08-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદ થી વિકર્મ વિનાશ થાય છે , ટ્રાન્સ ( સાક્ષાત્કાર ) થી નહીં . ટ્રાન્સ તો પાઈ - પૈસા નો ખેલ છે , એટલે ટ્રાન્સ માં જવાની આશા નહીં રાખો”

પ્રશ્ન :-
માયા નાં ભિન્ન-ભિન્ન રુપો થી બચવા માટે બાપ બધાં બાળકોને કઈ એક સાવધાની આપે છે?

ઉત્તર :-
મીઠાં બાળકો, ટ્રાન્સ ની આશ નહીં રાખો. જ્ઞાન-યોગ માં ટ્રાન્સનું કોઈ કનેક્શન નથી. મુખ્ય છે ભણતર. કોઈ ટ્રાન્સ માં જઈને કહે છે મારા માં મમ્મા આવી, બાબા આવ્યાં. આ બધાં સૂક્ષ્મ માયા નાં સંકલ્પ છે, એનાથી ખૂબ સાવધાન રહેવાનું છે. માયા ઘણાં બાળકોમાં પ્રવેશ કરી ઉલ્ટા કાર્ય કરાવી દે છે એટલે ટ્રાન્સ ની આશ નથી રાખવાની.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો આ તો સમજી ગયા છે કે એક તરફ છે ભક્તિ, બીજી તરફ છે જ્ઞાન. ભક્તિ તો અથાહ છે અને શીખવાડવા વાળા અનેક છે. શાસ્ત્ર પણ શીખવાડે છે, મનુષ્ય પણ શીખવાડે છે. અહીં નથી કોઈ શાસ્ત્ર, નથી મનુષ્ય. અહીં શીખવાડવા વાળા એક જ રુહાની બાપ છે જે આત્માઓને સમજાવે છે. આત્મા જ ધારણ કરે છે. પરમપિતા પરમાત્મા માં આ બધું જ્ઞાન છે, ૮૪ નાં ચક્ર નું એમનામાં જ્ઞાન છે, એટલે એમને પણ સ્વદર્શન ચક્રધારી કહી શકાય છે. આપણ ને બાળકોને પણ એ સ્વદર્શન ચક્રધારી બનાવી રહ્યા છે. બાબા પણ બ્રહ્માનાં તન માં છે, એટલે એમને બ્રાહ્મણ પણ કહી શકાય છે. આપણે પણ એમનાં બાળકો બ્રાહ્મણ સો દેવતા બનીએ છીએ. હમણાં બાપ યાદ ની યાત્રા શીખવાડે છે, એમાં હઠયોગ વગેરેની કોઈ વાત નથી. તે લોકો હઠયોગ થી ટ્રાન્સ વગેરે માં જાય છે. આ કોઈ મોટાઈ નથી. ટ્રાન્સ ને મોટાઈ કંઈ પણ નથી. ટ્રાન્સ તો એક પાઈ-પૈસા નો ખેલ છે. તમારે એવું ક્યારેય કોઈ ને નથી કહેવાનું કે અમે ટ્રાન્સ માં જઈએ છીએ કારણ કે આજ-કાલ વિદેશ વગેરે માં જ્યાં-ત્યાં અનેકાનેક ટ્રાન્સ માં જાય છે. ટ્રાન્સ માં જવાથી નથી એમને કોઈ ફાયદો, નથી તમને કોઈ ફાયદો. બાબાએ સમજ આપી છે. ટ્રાન્સમાં નથી યાદ ની યાત્રા, નથી જ્ઞાન. ધ્યાન અથવા ટ્રાન્સ વાળા ક્યારેય કંઈ પણ જ્ઞાન નહીં સંભળાવશે, ન કોઈ પાપ ભસ્મ થશે. ટ્રાન્સ નું મહત્વ કંઈ પણ નથી. બાળકો યોગ લગાવે છે, એને કોઈ ટ્રાન્સ નથી કહેવાતું. યાદ થી વિકર્મ વિનાશ થશે. ટ્રાન્સ માં વિકર્મ વિનાશ નહીં થશે. બાબા સાવધાન કરે છે કે બાળકો, ટ્રાન્સ નો શોખ નહીં રાખો.

તમે જાણો છો આ સંન્યાસીઓ વગેરેને જ્ઞાન ત્યારે મળે છે જ્યારે વિનાશ નો સમય હોય છે. ભલે તમે એમને એવી રીતે નિમંત્રણ આપતા રહો પરંતુ આ જ્ઞાન એમના કળશ માં જલ્દી નહીં આવશે. જ્યારે વિનાશ સામે દેખાશે ત્યારે આવશે. સમજશે હવે તો મોત આવ્યું કે આવ્યું. જ્યારે નજીક જોશે ત્યારે માનશે. એમનો પાર્ટ જ અંત માં છે. તમે કહો છો હવે વિનાશ આવ્યો કે આવ્યો, મોત આવવાનું છે. તે સમજે છે આમનાં આ ગપ્પા છે.

