06-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
ની પાસે જે વખર ( સામાન ) છે , તેનો પૂરો અંત તમને મળ્યો છે , તમે તેને ધારણ કરો અને
કરાવો”
પ્રશ્ન :-
ત્રિકાળદર્શી બાપ
ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને જાણવા છતાં કાલ ની વાત આજે નથી બતાવતા - કેમ?
ઉત્તર :-
બાબા કહે છે - બાળકો જો હું પહેલાં થી જ બતાવી દઉં તો ડ્રામા ની મજા જ જતી રહે. આ
લૉ (કાયદો) નથી કહેતો. બધું જ જાણવાં છતાં હું પણ ડ્રામા નાં વશ છું. પહેલાં સંભળાવી
નથી શકતો, એટલે શું થશે તમે તેની ચિંતા છોડી દો.
ગીત :-
મરના તેરી ગલી
મેં…
ઓમ શાંતિ!
આ છે પારલૌકિક
આત્માઓ નાં બાપ. આત્માઓ સાથે જ વાત કરે છે. એમને બાળકો-બાળકો કહેવાની પ્રેક્ટિસ થઈ
જાય છે. ભલે શરીર બાળકી નું છે પરંતુ આત્માઓ તો બધા બાળકો જ છે. દરેક આત્મા વારિસ
છે અર્થાત્ વારસો લેવાના હકદાર છે. બાપ આવીને કહે છે બાળકો તમને દરેક ને વારસો
લેવાનો હક છે. બેહદ નાં બાપ ને ખૂબ યાદ કરવાના છે, આમાં જ મહેનત છે. બાબા પરમધામ થી
આવ્યાં છે આપણને ભણાવવાં. સાધૂ-સંત તો પોતાનાં ઘરે થી આવે છે કે કોઈ ગામડે થી આવે
છે. બાબા તો પરમધામ થી આવ્યાં છે આપણને ભણાવવાં. આ કોઈને ખબર નથી. બેહદ નાં બાપ એ જ
પતિત-પાવન ગોડફાધર છે. એમને ઓશન ઓફ નોલેજ (જ્ઞાન નાં સાગર) પણ કહેવાય છે, ઓથોરિટી (સત્તા)
છે ને? કઈ નોલેજ છે? ઈશ્વરીય નોલેજ છે. બાપ છે મનુષ્ય સૃષ્ટિ નાં બીજ રુપ.
સત્-ચિત્-આનંદ સ્વરુપ. એમની ખૂબ ભારે મહિમા છે. એમની પાસે આ વખર (સામગ્રી) છે. કોઈની
પાસે દુકાન હોય છે, કહેશે અમારી દુકાન માં આ-આ વેરાયટી છે. બાપ પણ કહે છે હું જ્ઞાન
નો સાગર, આનંદ નો સાગર, શાંતિ નો સાગર છું. મારી પાસે આ બધા વખર ઉપલબ્ધ છે. હું
સંગમ પર આવું છું ડિલેવરી (વિતરણ) કરવા, જે કાંઈ મારી પાસે છે બધું ડિલેવરી કરું
છું પછી જેટલું જે ધારણ કરે અથવા જેટલો પુરુષાર્થ કરે. બાળકો જાણે છે - બાપ ની પાસે
શું-શું છે અને એક્યુરેટ જાણે છે. આજકાલ કોઈને પોતાનો અંત કોઈ બતાવતું નથી. ગવાયેલું
છે - કિનકી દબી રહી ધૂલ મેં…. આ બધી હમણાં ની વાત છે. આગ લાગશે બધું ખતમ થઈ જશે.
