07-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હમણાં
સુધી જે કાંઈ ભણ્યું છે , તેને ભૂલી એક બાપ ને યાદ કરો”
પ્રશ્ન :-
ભારત પર સતયુગી
સ્વરાજ્ય સ્થાપન કરવાનાં માટે કયું બળ જોઈએ?
ઉત્તર :-
પવિત્રતા નું બળ. તમે સર્વશક્તિવાન બાપ થી યોગ લગાવીને પવિત્ર બનો છો. આ પવિત્રતા
નું જ બળ છે જેનાથી સતયુગી સ્વરાજ્ય ની સ્થાપના થાય છે, આમાં લડાઈ વગેરેની કોઈ વાત
નથી. જ્ઞાન અને યોગબળ જ પાવન દુનિયાનાં માલિક બનાવી દે છે. આ જ બળ થી એક મત ની
સ્થાપના થઈ જાય છે.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું. આ ગીત કોઈ આપણું બનાવેલું નથી. જેવી રીતે બીજા વેદો-શાસ્ત્રો નો સાર
સમજાવાઈ રહ્યો છે. તેવી રીતે આ પણ જે ગીત બનાવેલાં છે, તેનો પણ સાર સમજાવે છે. બાળકો
જાણે છે કે ખેવૈયા (નાવિક) કે ભગવાન કે સદ્દગતિ દાતા એક જ બાપ છે. ભક્તિ કરે છે
જીવનમુક્તિ નાં માટે. પરંતુ જીવનમુક્તિ અથવા સદ્દગતિ દાતા એક ભગવાન છે. તેનો અર્થ
બાળકો જ સમજી શકે છે, મનુષ્ય નથી સમજતાં. સદ્દગતિ અર્થાત્ દુઃખ થી છોડાવીને શાંતિ
ની પ્રાપ્તિ કરાવે છે. ભારતવાસી બાળકો જાણે છે કે અહીં પવિત્રતા-સુખ-શાંતિ હતાં,
જ્યારે કે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. રાધા-કૃષ્ણ નું રાજ્ય ન કહી શકાય.
હકીકત માં માતાઓ ની હમજીન્સ રાધા છે. તેને વધારે પ્રેમ કરવો જોઈએ છતાં પણ કૃષ્ણ ને
ખૂબ પ્રેમ કરે છે. ઝૂલા માં ઝુલાવે છે. કૃષ્ણ ની જન્માષ્ટમી પણ મનાવે છે. રાધા ની
જયંતી નથી મનાવતાં. હકીકત માં મનાવવી જોઈએ બંનેની. સમજ તો કાંઈ છે નહીં. તેમની જીવન
કહાણી ને તો કોઈ જાણતું નથી. બાપ આવીને પોતાની અને બધાની જીવન કહાણી સંભળાવે છે.
