07-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શિવબાબા આવ્યા છે . તમારા બધાં ભંડારા ભરપૂર કરવા , કહેવાય પણ છે ભંડારા ભરપૂર કાળ કંટક દૂર”

પ્રશ્ન :-
જ્ઞાનવાન બાળકોની બુદ્ધિમાં કઈ એક વાત નો પાક્કો નિશ્ચય હશે?

ઉત્તર :-
તેમને દૃઢ નિશ્ચય હશે કે અમારો જે પાર્ટ છે, તે ક્યારેય ઘસાતો-ભૂસાતો નથી. મુજ આત્મા માં ૮૪ જન્મો નો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે, આ જ બુદ્ધિમાં જ્ઞાન છે તો જ્ઞાનવાન છે. નહીં તો બધું જ્ઞાન બુદ્ધિ થી ઊડી જાય છે.

ઓમ શાંતિ!
બાપ આવીને રુહાની બાળકો પ્રત્યે શું કહે છે? શું સેવા કરે છે? આ સમયે બાપ રુહાની ભણતર ભણાવવાની સેવા કરે છે. આ પણ તમે જાણો છો. બાપનો પણ પાર્ટ છે, શિક્ષક નો પણ પાર્ટ છે અને ગુરુનો પણ પાર્ટ છે. ત્રણેય પાર્ટ સારી રીતે ભજવી રહ્યા છે. તમે જાણો છો - એ બાપ પણ છે, સદ્દગતિ આપવા વાળા ગુરુ પણ છે અને બધાં માટે છે. નાના, મોટા, વૃદ્ધ, જુવાન બધાં માટે એક જ છે. સુપ્રીમ બાપ, સુપ્રીમ શિક્ષક છે. બેહદની શિક્ષા આપે છે. તમે કોન્ફરન્સ માં પણ સમજાવી શકો છો કે અમે બધા ની બાયોગ્રાફી (જીવનકહાણી) ને જાણીએ છીએ. પરમપિતા પરમાત્મા શિવબાબા ની જીવન-કહાણી ને પણ જાણીએ છીએ. નંબરવાર બધું બુદ્ધિમાં યાદ હોવું જોઈએ. આખું વિરાટરુપ જરુર બુદ્ધિમાં રહેતું હશે. આપણે હમણાં બ્રાહ્મણ બન્યા છીએ, પછી આપણે દેવતા બનીશું, પછી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનીશું. આ તો બાળકોને યાદ છે ને? સિવાય આપ બાળકોનાં બીજા કોઈને આ વાતો યાદ નહીં હશે. ઉત્થાન અને પતનનું બધું રહસ્ય બુદ્ધિમાં રહે. આપણે ઉત્થાનમાં હતાં પછી પતન માં આવ્યા, હમણાં વચ્ચે છીએ. શુદ્ર પણ નથી, પૂરા બ્રાહ્મણ પણ નથી બન્યાં. જો હમણાં પાક્કા બ્રાહ્મણ હશે તો પછી શૂદ્રપણા નાં કર્મ ન થાય. બ્રાહ્મણો માં પણ પછી શુદ્રપણું આવી જાય છે. આ પણ તમે જાણો છો - ક્યારથી પાપ શરુ કર્યા છે? જ્યારથી કામ ચિતા પર ચઢ્યા છીએ, તો તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે. ઉપરમાં છે પરમપિતા પરમાત્મા બાપ, પછી તમે આત્માઓ છો. આ વાતો આપ બાળકોની બુદ્ધિમાં જરુર યાદ રહેવી જોઈએ. હમણાં આપણે બ્રાહ્મણ છીએ, દેવતા બની રહ્યા છીએ, પછી વૈશ્ય, શુદ્ર ડિનાયસ્ટી (દૈવી વંશ) માં આવીશું. બાપ આવીને આપણને શુદ્ર થી બ્રાહ્મણ બનાવે છે, પછી આપણે બ્રાહ્મણ થી દેવતા બનીશું. બ્રાહ્મણ બની કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરી ફરી પાછા જઈશું. તમે બાપને પણ જાણો છો. બાજોલી અથવા ૮૪નાં ચક્રને પણ તમે જાણો છો. બાજોલી થી તમને ખૂબ સરળ કરી સમજાવે છે. તમને ખૂબ હલકા બનાવે છે કારણકે સ્વયંને બિંદી સમજી અને ઝટ ભાગશે. વિદ્યાર્થી ક્લાસમાં બેઠાં રહે છે તો બુદ્ધિમાં ભણતર જ યાદ રહે છે. તમને પણ આ ભણતર યાદ રહેવું જોઈએ. હમણાં આપણે સંગમયુગ પર છીએ, ફરી આ ચક્ર લગાવીશું. આ ચક્ર સદૈવ બુદ્ધિ માં ફરતું રહેવું જોઈએ. આ ચક્ર વગેરે ની નોલેજ આપ બ્રાહ્મણોની પાસે જ છે, ન કે શુદ્રોની પાસે. દેવતાઓ ની પાસે પણ આ જ્ઞાન નથી. હમણાં તમે સમજો છો ભક્તિમાર્ગમાં જે ચિત્રો બન્યાં છે, બધાં ડિફેક્ટેડ છે. તમારી પાસે છે એક્યુરેટ કારણકે તમે એક્યુરેટ બનો છો. હમણાં તમને જ્ઞાન મળ્યું છે ત્યારે સમજો છો ભક્તિ કોને કહેવાય છે? જ્ઞાન કોને કહેવાય છે? જ્ઞાન આપવા વાળા બાપ જ્ઞાનનાં સાગર હમણાં મળ્યા છે. સ્કુલમાં ભણે છે, મુખ્ય ઉદ્દેશ ની પણ ખબર તો પડે છે ને? ભક્તિમાર્ગમાં તો મુખ્ય ઉદ્દેશ હોતો નથી. આ થોડી તમને ખબર હતી કે આપણે ઊંચ દેવી-દેવતા હતા પછી નીચે ઉતર્યા છીએ. હમણાં જ્યારે બ્રાહ્મણ બન્યાં છીએ ત્યારે ખબર પડે છે. બ્રહ્માકુમાર-કુમારીઓ જરુર આગળ પણ બન્યા હતાં. પ્રજાપિતા બ્રહ્મા નું નામ તો પ્રખ્યાત છે. પ્રજાપિતા તો મનુષ્ય છે ને. એમનાં આટલા અસંખ્ય બાળકો છે, જરુર એડોપ્ટેડ (દત્તક) હોવા જોઈએ. કેટલાય એડોપ્ટેડ છે. આત્મા નાં રુપમાં તો બધાં ભાઈ-ભાઈ છે. હવે તમારી બુદ્ધિ કેટલી દૂર જાય છે? તમે જાણો છો જેમ ઉપર માં તારાઓ સ્થિર છે. દૂરથી કેટલા નાના દેખાય છે. તમે પણ બહુ જ નાનાં આત્મા છો. આત્મા ક્યારેય નાનો-મોટો નથી હોતો. હા, તમારું પદ ખૂબ ઊંચું છે. તેમને પણ સૂર્ય દેવતા, ચંદ્રમા દેવતા કહેવાય છે. સૂર્ય બાપ, ચંદ્ર મા કહેવાશે. બાકી આત્માઓ બધા છે નક્ષત્ર તારાઓ. તો આત્માઓ બધા એક જેવા નાના છે. અહીં આવીને પાર્ટધારી બને છે. દેવતાઓ તો તમે જ બનો છો.

