07-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો – જ્ઞાન નું ત્રીજું નેત્ર સદા ખુલ્લું રહે તો ખુશી માં રોમાંચ ઉભાં થઈ જશે , ખુશી નો પારો સદા ચઢેલો રહેશે”

પ્રશ્ન :-
આ સમયે મનુષ્ય ની નજર ખૂબ કમજોર છે એટલે તેમને સમજાવવાની યુક્તિ શું છે?

ઉત્તર :-
બાબા કહે છે તેમનાં માટે તમે એવાં-એવાં ચિત્ર બનાવો જે તે દૂર થી જ જોઈને સમજી જાય. આ ગોળા (સૃષ્ટિચક્ર) નું ચિત્ર તો ખૂબ મોટું હોવું જોઈએ. આ છે આંધળાઓની આગળ અરીસો.

પ્રશ્ન :-
આખી દુનિયા ને સ્વચ્છ બનાવવા માં તમારા મદદગાર કોણ બને છે?

ઉત્તર :-
આ નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) તમારી મદદગાર બને છે. આ બેહદની દુનિયાની સફાઈ માટે જરુર કોઈ મદદગાર જોઈએ.

ઓમ શાંતિ!
ગાયન પણ છે બાપ પાસેથી એક સેકન્ડમાં વારસો અર્થાત્ જીવનમુક્તિ. બીજા તો બધાં છે જીવનબંધ માં. આ એક જ ત્રિમૂર્તિ અને ગોળા નું ચિત્ર જે છે, બસ, આ જ મુખ્ય છે. આ ખૂબ મોટા-મોટા હોવા જોઈએ. આંધળાઓ માટે તો મોટો અરીસો જોઈએ, જે સારી રીતે જોઈ શકે કારણ કે હમણાં બધાની નજર કમજોર છે, બુદ્ધિ ઓછી છે. બુદ્ધિને કહેવાય છે ત્રીજું નેત્ર ને? તમારી બુદ્ધિ માં હવે ખુશી થઇ છે. ખુશી થી જેમનાં રોમાંચ ઊભા નથી થતાં, માનો, શિવબાબા ને યાદ નથી કરતા તો કહેવાશે જ્ઞાન નું ત્રીજું નેત્ર થોડું ખુલ્યું છે, ધૂંધળું છે. બાપ સમજાવે છે કોઈ ને પણ સારાંશ માં સમજાવવાનું છે. મોટા-મોટા મેળા વગેરે લાગે છે, બાળકો જાણે છે સર્વિસ કરવા માટે હકીકત માં એક ચિત્ર જ બસ છે. ભલે ગોળા નું ચિત્ર હોય તો પણ વાંધો નથી. બાપ, ડ્રામા અને ઝાડ નું અથવા કલ્પવૃક્ષ નું અને ૮૪ નાં ચક્ર નું રહસ્ય સમજાવે છે. બ્રહ્મા દ્વારા બાપનો આ વારસો મળે છે. આ પણ સારી રીતે સ્પષ્ટ છે. આ ચિત્ર માં બધું આવી જાય છે અને આટલાં બધાં ચિત્રો ની આવશ્યકતા જ નથી રહેતી. આ બે ચિત્ર જ ખૂબ મોટા-મોટા શબ્દો માં હોય. લખાણ પણ હોય. જીવનમુક્તિ એ ઈશ્વરીય બર્થ રાઈટ (જન્મસિદ્ધ અધિકાર) છે, હોવનહાર વિનાશ પહેલાં. વિનાશ પણ જરુર થવાનો જ છે. ડ્રામા પ્લાન અનુસાર જાતે જ બધાં સમજી જશે. તમારે સમજાવવાની પણ દરકાર નહીં રહેશે. બેહદનાં બાપ પાસેથી બેહદ નો વારસો મળે છે. આ તો એકદમ પાક્કું યાદ રહેવું જોઈએ. પરંતુ માયા તમને ભુલાવી દે છે. સમય વિતતો જાય છે. ગાયન પણ છે ને - બહુત ગઈ... આનો અર્થ આ સમય નો જ છે. બાકી થોડો સમય જ રહી ગયો છે. સ્થાપના તો થઈ રહી છે, વિનાશ માં થોડો સમય છે. થોડા માં પણ થોડો થતો જાય છે. વિચાર પણ કરે છે કે પછી શું થશે? હમણાં તો જાગતા નથી. પાછળ થી જાગતા જશે. આંખો મોટી થતી જશે. આ આંખો નહીં બુદ્ધિ ની આંખ. નાનાં-નાનાં ચિત્રો થી એટલી મજા નથી આવતી. મોટા-મોટા બની જશે. વિજ્ઞાન પણ કેટલી મદદ કરે છે! વિનાશ માં તત્વ પણ મદદ કરે છે. વગર કોડી ખર્ચે તમને કેટલી મદદ આપે છે! તમારા માટે એકદમ સફાચટ કરી દે છે. આ એકદમ છી-છી દુનિયા છે. અજમેર માં સ્વર્ગ નું યાદગાર છે. અહીં દેલવાડા મંદિર માં સ્થાપના નું યાદગાર છે, પરંતુ કંઈ સમજી થોડી શકે છે? હવે તમે સમજદાર બન્યાં છો. ભલે મનુષ્ય કહે છે અમે નથી જાણતાં કે વિનાશ થઇ જશે, સમજ માં નથી આવતું. એક વાર્તા છે ને - વાઘ આવ્યો, વાઘ આવ્યો. નહોતા માનતાં. એક દિવસ બધી ગાયો ખાઈ ગયો. તમે પણ કહેતા રહો છો આ જૂની દુનિયા ગઈ કે ગઈ. બહુત ગઈ થોડી રહી...

