06-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - અમૃતવેલા નો સમય ખૂબ - ખૂબ સારો છે , એટલે સવારે - સવારે ઉઠી એકાંત માં બેસી બાબા સાથે મીઠી - મીઠી વાતો કરો”

પ્રશ્ન :-
કઈ નોલેજ નિરંતર યોગી બનવામાં ખુબ મદદ કરે છે?

ઉત્તર :-
ડ્રામા ની. જે કંઈ વીત્યું, ડ્રામા ની ભાવી. જરા પણ સ્થિતિ હલચલ માં ન આવે. ભલે કેવી પણ પરિસ્થિતિ હોય, અર્થક્વેક આવી જાય, ધંધા માં નુકસાન પડી જાય પરંતુ જરા પણ સંશય ન થાય - એને કહેવાય છે મહાવીર. જો ડ્રામા ની યથાર્થ નોલેજ નથી તો આંસુ વહાવતા રહેશે. નિરંતર યોગી બનવામાં ડ્રામા ની નોલેજ ખૂબ મદદ કરે છે.

ગીત :-
ઓમ્ નમો શિવાય…

ઓમ શાંતિ!
બાળકો હવે સારી રીતે સમજે છે પતિત દુનિયાનો હવે અંત થઇ રહ્યો છે. પાવન દુનિયા નો આદિ થઈ રહ્યો છે. આ ફક્ત આપ બાળકો જ જાણો છો અને બાળકોને જ આ ડાયરેક્શન (માર્ગદર્શન) કે શ્રીમત મળે છે. કોણ આપે છે? ઊંચે થી ઊંચા ભગવાન. સમજાવતા રહે છે કે પતિત થી પાવન બનવાનું છે. આ નોલેજ તમારા માટે છે બીજા તો બધાં પતિત છે. આ પતિત દુનિયા વિનાશ જરુર થવાની છે. પતિત કહેવાય છે વિકારી ને. બાપ સમજાવે છે કે તમે જન્મ-જન્માંતર એક બીજા ને દુઃખ આપતાં આવ્યાં છો, એટલે તમે આદિ-મધ્ય-અંત દુઃખ પામો છો. એકબીજા ને પતિત બનાવો છો. પોકારો પણ છે કે અમે પતિત છીએ, પરંતુ બુદ્ધિ માં પૂરું બેસતું નથી. કહે પણ છે પતિત-પાવન આવો પરંતુ છતાં પણ પતિતપણું છોડતાં નથી. હવે તમે સમજો છો આખી વાત છે પાવન બનવાની. આ સમજાવવા વાળું પણ તો કોઈ જોઈએ. સમજાવવા વાળા છે જ એક. બાકી આ જે ગુરુ લોકો છે, એ કોઈને પાવન બનાવી નથી શકતાં. પાવન પણ ફક્ત એક જન્મ નાં માટે નહીં, જન્મ-જન્માંતર નાં માટે બનવાનું છે. તમારા માં પણ જે જ્ઞાનવાન છે તે હોશિયાર હોય છે. ડ્રામા અનુસાર તે નોંધ છે. તમારામાં પણ મહાવીરપણું જોઈએ. તે આવશે બાપ ની યાદ માં રહેવાથી. બાપ ખૂબ સારી રીતે બેસી સમજાવે છે. જેમ બાબા કહે છે કે સવારે ઉઠીને યાદ કરો. તે સમય ખૂબ સુંદર છે યાદ કરવાનો, જેને પ્રભાત કહેવાય છે. ભક્તિમાર્ગ માં પણ કહે છે રામ સિમર પ્રભાત મોરે મન. બાપ પણ કહે છે સવારે ઉઠી બાપ ને યાદ કરો તો ખુબ મજા આવશે. બાપ ની યાદ માં બેસી આ જ વિચાર કરવો જોઈએ કે કેવી રીતે કોઈને સમજાવીએ? અમૃતવેલા નું વાયુમંડળ ખૂબ શુદ્ધ રહે છે. દિવસ માં તો ગોરખધંધા રહે છે. રાત નાં ૧૨ વાગ્યા સુધી તો વિકારી વાયુમંડળ રહે છે. સાધૂ-સંત ભક્ત વગેરે બધાં ભક્તિ પણ પ્રભાતમાં કરે છે. આમ તો યાદ દિવસ માં પણ કરી શકાય છે. ધંધા માં ભલે રહો, બુદ્ધિ નો યોગ, જે દેવતાનાં પુજારી હશે તેમની પાસે હશે. પરંતુ એવું કોઈને હોતું નથી. ભક્તિમાર્ગ માં ફક્ત દર્શન માટે મહેનત કરે છે. મળતું કાંઈ પણ નથી. તેમણે પણ ભક્તિ કરતાં-કરતાં તમો પ્રધાન બનવાનું જ છે. ભક્તિમાર્ગ માં પણ શિવ પર બલિ ચઢાવે છે, જેને કાશી કલવટ કહે છે. શિવ ને યાદ કરતાં-કરતાં કુવામાં કૂદી પડે છે. શિવની ઉપર બલિ ચઢાવે છે. તે છે ભક્તિમાર્ગ ની બલિ. આ છે જ્ઞાનમાર્ગ ની બલિ. તે પણ મુશ્કેલ, આ પણ મુશ્કેલ. ભક્તિમાર્ગ માં આનાથી કંઈ ફાયદો નથી. આ જેમ કે આત્મા પોતાનાં શરીર નો ઘાત કરે છે. આ કોઈ જ્ઞાન નથી. તેઓ પણ કહી દે આત્મા સો પરમાત્મા. આત્મ-અભિમાની તો એક બાપ જ છે, જે બાળકો ને સમજાવે છે કે પરમાત્મા તો હું એક જ છું. હું આત્મા જ પરમાત્મા કહેવું - આ મોટામાં મોટું ખોટું છે. આ તો હોઈ ન શકે.

