07-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે સ્વયં ને સંગમયુગી બ્રાહ્મણ સમજો તો સતયુગી ઝાડ જોવામાં આવશે અને અપાર ખુશી માં રહેશો”

પ્રશ્ન :-
જે જ્ઞાન નાં શોખીન બાળકો છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તેઓ પરસ્પર જ્ઞાન ની જ વાતો કરશે. ક્યારેય પરચિંતન નહીં કરે. એકાંત માં જઇને વિચાર સાગર મંથન કરશે.

પ્રશ્ન :-
આ સૃષ્ટિ નાટક નું કયું એવું રહસ્ય આપ બાળકો જ સમજો છો?

ઉત્તર :-
આ સૃષ્ટિ માં કોઈપણ ચીજ સદા કાયમ નથી રહેતી, સિવાય એક શિવબાબા નાં. જૂની દુનિયાની આત્માઓ ને નવી દુનિયામાં લઈ જવા માટે કોઈ તો જોઈએ, આ પણ નાટક નું રહસ્ય આપ બાળકો જ સમજો છો.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે પુરુષોત્તમ સંગમયુગ પર આવવાવાળા બાપ સમજાવી રહ્યાં છે. આ તો બાળકો સમજે છે - અમે બ્રાહ્મણ છીએ. સ્વયં ને બ્રાહ્મણ સમજો છો કે આ પણ ભૂલી જાઓ છો? બ્રાહ્મણો ને પોતાનો કુળ નથી ભૂલતો. તમારે પણ આ જરુર યાદ રાખવું જોઈએ કે અમે બ્રાહ્મણ છીએ. એક વાત યાદ રહે તો પણ બેડો પાર છે. સંગમ પર તમે નવી-નવી વાતો સાંભળો છો તો તેનું ચિંતન ચાલવું જોઈએ, જેને વિચાર સાગર મંથન કહેવાય છે. તમે છો રુપ-વસંત. તમારા આત્મા માં બધું જ્ઞાન ભરાય છે તો રત્ન નીકળવાં જોઈએ. સ્વયં ને સમજાવવાનું છે અમે સંગમયુગી બ્રાહ્મણ છીએ. કોઈ તો આ પણ સમજતા નથી. જો સ્વયં ને સંગમયુગી સમજે તો સતયુગ નાં ઝાડ જોવામાં આવે અને અથાહ ખુશી પણ રહે. બાપ જે સમજાવે છે તે અંદર રિપીટ (પુનરાવર્તન) થવું જોઈએ. આપણે સંગમયુગ પર છીએ, આ પણ તમારા સિવાય બીજા કોઈને ખબર નથી. સંગમયુગ નું ભણતર સમય પણ લે છે. આ એક જ ભણતર છે નર થી નારાયણ, નર્કવાસી થી સ્વર્ગવાસી બનવાનું. આ યાદ રહેવાથી પણ ખુશી રહેશે - આપણે તો દેવતા સ્વર્ગવાસી બની રહ્યા છીએ. સંગમયુગ વાસી હશો ત્યારે તો સ્વર્ગવાસી બનશો. પહેલાં નર્કવાસી હતાં તો બિલ્કુલ ગંદી અવસ્થા હતી, ગંદા કામ કરતા હતાં. હવે તે મટાડવાનું છે. મનુષ્ય થી દેવતા સ્વર્ગવાસી બનવાનું છે. કોઈની સ્ત્રી મરી જાય છે, તમે પૂછો- તમારી યુગલ ક્યાં છે? કહેશે તે સ્વર્ગવાસી થઈ ગઈ. સ્વર્ગ શું ચીજ છે? તે નથી જાણતાં. જો સ્વર્ગવાસી થાય પછી તો ખુશ થવું જોઈએ ને? હવે આપ બાળકો આ વાતો ને જાણો છો. અંદર વિચાર ચાલવાં જોઈએ - આપણે હમણાં સંગમ પર છીએ, પાવન