07-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ અનાદિ અવિનાશી પૂર્વ - નિર્ધારિત ડ્રામા છે , આમાં જે સીન ( દૃશ્ય ) પસાર થયાં , તે ફરી કલ્પ બાદ જ રિપીટ ( પુનરાવર્તન ) થશે , એટલે સદા નિશ્ચિંત રહો ”

પ્રશ્ન :-
આ દુનિયા પોતાની તમોપ્રધાન સ્ટેજ પર પહોંચી ગઈ છે, તેની નિશાનીઓ શું છે?

ઉત્તર :-
દિવસે-દિવસે ઉપદ્રવ થતાં રહે છે, કેટલું ઘમસાણ થઈ રહ્યું છે? ચોર કેવી રીતે માર-પીટ કરી લૂંટીને લઈ જાય છે! વગર ઋતુએ વરસાદ પડતો રહે છે. કેટલું નુકસાન થઈ જાય છે! આ બધા તમોપ્રધાનતા નાં ચિન્હો છે. તમોપ્રધાન પ્રકૃતિ દુ:ખ આપતી રહે છે. આપ બાળકો ડ્રામા નાં રહસ્ય ને જાણો છો એટલે કહો છો નથિંગન્યુ (કાંઈ જ નવું નથી).

ઓમ શાંતિ!
હમણાં આપ બાળકો પર જ્ઞાન ની વર્ષા થઈ રહી છે. તમે છો સંગમયુગી અને બાકી જે પણ મનુષ્ય છે તે બધા છે કળિયુગી. આ સમયે દુનિયા માં અનેક મત-મતાંતર છે. આપ બાળકો ની તો છે એક મત. જે એક મત ભગવાન ની જ મળે છે. તે લોકો ભક્તિમાર્ગ માં જપ-તપ-તીર્થ વગેરે જે કાંઈ કરે છે તે સમજે છે આ બધા રસ્તા ભગવાન ને મળવાના છે. કહે છે ભક્તિ પછી જ ભગવાન મળશે. પરંતુ તેમને આ ખબર જ નથી કે ભક્તિ શરુ ક્યારે થાય છે અને ક્યાં સુધી ચાલે છે? ફક્ત કહી દે છે ભક્તિ થી ભગવાન મળશે એટલે અનેક પ્રકાર ની ભક્તિ કરતા આવે છે. આ પણ પોતે સમજે છે કે પરંપરા થી આપણે ભક્તિ કરતા આવ્યાં છીએ. એક દિવસ ભગવાન જરુર મળશે. કોઈ ન કોઈ રુપ માં ભગવાન મળશે. શું કરશે? જરુર સદ્દગતિ કરશે કારણકે એ છે જ સર્વ નાં સદ્દગતિ દાતા. ભગવાન કોણ છે? ક્યારે આવશે? આ પણ નથી જાણતાં. મહિમા ભલે જાત-જાત ની ગાય છે. કહે છે ભગવાન પતિત-પાવન છે, જ્ઞાન નાં સાગર છે. જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. આ પણ જાણે છે ભગવાન નિરાકાર છે. જેમ આપણે આત્માઓ પણ નિરાકાર છીએ, પછી શરીર લઈએ છીએ. આપણે આત્માઓ પણ બાપ સાથે પરમધામ માં રહેવા વાળા છીએ. આપણે અહીં નાં વાસી નથી. ક્યા નાં નિવાસી છીએ, આ પણ યથાર્થ રીતે નથી બતાવતાં. કોઈ તો સમજે છે - અમે સ્વર્ગ માં ચાલ્યાં જઈશું. હવે સીધા સ્વર્ગ માં તો કોઈને પણ જવાનું નથી. કોઈ પછી કહે છે જ્યોતિ જ્યોત માં સમાઈ જઈશું. આ પણ ખોટું છે. આત્મા ને વિનાશી બનાવી દે છે. મોક્ષ પણ થઈ (મળી) ન શકે. જ્યારે કહે છે બની બનાઈ… આ ચક્ર ફરતું રહે છે. હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. પરંતુ ચક્ર કેવી રીતે ફરે છે, આ નથી જાણતાં. નથી ચક્ર ને જાણતાં, નથી ઇશ્વર ને જાણતાં. ભક્તિમાર્ગ માં કેટલાં ભટકે છે? ભગવાન કોણ છે આ તમે જાણો છો. ભગવાન ને ફાધર (પિતા) પણ કહે છે તો બુદ્ધિ માં આવવું જોઈએ ને? લૌકિક ફાધર પણ તો છે પછી આપણે એમને યાદ કરીએ છીએ તો બે ફાધર થઈ ગયા-લૌકિક અને પારલૌકિક. એ પારલૌકિક બાપ ને મળવા માટે આટલી ભક્તિ કરે છે. એ પરલોક માં રહે છે. નિરાકારી દુનિયા પણ છે જરુર.