આપણે ખૂબ પાવરફુલ બની રહ્યા છીએ. બાપને યાદ કરવાથી આપણે સતોપ્રધાન દેવતા બની જઈશું. નંબરવાર થોડો-થોડો ફરક તો રહે છે. કોઈ આત્મા પવિત્ર બની સતોપ્રધાન દેવતા બની જાય છે, કોઈ આત્મા પૂરો પવિત્ર નથી બનતો. જ્ઞાનને જરા પણ નથી જાણતો. બાપે સમજાવ્યું છે બાપ નો પરિચય તો જરુર બધા ને મળવો જોઈએ. અંત માં બાપ ને તો જાણશે ને? વિનાશ નાં સમયે બધા ને ખબર પડે છે બાપ આવેલા છે. હમણાં પણ કોઈ-કોઈ કહે છે ભગવાન જરુર ક્યાંક આવેલા છે પરંતુ ખબર નથી પડતી. સમજે છે કોઈ પણ રુપ માં આવી જશે. મનુષ્ય મત તો ઘણી છે ને? તમારી છે એક જ ઈશ્વરીય મત. તમે ઈશ્વરીય મત થી શું બનો છો? એક છે મનુષ્ય મત, બીજી છે ઇશ્વરીય મત અને ત્રીજી છે દેવતા મત. દેવતાઓને પણ મત કોણે આપી? બાપે. બાપની શ્રીમત છે જ શ્રેષ્ઠ બનાવવા વાળી. શ્રી શ્રી બાપને જ કહીશું, ન કે મનુષ્યને. શ્રી શ્રી જ આવીને શ્રી બનાવે છે. દેવતાઓને શ્રેષ્ઠ બનાવવાં વાળા બાપ જ છે, એમને શ્રી શ્રી કહીશું. બાપ કહે છે હું તમને આવા લાયક બનાવું છું. તે લોકોએ પછી પોતાના પર શ્રી શ્રી નું ટાઈટલ રાખી દીધું છે. કોન્ફરન્સ (સભા) માં પણ તમે સમજાવી શકો છો. તમે જ સમજાવવા માટે નિમિત્ત બનેલા છો. શ્રી શ્રી તો છે જ એક શિવબાબા, જે આવા શ્રી દેવતા બનાવે છે. તે લોકો શાસ્ત્રો વગેરેનું ભણતર ભણીને ટાઇટલ લઈ આવે છે. તમને તો શ્રી શ્રી બાપ જ શ્રી અર્થાત્ શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. આ છે જ તમોપ્રધાન, ભ્રષ્ટાચારી દુનિયા. ભ્રષ્ટાચાર થી જન્મ લે છે. ક્યાં બાપનું ટાઇટલ, ક્યાં આ પતિત મનુષ્ય પોતાના પર રાખે છે. સાચ્ચા-સાચ્ચા શ્રેષ્ઠ મહાન આત્માઓ તો દેવી-દેવતા છે ને? સતોપ્રધાન દુનિયામાં કોઈ પણ તમોપ્રધાન મનુષ્ય હોઈ ન શકે. રજો માં રજો મનુષ્ય જ રહેશે, ન કે તમોગુણી. વર્ણ પણ ગવાય છે ને? હમણાં તમે સમજો છો, પહેલાં તો આપણે કંઈ પણ નહોતા સમજતાં. હવે બાપ કેટલાં સમજદાર બનાવે છે. તમે કેટલાં ધનવાન બનો છો. શિવબાબા નો ભંડારો ભરપૂર છે. શિવબાબા નો ભંડારો કયો છે? (અવિનાશી જ્ઞાન રત્નોનો) શિવબાબા નો ભંડારો ભરપૂર