07-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  11.11.20    બાપદાદા મધુબન


“ સંપૂર્ણતા ની સમીપતા દ્વારા પ્રત્યક્ષતા નાં શ્રેષ્ઠ સમય ને સમીપ લાવો”


આજે બાપદાદા પોતાનાં હોલીએસ્ટ, હાઈએસ્ટ, લક્કીએસ્ટ, સ્વીટેસ્ટ બાળકો ને જોઈ રહ્યા છે. આખાં વિશ્વમાં સમય પ્રતિ સમય હોલીએસ્ટ આત્માઓ આવતા રહ્યા છે. તમે પણ હોલીએસ્ટ છો પરંતુ આપ શ્રેષ્ઠ આત્માઓ પ્રકૃતિજીત બની પ્રકૃતિ ને પણ સતોપ્રધાન બનાવી દો છો. તમારી પવિત્રતા નો પાવર પ્રકૃતિ ને પણ સતોપ્રધાન પવિત્ર બનાવી દે છે એટલે આપ સર્વ આત્માઓ પ્રકૃતિ નું આ શરીર પણ પવિત્ર પ્રાપ્ત કરો છો. તમારી પવિત્રતા ની શક્તિ વિશ્વ નાં જડ, ચૈતન્ય સર્વ ને પવિત્ર બનાવી દે છે એટલે તમને શરીર પણ પવિત્ર પ્રાપ્ત થાય છે. આત્મા પણ પવિત્ર, શરીર પણ પવિત્ર અને પ્રકૃતિ નાં સાધન પણ સતોપ્રધાન પાવન હોય છે એટલે વિશ્વમાં હોલીએસ્ટ આત્માઓ છો. હોલીએસ્ટ છો? પોતાને સમજો છો કે અમે વિશ્વનાં હોલીએસ્ટ આત્માઓ છીએ? હાઈએસ્ટ પણ છો, કેમ હાઈએસ્ટ છો? કારણ કે ઊંચા માં ઊંચા ભગવાન ને ઓળખી લીધાં. ઊંચામાં ઊંચા બાપ દ્વારા ઊંચા માં ઊંચા આત્માઓ બની ગયાં. સાધારણ સ્મૃતિ, વૃત્તિ, દૃષ્ટિ, કૃતિ બધું બદલાઈને શ્રેષ્ઠ સ્મૃતિ સ્વરુપ, શ્રેષ્ઠ વૃત્તિ, શ્રેષ્ઠ દૃષ્ટિ બની ગઈ. કોઈને પણ મળો છો તો કઈ વૃત્તિ થી મળો છો? બ્રધરહુડ (ભાઈચારા) ની વૃત્તિ થી, આત્મિક દૃષ્ટિ થી, કલ્યાણ ની ભાવના થી, પ્રભુ પરિવાર નાં ભાવ થી. તો હાઈએસ્ટ થઈ ગયા ને? બદલાઈ ગયા ને? અને લક્કીએસ્ટ કેટલાં છો? કોઈ જ્યોતિષીએ તમારાં ભાગ્ય ની લકીર નથી ખેંચી, સ્વયં ભાગ્ય વિધાતાએ તમારા ભાગ્યની લકીર ખેંચી. અને ગેરંટી કેટલી મોટી આપી છે? ૨૧ જન્મોની તકદીર ની લકીર ની અવિનાશી ગેરંટી લીધી છે. એક જન્મ ની નથી, ૨૧ જન્મ ક્યારેય દુઃખ અને અશાંતિ ની અનુભૂતિ નહીં થશે. સદા સુખી રહેશો. ત્રણ વાતો જીવન માં જોઈએ-હેલ્થ, વેલ્થ અને હેપ્પી. આ ત્રણેય તમને બધાને બાપ દ્વારા વારસા માં પ્રાપ્ત થઈ ગયાં. ગેરંટી છે ને ૨૧ જન્મો ની? બધાએ ગેરંટી લીધી છે? પાછળ વાળાઓને ગેરંટી મળી છે? બધાં હાથ ઉઠાવી રહ્યા છે, ખૂબ સારું. બાળક બનવું અર્થાત્ બાપ દ્વારા વારસો મળવો. બાળક બની નથી રહ્યા, બની રહ્યા છો શું? બાળક બની રહ્યા છો કે બની ગયા છો? બાળક બનવાનું નથી હોતું. જન્મ થયો અને બન્યાં. જન્મ થતા જ બાપ નાં વારસા નાં અધિકારી બની ગયાં. તો આવું શ્રેષ્ઠ ભાગ્ય બાપ દ્વારા હમણાં પ્રાપ્ત કરી લીધું. અને પછી રિચેસ્ટ પણ છો. બ્રાહ્મણ આત્મા, ક્ષત્રિય નહીં બ્રાહ્મણ. બ્રાહ્મણ આત્મા નિશ્ચય થી અનુભવ કરે છે કે હું શ્રેષ્ઠ આત્મા, હું ફલાણો નથી, આત્મા રિચેસ્ટ ઇન ધ વર્લ્ડ છું. બ્રાહ્મણ છે તો રિચેસ્ટ ઇન ધ વર્લ્ડ છે કારણ કે બ્રાહ્મણ આત્મા માટે પરમાત્મ-યાદ થી દરેક કદમ માં પદમ છે. તો આખાં દિવસ માં કેટલાં કદમ ઉઠાવતા હશો? વિચારો. દરેક કદમ માં પદમ તો આખાં દિવસ માં કેટલાં પદમ થઈ ગયાં? એવાં આત્માઓ બાપ દ્વારા બની ગયાં. હું બ્રાહ્મણ આત્મા શું છું? આ યાદ રહેવું જ ભાગ્ય છે. તો આજે બાપદાદા દરેક નાં મસ્તક પર ભાગ્ય નો ચમકતો સિતારો જોઈ રહ્યા છે. તમે પણ પોતાનાં ભાગ્ય નાં સિતારા ને જોઈ રહ્યા છો?

