06-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જેમ આપ આત્માઓ ને આ શરીર રુપી સિંહાસન મળ્યું છે , એમ બાપ પણ આ દાદા નાં સિંહાસન પર વિરાજમાન છે , એમને પોતાનું સિંહાસન નથી”

પ્રશ્ન :-
જે બાળકો ને ઈશ્વરીય સંતાન ની સ્મૃતિ રહે છે તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તેમનો સાચ્ચો પ્રેમ એક બાપ સાથે હશે. ઈશ્વરીય સંતાન ક્યારેય પણ લડશે, ઝઘડશે નહીં. તેમની કુદૃષ્ટિ ક્યારેય નથી થઈ શકતી. જ્યારે બ્રહ્માકુમાર-કુમારી અર્થાત્ બહેન-ભાઈ બન્યાં તો ગંદી દૃષ્ટિ જઈ નથી શકતી.

ગીત :-
છોડ ભી દે આકાશ સિંહાસન…

ઓમ શાંતિ!
હવે બાળકો જાણે છે બાબાએ આકાશ સિંહાસન છોડીને હવે દાદા નાં તન ને પોતાનું સિંહાસન બનાવ્યું છે, એ છોડીને અહીં આવીને બેઠાં છે. આ આકાશ તત્વ તો છે જીવ આત્માઓ નું સિંહાસન. આત્માઓ નું સિંહાસન છે તે મહતત્વ, જ્યાં તમે આત્માઓ શરીર વગર રહેતાં હતાં. જેમ આકાશ માં સિતારાઓ ઉભા છે ને, એવી રીતે તમે આત્મા ઓ પણ ખૂબ નાનાં-નાનાં ત્યાં રહો છો. આત્મા ને દિવ્ય દૃષ્ટિ વગર જોઈ નથી શકાતાં. આપ બાળકોને હમણાં આ જ્ઞાન છે, જેમ સ્ટાર કેટલાં નાનાં છે, તેમ આત્માઓ પણ બિંદુ જેવા છે. હવે બાપે સિંહાસન તો છોડી દીધું છે. બાપ કહે છે તમે આત્માઓ પણ સિંહાસન છોડીને અહીં આ શરીર ને પોતાનું સિંહાસન બનાવો છો. મારે પણ જરુર શરીર જોઈએ. મને બોલાવે જ છે જૂની દુનિયા માં. ગીત છે ને - દૂર દેશ કા રહેને વાલા… આપ આત્માઓ જ્યાં રહો છો તે છે આપ આત્માઓ અને બાબા નો દેશ. પછી તમે સ્વર્ગ માં જાઓ છો, જેની બાબા સ્થાપના કરાવે છે. બાપ સ્વયં તે સ્વર્ગ માં નથી આવતાં. સ્વયં તો વાણી થી પરે વાનપ્રસ્થ માં જઈને રહે છે. સ્વર્ગ માં એમની જરુર નથી. એ તો દુઃખ-સુખ થી ન્યારા છે ને? તમે તો સુખ માં આવો છો, તો દુઃખ માં પણ આવો છો.

