07-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે પરસ્પર રુહાની ભાઈ - ભાઈ છો , તમારો એક - બીજા સાથે અતિ પ્રેમ હોવો જોઈએ , તમે પ્રેમ થી ભરપૂર ગંગા બનો , ક્યારેય પણ લડતાં - ઝઘડતાં નહીં”

પ્રશ્ન :-
રુહાની બાપ ને કયા બાળકો ખૂબ-ખૂબ પ્રિય લાગે છે?

ઉત્તર :-
૧) જે શ્રીમત પર આખાંં વિશ્વનું કલ્યાણ કરી રહ્યા છે, ૨) જે ફૂલ બને છે, ક્યારેય પણ કોઈને કાંટા નથી લગાવતા, પરસ્પર ખૂબ-ખૂબ પ્રેમ થી રહે છે, ક્યારેય રિસાતા નથી - એવાં બાળકો બાપ ને ખૂબ-ખૂબ પ્રિય લાગે છે. જે દેહ-અભિમાન માં આવીને પરસ્પર લડે છે, લૂણપાણી થાય છે, તે બાપ ની ઈજ્જત ગુમાવે છે. તે બાપ ની નિંદા કરાવવા વાળા નિંદક છે.

ઓમ શાંતિ!
જેવી રીતે રુહાની બાળકો ને હવે રુહાની બાપ પ્રિય લાગે છે, તેવી રીતે રુહાની બાપ ને રુહાની બાળકો પણ પ્રિય લાગે છે કારણ કે શ્રીમત પર આખાં વિશ્વનું કલ્યાણ કરી રહ્યા છે, કલ્યાણકારી બધાં પ્રિય લાગે છે. તમે પણ પરસ્પર ભાઈ-ભાઈ છો, તો તમે પણ જરુર એક-બીજા ને પ્રિય લાગશો. બહારવાળા સાથે એટલો પ્રેમ નહીં રહેશે, જેટલો બાપ નાં બાળકો નો પરસ્પર હશે. તમારો પણ પરસ્પર ખૂબ-ખૂબ પ્રેમ હોવો જોઈએ. જો ભાઈ-ભાઈ અહીં જ લડે-ઝઘડે છે કે પ્રેમ નથી કરતા તો તે ભાઈ ન થયાં. તમારો પરસ્પર પ્રેમ હોવો જોઈએ. બાપ નો પણ આત્માઓ સાથે પ્રેમ છે ને? તો આત્માઓનો પણ પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ. સતયુગ માં સર્વ આત્માઓ એક-બીજા ને પ્રિય લાગે છે કારણ કે શરીરનું અભિમાન તૂટી જાય છે. તમે ભાઈ-ભાઈ એક બાપની યાદ થી આખાં વિશ્વનું કલ્યાણ કરો છો, પોતાનું પણ કલ્યાણ કરો છો તો ભાઈઓનું પણ કલ્યાણ કરવું જોઈએ એટલે બાપ દેહ-અભિમાની થી દેહી-અભિમાની બનાવી રહ્યા છે. તે લૌકિક ભાઈ-ભાઈ તો પરસ્પર ધન માટે, હિસ્સા (ભાગ) માટે લડી પડે છે. અહીં લડવા-ઝઘડવાની વાત નથી, દરેકે ડાયરેક્ટ કનેક્શન રાખવું પડે છે. આ છે બેહદની વાત. યોગબળ થી બાપ પાસે થી વારસો લેવાનો છે. લૌકિક બાપ પાસેથી સ્થૂળ વારસો લે છે, આ તો છે રુહાની બાપ પાસે થી રુહાની બાળકો નો રુહાની વારસો. દરેકે ડાયરેક્ટ બાપ પાસે થી વારસો લેવાનો છે. જેટલા-જેટલા ઈન્ડિવિજ્યુઅલ (વ્યક્તિગત) બાપ ને યાદ કરશો એટલો વારસો મળશે. બાપ જોશે પરસ્પર લડે છે તો બાપ કહેશે તમે નિધન નાં (ધણી વગરના) છો શું? રુહાની ભાઈ-ભાઈએ ઝઘડવું ન જોઈએ. જો ભાઈ-ભાઈ થઈને પરસ્પર લડે-ઝઘડે છે, પ્રેમ નથી, તો જાણે કે રાવણ નાં બની જાય છે. તે બધાં આસુરી સંતાન થયાં. પછી દૈવી સંતાન અને આસુરી સંતાન માં જાણે કે ફરક નથી રહેતો કારણ કે દેહ-અભિમાની બનીને જ લડે છે. આત્મા, આત્મા સાથે લડતો નથી એટલે બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો, પરસ્પર લૂણપાણી નહીં થતાં. થાવ છો ત્યારે સમજાવાય છે. પછી વાત કહે છે આ તો દેહ-અભિમાની બાળકો છે, રાવણ નાં બાળકો છે, મારા તો નથી, કારણ કે પરસ્પર લૂણપાણી થઈને રહે છે. તમે ૨૧ જન્મ ક્ષીરખંડ થઈને રહો છો. આ સમયે દેહી-અભિમાની બનીને રહેવાનું છે. જો પરસ્પર નથી બનતું તો એ સમય માટે રાવણ સંપ્રદાય સમજવું જોઈએ. પરસ્પર લૂણપાણી થવાથી બાપ ની ઈજ્જત ગુમાવશો. ભલે ઈશ્વરીય સંતાન કહે