બાપદાદા બાળકો ને જોઈ ખુશ થાય છે કે બાળકો બાપ ને જોઈ ખુશ થાય છે? કોણ ખુશ થાય છે? બાપ કે બાળકો? કોણ? (બાળકો) બાપ ખુશ નથી થતાં? બાપ બાળકોને જોઈ ખુશ થાય અને બાળકો બાપ ને જોઈ ખુશ થાય છે. બંને ખુશ થાય છે કારણ કે બાળકો જાણે છે કે આ પ્રભુ-મિલન, આ પરમાત્મ-પ્રેમ, આ પરમાત્મ-વારસો, આ પરમાત્મ-પ્રાપ્તિઓ હમણાં જ પ્રાપ્ત થાય છે. “હમણાં નહીં તો ક્યારેય નહીં.” આવું છે?

બાપદાદા હમણાં ફક્ત એક વાત બાળકો ને રિવાઇઝ કરાવી રહ્યા છે-કઈ વાત હશે? સમજી તો ગયા છો. આ જ બાપદાદા રિવાઇઝ કરાવી રહ્યા છે કે હવે શ્રેષ્ઠ સમય ને સમીપ લાવો . આ વિશ્વનાં આત્માઓનો અવાજ છે. પરંતુ લાવવા વાળા કોણ? તમે છો કે બીજા કોઈ છે? આવાં સુખદ શ્રેષ્ઠ સમય ને સમીપ લાવવા વાળા તમે બધાં છો? જો છો તો હાથ ઉઠાવો. સારું, પછી બીજી વાત પણ છે, તે પણ સમજી ગયા છો ત્યારે હસી રહ્યા છો. સારું, તેની તારીખ કઈ છે? તારીખ તો ફિક્સ કરો ને? હમણાં ડેટ ફિક્સ કરી ને કે ફોરેનર્સ નો વારો થવાનો છે? આ તારીખ તો ફિક્સ કરી લીધી. તો એ સમય ને સમીપ લાવવા વાળા આત્માઓ બોલો આની તારીખ કઈ છે? તે નજર આવે છે? પહેલાં તમારી નજર માં આવે ત્યારે વિશ્વ પર આવે. બાપદાદા જ્યારે અમૃતવેલે વિશ્વ માં ચક્કર લગાવે છે તો જોઈ-જોઈ, સાંભળી-સાંભળી રહેમ આવે છે. મોજ માં પણ છે પરંતુ મોજ ની સાથે મૂંઝાયેલા પણ છે. તો બાપદાદા પૂછે છે કે હે દાતા નાં બાળકો, માસ્ટર દાતા, ક્યારે પોતાનાં માસ્ટર દાતાપણા નો પાર્ટ તીવ્ર ગતિ થી વિશ્વની આગળ પ્રત્યક્ષ કરશો? કે હમણાં પડદા ની અંદર તૈયાર થઈ રહ્યા છો? તૈયારી કરી રહ્યા છો? વિશ્વ પરિવર્તન નાં નિમિત્ત આત્માઓ, હવે વિશ્વનાં આત્માઓનાં ઉપર રહેમ કરો. થવાનું તો છે જ, આ તો નિશ્ચિત છે અને થવાનું પણ આપ નિમિત્ત આત્માઓ દ્વારા જ છે. ફક્ત વાર કઈ વાત ની છે? બાપદાદા આ એક સેરીમની જોવા ઈચ્છે છે કે દરેક બ્રાહ્મણ બાળક નાં દિલ માં સંપન્નતા અને સંપૂર્ણતા નો ઝંડો લહેરાયેલો દેખાય . જ્યારે દરેક બ્રાહ્મણ ની અંદર સંપૂર્ણતા નો ઝંડો લહેરાશે ત્યારે જ વિશ્વ માં બાપની પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાશે. તો આ ફ્લેગ સેરીમની બાપદાદા જોવા ઈચ્છે છે. જેવી રીતે શિવરાત્રી પર શિવ અવતરણ નો ઝંડો લહેરાવો છો, એવી રીતે હવે શિવ શક્તિ પાંડવ અવતાર નો નારો લાગે. એક ગીત વગાડો છો ને - શિવ શક્તિયાં આ ગઈ… હવે વિશ્વ આ ગીત ગાય કે શિવ ની સાથે શક્તિઓ, પાંડવ પ્રત્યક્ષ થઈ ગયાં. પડદા માં ક્યાં સુધી રહેશો? પડદા માં રહેવાનું ગમે છે? થોડું-થોડું ગમે છે! ગમતું નથી, તો હટાવવા વાળા કોણ? બાબા હટાવશે? કોણ હટાવશે? ડ્રામા હટાવશે કે તમે હટાવશો? જ્યારે તમે હટાવશો તો વાર કેમ? તો એમ સમજો ને કે પડદા માં રહેવું ગમે છે? બસ, બાપદાદા ની હમણાં ફક્ત આ જ એક શ્રેષ્ઠ આશા છે, બધાં ગીત ગાય વાહ! આવી ગયા, આવી ગયા, આવી ગયાં. થઈ શકે છે? જુઓ, દાદીઓ બધી કહે છે થઈ શકે છે પછી કેમ નથી થતું? કારણ શું? જ્યારે બધાં આમ-આમ કરી રહ્યા છે, પછી કારણ શું છે? (બધાં સંપન્ન નથી બન્યા) કેમ નથી બન્યાં? તારીખ બતાવો ને! (તારીખ તો બાબા તમે બતાવશો) બાપદાદા નો મહામંત્ર યાદ છે? બાપદાદા શું કહે છે? “ક્યારે નહીં હમણાં.” (દાદીજી કહી રહ્યા છે બાબા, ફાઈનલ તારીખ તમે જ બતાવો) સારું, બાપદાદા જે તારીખ બતાવશે એમાં પોતાને મોલ્ડ કરીને નિભાવશો? પાંડવ, નિભાવશો? પાક્કું. જો નીચે-ઉપર કર્યુ તો શું કરવું પડશે? (તમે તારીખ આપશો તો કોઈ નીચે-ઉપર નહીં કરશે) મુબારક છે. અચ્છા. હવે તારીખ બતાવે છે, જોજો. જુઓ, બાપદાદા છતાં પણ રહેમદિલ છે, તો બાપદાદા તારીખ બતાવે છે અટેન્શન થી સાંભળજો.