હમણાં તમે જાણો છો, આપણે બ્રહ્માકુમાર-કુમારીઓ બહેન-ભાઈ છીએ. એક-બીજા માં કુદૃષ્ટિ નો વિચાર પણ ન આવવો જોઈએ. અહીં તો તમે બાપ ની સન્મુખ બેઠાં છો, પરસ્પર બહેન-ભાઈ છો. પવિત્ર રહેવાની યુક્તિ જુઓ કેવી છે? આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. બધા નાં બાબા એક છે, તો બધા બાળકો થઈ ગયા ને? બાળકોએ પરસ્પર લડવું-ઝઘડવું પણ ન જોઈએ. આ સમયે તમે જાણો છો આપણે ઈશ્વરીય સંતાન છીએ, પહેલાં આસુરી સંતાન હતાં, પછી હમણાં સંગમ પર ઈશ્વરીય સંતાન બન્યાં છીએ, પછી સતયુગ માં દૈવી સંતાન હોઈશું. આ ચક્ર ની બાળકો ને ખબર પડી છે. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો પછી ક્યારેય કુદૃષ્ટિ જશે નહીં. સતયુગ માં કુદૃષ્ટિ હોતી નથી. કુદૃષ્ટિ રાવણ રાજ્ય માં હોય છે. આપ બાળકો ને એક બાપ સિવાય બીજા કોઈની યાદ ન રહેવી જોઈએ. સૌથી વધારે એક બાપ સાથે લવ (પ્રેમ) થઈ જાય. મારા તો એક શિવબાબા બીજું ન કોઈ. બાપ કહે છે - બાળકો, હવે તમારે શિવાલય માં જવાનું છે. શિવબાબા સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છે. અડધોકલ્પ રાવણ રાજ્ય ચાલ્યું છે, જેનાથી દુર્ગતિ થઈ છે. રાવણ શું છે? તેને કેમ બાળે છે? આ પણ કોઈ નથી જાણતાં. શિવબાબા ને પણ નથી જાણતાં. જેમ દેવીઓ ને સજાવીને, પૂજા કરીને, ડુબાડે છે, શિવબાબા નું પણ માટી નું લિંગ બનાવીને પૂજા વગેરે કરી પછી માટી, માટી માં ભેળવી દે છે, એમ રાવણ ને પણ બનાવીને પછી બાળી દે છે. સમજતા કાંઈ પણ નથી. કહે પણ છે હમણાં રાવણ રાજ્ય છે, રામ રાજ્ય સ્થાપન થવાનું છે. ગાંધી પણ રામ રાજ્ય ઈચ્છતા હતાં, તો તેનો મતલબ રાવણ રાજ્ય છે ને? જે બાળકો આ રાવણ રાજ્ય માં કામ ચિતા પર બેસીને બળી ગયા હતાં, બાપ આવીને ફરી થી તેમનાં પર જ્ઞાન વર્ષા કરે છે, બધા નું કલ્યાણ કરે છે. જેમ સૂકી જમીન પર વરસાદ પડવાથી ઘાસ ઉગી આવે છે ને, તમારા પર પણ જ્ઞાન ની વર્ષા ન થવાથી કેટલાં કંગાળ બની ગયા હતાં? હવે ફરી જ્ઞાન-વર્ષા થાય છે જેનાથી તમે વિશ્વ નાં માલિક બની જશો. ભલે આપ બાળકો ગૃહસ્થ વ્યવહાર માં રહો છો પરંતુ અંદર ખૂબ ખુશી રહેવી જોઈએ. જેમ કોઈ ગરીબ નાં બાળકો ભણે છે તો ભણવા થી બેરિસ્ટર વગેરે બની જાય છે. તે પણ મોટા-મોટા ની સાથે બેસે છે, ખાએ-પીવે છે. ભીલડી ની વાત પણ શાસ્ત્રો માં છે ને?