કાળ-કંટક દૂર. બાપ આપ બાળકોને જ્ઞાન-રત્ન આપે છે. સ્વયં છે સાગર. જ્ઞાન-રત્નો નાં સાગર છે. બાળકોની બુદ્ધિ બેહદમાં જવી જોઈએ. આટલાં કરોડ આત્માઓ બધા પોત-પોતાના શરીરરુપી તખ્ત પર વિરાજમાન છે. આ બેહદનું નાટક છે. આત્મા આ તખ્ત પર વિરાજમાન થાય છે. તખ્ત એક ન મળે બીજાથી. બધા નાં ફિચર્સ અલગ-અલગ છે, આને કહેવાય છે કુદરત. દરેકનો કેવો અવિનાશી પાર્ટ છે? આટલાં નાના આત્મા માં ૮૪ જન્મો નો રેકોર્ડ ભરેલો રહે છે. અતિ સૂક્ષ્મ છે. આનાંથી સૂક્ષ્મ વન્ડર કોઈ હોઈ ન શકે. આટલાં નાના આત્મામાં બધો પાર્ટ ભરેલો છે, જે અહીં જ પાર્ટ ભજવે છે. સૂક્ષ્મવતન માં તો કોઈ પાર્ટ ભજવતો નથી. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. બાપ દ્વારા તમે બધું જાણી જાઓ છો. આ જ નોલેજ છે. એવું નથી કે બધા નાં મનને જાણવા વાળા છે. આ નોલેજ જાણે છે, જે નોલેજ તમારા માં પણ ઈમર્જ થઈ રહ્યું છે. જે નોલેજ થી જ તમે આટલું ઊંચ પદ મેળવો છો. આ પણ સમજ રહે છે ને? બાપ છે બીજરુપ. એમનાં માં ઝાડ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. મનુષ્યો એ તો લાખો વર્ષ આયુ આપી દીધી છે, તો જ્ઞાન રહી ન શકે. હવે તમને સંગમ પર આ બધું જ્ઞાન મળી રહ્યું છે. બાપ દ્વારા તમે આખા આ ચક્ર ને જાણી જાઓ છો. આની પહેલા તમે કંઈ જ નહોતા જાણતાં. હમણાં તમે સંગમ પર છો. આ છે તમારો અંત નો જન્મ. પુરુષાર્થ કરતા-કરતા ફરી તમે પૂરા બ્રાહ્મણ બની જશો. હમણાં નથી. હમણાં તો સારા-સારા બાળકો પણ બ્રાહ્મણ થી ફરી શૂદ્ર બની જાય છે. આને કહેવાય છે માયાથી હાર ખાવી. બાબાનાં ખોળાથી હારીને, રાવણનાં ખોળામાં ચાલ્યા જાય છે. ક્યાં બાપનો શ્રેષ્ઠ બનવાનો ખોળો, ક્યાં ભ્રષ્ટ બનવાનો ખોળો. સેકન્ડમાં જીવનમુક્તિ. સેકન્ડમાં પૂરી દુર્દશા થઈ જાય છે. બ્રાહ્મણ બાળકો સારી રીતે જાણે છે - કેવી દુર્દશા થઈ જાય છે. આજે બાપનાં બને છે, કાલે ફરી માયાનાં પંજા માં આવીને રાવણનાં બની જાય છે. પછી તમે બચાવવાની કોશિશ કરો છો તો કોઈ-કોઈ બચી પણ જાય છે. તમે જુઓ છો ડૂબે છે તો બચાવવાની કોશિશ કરતા રહો. કેટલી ખિટ-પિટ થાય છે.

