06-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર છો , તમારે અહીં રહેતા નવી દુનિયાને યાદ કરવાની છે અને
આત્મા ને પાવન બનાવવાનો છે”
પ્રશ્ન :-
બાપે તમને કઈ સમજ આપી છે જેનાથી બુદ્ધિનું તાળું ખુલી ગયું?
ઉત્તર :-
બાપે આ બેહદ અનાદિ ડ્રામાની એવી સમજ આપી છે, જેનાથી બુદ્ધિ પર જે ગોદરેજનું તાળું
લાગ્યું હતું તે ખુલી ગયું. પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બની ગયાં. બાપે સમજ આપી છે
કે આ ડ્રામા માં દરેક એક્ટર નો પોત-પોતાનો અનાદિ પાર્ટ છે, જે કલ્પ પહેલાં જેટલું
ભણ્યા છે, તે હમણાં પણ ભણશે. પુરુષાર્થ કરી પોતાનો વારસો લેશે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે રુહાની બાપ શીખવાડે છે. જ્યાર થી બાપ બન્યા છે ત્યાર થી શિક્ષક પણ છે,
ત્યાર થી જ પછી સદ્દગુરુ નાં રુપ માં શિક્ષા આપી રહ્યા છે. આ તો બાળકો સમજે જ છે કે
જ્યારે એ બાપ, શિક્ષક, ગુરુ છે તો નાના બાળક તો નથી ને? ઊંચા માં ઊંચા, મોટા માં
મોટા છે. બાપ જાણે છે આ બધા મારા બાળકો છે. ડ્રામા પ્લાન અનુસાર પોકાર્યા પણ છે કે
આવીને અમને પાવન દુનિયામાં લઈ ચાલો (જાઓ). પરંતુ સમજતા કંઈ નથી. હવે તમે સમજો છો
પાવન દુનિયા સતયુગ ને, પતિત દુનિયા કળિયુગ ને કહેવાય છે. કહે પણ છે આવીને અમને રાવણ
ની જેલ માંથી મુક્ત કરી દુઃખો થી છોડાવીને પોતાનાં શાંતિધામ-સુખધામ માં લઈ ચાલો.
નામ બંને સારા છે. મુક્તિ-જીવનમુક્તિ અથવા શાંતિધામ-સુખધામ. આપ બાળકો સિવાય બીજા
કોઈની બુદ્ધિ માં નથી કે શાંતિધામ ક્યાં, સુખધામ ક્યાં હોય છે? બિલકુલ જ બેસમજ છે.
તમારો મુખ્ય-ઉદ્દેશ જ સમજદાર બનવાનો છે. બેસમજુઓ માટે મુખ્ય-ઉદ્દેશ હોય છે કે આવા
સમજદાર બનવાનું છે. બધાને શીખવાડવાનું છે - આ છે મુખ્ય-ઉદ્દેશ, મનુષ્ય થી દેવતા
બનવાનો. આ છે જ મનુષ્યો ની સૃષ્ટિ, તે છે દેવતાઓની સૃષ્ટિ. સતયુગ માં છે દેવતાઓની
સૃષ્ટિ, તો જરુર મનુષ્યો ની સૃષ્ટિ કળિયુગ માં હશે. હવે મનુષ્ય થી દેવતા બનવાનું છે
તો જરુર પુરુષોત્તમ સંગમયુગ પણ હશે. તે છે દેવતાઓ, આ છે મનુષ્ય. દેવતાઓ છે સમજદાર.
બાપે જ આવા સમજદાર બનાવ્યા છે. બાપ જે વિશ્વનાં માલિક છે, ભલે માલિક બનતા નથી પરંતુ
ગવાય તો છે ને? બેહદ નાં બાપ, બેહદ નું સુખ આપવા વાળા છે. બેહદ નું સુખ હોય જ છે નવી
દુનિયા માં અને બેહદ નું દુઃખ હોય છે જૂની દુનિયા માં. દેવતાઓનાં ચિત્ર પણ તમારી
સામે છે. તેમનું ગાયન પણ છે. આજકાલ તો ૫ ભૂતો ને પણ પૂજતા રહે છે.