છે પરંતુ આસુરી ગુણ છે તો જાણે કે દેહ-અભિમાની છે. દેહી-અભિમાની માં ઈશ્વરીય ગુણ હોય છે. અહીં તમે ઈશ્વરીય ગુણ ધારણ કરશો ત્યારે જ બાપ સાથે લઈ જશે, પછી એ જ સંસ્કાર સાથે જશે. બાપ ને ખબર પડે છે કે બાળકો દેહ-અભિમાન માં આવીને લૂણપાણી થઈ રહ્યા છે. તે ઈશ્વરીય બાળકો કહેવાઈ ન શકે. કેટલું પોતાને નુકસાન કરે છે. માયા નાં વશ થઈ જાય છે. પરસ્પર લૂણપાણી (મીઠું-પાણી, મતભેદ) થઈ જાય છે. આમ તો આખી દુનિયા જ લૂણપાણી છે. પરંતુ જો ઈશ્વરીય સંતાન પણ લૂણપાણી (ખારુંપાણી) થાય તો બાકી ફરક શું રહ્યો? તે તો બાપ ની નિંદા કરાવે છે. બાપ ની નિંદા કરાવવા વાળા, લૂણપાણી થવા વાળા પદ મેળવી ન શકે. એમને નાસ્તિક પણ કહી શકાય છે. આસ્તિક થવાવાળા બાળકો ક્યારેય લડી નથી શકતાં. તમારે પરસ્પર લડવાનું નથી. પ્રેમ થી રહેવાનું અહીં જ શીખવાનું છે, જે પછી ૨૧ જન્મ માં પરસ્પર પ્રેમ રહેશે. બાપ નાં બાળકો કહેવડાવીને પછી ભાઈ-ભાઈ નથી બનતા તો તે આસુરી સંતાન થયાં. બાપ બાળકો ને સમજાવવા માટે મોરલી ચલાવે છે. પરંતુ દેહ-અભિમાન નાં કારણે એમને આ પણ ખબર નથી પડતી કે બાબા અમારા માટે કહી રહ્યા છે. માયા ખૂબ જબરજસ્ત છે. જેવી રીતે ઉંદર કાપે છે, જે ખબર જ નથી પડતી. માયા પણ ખૂબ મીઠી-મીઠી ફૂંક મારશે અને કાપી લે છે. ખબર નથી પડતી. પરસ્પર રિસાવાનું વગેરે આસુરી સંપ્રદાય નું કામ છે. ઘણાં સેન્ટર્સ માં લૂણપાણી થઈને રહે છે. હજી કોઈ પરફેક્ટ તો બન્યા નથી, માયા હુમલો કરતી રહે છે. માયા એવું માથું ફેરવી દે છે જે ખબર નથી પડતી. પોતાનાં દિલ ને પૂછવાનું છે કે અમારો પરસ્પર પ્રેમ છે કે નહીં? પ્રેમ નાં સાગર નાં બાળકો છો તો પ્રેમ થી ભરપૂર ગંગા બનવું જોઈએ. લડવું-ઝઘડવું, ઉલ્ટું-સુલ્ટું બોલવું, એના કરતાં ન બોલવું સારું છે. હિયર નો ઈવિલ… જો કોઈમાં ક્રોધ નો અંશ છે, તો તે પ્રેમ નથી રહેતો એટલે બાબા કહે છે રોજ પોતાનો પોતામેલ કાઢો, આસુરી ચલન સુધરતી નથી તો પછી પરિણામ શું નીકળે છે? શું પદ મેળવશો? બાપ સમજાવે છે કોઈ સર્વિસ નથી કરતા તો પછી શું હાલત થઈ જશે? પદ ઓછું થઈ જશે. સાક્ષાત્કાર તો બધાને થવાનો જ છે, તમને પણ પોતાનાં ભણતર નો સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર થયા પછી જ તમે ટ્રાન્સફર થાઓ છો, ટ્રાન્સફર થઈને તમે નવી દુનિયામાં આવી જશો. અંત માં બધાં સાક્ષાત્કાર થશે, કોણ-કોણ કયા માર્ક્સ થી પાસ થયા છે? પછી રડશે, પીટશે, સજાઓ પણ ખાશે, પસ્તાશે-બાબાનું કહેવાનું ન માન્યું. બાબાએ તો વારંવાર સમજાવ્યું છે કોઈ આસુરી ગુણ ન હોવા જોઈએ. જેમનામાં દૈવી ગુણ છે એમણે આવાં આપ સમાન બનાવવા જોઈએ. બાપ ને યાદ કરવા તો ખૂબ સહજ છે-અલ્ફ અને બે. અલ્ફ એટલે બાપ, બે બાદશાહી. તો બાળકોને નશો રહેવો જોઈએ. જો પરસ્પર લૂણપાણી થશે તો પછી ઈશ્વરીય સંતાન કેવી રીતે સમજશે? બાબા સમજશે આ આસુરી સંતાન છે, માયાએ આને નાક થી પકડી લીધાં છે. એમને ખબર પણ નથી પડતી, પૂરી અવસ્થા ડામાડોલ, પદ ઓછું થઈ જાય છે. આપ બાળકોએ એમને પ્રેમ થી શીખવાડવાની કોશિશ કરવી જોઈએ, પ્રેમ ની દૃષ્ટિ રહેવી જોઈએ. બાપ પ્રેમ નાં સાગર છે તો બાળકોને પણ ખેંચે છે ને? તો તમારે પણ પ્રેમ નાં સાગર બનવાનું છે.