મનુષ્ય કહે પણ છે શિવ પરમાત્માય નમઃ પરંતુ એમની જીવન કહાણી ને નથી જાણતાં. મનુષ્ય
ની જીવન કહાણી ને હિસ્ટ્રી-જોગ્રોફી કહેવાય છે, દુનિયાની હિસ્ટ્રી-જોગ્રોફી તો ગવાય
છે ને - કેટલાં સ્થાનો પર રાજ્ય કરતાં હતાં, કેટલી જમીન પર રાજ્ય કરતાં હતાં. કેવી
રીતે રાજ્ય કર્યું પછી તે ક્યાં ગયાં… આ વાતો કોઈ નથી જાણતાં. આપ બાળકોને સારી રીતે
સમજાવાય છે. રચયિતા અને રચના નું નોલેજ બાળકોને સમજાવે છે. આપ બાળકોને ખબર પડી ગઈ
છે કે બરોબર હવે કળિયુગ નો અંત છે અને સતયુગ નો આદિ છે. સંગમ પર જ પરમાત્મા આવીને
મનુષ્ય ને પતિત થી પાવન દેવતા બનાવે છે. ઉત્તમ પુરુષ અથવા પુરુષોત્તમ બનાવે છે કારણ
કે આ સમય નાં મનુષ્ય ઉત્તમ નથી, કનિષ્ટ છે. ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ, સતો, રજો, તમો
હોય છે. જે સારી રીતે જ્ઞાન સાંભળશે તેમને સતોગુણી કહેવાશે. જે થોડું સાંભળશે તેમને
રજોગુણી કહેવાશે, જે સાંભળતાં જ નથી તેમને તમોગુણી કહેવાશે. ભણતર માં પણ એવું હોય
છે. આપ બાળકોને સતોપ્રધાન ભણતર જોઈએ એટલે સતોપ્રધાન લક્ષ્મી-નારાયણ બનવાનું તમને
જ્ઞાન અપાય છે. નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાનું છે. ગીતા નાં માટે પણ તમે કહો
છો કે આ છે સાચ્ચી ગીતા. તમે લખી પણ શકો છો - આ છે સાચ્ચી ગીતા પાઠશાળા અર્થાત્
સત્યનારાયણ બનવાની કથા અથવા સાચ્ચી અમરકથા, સાચ્ચી તિજરી ની કથા. ચિત્ર તો બધાં
તમારી પાસે છે, આમાં બધું જ્ઞાન છે. આપ બાળકો હવે પ્રતિજ્ઞા કરો છો કે અમે પ્રજાપિતા
બ્રહ્માકુમાર-કુમારીઓ ભારત ને સતોપ્રધાન સ્વર્ગ બનાવીને છોડીશું. તમારે ખબર કરવાની
છે. ગાંધીજી પણ પાવન રાજ્ય ઈચ્છતાં હતાં તો જરુર હમણાં પતિત રાજ્ય છે. આ કોઈ સમજી
નથી શકતું કે આપણે સ્વયં પતિત છીએ. રાવણ છે ૫ વિકાર. કહે છે રામરાજ્ય જોઈએ તો જરુર
આસુરી સંપ્રદાય થયાં ને, પરંતુ આ કોઈની બુદ્ધિમાં નથી આવતું. કેટલાં મોટાં-મોટાં
ગુરુ લોકો પણ આટલું નથી સમજતાં. આપ બાળકો જાણ કરો છો કે અમે શ્રીમત પર બ્રહ્મા
દ્વારા ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ દૈવી રાજ્ય સ્થાપન કરીશું. આ છે પુરુષોત્તમ
સંગમયુગ જ્યારે કે કનિષ્ટ પુરુષ થી સતોપ્રધાન પુરુષોત્તમ બનો છો. મર્યાદા
પુરુષોત્તમ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ છે. હવે એક જ દેવી-દેવતા ધર્મ ની સ્થાપના
થાય છે પછી બીજા ધર્મ હશે જ નહીં. આપ બાળકો સિદ્ધ કરી સમજાવો છો કે સતયુગ માં એક
ધર્મ, એક જ રાજ્ય હતું. ભલે ત્રેતા માં સૂર્યવંશી થી બદલાઈ ચંદ્રવંશી માં જાય છે
પરંતુ હશે એક જ ભાષા. હવે તો ભારત માં અનેક ભાષાઓ છે. બાળકો જાણે છે કે આપણા રાજ્ય
માં એક જ ભાષા હતી. આજકાલ તો ઘણું બધું જોતાં રહેશે. જેવી રીતે મુસાફરી થી નજીક આવે
છે પોતાનાં દેશ તરફ તો ખુશ થાય છે કે હવે પોતાનાં ઘરે આવી ગયાં. બસ, હવે જઈને મળશું.