બાપદાદા બધાં બાળકો પાસે થી આ શ્રેષ્ઠ ભાવના રાખે છે, આશા રાખે છે-ઓછા માં ઓછું ૬ મહિના માં, ૬ મહિના ક્યાં સુધી પૂરાં થશે? (મે માં) મે માં ‘હું’, ‘હું’ ખતમ. બાપદાદા છતાં પણ માર્જીન આપે છે કે ઓછા માં ઓછું આ ૬ મહિના માં જે બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે અને આગળ સિઝન માં પણ કામ આપ્યું હતું, કે પોતાને જીવનમુક્ત સ્થિતિ નાં અનુભવ માં લાવો. સતયુગ ની સૃષ્ટિ ની જીવનમુક્તિ નથી, સંગમયુગ ની જીવનમુક્તિ સ્ટેજ છે. કોઈ પણ વિઘ્ન, પરિસ્થિતિઓ, સાધન તથા હું અને મારાપણું, હું બોડી કોન્શિયસ નું અને મારું બોડી કોન્શિયસ ની સેવાનું, આ બધાનાં પ્રભાવ થી મુક્ત રહેવાનું. એવું નહીં કહેતા કે હું તો મુક્ત રહેવા ઈચ્છતો હતો પરંતુ આ વિઘ્ન આવી ગયું ને, આ વાત જ ખૂબ મોટી થઈ ગઈ ને? નાની વાતો ચાલી જાય છે, આ ખૂબ મોટી વાત હતી, આ ખૂબ મોટું પેપર હતું, મોટું વિઘ્ન હતું, મોટી પરિસ્થિતિ હતી. કેટલી પણ મોટા માં મોટી પરિસ્થિતિ, વિઘ્ન, સાધનો નું આકર્ષણ સામનો કરે, સામનો કરશે આ પહેલાં જ બતાવી દે છે પરંતુ ઓછા માં ઓછા ૬ મહિના માં ૭૫ ટકા મુક્ત થઈ શકો છો? બાપદાદા ૧૦૦ ટકા નથી કહી રહ્યા, ૭૫ ટકા, પોણા સુધી તો આવશો ત્યારે પૂરાં પર પહોંચશો ને? તો ૬ મહિના માં, એક મહિનો પણ નહીં, ૬ મહિના આપી રહ્યા છે, વર્ષ નું અડધું. તો શું આ તારીખ ફિક્સ કરી શકો છો? જુઓ, દાદીઓએ કહ્યું છે કે ફિક્સ કરો, દાદીઓનો હુકમ તો માનવાનો છે ને? રિઝલ્ટ જોઈને તો બાપદાદા સ્વતઃજ આકર્ષણ માં આવશે, કહેવાની પણ જરુર નહીં પડશે. તો ૬ મહિના અને ૭૫ ટકા, ૧૦૦ નથી કહી રહ્યાં. એના માટે પછી આગળ સમય આપશે. તો આમાં એવરરેડી છો? એવરરેડી નહીં ૬ મહિના માં રેડી? પસંદ છે કે થોડી હિંમત ઓછી છે, ખબર નથી શું થશે? સિંહ પણ આવશે, બિલાડી પણ આવશે, બધું આવશે. વિઘ્ન પણ આવશે, પરિસ્થિતિ પણ આવશે, સાધન પણ વધશે પરંતુ સાધન નાં પ્રભાવ થી મુક્ત રહેજો. પસંદ છે તો હાથ ઉઠાવો. ટી.વી. ફેરવો. સારી રીતે હાથ ઉઠાવો, નીચે નહીં કરતાં. સારું દૃશ્ય લાગી રહ્યું છે. અચ્છા, ઈનએડવાન્સ મુબારક છે.

એવું નહીં કહેતા કે અમને તો ખૂબ મરવું પડશે, મરો કે જીવો પરંતુ બનવાનું છે. આ મરવાનું મીઠું મરવાનું છે, આ મરવામાં દુઃખ નથી થતું. આ મરવાનું અનેકો નાં કલ્યાણ માટે મરવાનું છે, એટલે આ મરવામાં મજા છે. દુઃખ નથી, સુખ છે. કોઈ બહાનું નથી કરવાનું, આ થઈ ગયું ને, એટલે થઈ ગયું. બહાનાબાજી નહીં ચાલશે. બહાનાબાજી કરશો શું? નહીં કરશો ને? ઉડતી કળા ની બાજી કરજો, બીજી કોઈ બાજી નહીં. ઉતરતી કળા ની બાજી, બહાનાબાજી, કમજોરી ની બાજી આ બધી સમાપ્ત. ઉડતી કળા ની બાજી. ઠીક છે ને? બધાનાં ચહેરા તો ખીલી ગયા છે. જ્યારે ૬ મહિના પછી મળવા આવશો તો કેવા ચહેરા હશે? ત્યારે પણ ફોટો કાઢશે.