બાપ બેસીને બાળકોને સમજાવે છે. અહીં સ્કૂલમાં તમે ભણો છો ને? તમને ખબર છે કેવી કેવી રીતે આપણે આ ચક્ર લગાવીએ છીએ? આપ બાળકો ને શ્રીમત મળે છે આમ-આમ કરો. ભગવાનુવાચ તો જરુર છે. એમની શ્રીમત થઈ ને? હું આપ બાળકોને હવે શુદ્ર થી દેવતા બનાવવા આવ્યો છું. હમણાં કળિયુગ માં છે શુદ્ર સંપ્રદાય. તમે જાણો છો કળિયુગ પૂરો થઈ રહ્યો છે. તમે સંગમ પર બેઠાં છો. આ બાપ દ્વારા તમને નોલેજ મળી છે. શાસ્ત્ર જે પણ બનાવેલા છે તે બધા માં છે મનુષ્ય મત. ઈશ્વર તો શાસ્ત્ર બનાવતા નથી. એક ગીતા ની ઉપર જ કેટલાં નામ રાખી દીધા છે. ગાંધી ગીતા, ટાગોર ગીતા વગેરે-વગેરે. ઘણા નામ છે. ગીતા ને મનુષ્ય આટલું કેમ વાંચે છે? સમજતા તો કંઈ પણ નથી. અધ્યાય તે જ ઉઠાવીને અર્થ પોત-પોતાનો કરતા રહે છે. તે તો બધા મનુષ્યો નાં બનાવેલા થઈ ગયા ને? તમે કહી શકો છો મનુષ્ય મતની બનાવેલી ગીતા વાંચવાથી આજે આ હાલ થયો છે. ગીતા જ પહેલા નંબર નું શાસ્ત્ર છે ને? તે છે દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર. આ તમારો બ્રાહ્મણ કુળ છે. આ પણ બ્રાહ્મણ ધર્મ છે ને? કેટલા ધર્મ છે? જેણે-જેણે જે ધર્મ રચેલો છે તેનું તે નામ ચાલે છે. જૈની લોકો મહાવીર કહે છે. આપ બાળકો બધા મહાવીર-મહાવીરનીઓ છો. તમારા મંદિર માં યાદગાર છે. રાજયોગ છે ને? નીચે યોગ-તપસ્યા માં બેઠાં છો, ઉપર માં રાજાઈ નું ચિત્ર છે. રાજયોગ નું એક્યુરેટ મંદિર છે. પછી કોઈએ શું નામ રાખી દીધું છે, કોઈએ શું? યાદગાર છે બિલકુલ એક્યુરેટ, બુદ્ધિથી કામ લઈ ઠીક બનાવ્યું છે, પછી જેમણે જે નામ કહ્યું તે રાખી દીધું છે. આ મોડલ રુપમાં બનાવ્યું છે. સ્વર્ગ અને રાજયોગ સંગમયુગ નું બનાવેલ છે. તમે આદિ-મધ્ય-અંત ને જાણો છો. આદિ ને પણ તમે જોયું છે. આદિ સંગમયુગ ને કહો કે સતયુગ ને કહો? સંગમયુગ નું દૃશ્ય નીચે દેખાડે છે પછી રાજાઈ ઉપરમાં દેખાડે છે. તો સતયુગ છે આદિ, પછી મધ્ય માં છે દ્વાપર. અંત ને તમે જુઓ જ છો. આ બધું ખતમ થઈ જવાનું છે. પૂરું યાદગાર બનેલું છે. દેવી-દેવતાઓ જ ફરી વામમાર્ગ માં જાય છે. દ્વાપર માં વામમાર્ગ શરુ થાય છે. યાદગાર પૂરી એક્યુરેટ છે. યાદગાર માં ઘણા મંદિર બનાવ્યા છે. અહીં જ બધી નિશાનીઓ છે. મંદિર પણ અહીં જ બને છે. દેવી-દેવતાઓ ભારતવાસી જ રાજ્ય કરીને ગયા છે ને? પછી કેટલાં મંદિર બનાવે છે. શીખ લોકો ઘણા હશે તો તેઓ પોતાના મંદિર બનાવી દેશે. મિલેટ્રી વાળા પણ પોતાના મંદિર બનાવી દે છે. ભારતવાસી પોતાના કૃષ્ણ અથવા લક્ષ્મી-નારાયણ નું મંદિર બનાવશે. હનુમાન, ગણેશ નાં બનાવશે. આ આખું સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? કેવી રીતે સ્થાપના, વિનાશ, પાલના થાય છે? - આ તમે જ જાણો છો. આને કહેવાય છે અંધારી રાત. બ્રહ્માનો દિવસ અને રાત જ ગવાય છે કારણકે બ્રહ્મા જ ચક્રમાં આવે છે. હમણાં તમે બ્રાહ્મણ છો ફરી દેવતા બનશો. મુખ્ય તો બ્રહ્મા થયા ને? બ્રહ્મા ને રાખે કે વિષ્ણુને રાખે? બ્રહ્મા છે રાતનાં અને વિષ્ણુ છે દિવસનાં. તેઓ જ રાત થી ફરી દિવસમાં આવે છે. દિવસ થી ફરી ૮૪ જન્મો બાદ રાત માં આવે છે. કેટલું સહજ સમજાવાય છે. આ પણ પૂરું યાદ નથી કરી શકતાં. પૂરી રીતે નથી ભણતા તો નંબરવાર પુરુષાર્થ અનુસાર પદ મેળવે છે. જેટલું યાદ કરશો સતોપ્રધાન બનશો. સતોપ્રધાન સો ભારત તમોપ્રધાન. બાળકોમાં કેટલું જ્ઞાન છે. આ નોલેજ સિમરણ કરવાની છે. આ જ્ઞાન છે જ નવી દુનિયા માટે, જે બેહદનાં બાપ આવીને આપે છે. બધા મનુષ્ય બેહદનાં બાપને યાદ કરે છે. અંગ્રેજ લોકો પણ કહે છે ઓ ગોડફાદર લિબ્રેટર, ગાઈડ અર્થ તો આપ બાળકોની બુદ્ધિમાં છે. બાપ આવીને દુઃખની દુનિયા આયરન એજ થી કાઢી ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) માં લઈ જાય છે. ગોલ્ડન એજ જરુર પાસ થઈને ગયો છે ત્યારે તો યાદ કરો છો ને? આપ બાળકોને અંદર ખૂબ ખુશી રહેવી જોઈએ, અને દૈવી કર્મ પણ કરવા જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ થી જે અવિનાશી જ્ઞાન-રત્નોનો અખૂટ ખજાનો મળી રહ્યો છે - તેને સ્મૃતિ માં રાખી બુદ્ધિને બેહદ માં લઈ જવાની છે. આ બેહદ નાટકમાં કેવી રીતે આત્માઓ પોત-પોતાના તખ્ત પર વિરાજમાન છે? - આ કુદરતને સાક્ષી થઈ જોવાનું છે.

2. સદા બુદ્ધિમાં યાદ રહે કે આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ, આપણને બાપનો શ્રેષ્ઠ ખોળો મળ્યો છે. આપણે રાવણનાં ખોળામાં જઈ નથી શકતાં. આપણું કર્તવ્ય છે - ડૂબવા વાળા ને પણ બચાવવા.

વરદાન :-
વ્યર્થ સંકલ્પ રુપી સ્તંભ ને આધાર બનાવવાની બદલે સર્વ સંબંધો નાં અનુભવ ને વધારવા વાળા સાચાં સ્નેહી ભવ

માયા કમજોર સંકલ્પને મજબૂત બનાવવા માટે ખૂબ રોયલ સ્તંભ લગાવે છે, વારંવાર આ જ સંકલ્પ આપે છે કે આવું તો થાય જ છે, મોટા-મોટા પણ આવું કરે છે, હજી સંપૂર્ણ તો થયા નથી, જરુર કોઈ ન કોઈ કમજોરી તો રહેશે જ… આ જ વ્યર્થ સંકલ્પ રુપી સ્તંભ કમજોરી ને વધારે મજબૂત કરી દે છે. હવે આવા સ્તંભ નો આધાર લેવાની બદલે સર્વ સંબંધોનાં અનુભવને વધારો. સાકાર રુપમાં સાથ નો અનુભવ કરતા સાચાં સ્નેહી બનો.

સ્લોગન :-
સંતુષ્ટતા બધા થી મોટો ગુણ છે, જે સદા સંતુષ્ટ રહે છે તે જ પ્રભુ પ્રિય, લોક પ્રિય અને સ્વયં પ્રિય બને છે.