07-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બધો આધાર કર્મો પર છે , સદા ધ્યાન રહે કે માયા નાં વશીભૂત કોઈ ઉલ્ટા કર્મ ન થાય જેની સજા ખાવી પડે”

પ્રશ્ન :-
બાપ ની નજર માં સૌથી અધિક (વધારે) બુદ્ધિવાન કોણ છે ?

ઉત્તર :-
જેમનાં માં પવિત્રતા ની ધારણા છે એ જ બુદ્ધિવાન છે અને જે પતિત છે તે બુદ્ધિહીન છે. લક્ષ્મી-નારાયણ ને સૌથી અધિક બુદ્ધિવાન કહેવાશે. આપ બાળકો હમણાં બુદ્ધિવાન બની રહ્યા છો. પવિત્રતા જ સૌથી મુખ્ય છે એટલે બાપ સાવધાન કરે છે - બાળકો, આ આંખો દગો ન આપે, એનાથી સંભાળ કરજો. આ જૂની દુનિયાને જોવા છતાં પણ ન જુઓ. નવી દુનિયા સ્વર્ગ ને યાદ કરો.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો આ તો સમજે છે આ જૂની દુનિયા માં આપણે હવે થોડા દિવસો નાં મુસાફર છીએ. દુનિયાનાં મનુષ્ય સમજે છે હજી ૪૦ હજાર વર્ષ અહીં રહેવાનું છે. આપ બાળકો ને તો નિશ્ચય છે ને? આ વાતો ભૂલો નહીં. અહીં બેઠાં છો તો પણ આપ બાળકોને અંદર ગદ્દ-ગદ્દ થવું જોઈએ. આ આંખોથી જે કંઈ જુઓ છો, બધું વિનાશ થવાનું છે. આત્મા તો અવિનાશી છે. આપણે આત્માએ ૮૪ જન્મ લીધાં છે. હમણાં બાબા આવ્યા છે ઘરે લઈ જવા માટે. જૂની દુનિયા જ્યારે પૂરી થાય છે ત્યારે બાપ આવે છે નવી દુનિયા બનાવવાં. નવી થી જૂની, જૂની થી નવી દુનિયા કેવી રીતે થાય છે? આ તમારી બુદ્ધિ માં છે. આપણે અનેક વાર ચક્ર લગાવ્યું છે. હવે ચક્ર પૂરું થાય છે. નવી દુનિયા માં આપણે થોડાક જ દેવતાઓ રહીએ છીએ. મનુષ્ય નહીં હશે. બાકી કર્મો પર બધો આધાર છે. મનુષ્ય ઉલ્ટા કર્મ કરે છે તો તે અંદર ખાય છે જરુર એટલા માટે બાપ પૂછે છે કે આ જન્મ માં કોઈ એવા પાપ તો નથી કર્યાં? આ છે પતિત છી-છી રાવણ રાજ્ય. આ ધુન્ધકારી (ધૂંધળી) દુનિયા છે. હમણાં બાપ આપ બાળકોને વારસો આપી રહ્યા છે. હવે તમે ભક્તિ નથી કરતાં. ભક્તિ નાં અંધકાર માં ધક્કા ખાઈને આવ્યા છો. હવે બાપ નો હાથ મળ્યો છે. બાપ નાં સહારા વગર તમે વિષય વૈતરણી નદી માં ગોથા ખાતા હતાં. અડધો કલ્પ છે જ ભક્તિ, જ્ઞાન મળવાથી તમે સતયુગી નવી દુનિયા માં ચાલ્યા જાઓ છો. હમણાં તો આ છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે તમે પતિત છી-છી થી ગુલ-ગુલ, કાંટાઓ થી ફૂલ બની રહ્યા છો. આ કોણ બનાવે છે? બેહદનાં બાપ. લૌકિક બાપ ને બેહદ નાં બાપ નહીં કહેવાશે. તમે બ્રહ્મા અને વિષ્ણુ નાં પણ કર્તવ્ય ને જાણી ગયા છો. તો તમને કેટલો શુદ્ધ નશો રહેવો જોઈએ? મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન... આ બધું સંગમ પર જ હોય છે. બાપ હમણાં આપ બાળકો ને સમજાવે છે જૂની અને નવી દુનિયાનો આ સંગમયુગ છે. પોકારે પણ છે કે પતિતો ને પાવન બનાવવા આવો. બાપ નો પણ આ સંગમ પર પાર્ટ ચાલે છે. ક્રિયેટર, ડાયરેક્ટર છે ને? તો જરુર એમની કોઈ એક્ટિવિટી હશે ને? બધા જાણે છે કે એમને મનુષ્ય નથી કહેવાતા, એમને તો પોતાનું શરીર જ નથી. બાકી બધાને મનુષ્ય અથવા દેવતા કહેવાશે. શિવબાબા ને ન દેવતા, ન મનુષ્ય કહેવાશે. આ તો અલ્પકાળ માટે શરીર લોન (ભાડા) પર લીધેલું છે. ગર્ભ થી થોડી જન્મ થયો છે? બાપ સ્વયં કહે છે - બાળકો, શરીર વગર હું રાજયોગ કેવી રીતે શીખવાડીશ? મને મનુષ્યો ભલે કહી દે છે કે ઠીક્કર-ભીત્તર માં પરમાત્મા છે પરંતુ હમણાં આપ બાળકો સમજો છો કે હું કેવી રીતે આવું છું? હમણાં તમે રાજયોગ શીખી રહ્યા છો. કોઈ મનુષ્ય તો શીખવાડી ન શકે. દેવતાઓ તો રાજયોગ શીખી ન શકે. અહીં આ પુરુષોત્તમ સંગમયુગ પર રાજયોગ શીખીને દેવતા બનો છો.