બની રહ્યા છીએ. સ્વર્ગ નો વારસો બાપ પાસેથી લઇ રહ્યા છીએ. આ ઘડી-ઘડી સિમરણ કરવાનું છે, ભૂલવું ન જોઈએ. પરંતુ માયા ભૂલાવીને એકદમ કળયુગી બનાવી દે છે. એક્ટિવિટી (પ્રવૃત્તિ) એવી ચાલે છે, જેમ એકદમ કળયુગી. તે ખુશી નો પારો નથી રહેતો. મોઢું જેમકે મડદા જેવું. બાપ પણ કહે છે - બધા કામ ચિતા પર બેસી બળીને મડદા થઈ ગયા છે. તમે જાણો છો આપણે મનુષ્ય થી દેવતા બનીએ છીએ તો તે ખુશી હોવી જોઈએ ને એટલે ગાયન પણ છે અતિન્દ્રિય સુખ ની ભાસના ગોપ-ગોપીઓ ને પૂછો. તમે પોતાના દિલ થી પૂછો અમે તે ભાસના માં રહીએ છીએ? તમે ઈશ્વરીય મિશન છો ને? ઈશ્વરીય મિશન શું કામ કરે છે? પહેલાં તો શુદ્ર થી બ્રાહ્મણ, બ્રાહ્મણ થી દેવતા બનાવે છે. આપણે બ્રાહ્મણ છીએ - આ ભૂલવું ન જોઈએ. તે બ્રાહ્મણ તો ઝટ કહી દે છે - અમે બ્રાહ્મણ છીએ. તેઓ તો છે કુખ ની સંતાન. તમે છો મુખ વંશાવલી. આપ બ્રાહ્મણો ને બહુજ નશો હોવો જોઈએ. ગાયન પણ છે બ્રહ્મા ભોજન... તમે કોઈને બ્રહ્મા ભોજન ખવડાવો છો તો કેટલાં ખુશ થાય છે. આપણે પવિત્ર બ્રાહ્મણો નાં હાથ નું ખાઈએ છીએ. મન્સા-વાચા-કર્મણા પવિત્ર હોવાં જોઈએ. કોઈ અપવિત્ર કર્તવ્ય ન કરવા જોઈએ. સમય તો લાગે છે. જન્મતા જ તો કોઈ નથી બનતું. ભલે ગાયન છે સેકન્ડ માં જીવનમુક્તિ, બાપ નાં બાળક બન્યાં અને વારસો મળ્યો. એક વાર ઓળખીને કહ્યું-આ પ્રજાપિતા બ્રહ્મા છે. બ્રહ્મા વલ્દ શિવ. નિશ્ચય કરવાથી જ વારીસ થઈ જાય છે. પછી જો કોઈ અકર્તવ્ય કરશે તો સજાઓ બહુજ ખાવી પડશે. જેમ કાશી કલવટ નું સમજાવ્યું છે. સજા ખાવાથી હિસાબ-કિતાબ ચૂક્તું થઈ જાય છે. મુક્તિ માટે જ કુવા માં કુદ તાં હતાં. અહીં તો તે વાત નથી. શિવબાબા બાળકો ને કહે છે - મામેકમ્ યાદ કરો. કેટલું સહજ છે! તો પણ માયા નું ચક્ર આવી જાય છે. આ તમારું યુદ્ધ સૌથી વધારે સમય ચાલે છે. બાહુબળ નું યુદ્ધ આટલો સમય નથી ચાલતું. તમે તો જ્યાર થી આવ્યા છો, યુદ્ધ શરુ છે. જૂનાંઓથી કેટલું યુદ્ધ ચાલે છે, નવાં જે આવશે તેમનાંથી પણ ચાલશે. તે લડાઈ માં પણ મરતા રહે છે, બીજા દાખલ થતા રહે છે. અહીં પણ મરે છે, વૃદ્ધિ ને પણ પામે છે. ઝાડ મોટું તો થવાનું જ છે. બાપ મીઠાં-મીઠાં બાળકો ને સમજાવે છે - આ યાદ રહેવું જોઈએ, એ બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. શ્રીકૃષ્ણ ને તો સદ્દગુરુ, બાપ, શિક્ષક નહીં કહેવાશે.

