05-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
જે પણ જ્ઞાન મળે છે , તેનાં પર વિચાર સાગર મંથન કરો , જ્ઞાન - મંથન થી જ અમૃત નીકળશે”
પ્રશ્ન :-
૨૧ જન્મો માટે માલામાલ બનવાનું સાધન શું છે?
ઉત્તર :-
જ્ઞાન-રત્ન. જેટલાં તમે આ પુરુષોત્તમ સંગમયુગ પર જ્ઞાન-રત્ન ધારણ કરો છો એટલાં
માલામાલ બનો છો. હમણા નાં જ્ઞાન-રત્ન ત્યાં હીરા-ઝવેરાત બની જાય છે. જ્યારે આત્મા
જ્ઞાન-રત્ન ધારણ કરે, મુખ થી જ્ઞાન-રત્ન કાઢે, રત્ન જ સાંભળે અને સંભળાવે ત્યારે
તેમનાં હર્ષિત ચહેરા થી બાપ નું નામ પ્રસિદ્ધ થાય. આસુરી ગુણ નીકળે (નીકળી જાય)
ત્યારે માલામાલ બનો.
ઓમ શાંતિ!
બાપ બાળકો ને
જ્ઞાન અને ભક્તિ પર સમજાવે છે. આ તો બાળકો સમજે છે કે સતયુગ માં ભક્તિ નથી હોતી.
જ્ઞાન પણ સતયુગ માં નથી મળતું. શ્રીકૃષ્ણ નથી ભક્તિ કરતા, નથી જ્ઞાન ની મોરલી વગાડતાં.
મોરલી એટલે જ્ઞાન આપવું. ગાયન છે ને મોરલી માં જાદુ. તો જરુર કોઈ જાદુ હશે ને? ફક્ત
મોરલી વગાડવી આ સાધારણ વાત છે. ફકીર લોકો પણ મોરલી વગાડે છે. આમાં તો જ્ઞાન નું જાદુ
છે. અજ્ઞાન ને જાદુ નહીં કહેવાશે. મનુષ્ય સમજે છે શ્રીકૃષ્ણ મોરલી વગાડતા હતાં, એમની
ખૂબ મહિમા કરે છે. બાપ કહે છે શ્રીકૃષ્ણ તો દેવતા હતાં. મનુષ્ય થી દેવતા, દેવતા થી
મનુષ્ય, આ બનતું જ રહે છે. દૈવી સૃષ્ટિ પણ હોય છે તો મનુષ્ય સૃષ્ટિ પણ હોય છે. આ
જ્ઞાન થી મનુષ્ય થી દેવતા બને છે. જ્યારે સતયુગ છે તો આ જ્ઞાન નો વારસો છે. સતયુગ
માં ભક્તિ હોતી નથી. દેવતા જ્યારે મનુષ્ય બને છે ત્યારે ભક્તિ શરુ થાય છે. મનુષ્ય
ને વિકારી, દેવતાઓ ને નિર્વિકારી કહેવાય છે. દેવતાઓની સૃષ્ટિ ને પવિત્ર દુનિયા
કહેવાય છે. હમણાં તમે મનુષ્ય થી દેવતા બની રહ્યા છો. દેવતાઓ માં પછી આ જ્ઞાન હશે નહીં.
દેવતાઓ સદ્દગતિ માં છે, જ્ઞાન જોઈએ દુર્ગતિવાળા ને. આ જ્ઞાન થી જ દૈવી ગુણ આવે છે.
જ્ઞાન ની ધારણા વાળા ની ચલન દેવતાઈ હોય છે. ઓછી ધારણાવાળા ની ચલન મિક્સ હોય છે.
આસુરી ચલન તો નહીં કહેવાશે. ધારણા નથી તો મારા બાળકો કેવી રીતે કહેવાશો? બાળકો બાપ
ને નથી જાણતા તો બાપ પણ બાળકો ને કેવી રીતે જાણશે? કેટલી કાચ્ચી-કાચ્ચી ગાળો બાપ ને
આપે છે. ભગવાન ને ગાળો આપવી કેટલું ખરાબ છે? પછી જ્યારે તે બ્રાહ્મણ બને છે તો ગાળો
આપવાનું બંધ થઈ જાય છે. તો આ જ્ઞાન નું વિચાર-સાગર-મંથન કરવું જોઈએ. વિદ્યાર્થી
વિચાર-સાગર-મંથન કરી જ્ઞાન ને ઉન્નતિ માં લાવે છે. તમને આ જ્ઞાન મળે છે, તેનાં પર
પોતાનું વિચાર-સાગર-મંથન કરવાથી અમૃત નીકળશે. વિચાર-સાગર-મંથન નહીં હશે તો શું મંથન
હશે? આસુરી વિચાર મંથન, જેનાથી કચરો જ નીકળે છે. હમણાં તમે ઈશ્વરીય વિદ્યાર્થી છો.