આપ બાળકો જાણો છો જેમણે સૌથી વધારે ભક્તિ કરી છે તે જ સૌથી વધારે જ્ઞાન આવીને લેશે. સૌથી વધારે શરુ થી લઈને તો આપણે ભક્તિ કરી છે. પછી આપણને જ બાબા સ્વર્ગ માં પહેલાં-પહેલાં મોકલી દે છે. આ છે જ્ઞાનયુક્ત યથાર્થ વાત. બરોબર આપણે જ પહેલાં પૂજ્ય હતાં પછી પુજારી બનીએ છીએ. નીચે ઉતરતાં જઈએ છીએ. બાળકો ને બધું જ્ઞાન સમજાવાય છે. આ સમયે આ આખી દુનિયા નાસ્તિક છે, બાપ ને નથી જાણતાં. નેતી-નેતી કહી દે છે. આગળ ચાલીને આ સંન્યાસી વગેરે બધા આવીને આસ્તિક જરુર બનશે. કોઈ એક સંન્યાસી આવી જાય તો પણ તેમનાં પર બધા વિશ્વાસ થોડી કરશે? કહેશે આમનાં પર બી.કે.એ જાદુ લગાવ્યો છે. તેમનાં ચેલા ને ગાદી પર બેસાડી તેમને ઉડાવી દેશે. એવાં ઘણાં સંન્યાસી તમારી પાસે આવ્યાં છે, પછી ખોવાઈ જાય છે. આ છે ખૂબ વન્ડરફુલ ડ્રામા. હમણાં આપ બાળકો આદિ થી લઈને અંત સુધી બધું જાણો છો. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર ધારણ કરી શકે છે. બાપ ની પાસે બધું જ્ઞાન છે, તમારી પાસે પણ હોવું જોઈએ. દિવસે-દિવસે કેટલાં સેવાકેન્દ્ર ખુલતાં રહે છે. બાળકોએ ખૂબ રહેમદિલ બનવાનું છે. બાપ કહે છે પોતાનાં ઉપર પણ રહેમદિલ બનો. બેરહેમ નહીં બનો. પોતાનાં ઉપર રહેમ કરવાનો છે. કેવી રીતે? તે પણ સમજાવતા રહે છે. બાપ ને યાદ કરી પતિત થી પાવન બનવાનું છે. પછી ક્યારેય પતિત બનવાનો પુરુષાર્થ નથી કરવાનો. દૃષ્ટિ ખૂબ સારી જોઈએ. આપણે બ્રાહ્મણ ઈશ્વરીય સંતાન છીએ. ઈશ્વરે આપણને એડોપ્ટ કર્યા છે ને? હવે મનુષ્ય થી દેવતા બનવાનું છે. પહેલાં સૂક્ષ્મવતનવાસી ફરિશ્તા બનીશું. હમણા તમે ફરિશ્તા બની રહ્યાં છો. સૂક્ષ્મવતન નું પણ રહસ્ય બાળક ને સમજાવ્યું છે. અહીં છે ટોકી (વાચા), સૂક્ષ્મવતન માં છે મુવી (ઈશારા), મૂળવતન માં છે સાઈલેન્સ (શાંતિ). સૂક્ષ્મવતન છે ફરિશ્તાઓ નું. જેમ ઘોસ્ટ (ભૂત) ને છાયા નું શરીર હોય છે. આત્મા ને શરીર નથી મળતું તો ભટકતો રહે છે, તેને ઘોસ્ટ કહેવાય છે. તેને આ આંખો થી પણ જોઈ શકાય છે. આ પછી છે સૂક્ષ્મવતનવાસી ફરિશ્તાઓ. આ બધી વાતો ખૂબ સમજવાની છે. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન - આનું તમને જ્ઞાન છે. હરતાં-ફરતાં બુદ્ધિ માં આ બધું જ્ઞાન રહેવું જોઈએ. આપણે અસલ માં મૂળવતન નાં રહેવાસી છીએ. હવે આપણે ત્યાં જઈશું વાયા સૂક્ષ્મવતન. બાબા સૂક્ષ્મવતન આ સમયે જ રચે છે. પહેલાં સૂક્ષ્મ પછી સ્થૂળ જોઈએ. હમણાં આ છે સંગમયુગ. આને ઈશ્વરીય યુગ કહેવાશે, તેને દૈવીયુગ કહેવાશે. આપ બાળકોને કેટલી ખુશી થવી જોઈએ. કુદૃષ્ટિ જાય છે પછી ઊંચ પદ મેળવી ન શકે. હમણાં તમે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છો ને? પછી ઘરે જવાથી ભૂલી ન જવું જોઈએ. તમે સંગદોષ માં આવીને ભૂલી જાઓ છો. તમે હંસ ઈશ્વરીય સંતાન છો. તમારી કોઈમાં પણ આંતરિક રગ ન જવી જોઈએ. જો રગ જાય છે તો કહેવાશે મોહ ની વાંદરી.

તમારો ધંધો જ છે બધાને પાવન બનાવવાનો. તમે છો વિશ્વ ને સ્વર્ગ બનાવવા વાળા. ક્યાં તે રાવણની આસુરી સંતાન, ક્યાં તમે ઈશ્વરીય સંતાન. આપ બાળકોએ પોતાની અવસ્થા એકરસ બનાવવા માટે બધું જોવા છતાં જાણે જોતા જ નથી, આ અભ્યાસ કરવાનો છે. આમાં બુદ્ધિ ને એકરસ રાખવી હિંમત ની વાત છે. પરફેક્ટ (સંપૂર્ણ) થવા માં મહેનત લાગે છે. સંપૂર્ણ બનવામાં સમય જોઈએ. જ્યારે કર્માતીત અવસ્થા થાય ત્યારે તે દૃષ્ટિ બેસે, ત્યાં સુધી કાંઈ ને કાંઈ ખેંચ થતી રહેશે. આમાં બિલકુલ ઉપરામ થવું પડે છે. લાઈન ક્લિયર (સ્પષ્ટ) જોઈએ. જોવા છતાં જાણે તમે જોતા જ નથી, એવો અભ્યાસ જેમનો હશે તે જ ઊંચ પદ મેળવશે. હમણાં તે અવસ્થા થોડી છે? સંન્યાસી તો આ વાતો ને સમજતા પણ નથી. અહીં તો ખૂબ મહેનત લાગે છે. તમે જાણો છો આપણે પણ આ જૂની દુનિયાનો સંન્યાસ કરીને બેઠાં છીએ. બસ, આપણે તો હવે સ્વીટ સાઈલેન્સ હોમ માં જવાનું છે. બીજા કોઈની બુદ્ધિ માં નથી જેટલું તમારી બુદ્ધિ માં છે. તમે જ જાણો છો હવે પાછા જવાનું છે. શિવ ભગવાનુવાચ પણ છે - હે પતિત-પાવન, લિબરેટર, ગાઈડ છે. કૃષ્ણ કોઈ ગાઈડ નથી. આ સમયે તમે પણ બધાને રસ્તો બતાવવાનું શીખો છો, એટલે તમારું નામ પાંડવ રાખ્યું છે. તમારી પાંડવો ની સેના છે. હમણાં તમે દેહી-અભિમાની બન્યાં છો. જાણો છો હવે પાછા જવાનું છે, આ જૂનું શરીર છોડવાનું છે. સાપ નું દૃષ્ટાંત, ભ્રમરી નું દૃષ્ટાંત, આ બધા છે તમારા આ સમય નાં. તમે હમણાં પ્રેક્ટિકલ માં છો. તે તો આ ધંધો કરી ન શકે. તમે જાણો છો આ કબ્રસ્તાન છે, હવે ફરી પરિસ્તાન બનવાનું છે.