તમે સારી રીતે જાણો છો - મનુષ્ય જે કાંઈ કરે છે તે બધો છે ભક્તિમાર્ગ. રાવણ રાજ્ય માં ભક્તિ જ ભક્તિ થતી આવી છે. જ્ઞાન હોઈ ન શકે. ભક્તિ થી ક્યારેય સદ્દગતિ નથી થઈ શકતી. સદ્દગતિ કરવાવાળા બાપ ને યાદ કરે છે તો જરુર એ ક્યારેય આવીને સદ્દગતિ કરશે. તમે જાણો છો આ બિલકુલ જ તમોપ્રધાન દુનિયા છે. સતોપ્રધાન હતાં હવે તમોપ્રધાન છે, કેટલાં ઉપદ્રવ થતાં રહે છે? ખૂબ ઘમસાણ થઈ રહ્યું છે. ચોર પણ લૂંટતા રહે છે. કેવી-કેવી રીતે મારી-પીટી ને ચોર પૈસા લુંટીને લઈ જાય છે! એવી-એવી દવાઓ છે જે સુંઘાડી ને બેભાન કરી દે છે. આ છે રાવણ રાજ્ય. આ ખૂબ મોટો બેહદ નો ખેલ છે. આને ફરવામાં ૫ હજાર વર્ષ લાગે છે. ખેલ પણ ડ્રામા ની જેમ છે. નાટક નહીં કહેવાશે. નાટક માં તો સમજો કોઈ એક્ટર બીમાર પડે છે તો અદલા-બદલી કરી લે છે. આમાં તો એ વાત બની ન શકે. આ તો અનાદિ ડ્રામા છે ને? સમજો કોઈ બીમાર થઈ જાય છે તો કહેવાશે આમ બીમાર થવાનો પણ ડ્રામા માં પાર્ટ છે. આ અનાદિ પૂર્વ-નિર્ધારિત છે. બીજા કોઈને તમે ડ્રામા કહો તો મુંઝાઈ જશે. તમે જાણો છો આ બેહદ નો ડ્રામા છે. કલ્પ પછી ફરી પણ આ જ એક્ટર્સ હશે. જેમ હમણાં વરસાદ વગેરે પડે છે, કલ્પ પછી ફરી પણ આવી રીતે જ પડશે. આ જ ઉપદ્રવ થશે. આપ બાળકો જાણો છો જ્ઞાન નો વરસાદ તો બધા પર પડી નથી શકતો પરંતુ આ અવાજ બધા નાં કાનો સુધી અવશ્ય જશે કે જ્ઞાનસાગર ભગવાન આવેલા છે. તમારો મુખ્ય છે યોગ. જ્ઞાન પણ તમે સાંભળો છો બાકી વરસાદ તો આખી દુનિયા માં પડે છે. તમારા યોગ થી સ્થાયી શાંતિ થઈ જાય છે. તમે બધાને સંભળાવો છો કે સ્વર્ગ ની સ્થાપના કરવા ભગવાન આવેલા છે, પરંતુ એવા પણ ખૂબ છે જે પોતાને જ ભગવાન સમજી લે છે, તો તમને પછી કોણ માનશે એટલે બાપ સમજાવે છે કોટો માં કોઈ નીકળશે. તમારા માં પણ નંબરવાર જાણે છે ભગવાન બાપ આવેલા છે. બાપ પાસે થી તો વારસો લેવો જોઈએ ને? કેવી રીતે બાપ ને યાદ કરો તે પણ સમજાવ્યું છે. સ્વયં ને આત્મા સમજો. મનુષ્ય તો દેહ-અભિમાની બની ગયા છે. બાપ કહે છે હું આવું જ છું ત્યારે જ્યારે બધા મનુષ્ય આત્માઓ પતિત બની જાય છે. તમે કેટલાં તમોપ્રધાન બની ગયા છો? હવે હું આવ્યો છું તમને સતોપ્રધાન બનાવવાં. કલ્પ પહેલાં પણ મેં તમને આવું સમજાવ્યું હતું. તમે તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનશો? ફક્ત મને યાદ કરો. હું આવ્યો છું તમને સ્વયં નો અને રચના નો પરિચય આપવાં. એ બાપ ને બધા