રાજાઓ ની પાસે અંદર ખૂબ મોટી મજબૂત ગુફાઓ હોય છે. ભલે અર્થક્વેક (ધરતીકંપ) થાય, જોર
થી આગ લાગે તો પણ અંદર થી નીકળી આવે છે. આપ બાળકો જાણો છો અહીં ની કોઈ પણ વસ્તુ ત્યાં
કામ નથી આવવાની. ખાણો પણ બધી નવેસર ભરપૂર થઈ જાય છે. સાઈન્સ પણ રિફાઈન થઈ તમારા કામ
આવે છે. આપ બાળકો ની બુદ્ધિ માં હવે બધું જ્ઞાન છે. બાળકો જાણે છે આપણે સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ને જાણીએ છીએ. બાકી અંત નો થોડો ટુકડો છે, જેને પણ જાણી જશો. બાબા
પહેલાં થી જ બધું કેવી રીતે બતાવી દે, બાબા કહે છે - હું પણ ડ્રામા નાં વશ છું, જે
જ્ઞાન હમણાં સુધી મળ્યું છે તે જ ડ્રામા માં નોંધ છે. જે સેકન્ડ પસાર થઈ, તેને
ડ્રામા સમજવાનો છે. બાકી જે કાલે થશે તે જોવાશે. કાલ ની વાત આજે નહીં સંભળાવે. આ
ડ્રામા નાં રહસ્ય ને મનુષ્ય સમજતા નથી. કલ્પ ની આયુ જ કેટલી લાંબી-પહોળી કરી દીધી
છે. આ ડ્રામા ને સમજવાની પણ હિંમત જોઈએ. અમ્મા મરે તો ભી હલવા ખાના… સમજે છે મરી ગયા
જઈને બીજો જન્મ લીધો. અમે રડીએ કેમ? બાબાએ સમજાવ્યું છે - સમાચાર-પત્ર માં તમે લખી
શકો છો, આ પ્રદર્શન આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આ તારીખે, આ જ સ્થાન પર આ જ રીતે થયેલું
હતું. આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થઈ રહી છે, લખી દેવું જોઈએ. આ તો જાણો
છો - આ દુનિયા બાકી થોડા દિવસ છે, આ બધું ખતમ થઈ જશે. આપણે તો પુરુષાર્થ કરી
વિકર્માજીત બની જઈશું પછી દ્વાપર થી વિક્રમ સંવત શરુ થાય છે અર્થાત્ વિકર્મ થવાનું
સંવત. આ સમયે તમે વિકર્મો પર જીત મેળવો છો તો વિકર્માજીત બની જાઓ છો. પાપ કર્મો ને
શ્રીમત થી જીતી ને વિકર્માજીત બની જાઓ છો. ત્યાં તમે આત્મ-અભિમાની હોવ છો. ત્યાં
દેહ-અભિમાન હોતું નથી. કળિયુગ માં દેહ-અભિમાન છે. સંગમ પર તમે દેહી-અભિમાની બનો છો.
પરમપિતા પરમાત્મા ને પણ જાણો છો. આ છે શુદ્ધ અભિમાન. તમે બ્રાહ્મણ સૌથી ઊંચ છો. તમે
છો સર્વોત્તમ બ્રાહ્મણ કુળભૂષણ. આ નોલેજ ફક્ત તમને મળે છે, બીજા કોઈને મળતી નથી.
તમારો આ સર્વોત્તમ કુળ છે. ગવાય પણ છે અતીન્દ્રિય સુખ ગોપી વલ્લભ નાં બાળકો ને પૂછો.
તમને હવે લોટરી મળે છે. કોઈ વસ્તુ મળી જાય છે, તેની એટલી ખુશી નથી હોતી. જ્યારે
ગરીબ થી સાહૂકાર બની જાય છે તો ખુશી થાય છે. તમે પણ જાણો છો કે જેટલો આપણે
પુરુષાર્થ કરીશું એટલો બાપ પાસેથી રાજધાની નો વારસો લઈશું. જે જેટલો પુરુષાર્થ કરશે
એટલું મેળવશે. મુખ્ય વાત બાપ કહે છે બાળકો પોતાનાં મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ
ને યાદ કરો. એ સર્વ નાં બિલોવેડ બાપ છે. એ જ બધાને સુખ-શાંતિ આપે છે. હમણાં
દેવી-દેવતાઓ ની રાજધાની સ્થાપન થઈ રહી છે. ત્યાં કિંગ-ક્વિન (રાજા-રાણી) નથી હોતાં.