આ બધું નોલેજ આપ બાળકોની બુદ્ધિમાં રહેવું જોઈએ. આત્મા જ ધારણ કરે છે. બાપ નાં પણ આત્મા માં જ્ઞાન છે, એ જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે જ્ઞાન આપે છે. જરુર એમનામાં નોલેજ છે ત્યારે તો નોલેજફુલ ગોડફાધર કહેવાય છે. એ આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. સ્વયં ને તો જાણો છો ને? અને સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે તે પણ નોલેજ છે એટલે અંગ્રેજી માં નોલેજફુલ શબ્દ બહુજ સરસ છે. મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નાં બીજરુપ છે તો એમને બધી નોલેજ છે. તમે આ જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. શિવબાબા તો છે જ નોલેજફુલ. આ સારી રીતે બુદ્ધિમાં રહેવું જોઈએ. એવું નથી, બધાની બુદ્ધિમાં એકરસ ધારણા થાય છે. ભલે લખે પણ છે પરંતુ ધારણા કંઈ નથી. નામ માત્ર લખે છે, બતાવી કોઈને પણ નહીં શકે. ફક્ત કાગળ બતાવે છે. કાગળ શું કરશે? કાગળ થી તો કોઈ સમજશે નહીં. ચિત્ર થી ખૂબ સારું સમજશે. ઊંચા માં ઊંચી નોલેજ છે તો શબ્દ પણ મોટા-મોટા હોવા જોઈએ. મોટા થી મોટા ચિત્ર જોઈ મનુષ્ય સમજશે આમાં જરુર કંઈક સાર છે. સ્થાપના અને વિનાશ પણ લખેલું છે. રાજધાની ની સ્થાપના, આ છે ગોડ ફાધરલી બર્થ રાઈટ. દરેક બાળકોનો હક છે જીવનમુક્તિ. તો બાળકોની બુદ્ધિ ચાલવી જોઈએ કે બધાં જીવનબંધ માં છે, તેમને જીવનબંધ થી જીવનમુક્તિ માં કેવી રીતે લઈ જઈએ? પહેલાં શાંતિધામ માં જઈશું પછી સુખધામ માં. સુખધામ ને જીવનમુક્તિ કહેવાશે. આ ચિત્ર ખાસ મોટા-મોટા બનવા જોઈએ. મુખ્ય ચિત્ર છે ને? ખૂબ મોટા-મોટા શબ્દ હોય તો મનુષ્ય કહેશે બી.કે. એ આટલાં મોટા ચિત્ર બનાવ્યા છે, જરુર કંઈક નોલેજ છે. તો જ્યાં-ત્યાં તમારા પણ મોટા-મોટા ચિત્ર લગાડેલા હશે તો પૂછશે, આ શું છે? બોલો, આટલાં મોટા ચિત્ર તમને સમજાવવા માટે બનાવ્યા છે. આમાં સ્પષ્ટ લખેલું છે, બેહદનો વારસો આ લોકો નો હતો. કાલ ની વાત છે, આજે એ નથી કારણ કે ૮૪ પુનર્જન્મ લેતા-લેતા નીચે આવી ગયા છે. સતોપ્રધાન થી તમોપ્રધાન તો બનવાનું જ છે. જ્ઞાન અને ભક્તિ, પૂજ્ય અને પુજારી નો ખેલ છે ને? અડધા-અડધા માં એકદમ પૂરો ખેલ બનેલો છે. તો આવાં મોટા-મોટા ચિત્ર બનાવવાની હિંમત જોઈએ. સેવા નો પણ શોખ હોવો જોઈએ. દિલ્લી નાં તો ખૂણા-ખૂણા માં સર્વિસ કરવાની છે. મેળા-મલાખડા માં તો ઘણા બધાં જાય છે ત્યાં તમને આ ચિત્ર જ કામ માં આવશે. ત્રિમૂર્તિ, ગોળો આ છે મુખ્ય. આ ખુબ સરસ વસ્તુ છે, આંધળા ની સામે જેમ કે અરીસો. આંધળાઓને ભણાવવામાં આવે છે. ભણે તો આત્મા છે ને? પરંતુ આત્માનાં ઓર્ગન્સ (અંગ) નાનાં છે, તો તેમને ભણાવવા માટે ચિત્ર વગેરે દેખાડવામાં આવે છે. પછી થોડા મોટા થાય છે