08-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
દેહ - અભિમાન નો દ્વાર બંધ કરી દો તો માયા નાં તોફાન આવવાના બંધ થઈ જશે”
પ્રશ્ન :-
જે બાળકો ની વિશાળ
બુદ્ધિ છે, એમની નિશાનીઓ સંભળાવો!
ઉત્તર :-
૧. એમને આખો દિવસ સેવા નાં જ વિચાર ચાલતાં રહેશે. ૨. તે સેવા વગર રહી નથી શકતાં. ૩.
એમની બુદ્ધિ માં રહેશે કે કેવી રીતે આખાં વિશ્વ માં ઘેરાવ નાખી બધાને પતિત થી પાવન
બનાવીએ. તે વિશ્વ ને દુઃખધામ થી સુખધામ બનાવવાની સેવા કરતા રહેશે. ૪. તે અનેક ને આપ
સમાન બનાવતા રહેશે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
મીઠાં-મીઠાં બાળકો ને બેસીને સમજાવે છે, બાળકો પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો
તો તમારું બધું દુઃખ સદા માટે ખતમ થઈ જશે. પોતાને આત્મા સમજી બધાને ભાઈ-ભાઈ ની
દૃષ્ટિ થી જુઓ તો પછી દેહ ની દૃષ્ટિ-વૃત્તિ બદલાઈ જશે. બાપ પણ અશરીરી છે, આપ આત્મા
પણ અશરીરી છો. બાપ આત્માઓ ને જ જુએ છે, બધા અકાળતખ્ત પર વિરાજમાન આત્માઓ છે. તમે પણ
આત્મા ભાઈ-ભાઈ ની દૃષ્ટિ થી જુઓ, એમાં ખૂબ મહેનત છે. દેહ નાં ભાન માં આવવા થી જ માયા
નાં તોફાન આવે છે. આ દેહ-અભિમાન નો દ્વાર બંધ કરી દો તો માયા નાં તોફાન આવવાના બંધ
થઈ જશે. આ દેહી-અભિમાની બનવાની શિક્ષા આખાં કલ્પ માં આ પુરુષોત્તમ સંગમયુગ પર બાપ જ
આપ બાળકો ને આપે છે.
મીઠાં-મીઠાં સિકીલધા
બાળકો તમે જાણો છો હમણાં આપણે નર્ક નો કિનારો છોડી આગળ જઈ રહ્યાં છીએ, આ પુરુષોત્તમ
સંગમયુગ બિલકુલ અલગ છે વચ્ચે નો. વચ્ચે દરિયા માં (સમુદ્ર માં) તમારી બોટ (નાવ) છે.
તમે નથી સતયુગી, નથી કળિયુગી. તમે છો પુરુષોત્તમ સંગમયુગી સર્વોત્તમ બ્રાહ્મણ.
સંગમયુગ હોય જ છે બ્રાહ્મણો નો. બ્રાહ્મણ છે ચોટી. આ બ્રાહ્મણો નો બહુ જ નાનો યુગ
છે. આ એક જ જન્મ નો યુગ હોય છે. આ છે તમારી ખુશી નો યુગ. ખુશી કઈ વાત ની છે? ભગવાન
આપણને ભણાવે છે! એવા વિદ્યાર્થી ને કેટલી ખુશી હશે! તમને હમણાં આખાં ચક્ર નું જ્ઞાન
બુદ્ધિ માં છે. હમણાં આપણે જ બ્રાહ્મણ છીએ પછી આપણે જ દેવતા બનીશું. પહેલાં પોતાનાં
ઘરે સ્વીટ હોમ માં જઈશું પછી નવી દુનિયા માં આવીશું. આપણે બ્રાહ્મણ જ સ્વદર્શન
ચક્રધારી છીએ. આપણે જ આ બાજોલી રમીએ છીએ. આ વિરાટ રુપ ને પણ આપ બ્રાહ્મણ બાળકો જ
જાણો છો, બુદ્ધિ માં આખો દિવસ આ વાતો સિમરણ થવી (યાદ રહેવી) જોઈએ.
