06-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ બાગવાન છે , આ બાગવાન ની પાસે તમારે માળીઓએ ખૂબ સારા - સારા સુગંધિત ફૂલ લાવવાના છે , એવાં ફૂલ ન લાવો જે મૂરઝાયેલા ( કરમાયેલા ) હોય”

પ્રશ્ન :-
બાપ ની નજર કયા બાળકો પર પડે છે, કોના ઉપર નથી પડતી?

ઉત્તર :-
જે સારી સુગંધ આપવા વાળા ફૂલ છે, અનેક કાંટોઓ ને ફૂલ બનાવવાની સેવા કરે છે, એમને જોઈ-જોઈ બાપ ખુશ થાય છે. એમનાં પર જ બાપની નજર જાય છે અને જેમની વૃત્તિ ગંદી છે, આંખો દગો આપે છે, એમનાં પર બાપની નજર પણ નથી પડતી. બાપ તો કહેશે બાળકો, ફૂલ બની અનેકોને ફૂલ બનાવો ત્યારે હોશિયાર માળી કહેવાશો.

ઓમ શાંતિ!
બાગવાન બાપ બેસી પોતાનાં ફૂલો ને જુએ છે કારણ કે બીજા બધાં સેન્ટર્સ પર તો ફૂલ અને માળી છે, અહીં તમે બાગવાન પાસે આવો છો પોતાની સુગંધ આપવાં. તમે ફૂલ છો ને? તમે પણ જાણો છો, બાપ પણ જાણે છે-કાંટાઓનાં જંગલ નું બીજરુપ છે રાવણ. આમ તો આખાં ઝાડનું બીજ એક જ છે પરંતુ ફૂલો નાં બગીચા થી પછી કાંટાઓનું જંગલ બનાવવા વાળો પણ જરુર હશે. તે છે રાવણ. તો જ્જ (નિર્ણય) કરો બાપ ઠીક સમજાવે છે ને? દેવતાઓ રુપી ફૂલો નાં બગીચાનાં બીજરુપ છે બાપ. તમે હમણાં દેવી-દેવતા બની રહ્યા છો ને? આ તો દરેક જાણે છે કે અમે કયા પ્રકાર નાં ફૂલ છીએ? બાગવાન પણ અહીં જ આવે છે ફૂલો ને જોવાં. તે તો બધાં છે માળી. તે પણ અનેક પ્રકાર નાં માળી છે. એ બગીચા નાં પણ અલગ-અલગ પ્રકાર નાં માળી હોય છે ને? કોઈ નો ૫૦૦ રુપિયા પગાર હોય, કોઈ નો ૧૦૦૦, કોઈ નો ૨૦૦૦ રુપિયા. જેવી રીતે મુગલ ગાર્ડન નાં માળી જરુર ખૂબ હોશિયાર હશે. એમનો પગાર પણ અધિક હશે. આ તો બેહદ નો મોટો બગીચો છે, આમાં પણ અનેક પ્રકારના નંબરવાર માળી છે. જે ખૂબ જ સારા માળી હોય છે તે બગીચા ને ખૂબ સારો શોભનિક બનાવી દે છે, સારા ફૂલ લગાવે છે. ગવર્મેન્ટ હાઉસ નું મુગલ ગાર્ડન કેટલું સારું છે! આ છે બેહદનો બગીચો. એક છે બાગવાન. હવે કાંટાઓનાં જંગલ નું બીજ છે રાવણ અને ફૂલો નાં બગીચા નું બીજ છે શિવબાબા. વારસો મળે છે બાપ પાસે થી. રાવણ પાસેથી વારસો નથી મળતો. તે જાણે શ્રાપ આપે છે. જ્યારે શ્રાપિત થાય છે તો જે સુખ આપવા વાળા છે એમને બધાં યાદ કરે છે કારણ કે તે છે સુખ દાતા, સદા સુખ આપવા વાળા. માળી પણ અલગ-અલગ પ્રકારના છે, બાગવાન આવીને માળીઓને પણ જુએ છે કે કેવી રીતે નાનાં-મોટાં બગીચા બનાવે છે? કયા-કયા ફૂલ છે? તે પણ વિચાર માં લાવે છે. ક્યારેક-ક્યારેક ખૂબ સારાં-સારાં માળી પણ આવે છે, એમનાં ફૂલો ની સજાવટ પણ ખાસ કરીને સારી થઈ જાય છે. તો બાગવાન ને પણ ખુશી થાય છે-ઓહો! આ માળી તો ખૂબ સારા છે, ફૂલ પણ સારા-સારા લાવ્યા છે. આ છે બેહદ નાં બાપ અને એમની છે બેહદની વાતો. તમે બાળકો દિલ માં સમજો છો બાબા બિલકુલ સત્ય કહે છે. અડધોકલ્પ ચાલે છે રાવણ રાજ્ય. ફૂલો નાં બગીચા ને કાંટાઓનું જંગલ રાવણ બનાવી દે છે. જંગલ માં કાંટા જ કાંટા હોય છે. ખૂબ દુઃખ આપે છે. બગીચા ની વચ્ચે કાંટા થોડી હોય છે? એક પણ ન હોય. બાળકો જાણે છે. રાવણ દેહ-અભિમાન માં લઈ આવે છે. મોટા માં મોટો કાંટો છે દેહ-અભિમાન.