બાપ કહે છે-હું આવું જ છું પતિતો ને પાવન બનાવવાં, તો પાવન બનાવી રહ્યો છું. બાકી તો ડ્રામા માં જે થવાનું છે તે થશે જ. સમજો અર્થક્વેક (ધરતીકંપ) થાય છે, છાપરા પડી જાય છે, કહેશે ભાવી, કલ્પ પહેલાં પણ એવું થયું હતું. આમાં જરા પણ હલવાની દરકાર નથી. ડ્રામા પર પાક્કા ઉભાં રહેવાનું છે. આને જ મહાવીર કહેવાય છે. એકસીડન્ટ (અકસ્માત) વગેરે તો અસંખ્ય નાં અસંખ્ય થતાં રહે છે. પછી કોઈની રક્ષા કરે છે શું? આ તો ડ્રામા માં નોંધ છે. એવો જ ડ્રામા માં પાર્ટ છે. જે ડ્રામા ને નથી જાણતાં તે દેહ ને યાદ કરી આંસુ વહાવે છે. તે ક્યારેય શિવબાબા ને યાદ નથી કરી શકતાં કારણકે શિવબાબા થી પ્રેમ નથી. સાચ્ચી પ્રીત નથી. બાપ ની સાથે તો પૂરી પ્રીત હોવી જોઈએ. શિવબાબા ની સાથે પ્રીત બુદ્ધિ તમે કલ્પ-કલ્પ બનો છો. દેવતાઓની બાપની સાથે પ્રીત બુદ્ધિ હતી, એવું નહીં કહેશે. તેમણે આ પ્રીત થી તે પદ પામ્યું છે. ત્યાં તો ખબર પણ નહીં હશે- આખાં કલ્પમાં તમને શિવબાબા ની ખબર પણ નહીં રહે છે જે પ્રીત રાખી શકો. હમણાં બાપે પોતાનો પરિચય આપ્યો છે. હવે બાપ કહે છે કે બીજા સંગ તોડી મુજ એક સાથે જોડો. આ વિનાશકાળ તો જરુર છે. આ પણ આપ બાળકો જાણો છો. મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકાર માં છે. તમે હમણાં સમજો છો આપણે તો બાપ થી પૂરો વારસો લેવાનો છે. યાદ વગર સતોપ્રધાન નહીં બની શકાય. સર્જન બની પોતાનાં રોગ ને જોવાનો છે. શ્રીમત પર જોવાનું છે કે અમારી બાપ સાથે કેટલી પ્રીત છે? અમૃતવેલાએ જ બાપને યાદ કરવા સારું છે. પ્રભાત નો સમય ખૂબ સારો છે. તે સમયે માયાનાં તોફાન નહીં આવશે. રાત નાં ૧૨ વાગ્યા સુધી તપસ્યા કરવાનો કોઈ ફાયદો નથી કારણ કે સમય જ ગંદો હોય છે. વાયુમંડળ ખરાબ રહે છે. તો એક વાગ્યા સુધી છોડી દેવું જોઈએ. એક નાં પછી વાયુમંડળ સારું હોય છે. બાપ કહે છે - આપણો તો છે જ સહજ રાજયોગ, ભલે આરામ થી બેસો. બાબા પોતાનો અનુભવ પણ સંભળાવે છે. કેવી રીતે બાબા થી વાતો કરું છું. બાબા કેવો વન્ડરફુલ (અદ્દભુત) આ ડ્રામા છે. તમે કેવી રીતે આવીને પતિતો થી પાવન બનાવો છો! આખી દુનિયાને કેવી પલટાવો છો! ખૂબ વન્ડર છે! જેમ બાપ ને વિચાર આવે છે તેમ બાળકો ને પણ આવવાં જોઈએ. કેવી રીતે મનુષ્ય નો બેડો પાર કરીએ અથવા કેવી રીતે નૈયા પાર કરીએ. બાપ કહે છે-તમે પોકારતાં રહો છો હે પતિત-પાવન આવો. હવે હું આવ્યો છું, હવે તમે પતિત ન બનો. પતિત થઇને સભા માં આવીને નહીં બેસો. નહીં તો વાયુમંડળ અશુધ્ધ કરી દો છો. બાબા ને ખબર તો પડે છે. દિલ્લી માં, બોમ્બે માં એવાં વિકાર માં જવા વાળા આવીને બેસી જતાં હતાં. ગવાયુ છે અસુર આવીને વિધ્ન નાખવા બેસતાં હતાં. વિકારમાં જવા વાળા ને અસુર કહેવાય છે. વાયુમંડળ ને ખરાબ કરે છે. તેમનાં માટે સજા ખૂબ કઠોર છે. બાબા સમજાવે તો બધી વાતો છે છતાં પણ પોતાનું નુકસાન કરવા સિવાય રહેતાં નથી. ખોટું પણ બોલે છે. નહીં તો તરત લખી દેવું જોઈએ - બાબા, મારા થી આ ભૂલ થઇ, ક્ષમા કરજો. પોતાનાં પાપ લખી દો. નહીં તો વૃદ્ધિને પામતાં રહેશો અને રસાતાળ માં ચાલ્યાં જશો. આવો છો કંઈ લેવા માટે વધારે જ કાન કાપી લેશો. આ પણ ડ્રામા માં પાર્ટ છે. આવાં અસુર કલ્પ પહેલાં પણ હતાં, હમણાં પણ છે. અમૃત છોડી ને વિષ પીવે છે. પોતાનો પણ ઘાત કરે છે અને બીજાઓને પણ નુકસાન પહોંચાડે છે. વાયુમંડળ ખરાબ કરી દે છે. બ્રાહ્મણીઓ પણ બધી એક સમાન નથી. મહારથી, ઘોડેસવાર, પ્યાદા બધાં છે.