તમને બધાનું કલ્યાણ કરવાનો શોખ હોવો જોઈએ. મહારથી બાળકો સેવા પર રહે છે. તેમને તો બહુજ ખુશી રહે છે. જ્યાંથી નિમંત્રણ મળે છે, ભાગે છે. પ્રદર્શની સેવા કમિટી માં પણ સારા-સારા બાળકો ચૂંટાય છે. તેમને ડાયરેક્શન (માર્ગદર્શન) મળે છે, સેવા કરતા રહે તો કહેશે આ ઈશ્વરીય મિશન નાં સારા બાળકો છે. બાપ પણ ખુશ થશે આ તો બહુજ સારી સેવા કરે છે. પોતાનાં દિલ થી પૂછવું જોઈએ-અમે સેવા કરીએ છીએ? કહે છે ઓન ગોડફાધરલી સર્વિસ (ઈશ્વરીય સેવા માં). ગોડફાધર ની સર્વિસ શું છે? બસ, બધાને આ જ સંદેશ આપો - મનમનાભવ. આદિ-મધ્ય-અંત નું જ્ઞાન તો બુદ્ધિમાં છે. તમારું નામ જ છે-સ્વદર્શન ચક્રધારી. તો એનું ચિંતન ચાલવું જોઈએ. સ્વદર્શન ચક્ર અટકે થોડી છે? તમે ચૈતન્ય લાઈટ હાઉસ છો. તમારી મહિમા ખુબ ગવાય છે. બેહદ નાં બાપ નું ગાયન પણ તમે સમજો છો. એ જ્ઞાન નાં સાગર પતિત-પાવન છે, ગીતા નાં ભગવાન છે. એજ જ્ઞાન અને યોગબળ થી આ કાર્ય કરાવે છે, આમાં યોગબળ નો બહુજ પ્રભાવ છે. ભારત નો પ્રાચીન યોગ પ્રખ્યાત છે. તે તમે હમણાં શીખો છો. સંન્યાસી તો હઠયોગી છે, તે પતિતો ને પાવન બનાવી ન શકે. જ્ઞાન છે જ એક બાપ ની પાસે. જ્ઞાન થી તમે જન્મ લો છો. ગીતા ને માય-બાપ કહેવાય છે, માતા-પિતા છે ને? તમે શિવબાબા નાં બાળકો છો પછી માતા-પિતા જોઈએ ને? મનુષ્યો તો ભલે ગાય છે પરંતુ સમજે થોડી છે? બાપ સમજાવે છે - આનો અર્થ કેટલો ગુહ્ય છે. ગોડફાધર કહેવાય છે, પછી માત-પિતા કેમ કહેવાય? બાબાએ સમજાવ્યું છે - ભલે સરસ્વતી છે પરંતુ હકીકત માં સાચ્ચી-સાચ્ચી મધર (માતા) બ્રહ્મપુત્રા છે. સાગર અને બ્રહ્મપુત્રા છે, પહેલાં-પહેલાં સંગમ આમનો થાય છે. બાબા આમનામાં પ્રવેશ કરે છે. આ કેટલી મહીન વાતો છે. ઘણાની બુદ્ધિ માં આ વાતો રહેતી નથી જે ચિંતન કરે. બિલકુલ ઓછી બુદ્ધિ છે, ઓછું પદ પામવા વાળા છે. તેમનાં માટે બાપ તો પણ કહે છે - સ્વયં ને આત્મા સમજો. આ તો સહજ છે ને! આપણા આત્માઓનાં બાપ છે પરમાત્મા. એ આપ આત્માઓ ને કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. આ છે મુખ્ય વાત. ડલ બુદ્ધિવાળા મોટી વાતો સમજી ન શકે એટલે ગીતામાં પણ છે મનમનાભવ. બધા લખે છે-બાબા, યાદ ની યાત્રા બહુજ મુશ્કિલ છે. ઘડી-ઘડી ભૂલી જાય છીએ. કોઈ ન કોઈ પોઇન્ટ (વાત) પર હારે છે. આ બોક્સિંગ (યુદ્ધ) છે-માયા અને ઈશ્વર નાં બાળકો ની. આની કોઈને પણ ખબર નથી. બાબાએ સમજાવ્યું છે-માયા પર જીત પામીને કર્માતીત અવસ્થા માં જવાનું છે. પહેલાં-પહેલાં તમે આવ્યા છો કર્મ સંબંધ માં. તેમાં આવતાં-આવતાં પછી અડધો કલ્પ પછી તમે કર્મ બંધન માં આવી ગયા છો. પહેલાં-પહેલાં તમે પવિત્ર આત્મા હતાં. કર્મબંધન ન સુખ નું, ન દુઃખ નું હતું, પછી સુખ નાં સંબંધ માં આવ્યાં. આ પણ હવે તમે સમજો છો - આપણે સંબંધ માં હતાં, હમણા દુઃખ માં જ છીએ પછી જરુર સુખ માં હોઈશું. નવી દુનિયા જ્યારે હતી તો માલિક હતાં, પવિત્ર હતાં, હવે જૂની દુનિયા માં પતિત થઈ ગયા છીએ. પછી આપણે સો દેવતા બનીએ છીએ, તો આ યાદ કરવું પડે ને?