તો દુનિયાનો નક્શો દેખાડે છે. પછી તે આખો નક્શો બુદ્ધિમાં રહે છે. હમણાં તમારી બુદ્ધિ માં આખા ડ્રામા નું ચક્ર છે, આટલાં બધાં ધર્મ છે, ક્યારે-ક્યારે નંબરવાર આવે છે? પછી ચાલ્યા જશે. ત્યાં તો એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, જેને સ્વર્ગ હેવન કહેવાય છે. બાપ ની સાથે યોગ લગાડવાથી આત્મા પતિત થી પાવન બની જશે. ભારતનો પ્રાચીન યોગ પ્રખ્યાત છે. યોગ અર્થાત્ યાદ. બાપ પણ કહે છે મુજ બાપ ને યાદ કરો. આ કહેવું પડે છે. લૌકિક બાપ ને કંઈ કહેવું નથી પડતું કે મને યાદ કરો. બાળકો આપો-આપ બાબા-મમ્મા કહેતા રહે છે. તે છે લૌકિક માતા-પિતા, આ છે પારલૌકિક, જેમનું ગાયન છે - તમારી કૃપા થી સુખ ઘનેરા. જેમને દુઃખ છે, તેઓ જ ગાય છે. સુખ માં તો કહેવાની આવશ્યકતા જ નથી રહેતી. દુ:ખ માં છે ત્યારે પોકારે છે. હવે તમે સમજી ગયા છો આ માતા-પિતા છે. બાપ કહે છે ને - દિવસે-દિવસે તમને ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવું છું. પહેલાં ખબર હતી કે માતા-પિતા કોને કહેવાય છે? હવે તમે જાણો છો પિતા તો આમને જ કહેવાય છે. પિતા પાસેથી વારસો મળે છે બ્રહ્મા દ્વારા. માતા પણ જોઈએ ને? કારણ કે બાળકોને અડોપ્ટ કરવાનાં છે. આ વાત કોઈને પણ ધ્યાનમાં નથી આવતી. તો બાબા ઘડી-ઘડી કહે છે - મીઠાં-મીઠાં બાળકો, બાપ ને યાદ કરતા રહો. લક્ષ મળી ગયું છે પછી ભલે ક્યાંય પણ જાઓ. વિલાયત માં જાઓ, ૭ દિવસ નો કોર્સ કર્યો તો ઘણું છે. બાપ પાસેથી તો વારસો લેવાનો જ છે. યાદ થી જ આત્મા પાવન બનશે. સ્વર્ગનાં માલિક બનશો. આ લક્ષ તો બુદ્ધિમાં છે પછી ભલે ક્યાંય પણ જાઓ. બધું જ્ઞાન ગીતા નું આ બેજ માં છે. કોઈને પૂછવાની પણ આવશ્યકતા નહીં રહેશે કે શું કરવાનું છે. બાપ પાસેથી વારસો લેવો છે તો જરુર બાપ ને યાદ કરવાનાં છે. તમે આ વારસો બાપ પાસેથી અનેકવાર લીધો છે. ડ્રામા નું ચક્ર રિપીટ થતું રહે છે. અનેકવાર તમે શિક્ષક પાસેથી ભણીને કોઈને કોઈ પદ પ્રાપ્ત કરો છો. ભણવામાં બુદ્ધિયોગ શિક્ષક સાથે રહે છે ને? પરીક્ષા ભલે નાની હોય, કે મોટી હોય, ભણે તો આત્મા છે ને? આમનો પણ આત્મા ભણે છે. શિક્ષક ને અને બીજું મુખ્ય-ઉદ્દેશ ને યાદ કરવાનાં છે. સૃષ્ટિનાં ચક્ર ને પણ બુદ્ધિ માં રાખવાનું છે. બાપ અને વારસા ને યાદ કરવાનાં છે. દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. જેટલી ધારણા કરશો તેટલું ઊંચું પદ મેળવશો. સારી રીતે યાદ કરતા રહો છો પછી અહીં આવવાની પણ શું આવશ્યકતા છે? પરંતુ તો પણ આવે છે. આવાં ઊંચા બાપ, જેમની પાસેથી આટલો બેહદ નો વારસો મળે છે, એમને મળીને તો આવીએ. મંત્ર લઈને બધાં આવે છે. તમને તો બહુજ શ્રેષ્ઠ મંત્ર મળ્યો છે. નોલેજ તો બધી સારી રીતે બુદ્ધિ માં છે.