મીઠાં બાળકો, તમારો આ
ખૂબ લવલી (પ્રેમાળ) પરિવાર છે, તો તમારે દરેકે ખૂબ-ખૂબ લવલી બનવું જોઈએ. બાપ પણ મીઠાં
છે તો બાળકને પણ એવા મીઠાં બનાવે છે. ક્યારેય કોઈ પર ગુસ્સો ન કરવો જોઈએ. મન્સા,
વાચા, કર્મણા કોઈને દુઃખ નથી આપવાનું. બાપ ક્યારેય કોઈને દુઃખ નથી આપતાં. જેટલાં
બાપ ને યાદ કરશો એટલાં મીઠાં બનતા જશો. બસ, આ યાદ થી જ બેડો પાર છે - આ છે યાદ ની
યાત્રા. યાદ કરતાં-કરતાં વાયા શાંતિધામ સુખધામ જવાનું છે. બાપ આવ્યાં જ છે બાળકો ને
સદા સુખી બનાવવાં. ભૂતો ને ભગાવવા ની યુક્તિ બાપ બતાવે છે મને યાદ કરો તો આ ભૂત
નીકળતા જશે. કોઈ પણ ભૂત ને સાથે ન લઈ જાઓ. કોઈ પણ ભૂત હોય તો અહીં જ મારી પાસે છોડી
જાઓ. તમે કહો જ છો બાબા આવીને અમારા ભૂતો ને કાઢી પતિત થી પાવન બનાવો. તો બાપ કેટલાં
ગુલ-ગુલ બનાવે છે. બાપ અને દાદા બંને મળીને આપ બાળકો નો શૃંગાર કરે છે. માતા-પિતા જ
બાળકો નો શૃંગાર કરે છે ને? તે છે હદ નાં બાપ - આ છે બેહદ નાં બાપ. તો બાળકોએ ખૂબ
પ્રેમ થી ચાલવાનું અને ચલાવવાનાં છે. બધા વિકારો નું દાન આપવું જોઈએ, દે દાન તો છૂટે
ગ્રહણ. આમાં કોઈ બહાના વગેરે ની વાત નથી. પ્રેમ થી તમે કોઈને પણ વશ કરી શકો છો.
પ્રેમ થી સમજાવો, પ્રેમ ખૂબ મીઠી વસ્તુ છે - સિંહ ને, હાથી ને, જાનવરો ને પણ મનુષ્ય
પ્રેમ થી વશ કરી લે છે. તે તો, તો પણ આસુરી મનુષ્ય છે. તમે તો હવે દેવતા બની રહ્યાં
છો. તો દૈવી ગુણ ધારણ કરી બહુજ-બહુજ મીઠાં બનવાનું છે. એક-બીજા ને ભાઈ-ભાઈ અથવા
ભાઈ-બહેન ની દૃષ્ટિ થી જુઓ. આત્મા, આત્મા ને ક્યારેય દુઃખ નથી આપી શકતો. બાપ કહે છે
મીઠાં બાળકો હું તમને સ્વર્ગ નું રાજ્ય-ભાગ્ય આપવા આવ્યો છું. હમણાં તમને જે જોઈએ
તે મારી પાસે થી લો. હું તો વિશ્વ નાં માલિક ડબલ સિરતાજ તમને બનાવવા આવ્યો છું.
પરંતુ મહેનત તમારે કરવાની છે. હું કોઈનાં ઉપર તાજ નહીં રાખીશ. તમારે પોતાનાં
પુરુષાર્થ થી જ સ્વયં ને રાજતિલક આપવાનું છે. બાપ પુરુષાર્થ ની યુક્તિ બતાવે છે કે
આ-આ રીતે વિશ્વ નાં માલિક ડબલ સિરતાજ પોતાને બનાવી શકો છો. ભણતર પર પૂરું ધ્યાન આપો.
ક્યારેય પણ ભણતર ને ન છોડો. કોઈ પણ કારણ થી રિસાઈને ભણતર ને છોડી દીધું તો ખૂબ-ખૂબ
નુકસાન થઈ જશે. નુકસાન અને ફાયદા ને જોતા રહો. તમે ઈશ્વરીય યુનિવર્સિટી નાં
વિદ્યાર્થી છો, ઈશ્વર બાપ પાસે થી ભણી રહ્યાં છો, ભણીને પૂજ્ય દેવતા બની રહ્યાં છો.
તો વિદ્યાર્થી પણ એવા નિયમિત બનવા જોઈએ. સ્ટુડન્ટ લાઈફ ઈઝ ધ બેસ્ટ (વિદ્યાર્થી જીવન
જ શ્રેષ્ઠ છે). જેટલું ભણશો, ભણાવશો અને મેનર્સ સુધારશો એટલાં ધ બેસ્ટ બનશો.