યાદ કરે જ છે રાવણ રાજ્ય માં. આત્મા પોતાનાં બાપ ને યાદ કરે છે. બાપ છે જ અશરીરી, બિંદુ છે ને? એમનું નામ પછી રાખેલું છે. તમને કહે છે સાલિગ્રામ અને બાપ ને કહે છે શિવ. આપ બાળકો નાં નામ શરીર પર પડે છે. બાપ તો છે જ પરમ આત્મા. એમને શરીર તો લેવાનું નથી. એમણે આમનાં માં પ્રવેશ કર્યો છે. આ બ્રહ્મા નું તન છે, આમને શિવ નહીં કહેવાશે. આત્મા નામ તો તમારું છે જ પછી તમે શરીર માં આવો છો. એ પરમ આત્મા છે સર્વ આત્માઓ નાં પિતા. તો બધા નાં બે બાપ થઈ ગયાં. એક નિરાકારી, એક સાકારી. આમને પછી અલૌકિક વન્ડરફુલ બાપ કહેવાય છે. કેટલાં અસંખ્ય બાળકો છે? મનુષ્યો ને આ સમજ માં નથી આવતું - પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ આટલાં બધા છે, આ શું છે? કયા પ્રકાર નો આ ધર્મ છે? સમજી નથી શકતાં. તમે જાણો છો આ કુમાર-કુમારી પ્રવૃત્તિ માર્ગ નો શબ્દ છે ને? મા, બાપ, કુમારી અને કુમાર. ભક્તિમાર્ગ માં તમે યાદ કરો છો તુમ માત-પિતા… હમણાં તમને માતા-પિતા મળ્યાં છે, તમને એડોપ્ટ (દત્તક) કર્યા છે. સતયુગ માં એડોપ્ટ નથી કરાતાં. ત્યાં અડોપ્શન નું નામ નથી. અહીં તો પણ નામ છે. એ છે હદ નાં બાપ, આ છે બેહદ નાં બાપ. બેહદ નું એડોપ્શન છે. આ રહસ્ય બહુ જ ગુહ્ય સમજવા લાયક છે. તમે લોકો પૂરી રીતે કોઈને સમજાવતા નથી. પહેલાં-પહેલા અંદર કોઈ આવે છે, બોલે ગુરુ નાં દર્શન કરવા આવ્યાં છીએ, તો તમે બોલો કે આ કોઈ મંદિર નથી. બોર્ડ ઉપર જુઓ શું લખેલું છે? બ્રહ્માકુમાર-કુમારીઓ અસંખ્ય છે. આ બધા પ્રજાપિતા નાં બાળકો થઈ ગયાં. પ્રજા તો તમે પણ છો. ભગવાન સૃષ્ટિ રચે છે, બ્રહ્મા મુખ કમળ દ્વારા અમને રચ્યાં છે. અમે છીએ જ નવી સૃષ્ટિ નાં, તમે છો જૂની સૃષ્ટિ નાં. નવી સૃષ્ટિ નાં બનવાનું હોય છે સંગમયુગ પર. આ છે પુરુષોત્તમ બનવાનો યુગ. તમે સંગમયુગ પર ઉભા છો, તેઓ કળિયુગ માં ઉભા છે જાણે પાર્ટીશન (વિભાજન) થઈ ગયું છે. આજકાલ તો જુઓ કેટલાં પાર્ટીશન છે? દરેક ધર્મવાળા સમજે છે અમે પોતાની પ્રજા ને સંભાળીશું, પોતાનાં ધર્મ ને, હમજીન્સ ને સુખી રાખીશું એટલે દરેક કહે છે-અમારા રાજ્ય માંથી આ ચીજ બહાર ન જાય. પહેલાં તો રાજા નો આખી પ્રજા પર હુકમ ચાલતો હતો. રાજા ને મા-બાપ, અન્નદાતા કહેતા હતાં. હમણાં તો રાજા-રાણી કોઈ નથી. અલગ-અલગ ટુકડા થઈ ગયા છે. કેટલાં ઉપદ્રવ થતા રહે છે? અચાનક પૂર આવી જાય છે, ભૂકંપ થતા રહે છે, આ બધું છે દુઃખ નું મોત.