બાબાએ રાત્રે પણ સમજાવ્યું કોઈની દૃષ્ટિ કામી હોય છે, તો કોઈની સેમી કામી દૃષ્ટિ છે. કોઈ નવાં-નવાં પણ આવે છે જે પહેલાં સારા-સારા ચાલે છે, સમજે છે વિકાર માં ક્યારેય નહીં જઈશું, પવિત્ર રહીશું. એ સમયે સ્મશાની વૈરાગ આવે છે. પછી ત્યાં (ઘરે) જાય છે તો ખરાબ થઈ પડે છે. દૃષ્ટિ ગંદી થઈ જાય છે. અહીં જેમને સારા-સારા ફૂલ સમજી બાગવાન ની પાસે લઈ આવે છે કે બાબા, આ ખૂબ સારા ફૂલ છે, કોઈ-કોઈ માળી કાન માં આવીને બતાવે છે આ ફલાણા ફૂલ છે. માળી તો જરુર બતાવશે ને? એવું નથી કે બાબા અંતર્યામી છે, માળી દરેક ની ચાલ-ચલન બતાવે છે કે બાબા, આમની દૃષ્ટિ સારી નથી, આમની ચલન રોયલ નથી, આમની ૧૦-૨૦ ટકા સુધરી છે. મૂળ છે આંખો, જે ખૂબ દગો આપે છે. માળી આવીને બાગવાન ને બધું બતાવશે. બાબા એક-એક ને પૂછે છે બતાવો, તમે કેવાં ફૂલ લાવ્યા છો? કોઈ ગુલાબ નાં ફૂલ હોય છે, કોઈ મોતીયા નાં, કોઈ આકડા નાં પણ લઈ આવે છે. અહીં ખૂબ ખબરદાર રહે છે. જંગલ માં જાય છે તો પછી કરમાઈ જાય છે. બાબા જુએ છે કે આ કયા પ્રકાર નાં ફૂલ છે. માયા પણ એવી છે જે માળીઓને પણ ખૂબ જોર થી થપ્પડ લગાવી દે છે, જે માળી પણ કાંટા બની જાય છે. બાગવાન આવે છે તો પહેલાં-પહેલાં બગીચા ને જુએ છે, પછી બાપ બેસી એમને શૃંગારે છે. બાળકો, ખબરદાર રહો, ખામીઓ કાઢતા જાઓ, નહીં તો પછી ખૂબ પસ્તાશો. બાબા આવ્યા છે લક્ષ્મી-નારાયણ બનાવવા, એનાં બદલે અમે નોકર બન્યા! પોતાની તપાસ કરાય છે, આપણે એવા ઊંચ લાયક બનીએ છીએ? આ તો જાણો છો કે કાંટાઓનાં જંગલનું બીજ રાવણ છે, ફૂલો નાં બગીચા નાં બીજ છે રામ. આ બધી વાતો બાપ બતાવે છે. તેમ છતાં પણ બાબા સ્કૂલ નાં ભણતર ની મહિમા કરે છે, તે ભણતર તો પણ સારું છે, કારણ કે એમાં સોર્સ ઓફ ઇન્કમ છે. મુખ્ય લક્ષ પણ છે. આ પણ પાઠશાળા છે, એમાં મુખ્ય લક્ષ છે. પછી ક્યાંય પણ આ મુખ્ય લક્ષ હોતું નથી. તમારું એક જ લક્ષ છે નર થી નારાયણ બનવાનું. ભક્તિ માર્ગ માં સત્ય-નારાયણ ની કથા ખૂબ-ખૂબ સાંભળે છે, દરેક મહિને બ્રાહ્મણ ને બોલાવે છે, બ્રાહ્મણ ગીતા સંભળાવે છે. આજકાલ તો ગીતા બધાં સાંભળે છે, સાચાં-સાચાં બ્રાહ્મણ તો કોઈ નથી. તમે છો સાચાં-સાચાં બ્રાહ્મણ. સાચાં બાપ નાં બાળકો છો. તમે સાચ્ચી-સાચ્ચી કથા સંભળાવો છો. સત્ય-નારાયણ ની કથા પણ છે, અમરકથા પણ છે, તીજરી ની કથા પણ છે. ભગવાનુવાચ-હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. તે લોકો ગીતા તો સંભળાવતા આવ્યા છે. પછી કોણ રાજા બન્યાં? એવું કોઈ છે જે કહે હું તમને રાજાઓનાં રાજા બનાવીશ, હું પોતે નહીં બનીશ? એવું ક્યારેય