જાણો છો મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર બાપ ભણાવી રહ્યા છે. દેવતા તો નહીં ભણાવશે.
દેવતાઓને ક્યારેય જ્ઞાન નાં સાગર નથી કહેવાતાં. બાપ જ જ્ઞાન નાં સાગર છે. તો પોતાને
પૂછવું જોઈએ અમારા માં બધા દૈવી ગુણ છે? જો આસુરી ગુણ છે તો તેને કાઢી નાખવા જોઈએ
ત્યારે જ દેવતા બનશો.
હમણાં તમે છો
પુરુષોત્તમ સંગમયુગ પર. પુરુષોત્તમ બની રહ્યા છો તો વાતાવરણ પણ ખૂબ સારું હોવું
જોઈએ. છી-છી વાતો મુખ માંથી ન નીકળવી જોઈએ. નહીં તો કહેવાશે ઓછા દરજ્જા (નીચા પદ)
નો છે. વાતાવરણ થી ઝટ ખબર પડી જાય છે. મુખ માંથી વચન જ દુઃખ આપવા વાળા નીકળે છે. આપ
બાળકોએ બાપ નું નામ પ્રસિદ્ધ કરવાનું છે. સદૈવ મુખડું હર્ષિત રહેવું જોઈએ. મુખ માંથી
સદૈવ રત્ન જ નીકળે. આ લક્ષ્મી-નારાયણ કેટલાં હર્ષિતમુખ છે? એમનાં આત્માએ જ્ઞાન-રત્ન
ધારણ કર્યા હતાં. મુખ થી આ રત્ન કાઢ્યા હતાં. રત્ન જ સાંભળતા, સંભળાવતા હતાં. કેટલી
ખુશી રહેવી જોઈએ? હમણાં તમે જે જ્ઞાન-રત્ન લો છો તે પછી સાચાં હીરા-ઝવેરાત બની જાય
છે. ૯ રત્નો ની માળા કોઈ હીરા-ઝવેરાત ની નથી, આ ચૈતન્ય રત્નો ની માળા છે. મનુષ્ય
લોકો પછી તે રત્ન સમજી વીંટીઓ વગેરે પહેરે છે. જ્ઞાન રત્નો ની માળા આ પુરુષોત્તમ
સંગમયુગ પર જ બને છે. આ રત્ન જ ૨૧ જન્મો માટે માલામાલ બનાવી દે છે, જેને કોઈ લૂટી ન
શકે. અહીં પહેરો તો ઝટ કોઈ લૂંટી લેશે. તો પોતાને બહુજ-બહુજ સમજદાર બનાવવાના છે.
આસુરી ગુણો ને કાઢવાના છે. આસુરી ગુણવાળા નો ચહેરો જ એવો થઈ જાય છે. ક્રોધ માં તો
લાલ તાંબા જેવા થઈ જાય છે. કામ વિકારવાળા તો એકદમ કાળા મોઢાવાળા બની જાય છે.
શ્રીકૃષ્ણ ને પણ કાળા દેખાડે છે ને? વિકારો નાં કારણે જ સુંદર થી શ્યામ બની ગયાં.