આપ બાળકોને અથાહ ખુશી હોવી જોઈએ - બાબા મળ્યાં બીજું બાકી શું. હાં, પોતાનાં બાળકો વગેરેને જરુર સંભાળવાનાં છે. એવું નહીં કે બાબા આ બધાં તમારા છે, હવે તમે સંભાળો. અમે તો તમારા બની ગયાં. બાપ સમજાવે છે કે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળ ફૂલ સમાન પવિત્ર બનો. કોઈ પણ પતિત કામ નહીં કરો. બસ પહેલી વાત છે કામ ની. દ્રૌપદીએ પણ આનાં પર પોકાર્યું કે અમને આ નંગન (અશરીરી) કરે છે. પોકાર્યા પણ ત્યારે હતાં જ્યારે બાપ સાંભળવા વાળા આવ્યાં હતાં. બાપ નાં આવવાનાં પહેલાં કોઈ પણ પોકારતાં નથી. કોને પોકારશે? બાબા આવ્યાં છે ત્યારે જ પોકારે છે. પતિત થી પાવન બની ને પછી ક્યાં જશો? પાછા જવાનું છે, તે તો આ જ સમય છે. સર્વનાં સદ્દગતિ દાતા, લિબરેટર (મુક્તિદાતા) એક જ છે. અહીંયા તો દુઃખ છે. સાધૂ-સંત વગેરે કોઈ પણ સુખી હોઈ ન શકે. બધાને કોઈને કોઈ દુઃખ, રોગ વગેરે હોય જ છે. કોઈ ગુરુ આંધળા લૂલા પણ હોય છે. જરુર કોઈ એવું કામ કર્યું છે ત્યારે તો આંધળા લૂલા વગેરે બને છે. સતયુગ માં કોઈ આંધળા લૂલા વગેરે થોડી હશે. મનુષ્ય થોડી સમજે છે. બાપ જ આવી ને સમજાવે છે. બાપ જ જ્ઞાન નાં સાગર પતિત-પાવન છે. બાકી તો બધી છે ભક્તિ. તે ભક્તિ માર્ગ જ અલગ છે. તે છે સીડી ઉતરવાનો માર્ગ. ઉતરવામાં, જીવનબંધ માં આવવામાં ૮૪ જન્મ લાગે છે અને પછી એક સેકન્ડ લાગે છે જીવનમુક્ત બનવામાં. જો એમની મત પર ચાલી બાપ ને યાદ કરે તો. નંબરવાર તો છે ને. કહે છે અમને ફલાણી શિક્ષક મળે તો સારું. તો જરુર સ્વયં કમજોર છે ત્યારે તો કહે છે ફલાણી ને ૨-૩ મહિના માટે મોકલી દો. બાબા કહે છે આ પણ ભૂલ છે. તમે બ્રાહ્મણી ને કેમ યાદ કરો છો જ્યારે કે બાપ સહજ વાત બતાવે છે - ફક્ત બાપ ને યાદ કરો અને સ્વદર્શન ચક્ર ફરાવો, બીજાઓ ને પણ સમજાવો. બસ. આમાં બ્રાહ્મણી આવીને શું કરશે? આ તો સેકન્ડની વાત છે. તમે ધંધા-ધોરી માં આ ભૂલી જાઓ છો છતાં પણ બ્રાહ્મણી આ જ કહેશે મનમનાભવ. કોઈ બુદ્ધુ લોકો સમજતાં નથી ફક્ત કહે છે બ્રાહ્મણી સારી