સાંભળ્યું? આ એક જ બાપ છે જે બાળકોને સમજાવે છે. બાળકો જાણે છે અહીં બાગવાન પાસે રિફ્રેશ થવા આવે છે. માળી પણ બને છે, ફૂલ પણ બને છે. માળી તો જરુર બનવાનું છે. અલગ-અલગ માળી છે. સર્વિસ નહીં કરો તો સારા ફૂલ કેવી રીતે બનશો? દરેક પોતાનાં દિલ ને પૂછે કે હું કયા પ્રકારનું ફૂલ છું? કયા પ્રકારનો માળી છું. બાળકોએ વિચાર સાગર મંથન કરવું પડે. બ્રાહ્મણીઓ જાણે છે - માળી પણ અલગ-અલગ હોય છે ને? કોઈ સારા-સારા માળી પણ આવે છે, જેમનો ખૂબ સારો બગીચો હોય છે. જેવી રીતે સારા માળી તો બગીચા પણ સારા બનાવે છે. સારા-સારા ફૂલ લઈ આવે છે, જે જોઈ દિલ ખુશ થઈ જાય છે. કોઈ-કોઈ હલ્કા ફૂલ લઈ આવે છે, બાગવાન સમજી જાય છે આ શું-શું પદ મેળવશે. હજી તો સમય બાકી છે. એક-એક કાંટા ને ફૂલ બનાવવામાં મહેનત લાગે છે. કોઈ તો ફૂલ બનવા ઈચ્છતા નથી, કાંટા જ પસંદ કરે છે. આંખો ની વૃત્તિ ખૂબ ગંદી રહે છે. અહીં આવે છે તો પણ એમનાથી સુગંધ નથી આવતી. બાગવાન ઈચ્છે છે કે મારી આગળ ફૂલ બેઠાં તો સારા છે, જેમને જોઈ ખુશ થાઉં છું. જોઉં છું કે વૃત્તિ એવી છે તો એના પર નજર પણ નથી નાખતા એટલે એક-એક ને જુએ છે, આ મારા ફૂલ કયા પ્રકારના છે? કેટલી સુગંધ આપે છે? કાંટા થી ફૂલ બન્યા છે કે નહીં? દરેક પોતે પણ સમજી શકે છે કે અમે ક્યાં સુધી ફૂલ બન્યા છીએ? પુરુષાર્થ કરે છે? વારંવાર કહે છે-બાબા, અમે તમને ભૂલી જઈએ છીએ. યોગ માં રહી નથી શકતાં. અરે, યાદ નહીં કરશો તો ફૂલ કેવી રીતે બનશો? યાદ કરો તો પાપ કપાશે ત્યારે ફૂલ બનીને પછી બીજાઓને પણ ફૂલ બનાવશો, ત્યારે માળી નું નામ રાખી શકો છો. બાબા માળીઓની માંગ કરતા રહે છે. છે કોઈ માળી? કેમ માળી નથી બની શકતાં? બંધન તો છોડવું જોઈએ. અંદર જોશ આવવો જોઈએ. સર્વિસ નો ઉલ્લાસ રહેવો જોઈએ. પોતાની પાંખો આઝાદ કરવા માટે મહેનત કરવી જોઈએ. જેમની સાથે ખૂબ પ્રેમ છે, એમને છોડવાના હોય છે શું? બાપ ની સર્વિસ માટે જ્યાં સુધી ફૂલ બની બીજાઓને નથી બનાવ્યા તો ઊંચ પદ કેવી રીતે મેળવશો? ૨૧ જન્મો માટે ઊંચ પદ છે. મહારાજાઓ, રાજાઓ, મોટા-મોટા સાહૂકાર પણ છે. પછી નંબરવાર ઓછા સાહૂકાર પણ છે, પ્રજા પણ છે. હવે આપણે શું બનીએ? જે હમણાં પુરુષાર્થ કરશે તે કલ્પ-કલ્પાંતર બનશે. હમણાં પુરું જોર આપીને પુરુષાર્થ કરવો પડે. નર થી નારાયણ બનવું જોઈએ, જે સારા પુરુષાર્થી હશે તે અમલ કરશે. રોજ ની કમાણી અને નુકસાન ને જોવાનું હોય છે, ૧૨ મહિનાની વાત નથી, રોજ પોતાનું નુકસાન અને ફાયદો કાઢવો જોઈએ. નુકસાન ન કરવું જોઈએ. નહીં તો થર્ડ ક્લાસ બની જશો. સ્કૂલ માં પણ નંબરવાર તો હોય છે ને?