હમણાં આપ બાળકોને અથાહ ખુશી હોવી જોઈએ - આપણે હવે ૮૪ નું ચક્ર પૂરું કર્યુ છે. બાપ કલ્પ-કલ્પ આવે છે, બાપ સ્વયં કહે છે આ અનેક જન્મો નાં અંત નો જન્મ છે. શ્રીકૃષ્ણ તો સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) હતાં એ જ પછી ૮૪ નું ચક્ર લગાવે છે. શિવબાબા તો ૮૪ નાં ચક્ર માં નહીં આવશે. શ્રીકૃષ્ણ નો આત્મા જ સુંદર થી શ્યામ બને છે, આ વાતો કોઈને ખબર નથી. તમારા માં પણ નંબરવાર જ જાણે છે. માયા ખૂબ કઠોર છે. કોઈને પણ છોડતી નથી. બાપ ને બધી ખબર પડે છે. માયા ગ્રાહ (મગર) એકદમ હપ કરી લે છે. આ બાપ સારી રીતે જાણે છે. એવું નહીં સમજો બાપ કોઈ અંતર્યામી છે. ના, બાપ બધાની પ્રવૃત્તિ ને જાણે છે. સમાચાર તો આવે છે ને? માયા એકદમ કાચ્ચા જ પેટ માં નાખી દે છે. આવી ઘણી વાતો આપ બાળકો ને ખબર નથી પડતી. બાપ ને તો બધી ખબર પડે છે. મનુષ્ય પછી સમજી લે છે પરમાત્મા અંતર્યામી છે. બાપ કહે છે હું અંતર્યામી નથી. દરેકની ચલન થી ખબર તો પડે છે ને? ખૂબ છી-છી ચલન ચાલે છે એટલે બાપ ઘડી-ઘડી બાળકો ને ખબરદાર કરે છે. માયા થી સંભાળવાનું છે. પછી ભલે બાપ સમજાવે છે તો પણ બુદ્ધિ માં નથી બેસતું, કામ મહાશત્રુ છે, ખબર પણ ન પડે કે અમે વિકાર માં ગયા છીએ, એવું પણ થાય છે એટલે બાપ કહે છે કાંઈ પણ ભૂલ વગેરે થાય તો સ્પષ્ટ બતાવી દો, છુપાવો નહીં. નહીં તો સો ગુણા પાપ થઈ જશે. તે અંદર ખાતું રહેશે. વૃદ્ધિ થતી રહેશે. એકદમ પડી જશો. બાળકોએ બાપ ની સાથે બિલકુલ સાચાં રહેવાનું છે. નહીં તો ખૂબજ નુકસાન થઈ જશે. આ તો રાવણ ની દુનિયા છે. રાવણ ની દુનિયાને આપણે યાદ કેમ કરીએ? આપણે તો નવી દુનિયા માં જવાનું છે. બાપ નવું મકાન વગેરે બનાવે છે તો બાળકો સમજે છે અમારી માટે નવાં મકાન બની રહ્યા છે. ખુશી રહે છે. આ તો બેહદ ની વાત છે. આપણા માટે નવી દુનિયા સ્વર્ગ બની રહી છે. હવે આપણે નવી દુનિયા માં જવાના છીએ પછી જેટલા બાપ ને યાદ કરીશું એટલા ગુલ-ગુલ બનીશું. આપણે વિકારો નાં વશ થઈ કાંટા બની ગયા છીએ. આપ બાળકો જાણો છો - જે નથી આવતા તે તો માયા નાં વશ થઈ ગયા છે. બાપ ની પાસે જ નથી. દગાબાજ બની ગયા છે. જૂનાં દુશ્મન ની પાસે ચાલ્યા ગયા છે. એવા-એવા અનેક ને માયા હપ કરી લે છે. કેટલાં ખતમ થઈ જાય છે. ઘણાં સારા-સારા છે જે કહીને જાય છે અમે આમ કરીશું, એમ કરીશું. અમે તો યજ્ઞ માટે પ્રાણ પણ આપવા તૈયાર છીએ. આજે તે નથી. તમારું યુદ્ધ છે જ માયા સાથે. દુનિયા માં આ કોઈ નથી જાણતા કે માયા સાથે યુદ્ધ કેવી રીતે થાય છે? શાસ્ત્રો માં પછી દેખાડ્યું છે દેવતાઓ અને અસુરો માં યુદ્ધ થયું. પછી કૌરવો અને પાંડવો નું યુદ્ધ થયું. કોઈને પૂછો આ બે વાતો શાસ્ત્રો માં કેવી છે? દેવતાઓ તો અહિંસક હોય છે. એ હોય જ છે સતયુગ માં. તે પછી શું કળિયુગ માં લડવા આવશે? કૌરવ અને પાંડવો નો પણ અર્થ નથી સમજતાં. શાસ્ત્રો માં જે લખ્યું છે તે જ વાંચીને સંભળાવતા રહે છે. બાબાએ તો આખી ગીતા વાંચેલી છે. જ્યારે આ જ્ઞાન મળ્યું તો વિચાર ચાલ્યો કે ગીતા માં આ લડાઈ વગેરેની વાતો શું લખી છે? શ્રીકૃષ્ણ તો ગીતા નાં ભગવાન નથી. આમની અંદર બાપ બેઠાં હતાં તો આમના દ્વારા આ ગીતા ને પણ છોડાવી દીધી. હમણાં બાપ દ્વારા કેટલો પ્રકાશ મળ્યો છે? આત્મા ને જ પ્રકાશ મળે છે ત્યારે બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો, બેહદ નાં બાપ ને યાદ કરો. ભક્તિ માં તમે યાદ કરતા હતાં, કહેતા હતાં આપ આવશો તો બલિહાર જઈશું. પરંતુ એ કેવી રીતે આવશે, કેવી રીતે બલિહાર જશે, આ થોડી સમજતા હતાં?