હવે આપ બાળકો સમજો છો કે વિનાશી કમાણી ની પાછળ વધારે સમય ખોટો નથી કરવાનો. તે તો બધું માટી માં મળી જશે. બાપ ને કંઈ જોઈએ કે? કંઈ પણ નહીં. કોઈ પણ ખર્ચો વગેરે કરો છો તો સ્વયં માટે કરો છો. આમાં પાઇ-પૈસા નો પણ ખર્ચો નથી. કોઈ ગોળા કે ટેન્ક વગેરે તો ખરીદવાનાં નથી લડાઈ માટે. કંઈ પણ નહીં. તમે લડવા છતાં પણ આખી દુનિયાથી ગુપ્ત છો. તમારી લડાઈ જુઓ કેવી છે? આને કહેવાય છે યોગબળ, બધી ગુપ્ત વાતો છે. આમાં કોઈ ને મારવાની દરકાર નથી. તમારે ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. આ બધાનાં મોત ડ્રામા માં નોંધાયેલા છે. દર પ હજાર વર્ષ પછી તમે યોગબળ જમા કરવા માટે ભણતર ભણો છો. ભણતર પૂરું થાય પછી પ્રારબ્ધ જોઈએ નવી દુનિયામાં. જૂની દુનિયાનાં માટે આ નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) છે. ગાયન પણ છે ને - સ્વયં નાં કુળ નો વિનાશ કેવી રીતે કરે છે? કેટલું મોટું કુળ છે? આખું યુરોપ આવી જાય છે. આ ભારત તો અલગ ખૂણા માં છે. બાકી બધાં ખલાસ થઈ જવાનાં છે. યોગબળ થી તમે આખા વિશ્વ પર વિજય મેળવો છો, પવિત્ર પણ બનવાનું છે આ લક્ષ્મી-નારાયણ ની જેમ. ત્યાં કુદૃષ્ટિ છે જ નહીં. આગળ જઈને તમને ખૂબ સાક્ષાત્કાર થશે. પોતાનાં દેશ નાં નજીક આવવાથી ઝાડ દેખાવા લાગે છે ને? તો ખુશી થાય છે - હવે આવીને પહોંચ્યા છીએ પોતાનાં ઘર ની નજીક. તમે પણ ઘર તરફ ચાલી પડ્યા છો પછી આપણા સુખધામ માં આવશો. બાકી થોડો સમય છે, સ્વર્ગ થી વિદાય લીધે કેટલો સમય થઈ ગયો છે? હવે ફરી સ્વર્ગ નજીક આવી રહ્યું છે. તમારી બુદ્ધિ ચાલી જાય છે ઉપર. તે છે નિરાકારી દુનિયા, જેને બ્રહ્માંડ પણ કહેવાય છે. આપણે ત્યાંના રહેવાવાળા છીએ. અહીં ૮૪ નો પાર્ટ ભજવ્યો. હવે આપણે જઈએ છીએ. તમે બાળકો છો ઓલરાઉન્ડર, શરુ થી લઇને પૂરાં ૮૪ જન્મ લેવાવાળા છો. પછી થી આવવા વાળા ને ઓલરાઉન્ડર નહીં કહેવાય. બાપે સમજાવ્યું છે - વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલાં જન્મ લો છો? એક જન્મ સુધી પણ છે. છેલ્લે બધાં ચાલ્યા જશે પાછાં. નાટક પૂરું થયું, ખેલ ખલાસ. હવે બાપ સમજાવે છે - મને યાદ કરો, અંત મતી સો ગતિ થઈ જશે. બાપ ની પાસે પરમધામ માં ચાલ્યા જશો. તેને કહેવાય છે મુક્તિધામ, શાંતિધામ અને પછી સુખધામ. આ છે દુઃખધામ. ઉપર થી દરેક સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવે છે. એક જન્મ હશે તો તેમાં પણ આ ૪ સ્ટેજ ને પાર કરશે. કેટલું સારું બાળકોને બેસીને સમજાવે છે, તો પણ યાદ નથી કરતાં. બાપ ને ભૂલી જાય છે, નંબરવાર તો છે ને? બાળકો જાણે છે નંબરવાર પુરુષાર્થ અનુસાર રુદ્ર માળા બને છે. કેટલાં કરોડ ની રુદ્ર માળા છે? બેહદ વિશ્વ ની આ માળા છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, બંને ની અટક જુઓ, આ પ્રજાપિતા બ્રહ્મા નું નામ છે. અડધા કલ્પ પછી આવે છે રાવણ. દૈવીવંશ પછી ઇસ્લામવંશ… આદમ-બીબી ને પણ યાદ કરે છે, પેરેડાઇઝ (વૈકુંઠ) ને પણ યાદ કરે છે. ભારત વૈકુંઠ સ્વર્ગ હતું, બાળકો ને ખુશી તો ખૂબ થવી જોઈએ. બેહદ નાં બાપ, ઊંચે થી ઊંચાં ભગવાન, ઊંચેથી ઊંચું ભણાવે છે. ઊંચેથી ઊંચુ પદ મળે છે. સૌથી ઊંચે થી ઊંચા શિક્ષક છે બાપ. એ શિક્ષક પણ છે, ફરી સાથે લઈ જાય છે તો સદ્દગુરુ પણ છે. આવાં બાપ કેમ નહીં યાદ રહેશે? ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ. પરંતુ યુદ્ધ નું મેદાન છે, માયા સ્થિર નથી થવા દેતી. ઘડી-ઘડી નીચે પડે છે. બાપ તો કહે છે – બાળકો, યાદ થી જ તમે માયાજીત બનશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે શીખવાડે છે તેને અમલ માં લાવવાનું છે, ફક્ત કાગળ પર નોંધ નથી કરવાની. વિનાશ ની પહેલાં જીવનબંધ થી જીવનમુક્ત પદ પ્રાપ્ત કરવાનું છે.

