06-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ની યાદ થી બુદ્ધિ સ્વચ્છ બને છે , દિવ્યગુણ આવે છે એટલે એકાંત માં બેસી પોતે પોતાને પૂછો કે દૈવી ગુણ કેટલાં આવ્યા છે ?”

પ્રશ્ન :-
સૌથી મોટો આસુરી અવગુણ કયો છે, જે બાળકોમાં ન હોવો જોઈએ?

ઉત્તર :-
સૌથી મોટો આસુરી અવગુણ છે કોઈની સાથે રફ-ટફ વાત કરવી અથવા કટુવચન બોલવા, આને જ ભૂત કહેવાય છે. જ્યારે કોઈમાં આ ભૂત પ્રવેશ કરે છે તો ખૂબ નુકસાન કરી દે છે એટલે એનાથી કિનારો કરી લેવો જોઈએ. જેટલું થઈ શકે અભ્યાસ કરો-હવે ઘરે જવાનું છે પછી નવી રાજધાની માં આવવાનું છે. આ દુનિયામાં બધું જોવા છતાં કંઈ પણ ન દેખાય.

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે, જવાનું તો છે શરીર છોડીને. આ દુનિયાને પણ ભૂલી જવાની છે. આ પણ એક અભ્યાસ છે. જ્યારે કોઈ શરીર માં ખિટપિટ થાય છે તો શરીર ને પણ કોશિશ કરી ભૂલવાનું હોય છે તો દુનિયા ને પણ ભૂલવાની હોય છે. ભૂલવાનો અભ્યાસ રહે છે સવારે. બસ, હવે પાછા જવાનું છે. આ જ્ઞાન તો બાળકોને મળ્યું છે. આખી દુનિયાને છોડી હવે ઘરે જવાનું છે. વધારે જ્ઞાન ની તો જરુર નથી રહેતી. કોશિશ કરી એ જ ધુન માં રહેવાનું છે. ભલે શરીર ને કેટલી પણ તકલીફ હોય છે, બાળકોને સમજાવાય છે-કેવી રીતે અભ્યાસ કરો. જેમ કે તમે છો જ નહીં. આ પણ સારો અભ્યાસ છે. બાકી થોડો સમય છે. જવાનું છે ઘરે, પછી બાપ ની મદદ છે કે આમની પોતાની મદદ છે. મદદ મળે જરુર છે અને પુરુષાર્થ પણ કરવાનો હોય છે. આ જે કંઈ દેખાય છે, તે છે જ નહીં. હવે ઘરે જવાનું છે. ત્યાંથી પછી પોતાની રાજધાની માં આવવાનું છે. અંત માં આ બે વાતો જઈને રહે છે-જવાનું છે ફરી પછી આવવાનું છે. જોવાય છે કે આ યાદ માં રહેવાથી શરીર નાં રોગ જે હેરાન કરે છે, તે પણ ઓટોમેટિકલી ઠંડા થઈ જાય છે. તે ખુશી રહી જાય છે. ખુશી જેવો ખોરાક નથી એટલે બાળકોને પણ આ સમજાવવું પડે છે. બાળકો, હવે ઘરે જવાનું છે, સ્વીટ હોમ માં જવાનું છે, આ જૂની દુનિયાને ભૂલી જવાની છે. આને કહેવાય છે યાદ ની યાત્રા. હમણાં જ બાળકોને ખબર પડે છે. બાપ કલ્પ-કલ્પ આવે છે, આ જ સંભળાવે છે કલ્પ પછી ફરી મળીશું. બાપ કહે છે-બાળકો, હમણાં તમે જે સાંભળો છો, ફરી કલ્પ પછી પણ આ જ સાંભળશો. આ તો બાળકો જાણે છે, બાપ કહે છે - હું કલ્પ-કલ્પ આવીને બાળકોને માર્ગ બતાવું છું. માર્ગ પર ચાલવાનું બાળકોનું કામ છે. બાપ આવીને માર્ગ બતાવે છે, સાથે લઈ જાય છે. ફક્ત માર્ગ નથી બતાવતા પરંતુ સાથે લઈ પણ જાય છે. આ પણ સમજાવાય છે-આ જે ચિત્ર વગેરે છે, અંત માં કંઈ પણ કામ નથી આવતાં. બાપે પોતાનો પરિચય આપી દીધો છે. બાળકો સમજી જાય છે બાપ નો વારસો બેહદ ની બાદશાહી છે. જે કાલે મંદિરો માં જતા હતાં, મહિમા ગાતા હતાં આ બાળકો (લક્ષ્મી-નારાયણ) ની, બાબા તો આમને પણ બાળકો-બાળકો કહેશે ને? જે એમની ઊંચ બનવાની મહિમા ગાતા હતાં, હવે ફરી ઊંચ બનવાનો પુરુષાર્થ કરે છે. શિવબાબા માટે નવી વાત નથી. આપ બાળકો માટે નવી વાત છે. યુદ્ધ નાં