તમારું ઝાડ ધીરે-ધીરે વધે છે. સંન્યાસીઓને ફક્ત કહેવાનું છે કે બાપ ને યાદ કરો. આ પણ બાપે સમજાવ્યું છે કે તમારે આંખો બંધ નથી કરવાની. આંખો બંધ થશે તો બાપ ને કેવી રીતે જોશો? આપણે આત્મા છીએ, પરમપિતા પરમાત્મા ની સામે બેઠાં છીએ. એ દેખાતા નથી, પરંતુ આ જ્ઞાન બુદ્ધિમાં છે. આપ બાળકો સમજો છો પરમપિતા પરમાત્મા આપણ ને ભણાવી રહ્યા છે-આ શરીર નાં આધાર થી. ધ્યાન વગેરે ની કોઈ વાત જ નથી. ધ્યાન માં જવું કોઈ મોટી વાત નથી. આ ભોગ વગેરે ની ડ્રામા માં બધી નોંધ છે. સર્વન્ટ (સેવાધારી) બની ભોગ લગાવીને આવો છો. જેવી રીતે સર્વન્ટ લોકો મોટા વ્યક્તિ ને ખવડાવે છે. તમે પણ સર્વન્ટ છો, દેવતાઓને ભોગ લગાવવા જાઓ છો. તે છે ફરિશ્તા. ત્યાં મમ્મા-બાબા ને જુઓ છો. તે સંપૂર્ણ મૂર્તિ પણ મુખ્ય લક્ષ છે. એમને એવાં ફરિશ્તા કોણે બનાવ્યાં? બાકી ધ્યાન માં જવું તો કોઈ મોટી વાત નથી. જેવી રીતે અહીં શિવબાબા તમને ભણાવે છે, તેવી રીતે ત્યાં પણ શિવબાબા આમનાં દ્વારા કંઈક સમજાવશે. સૂક્ષ્મવતન માં શું હોય છે, આ ફક્ત જાણવાનું હોય છે. બાકી ટ્રાન્સ વગેરે ને કંઈ પણ મહત્વ નથી આપવાનું. કોઈને ટ્રાન્સ દેખાડવું - આ પણ બાળપણ છે. બાબા બધાને સાવધાન કરે છે - ટ્રાન્સ માં નહીં જાઓ, એમાં પણ ઘણીવાર માયા પ્રવેશ થઈ જાય છે.

આ ભણતર છે, કલ્પ-કલ્પ બાપ આવીને તમને ભણાવે છે. હમણાં છે સંગમયુગ. તમારે ટ્રાન્સફર થવાનું છે. ડ્રામા નાં પ્લાન અનુસાર તમે પાર્ટ ભજવી રહ્યા છો, પાર્ટની મહિમા છે. બાપ આવીને ભણાવે છે ડ્રામા અનુસાર. તમારે બાપ પાસે થી એકવાર ભણીને મનુષ્ય થી દેવતા જરુર બનવાનું છે. એમાં બાળકોને તો ખુશી થાય છે. અમે બાપ ને પણ અને રચના નાં આદિ-મધ્ય-અંત ને પણ જાણી ગયા છીએ. બાપ ની શિક્ષા મેળવીને ખૂબ હર્ષિત થવું જોઈએ. તમે ભણો જ છો નવી દુનિયા માટે. ત્યાં છે જ દેવતાઓનું રાજ્ય તો જરુર પુરુષોત્તમ સંગમયુગ પર ભણવાનું હોય છે. તમે આ દુઃખ થી છૂટીને સુખ માં જાઓ છો. અહીં તમોપ્રધાન હોવાનાં કારણે તમે બિમાર વગેરે થાઓ છો. આ બધાં રોગ મટી જવાના છે. મુખ્ય છે જ ભણતર, એનાથી ટ્રાન્સ વગેરે નું કનેક્શન નથી. આ મોટી વાત નથી. ઘણી જગ્યાએ એવાં ધ્યાન માં ચાલ્યા જાય છે પછી કહે છે મમ્મા આવી, બાબા આવ્યાં. બાપ કહે છે આ કંઈ પણ નથી. બાપ તો એક જ વાત સમજાવે છે-તમે જે અડધોકલ્પ દેહ-અભિમાની બની ગયા