આપ બાળકોએ દરેક વાતનું વિચાર-સાગર-મંથન કરવું જોઈએ. આ ભણતર છે ખૂબ જ ધન પ્રાપ્ત
કરવાનું. આપ બાળકોનું સાંભળેલું છે, ક્વિન (રાણી) વિક્ટોરિયા નો વજીર પહેલાં ખૂબ
ગરીબ હતો. દીવો પ્રગટાવી ને ભણતો હતો. પરંતુ તે ભણતર કોઈ રત્ન થોડી છે? નોલેજ ભણીને
પૂરી પોઝિશન (પદ) મેળવી લે છે. તો ભણતર કામ આવ્યું, નહીં કે પૈસા. ભણતર જ ધન છે. તે
છે હદ નું, આ છે બેહદ નું ધન. હમણાં તમે સમજો છો બાપ આપણને ભણાવીને વિશ્વ નાં માલિક
બનાવી દે છે. ત્યાં તો ધન કમાવવા માટે ભણતર નહીં ભણશે. ત્યાં તો હમણાં નાં
પુરુષાર્થ થી અકિચાર (અથાહ) ધન મળે છે. ધન અવિનાશી બની જાય છે. દેવતાઓ ની પાસે ખૂબ
ધન હતું પછી જ્યારે વામ માર્ગ, રાવણ રાજ્ય માં આવે છે તો પણ કેટલું ધન હતું? કેટલાં
મંદિર બનાવડાવ્યાં? પછી મુસલમાનોએ લુંટ્યા. કેટલાં ધનવાન હતાં? આજકાલ નાં ભણતર થી
આટલાં ધનવાન નથી બની શકતાં. તો આ ભણતર થી જુઓ મનુષ્ય શું બની જાય છે? ગરીબ થી
સાહૂકાર. હમણાં ભારત જુઓ, કેટલું ગરીબ છે? નામ નાં સાહૂકાર પણ જે છે, તેમને તો
ફુરસદ જ નથી. પોતાનાં ધન, પોઝિશન નો કેટલો અહંકાર રહે છે? આમાં અહંકાર વગેરે નષ્ટ
થઈ જવો જોઈએ. આપણે આત્મા છીએ, આત્મા પાસે ધન-સંપત્તિ, હીરા-ઝવેરાત વગેરે કંઈ પણ નથી.
બાપ કહે છે - મીઠાં
બાળકો, દેહ સહિત દેહ નાં બધા સંબંધ છોડો. આત્મા શરીર છોડે છે તો પછી સાહૂકારી વગેરે
બધું ખતમ થઈ જાય છે. પછી જ્યારે નવેસર થી ભણે, ધન કમાય ત્યારે ધનવાન બને અથવા તો
દાન-પુણ્ય સારું કર્યુ હશે તો સાહૂકાર નાં ઘર માં જન્મ લેશે. કહે છે આ ભૂતકાળ નાં
કર્મો નું ફળ છે. નોલેજ નું દાન આપ્યું છે અથવા કોલેજ, ધર્મશાળા વગેરે બનાવી છે, તો
તેનું ફળ મળે છે પરંતુ અલ્પકાળ માટે. આ દાન-પુણ્ય વગેરે પણ અહીં કરાય છે. સતયુગ માં
નથી કરાતું. સતયુગ માં સારા જ કર્મ થાય છે, કારણકે હમણાં નો વારસો મળેલો છે. ત્યાં
કોઈ પણ કર્મ, વિકર્મ નહીં બનશે કારણકે રાવણ જ નથી. વિકાર માં જવાથી વિકારી કર્મ બની
જાય છે. વિકાર થી વિકર્મ બને છે. સ્વર્ગ માં વિકર્મ કોઈ હોતાં નથી. બધો આધાર કર્મો
પર છે. આ માયા રાવણ અવગુણી બનાવે છે. બાપ આવીને સર્વગુણ સંપન્ન બનાવે છે. રામવંશી
અને રાવણવંશી નું યુદ્ધ ચાલે છે. તમે રામ નાં બાળકો છો, કેટલાં સારા-સારા બાળકો માયા
થી હાર ખાઈ લે છે. બાબા નામ નથી બતાવતા, છતાં પણ ઉમ્મીદ રાખે છે. અધમ થી અધમ નો
ઉદ્ધાર કરવાનો હોય છે. બાપે આખાં વિશ્વ નો ઉદ્ધાર કરવાનો છે. રાવણ નાં રાજ્ય માં
બધાની અધમ ગતિ થયેલી છે. બાપ તો બચવા અને બચાવવાની યુક્તિઓ રોજ-રોજ સમજાવતા રહે છે
છતાં પણ નીચે પડે (વિકાર ને વશીભૂત થાય) છે તો અધમ થી અધમ બની જાય છે. તે પછી એટલું
ચઢી નથી શકતાં. તે અધમપણું અંદર ખાતું રહેશે. જેમ કહો છો અંતકાળે જે… તેમની બુદ્ધિ
માં તે અધમપણું જ યાદ આવતું રહેશે.