બાપ બાળકોને ખૂબ પ્રેમ થી સમજાવે છે, સારી મત આપે છે. ઈશ્વરીય મત મળવાથી તમે ફૂલ બની જાઓ છો. બધાં ગુણ તમને આપે છે. દેવતાઓમાં પ્રેમ છે ને? તો તે અવસ્થા તમારે અહીં જમાવવાની છે. આ સમયે તમને નોલેજ છે પછી દેવતા બની ગયા તો નોલેજ નહીં રહેશે. ત્યાં દૈવી પ્રેમ જ રહે છે. તો બાળકોએ હવે દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. હમણાં તમે પૂજ્ય બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. હમણાં સંગમ પર છો. બાપ પણ ભારત માં આવે છે, શિવજયંતિ મનાવે છે. પરંતુ એ કોણ છે? કેવી રીતે? ક્યારે આવે છે? શું કરે છે? આ નથી જાણતાં. આપ બાળકો પણ હમણાં નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો, જે નથી જાણતા તે કોઈને સમજાવી પણ નથી શકતાં પછી પદ ઓછું થઈ જાય છે. સ્કૂલ માં ભણવા વાળા માં કોઈની ચલન ખરાબ હોય છે તો કોઈની સદૈવ સારી ચલન રહે છે. કોઈ પ્રેઝન્ટ રહે, કોઈ એબસન્ટ. અહીં પ્રેઝન્ટ તે છે જે સદૈવ બાપ ને યાદ કરે છે, સ્વદર્શન ચક્ર ફેરવતા રહે છે. બાપ કહે છે ઉઠતાં-બેસતાં તમે પોતાને સ્વદર્શન ચક્રધારી સમજો. ભૂલો છો તો એબસન્ટ થઈ જાઓ છો, જ્યારે સદૈવ પ્રેઝન્ટ થશો ત્યારે જ ઊંચ પદ મેળવશો, ભૂલી જશો તો ઓછું પદ મેળવશો. બાપ જાણે છે હજી સમય છે. ઊંચ પદ મેળવવા વાળા ની બુદ્ધિ માં આ ચક્ર ફરતું હશે. કહેવાય છે શિવબાબા ની યાદ હોય, મુખ માં જ્ઞાન-અમૃત હોય ત્યારે પ્રાણ તન થી નીકળે. જો કોઈ વસ્તુ થી પ્રીત હશે તો અંતકાળ માં તે યાદ આવતી રહેશે. ખાવાનો લોભ હશે તો મરવાના સમયે તે વસ્તુ જ યાદ આવતી રહેશે, આ ખાઉં. પછી પદ ભ્રષ્ટ થઈ જશે. બાપ તો કહે છે સ્વદર્શન ચક્રધારી થઈને મરો, બીજું કંઈ પણ યાદ ન આવે. કોઈ સંબંધ વગર જેવી રીતે આત્મા આવ્યો છે, તેવી રીતે જવાનું છે. લોભ પણ ઓછો નથી. લોભ છે તો અંત નાં સમયે એ જ યાદ આવતું રહેશે, ન મળ્યું તો એ જ આશા માં મરી જશો એટલે આપ બાળકોમાં લોભ વગેરે પણ ન હોવું જોઈએ. બાપ સમજાવે તો ખૂબ છે પરંતુ સમજવા વાળા કોઈ સમજે. બાપ ની યાદ ને એકદમ દિલ થી લગાવી દો-બાબા, ઓહો બાબા. બાબા-બાબા મુખ થી કહેવાનું પણ નથી. અજપાજાપ ચાલતો રહે. બાપ ની યાદ માં, કર્માતીત અવસ્થા માં આ શરીર છૂટે ત્યારે ઊંચ પદ મેળવી શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પ્રેમ થી ભરપૂર ગંગા બનવાનું છે. બધાનાં પ્રત્યે પ્રેમ ની દૃષ્ટિ રાખવાની છે. ક્યારેય પણ મુખ થી ઉલ્ટા બોલ નથી બોલવાનાં.