ત્યાં કહેવાશે મહારાજા-મહારાણી. જો ભગવાન-ભગવતી કહે તો પછી યથા રાજા-રાણી તથા પ્રજા,
બધા ભગવાન-ભગવતી થઈ જાય એટલે ભગવાન-ભગવતી કહેવાતાં નથી. ભગવાન એક છે. મનુષ્ય ને
ભગવાન નથી કહેવાતાં. સૂક્ષ્મવતન વાસી બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ દેવતા કહેવાય છે.
સ્થૂળવતન વાસી ને આપણે ભગવાન-ભગવતી કેવી રીતે કહીશું. ઊંચા માં ઊંચું છે મૂળવતન પછી
સૂક્ષ્મવતન, આ છે ત્રીજો નંબર. આ તમારી બુદ્ધિ માં રહેવું જોઈએ. આપણા આત્માઓ નાં
બાપ શિવબાબા જ છે પછી શિક્ષક પણ છે, ગુરુ પણ છે. સોની, બેરિસ્ટર વગેરે બધાં છે.
બધાને રાવણ ની જેલ માંથી છોડાવે છે. શિવબાબા કેટલાં મોટા બેરિસ્ટર છે. તો એવા બાપ
ને કેમ ભૂલવા જોઈએ? કેમ કહો છો, બાબા અમે ભૂલી જઈએ છીએ. માયા નાં ખૂબ તોફાન આવે છે.
બાબા કહે છે આ તો થશે. થોડી તો મહેનત કરવી પડે. આ છે માયા સાથે લડાઈ. તમારી પાંડવો
ની કોઈ કૌરવો સાથે લડાઈ નથી. પાંડવ કેવી રીતે લડાઈ કરશે? પછી તો હિંસક થઈ જશે. બાપ
ક્યારેય હિંસા નથી શીખવાડતાં. કાંઈ પણ સમજી નથી શકતાં. હકીકત માં આપણી કોઈ લડાઈ નથી.
બાબા ફક્ત યુક્તિ બતાવે છે કે મને યાદ કરો, માયા નો વાર નહીં થશે. આનાં પર પણ એક
કહાણી છે, પૂછ્યું - પહેલાં સુખ જોઈએ કે દુઃખ? તો કહ્યું સુખ. દુઃખ હોઈ ન શકે સતયુગ
માં.
તમે જાણો છો - આ સમયે
બધી સીતાઓ રાવણ ની શોકવાટિકા માં છે. આ આખી દુનિયા સાગર ની વચ્ચે લંકા છે. હમણાં બધા
રાવણ ની જેલ માં પડ્યાં છે. સર્વ ની સદ્દગતિ કરવા માટે બાપ આવ્યાં છે. બધા શોક
વાટિકા માં છે. સ્વર્ગ માં છે સુખ, નર્ક માં છે દુઃખ. આને શોક વાટિકા કહેવાશે. તે
છે અશોક, સ્વર્ગ. ખૂબ વધારે અંતર છે. આપ બાળકોએ કોશિશ કરી બાપ ને યાદ કરવા જોઈએ તો
ખુશી નો પારો ચઢશે. બાપ ની સલાહ પર નહીં ચાલશો તો સોતેલા થયાં. પછી પ્રજા માં ચાલ્યાં
જશો. માતેલા હશો તો રાજધાની માં આવી જશો. રાજધાની માં આવવા ઈચ્છો છો તો શ્રીમત પર
ચાલવું પડે. કૃષ્ણ ની મત નથી મળતી. મત છે જ બે. હમણાં તમે શ્રીમત લો છો પછી સતયુગ
માં તેનું ફળ ભોગવો છો. પછી દ્વાપર માં રાવણ ની મત મળે છે. બધા રાવણ ની મત પર અસુર
બની જાય છે. તમને મળે છે ઈશ્વરીય મત. મત આપવા વાળા એક જ બાપ છે. એ છે ઈશ્વર. તમે
ઈશ્વરીય મત થી કેટલાં પવિત્ર બનો છો. પહેલું પાપ છે - વિષય સાગર માં ગોથા ખાવાં.