હમણાં બાપ તમને સમજાવે
છે તમે છો પુરષોત્તમ સંગમયુગ પર. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે-અમારો
એક પગ સ્વર્ગ માં, એક પગ નર્ક માં છે. રહીએ તો અહીંયા છીએ પરંતુ બુદ્ધિ નવી દુનિયા
માં છે અને જે નવી દુનિયામાં લઈ જાય છે એમને યાદ કરવાના છે. બાપ ની યાદ થી જ તમે
પવિત્ર બનો છો. આ શિવબાબા સમજાવે છે. શિવજયંતિ મનાવે તો જરુર છે, પરંતુ શિવબાબા
ક્યારે આવ્યા? શું આવીને કર્યુ? આ કંઈ પણ ખબર નથી. શિવરાત્રિ મનાવે છે અને
શ્રીકૃષ્ણ ની જયંતિ મનાવે છે, તે જ અક્ષર જે શ્રીકૃષ્ણ માટે કહે છે તે શિવબાબા માટે
તો નહીં કહેવાશે એટલે એમની પછી શિવરાત્રિ કહે છે. અર્થ કાંઈ નથી સમજતાં. આપ બાળકો
ને તો અર્થ સમજાવાય છે. અથાહ દુઃખ છે કળિયુગ નાં અંત માં પછી અથાહ સુખ હોય છે સતયુગ
માં. આ આપ બાળકો ને હમણાં જ્ઞાન મળ્યું છે. તમે આદિ-મધ્ય-અંત ને જાણો છો. જેઓ કલ્પ
પહેલાં ભણ્યાં છે એ જ હમણાં ભણશે, જેમણે જે પુરુષાર્થ કર્યો હશે તે જ કરવા લાગશે અને
એવું જ પદ પણ મેળવશે. તમારી બુદ્ધિ માં આખું ચક્ર છે. તમે જ ઊંચા માં ઊંચું પદ મેળવો
છો, પછી તમે ઉતરો છો પણ એવી રીતે. બાપે સમજાવ્યું છે આ જે પણ મનુષ્યો નાં આત્માઓ
છે, માળા છે ને? બધી નંબરવાર આવે છે. દરેક એક્ટર ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે - કયા
સમયે કોને કયો પાર્ટ ભજવવાનો છે? આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે જે બાપ સમજાવે
છે. હવે જે તમને બાપ સમજાવે છે તે પોતાનાં ભાઈઓને સમજાવવાનું છે. તમારી બુદ્ધિ માં
છે કે દર ૫ હજાર વર્ષ પછી બાપ આવીને આપણને સમજાવે છે, આપણે પછી ભાઈઓ ને સમજાવીએ છીએ.
ભાઈ-ભાઈ આત્મા નાં સંબંધ માં છીએ. બાપ કહે છે આ સમયે તમે સ્વયં ને અશરીરી આત્મા સમજો.
આત્માએ જ પોતાનાં બાપ ને યાદ કરવાના છે - પાવન બનવા માટે. આત્મા પવિત્ર બને છે તો
પછી શરીર પણ પવિત્ર મળે છે. આત્મા અપવિત્ર તો ઘરેણા (શરીર) પણ અપવિત્ર. નંબરવાર તો
હોય જ છે. ફિચર્સ (ચહેરો), એક્ટિવિટી (ચલન) એક ન મળે બીજા સાથે. નંબરવાર બધા
પોત-પોતાનો પાર્ટ ભજવે છે, ફરક નથી પડી શકતો. નાટક માં તે જ દૃશ્ય જોશો જે કાલે જોયું
હશે. તે જ રીપીટ થશે ને? આ પછી બેહદ નો અને કાલ નો ડ્રામા છે. કાલે તમને સમજાવ્યું
હતું. તમે રાજાઈ લીધી પછી રાજાઈ ગુમાવી. આજે ફરી સમજી રહ્યા છો રાજાઈ મેળવવા માટે.