જોઈએ. જ્ઞાન તો તમને મળ્યું છે ને. બાપ અને વારસા ને યાદ કરો. દેહ-અભિમાન ને છોડો. આ અમારું સેવા કેન્દ્ર છે, આ એમનું સેવાકેન્દ્ર છે. આ જિજ્ઞાસુ અહીંયા કેમ જાય છે… આ બધું દેહ-અભિમાન છે. બધાં શિવબાબા નાં સેવા કેન્દ્રો છે, આપણાં થોડી સેવા કેન્દ્ર છે. તમને એવું કેમ થાય છે કે ફલાણા અમારા સેવા કેન્દ્ર પર કેમ નથી આવતાં. ક્યાંય પણ જાય. બાબા હંમેશા કહે છે કોઈ પાસેથી પણ માંગો નહીં. આ સમજી શકાય છે કે બીજ નહીં વાવશે તો મળશે શું? ભક્તિમાર્ગ માં પણ દાન-પુણ્ય કરાય છે. તમે બધાં ભક્તિમાર્ગ માં ઈશ્વર અર્થ ઇનડાયરેક્ટ કરતાં હતાં. પછી સંન્યાસીઓને પણ ખૂબ આપે છે. નહીં તો દાન ગરીબો ને અપાય છે, ન કે સાહૂકારો ને. આમાં અનાજ નું દાન સૌથી સારું છે. તે પણ બાપ સમજાવે છે દાન કરવાથી બીજા જન્મમાં તેનું ફળ મળી જાય છે. ઈશ્વર જ બધાને ફળ આપે છે સાધૂ-સંત વગેરે કોઈ રિટર્ન (વળતર) ન આપી શકે. આપવાવાળા એક જ બાપ છે. કોઈનાં પણ દ્વારા આપે. બાપ સમજાવે છે કે તમે ઈશ્વર અર્થ આપતાં હતાં તો પણ બીજા જન્મ માં તમને ફળ અપાવતા હતાં. હમણાં તો હું ડાયરેક્ટ આવ્યો છું. હમણાં તમને ૨૧ જન્મનાં માટે રિટર્ન મળશે. પછી તો મોત સામે ઉભું છે. ભક્તિમાર્ગ માં તમને એવું નહોતાં કહેતાં કે મોત સામે ઉભું છે એટલે પોતાનું સફળ કરો. ના. તો હવે બાપ સમજાવે છે-જેમને પણ જોઈએ આ રુહાની હોસ્પીટલ ખોલી દો. કોઈ કહે છે મકાન બનાવીએ, તેમાં આ હોસ્પિટલ ખોલીએ. બાપ કહે છે-આજે મકાન બનાવો અને કાલે મરી જાઓ તો આ બધું ખતમ થઇ જશે. શરીર પર ભરોસો નથી. જે છે તેમાં જ ત્યાં સુધી એક રુમ રાખી દો, જેમાં રુહાની હોસ્પિટલ, રુહાની કોલેજ બનાવો. અનેકોનું કલ્યાણ કરશો તો ખૂબ ઊંચું પદ પામશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર પોતે-પોતાને જોવાનું છે કે આ વિનાશ કાળ માં મારી એક બાપ થી સાચ્ચી પ્રીત છે? બીજા બધાં સંગ તોડી એક સંગ જોડ્યો છે? ક્યારેક કોઈ વિકર્મ કરીને અસુર તો નથી બનતાં? આવું ચેકિંગ કરી સ્વયંને પરિવર્તન કરવાનું છે.