તો બાપ બાળકોને સમજાવે
છે - કલ્પ-કલ્પ તમે જ સાંભળો છો, સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે, જનાવર તો નહીં
જાણશે ને? તમે જ સાંભળો છો અને સમજો છો. મનુષ્ય તો મનુષ્ય જ છે, આ લક્ષ્મી-નારાયણ
ને પણ નાક-કાન વગેરે બધું છે છતાં પણ મનુષ્ય છે ને? પરંતુ દૈવીગુણ છે એટલે એમને
દેવતા કહેવાય છે. આ આવાં દેવતા કેવી રીતે બને છે? પછી કેવી રીતે પડે છે? આ ચક્ર ની
તમને જ ખબર છે. જે વિચાર-સાગર-મંથન કરતા રહેશે, એમને જ ધારણા થશે. જે
વિચાર-સાગર-મંથન નથી કરતા એમને બુદ્ધુ કહેવાશે. મોરલી ચલાવવા વાળાનું
વિચાર-સાગર-મંથન ચાલતું રહેશે - આ વિષય પર આ-આ સમજાવવાનું છે. ઉમ્મીદ રખાય છે, હમણાં
નહીં સમજે પરંતુ આગળ ચાલીને જરુર સમજશે. ઉમ્મીદ રાખવી એટલે સેવા નો શોખ છે, થાકવાનું
નથી. ભલે કોઈ ચઢીને પછી અધમ બન્યા છે, જો આવે છે તો સ્નેહ થી બેસાડશો ને કે કહેશો
ચાલ્યા જાઓ? હાલચાલ પૂછવા પડે - આટલાં દિવસ ક્યાં રહ્યાં? કેમ ન આવ્યાં? કહેશે ને
માયા થી હાર ખાઈ લીધી. સમજે પણ છે જ્ઞાન ખૂબ સરસ છે. સ્મૃતિ તો રહે છે ને? ભક્તિ
માં તો હાર-જીત મેળવવાની વાત જ નથી. આ નોલેજ છે, આને ધારણ કરવાની છે. તમે જ્યાં સુધી
બ્રાહ્મણ ન બનો ત્યાં સુધી દેવતા બની ન શકો. ક્રિશ્ચન, બૌદ્ધી, પારસી વગેરે માં
બ્રાહ્મણ થોડી હોય છે? બ્રાહ્મણ નાં બાળકો બ્રાહ્મણ હોય છે. આ વાતો હવે તમે સમજો
છો. તમે જાણો છો અલ્ફ ને યાદ કરવાના છે. અલ્ફ ને યાદ કરવાથી બે (બાદશાહી) મળે છે.
જ્યારે કોઈ મળે તો બોલો અલ્ફ અલ્લાહ ને યાદ કરો. અલ્ફ ને જ ઊંચ કહેવાય છે. આંગળી થી
અલ્ફ તરફ ઈશારો કરે છે. સીધા જ સીધા અલ્ફ છે. અલ્ફ ને એક પણ કહેવાય છે. એક જ ભગવાન
છે, બાકી બધા છે બાળકો. બાપ ને અલ્ફ કહેવાય છે. બાપ જ્ઞાન પણ આપે છે, પોતાનું બાળક
પણ બનાવે છે. તો આપ બાળકોએ કેટલી ખુશી માં રહેવું જોઈએ? બાબા આપણી કેટલી સેવા કરે
છે? વિશ્વનાં માલિક બનાવે છે. પછી સ્વયં એ પવિત્ર દુનિયા માં આવતા પણ નથી. પાવન
દુનિયા માં કોઈ એમને બોલાવતા જ નથી. પતિત દુનિયા માં જ બોલાવે છે. પાવન દુનિયામાં
આવીને શું કરશે? એમનું નામ જ છે પતિત-પાવન. તો જૂની દુનિયાને, પાવન દુનિયા બનાવવી
એમની ફરજ છે. બાપ નું નામ જ છે શિવ. બાળકો ને સાલિગ્રામ કહેવાય છે. બંને ની પૂજા
થાય છે. પરંતુ પૂજા કરવાવાળા ને કંઈ પણ ખબર નથી, બસ, એક રીત-રિવાજ બનાવી દીધાં છે
પૂજા નાં. દેવીઓનાં પણ ફર્સ્ટ ક્લાસ હીરા-મોતીઓ નાં મહેલ વગેરે બનાવે છે, પૂજા કરે
છે. તે તો માટીનું લિંગ બનાવ્યું અને તોડ્યું. બનાવવામાં મહેનત નથી લાગતી. દેવીઓને
બનાવવામાં મહેનત લાગે છે, એમની (શિવબાબાની) પૂજા માં મહેનત નથી લાગતી. મફત માં મળે
છે. પથ્થર પાણી માં ઘસાઈ-ઘસાઈ ને ગોળ બની જાય છે. પૂરો ઈંડાકાર બનાવી દે છે. કહે પણ
છે ઈંડા જેવો આત્મા છે, જે બ્રહ્મ તત્વ માં રહે છે, એટલે એને બ્રહ્માંડ કહેવાય છે.