આજે ભારત જૂનું નર્ક છે, કાલે નવું સ્વર્ગ હશે. તમારી બુદ્ધિ માં છે-હમણાં આપણે નવી
દુનિયા માં જઈ રહ્યા છીએ. શ્રીમત પર શ્રેષ્ઠ બની રહ્યા છીએ. શ્રેષ્ઠ જરુર શ્રેષ્ઠ
સૃષ્ટિ પર રહેશે. આ લક્ષ્મી-નારાયણ શ્રેષ્ઠ છે તો શ્રેષ્ઠ સ્વર્ગ માં રહે છે. જે
ભ્રષ્ટ છે તે નર્ક માં રહે છે. આ રહસ્ય તમે હમણાં સમજો છો. આ બેહદ નાં ડ્રામા ને
જ્યારે કોઈ સારી રીતે સમજે, ત્યારે બુદ્ધિ માં બેસે. શિવરાત્રિ પણ મનાવે છે પરંતુ
જાણતા કંઈ પણ નથી. તો હવે આપ બાળકોને રિફ્રેશ કરવાના હોય છે. તમે પછી બીજાઓને પણ
રિફ્રેશ કરો છો. હમણાં તમને જ્ઞાન મળી રહ્યું છે પછી સદ્દગતિ મેળવી લેશો. બાપ કહે
છે હું સ્વર્ગ માં નથી આવતો, મારો પાર્ટ જ છે, પતિત દુનિયાને બદલી પાવન દુનિયા
બનાવવાનો. ત્યાં તો તમારી પાસે કારુન નો ખજાનો હોય છે. અહીં તો કંગાળ છે એટલે બાપ
ને બોલાવે છે આવીને બેહદ નો વારસો આપો. કલ્પ-કલ્પ બેહદ નો વારસો મળે છે પછી કંગાળ
પણ બની જાય છે. ચિત્રો પર સમજાવો ત્યારે સમજી શકે. પહેલાં નંબર માં લક્ષ્મી-નારાયણ
પછી ૮૪ જન્મ લેતા મનુષ્ય બની ગયાં. આ જ્ઞાન હમણાં આપ બાળકો ને મળ્યું છે. તમે જાણો
છો આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, જેને વૈકુંઠ, પેરેડાઈઝ,
દૈવી દુનિયા પણ કહે છે. હમણાં તો નહીં કહેવાશે. હમણાં તો આસુરી દુનિયા છે. આસુરી
દુનિયા નો અંત, દૈવી દુનિયાની આદિ નો હમણાં છે સંગમ. આ વાતો હવે તમે સમજો છો, બીજા
કોઈ નાં મુખ થી સાંભળી ન શકો. બાપ જ આવીને આમનું મુખ લે છે. મુખ કોનું લેશે? સમજતા
નથી. બાપ ની સવારી કોના પર થશે? જેમ તમારા આત્મા ની આ શરીર પર સવારી છે ને? શિવબાબા
ને પોતાની સવારી તો નથી, તો એમને મુખ જરુર જોઈએ. નહીં તો રાજયોગ કેવી રીતે શીખવાડે?
પ્રેરણા થી તો નહીં શીખશે. તો આ બધી વાતો દિલ માં નોંધ કરવાની છે. પરમાત્મા ની પણ
બુદ્ધિ માં બધી નોલેજ છે ને? તમારી પણ બુદ્ધિ માં આ બેસવું જોઈએ. આ નોલેજ બુદ્ધિ થી
ધારણ કરવાની છે. કહેવાય પણ છે તમારી બુદ્ધિ ઠીક છે ને? બુદ્ધિ આત્મા માં રહે છે.
આત્મા જ બુદ્ધિ થી સમજી રહ્યો છે. તમારી પથ્થર બુદ્ધિ કોણે બનાવી? હમણાં સમજો છો
રાવણે આપણી બુદ્ધિ કેવી બનાવી દીધી છે? કાલે તમે ડ્રામા ને નહોતા જાણતાં, બુદ્ધિ ને
એકદમ ગોદરેજ નું તાળું લાગેલું હતું. ‘ગોડ’ શબ્દ તો આવે છે ને? બાપ જે બુદ્ધિ આપે
છે તે બદલાઈ ને પથ્થરબુદ્ધિ થઈ જાય છે. પછી બાપ આવીને તાળું ખોલે છે. સતયુગ માં છે
જ પારસબુદ્ધિ. બાપ આવીને બધાનું કલ્યાણ કરે છે. નંબરવાર બધાની બુદ્ધિ ખુલે છે. પછી
એક-બીજા ની પાછળ આવતા રહે છે. ઊપર તો કોઈ રહી ન શકે. પતિત ત્યાં રહી ન શકે. બાપ
પાવન બનાવીને પાવન દુનિયા માં લઈ જાય છે. ત્યાં બધા પાવન આત્માઓ રહે છે. તે છે
નિરાકારી સૃષ્ટિ.