દેવતાઓ વિષય સાગર માં ગોથા નહીં ખાશે. કહેશે શું ત્યાં બાળકો નથી હોતાં? બાળકો કેમ
નહીં હોય? પરંતુ તે છે જ વાઈસલેસ દુનિયા, સંપૂર્ણ નિર્વિકારી. ત્યાં આવાં કોઈ વિકાર
હોતાં નથી. બાપે સમજાવ્યું છે - દેવતા ફક્ત આત્મ-અભિમાની છે, પરમાત્મ-અભિમાની નથી.
તમે આત્મ-અભિમાની પણ છો, પરમાત્મ-અભિમાની પણ છો. પહેલાં બંને નહોતાં. સતયુગ માં
પરમાત્મા ને નથી જાણતાં. આત્મા ને જાણે છે કે અમે આત્મા આ જૂનું શરીર છોડી પછી જઈ
નવું શરીર લઈશું. પહેલાં ખબર પડી જાય છે, હવે જૂનું છોડી નવું લેવાનું છે. બાળક થાય
છે તો પણ પહેલાં થી સાક્ષાત્કાર થઈ જાય છે. યોગબળ થી તમે આખાં વિશ્વ નાં માલિક બની
જાઓ છો. તો શું યોગબળ થી બાળકો નથી થઈ શકતાં? યોગબળ થી કોઈ પણ ચીજ ને તમે પાવન બનાવી
શકો છો. પરંતુ તમે યાદ ભૂલી જાઓ છો. કોઈને અભ્યાસ થઈ જાય છે. ઘણાં સંન્યાસી લોકો પણ
હોય છે જેમને ભોજન ની કદર હોય છે, તો તે સમયે ખૂબ મંત્ર વાંચીને પછી ખાય છે. તમને
પણ પરેજી તો બતાવી છે. કાંઈ પણ માંસ-મદિરા નથી ખાવાનું. તમે દેવતા બનો છો ને?
દેવતાઓ ક્યારેય કીચડપટ્ટી નથી ખાતાં. તો એવા પવિત્ર બનવાનું છે. બાપ કહે છે મારા
દ્વારા તમે મને જાણવાથી બધું જાણી જશો. પછી જાણવાનું કાંઈ રહેશે નહીં. સતયુગ માં પછી
ભણતર પણ બીજું હોય છે. આ મૃત્યુલોક નાં ભણતર નો હવે અંત છે. મૃત્યુલોક નો બધો
કારોબાર ખતમ થયા પછી અમરલોક નો શરુ થશે. આટલો બાળકો ને નશો ચઢવો જોઈએ. અમરલોક નાં
માલિક હતાં, આપ બાળકો એ અતીન્દ્રિય સુખ, પરમસુખ માં રહેવું જોઈએ. પરમપિતા પરમાત્મા
નાં આપણે બાળકો છીએ અથવા સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ. પરમપિતા પરમાત્મા આપણને હવે ઘરે
લઈ જશે, આને જ પરમાનંદ કહેવાય છે. સતયુગ માં આ વાતો હોતી નથી. આ તમે હમણાં સાંભળો
છો, આ સમયે ઈશ્વરીય ફેમિલી (પરિવાર) નાં છો. હમણા નું જ ગાયન છે - અતીન્દ્રિય સુખ
ગોપ-ગોપીઓ ને પૂછો. પરમધામ નાં રહેવાવાળા બાબા આવીને આપણા બાપ, શિક્ષક, ગુરુ બને
છે. ત્રણેય સર્વન્ટ (સેવક) થયાં. કોઈ અભિમાન નથી રાખતાં. કહે છે હું તમારી સેવા કરી
તમને બધું આપી નિર્વાણધામ માં બેસી જઈશ, તો સર્વન્ટ થયા ને? વાઈસરોય વગેરે હંમેશા
હસ્તાક્ષર કરે છે તો ઓબીડીયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવક) લખે છે. બાબા પણ નિરાકાર,
નિરહંકારી છે. કેવી રીતે બેસીને ભણાવે છે! આટલું ઊંચું ભણતર બીજું કોઈ ભણાવી ન શકે.