2. કોઈ પણ વસ્તુ માં લોભ નથી રાખવાનો. સ્વદર્શન ચક્રધારી થઈને રહેવાનું છે. અભ્યાસ કરવાનો છે કે અંત સમયે કોઈ પણ વસ્તુ યાદ ન આવે.

વરદાન :-
જૂનો દેહ તથા દુનિયાનાં સર્વ આકર્ષણો થી સહજ અને સદા દૂર રહેવાવાળા રાજઋષિ ભવ

રાજઋષિ અર્થાત્ એક તરફ સર્વ પ્રાપ્તિ નાં અધિકારી નો નશો અને બીજી તરફ બેહદનાં વૈરાગ નો અલૌકિક નશો. વર્તમાન સમયે આ બંને અભ્યાસ ને વધારતા ચાલો. વૈરાગ એટલે કિનારો નહીં પરંતુ સર્વ પ્રાપ્તિ હોવા છતાં હદ નાં આકર્ષણ મન-બુદ્ધિ ને આકર્ષણ માં ન લાવે. સંકલ્પ માત્ર પણ અધીનતા ન હોય આને કહેવાય છે રાજઋષિ અર્થાત્ બેહદનાં વૈરાગી. આ જુનો દેહ અથવા દેહ ની જૂની દુનિયા, વ્યક્ત ભાવ, વૈભવો નો ભાવ આ બધાં આકર્ષણો થી સદા અને સહજ દૂર રહેવાવાળા.

સ્લોગન :-
સાયન્સ નાં સાધનો ને યુઝ કરો પરંતુ પોતાનાં જીવન નો આધાર ન બનાવો.