2. સ્વયં નો સમય વિનાશી કમાણી ની પાછળ અધિક ખોટો નથી કરવાનો કારણ કે આ તો બધું માટી માં મળી જવાનું છે એટલે બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો લેવાનો છે અને દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે.

વરદાન :-
યોગબળ દ્વારા માયા ની શક્તિ પર જીત પ્રાપ્ત કરવા વાળા સદા વિજયી ભવ

જ્ઞાનબળ અને યોગબળ સૌથી શ્રેષ્ઠ બળ છે. જેવી રીતે વિજ્ઞાન નું બળ અંધકાર પર વિજય પ્રાપ્ત કરી અજવાળુ કરી દે છે. એવી રીતે યોગબળ સદા માટે માયા પર જીત પ્રાપ્ત કરાવી વિજયી બનાવી દે છે. યોગબળ એટલું શ્રેષ્ઠ બળ છે જે માયા ની શક્તિ તેની આગળ કંઈ પણ નથી. યોગબળ વાળા આત્માઓ સ્વપ્ન માં પણ માયા થી હાર નથી ખાઈ શકતાં. સ્વપ્ન માં પણ કોઈ કમજોરી આવી નથી શકતી. એવું વિજય નું તિલક તમારા મસ્તક પર લાગેલું છે.

સ્લોગન :-
નંબરવન માં આવવું છે તો વ્યર્થ ને સમર્થ માં પરિવર્તન કરી દો.