મેદાનમાં તો બાળકો છે. સંકલ્પ-વિકલ્પ પણ એમને તંગ કરશે. આ ઉધરસ પણ એમનાં કર્મ નો હિસાબ-કિતાબ છે, એમને ભોગવવાનો છે. બાબા તો મોજ માં છે, આમને કર્માતીત બનવાનું છે. બાપ તો છે જ સદા કર્માતીત અવસ્થા માં. આપણને બાળકોને માયા નાં તોફાન વગેરે કર્મભોગ આવશે. આ સમજાવવું જોઈએ. બાપ તો રસ્તો બતાવે છે, બાળકોને બધું સમજાવે છે. આ રથ ને કંઈ થાય છે તો તમને ફીલિંગ આવશે કે દાદાને કંઈક થયું છે. બાબાને કંઈ નથી થતું, આમને થાય છે. જ્ઞાન માર્ગ માં અંધશ્રદ્ધા ની વાત નથી હોતી. બાપ સમજાવે છે હું કયા તન માં આવું છું? અનેક જન્મો નાં અંત નાં પતિત તન માં હું પ્રવેશ કરું છું. દાદા પણ સમજે છે જેવી રીતે બીજા બાળકો છે, હું પણ છું. દાદા પુરુષાર્થી છે, સંપૂર્ણ નથી. તમે બધાં પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ પુરુષાર્થ કરો છો, વિષ્ણુ પદ મેળવવાં. લક્ષ્મી-નારાયણ કહો, વિષ્ણુ કહો, વાત તો એક જ છે. બાપે સમજાવ્યું પણ છે પહેલાં નહોતાં સમજતાં. ન બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને, ન પોતાને સમજતા હતાં. હવે તો બાપને, બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને જોવાથી બુદ્ધિમાં આવે છે-આ બ્રહ્મા તપસ્યા કરે છે. આ જ સફેદ ડ્રેસ છે. કર્માતીત અવસ્થા પણ અહીં થાય છે. ઇનએડવાન્સ તમને સાક્ષાત્કાર થાય છે - આ બાબા ફરિશ્તા બનશે. તમે પણ જાણો છો અમે કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરીને ફરિશ્તા બનીશું નંબરવાર. જ્યારે તમે ફરિશ્તા બનો છો ત્યારે સમજો છો કે હવે લડાઈ લાગશે. મિરુઆ મૌત… આ ખૂબ ઊંચી અવસ્થા છે. બાળકોએ ધારણા કરવાની છે. આ પણ નિશ્ચય છે કે આપણે ચક્ર લગાવીએ છીએ. બીજા કોઈ આ વાતો ને સમજી ન શકે. નવું જ્ઞાન છે અને પછી પાવન બનવા માટે બાપ યાદ શીખવાડે છે, આ પણ સમજો છો બાપ પાસે થી વારસો મળે છે. કલ્પ-કલ્પ બાપ નાં બાળકો બનો છો, ૮૪ નું ચક્ર લગાવ્યું છે. કોઈને પણ તમે સમજાવો તમે આત્મા છો, પરમપિતા પરમાત્મા બાપ છે, હવે બાપ ને યાદ કરો. તો એમને બુદ્ધિમાં આવશે દૈવી પ્રિન્સ બનવાનું છે તો આટલો પુરુષાર્થ કરવાનો છે. વિકાર વગેરે બધું છોડી દેવાનું છે. બાપ સમજાવે છે બહેન-ભાઈ પણ નહીં, ભાઈ- ભાઈ સમજો અને બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે બીજી કોઈ તકલીફ નથી. અંત માં બીજી કોઈ વાતો ની જરુર નહીં પડે. ફક્ત બાપ ને યાદ કરવાનાં છે, આસ્તિક બનવાનું છે. એવાં સર્વગુણ સંપન્ન બનવાનું છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર ખૂબ એક્યુરેટ છે. ફક્ત બાપને ભૂલી જવાથી દૈવી ગુણ ધારણ કરવાનું પણ ભૂલી જાય છે. બાળકો, એકાંત માં બેસી વિચાર કરો - બાબાને યાદ કરીને અમારે આ બનવાનું છે, આ ગુણ ધારણ કરવાનાં છે. વાત તો ખૂબ નાની છે. બાળકો ને કેટલી મહેનત કરવી પડે છે? કેટલું દેહ-અભિમાન આવી જાય છે? બાપ કહે છે “દેહી-અભિમાની ભવ”. બાપ પાસેથી જ વારસો લેવાનો છે. બાપ ને યાદ કરશો ત્યારે તો કચરો નીકળશે.

