08-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
ની શ્રીમત તમને ૨૧ પેઢી નું સુખ આપી દે છે , આટલી ન્યારી મત બાપ સિવાય કોઈ આપી ન શકે
, તમે શ્રીમત પર ચાલતાં રહો”
પ્રશ્ન :-
સ્વયં સ્વયં ને રાજતિલક આપવાનો સહજ પુરુષાર્થ કયો છે?
ઉત્તર :-
૧. સ્વયં સ્વયં ને રાજતિલક આપવા માટે બાપ ની જે શિક્ષાઓ મળે છે તેના પર સારી રીતે
ચાલો. આમાં આશીર્વાદ અથવા કૃપા ની વાત નથી. ૨. ફોલો ફાધર કરો, બીજાને નથી જોવાનાં,
મનમનાભવ, આનાથી સ્વયં ને સ્વયં જ તિલક મળે છે. ભણતર અને યાદ ની યાત્રા થી જ તમે
બેગર (ગરીબ) થી પ્રિન્સ (રાજકુમાર) બનો છો.
ગીત :-
ઓમ નમ: શિવાય…
ઓમ શાંતિ!
જ્યારે બાપ અને
દાદા ઓમ શાંતિ કહે છે તો બે વાર પણ કહી શકે છે કારણકે બંને એક માં છે. એક છે
અવ્યક્ત, બીજા છે વ્યક્ત, બંને સાથે છે. બંને નો ભેગો અવાજ પણ હોય છે. અલગ-અલગ પણ
હોઈ શકે છે. આ એક વન્ડર છે. દુનિયામાં કોઈ નથી જાણતું કે પરમપિતા પરમાત્મા આમનાં
શરીર માં બેસીને જ્ઞાન સંભળાવે છે. આ ક્યાંય પણ લખેલું નથી. બાપે કલ્પ પહેલાં પણ
કહ્યું હતું, હમણાં પણ કહે છે કે હું આ સાધારણ તન માં અનેક જન્મો નાં અંત માં આમનાં
માં પ્રવેશ કરું છું, આમનો આધાર લઉં છું. ગીતા માં કોઈને કોઈ એવા વરશન્સ્ (મહાવાક્ય)
છે જે થોડા રીયલ (સાચાં) પણ છે. આ રીયલ શબ્દ છે - હું અનેક જન્મો નાં અંત માં
પ્રવેશ કરું છું, જ્યારે આ વાનપ્રસ્થ અવસ્થા માં છે. આમનાં માટે આ કહેવું ઠીક છે.
પહેલાં-પહેલાં સતયુગ માં જન્મ પણ આમનો છે. પછી અંત માં વાનપ્રસ્થ અવસ્થા માં છે,
જેમનામાં જ બાપ પ્રવેશ કરે છે. તો આમનાં માટે જ કહે છે, આ નથી જાણતા કે મેં કેટલાં
પુનર્જન્મ લીધાં? શાસ્ત્રો માં ૮૪ લાખ પુનર્જન્મ લખી દીધાં છે. આ બધો છે ભક્તિ
માર્ગ. આને કહેવાય છે-ભક્તિ કલ્ટ. જ્ઞાન કાંડ અલગ છે, ભક્તિ કાંડ અલગ છે. ભક્તિ
કરતા-કરતા ઉતરતા જ આવે છે. આ જ્ઞાન તો એક જ વાર મળે છે. બાપ એક જ વાર સર્વ ની
સદ્દગતિ કરવા આવે છે. બાબા આવીને બધાની એક જ વાર પ્રારબ્ધ બનાવે છે-ભવિષ્ય ની. તમે
ભણો જ છો ભવિષ્ય નવી દુનિયા માટે. બાપ આવે જ છે નવી રાજધાની સ્થાપન કરવા એટલે આને