તમને પણ પોતાની રાજધાની નાં સાક્ષાત્કાર થતાં રહેશે. પોતાનાં પુરુષાર્થ નાં પણ
સાક્ષાત્કાર થશે. જોશો કે બાબા અમને કેટલું કહે છે કે પુરુષાર્થ કરો. નહીં તો
હાય-હાય કરશો અને પદ પણ ઓછું થઈ જશે. યોગ ની યાત્રા બધાને બતાવતાં રહો. સમજાવવું તો
ખુબ સહજ છે. સીડી કેટલી સહજ છે. જે પાછળ થી આવે છે તેમને દિવસ-પ્રતિ-દિવસ સહજ જ્ઞાન
મળે છે. એક સપ્તાહ સમજવાથી જ સહજ સમજી જશે. ચિત્ર એવાં બનેલાં છે, જેમાં એક્યુરેટ
સમજણ છે. ૮૪ જન્મો નું ચક્ર બિલકુલ ઠીક છે. આ ભારતવાસીઓનાં માટે છે. આપ બાળકોની
બુદ્ધિ માં બધું જ્ઞાન છે. તમે જાણો છો કે પતિત-પાવન, સદ્દગતિ દાતા શિવબાબા ની મત
પર આપણે ફરીથી સહજ રાજયોગ બળ થી પોતાનાં તન-મન-ધન થી ભારત ને સ્વર્ગ બનાવીએ છીએ.
બીજા કોઈનું આપણે નથી લગાવતાં. પોતાનાં જ તન-મન-ધન થી સેવા કરીએ છીએ. જેટલું જે કરશે
તે પોતાનાં ભવિષ્ય નાં માટે બનાવે છે. તમે જ ઘર જેવાં છો. તમારા થી જ બાબા સતયુગી
સ્વરાજ્ય સ્થાપન કરાવી રહ્યાં છે. ખર્ચો પણ તમે જ કરશો. તમારો કોઈ વધારે ખર્ચો નથી.
તમારે ફક્ત શિવબાબા ને યાદ કરવાનાં છે, કન્યાઓએ શું ખર્ચો કરવાનો છે. તેમની પાસે
કાંઈ છે શું? બાબા બાળકો થી શું ફી લેશે. કાંઈ પણ નહીં. સ્કૂલો માં તો પહેલાં ફી ની
વાત કરે છે. ત્યાં કેટલો ભણતર માં ખર્ચો થાય છે. અહીં તો શિવબાબા બાળકો થી કેવી રીતે
પૈસા લેશે. શિવબાબા ને પોતાનું ઘર થોડી બનાવવાનું છે, જે પૈસા લેશે! આપ બાળકોએ
ભવિષ્ય સ્વર્ગ માં જઈને હીરા-ઝવેરાતો નાં મહેલ બનાવવાનાં છે એટલે તમે અહીં જે કરો
છો તેનું રિટર્ન (વળતર) ભવિષ્ય માં તમને મહેલ મળી જાય છે. આ ખૂબ સમજવાની વાતો છે.
જેટલું જે તન-મન-ધન થી સેવા કરશે, તે એવું ત્યાં મેળવશે. કોલેજ કે હોસ્પિટલ બનાવે
છે. ૧૦ લાખ, ૨૦ લાખ લગાવવા પડે છે. અહીં તો એટલો ખર્ચો નથી લાગતો. નાનાં એવાં મકાન
માં રુહાની કોલેજ સાથે હોસ્પિટલ બનાવે છે. પાંડવોનાં આદિ પતિ કોણ હતાં? તેમણે તો
કૃષ્ણનું નામ લખી દીધું છે. હકીકત માં છે નિરાકાર ભગવાન. તમને શ્રીમત આપવા વાળા
ભગવાન છે. બાકી તો બધાં છે રાવણ ની મત પર, રાવણ રાજ્ય માં. રાવણ ની મત પર કેટલાં
ડર્ટી (ગંદા) બની ગયાં છે. હવે આ જ સૃષ્ટિ જૂની, તે જ નવી બને છે. સૃષ્ટિ માં ભારત
જ હતું. ભારત નવું, ભારત જુનું કહેશે. નવું ભારત તો સ્વર્ગ હતું. પછી ભારત જુનું છે
તો નર્ક છે. આને કહેવાય છે રૌરવ નર્ક. મનુષ્યની જ વાત છે. અહીં સુખ નું નામ-નિશાન
નથી. આ કોઈ સુખ થોડી છે. સંન્યાસી પણ કહે છે, આ સમય નું સુખ કાગ વિષ્ટા સમાન છે,
એટલે તે ગૃહસ્થ વ્યવહાર ને છોડી દે છે. તે સ્વર્ગ કે સતયુગ ની સ્થાપના કરી ન શકે.
