણ કંઈક શરમ જરુર આવે છે. આ બિચારા ઘણી સારી સેવા કરતા હતાં. આ સંગદોષ માં ખરાબ થઈ ગયા. કેટલી ડિસસર્વિસ થાય છે. એવા-એવા કાર્ય કરે છે શરમ આવી જાય છે. તે સમયે એ નથી સમજતાં કે આ પણ ડ્રામા બનેલો છે. આ પછી પાછળ થી ખ્યાલ આવે છે. આ તો ડ્રામા માં નોંધ છે ને? માયા અવસ્થાને બગાડી દે છે, તો ખૂબ ડિસસર્વિસ થઈ જાય છે. કેટલી અબળાઓ વગેરે પર અત્યાચાર થઈ જાય છે. અહીં તો સ્વયંનાં બાળકો જ કેટલી ડિસસર્વિસ કરે છે. ઊલ્ટું-સુલટુ બોલવા લાગી જાય છે.

હમણાં આપ બાળકો જાણો છો બાપ શું સંભળાવે છે? કોઈ શાસ્ત્ર વગેરે નથી સંભળાવતાં. હમણાં આપણે શ્રીમત પર કેટલા શ્રેષ્ઠ બનીએ છીએ. આસુરી મતથી કેટલા ભ્રષ્ટ બન્યા છીએ. સમય લાગે છે ને? માયા નું યુદ્ધ ચાલતું રહેશે. હવે તમારો વિજય તો જરુર થવાનો છે. તમે સમજો છો શાંતિધામ, સુખધામ પર આપણો વિજય છે જ. કલ્પ-કલ્પ આપણે વિજય મેળવીએ છીએ. આ પુરુષોત્તમ સંગમયુગ પર જ સ્થાપના અને વિનાશ થાય છે. આ બધો વિસ્તાર આપ બાળકોની બુદ્ધિમાં છે. બરોબર બાપ આપણા દ્વારા સ્થાપના કરાવી રહ્યા છે. ફરી આપણે જ રાજ્ય કરીશું. બાબાને ધન્યવાદ પણ નહીં આપીશું? બાપ કહે છે આ પણ ડ્રામા માં નોંધ છે. હું પણ ડ્રામાની અંદર પાર્ટધારી છું. ડ્રામામાં બધા નો પાર્ટ નોંધાયેલો છે. શિવબાબા નો પણ પાર્ટ છે. આપણો પણ પાર્ટ છે. ધન્યવાદ આપવાની વાત નથી. શિવબાબા કહે છે હું તમને શ્રીમત આપી રસ્તો બતાવું છું, બીજું કોઈ બતાવી ન શકે. જે પણ આવે બોલો, સતોપ્રધાન નવી દુનિયા સ્વર્ગ હતી ને? આ જૂની દુનિયાને તમોપ્રધાન કહેવાય છે. ફરી સતોપ્રધાન બનવા માટે દૈવીગુણ ધારણ કરવાનાં છે. બાપ ને યાદ કરવાનાં છે. મંત્ર જ આ છે મનમનાભવ, મધ્યાજી ભવ. બસ, આ પણ બતાવે છે હું સુપ્રીમ ગુરુ છું.