રાજયોગ કહેવાય છે. આનું ખૂબ મહત્ત્વ છે. ઈચ્છે છે ભારત નો પ્રાચીન રાજયોગ કોઈ
શીખવાડે, પરંતુ આજકાલ આ સંન્યાસી લોકો બહાર જઈને કહે છે અમે પ્રાચીન રાજયોગ શીખવાડવા
આવ્યા છીએ. તો તે પણ સમજે છે અમે શીખીએ કારણકે સમજે છે યોગ થી જ પેરેડાઇઝ (સ્વર્ગ)
સ્થાપન થયું હતું. બાપ સમજાવે છે-યોગબળ થી તમે પેરેડાઇઝ નાં માલિક બનો છો. પેરેડાઇઝ
સ્થાપન કર્યુ છે બાપે. કેવી રીતે સ્થાપન કરે છે? તે નથી જાણતાં. આ રાજયોગ રુહાની
બાપ જ શીખવાડે છે. શરીરધારી કોઈ મનુષ્ય શીખવાડી ન શકે. આજકાલ એડલ્ટ્રેશન (ભેળસેળ),
કરપ્શન (ભ્રષ્ટાચાર) તો ખૂબ છે ને? એટલે બાપે કહ્યું છે-હું પતિતો ને પાવન બનાવવા
વાળો છું. જરુર પછી પતિત બનાવવા વાળું પણ કોઈ હશે. હવે તમે જ્જ (નિર્ણય) કરો-બરોબર
એવું છે ને? હું જ આવીને બધા વેદો-શાસ્ત્રો વગેરે નો સાર સંભળાવું છું. જ્ઞાન થી
તમને ૨૧ જન્મો નું સુખ મળે છે. ભક્તિ માર્ગ માં છે અલ્પકાળ ક્ષણભંગુર સુખ, આ છે ૨૧
પેઢી નું સુખ, જે બાપ જ આપે છે. બાપ તમને સદ્દગતિ આપવા માટે જે શ્રીમત આપે છે તે
સૌથી ન્યારી છે. આ બાપ બધાનું દિલ લેવા વાળા છે. જેમ તે જડ દેલવાડા મંદિર છે, આ પછી
છે ચૈતન્ય દિલવાળા મંદિર. એક્યુરેટ તમારી એક્ટિવિટી (પ્રવૃત્તિ) નાં જ ચિત્ર બન્યાં
છે. આ સમયે તમારી એક્ટિવિટી ચાલી રહી છે. દિલવાળા બાપ મળ્યા છે-સર્વ ની સદ્દગતિ કરવા
વાળા, સર્વ નાં દુઃખ હરીને સુખ આપવા વાળા. કેટલાં ઊંચા માં ઊંચા ગવાયેલા છે. ઊંચા
માં ઊંચી છે ભગવાન શિવ ની મહિમા. ભલે ચિત્રો માં શંકર વગેરે ની આગળ પણ શિવ નું
ચિત્ર દેખાડે છે. હકીકત માં દેવતાઓ ની આગળ શિવ નું ચિત્ર રાખવું તો નિષેધ છે. તે તો
ભક્તિ કરતા નથી. ભક્તિ નથી દેવતાઓ કરતા, નથી સંન્યાસી કરી શકતાં. તે છે બ્રહ્મજ્ઞાની,
તત્વજ્ઞાની. જેમ આ આકાશ તત્વ છે, તેમ તે બ્રહ્મ તત્વ છે. તે બાપ ને તો યાદ કરતા નથી,
નથી તેમને આ મહામંત્ર મળતો. આ મહામંત્ર બાપ જ આવીને સંગમયુગ પર આપે છે. સર્વ નાં
સદ્દગતિ દાતા બાપ એક જ વાર આવીને મનમનાભવ નો મંત્ર આપે છે. બાપ કહે છે - બાળકો, દેહ
સહિત દેહ નાં સર્વ ધર્મ ત્યાગી, સ્વયં ને અશરીરી આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો.