મીઠાં-મીઠાં બાળકો જાણે છે-અમારું બીજ છે વૃક્ષપતિ, જેમના આવવાથી અમારા પર બૃહસ્પતિ ની દશા બેસે છે. પછી રાવણ રાજ્ય આવે છે તો રાહુ ની દશા બેસે છે. એ (શિવબાબા) એકદમ હાઈએસ્ટ, તે એકદમ લોએસ્ટ. એકદમ શિવાલય થી વૈશ્યાલય બનાવી દે છે. હમણાં આપ બાળકો પર છે બૃહસ્પતિ ની દશા. પહેલાં નવું વૃક્ષ હોય છે. પછી અડધા થી જૂનું શરુ થાય છે. બાગવાન પણ છે, માળીની પણ વૃદ્ધિ થતી રહે છે. બાગવાન પાસે લઈ આવે છે. દરેક માળી ફૂલ લઈ આવે છે. કોઈ તો એવા સારા ફૂલ લઈ આવે છે, તડપે છે બાબાની પાસે જઈએ. કેવી-કેવી યુક્તિઓ થી બાળકીઓ આવે છે. બાબા કહે છે ખૂબ સારું ફૂલ લાવ્યા છો. ભલે માળી સેકન્ડ ક્લાસ છે, માળી થી ફૂલ સારા હોય છે - તડપે છે શિવબાબા ની પાસે જઈએ, જે બાબા અમને આટલાં ઊંચ વિશ્વ નાં માલિક બનાવે છે. ઘર માં માર ખાય છે તો પણ કહે છે શિવબાબા, અમારી રક્ષા કરો. એમને જ સાચ્ચી દ્રોપદી કહેવાય છે. પાસ્ટ (પહેલાં) જે થઈ ગયું તે પછી રીપીટ થવાનું છે. કાલે પોકાર્યા હતા ને? આજે બાબા આવ્યા છે બચાવવા માટે યુક્તિઓ બતાવે છે - આવી-આવી રીતે ભૂં-ભૂં કરો. તમે છો ભમરીઓ, તે છે કીડા. એમનાં પર ભૂં-ભૂં કરતા રહો. બોલો, ભગવાનુવાચ-કામ મહાશત્રુ છે, એને જીતવાથી વિશ્વ નાં માલિક બનો છો. કોઈ ને કોઈ સમયે અબળાઓનાં બોલ લાગી જાય છે તો પછી ઠંડા થઈ જાય છે. કહે છે - અચ્છા, ભલે જાઓ. આવા બનાવવા વાળા પાસે જાઓ. મારી તકદીર માં નથી તમે તો જાઓ. એવી રીતે દ્રોપદીઓ પોકારે છે. બાબા લખે છે ભૂં-ભૂં કરો. કોઈ-કોઈ સ્ત્રીઓ પણ એવી હોય છે જેમને સૂપનખા, પૂતના કહેવાય છે. પુરુષ એમને ભૂં-ભૂં કરે છે, તે કીડા બની જાય છે, વિકાર વગર રહી નથી શકતી. બાગવાન પાસે અલગ-અલગ પ્રકારના આવે છે, વાત ન પૂછો. કોઈ-કોઈ કન્યાઓ પણ કાંટા બની જાય છે એટલે બાબા કહે છે કે પોતાની જન્મપત્રી બતાવો. બાપ ને સંભળાવશો નહીં, છૂપાવશો તો તે વૃદ્ધિ થતી જશે. ખોટું ચાલી ન શકે. તમારી વૃત્તિ ખરાબ થતી જશે. બાપ ને સંભળાવવાથી તમે બચી જશો. સાચ્ચુ બતાવવું જોઈએ, નહીં તો બિલકુલ મહારોગી બની જશો. બાપ કહે છે વિકારી જે બને છે એમનું કાળું મોઢું થાય છે. પતિત એટલે કાળું મોઢું. કૃષ્ણ ને પણ શ્યામ-સુંદર કહે છે. કૃષ્ણ ને કાળા બનાવી દીધાં છે. રામ ને, નારાયણ ને પણ કાળા દેખાડે છે. અર્થ કંઈ નથી સમજતાં. તમારી પાસે તો નારાયણ નાં ચિત્ર ગોરા છે, તમારું તો આ મુખ્ય લક્ષ છે. તમારે કાળા નારાયણ થોડી બનવાનું છે? આ મંદિર જે બનાવ્યા છે, એવા નહોતાં. વિકાર માં જવાથી પછી કાળું મોઢું થઈ જાય છે. આત્મા કાળો બની ગયો છે. આયરન એજ થી ગોલ્ડન એજ માં જવાનું છે. સોના ની ચકલી બનવાનું છે. કાળી કલકત્તા વાળી કહે છે. કેટલો ભયંકર ચહેરો દેખાય છે. વાત ન પૂછો. બાપ કહે છે-બાળકો, આ બધો છે ભક્તિ માર્ગ. હમણાં તમને તો જ્ઞાન મળ્યું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની પાંખો ને આઝાદ કરવાની મહેનત કરવાની છે, બંધનો થી મુક્ત થઈ હોશિયાર માળી બનવાનું છે. કાંટાઓને ફૂલ બનાવવાની સેવા કરવાની છે.