છો, હવે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય, આને યાદ ની યાત્રા કહેવાય છે. યોગ કહેવાથી યાત્રા સિદ્ધ નથી થતી. તમારે આત્માઓએ અહીં થી જવાનું છે, તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. તમે હમણાં યાત્રા કરી રહ્યા છો. એમનો જે યોગ છે, એમાં યાત્રા ની વાત નથી. હઠયોગી તો અનેક છે. તે છે હઠયોગ, આ છે બાપ ને યાદ કરવાં. બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો, પોતાને આત્મા સમજો. એવું બીજા કોઈ ક્યારેય નહીં સમજાવશે. આ તો છે ભણતર. બાપ નાં બાળકો બન્યા પછી બાપ પાસે થી ભણવાનું અને ભણાવવાનું છે. બાબા કહે છે તમે મ્યુઝિયમ ખોલો, જાતે જ તમારી પાસે આવશે. બોલાવવાની તકલીફ નહીં થશે. કહેશે - આ જ્ઞાન તો ખૂબ સારું છે, ક્યારેય સાંભળ્યું નથી. આમાં તો કેરેક્ટર (ચરિત્ર) સુધરે છે. મુખ્ય છે જ પવિત્રતા, જેના પર જ હંગામા (ઝઘડા) વગેરે થાય છે. ઘણાં ફેલ પણ થાય છે. તમારી અવસ્થા એવી થઈ જાય છે જે આ દુનિયામાં હોવા છતાં એમને જોતા નથી. ખાતા-પીતા પણ તમારી બુદ્ધિ એ તરફ હોય. જેવી રીતે બાપ નવું મકાન બનાવે છે તો બધાની બુદ્ધિ નવા મકાન તરફ ચાલી જાય છે ને? હમણાં નવી દુનિયા બની રહી છે. બેહદ નાં બાપ બેહદ નું ઘર બનાવી રહ્યા છે. તમે જાણો છો કે આપણે સ્વર્ગવાસી બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. હવે ચક્ર પૂરું થયું છે. હવે આપણે ઘરે અને સ્વર્ગ માં જવાનું છે તો એનાં માટે પાવન પણ જરુર બનવાનું છે. યાદ ની યાત્રા થી પાવન બનવાનું છે. યાદ માં જ વિઘ્ન પડે છે, એમાં જ તમારી લડાઈ છે. ભણતર માં લડાઈ ની વાત નથી હોતી. ભણતર તો બિલકુલ સિમ્પલ (સરળ) છે. ૮૪ નાં ચક્ર નું જ્ઞાન તો ખૂબ જ સહજ છે. બાકી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો, એમાં છે મહેનત. બાપ કહે છે યાદ ની યાત્રા ભૂલો નહીં. ઓછા માં ઓછા ૮ કલાક તો જરુર યાદ કરો. શરીર નિર્વાહ માટે કર્મ પણ કરવાનું છે. ઊંઘ પણ કરવાની છે. સહજ માર્ગ છે ને? જો કહે ઊંઘ નહીં કરો, તો આ હઠયોગ થઈ ગયો. હઠયોગી તો ખૂબ છે. બાપ કહે છે એ તરફ કંઈ પણ નહીં જુઓ, એનાથી કંઈ ફાયદો નથી. કેટલાં હઠયોગ વગેરે શીખવાડે છે? આ બધી છે મનુષ્ય મત. તમે આત્માઓ છો, આત્મા જ શરીર લઈ પાર્ટ ભજવે છે, ડૉક્ટર વગેરે બને છે. પરંતુ મનુષ્ય દેહ-અભિમાની બની પડ્યા છે-હું ફલાણો છું.