હમણાં તમે બ્રાહ્મણ સમજો છો કે આપણે બધા પરસ્પર ભાઈ-ભાઈ છીએ. તો આપણે પરસ્પર ખૂબ-ખૂબ પ્રેમ થી ક્ષીરખંડ થઈને રહેવાનું છે. આપણે એક બાપ નાં બાળક છીએ તો પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ. રામરાજ્ય માં સિંહ-બકરી જે એકદમ પાક્કા દુશ્મન છે, એ પણ સાથે પાણી પીવે છે. અહીં તો જુઓ ઘર-ઘર માં કેટલાં ઝઘડા છે? દેશ-દેશ નાં ઝઘડા, પરસ્પર જ ફૂટ પડે છે. અનેક મતો છે. હવે તમે જાણો છો આપણે બધાએ અનેકવાર બાપ પાસે થી વારસો લીધો છે અને પછી ગુમાવ્યો છે અર્થાત્ રાવણ પર જીત મેળવીએ છીએ અને પછી હારીએ છીએ. એક બાપ ની શ્રીમત પર આપણે વિશ્વ નાં માલિક બની જઈએ છીએ, એટલે એમને ઊંચા માં ઊંચા ભગવાન કહેવાય છે. સર્વ નાં દુ:ખ હર્તા, સુખ કર્તા કહેવાય છે. હમણાં તમને સુખ નો રસ્તો બતાવી રહ્યાં છીએ. આપ બાળકો પરસ્પર ક્ષીરખંડ હોવા જોઈએ. દુનિયા માં પરસ્પર બધા છે લુણપાણી. એક-બીજા ને મારવામાં વાર નથી કરતાં. તમે ઈશ્વરીય સંતાન તો ક્ષીરખંડ હોવા જોઈએ. તમે ઈશ્વરીય સંતાન તો દેવતાઓ કરતાં પણ ઊંચા થયાં. તમે બાપ નાં કેટલાં મદદગાર બનો છો! પુરષોત્તમ બનાવવા મદદગાર છો તો આ દિલ માં આવવું જોઈએ-અમે પુરુષોત્તમ છીએ, તો અમારા માં દૈવી ગુણ છે? આસુરી ગુણ છે તો તે પછી બાપ નાં બાળક તો કહેવાઈ ન શકે એટલે કહેવાય છે સદ્દગુરુ નાં નિંદક ઠોર ન મેળવે. તે કળિયુગી ગુરુ પછી પોતાનાં માટે કહીને મનુષ્યો ને ડરાવી દે છે. તો બાપ બાળકો ને સમજાવે છે-સપૂત બાળકો તે છે જે બાપ નું નામ રોશન કરે છે, ક્ષીરખંડ થઈને રહે છે. બાપ હંમેશા કહે છે-ક્ષીરખંડ બનો. લુણપાણી થઈ પરસ્પર લડો-ઝઘડો નહીં. તમારે અહીં ક્ષીરખંડ બનવાનું છે. પરસ્પર ખૂબ પ્રેમ જોઈએ કારણકે તમે ઈશ્વરીય સંતાન છો ને? ઈશ્વર સૌથી પ્રેમાળ છે ત્યારે તો એમને બધા યાદ કરે છે. તો તમારો પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ. નહીં તો બાપ ની ઈજ્જત ગુમાવો છો. ઈશ્વર નાં બાળકો પરસ્પર લુણપાણી કેવી રીતે હોય શકે? પછી પદ કેવી રીતે મેળવી શકશો? બાપ સમજાવે છે પરસ્પર ક્ષીરખંડ થઈ રહો. લુણપાણી થશો તો કાંઈ પણ ધારણા નહીં થશે. જો બાપ નાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર નહીં ચાલશો તો પછી ઊંચ પદ કેવી રીતે મેળવશો? દેહ-અભિમાન માં આવવાથી જ પછી પરસ્પર લડે છે. દેહી-અભિમાની હોય તો કાંઈ પણ ખીટ-પીટ ન થાય. ઈશ્વર બાપ મળ્યાં છે તો પછી દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. આત્માએ બાપ જેવા બનવાનું છે. જેમ બાપ માં પવિત્રતા, સુખ, પ્રેમ વગેરે બધું છે, તમારે પણ બનવાનું છે. નહીં તો ઊંચ પદ મેળવી ન શકાય. ભણીને બાપ પાસે થી ઊંચો વારસો મેળવવાનો છે, અનેક નું જે કલ્યાણ કરે છે, એ જ રાજા-રાણી બની શકે છે. બાકી દાસ-દાસીઓ જઈને બનશે. સમજી તો શકે છે ને - કોણ-કોણ શું બનશે? ભણવા વાળા પોતે પણ સમજી શકે છે-આ હિસાબ થી અમે બાબાનું શું નામ કરીશું? ઈશ્વર નાં બાળકો તો મોસ્ટ લવલી (સૌથી પ્રેમાળ) હોવા જોઈએ, જે કોઈ પણ જોઈ ખુશ થઈ જાય. બાબા ને પણ મીઠાં એ લાગશે. પહેલાં ઘર ને તો સુધારો. પહેલાં ઘર ને પછી પર (બીજા) ને સુધારવાના છે. ગૃહસ્થ વ્યવહાર માં કમળ ફૂલ સમાન પવિત્ર અને ક્ષીરખંડ બનીને રહો. કોઈ પણ જુએ તો કહે - ઓહો! અહીં તો સ્વર્ગ લાગે છે. અજ્ઞાન કાળ માં પણ બાબાએ પોતે એવાં ઘર જોયા છે. ૬-૭ બાળકો લગ્ન કરેલા બધા સાથે રહે છે. બધા સવારે ઉઠીને ભક્તિ કરે છે. ઘર માં એકદમ શાંતિ હોય છે. આ તો તમારું ઈશ્વરીય કુટુંબ છે. હંસ અને બગલા સાથે તો રહી ન શકે. તમારે તો હંસ બનવાનું છે. લુણપાણી થવાથી બાબા રાજી નહીં થશે. બાબા કહેશે તમે કેટલું નામ બદનામ કરો છો. જો ક્ષીરખંડ બનીને નહીં રહેશો તો સ્વર્ગ માં ઊંચું પદ મેળવી નહીં શકો, ખૂબ સજાઓ ખાશો. બાપ નાં બનીને પછી જો લુણપાણી બનીને રહો છો તો સો ગુણા સજા ખાશો. પછી તમને સાક્ષાત્કાર પણ થતા રહેશે કે અમે શું પદ મેળવીશું. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા ધ્યાન રહે-આપણે ઈશ્વર નાં બાળકો છીએ, આપણે સૌથી પ્રેમાળ થઈને રહેવાનું છે. પરસ્પર ક્યારેય પણ લુણપાણી નથી થવાનું. પહેલાં પોતાને સુધારવાના છે પછી બીજાઓને સુધરવાની શિક્ષા આપવાની છે.