તમારે માટે બધા દિવસ લક્કી (ભાગ્યશાળી) છે. આપ બાળકો સદૈવ લક્કી છો. ગુરુવાર નાં દિવસે બાળકો ને સ્કૂલ માં બેસાડે છે. આ રિવાજ ચાલ્યો આવે છે. તમને હમણાં વૃક્ષપતિ ભણાવે છે. આ બૃહસ્પતિ (વૃક્ષપતિ) ની દશા તમારી જન્મ-જન્માંતર ચાલે છે. આ છે બેહદ ની દશા. ભક્તિ માર્ગ માં હદ ની દશાઓ ચાલે છે, હમણાં છે બેહદ ની દશા. તો પૂરી રીતે મહેનત કરવી જોઈએ. લક્ષ્મી-નારાયણ કોઈ એક તો નથી ને? તેમની તો ડિનાયસ્ટી હશે ને? જરુર ઘણાં રાજ્ય કરતા હશે. લક્ષ્મી-નારાયણ ની સૂર્યવંશી ડિનાયસ્ટી નું રાજ્ય ચાલ્યું છે, આ વાતો પણ તમારી બુદ્ધિ માં છે. આપ બાળકો ને આ પણ સાક્ષાત્કાર થયો છે કે કેવી રીતે રાજ-તિલક આપે છે. સૂર્યવંશી પછી ચંદ્રવંશી ને કેવી રીતે રાજ્ય આપે છે. માં-બાપ બાળકો નાં પગ ધોઈ ને રાજ-તિલક આપે છે, રાજ્ય-ભાગ્ય આપે છે. આ સાક્ષાત્કાર વગેરે બધું ડ્રામા માં નોંધ છે, આમાં આપ બાળકોએ મુંઝવાની જરુર નથી. તમે બાપ ને યાદ કરો, સ્વદર્શન ચક્રધારી બનો અને બીજાઓ ને પણ બનાવો. તમે છો બ્રહ્મા મુખ વંશાવલી સ્વદર્શન ચક્રધારી સાચાં બ્રાહ્મણ, શાસ્ત્રો માં સ્વદર્શન ચક્ર થી કેટલી હિંસાઓ દેખાડી છે. હમણાં બાપ આપ બાળકોને સાચ્ચી ગીતા સંભળાવે છે. આ તો કંઠસ્થ કરી લેવી જોઈએ. કેટલું સહજ છે! તમારું બધું કનેક્શન છે જ ગીતા ની સાથે. ગીતા માં જ્ઞાન પણ છે તો યોગ પણ છે. તમારે પણ એક જ પુસ્તક બનાવવું જોઈએ. યોગ નું પુસ્તક અલગ કેમ બનાવવું જોઈએ? પરંતુ આજકાલ યોગ નો ખૂબ નામાચાર છે એટલે નામ રાખે છે જેથી મનુષ્ય આવીને સમજે. અંતે આ પણ સમજશે કે યોગ એક બાપ સાથે લગાવવાનો છે. જે સાંભળશે તે પછી પોતાનાં ધર્મ માં આવીને ઊંચ પદ મેળવશે.અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ઉપર પોતે જ રહેમ કરવાનો છે, પોતાની દૃષ્ટિ ખૂબ સારી પવિત્ર રાખવાની છે. ઈશ્વરે મનુષ્ય થી દેવતા બનાવવા માટે એડોપ્ટ કર્યા છે એટલે પતિત બનવાનો ક્યારેય વિચાર પણ ન આવે.