આપ બાળકો ને હમણાં બધી
ખબર પડી છે એટલે પોતાનું ઘર પણ જાણે ખૂબ નજીક દેખાય છે. તમારો ઘર સાથે ખૂબ પ્રેમ
છે. તમારા જેવો પ્રેમ તો કોઈનો નથી. તમારા માં પણ નંબરવાર છે, જેમનો બાપ સાથે પ્રેમ
છે, તેમનો ઘર સાથે પણ પ્રેમ છે. મુરબ્બી બાળકો હોય છે ને? તમે સમજો છો અહીં જે સારી
રીતે પુરુષાર્થ કરી મુરબ્બી બાળક બનશે તે જ ઊંચ પદ મેળવશે. નાના કે મોટા શરીર નાં
ઉપર નથી. જ્ઞાન અને યોગ માં જે મસ્ત છે, તે મોટા છે. ઘણાં નાનાં-નાનાં બાળકો પણ
જ્ઞાન-યોગ માં હોશિયાર છે તો મોટાઓ ને ભણાવે છે. નહીં તો કાયદો છે મોટા, નાનાં ને
ભણાવે છે. આજકાલ તો મીડગેડ પણ બની જાય છે. આમ તો સર્વ આત્માઓ મીડગેડ છે. આત્મા બિંદુ
છે, તેનું શું વજન કરાય? સિતારો છે. મનુષ્ય લોકો સિતારા નું નામ સાંભળીને ઉપર જોશે.
તમે સિતારા નું નામ સાંભળીને પોતાને જુઓ છો. ધરતી નાં સિતારાઓ તમે છો. તે છે આકાશ
નાં, જે જડ છે, તમે ચૈતન્ય છો. તેમના માં તો ફેરબદલી કંઈ નથી થતી, તમે તો ૮૪ જન્મ
લો છો, કેટલો મોટો પાર્ટ ભજવો છો? પાર્ટ ભજવતાં-ભજવતાં ચમક ઓછી થઈ જાય છે, બેટરી
ડિસ્ચાર્જ થઈ જાય છે. પછી બાપ આવીને ભિન્ન-ભિન્ન પ્રકાર થી સમજાવે છે કારણકે તમારો
આત્મા બુઝાયેલો (ઓલવાયેલો) છે. તાકાત જે ભરી હતી તે ખલાસ થઈ ગઈ છે. હવે ફરી બાપ
દ્વારા તાકાત ભરો છો. તમે પોતાની બેટરી ચાર્જ કરી રહ્યા છો. આમાં માયા પણ ખૂબ વિઘ્ન
નાખે છે બેટરી ચાર્જ કરવા નથી દેતી. તમે ચૈતન્ય બેટરીઓ છો. જાણો છો બાપ ની સાથે યોગ
લગાવવાથી આપણે સતોપ્રધાન બનીશું. હમણાં તમોપ્રધાન બન્યા છીએ. તે હદ નાં ભણતર અને આ
બેહદ નાં ભણતર માં ખૂબ ફરક છે. કેવી રીતે નંબરવાર બધા આત્માઓ ઉપર જાય છે પછી પોતાનાં
સમય પર પાર્ટ ભજવવા આવવાનું છે. બધાને પોતાનો અવિનાશી પાર્ટ મળેલો છે. તમે આ ૮૪ નો
પાર્ટ કેટલી વાર ભજવ્યો હશે? તમારી બેટરી કેટલીવાર ચાર્જ અને ડિસ્ચાર્જ થઈ છે?
જ્યારે જાણો છો આપણી બેટરી ડિસ્ચાર્જ છે તો ચાર્જ કરવામાં વાર કેમ કરવી જોઈએ? પરંતુ
માયા બેટરી ચાર્જ કરવા નથી દેતી. માયા બેટરી ચાર્જ કરવાનું તમને ભુલાવી દે છે.