કેટલું સહજ સમજાવે છે? રાવણ રાજ્ય નાં કારણે તમે બધાં દેહ-અભિમાની બન્યાં છો. હવે
બાપ તમને આત્મ-અભિમાની બનાવે છે. સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરતા રહો તો
આત્મા માં જે ખાદ પડી છે, તે નીકળી જાય. સતોપ્રધાન થી સતો માં આવવા થી કળાઓ ઓછી થાય
છે ને? સોના નું પણ કેરેટ હોય છે ને? હમણાં તો કળિયુગ અંત માં સોનું દેખાતું પણ નથી,
સતયુગ માં તો સોના નાં મહેલ હોય છે. કેટલો રાત-દિવસ નો ફરક છે? તેનું નામ જ છે-ગોલ્ડન
એજ વર્લ્ડ (સ્વર્ણિમ દુનિયા). ત્યાં ઈંટ-પથ્થર વગેરે નું કામ નથી હોતું. બિલ્ડીંગ
બને છે તો તેમાં પણ સોના-ચાંદી સિવાય બીજી કચરા-પટ્ટી નથી હોતી. ત્યાં સાયન્સ (વિજ્ઞાન)
થી ખૂબ સુખ છે. આ પણ ડ્રામા બનેલો છે. આ સમયે સાયન્સ ઘમંડી છે, સતયુગ માં ઘમંડી નહી
કહેવાશે. ત્યાં તો સાયન્સ થી તમને સુખ મળે છે. અહીં છે અલ્પકાળ નું સુખ પછી આનાથી જ
ખૂબ ભારે (વધારે) દુઃખ મળે છે. બોમ્બ્સ વગેરે આ બધું વિનાશ માટે બનાવતા જ રહે છે.
બોમ્બ્સ બનાવવા માટે બીજાઓને મનાઈ કરે છે પછી પોતે બનાવતા રહે છે. સમજે પણ છે - આ
બોમ્બ્સ થી અમારું જ મોત થવાનું છે છતાં પણ બનાવતા રહે છે તો બુદ્ધિ મરી ગઈ છે ને?
આ બધી ડ્રામા માં નોંધ છે. બનાવ્યા સિવાય રહી નથી શકતાં. મનુષ્ય સમજે છે કે આ
બોમ્બ્સ થી અમારું જ મોત થશે પરંતુ ખબર નથી કે કોણ પ્રેરિત કરી રહ્યું છે? અમે
બનાવ્યા વગર રહી નથી શકતાં. જરુર બનાવવા જ પડે. વિનાશ ની પણ ડ્રામા માં નોંધ છે.
કેટલું પણ ભલે કોઈ પીસ પ્રાઈઝ (શાંતિ નું ઈનામ) આપે પરંતુ પીસ સ્થાપન કરવા વાળા એક
બાપ જ છે. શાંતિ નાં સાગર બાપ જ શાંતિ, સુખ, પવિત્રતા નો વારસો આપે છે. સતયુગ માં
છે બેહદ ની સંપત્તિ. ત્યાં તો દૂધ ની નદીઓ વહે છે. વિષ્ણુ ને ક્ષીરસાગર માં દેખાડે
છે. આ તુલના કરાય છે. ક્યાં તે ક્ષીરસાગર, ક્યાં આ વિષય સાગર. ભક્તિ માર્ગ માં પછી
તળાવ વગેરે બનાવીને તેમાં પથ્થર પર વિષ્ણુ ને સુવડાવી દે છે. ભક્તિ માં કેટલો ખર્ચો
કરે છે? કેટલો વેસ્ટ ઓફ ટાઈમ (સમય વ્યર્થ), વેસ્ટ ઓફ મની (પૈસા) કરે છે? દેવીઓની
મૂર્તિઓ પર કેટલો ખર્ચો કરીને બનાવે છે, પછી સમુદ્ર માં નાખી દે છે તો પૈસા વેસ્ટ
થયા ને? આ છે ઢીંગલીઓ ની પૂજા. કોઈ નાં પણ ઓક્યુપેશન (કર્તવ્ય) ની કોઈને ખબર જ નથી.