2. આ શરીર પર કોઈ ભરોસો નથી એટલે પોતાનું બધું સફળ કરવાનું છે. પોતાની સ્થિતિ એકરસ, અચળ બનાવવા માટે ડ્રામા નાં રહસ્ય ને બુદ્ધિમાં રાખી ચાલવાનું છે.

વરદાન :-
વારંવાર હાર ખાવાને બદલે બલિહાર જવા વાળા માસ્ટર સર્વશક્તિમાન વિજયી ભવ

સ્વયં ને સદા વિજય રત્ન સમજીને દરેક સંકલ્પ અને કર્મ કરો તો ક્યારેય પણ હાર થઈ નથી શકતી. માસ્ટર સર્વ શક્તિમાન ક્યારેય હાર નથી ખાઈ શકતાં. જો વારંવાર થાય છે તો ધર્મરાજ નો માર ખાવો પડશે અને હાર ખાવા વાળાને ભવિષ્યમાં હાર બનાવવા પડશે દ્વાપર થી અનેક મૂર્તિઓને હાર પહેરાવવા પડશે એટલે હાર ખાવાને બદલે બલિહાર થઈ જાઓ, પોતાના સંપૂર્ણ સ્વરુપને ધારણ કરવાની પ્રતિજ્ઞા કરો તો વિજયી બની જશો.

સ્લોગન :-
“ ક્યારે” શબ્દ કમજોરી સિદ્ધ કરે છે એટલે “ક્યારે” કરશું નહીં, હમણાં કરવું છે.

અવ્યક્ત ઇશારે - સદા હર્ષિત રહેવા માટે પોતાના નેચર ને સરળ બનાવો સહનશીલ બનો .

આ બેહદ નાં સ્ટેજ પર હું ખેલાડી છું. આ ખેલાડી નો સ્ટેજ સદા હર્ષિતમુખ રહેવાનો અનુભવ કરાવે છે. કોઈ પણ પ્રકારની કોઈ પણ વાત, જેને દુનિયા વાળા આપદા (મુશ્કેલી) સમજે છે પરંતુ ખેલાડી બની ખેલ કરવા વાળા અને સાક્ષી થઈ ખેલ જોવા વાળા, એવી આપદા નાં રુપ ને ખેલ સમજી, સહનશીલતાની શક્તિથી મનોરંજનનો અનુભવ કરે છે.