બાપ કહે છે મને યાદ કરો તો તમારાં પાપ ભૂસાઈ થશે, તમે મારાં ઘર માં આવી જશો. વાયા શાંતિધામ-સુખધામ માં આવી જશો. પહેલાં-પહેલાં જવાનું છે ઘરે, બાપ કહે છે મને યાદ કરો તો તમે પવિત્ર બનશો, હું પતિત-પાવન તમને પવિત્ર બનાવી રહ્યો છું - ઘરે આવવા માટે. આવી-આવી સ્વયં થી વાતો કરવાની હોય છે. બરોબર હમણાં ચક્ર પૂરું થાય છે, આપણે આટલાં જન્મ લીધા છે. હવે બાપ આવ્યા છે પતિત થી પાવન બનાવવાં. યોગબળ થી જ પાવન બનશો. આ યોગબળ બહુજ નામીગ્રામી છે, જે બાપ જ શિખવાડી શકે છે. આમાં શરીર થી કાંઈ પણ કરવાની દરકાર નથી. તો આખો દિવસ આ વાતો નું મંથન ચાલવું જોઈએ. એકાંત માં ક્યાંય પણ બેસો અથવા જાઓ, બુદ્ધિ માં આ જ ચાલતું રહે. એકાંત તો બહુજ છે, ઉપર છત પર તો ડરવાની વાત નથી. પહેલાં તમે સવાર માં મોરલી સાંભળ્યા પછી જતાં હતાં પહાડો પર. જે સાંભળ્યું તેનું ચિંતન કરવા માટે પહાડો પર જઈને બેસતાં હતાં. જે જ્ઞાન નાં શોખીન હશે, તેઓ તો પરસ્પર જ્ઞાન ની વાતો કરશે. જ્ઞાન નથી તો પછી પરચિંતન કરતા રહેશે. પ્રદર્શન માં તમે કેટલાઓને આ રસ્તો બતાવો છો. સમજો છો આપણો ધર્મ બહુજ સુખ આપવા વાળો છે. બીજા ધર્મવાળાઓને ફક્ત એટલું સમજાવવાનું છે કે બાપ ને યાદ કરો. આ નથી સમજાવવાનું કે આ મુસલમાન છે, હું ફલાણો છું. ના, આત્મા ને જોવાનો છે, આત્મા ને સમજાવવાનું છે. પ્રદર્શન માં સમજાવો છો તો આ પ્રેક્ટિસ (અભ્યાસ) રહે - અમે આત્મા ભાઈ ને સમજાવીએ છીએ. હવે આપણને બાપ પાસેથી વારસો મળી રહ્યો છે. પોતાને આત્મા સમજી ભાઈઓ ને જ્ઞાન આપો છો - હવે ચાલો બાપ ની પાસે, બહુજ સમય થી વિખુટાં હતાં. તે છે શાંતિધામ, અહીં તો કેટલી અશાંતિ-દુઃખ વગેરે છે. હવે બાપ કહે છે સ્વયં ને આત્મા સમજવાની પ્રેક્ટિસ પાડો તો નામ, રુપ, દેહ બધું ભૂલી જવાય. ફલાણા મુસલમાન છે, આવું કેમ સમજો છો? આત્મા સમજીને સમજાવો. સમજી શકાય છે - આ આત્મા સારો છે કે ખરાબ છે. આત્મા માટે જ કહેવાય છે - ખરાબ થી દૂર ભાગવું જોઈએ. હમણાં તમે બેહદ નાં બાપનાં બાળકો છો. અહીં પાર્ટ ભજવ્યો હવે ફરી પાછાં જવાનું છે, પાવન બનવાનું છે. બાપ ને જરુર યાદ કરવાં પડે. પાવન બનશો તો પાવન દુનિયા નાં માલિક બનશો. મુખ થી પ્રતિજ્ઞા કરવાની હોય છે. બાપ પણ કહે છે પ્રતિજ્ઞા કરો. બાપ યુક્તિ પણ બતાવે છે કે તમે આત્મા ભાઈ-ભાઈ છો પછી શરીર માં આવો છો તો ભાઈ-બહેન છો. ભાઈ-બહેન ક્યારેય વિકાર માં જઈ ન શકે. પવિત્ર બની અને બાપ ને યાદ કરવાથી તમે વિશ્વનાં માલિક બની જશો. સમજાવાય છે - માયા થી હાર્યા ફરી ઉઠીને ઊભા થઈ જાઓ. જેટલાં ઊભા થશો એટલી પ્રાપ્તિ થશે. નુકસાન અને જમા તો થાય છે ને? અડધો કલ્પ જમા પછી રાવણ રાજ્ય માં નુકશાન થઈ જાય છે. હિસાબ છે ને? જીત જમા, હાર નુકશાન. તો સ્વયં ની પૂરી તપાસ કરવી જોઈએ. બાપ ને યાદ કરવાથી આપ બાળકોને ખુશી થશે. તેઓ તો ફક્ત ગાયન કરે છે, સમજ કાંઈ નથી. બેસમજી થી બધું કરે છે. તમે તો પૂજા વગેરે કરતા નથી. બાકી ગાયન તો કરશો ને? એ એક બાપ નું ગાયન છે અવ્યભિચારી. બાપ આવીને આપ બાળકો ને જાતેજ ભણાવે છે. તમારે કોઈ પ્રશ્ન પૂછવાની દરકાર નથી. ચક્ર સ્મૃતિ માં રહેવું જોઈએ. સમજવું જોઈએ - કેવી રીતે આપણે માયા પર જીત પામીએ છીએ અને પછી હાર ખાઈએ છીએ. બાપ સમજાવે છે હાર ખાવાથી સો-ગણો દંડ પડી જશે. બાપ કહે છે - સદ્દગુરુ ની, નિંદા નહીં કરાવો, નહીં તો ઠોર નહીં પામશો. આ સત્યનારાયણ ની કથા છે, આને કોઈ નથી જાણતાં. ગીતા અલગ, સત્યનારાયણ ની કથા અલગ કરી દીધી છે. નર થી નારાયણ બનવા માટે આ ગીતા છે.