હવે તમે કોઈ નાં પણ મંદિર માં જાઓ તો તમે દરેક નું ઓક્યુપેશન જાણો છો. બાળકો ને
મનાઈ નથી-ક્યાંય પણ જવાની. પહેલાં તો બેસમજ બનીને જતા હતાં, હવે સેન્સિબલ (સમજદાર)
બનીને જાઓ છો. તમે કહેશો અમે આમનાં ૮૪ જન્મો ને જાણીએ છીએ. ભારતવાસીઓ ને તો
શ્રીકૃષ્ણ નાં જન્મ ની પણ ખબર નથી. તમારી બુદ્ધિમાં આ બધી નોલેજ છે. નોલેજ સોર્સ ઓફ
ઇન્કમ (આવક નું સાધન) છે. વેદ-શાસ્ત્ર વગેરે માં કોઈ મુખ્ય-ઉદ્દેશ નથી. સ્કૂલ માં
હંમેશા મુખ્ય-ઉદ્દેશ હોય છે. આ ભણતર થી તમે કેટલાં સાહૂકાર બનો છો!
જ્ઞાન થી થાય છે
સદ્દગતિ. આ નોલેજ થી તમે સંપત્તિવાન બનો છો. તમે કોઈ પણ મંદિર માં જશો તો ઝટ સમજશો-આ
કોનું યાદગાર છે! જેમ દેલવાડા મંદિર છે-તે છે જડ, આ છે ચૈતન્ય. હૂબહૂ જેમ અહીં ઝાડ
માં દેખાડ્યું છે, એવું મંદિર બનાવેલું છે. નીચે તપસ્યા માં બેઠાં છે, ઉપર છત માં
આખું સ્વર્ગ છે. બહુ જ ખર્ચા થી બનાવેલું છે. અહીં તો કંઈ પણ નથી. ભારત ૧૦૦ ટકા
સોલ્વેન્ટ (સાહુકાર), પાવન હતું, હમણાં ભારત ૧૦૦ ટકા ઇનસોલ્વેન્ટ (કંગાળ), પતિત છે
કારણકે અહીં બધા વિકાર થી જન્મે છે. ત્યાં ગંદગી ની વાત નથી હોતી. ગરુડ પુરાણ માં
રોચક વાતો એટલે લખી છે કે મનુષ્ય કંઈક સુધરે. પરંતુ ડ્રામા માં મનુષ્યો નું સુધરવાનું
નથી. હમણાં ઈશ્વરીય સ્થાપના થઈ રહી છે. ઈશ્વર જ સ્વર્ગ સ્થાપન કરશે ને? એમને જ
હેવનલી ગોડ ફાધર કહેવાય છે. બાપે સમજાવ્યું છે તે લશ્કર જે લડે છે, તે બધું કરે છે
રાજા-રાણી માટે. અહીં તમે માયા પર જીત મેળવો છો પોતાનાં માટે. જેટલું કરશો એટલું
મેળવશો. તમારે દરેક ને પોતાનું તન-મન-ધન ભારત ને સ્વર્ગ બનાવવા માં ખર્ચ કરવું પડે
છે. જેટલું કરશો એટલું ઊંચ પદ મેળવશો. અહીં રહેવાનું તો કંઈ નથી. હમણાં માટે જ ગાયન
છે - કિનકી દબી રહેગી ધૂલ મેં… હમણાં બાપ આવેલા છે, તમને રાજ્ય-ભાગ્ય અપાવવાં. કહે
છે હવે તન-મન-ધન બધું આમાં લગાવી દો. આમણે (બ્રહ્મા એ) બધું ન્યોછાવર કરી દીધું ને?
આને કહેવાય છે મહાદાની. વિનાશી ધન નું દાન કરે છે તો અવિનાશી ધન નું પણ દાન કરવાનું
હોય છે, જેટલું જે દાન કરે. પ્રસિદ્ધ દાની હોય છે તો કહે છે ફલાણા ખૂબ
ફ્લેન્થ્રોફિસ્ટ (મહાદાની) હતાં. નામ તો થાય છે ને? તે ઇનડાયરેક્ટ (પરોક્ષ રીતે)
ઈશ્વર અર્થ કરે છે. રાજાઈ નથી સ્થાપન થતી. હમણાં તો રાજાઈ સ્થાપન થાય છે એટલે
કમ્પલીટ ફ્લેન્થ્રોફિસ્ટ (પૂરાં મહાદાની) બનવાનું છે. ભક્તિ માર્ગ માં ગાય પણ છે અમે
વારી જઈશું… આમાં ખર્ચો કંઈ નથી. ગવર્મેન્ટ નો કેટલો ખર્ચો થાય છે. અહીં તમે જે કંઈ
કરો છો પોતાનાં માટે, પછી ભલે ૮ ની માળા માં આવો કે ૧૦૮ માં, અથવા ૧૬૧૦૮ માં. પાસ
વિથ ઓનર બનવાનું છે. એવો યોગ કમાઓ જે કર્માતીત અવસ્થા મેળવી લો પછી કોઈ સજા ન ખાઓ.