મીઠાં બાળકો, હવે
તમારી રિટર્ન જર્ની (યાત્રા) છે, જેમ સતયુગ થી ત્રેતા, દ્વાપર, કળિયુગ સુધી નીચે
ઉતરતા આવ્યાં છો તેમ હવે તમારે આયરન એજ (કળિયુગ) થી ઉપર ગોલ્ડન એજ (સતયુગ) સુધી
જવાનું છે. જ્યારે સિલવર એજ (ત્રેતાયુગ) સુધી પહોંચશો તો પછી આ કર્મેન્દ્રિયો ની
ચંચળતા ખતમ થઈ જશે એટલે જેટલાં બાપ ને યાદ કરશો એટલો આપ આત્માઓ માંથી રજો-તમો નો
કાટ નીકળતો જશે અને જેટલો કાટ નીકળતો જશે એટલી બાપ ચુંબક ની તરફ કશિશ (આકર્ષણ) વધતી
જશે. કશિશ નથી થતી તો જરુર કાટ લાગેલો છે - કાટ એકદમ નીકળી પ્યોર (શુદ્ધ) સોનું બની
જાય તે છે અંતિમ કર્માતીત અવસ્થા.
તમારે ગૃહસ્થ વ્યવહાર
માં, પ્રવૃતિ માં રહેતાં પણ કમળ પુષ્પ સમાન બનવાનું છે. બાપ કહે છે મીઠાં બાળકો ઘર
ગૃહસ્થ ને પણ સંભાળો, શરીર નિર્વાહ અર્થ કામકાજ પણ કરો. સાથે-સાથે આ ભણતર પણ ભણતા
રહો. ગાયન પણ છે હથ કાર ડે દિલ યાર ડે… કામકાજ કરતા એક માશૂક બાપ ને યાદ કરવાના છે.
તમે અડધાકલ્પ નાં આશિક છો. નૌધા ભક્તિ માં પણ જુઓ શ્રીકૃષ્ણ વગેરે ને કેટલાં પ્રેમ
થી યાદ કરે છે. તે છે નૌધા ભક્તિ, અટલ ભક્તિ. શ્રીકૃષ્ણ ની અટલ યાદ રહે છે પરંતુ
એનાથી કોઈ ને મુક્તિ નથી મળતી. આ પછી છે નિરંતર યાદ કરવાનું જ્ઞાન. બાપ કહે છે મુજ
પતિત-પાવન બાપ ને યાદ કરો તો તમારા પાપ નાશ થઈ જશે, પરંતુ માયા પણ ખૂબ પહેલવાન છે.
કોઈને છોડતી નથી. માયા થી વારંવાર હાર ખાવાથી તો માથું નીચે કરી પશ્ચાતાપ કરવો જોઈએ.
બાપ મીઠાં બાળકો ને શ્રેષ્ઠ મત આપે જ છે શ્રેષ્ઠ બનવા માટે. બાબા જુએ છે એટલી મહેનત
બાળકો કરતા નથી એટલે બાપ ને રહેમ આવે છે. જો આ અભ્યાસ હમણાં નહીં કરશો તો પછી સજાઓ
ખૂબ ખાવી પડશે અને કલ્પ-કલ્પ પાઈ-પૈસા નું પદ મેળવતા રહેશો.
મૂળ વાત મીઠાં બાળકો
ને બાપ સમજાવે છે દેહી-અભિમાની બનો. દેહ સહિત દેહ નાં બધા સંબંધો ને ભૂલી મામેકમ્
યાદ કરો, પાવન પણ જરુર બનવાનું છે. કુમારી જ્યારે પવિત્ર છે તો બધા એને માથું નમાવે
છે. લગ્ન કરવાથી પછી પુજારી બની જાય છે. બધાની આગળ માથું નમાવવું પડે છે. કન્યા
પહેલાં પિયરઘર માં હોય છે તો એટલાં વધારે સંબંધ યાદ નથી આવતાં. લગ્ન પછી દેહ નાં
સંબંધ પણ વધતા જાય પછી પતિ બાળકો માં મોહ વધતો જાય. સાસુ-સસરા વગેરે બધા યાદ આવતા
રહેશે. પહેલાં તો ફક્ત મા-બાપ માં જ મોહ હોય છે. અહીં તો પછી એ બધા સંબંધો ને ભૂલવા
પડે છે કારણકે આ એક જ તમારા સાચાં-સાચાં માતા-પિતા છે ને? આ છે ઈશ્વરીય સંબંધ. ગાય
પણ છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ… આ માતા-પિતા તો તમને વિશ્વ નાં માલિક બનાવે છે
એટલે બાપ કહે છે મુજ બેહદ નાં બાપ ને નિરંતર યાદ કરો બીજા કોઈ પણ દેહધારી સાથે
મમત્વ ન રાખો. સ્ત્રી ને કળિયુગી પતિ ની કેટલી યાદ રહે છે, તે તો ગટર માં પાડે છે.