હમણાં આપ બાળકો સમજો છો જેમ બાપ છે તેમ આપણે આત્મા પણ છીએ. બાપ નો છે અલૌકિક જન્મ, આપ બાળકોને કેવી સારી રીતે ભણાવે છે? તમે પોતે કહો છો આ તો એ જ આપણા બાપ છે. જે કલ્પ-કલ્પ આપણા બાપ બને છે. આપણે બધા બાબા-બાબા કહીએ છીએ. બાબા પણ બાળકો-બાળકો કહે છે, એ જ શિક્ષક રુપ માં રાજયોગ શીખવાડે છે. વિશ્વ નાં માલિક તમને બનાવે છે. તો આવા બાપ નાં બનીને પછી એ જ શિક્ષક પાસે થી શિક્ષા પણ લેવી જોઈએ. સાંભળી-સાંભળી ને ગદ્દ-ગદ્દ થવું જોઈએ. જો છી-છી બન્યા તો તે ખુશી આવશે જ નહીં. ભલે કેટલું પણ માથું મારો, તે પછી આપણા જાતિ નાં ભાઈ નથી. અહીં મનુષ્યો ની કેટલી અટક હોય છે? એ બધી છે હદની વાતો. તમારી અટક જુઓ કેટલી ઊંચ છે. ઊંચા માં ઊંચા ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા. એમને કોઈ જાણતા જ નથી. શિવબાબા ને તો સર્વવ્યાપી કહી દીધાં છે. બ્રહ્માની પણ કોઈને ખબર નથી. ચિત્ર પણ છે - બ્રહ્મા, વિષ્ણુ, શંકર. પછી બ્રહ્મા ને સૂક્ષ્મવતન માં લઈ ગયા છે. જીવનચરિત્ર કંઈ પણ નથી જાણતાં. સૂક્ષ્મવતન માં પછી બ્રહ્મા ક્યાંથી આવ્યાં? ત્યાં કેવી રીતે દત્તક લેશે? બાપે સમજાવ્યું છે આ મારો રથ છે. અનેક જન્મો નાં અંત માં મેં આમનામાં પ્રવેશ કર્યો છે. આ પુરુષોત્તમ સંગમયુગ ગીતા નો વૃતાંત છે, જેમાં પવિત્રતા મુખ્ય છે. પતિત થી પાવન કેવી રીતે બનવાનું છે? આ કોઈને પણ ખબર નથી. સાધુ-સંત વગેરે ક્યારેય પણ એવું નહીં કહેશે કે દેહ સહિત દેહનાં બધા સંબંધો ને ભૂલી એક મુજ બાપ ને યાદ કરો તો માયા નાં પાપ કર્મ ભસ્મ થઈ જશે. તે તો બાપ ને જ નથી જાણતાં. ગીતા માં બાપે કહ્યું છે આ સાધુઓ વગેરે નો પણ હું આવીને ઉદ્ધાર કરું છું.