તમે બધા છો વારિયર્સ
(યોદ્ધાઓ). તમારી લડાઈ છે રાવણ સાથે, કોઈ મનુષ્ય સાથે નથી. નાપાસ થવાનાં કારણે બે
કળા ઓછી થઈ ગઈ. ત્રેતા ને બે કળા ઓછું સ્વર્ગ કહેવાશે. પુરુષાર્થ તો કરવો જોઈએ ને?
બાપ ને પૂરાં ફોલો કરવાનાં છે. આમાં મન-બુદ્ધિ થી સરેન્ડર (સમર્પણ) થવાનું હોય છે.
બાબા આ બધું તમારું છે. બાપ કહેશે આ સર્વિસ (સેવા) માં લગાવો. હું જે તમને મત આપું
છું, તે કાર્ય કરો, યુનિવર્સિટી ખોલો, સેવાકેન્દ્ર ખોલો. અનેક નું કલ્યાણ થઈ જશે.
ફક્ત આ સંદેશ આપવાનો છે બાપ ને યાદ કરો અને વારસો લો. મેસેન્જર, પૈગમ્બર આપ બાળકો
ને કહેવાય છે. બધાને આ મેસેજ (સંદેશ) આપો કે બાપ બ્રહ્મા દ્વારા કહે છે કે મને યાદ
કરો તો તમારા વિકર્મ વિનાશ થશે, જીવનમુક્તિ મળી જશે. હમણાં છે જીવનબંધ પછી
જીવનમુક્ત થશો. બાપ કહે છે હું ભારત માં જ આવું છું. આ ડ્રામા અનાદિ બનેલો છે.
ક્યારે બન્યો, ક્યારે પૂરો થશે? આ પ્રશ્ન નથી ઉઠી શકતો. આ તો ડ્રામા અનાદિ ચાલતો જ
રહે છે. આત્મા કેટલું નાનું બિંદુ છે! તેમાં આ અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. કેટલી
ગુહ્ય વાતો છે? તારા ની જેમ નાનું બિંદુ છે. માતાઓ પણ અહીં મસ્તક પર બિંદી લગાવે
છે. હમણાં આપ બાળકો પુરુષાર્થ થી સ્વયં સ્વયં ને રાજતિલક આપી રહ્યા છો. તમે બાપ ની
શિક્ષા પર સારી રીતે ચાલશો તો જાણે તમે સ્વયં ને રાજ-તિલક આપો છો. એવું નથી કે આમાં
આશીર્વાદ કે કૃપા થશે. તમે જ સ્વયં ને રાજ-તિલક આપો છો. અસલ માં આ રાજ-તિલક છે. ફોલો
ફાધર કરવાનો પુરુષાર્થ કરવાનો છે, બીજા ને નથી જોવાનાં. આ છે મનમનાભવ, જેનાંથી સ્વયં
ને સ્વયં જ તિલક મળે છે, બાપ નથી આપતાં. આ છે જ રાજયોગ. તમે બેગર થી પ્રિન્સ બનો
છો. તો કેટલો સારો પુરુષાર્થ કરવો જોઈએ? પછી આમને પણ ફોલો કરવાના છે. આ તો સમજ ની
વાત છે ને? ભણતર થી કમાણી થાય છે. જેટલો-જેટલો યોગ એટલી ધારણા થશે. યોગ માં જ મહેનત
છે એટલે ભારત નો રાજયોગ ગવાયેલો છે. બાકી ગંગાસ્નાન કરતા-કરતા તો આયુષ્ય પણ ચાલ્યું
જાય તો પણ પાવન બની ન શકે. ભક્તિ માર્ગ માં ઈશ્વર અર્થ ગરીબો ને આપે છે. અહીં પછી