બાપ કહે છે હું તમને નર થી નારાયણ બનવાની કથા સંભળાવું છું, આને ગીતા પણ કહે, અમરનાથ ની કથા પણ કહે છે. ત્રીજું નેત્ર બાપ જ આપે છે. આ પણ જાણો છો આપણે દેવતા બનીએ છીએ તો ગુણ પણ જરુર હોવાં જોઈએ. આ સૃષ્ટિ માં કોઈ પણ ચીજ સદા કાયમ નથી. સદા કાયમ તો એક શિવબાબા જ છે, બાકી તો બધાને નીચે આવવાનું જ છે. પરંતુ એ પણ સંગમ પર આવે છે, બધાને પાછાં લઈ જાય છે. જૂની દુનિયાનાં આત્માઓ ને નવી દુનિયામાં લઈ જવાં માટે કોઈ તો જોઈએ ને? તો ડ્રામા ની અંદર આ બધું રહસ્ય છે. બાપ આવીને પવિત્ર બનાવે છે, કોઈ પણ દેહધારી ને ભગવાન ન કહી શકાય. આ સમયે બાપ સમજાવે છે, આત્મા ની પાંખો તૂટેલી છે તો ઉડી નથી શકતો. બાપ આવીને જ્ઞાન અને યોગ ની પાંખો આપે છે. યોગબળ થી તમારા પાપ ભસ્મ થઇ જશે, પુણ્ય આત્મા બની જશો. પહેલાં-પહેલાં તો મહેનત પણ કરવી જોઈએ, એટલે બાપ કહે છે મામેકમ્ યાદ કરો, ચાર્ટ રાખો. જેમનો ચાર્ટ સારો હશે, તેઓ લખશે અને તેમને ખુશી થશે. હમણાં બધાં મહેનત કરે છે, ચાર્ટ નથી લખતાં તો યોગ નું બળ નથી ભરાતું. ચાર્ટ લખવામાં ફાયદો છે બહુજ. ચાર્ટ ની સાથે પોઇન્ટ પણ જોઈએ. ચાર્ટ માં તો બંને લખશે - સેવા કેટલી કરી અને યાદ કેટલા કર્યા? પુરુષાર્થ એવો કરવાનો છે જે અંત માં કોઈ પણ ચીજ યાદ ન આવે. સ્વયં ને આત્મા સમજી પુણ્ય આત્મા બની જાઓ - આ મહેનત કરવાની છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1.એકાંત માં જ્ઞાન નું મનન-ચિંતન કરવાનું છે. યાદ ની યાત્રા માં રહી, માયા પર જીત પામીને કર્માતીત અવસ્થા ને પામવાની છે.