ઘડી-ઘડી બેટરી ડિસ્ચાર્જ કરાવી દે છે. કોશિશ કરો છો બાપ ને યાદ કરવાની પરંતુ કરી નથી
શકતાં. તમારા માં જે બેટરી ચાર્જ કરી સતોપ્રધાન સુધી નજીક આવે છે, તેમને પણ
ક્યારેક-ક્યારેક માયા ગફલત કરાવી બેટરી ડિસ્ચાર્જ કરાવી દે છે. આ છેલ્લે સુધી બનતું
રહેશે. પછી જ્યારે લડાઈ નો અંત થાય છે તો બધું ખતમ થઈ જાય છે પછી જેની જેટલી બેટરી
ચાર્જ થઈ હશે તે પ્રમાણે પદ મેળવશે. સર્વ આત્માઓ બાપ નાં બાળકો છે, બાપ જ આવીને
બધાની બેટરી ચાર્જ કરાવે છે. ખેલ કેવો વન્ડરફુલ બનેલો છે! બાપ ની સાથે યોગ લગાવવાથી
ઘડી-ઘડી હટી જાય છે તો કેટલું નુકસાન થાય છે? ન હટે એનાં માટે પુરુષાર્થ કરાવાય છે.
પુરુષાર્થ કરતા-કરતા જ્યારે સમાપ્તિ થાય છે તો પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર તમારો
પાર્ટ પૂરો થાય છે. જેમ કલ્પ-કલ્પ થાય છે. આત્માઓની માળા બનતી રહે છે.
આપ બાળકો જાણો છો
રુદ્રાક્ષ ની માળા છે, વિષ્ણુ ની પણ માળા છે. પહેલાં નંબર માં તો એમની માળા રાખશે
ને? બાપ દૈવી દુનિયા રચે છે ને? જેમ રુદ્ર માળા છે, તેમ રુંડ માળા છે. બ્રાહ્મણો ની
માળા હમણા નહીં બની શકશે. અદલા-બદલી થતી રહેશે. ફાઈનલ ત્યારે થશે જ્યારે રુદ્ર માળા
બનશે. આ બ્રાહ્મણો ની પણ માળા છે પરંતુ આ સમયે નથી બની શકતી. હકીકત માં પ્રજાપિતા
બ્રહ્મા નાં બધા સંતાન છે. શિવબાબાનાં સંતાન ની પણ માળા છે, વિષ્ણુ ની પણ માળા
કહેવાશે. તમે બ્રાહ્મણ બનો છો તો બ્રહ્મા ની અને શિવ ની પણ માળા જોઈએ. આ બધું જ્ઞાન
તમારી બુદ્ધિ માં નંબરવાર છે. સાંભળે તો બધા છે પરંતુ કોઈનું તે સમયે જ કાનો થી
નીકળી જાય છે, સાંભળતા જ નથી. કોઈ તો ભણતા જ નથી, તેમને ખબર જ નથી-ભગવાન ભણાવવા
આવ્યા છે. ભણતા જ નથી, આ ભણતર તો કેટલું ખુશી થી ભણવું જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ ની
યાત્રા થી આત્મા રુપી બેટરી ને ચાર્જ કરી સતોપ્રધાન સુધી પહોંચવાનું છે. એવી કોઈ
ગફલત નથી કરવાની, જેથી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય.
2. મુરબ્બી બાળક બનવા
માટે બાપ ની સાથે-સાથે ઘર સાથે પણ પ્રેમ રાખવાનો છે. જ્ઞાન અને યોગ માં મસ્ત બનવાનું
છે. બાપ જે સમજાવે છે તે પોતાનાં ભાઈઓને પણ સમજાવવાનું છે.
વરદાન :-
એક બાપ ને
પોતાનો સંસાર બનાવીને સદા એક નાં આકર્ષણ માં રહેવા વાળા કર્મ બંધન મુક્ત ભવ
સદા એ જ અનુભવ માં રહો
કે એક બાપ બીજું ન કોઈ. બસ, એક બાબા જ સંસાર છે બીજું કોઈ આકર્ષણ નથી, કોઈ કર્મબંધન
નથી. પોતાનાં કોઈ કમજોર સંસ્કાર નું પણ બંધન ન હોય. જે કોઈ પર મારાપણા નો અધિકાર
રાખે છે એમને ક્રોધ અથવા અભિમાન આવે છે-આ પણ કર્મબંધન છે. પરંતુ જ્યારે બાબા જ મારો
સંસાર છે, આ સ્મૃતિ રહે છે તો બધું મારું-મારું એક મારા બાબા માં સમાઈ જાય છે અને
કર્મ બંધનો થી સહજ જ મુક્ત થઈ જાય છે.
સ્લોગન :-
મહાન આત્મા એ
છે જેમની દૃષ્ટિ અને વૃત્તિ બેહદ ની છે.