બાળકો જાણે છે હમણાં બાબા આવેલા છે. બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના કરે છે. તમે બાળકો જાણો છો સ્થાપના થઈ રહી છે. એટલી સહજ વાત પણ તમારાથી ખસી જાય છે. એક અલ્ફ છે, બેહદનાં બાપ પાસેથી બાદશાહી મળે છે. બાપ ને યાદ કરવાથી નવી દુનિયા યાદ આવી જાય છે. અબળાઓ-કુબ્જાઓ પણ ખૂબ સારું પદ મેળવી શકે છે. ફક્ત પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપે તો રસ્તો બતાવ્યો છે. કહે છે - પોતાને આત્મા નિશ્ચય કરો. બાપ નો પરિચય તો મળ્યો. બુદ્ધિમાં બેસી જાય છે હવે ૮૪ જન્મ પૂરાં થયા, ઘરે જઈશું પછી આવીને સ્વર્ગમાં પાર્ટ ભજવીશું. આ પ્રશ્ન નથી ઉઠતો કે ક્યાં યાદ કરું? કેવી રીતે કરું? બુદ્ધિમાં છે કે બાપ ને યાદ કરવાના છે. બાપ ક્યાંય પણ જાય, તમે તો એમનાં જ બાળકો છો ને? બેહદ નાં બાપ ને યાદ કરવાના છે. અહીં બેઠાં છો તો તમને આનંદ આવે છે. સન્મુખ બાપ ને મળો છો. મનુષ્ય મૂંઝાઈ જાય છે કે શિવબાબા ની જયંતિ કેવી હશે! આ પણ સમજતા નથી કે શિવરાત્રી કેમ કહેવાય છે? શ્રીકૃષ્ણ માટે સમજે છે ને રાત્રે જયંતિ થાય છે પરંતુ આ રાત્રિ ની વાત નથી. તે અડધાકલ્પ ની રાત પૂરી થાય છે પછી બાપએ આવવું પડે છે નવી દુનિયાની સ્થાપના કરવાં, છે ખૂબ સહજ. બાળકો પોતે સમજે છે-સહજ છે. દૈવી ગુણ ધારણ કરવાનાં છે. નહીં તો સૌ ગણું પાપ થઈ જાય છે. મારી નિંદા કરાવવા વાળા ઊંચ ઠોર (પદ) નહીં મેળવી શકે. બાપની નિંદા કરાવશે તો પદ ભ્રષ્ટ થઈ જશે. ખૂબ મીઠાં બનવું જોઈએ. રફ-ટફ વાત કરવી-આ દૈવી ગુણ નથી. સમજવું જોઈએ આ આસુરી અવગુણ છે. પ્રેમ થી સમજાવવાનું હોય છે-આ તમારા દૈવી ગુણ નથી. આ પણ બાળકો જાણે છે હવે કળયુગ પૂરો થાય છે, આ છે સંગમયુગ. મનુષ્યો ને તો કંઈ ખબર નથી. કુંભકરણ ની નિદ્રા માં સુતેલા પડ્યા છે. સમજે છે ૪૦ હજાર વર્ષ પડ્યા છે. અમે જીવતા રહીશું, સુખ ભોગવતા રહીશું. આ નથી સમજતા દિવસે-દિવસે વધારે જ તમોપ્રધાન બને છે. તમે બાળકોએ વિનાશ નો સાક્ષાત્કાર પણ કર્યો છે. આગળ ચાલીને બ્રહ્મા નાં, શ્રીકૃષ્ણ નાં પણ સાક્ષાત્કાર કરતા રહેશો. બ્રહ્મા ની પાસે જવાથી તમે સ્વર્ગ નાં એવાં પ્રિન્સ બનશો એટલે ખાસ કરીને બ્રહ્મા અને શ્રીકૃષ્ણ બંને નાં સાક્ષાત્કાર થાય છે. કોઈને વિષ્ણુ નો થાય છે. પરંતુ એનાથી એટલું સમજી નહીં શકશે. નારાયણ નો થવાથી સમજી શકે છે. અહીં આપણે જઈએ જ છીએ દેવતા બનવા માટે. તો તમે હમણાં સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નો પાઠ ભણો છો. પાઠ ભણાવાય છે યાદ માટે. પાઠ આત્મા ભણે છે. દેહ નું ભાન ઉતરી જાય છે. આત્મા જ બધું કરે છે. સારા અથવા ખરાબ સંસ્કાર આત્મા માં જ હોય છે.