2. સંપૂર્ણ, કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરવા માટે સદા ઉપરામ રહેવાનો અભ્યાસ કરવાનો છે. આ દુનિયા માં બધું જ જોવા છતાં પણ નથી જોવાનું. આ જ અભ્યાસ થી અવસ્થા એકરસ બનાવવાની છે.

વરદાન :-
દરેક કદમ માં પદમો ની કમાણી જમા કરવા વાળા સર્વ ખજાનાઓ થી સંપન્ન તથા તૃપ્ત આત્મા ભવ

જે બાળકો બાપ ની યાદ માં રહીને દરેક કદમ ઉઠાવે છે તે કદમ-કદમ માં પદમો ની કમાણી જમા કરે છે. આ સંગમ પર જ પદમો ની કમાણી ની ખાણ મળે છે. સંગમયુગ છે જમા કરવાનો યુગ. હમણાં જેટલું જમા કરવા ઈચ્છો એટલું કરી શકો છો. એક કદમ અર્થાત્ એક સેકન્ડ પણ જમા કર્યા વગર ન જાય અર્થાત્ વ્યર્થ ન થાય (જાય). સદા ભંડારો ભરપૂર હોય. અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ… એવાં સંસ્કાર હોય. જ્યારે હમણાં એવા તૃપ્ત તથા સંપન્ન આત્મા બનશો ત્યારે ભવિષ્ય માં અખૂટ ખજાનાઓ નાં માલિક હશો.

સ્લોગન :-
કોઈ પણ વાત માં અપસેટ થવાને બદલે નોલેજફુલ ની સીટ પર સેટ રહો.

“ અડધોકલ્પ જ્ઞાન બ્રહ્મા નો દિવસ અને અડધોકલ્પ ભક્તિ માર્ગ બ્રહ્મા ની રાત”

અડધોકલ્પ છે બ્રહ્મા નો દિવસ, અડધોકલ્પ છે બ્રહ્મા ની રાત, હવે રાત પૂરી થઈ સવાર થવાની છે. હવે પરમાત્મા આવીને અંધકાર નો અંત કરી સોજરા (અજવાળા) ની આદિ કરે છે, જ્ઞાન થી છે રોશની (પ્રકાશ), ભક્તિ થી છે અંધકાર. ગીત માં પણ કહે છે આ પાપ ની દુનિયા થી દૂર ક્યાંય લઈ ચાલો, ચિત્ત ચેન જ્યાં મેળવીએ… આ છે બેચેન દુનિયા, જ્યાં ચેન નથી. મુક્તિ માં નથી ચેન, નથી બેચેની. સતયુગ ત્રેતા છે ચેન ની દુનિયા, જે સુખધામ ને બધા યાદ કરે છે. તો હવે તમે ચેન ની દુનિયામાં ચાલી રહ્યાં છો, ત્યાં કોઈ અપવિત્ર આત્મા જઈ નથી શકતાં, તે અંત માં ધર્મરાજ નાં ડંડા ખાઈ કર્મ-બંધન થી મુક્ત થઈ શુદ્ધ સંસ્કાર લઈને જાય છે કારણકે ત્યાં નથી અશુદ્ધ સંસ્કાર હોતાં, નથી પાપ હોતાં. જ્યારે આત્મા પોતાનાં અસલી બાપ ને ભૂલી જાય છે તો આ ભૂલ ભૂલૈયા નો અનાદિ ખેલ હાર જીત નો બનેલો છે એટલે આપણે આ સર્વશક્તિવાન્ પરમાત્મા દ્વારા શક્તિ લઈ વિકારો ઉપર વિજય પહેરી ૨૧ જન્મો માટે રાજ્ય ભાગ્ય લઈ રહ્યાં છીએ. અચ્છા. ઓમ્ શાંતિ.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

તમારા બોલ માં સ્નેહ પણ હોય, મધુરતા અને મહાનતા પણ હોય, સત્યતા પણ હોય પરંતુ સ્વરુપ ની નમ્રતા પણ હોય. નિર્ભય થઈને ઓથોરિટી થી બોલો પરંતુ બોલ મર્યાદા ની અંદર હોય - બંને વાતો નું બેલેન્સ હોય, જ્યાં બેલેન્સ હોય છે ત્યાં કમાલ દેખાય છે અને તે શબ્દ કડવા નહીં, મીઠાં લાગે છે તો ઓથોરિટી અને નમ્રતા બંને નાં બેલેન્સ ની કમાલ દેખાડો. આ જ છે બાપ ની પ્રત્યક્ષતા નું સાધન.