આ બેહદ નાં બાપ તો તમને સ્વર્ગ માં લઈ જાય છે. આવા મીઠાં બાપ ને ખૂબ પ્રેમ થી યાદ
કરો અને સ્વદર્શન ચક્ર ફેરવતા રહો. આ જ યાદ નાં બળ થી જ તમારો આત્મા કંચન બની
સ્વર્ગ નો માલિક બની જશે. સ્વર્ગ નું નામ સાંભળીને જ દિલ ખુશ થઈ જાય છે. જે નિરંતર
યાદ કરે અને બીજાઓ ને પણ યાદ કરાવતા રહેશે તે જ ઊંચ પદ મેળવશે. આ પુરુષાર્થ
કરતાં-કરતાં અંત માં તમારી તે અવસ્થા જામી જશે. આ તો દુનિયા પણ જૂની છે, દેહ પણ જૂનો
છે, દેહ સહિત દેહ નાં સર્વ સંબંધ પણ જૂનાં છે. એ બધા માંથી બુદ્ધિયોગ હટાવી એક બાપ
સંગ જોડવાનો છે, જે અંતકાળે પણ એ એક બાપ ની યાદ રહે બીજા કોઈનો સંબંધ યાદ હશે તો પછી
અંત માં પણ તે યાદ આવી જશે અને પદ ભ્રષ્ટ થઈ જશે. અંતકાળે જે બેહદ બાપ ની યાદ માં
રહેશે તે જ નર થી નારાયણ બનશે. બાપ ની યાદ છે તો પછી શિવાલય દૂર નથી.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો બેહદ નાં બાપ પાસે આવે જ છે રિફ્રેશ થવા માટે કારણકે બાળકો જાણે છે બેહદ નાં
બાપ પાસે થી બેહદ વિશ્વ ની બાદશાહી મળે છે. આ ક્યારેય ભૂલવું ન જોઈએ. તે સદૈવ યાદ
રહે તો પણ બાળકો ને અપાર ખુશી રહે. આ બેજ ચાલતાં-ફરતાં ઘડી-ઘડી જોતા રહો - એકદમ
હૃદય થી લગાવી દો. ઓહો! ભગવાન ની શ્રીમત થી અમે આ બની રહ્યાં છીએ! બસ, બેજ ને જોઈ
એને પ્રેમ કરતા રહો. બાબા-બાબા કરતા રહો તો સદૈવ સ્મૃતિ રહેશે. આપણે બાપ દ્વારા આ
બનીએ છીએ. બાપ ની શ્રીમત પર ચાલવું જોઈએ ને? મીઠાં બાળકો ની ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ.