તમે બ્રહ્માંડ નાં અને વિશ્વ નાં પણ માલિક બનો છો.
તો પહેલાં-પહેલાં
સમજણ આપવાની છે એક બાપ ની. શિવ ને બાબા કહી બધા યાદ કરે છે. બીજું, બ્રહ્મા ને પણ
બાબા કહે છે. પ્રજાપિતા છે તો આખી પ્રજા નાં પિતા થયા ને? ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર.
આ બધું જ્ઞાન હમણાં આપ બાળકો માં છે. પ્રજાપિતા બ્રહ્મા તો ઘણાં કહે છે પરંતુ
યથાર્થ રીતે જાણતા કોઈ નથી. બ્રહ્મા કોનાં બાળક છે? તમે કહેશો પરમપિતા પરમાત્મા
નાં. શિવબાબાએ એમને એડોપ્ટ (દત્તક) કર્યા છે તો આ શરીરધારી થયા ને? ઈશ્વર નાં બધા
બાળકો છે . પછી જ્યારે શરીર મળે છે તો પ્રજાપિતા બ્રહ્માની એડોપ્શન કહે છે. તે
એડોપ્શન નથી. શું આત્માઓ ને પરમપિતા પરમાત્માએ એડોપ્ત કર્યા છે? ના, તમને એડોપ્ટ
કર્યા છે. હમણાં તમે છો બ્રહ્માકુમાર-કુમારીઓ. શિવબાબા એડોપ્ટ નથી કરતાં. બધા
આત્માઓ અનાદિ-અવિનાશી છે. દરેક આત્માઓને પોત-પોતાનું શરીર, પોત-પોતાનો પાર્ટ મળેલ
છે, જે ભજવવાનો જ છે. આ પાર્ટ જ અનાદિ અવિનાશી પરંપરા થી ચાલ્યો આવે છે. તેનો આદિ
અંત નથી કહેવાતો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની
સાહૂકારી, પોઝિશન વગેરે નો અહંકાર નષ્ટ કરી દેવાનો છે. અવિનાશી જ્ઞાન-ધન થી સ્વયં
ને માલામાલ બનાવવાનાં છે. સેવા માં ક્યારેય પણ થાકવાનું નથી.
2. વાતાવરણ ને સારું
રાખવા માટે મુખ માંથી સદૈવ રત્ન કાઢવાના છે. દુઃખ આપવા વાળા બોલ ન નીકળે આ ધ્યાન
રાખવાનું છે. હર્ષિતમુખ રહેવાનું છે.
વરદાન :-
કેવા પણ
વાયુમંડળ માં મન - બુદ્ધિ ને સેકન્ડ માં એકાગ્ર કરવા વાળા સર્વશક્તિ સંપન્ન ભવ
બાપદાદાએ બધા બાળકો
ને સર્વશક્તિઓ વારસા માં આપી છે. યાદ ની શક્તિ નો અર્થ છે - મન-બુદ્ધિ ને જ્યાં
લગાવવા ઈચ્છો ત્યાં લાગી જાય. કેવા પણ વાયુમંડળ ની વચ્ચે પોતાની મન-બુદ્ધિ ને
સેકન્ડ માં એકાગ્ર કરી લો. પરિસ્થિતિ હલચલ ની હોય, વાયુમંડળ તમોગુણી હોય, માયા
પોતાનાં બનાવવાનો પ્રયત્ન કરી રહી હોય, છતાં પણ સેકન્ડ માં એકાગ્ર થઈ જાઓ - એવી
કંટ્રોલિંગ પાવર હોય ત્યારે કહેવાશે સર્વશક્તિ સંપન્ન.
સ્લોગન :-
વિશ્વ-કલ્યાણ
ની જવાબદારી અને પવિત્રતા ની લાઈટ નો તાજ પહેરવા વાળા જ ડબલ તાજધારી બને છે.