બાપ સમજાવે છે શરુ થી લઈને હમણાં સુધી જે પણ આત્માઓ પાર્ટ ભજવી રહ્યા છે - બધાનો આ અંતિમ જન્મ છે. આમનો પણ આ અંતિમ જન્મ છે. આ પછી બ્રહ્મા બન્યા છે. નાનપણ માં ગામડા નો છોકરો હતો. ૮૪ જન્મ એમણે પૂરા કર્યા, પહેલા થી અન્ત સુધી. હમણાં આપ બાળકોની બુદ્ધિનું તાળું ખૂલેલું છે. હમણાં તમે બુદ્ધિવાન બનો છો. આગળ બુદ્ધિહીન હતાં. આ લક્ષ્મી-નારાયણ છે બુદ્ધિવાન. બુદ્ધિહીન પતિતો ને કહેવાય છે. મુખ્ય છે પવિત્રતા. લખે પણ છે માયાએ અમને પાડી દીધાં. આંખો ક્રિમિનલ (વિકારી) બની ગઈ. બાપ તો ઘડી-ઘડી સાવધાન કરતા રહે છે - બાળકો, ક્યારેય માયા થી હાર નહીં ખાતાં. હવે ઘરે જવાનું છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ જૂની દુનિયા ખતમ થઈ કે થઈ. આપણે પાવન બનીએ છીએ તો આપણને પાવન દુનિયા પણ તો જોઈએ ને? આપ બાળકોએ જ પતિત થી પાવન બનવાનું છે. બાપ તો યોગ નહીં લગાવશે. બાબા પતિત થોડી બને છે જે યોગ લગાવે? બાબા તો કહે છે હું તમારી સેવા માં ઉપસ્થિત થાઉં છું. તમે જ માંગણી કરી છે કે આવીને અમને પતિતો ને પાવન બનાવો. તમારા જ કહેવાથી હું આવ્યો છું. તમને ખૂબ જ સહજ રસ્તો બતાવું છું ફક્ત મનમનાભવ. ભગવાનુવાચ છે ને? ફક્ત શ્રીકૃષ્ણ નું નામ આપવાથી બાપ ને બધા ભૂલી ગયા છે. બાપ છે પ્રથમ, શ્રીકૃષ્ણ છે દ્વિતીય. એ પરમધામ નાં માલિક, આ છે વૈકુંઠ નાં માલિક. સૂક્ષ્મવતન માં તો કંઈ હોતું જ નથી. બધામાં નંબરવન છે શ્રીકૃષ્ણ, જેને બધા પ્રેમ કરે છે. બાકી તો બધા પાછળ-પાછળ આવે છે. સ્વર્ગ માં તો બધા જઈ પણ ન શકે.