તમે મીઠાં-મીઠાં બાળકો ૫ હજાર વર્ષ પછી આવીને મળ્યા છો. તમે તે જ છો. ફીચર્સ પણ તે જ છે, ૫ હજાર વર્ષ પહેલાં પણ તમે જ હતાં. તમે જ કહો છો ૫ હજાર વર્ષ પછી તમે એ જ આવીને મળ્યા છો, જે અમને મનુષ્ય થી દેવતા બનાવી રહ્યા છો. આપણે દેવતા હતા પછી અસુર બની ગયા છીએ. દેવતાઓનાં ગુણ ગાતા આવ્યાં, પોતાનાં અવગુણ વર્ણન કરતા આવ્યાં. હવે ફરી દેવતા બનવાનું છે કારણ કે દૈવી દુનિયામાં જવાનું છે. તો હમણાં સારી રીતે પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવો. ટીચર તો બધાને કહેશે ને, ભણો. સારા માર્ક્સ થી પાસ થાઓ તો મારું પણ નામ રોશન અને તમારું પણ નામ રોશન થશે. એવું ઘણાં કહે છે-બાબા, તમારી પાસે આવવાથી કંઈ યાદ આવતું જ નથી. બધું ભૂલી જવાય છે. આવવાથી જ ચૂપ થઈ જશે. આ દુનિયા જાણે કે ખતમ થયેલી જ છે. પછી તમે આવશો નવી દુનિયામાં. તે તો ખૂબ શોભનિક નવી દુનિયા હશે. કોઈ શાંતિધામ માં વિશ્રામ મેળવે (કરે) છે. કોઈ ને વિશ્રામ નથી મળતો. ઓલ્ડરાઉન્ડ પાર્ટ છે. પરંતુ તમોપ્રધાન દુઃખ થી છૂટી જાય છે. ત્યાં શાંતિ, સુખ બધું મળી જાય છે. તો એવો સારી રીતે પુરુષાર્થ કરવો જોઈએ. એવું નહીં કે જે નસીબ માં હશે. ના, પુરુષાર્થ કરવો જોઈએ. સમજાવાય છે કે રાજધાની સ્થાપન થઈ રહી છે. આપણે શ્રીમત પર પોતાનાં માટે રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. બાબા જે શ્રીમત આપવાના છે એ સ્વયં રાજા વગેરે નથી બન્યાં. એમની શ્રીમત થી આપણે બનીએ છીએ. નવી વાત છે ને? ક્યારેય કોઈએ ન તો સાંભળી, ન જોઈ. હમણાં તમે બાળકો સમજો છો શ્રીમત પર આપણે વૈકુંઠની બાદશાહી સ્થાપન કરીએ છીએ. આપણે અસંખ્ય વાર રાજાઈ સ્થાપન કરી છે. કરીએ અને ગુમાવીએ છીએ. આ ચક્ર ફરતું જ રહે છે. પાદરી લોકો જ્યારે ચક્કર લગાવવા નીકળે છે તો બીજા કોઈને જોવાનું પણ પસંદ નથી કરતાં. ફક્ત ક્રાઈસ્ટ ની જ યાદ માં રહે છે. શાંતિ માં ચક્કર લગાવે છે. સમજે છે ને? ક્રાઈસ્ટ ની યાદ માં કેટલાં રહે છે. જરુર ક્રાઈસ્ટ નો સાક્ષાત્કાર થયો હશે. બધાં પાદરી એવાં થોડી હોય છે? કોટો માં કોઈ, તમારામાં પણ નંબરવાર છે. કોટો માં કોઈ એવી યાદ માં રહેતા હશે. પ્રયત્ન કરીને જુઓ. બીજા કોઈને ન જુઓ. બાપ ને યાદ કરતાં સ્વદર્શન ચક્ર ફેરવતા રહો. તમને અથાહ ખુશી થશે. શ્રેષ્ઠાચારી દેવતાઓને કહેવાય છે, મનુષ્યો ને ભ્રષ્ટાચારી કહેવાય છે. આ સમયે તો દેવતા કોઈ નથી. અડધોકલ્પ દિવસ, અડધોકલ્પ રાત - આ ભારતની જ વાત છે. બાપ કહે છે હું આવીને બધાની સદ્દગતિ કરું છું, બાકી જે બીજા ધર્મ વાળા છે, તે પોત-પોતાનાં સમય પર પોતાનાં ધર્મ ની આવીને સ્થાપના કરે છે. બધાં આવીને આ મંત્ર લઈ જાય છે. બાપ ને યાદ કરવાના છે, જે યાદ કરશે તે પોતાનાં ધર્મ માં ઊંચ પદ મેળવશે.