ડબલ ફોરેનર્સ આવ્યા છે ને તો ડબલ પ્રતિજ્ઞા કરવાનો દિવસ આવી ગયો. બીજા કોઈને નહીં જોતા, સી ફાધર, સી બ્રહ્મા મધર. બીજા કરે કે ન કરે, કરશે તો બધાં છતાં પણ એમનાં પ્રતિ પણ રહેમભાવ રાખજો. કમજોર ને શુભભાવના નું બળ આપજો, કમજોરી નહીં જોતાં. આવાં આત્માઓ ને પોતાનાં હિંમત નાં હાથ થી ઉઠાવજો, ઊંચા કરજો. હિંમત નો હાથ સદા સ્વયં પ્રત્યે અને સર્વ પ્રત્યે વધારતા રહેજો. હિંમત નો હાથ ખૂબ શક્તિશાળી છે. અને બાપદાદા નું વરદાન છે-હિંમત નું એક કદમ બાળકો નું, હજાર કદમ બાપ ની મદદ નાં. નિઃસ્વાર્થ પુરુષાર્થ માં પહેલાં હું. નિઃસ્વાર્થ પુરુષાર્થ, સ્વાર્થ નો પુરુષાર્થ નથી, નિઃસ્વાર્થ પુરુષાર્થ આમાં જે ઓટે તે બ્રહ્મા બાપ સમાન.

બ્રહ્મા બાપ સાથે તો પ્રેમ છે ને? ત્યારે તો બ્રહ્માકુમારી કે બ્રહ્માકુમાર કહેવાઓ છો ને? જ્યારે ચેલેન્જ કરો છો કે સેકન્ડ માં જીવનમુક્તિનો વારસો લઈ લો તો હમણાં સેકન્ડ માં પોતાને મુક્ત કરવાનું અટેન્શન. હવે સમય ને સમીપ લાવો. તમારી સંપૂર્ણતા ની સમીપતા શ્રેષ્ઠ સમય ને સમીપ લાવશે. માલિક છો ને? રાજા છો ને? સ્વરાજ્ય અધિકારી છો? તો ઓર્ડર કરો. રાજા તો ઓર્ડર કરે છે ને? આ નથી કરવાનું, આ કરવાનું છે. બસ, ઓર્ડર કરો. હમણાં-હમણાં જુઓ મન ને, કારણ કે મન છે મુખ્યમંત્રી. તો હે રાજા, પોતાનાં મન-મંત્રી ને સેકન્ડ માં ઓર્ડર કરી અશરીરી, વિદેહી સ્થિતિ માં સ્થિત કરી શકો છો? કરો ઓર્ડર એક સેકન્ડ માં. (પ મિનિટ ડ્રિલ) અચ્છા.

સદા લવલીન અને લક્કી આત્માઓ ને બાપદાદા દ્વારા પ્રાપ્ત થયેલી સર્વ પ્રાપ્તિઓનાં અનુભવી આત્માઓ ને, સ્વરાજ્ય અધિકારી બની અધિકાર દ્વારા સ્વરાજ્ય કરવાવાળા શક્તિશાળી આત્માઓ ને, સદા જીવનમુક્ત સ્થિતિ નાં અનુભવી હાઈએસ્ટ આત્માઓ ને, ભાગ્યવિધાતા દ્વારા શ્રેષ્ઠ ભાગ્યની લકીર દ્વારા લકીએસ્ટ આત્માઓ ને, સદા પવિત્રતાની દૃષ્ટિ, વૃત્તિ દ્વારા સ્વ પરિવર્તન, વિશ્વ પરિવર્તન કરવા વાળા હોલીએસ્ટ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