કૃષ્ણપુરી તો પરમાત્મા જ સ્થાપન કરે છે. શ્રીકૃષ્ણ નો આત્મા અને શરીર બંને
સતોપ્રધાન હતાં એટલે કૃષ્ણ ને ખૂબ પ્રેમ કરે છે કારણ કે પવિત્ર છે ને. ગવાયેલું પણ
છે નાનું બાળક બ્રહ્મજ્ઞાની સમાન છે. નાનાં બાળકોને વિકારની ખબર નથી હોતી.
સંન્યાસીઓને તો પણ ખબર છે. બાળક તો જન્મ થી જ મહાત્મા છે. બાળકોને તો પવિત્ર ફૂલ
કહેવાય છે. નંબરવન ફૂલ છે શ્રીકૃષ્ણ. સ્વર્ગ નવી દુનિયાનાં પહેલાં પ્રિન્સ (રાજકુમાર).
જન્મ લીધો તો કહેશે ફર્સ્ટ પ્રિન્સ. કૃષ્ણ ને તો બધાં યાદ કરે છે કે શ્રીકૃષ્ણ જેવું
બાળક મળે. હવે બાપ કહે છે કે જે બનવું છે તે બનો. ફક્ત એક કૃષ્ણ થોડી બને છે.
પ્રિન્સ ઓફ વેલ્સ કેટલાં બને છે? સેકન્ડ, થર્ડ હોય છે ને. તો અહીં પણ ડિનાયસ્ટી (વંશજ)
છે. બાપ નાં પછી બીજા ગાદી પર બેસશે. જેવી રીતે વંશજ હોય છે તેવી રીતે આ વંશજ છે.
તમારું કનેક્શન (સંબંધ) જ ક્રિશ્ચન થી છે. કૃષ્ણ અને ક્રિશ્ચન બંનેની એક જ રાશિ છે.
લેણ-દેણ પણ પરસ્પર ખૂબ ચાલે છે. ભારત થી તે કેટલું ધન લઈ ગયાં છે. હવે ફરી આપી રહ્યાં
છે. રિટર્ન સર્વિસ કરી રહ્યાં છે. આ યુરોપવાસી પરસ્પર લડીને ખતમ થઈ જશે. આનાં પર
કહાણી (વાર્તા) પણ છે - બે બિલાડી લડી, વચમાં માખણ વાંદરો ખાઈ ગયો. આ વાત હમણાંની
છે. તે પરસ્પર લડશે અને રાજ્ય ભાગ્ય તમને મળવાનું છે. હવે આપ બાળકોને અથાહ જ્ઞાન
છે. આપ બાળકોની બુદ્ધિ માં છે કે અમે બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ. એવું નહીં કે
અમે ગુજરાતી છીએ, અમે બંગાળી છીએ. આ નથી. આ મતભેદ પણ નીકળી જવો જોઈએ. આપણે એક બાપ
નાં સંતાન છીએ. બ્રહ્મા દ્વારા શિવબાબા ની શ્રીમત પર ફરીથી આપણે આપણું સ્વરાજ્ય