માતેશ્વરીજી નાં મધુર મહાવાક્ય

જુઓ, મનુષ્ય કહે છે કૌરવો અને પાંડવો ની પરસ્પર કુરુક્ષેત્ર માં લડાઈ લાગી છે અને પછી દેખાડે છે પાંડવો નાં સાથી ડાયરેક્શન આપવા વાળા શ્રીકૃષ્ણ હતાં, તો જે તરફ સ્વયં પ્રકૃતિપતિ છે એની તો વિજય જરુર થશે. જુઓ, બધી વાતો મેળવી દીધી છે, હવે પહેલાં તો આ વાત ને સમજો કે પ્રકૃતિપતિ તો પરમ આત્મા છે, શ્રીકૃષ્ણ તો સતયુગ નાં પહેલાં દેવતા છે. પાંડવો નાં સારથી તો પરમાત્મા હતાં. હવે પરમાત્મા આપણને બાળકોને ક્યારેય હિંસા નથી શીખવાડી શકતાં, નથી પાંડવોએ હિંસક લડાઈ કરી સ્વરાજ્ય લીધું. આ દુનિયા કર્મક્ષેત્ર છે, જેમાં મનુષ્ય જેવું-જેવું કર્મ કરી બીજ વાવે છે તેવું સારું અથવા ખરાબ ફળ ભોગવે છે. જે કર્મક્ષેત્ર પર પાંડવ અર્થાત્ ભારતમાતા શક્તિ અવતાર પણ હાજર છે. પરમાત્મા ભારતખંડ માં જ આવે છે એટલે ભારત ખંડ ને અવિનાશી કહેવાય છે. પરમાત્મા નું અવતરણ ખાસ ભારતખંડ માં થયું છે કારણ કે અધર્મ ની વૃદ્ધિ પણ ભારતખંડ થી થઈ છે. ત્યાં જ પરમાત્માએ યોગબળ દ્વારા કૌરવ રાજ્ય ખતમ કરી પાંડવોનું રાજ્ય સ્થાપન કર્યુ. તો પરમાત્માએ એક આદિ સનાતન ધર્મ સ્થાપન કર્યો પરંતુ ભારતવાસી પોતાનાં મહાન પવિત્ર ધર્મ અને શ્રેષ્ઠ કર્મ ને ભૂલી પોતાને હિન્દુ કહેવડાવે છે. બિચારા પોતાનાં ધર્મ ને ન જાણી બીજાઓનાં ધર્મ માં જોડાઈ ગયાં છે. તો આ બેહદનું જ્ઞાન, બેહદનાં માલિક સ્વયં જ બતાવે છે. આ તો પોતાનાં સ્વધર્મ ને ભૂલી હદ માં ફસાઈ ગયા છે જેને કહેવાય છે અતિ ધર્મ-ગ્લાનિ કારણ કે આ બધાં પ્રકૃતિનાં ધર્મ છે પરંતુ પહેલાં જોઈએ સ્વધર્મ, તો દરેક નો સ્વધર્મ છે કે હું આત્મા શાંત-સ્વરુપ છું પછી પોતાની પ્રકૃતિ નો ધર્મ છે દેવતા ધર્મ, આ ૩૩ કરોડ ભારતવાસી દેવતાઓ છે. ત્યારે તો પરમાત્મા કહે છે અનેક દેહ નાં ધર્મો નો ત્યાગ કરો, સર્વ ધર્મા ન્ પરિત્યજ્ય… આ હદ નાં ધર્મો માં આટલા આંદોલન થઈ ગયા છે. તો હવે આ હદ નાં ધર્મો થી નીકળી બેહદ માં જવાનું છે. એ બેહદ નાં બાપ સર્વશક્તિવાન્ પરમાત્માની સાથે યોગ લગાવવાનો છે, તો સર્વશક્તિવાન્ પ્રકૃતિપતિ પરમાત્મા છે, ન કે શ્રીકૃષ્ણ. તો કલ્પ પહેલાં પણ જે તરફ સાક્ષાત્ પ્રકૃતિપતિ પરમાત્મા હતાં એમનો વિજય ગવાયેલી છે. અચ્છા. ઓમ્ શાંતિ.