2. પોતે પોતાને જોવાના છે હું કેટલો સુગંધિત ફૂલ બન્યો છું? મારી વૃત્તિ શુદ્ધ છે? આંખો દગો તો નથી આપતી? પોતાની ચાલ-ચલન નો પોતામેલ રાખી ખામીઓ કાઢવાની છે.

વરદાન :-
સ્વરાજ્ય અધિકાર નાં નશા અને નિશ્ચય થી સદા શક્તિશાળી બનવા વાળા સહજયોગી , નિરંતર યોગી ભવ

સ્વરાજ્ય અધિકારી અર્થાત્ દરેક કર્મેન્દ્રિય પર પોતાનું રાજ્ય. ક્યારેય સંકલ્પ માં પણ કર્મેન્દ્રિયો દગો ન આપે. ક્યારેય થોડું પણ દેહ-અભિમાન આવ્યું તો જોશ અથવા ક્રોધ સહજ આવી જાય છે, પરંતુ જે સ્વરાજ્ય અધિકારી છે તે સદા નિરહંકારી, સદા જ નિર્માણ બનીને સેવા કરે છે એટલે હું સ્વરાજ્ય અધિકારી આત્મા છું-આ નશા અને નિશ્ચય થી શક્તિશાળી બની માયાજીત સો જગતજીત બનો તો સહજયોગી, નિરંતર યોગી બની જશો.

સ્લોગન :-
લાઈટ-હાઉસ બની મન-બુદ્ધિ થી લાઈટ ફેલાવવા માં વ્યસ્ત રહો તો કોઈ વાત માં ભય નહીં લાગે.