સ્થાપન કરી રહ્યાં છીએ - જ્ઞાન અને યોગબળ થી. યોગબળ થી જ આપણે પાવન બનીએ છીએ. બાપ
છે સર્વશક્તિમાન્, એમનાથી બળ મળે છે. તમે વિશ્વ ની બાદશાહી લો છો. લડાઈ વગેરે આમાં
કંઈ નથી કરતાં. બધું પવિત્રતા નું બળ છે. કહે પણ છે કે આવીને પતિત થી પાવન બનાવો,
તો યાદ નું જ બળ છે. એવું નહીં કે ત્યાં ગોરખધંધા માં જઈને બધું ભૂલી જાઓ. અહીં
સન્મુખ તો જ્ઞાન-સાગર ની લહેરો જોતાં રહો છો. નદીઓમાં તો તે લહેરો નથી હોતી. સાગર
ની એક લહેર કેટલું નુકસાન કરી દે છે. જ્યારે અર્થક્વેક (ધરતીકંપ) થશે તો સાગર પણ
ઉછળ ખાશે. સાગર ને સુકાવીને જમીન લીધી છે, તે જમીન પછી કેટલાં ભાવ માં વેચે છે. તમે
જાણો છો આ બોમ્બે જ નહીં રહેશે. પહેલાં આ બોમ્બે થોડી હતું, નાનું એવું ગામડું હતું.
આ માતાઓ તો ભોળી છે. આ એટલી ભણેલી-ગણેલી નથી. અહીં તો ભણેલું બધું ભૂલવાનું છે. તમે
કાંઈ નથી ભણ્યાં તો સારું છે. ભણેલાં મનુષ્ય સમજવાનાં સમયે કેટલાં પ્રશ્ન કરે છે.
અહીં તો ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. કોઈ દેહધારી મનુષ્ય ને યાદ કરવાની વાત નથી.
મહિમા છે જ એક બેહદ નાં બાપ ની. તમે જાણો છો કે ઊંચા માં ઊંચા છે એક ભગવાન પછી
સેકન્ડ નંબર માં બ્રહ્મા. આમનાથી ઊંચું કોઈ હોતું નથી. આમનાથી મોટી આસામી કોઈ નથી,
પરંતુ ચાલે જુઓ કેટલાં સાધારણ છે. કેવાં સાધારણ રીતે બાળકો સાથે બેસે છે. ટ્રેન માં
જાય છે, કોઈ શું જાણે આ કોણ છે! ભગવાન આવીને જ્ઞાન આપે છે, જરુર પ્રવેશ કરી જ્ઞાન
આપશે ને. જો કૃષ્ણ હોત તો ભીડ થઈ જાત પછી તો ભણાવી પણ ન શકે, ફક્ત દર્શન કરતાં રહે.
અહીં તો બાપ ગુપ્ત સાધારણ વેશ માં બેસી બાળકોને ભણાવે છે.