આટલાં પોઈન્ટ્સ કોઈ આપી ન શકે. મનુષ્ય તો જાણી નથી શકતાં, એમને કોઈ ગુરુ એ નથી
શીખવાડ્યું. ગુરુ હોત તો ઘણાનાં હોત. એક નાં હોય છે શું? આ બાપ જ પતિતો ને પાવન
બનાવે છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી રહ્યાં છે. બાબા કહે છે હું
કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવું છું. કહે છે ને - બાબા આપણે કલ્પ પહેલાં પણ મળ્યાં
હતાં. બાપ જ આવીને પછી પતિતો ને પાવન બનાવશે. ૨૧ જન્મો માટે આપ બાળકો ને પાવન બનાવું
છું. તો આ બધી ધારણા કરવી જોઈએ પછી બતાવવું જોઈએ - બાબાએ શું સમજાવ્યું. બાપ પાસે
થી આપણે ભવિષ્ય ૨૧ જન્મો નો વારસો લઈએ છીએ. આ યાદ રહેવાથી પછી ખુશી માં રહેશો. આ
પરમ-આનંદ છે. માસ્ટર નોલેજફુલ, બ્લિસફુલ આ બધા વરદાન બાપ પાસે થી હમણાં તમને મળે
છે. સતયુગ માં તો બુદ્ધુ હશો. આ લક્ષ્મી-નારાયણ ને તો કાંઈ પણ નોલેજ નથી. એમને હોત
તો પરંપરા થી ચાલી આવત. તમારા જેવો પરમ આનંદ દેવતાઓ ને પણ ન હોઈ શકે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દેવતા બનવા
માટે ખાવા-પીવાની ખૂબ શુદ્ધિ રાખવાની છે. ખૂબ જ પરેજી થી ચાલવાનું છે. યોગબળ થી
ભોજન ને દૃષ્ટિ આપી શુદ્ધ બનાવી સ્વીકાર કરવાનું છે.
2. પરમપિતા પરમાત્મા
નાં આપણે બાળકો અથવા સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ, એ આપણને હવે આપણા ઘરે લઈ જશે, આ નશા
માં રહી પરમ સુખ, પરમ આનંદ નો અનુભવ કરવાનો છે.
વરદાન :-
સેવા ની લગન
દ્વારા લૌકિક ને અલૌકિક પ્રવૃત્તિ માં પરિવર્તન કરવા વાળા નિરંતર સેવાધારી ભવ
સેવાધારીનું કર્તવ્ય
છે નિરંતર સેવા માં રહેવું - ભલે મન્સા સેવા હોય કે વાચા અથવા કર્મણા સેવા હોય.
સેવાધારી ક્યારેય પણ સેવા ને પોતાનાં થી અલગ નથી સમજતાં. જેમની બુદ્ધિ માં સદા સેવા
ની લગન રહે છે એમની લૌકિક પ્રવૃત્તિ બદલાઈને ઈશ્વરીય પ્રવૃત્તિ બની જાય છે. સેવાધારી
ઘર ને ઘર નથી સમજતા પરંતુ સેવાસ્થાન સમજીને ચાલે છે. સેવાધારી નો મુખ્ય ગુણ છે
ત્યાગ. ત્યાગ વૃત્તિ વાળા પ્રવૃત્તિ માં તપસ્વીમૂર્ત બનીને રહે છે જેનાથી સેવા સ્વત:
થાય છે.
સ્લોગન :-
પોતાનાં
સંસ્કારો ને દિવ્ય બનાવવાં છે તો મન-બુદ્ધિ ને બાપ ની આગળ સમર્પિત કરી દો.
આ અવ્યક્ત ઈશારા -
મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
કોઈ પણ આત્મા ને બે
ઘડી મીઠી દૃષ્ટિ આપી દો. મીઠાં બોલ બોલી દો તો એ આત્મા ને સદા માટે ભરપૂર કરી દેશો.
આ બે ઘડી ની મધુર દૃષ્ટિ, બોલ એ આત્મા ની સૃષ્ટિ બદલી દેશે. બે મધુર બોલ સદા માટે
બદલવાનાં નિમિત્ત બની જશો.