આપ બાળકો હમણાં યાદની યાત્રાથી આખી સૃષ્ટિને સદ્દગતિ માં પહોંચાડો છો. જગતગુરુ એક શિવબાબા છે જે તમને પણ શ્રીમત આપે છે. તમે જાણો છો દર ૫ હજાર વર્ષ પછી આપણને શ્રીમત મળી છે. ચક્ર ફરતું રહે છે. આજે જૂની દુનિયા છે, કાલે નવી દુનિયા હશે. આ ચક્રને સમજવું પણ ખૂબ સહજ છે. પરંતુ આ પણ યાદ રહે જે કોઈ ને સમજાવી શકીએ. આ પણ ભૂલી જાવ છો. કોઈ નીચે પડે છે, તો પછી જ્ઞાન વગેરે બધું ખતમ થઈ જાય છે. કળા-કાયા માયા લઈ લે છે. બધી કળા કાઢીને કળારહિત બનાવી દે છે. વિકાર માં એવા ફસાઈ જાય છે, વાત નહીં પૂછો. હમણાં તમને આખું ચક્ર યાદ છે. તમે જન્મ-જન્માંતર વેશ્યાલયમાં રહ્યાં છો હજારો પાપ કરતા આવ્યા છો. બધા ની આગળ કહો છો - જન્મ-જન્મ નાં અમે પાપી છીએ. આપણે જ પહેલા પુણ્ય આત્મા હતા, પછી પાપ આત્મા બન્યાં. હવે ફરી પુણ્ય આત્મા બનીએ છીએ. આ આપ બાળકોને નોલેજ મળી રહી છે. પછી તમે બીજાઓને દઈ આપસમાન બનાવો છો. ગૃહસ્થ વ્યવહારમાં રહેવાથી ફરક તો રહે છે ને? તેઓ એટલું નથી સમજાવી સકતા જેટલું તમે. પરંતુ બધા તો નથી છોડી શકતા. બાપ સ્વયં કહે છે - ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન બનવાનું છે. બધા છોડીને આવે તો આટલા બધા બેસશે ક્યાં? બાપ નોલેજફુલ છે. એ કોઈપણ શાસ્ત્ર વગેરે વાંચતા નથી. આમણે શાસ્ત્ર વગેરે વાંચ્યા હતાં. મારે માટે તો કહે છે ગોડફાધર ઈઝ નોલેજફુલ. મનુષ્ય આ પણ જાણતા નથી કે બાપમાં શું નોલેજ છે? હમણાં તમને આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. તમે જાણો છો આ ભક્તિમાર્ગનાં શાસ્ત્ર પણ અનાદિ છે. ભક્તિમાર્ગમાં આ શાસ્ત્ર પણ જરુર નીકળે છે. કહે છે પહાડ તૂટી ગયો, ફરી બનશે, કેવી રીતે? પરંતુ આ ડ્રામા છે ને? શાસ્ત્ર વગેરે આ બધું ખતમ થઈ જાય છે, પછી પોતાના સમય પર તે જ બને છે. આપણે પહેલા-પહેલા શિવની પૂજા કરીએ છીએ - આ પણ શાસ્ત્રોમાં હશે ને? શિવ ની ભક્તિ કેવી રીતે કરાય છે? કેટલા શ્લોક વગેરે ગાય છે. તમે ફક્ત યાદ કરો છો - શિવબાબા જ્ઞાન નાં સાગર છે. એ હમણાં આપણને જ્ઞાન આપી રહ્યા છે. બાપે તમને સમજાવ્યું છે - આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? શાસ્ત્રોમાં આટલાં લાંબા-લાંબા ગપ્પા લખી દીધા છે, જે ક્યારેય સ્મૃતિ માં આવી પણ ન શકે. તો બાળકોને અંદર કેટલી ખુશી હોવી જોઈએ? - બેહદ નાં બાપ આપણને ભણાવે છે! ગવાય પણ છે વિદ્યાર્થી જીવન જ શ્રેષ્ઠ જીવન છે. ભગવાનુવાચ - હું તમને આ રાજાઓનાં રાજા બનાવું છું. બીજા કોઈ શાસ્ત્રોમાં આ વાતો છે નહી. ઊંચા માં ઊંચી પ્રાપ્તિ છે જ આ. હકીકતમાં ગુરુ તો એક જ છે, જે સર્વ ની સદ્દગતિ કરે છે. ભલે સ્થાપના કરવાવાળા ને પણ ગુરુ કહી શકાય છે, પરંતુ ગુરુ એ, જે સદ્દગતિ આપે. આ તો પોતાની પાછળ બધા ને પાર્ટમાં લઈ આવે છે. પાછા લઈ જવા માટે રસ્તો તો બતાવતા નથી. બરાત તો શિવ ની જ ગાયેલી છે, બીજા કોઈ ગુરુ ની નહીં. મનુષ્યો એ પછી શિવ અને શંકર ને ભેગા કરી દીધાં છે. ક્યાં તે સૂક્ષ્મવતનવાસી, ક્યાં એ મૂળવતનવાસી? બંને એક હોઈ કેવી રીતે શકે? આ ભક્તિમાર્ગમાં લખી દીધું છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ત્રણેય બાળકો થયાં ને? બ્રહ્મા પર પણ તમે સમજાવી શકો છો. આમને એડોપ્ટ (દત્તક) કર્યા તો આ શિવબાબા નાં બાળક થયા ને? ઊંચા માં ઊંચા છે બાપ. બાકી આ છે એમની રચના. કેટલી આ સમજવાની વાત છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી જ્ઞાન-રત્નો નો ધંધો કરી ૨૧ જન્મો માટે પદ્માપદમ ભાગ્યશાળી બનવાનું છે. સ્વયં ની તપાસ કરવાની છે - અમારામાં કોઇ આસુરી ગુણ તો નથી? અમે એવો કોઈ ધંધો તો નથી કરતા જેનાથી વિકારોની ઉત્પત્તિ થાય?

2. યાદ ની યાત્રામાં રહી આખી સૃષ્ટિ ને સદ્દગતિ માં પહોંચાડવાની છે. એક સદ્દગુરુ-બાપ ની શ્રીમત પર ચાલી આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. ધ્યાન રહે - માયા ક્યારેય કળારહિત ન બનાવી દે.

વરદાન :-
ખરાબ માં પણ સારા નો અનુભવ કરવાવાળા નિશ્ચયબુદ્ધિ બેફિકર બાદશાહ ભવ

સદા આ સ્લોગન યાદ રહે કે જે થયું સારું થયું, સારું છે અને સારું જ થવાનું છે. ખરાબ ને ખરાબ નાં રુપમાં ન જુઓ. પરંતુ ખરાબમાં પણ સારા નો અનુભવ કરો, ખરાબ થી પણ પોતાને પાઠ ભણાવી લો. કોઈ પણ વાત આવે તો "શું થશે" આ સંકલ્પ ન આવે પરંતુ તુરંત આવે કે "સારું થશે". વીતી ગયું, સારું થયું. જ્યાં સારું છે ત્યાં સદા બેફિકર બાદશાહ છે. નિશ્ચયબુદ્ધિનો અર્થ જ છે બેફિકર બાદશાહ.

સ્લોગન :-
જે સ્વયંને કે બીજાઓને રિગાર્ડ આપે છે, એમનો રેકોર્ડ સદા ઠીક રહે છે.