તમે છો ઈનકોગનીટો (ગુપ્ત)
સેના. તમે જાણો છો કે આપણે આત્માઓ યોગબળ થી ફરીથી આપણું રાજ્ય સ્થાપન કરી રહ્યાં
છીએ. આ જુનું શરીર છોડી જઈ નવું સુંદર શરીર ધારણ કરીશું. હમણાં છે આસુરી સંપ્રદાય
પછી બનીશું દૈવી સંપ્રદાય. આત્મા કહે છે કે હું નવી દુનિયામાં દૈવી શરીર ધારણ કરી
જઈ રાજ્ય કરીશ. આત્મા મેલ (પુરુષ) છે, શરીર પ્રકૃતિ છે. આત્મા સદૈવ મેલ છે. બાકી
શરીર હિસાબ-કિતાબ થી મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) નું મળે છે. પરંતુ હું છું અવિનાશી
આત્મા. આ ચક્ર ફરતું રહે છે. કળિયુગ નો વિનાશ પણ જરુર થશે. વિનાશ નાં આસાર પણ સામે
જુઓ છો! તે જ મહાભારત લડાઈ છે તો જરુર ભગવાન પણ હશે. કયાં રુપ માં, કયાં તન માં છે
એ આપ બાળકોનાં સિવાય કોઈને ખબર નથી. કહે પણ છે - હું બિલકુલ સાધારણ તન માં આવું
છું. હું કૃષ્ણ નાં તન માં નથી આવતો. આ જ પૂરાં ૮૪ જન્મ લે છે. હું આમનાં અનેક જન્મો
નાં અંત નાં પણ અંત માં આવું છું. ૮૪ જન્મ સૂર્યવંશી ઘરાના વાળા જ લે છે. તે જ પહેલાં
નંબર માં આવશે. સાકારી ઝાડ અને નિરાકારી ઝાડ બંનેનું તમને બધું જ્ઞાન છે. મૂળવતન થી
નંબરવાર આત્માઓ આવે છે. પહેલાં-પહેલાં દેવી-દેવતા ધર્મ નાં આત્માઓ આવે છે પછી
નંબરવાર બીજા ધર્મ વાળા આવે છે. ચિત્ર માં સમજણ તો ખૂબ ઊંચી છે. બાળકોને સમજાવવાનું
છે, કુમારીઓએ ઉભું થવું જોઈએ. કોઈ બાળકીઓ આવી-આવી વાતો સમજાવે તો કમાલ છે ને. કેટલું
નામ કાઢશે. લૌકિક, અલૌકિક બંનેનું નામ પ્રસિદ્ધ કરશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સંગમયુગ પર
શ્રેષ્ઠ કર્મ કરીને પુરુષોત્તમ બનવાનું છે. કોઈ પણ એવાં કર્મ નથી કરવાનાં જે કનિષ્ટ
બની જઈએ.
2. ગુપ્ત રુપ માં બાપ
નાં મદદગાર બની ભારત ને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે. પોતાનાં જ તન-મન-ધન થી
ભારત ને સ્વર્ગ બનાવવાનું છે. યાદ અને પવિત્રતા નું બળ જમા કરવાનું છે.
વરદાન :-
પોતાની
સંપૂર્ણ સ્ટેજ દ્વારા સર્વ પ્રકાર ની અધિનતા સમાપ્ત કરવા વાળા પ્રકૃતિ જીત ભવ
જ્યારે તમે પોતાની
સંપૂર્ણ સ્ટેજ પર સ્થિત થશો તો પ્રકૃતિ પર પણ વિજય અર્થાત્ અધિકાર નો અનુભવ થશે.
સંપૂર્ણ સ્ટેજ માં કોઈ પણ પ્રકારની અધિનતા નથી રહેતી. પરંતુ એવી સંપૂર્ણ સ્ટેજ
બનાવવા માટે ત્રણ વાતો સાથે-સાથે જોઈએ:- ૧. રુહાનિયત, ૨. રુહાબ અને ૩. રહેમદિલ નો
ગુણ. જ્યારે આ ત્રણેય વાતો પ્રત્યક્ષ રુપ માં, સ્થિતિ માં, ચહેરા કે કર્મ માં દેખાય
ત્યારે કહેવાશે અધિકારી કે પ્રકૃતિ જીત આત્મા.
સ્લોગન :-
શ્રીમત ની
લગામ મજબૂત છે તો મન રુપી ઘોડો ભાગી ન શકે.
આ અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
જો કોઈપણ અપવિત્રતા
વૃત્તિ, સ્મૃતિ કે સંકલ્પ માં છે તો બ્રાહ્મણપણા ની સ્થિતિ માં સ્થિત ન થઈ શકો એટલે
કદમ-કદમ પર સાવધાન રહો. વિશેષતાઓની સાથે જો કોઈ એક પણ કમજોરી છે તો એ કમજોરી અનેક
વિશેષતાઓને સમાપ્ત કરી દે છે.