2. જેમ બાપ માં પવિત્રતા, સુખ, પ્રેમ વગેરે બધા ગુણ છે, એમ બાપ સમાન બનવાનું છે. એવું કોઈ કર્મ નથી કરવાનું જે સદ્દગુરુ નાં નિંદક બનો. પોતાની ચલન થી બાપ નું નામ રોશન કરવાનું છે.

વરદાન :-
બાપ અને પ્રાપ્તિ ની સ્મૃતિ થી સદા હિંમત - હુલ્લાસ માં રહેવાવાળા એકરસ , અચલ ભવ

બાપ દ્વારા જન્મ થી જે પ્રાપ્તિઓ થઈ છે તેનું લિસ્ટ સદા સામે રાખો. જ્યારે પ્રાપ્તિ અચલ, અડોલ છે તો હિંમત અને હુલ્લાસ (ઉલ્લાસ) પણ અચલ હોવા જોઈએ. અચલ ની બદલે જો મન ક્યારેક ચંચળ થઈ જાય છે કે સ્થિતિ ક્યારેક ચંચળતા માં આવી જાય છે તો એનું કારણ છે બાપ અને પ્રાપ્તિ ને સદા સામે નથી રાખતાં. સર્વ પ્રાપ્તિઓ નો અનુભવ સદા સામે અથવા સ્મૃતિ માં રહે તો બધા વિઘ્ન ખતમ થઈ જશે, સદા નવો ઉમંગ, નવો ઉલ્લાસ રહેશે. સ્થિતિ એકરસ અને અચલ રહેશે.

સ્લોગન :-
કોઈ પણ પ્રકારની સેવા માં સદા સંતુષ્ટ રહેવું જ સારા માર્કસ લેવા છે.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

આપ બ્રાહ્મણ બાળકો ખૂબ-ખૂબ રોયલ છો. તમારો ચહેરો અને ચલન બંને જ સત્યતા અને સભ્યતા નો અનુભવ કરાવે. આમ પણ રોયલ આત્માઓ ને સભ્યતા ની દેવી કહેવાય છે. એમનું બોલવાનું, જોવાનું, ચાલવાનું, ખાવા-પીવાનું, ઉઠવાનું, બેસવાનું દરેક કર્મ માં સભ્યતા, સત્યતા સ્વતઃ જ દેખાય છે. એવું નહીં હું તો સત્ય ને સિદ્ધ કરી રહ્યો છું અને સભ્યતા હોય જ નહીં. તો આ રાઈટ નથી.