ડબલ વિદેશી મહેમાનો સાથે ( કોલ ઓફ ટાઈમ નાં પ્રોગ્રામ માં આવેલા મહેમાનો સાથે ):-

બધાં પોતાનાં સ્વીટહોમ માં, સ્વીટ પરિવાર માં પહોંચી ગયા છો ને? આ નાનકડો સ્વીટ પરિવાર પ્રિય લાગે છે ને? અને તમે પણ કેટલાં પ્રિય થઈ ગયા છો? સૌથી પહેલાં પરમાત્મ-પ્રિય બની ગયાં. બન્યા છો ને? બની ગયા કે બનશો? જુઓ, તમને બધાને જોઈને બધાં કેટલાં ખુશ થઈ રહ્યા છે. કેમ ખુશ થઈ રહ્યા છે? બધાનાં ચહેરા જુઓ, ખુબ ખુશ થઈ રહ્યા છે. કેમ ખુશ થઈ રહ્યા છે? કારણ કે જાણે છે કે આ બધાં ગોડલી મેસેન્જર્સ બની આત્માઓ ને મેસેજ આપવા માટે નિમિત્ત આત્માઓ છે. (પાંચ ખંડો નાં છે) તો પ ખંડો માં મેસેજ પહોંચી જશે, સહજ છે ને? પ્લાન ખૂબ સારો બનાવ્યો છે. આમાં પરમાત્મ-પાવર ભરીને અને પરિવાર નો સહયોગ લઈને આગળ વધતા રહેજો. બધાનાં સંકલ્પ બાપદાદા ની પાસે પહોંચી રહ્યા છે. સંકલ્પ ખૂબ સારા-સારા ચાલી રહ્યા છે ને? પ્લાન બની રહ્યા છે. તો પ્લાન ને પ્રેક્ટિકલ લાવવામાં હિંમત તમારી અને મદદ બાપ ની અને બ્રાહ્મણ પરિવાર ની. ફક્ત નિમિત્ત બનવાનું છે બસ, બીજી મહેનત નથી કરવાની. હું પરમાત્મ-કાર્ય નો નિમિત્ત છું. કોઈ પણ કાર્ય માં આવો તો બાબા, હું ઇન્સ્ટ્રુમેન્ટ સેવા અર્થ તૈયાર છું, હું ઇન્સ્ટ્રુમેન્ટ છું, ચલાવવા વાળા પોતેજ ચલાવશે. આ નિમિત્ત ભાવ તમારા ચહેરા પર નિર્માણ અને નિર્માન ભાવ પ્રત્યક્ષ કરશે. કરાવનહાર નિમિત્ત બનાવી કાર્ય કરાવશે. માઈક આપ અને માઈટ બાપ ની. તો સહજ છે ને? તો નિમિત્ત બનીને યાદ માં હાજર થઈ જાઓ, બસ. તો તમારો ચહેરો, તમારા ફીચર્સ સ્વતઃજ સેવા નાં નિમિત્ત બની જશે. ફક્ત બોલ દ્વારા સેવા નહીં કરશો પરંતુ ફીચર્સ દ્વારા પણ તમારી આંતરિક ખુશી ચહેરા થી દેખાશે. આને જ કહેવાય છે અલૌકિકતા. હવે અલૌકિક થઈ ગયા ને? લૌકિકપણું તો ખતમ થયું ને? હું આત્મા છું-આ અલૌકિક. હું ફલાણો છું-આ લૌકિક. તો કોણ છો? અલૌકિક કે લૌકિક? અલૌકિક છો ને? સારું છે. બાપદાદા તથા પરિવાર ની સામે પહોંચી ગયા, આ ખૂબ સારી હિંમત રાખી. જુઓ, તમે પણ કોટો માં કોઈ નીકળ્યા ને? કેટલાં ગ્રુપ હતાં? એમાંથી કેટલાં આવ્યા છો? તો કોટોમાં કોઈ નીકળ્યા ને? સારું છે-બાપદાદા ને ગ્રુપ પસંદ છે. અને આ જુઓ, કેટલાં ખુશ થઈ રહ્યા છે? તમારા કરતાં વધારે આ ખુશ થઈ રહ્યા છે કારણ કે સેવાનું રિટર્ન સામે જોઈ ખુશ થઈ રહ્યા છે. ખુશ થઈ રહ્યા છો ને? મહેનત નું ફળ મળી ગયું. સારું. હમણાં તો બાળક સો માલિક છો. બાળક માસ્ટર છે. બાળક ને સદા કહેવાય છે માસ્ટર. અચ્છા.

વરદાન :-
સફળ કરવાની વિધિ થી સફળતા નું વરદાન પ્રાપ્ત કરવા વાળા વરદાની મૂર્ત ભવ

સંગમયુગ પર આપ બાળકો ને વારસો પણ છે તો વરદાન પણ છે કે “સફળ કરો અને સફળતા મેળવો”. સફળ કરવું છે બીજ અને સફળતા છે ફળ. જો બીજ સારું છે તો ફળ ન મળે એ થઈ નથી શકતું. તો જેવી રીતે બીજાઓને કહો છો કે સમય, સંકલ્પ, સંપત્તિ બધું સફળ કરો. એવી રીતે પોતાનાં સર્વ ખજાનાઓનાં લિસ્ટ ને ચેક કરો કે કયો ખજાનો સફળ થયો અને કયો વ્યર્થ. સફળ કરતા રહો તો સર્વ ખજાનાઓથી સંપન્ન વરદાની મૂર્ત બની જશો.

સ્લોગન :-
પરમાત્મ-એવોર્ડ લેવા માટે વ્યર્થ અને નેગેટિવ ને એવોઈડ કરો.