આખો દિવસ સર્વિસ નાં જ વિચાર ચાલતાં રહે. બાબા ને તો તે બાળકો જોઈએ જે સર્વિસ (સેવા)
વગર રહી ન શકે. આપ બાળકોએ આખાં વિશ્વ પર ઘેરાવ નાખવાનો છે અર્થાત્ પતિત દુનિયા ને
પાવન બનાવવાની છે. આખાં વિશ્વ ને દુઃખધામ થી સુખધામ બનાવવાનું છે. શિક્ષક ને પણ
ભણાવવા માં મજા આવે છે ને? તમે તો હવે બહુજ ઊંચા શિક્ષક બન્યાં છો. જેટલાં સારા
શિક્ષક, તે અનેક ને આપ સમાન બનાવશે, ક્યારેય થાકશે નહીં. ઈશ્વરીય સર્વિસ માં બહુજ
ખુશી રહે છે. બાપ ની મદદ મળે છે. આ મોટો બેહદ નો વેપાર પણ છે, વેપારી લોકો જ ધનવાન
બને છે. તેઓ આ જ્ઞાનમાર્ગ માં પણ વધારે ઉછળે છે. બાપ પણ બેહદ નાં વેપારી છે ને? સોદો
ખૂબ ફર્સ્ટ ક્લાસ છે પરંતુ આમાં ખૂબ સાહસ ધારણ કરવું પડે છે. નવાં-નવાં બાળકો જૂનાં
કરતાં પણ પુરુષાર્થ માં આગળ જઈ શકે છે. દરેક ની વ્યક્તિગત તકદીર છે, તો પુરુષાર્થ
પણ દરેકે વ્યક્તિગત કરવો જોઈએ. પોતાની પૂરી ચેકિંગ કરવી જોઈએ. આવી ચેકિંગ કરવાવાળા
એકદમ રાત-દિવસ પુરુષાર્થ માં લાગી જશે, કહેશે અમે પોતાનો સમય વેસ્ટ (વ્યર્થ) કેમ
કરીએ? જેટલું થઈ શકે સમય સફળ કરીએ. પોતાની સાથે પાક્કું પ્રણ કરી લે છે, અમે બાપ ને
ક્યારેય નહીં ભૂલીશું. સ્કોલરશિપ લઈને જ છોડીશું. એવાં બાળકો ને પછી મદદ પણ મળે છે.
એવાં પણ નવાં-નવાં પુરુષાર્થી બાળકો તમે જોશો. સાક્ષાત્કાર કરતા રહેશો. જેમ શરુઆત
માં થયું એ જ પછી અંત માં પણ જોશો. જેટલાં નજીક આવતા જશો એટલી ખુશી માં નાચતા રહેશો.
ત્યાં ખુને નાહક ખેલ પણ ચાલતો રહેશે.
આપ બાળકો ની ઈશ્વરીય
રેસ ચાલી રહી છે, જેટલાં આગળ દોડતા જશો એટલાં નવી દુનિયા નાં દૃશ્યો પણ નજીક આવતા
જશે, ખુશી વધતી જશે. જેમને દૃશ્ય નજીક નથી દેખાતા એમને ખુશી પણ નહીં થશે. હમણાં તો
કળિયુગી દુનિયા થી વૈરાગ અને સતયુગી દુનિયા થી બહુજ પ્રેમ હોવો જોઈએ. શિવબાબા યાદ
રહેશે તો સ્વર્ગ નો વારસો પણ યાદ રહેશે. સ્વર્ગ નો વારસો યાદ રહેશે તો શિવબાબા પણ
યાદ રહેશે. આપ બાળકો જાણો છો હમણાં આપણે સ્વર્ગ તરફ જઈ રહ્યાં છીએ, પગ નર્ક તરફ છે,
માથું સ્વર્ગ તરફ છે. હમણાં તો નાનાં-મોટાં બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. બાબા ને
સદૈવ આ નશો રહે છે ઓહો! હું જઈને આ બાલ શ્રીકૃષ્ણ બનીશ, જેનાં માટે ઈનએડવાન્સ (પહેલાં
થી) ભેટ પણ મોકલતા રહે છે. જેમને પૂરો નિશ્ચય છે તે જ ગોપિકાઓ ભેટ મોકલે છે, તેમને
અતિન્દ્રિય સુખ ની ભાસના આવે છે. આપણે જ અમરલોક માં દેવતા બનીશું. કલ્પ પહેલાં પણ
આપણે જ બન્યાં હતાં પછી આપણે ૮૪ પુનર્જન્મ લીધાં છે. આ બાજોલી યાદ રહે તો પણ અહો
સૌભાગ્ય - સદૈવ અથાહ ખુશી માં રહો, ખૂબ મોટી લોટરી મળી રહી છે. ૫૦૦૦ વર્ષ પહેલાં પણ
આપણે રાજ્ય ભાગ્ય મેળવ્યું હતું ફરી કાલે મેળવીશું. ડ્રામા માં નોંધ છે. જેમ કલ્પ
પહેલાં જન્મ લીધો હતો તેમજ લઈશું, તે જ આપણા મા-બાપ હશે. જે શ્રીકૃષ્ણ નાં બાપ હતાં
એ જ ફરી બનશે. આવાં-આવાં જે આખો દિવસ વિચાર કરતા રહેશે તો તે ખૂબ રમણીકતા માં રહેશે.