સ્વયં ઈશ્વર આવીને ગરીબો ને જ વિશ્વ ની બાદશાહી આપે છે. ગરીબ નિવાઝ છે ને? ભારત જે
૧૦૦ ટકા સોલવેન્ટ હતું, તે આ સમયે ૧૦૦ ટકા ઇનસોલવેન્ટ છે. દાન હંમેશા ગરીબો ને અપાય
છે. બાપ કેટલાં ઊંચ બનાવે છે. આવા બાપ ને ગાળો આપે છે. બાપ કહે છે - આવી જ્યારે
ગ્લાનિ કરે છે ત્યારે મારે આવવું પડે છે. આ પણ ડ્રામા બનેલો છે. આ બાપ પણ છે,
શિક્ષક પણ છે. સિક્ખ લોકો કહે છે - સદ્દગુરુ અકાળ. બાકી ભક્તિમાર્ગ નાં ગુરુ તો
અનેક છે. અકાળ ને તખ્ત ફક્ત આ મળે છે. આપ બાળકો નું પણ તખ્ત વાપરે છે. કહે છે હું
આમનાં માં પ્રવેશ કરી સર્વ નું કલ્યાણ કરું છું. આ સમયે આમનો આ પાર્ટ છે. આ બહુ જ
સમજવાની વાતો છે. નવું કોઈ સમજી ન શકે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી
જ્ઞાન-ધન નું દાન કરી મહાદાની બનવાનું છે. જેમ બ્રહ્મા બાપે પોતાનું બધું આમાં લગાવી
દીધું, એમ ફોલો ફાધર કરી રાજાઈ માં ઊંચ પદ લેવાનું છે.
2. સજાઓ થી બચવા માટે
એવો યોગ કમાવાનો છે જે કર્માતીત અવસ્થા મેળવી લો. પાસ વિથ ઓનર બનવાનો પૂરે-પૂરો
પુરુષાર્થ કરવાનો છે. બીજા ને નથી જોવાનાં.
વરદાન :-
કડક નિયમ અને
દૃઢ સંકલ્પ દ્વારા અલબેલા પણા ને સમાપ્ત કરવાવાળા બ્રહ્મા બાપ સમાન અથક ભવ
બ્રહ્મા બાપ સમાન અથક
બનવા માટે અલબેલા પણા ને સમાપ્ત કરો, એનાં માટે કોઈ કડક નિયમ બનાવો. દૃઢ સંકલ્પ કરો,
અટેન્શન રુપી ચોકીદાર સદા એલર્ટ રહે તો અલબેલા પણું સમાપ્ત થઈ જશે. પહેલાં સ્વ ની
ઉપર મહેનત કરો પછી સેવા માં, ત્યારે ધરણી પરિવર્તન થશે. હમણાં ફક્ત “કરી લઈશું, થઈ
જશે” આ આરામ નાં સંકલ્પો નાં ડનલોપ ને છોડો. કરવાનું જ છે, આ સ્લોગન મસ્તક માં યાદ
રહે તો પરિવર્તન થઈ જશે.
સ્લોગન :-
સમર્થ બોલ ની
નિશાની છે - જે બોલ માં આત્મિક ભાવ અને શુભ ભાવના હોય.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
જેટલો-જેટલો સમય સમીપ
આવી રહ્યો છે એટલા વ્યર્થ સંકલ્પ પણ વધી રહ્યા છે, પરંતુ આ ચૂક્તુ થવા માટે બહાર
નીકળી રહ્યા છે. એનું કામ છે આવવાનું અને તમારું કામ છે ઉડતી કળા દ્વારા, સકાશ
દ્વારા પરિવર્તન કરવાનું. ગભરાઓ નહીં. એનાં સેક (પ્રભાવ) માં નહીં આવો.