આપ બાળકોએ પુરુષાર્થ કરીને રુહાની મ્યુઝિયમ અથવા કોલેજ ખોલવી જોઈએ. લખી દો-વિશ્વ ની અથવા સ્વર્ગની રાજાઈ સેકન્ડ માં કેવી રીતે મળી શકે છે? આવીને સમજો. બાપ ને યાદ કરો તો વૈકુંઠ ની બાદશાહી મળશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ચાલતાં-ફરતાં એક બાપ ની યાદ રહે, બીજું કંઈ જોવા છતાં પણ ન દેખાય-એવો અભ્યાસ કરવાનો છે. એકાંત માં પોતાની તપાસ કરવાની છે કે અમારામાં દૈવી ગુણ ક્યાં સુધી આવ્યાં છે?

2. એવું કોઈ કર્તવ્ય નથી કરવાનું, જેનાથી બાપ ની નિંદા થાય, દૈવી ગુણ ધારણ કરવાના છે. બુદ્ધિ માં રહે - હવે ઘરે જવાનું છે પછી પોતાની રાજધાની માં આવવાનું છે.

વરદાન :-
સેવાઓમાં શુભ - ભાવના ની એડિશન દ્વારા શક્તિશાળી ફળ પ્રાપ્ત કરવા વાળા સફળતા મૂર્ત ભવ

જે પણ સેવા કરો છો એમાં સર્વ આત્માઓનાં સહયોગ ની ભાવના હોય, ખુશી ની ભાવના તથા સદ્દભાવના હોય તો દરેક કાર્ય સહજ સફળ થશે. જેવી રીતે પહેલાં જમાના માં કોઈ કાર્ય કરવા જતા હતાં તો આખાં પરિવાર નાં આશીર્વાદ લઈને જતા હતાં. તો વર્તમાન સેવાઓમાં આ એડિશન જોઈએ. કોઈ પણ કાર્ય શરુ કરતા પહેલાં બધાની શુભ ભાવનાઓ, શુભ કામનાઓ લો. સર્વની સંતુષ્ટતા નું બળ ભરો ત્યારે શક્તિશાળી ફળ નીકળશે.

સ્લોગન :-
જેવી રીતે બાપ જી હાજર કહે છે તેવી રીતે તમે પણ સેવા માં જી હાજર, જી હજુર કરો તો પુણ્ય જમા થઈ જશે.