તો આપ મીઠાં-મીઠાં બાળકો ને જીગરી ખુશી થવી જોઈએ. ઘણાં બાળકો બાબા ની પાસે આવે છે જે ક્યારેય પવિત્ર નથી રહેતાં. બાબા સમજાવે છે વિકાર માં જાઓ છો પછી બાબા ની પાસે કેમ આવો છો? કહે છે શું કરું, રહી નથી શકતો. પરંતુ અહીં આવું છું કદાચ ક્યારેક તીર લાગી જાય. તમારા વગર અમારી સદ્દગતિ કોણ કરશે? એટલે આવીને બેસી જાઉં છું. માયા કેટલી પ્રબળ છે? નિશ્ચય પણ હોય છે - બાબા અમને પતિત થી પાવન ગુલ-ગુલ બનાવે છે. પરંતુ શું કરીએ, છતાં પણ સાચ્ચુ બોલવાથી ક્યારેક સુધરી જઈશ. અમને આ નિશ્ચય છે કે તમારા દ્વારા અમારે સુધરવાનું છે. બાબા ને આવા બાળકો પર તરસ પડે (રહેમ આવે) છે ફરી પણ આવું થશે. નથિંગન્યુ. બાબા તો રોજ-રોજ શ્રીમત આપે છે. કોઈ અમલ માં લાવે પણ છે, આમાં બાબા શું કરી શકે છે. બાબા કહે કદાચ આમનો પાર્ટ જ આવો છે. બધા તો રાજા-રાણીઓ નથી બનતાં. રાજધાની સ્થાપિત થઈ રહી છે. રાજધાની માં બધા જોઈએ. તો પણ બાબા કહે છે બાળકો હિંમત નહીં છોડો. આગળ જઈ શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) બાપ ની સાથે સદા સાચાં રહેવાનું છે. હમણાં કોઈ પણ ભૂલ થઈ જાય તો છૂપાવવાની નથી. આંખો ક્યારેય ક્રિમિનલ ન બને - તેની સંભાળ કરવાની છે.

૨) સદા શુદ્ધ નશો રહે કે બેહદ નાં બાપ આપણને પતિત છી-છી થી ગુલગુલ, કાંટા થી ફૂલ બનાવી રહ્યા છે. હમણાં આપણ ને બાપ નો હાથ મળ્યો છે, જેમનાં સહારે આપણે વિષય વૈતરણી નદી થી પાર થઈ જઈશું.

વરદાન :-
પાવરફુલ બ્રેક દ્વારા સેકન્ડ માં નેગેટિવ ને પોઝિટિવ માં પરિવર્તન કરવા વાળા સ્વ પરિવર્તક ભવ

જ્યારે નેગેટિવ અથવા વ્યર્થ સંકલ્પ ચાલે છે, તો એની ગતિ ખૂબ ફાસ્ટ હોય છે. ફાસ્ટ ગતિ નાં સમયે પાવરફુલ બ્રેક લગાવીને પરિવર્તન કરવાનો અભ્યાસ જોઈએ. આમ પણ જ્યારે પહાડ પર ચઢે છે તો પહેલાં બ્રેક ને ચેક કરે છે. તમે પોતાની ઊંચી સ્થિતિ બનાવવા માટે સંકલ્પો ને સેકન્ડ માં બ્રેક લગાવવાનો અભ્યાસ વધારો. જ્યારે પોતાનાં સંકલ્પ અથવા સંસ્કાર એક સેકન્ડ માં નેગેટિવ થી પોઝિટિવ માં પરિવર્તન કરી લેશો ત્યારે સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તન નું કાર્ય સંપન્ન થશે.

સ્લોગન :-
સ્વયં પ્રત્યે અને સર્વ આત્માઓ પ્રત્યે શ્રેષ્ઠ પરિવર્તન ની શક્તિ ને કાર્ય માં લાવવા વાળા જ સાચાં કર્મયોગી છે.