વિચાર સાગર મંથન નથી કરતાં તો એટલે અનહેલ્દી (અસ્વસ્થ) છે. ગાય ભોજન ખાય છે તો આખો
દિવસ વાગોળતી રહે છે, મુખ ચાલતું જ રહે છે. મુખ ન ચાલે તો સમજાય છે બીમાર છે, આ પણ
એવું જ છે.
બેહદ નાં બાપ અને દાદા
બંને નો મીઠાં-મીઠાં બાળકો સાથે બહુ જ પ્રેમ છે, કેટલાં પ્રેમ થી ભણાવે છે. કાળા થી
ગોરા બનાવે છે. તો બાળકો ને પણ ખુશી નો પારો ચઢવો જોઈએ. પારો ચઢશે યાદ ની યાત્રા
થી. બાપ કલ્પ-કલ્પ બહુજ પ્રેમ થી લવલી સર્વિસ કરે છે. ૫ તત્વો સહિત બધાને પાવન બનાવે
છે. કેટલી ઊંચી બેહદ ની સેવા છે. બાપ બહુજ પ્રેમ થી બાળકો ને શિક્ષા પણ આપતા રહે છે
કારણકે બાળકો ને સુધારવા બાપ તથા શિક્ષક નું જ કામ છે. બાપ ની છે શ્રીમત, જેનાથી જ
શ્રેષ્ઠ બનશો. જેટલાં પ્રેમ થી યાદ કરશો એટલાં શ્રેષ્ઠ બનશો. આ પણ ચાર્ટ માં લખવું
જોઈએ અમે શ્રીમત પર ચાલીએ છીએ કે પોતાની મત પર ચાલીએ છીએ? શ્રીમત પર ચાલવાથી જ તમે
એક્યુરેટ બનશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતે પોતાની
સાથે પ્રણ કરવાનું છે કે અમે પોતાનો સમય વેસ્ટ (વ્યર્થ) નહીં કરીશું. સંગમ ની દરેક
પળ સફળ કરીશું. અમે બાબા ને ક્યારેય નહીં ભૂલીશું. સ્કોલરશિપ લઈને જ રહીશું.
2. સદા સ્મૃતિ રહે કે
હમણાં આપણી વાનપ્રસ્થ અવસ્થા છે. પગ નર્ક તરફ, માથું સ્વર્ગ તરફ છે. બાજોલી ને યાદ
કરી અથાહ ખુશી માં રહેવાનું છે. દેહી-અભિમાની બનવાની મહેનત કરવાની છે.
વરદાન :-
પોતાની
સર્વશ્રેષ્ઠ પોઝિશન ની ખુમારી દ્વારા અનેક આત્માઓ નું કલ્યાણ કરવા વાળા ઓથોરિટી
સ્વરુપ ભવ
અમે ઓલમાઈટી ઓથોરિટી
નાં બાળકો છીએ - આ છે સર્વશ્રેષ્ઠ પોઝિશન, આ પોઝિશન ની ખુમારી માં રહો તો માયા ની
અધિનતા સમાપ્ત થઈ જશે. એ જ ઓથોરિટી નાં સ્વરુપ બનવાથી કોઈ પણ આત્મા નું કલ્યાણ કરી
શકો છો. જે સદા આ ખુમારી માં રહે છે તે સદાકાળ નું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરે છે. આ જ
ઓથોરિટી સદા કાયમ રાખો તો વિશ્વ તમારી આગળ નમશે, તમે કોઈની આગળ નમી ન શકો.
સ્લોગન :-
કરાવનહાર બાપ
ની સ્મૃતિ થી હું-પણા ને સમાપ્ત કરો.
આ અવ્યક્ત ઈશારા -
મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
મધુરતા દ્વારા બાપ ની
સમીપતા નો સાક્ષાત્કાર કરાવો. તમારા સંકલ્પ માં પણ મધુરતા, બોલ માં પણ મધુરતા, કર્મ
માં પણ મધુરતા હોય - આ જ બાપ ની સમીપતા છે એટલે બાપ પણ રોજ કહે છે - ‘મીઠાં-મીઠાં
બાળકો’ અને બાળકો પણ રેસપોન્ડ કરે છે ‘મીઠાં-મીઠાં બાબા’. આ જ રોજ નો મધુરતા નો બોલ
મધુર બનાવી દે છે.