2. કોઈને પણ જ્ઞાન સંભળાવતી વખતે બુદ્ધિ માં રહે કે અમે આત્મા ભાઈ ને જ્ઞાન આપીએ છીએ. નામ, રુપ, દેહ બધું ભૂલાય જાય. પાવન બનવાની પ્રતિજ્ઞા કરી, પાવન બની પાવન દુનિયાનાં માલિક બનવાનું છે.

વરદાન :-
સ્વયં નાં પ્રત્યે ઈચ્છા માત્રમ્ અવિદ્યા બની બાપ સમાન અખંડદાની , પરોપકારી ભવ

જેવી રીતે બ્રહ્મા બાપે સ્વયં નો સમય પણ સેવા માં આપ્યો, સ્વયં નિર્માણ બની બાળકો ને માન આપ્યું, કામ નાં નામ ની પ્રાપ્તિ નો પણ ત્યાગ કર્યો. નામ, માન, શાન બધામાં પરોપકારી બન્યા, પોતાનો ત્યાગ કરી બીજાઓ નું નામ કર્યું, સ્વયં ને સદા સેવાધારી રાખ્યા, બાળકો ને માલિક બનાવ્યાં. સ્વયં નું સુખ બાળકો નાં સુખ માં સમજ્યું. એવી રીતે બાપ સમાન ઈચ્છા માત્રમ્ અવિદ્યા અર્થાત્ મસ્ત ફકીર બની અખંડદાની પરોપકારી બનો તો વિશ્વકલ્યાણ નાં કાર્ય માં તીવ્રગતિ આવી જશે. કેસ અને કિસ્સાઓ ખતમ થઈ જશે.

સ્લોગન :-
જ્ઞાન, ગુણ અને ધારણા માં સિંધુ બનો, સ્મૃતિ માં બિંદુ બનો.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

હવે આપ બાળકો પોતાના શ્રેષ્ઠ શક્તિશાળી સંકલ્પ દ્વારા સકાશ આપો. કમજોરો ને બળ આપો. પોતાનો પુરુષાર્થ નો સમય બીજાઓને સહયોગ આપવામાં લગાવો. બીજાઓ ને સહયોગ આપવો અર્થાત્ પોતાનું જમા કરવું. હવે એવી લહેર ફેલાવો - સેલવેશન લેવાનું નથી, સેલવેશન આપવાનું છે. આપવામાં લેવાનું સમાયેલું છે.