હમણાં તમારી બુદ્ધિ માં છે-આપણે આત્મા છીએ. બાપ પણ આત્મા છે. આ સમયે તમને આત્માઓ ને પરમપિતા ભણાવે છે એટલે ગાયન છે-આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ… કલ્પ-કલ્પ મળે છે. બાકી જે પણ આખી દુનિયા છે, તે બધાં દેહ-અભિમાન માં આવીને દેહ સમજી ને જ ભણે-ભણાવે છે. બાપ કહે છે હું આત્માઓ ને ભણાવું છું. જ્જ, બેરિસ્ટર વગેરે પણ આત્મા બને છે. તમે આત્મા સતોપ્રધાન પવિત્ર હતાં પછી તમે પાર્ટ ભજવતા-ભજવતા બધાં પતિત બન્યા છો ત્યારે પોકારો છો બાબા, આવીને અમને પાવન આત્મા બનાવો. બાપ તો છે જ પાવન. આ વાત જ્યારે સાંભળે ત્યારે ધારણા થાય. તમને બાળકો ને ધારણા થાય છે તો તમે દેવતા બનો છો. બીજા કોઈની બુદ્ધિમાં બેસશે નહીં કારણ કે આ છે નવી વાત. આ છે જ્ઞાન. તે છે ભક્તિ. તમે પણ ભક્તિ કરતા-કરતા દેહ-અભિમાની બની જાઓ છો. હવે બાપ કહે છે - બાળકો, આત્મ-અભિમાની બનો. આપણને આત્માઓ ને બાપ આ શરીર દ્વારા ભણાવે છે. વારંવાર યાદ રાખો આ એક જ સમય છે જ્યારે આત્માઓનાં બાપ પરમપિતા ભણાવે છે. બાકી તો આખાં ડ્રામા માં ક્યારેય પાર્ટ જ નથી, આ સંગમયુગ સિવાય, એટલે બાપ છતાં પણ કહે છે મીઠાં-મીઠાં બાળકો, પોતાને આત્મા નિશ્ચય કરો, બાપ ને યાદ કરો. આ ખૂબ ઊંચી યાત્રા છે-ચઢે તો ચાખે વૈકુંઠ રસ. વિકાર માં પડવાથી એકદમ ચકનાચૂર થઈ જાય છે. તો પણ સ્વર્ગ માં તો આવશે, પરંતુ પદ ખૂબ ઓછું હશે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. આમાં ઓછા પદ વાળા પણ જોઈએ, બધાં થોડી જ્ઞાન માં ચાલે છે? પછી તો બાબા ને ખૂબ બાળકો મળવા જોઈએ. જો મળે છે તો પણ થોડા સમય માટે. આપ માતાઓની ખૂબ મહિમા છે, વંદે માતરમ્ પણ ગવાય છે. જગત અંબાનો કેટલો મોટો ભારી મેળો લાગે છે કારણ કે ખૂબ સર્વિસ કરી છે. જે ખૂબ સર્વિસ કરે છે તે મોટા રાજા બને છે. દેલવાડા મંદિર માં તમારું જ યાદગાર છે. તમારે બાળકીઓએ તો ખૂબ સમય કાઢવો જોઈએ. તમે ભોજન વગેરે બનાવો છો તો ખૂબ શુદ્ધ ભોજન યાદ માં બનાવવું જોઈએ, જે કોઈને ખવડાવો તો એમનું પણ હૃદય શુદ્ધ થઈ જાય. એવાં ખૂબ થોડાં છે, જેમને આવું ભોજન મળતું હશે. પોતાને પૂછો-અમે શિવબાબા ની યાદ માં રહીને ભોજન બનાવીએ છીએ, જે ખાવાથી જ એમનું (મનુષ્યો નું) હૃદય પીગળી જાય? વારંવાર યાદ ભુલાઈ જાય છે. બાબા કહે છે ભૂલવાનું પણ ડ્રામામાં નોંધ છે કારણ કે તમે ૧૬ કળા તો હજી બન્યા નથી. સંપૂર્ણ બનવાનું જરુર છે. પૂનમ નાં ચંદ્રમા માં કેટલુ તેજ હોય છે? પછી ઓછું થતાં-થતાં લકીર (રેખા) જેટલું રહે છે. ઘોર અંધકાર થઈ જાય છે પછી ઘોર અજવાળું. આ વિકાર વગેરે છોડી બાપ ને યાદ કરતા રહેશો તો તમારો આત્મા સંપૂર્ણ બની જશે. તમે ઈચ્છો છો મહારાજા બનીએ પરંતુ બધાં તો બની ન શકે. પુરુષાર્થ બધાએ કરવાનો છે. કોઈ તો કંઈ પુરુષાર્થ નથી કરતાં એટલે મહારથી, ઘોડેસ્વાર, પ્યાદા કહેવાય છે. મહારથી થોડા હોય છે. પ્રજા અથવા લશ્કર જેટલા હોય છે, એટલાં કમાન્ડર્સ તથા મેજર્સ નથી હોતાં. તમારા માં પણ કમાન્ડર્સ, મેજર્સ, કેપ્ટન છે. પ્યાદા પણ છે. તમારી પણ આ રુહાની સેના છે ને? બધો આધાર છે યાદ ની યાત્રા પર. એનાથી જ બળ મળશે. તમે છો ગુપ્ત વોરિયર્સ. (યોધ્ધા) બાપ ને યાદ કરવાથી વિકર્મો નો જે કચરો છે તે ભસ્મ થઈ જાય છે. બાપ કહે છે ધંધાધોરી ભલે કરો. બાપ ને યાદ કરો. તમે જન્મ-જન્માંતર નાં આશિક છો, આ માશૂક નાં. હમણાં એ માશૂક મળ્યા છે તો એમને યાદ કરવાના છે. પહેલાં ભલે યાદ કરતા હતાં પરંતુ વિકર્મ વિનાશ થોડી થતા હતાં? બાપે બતાવ્યું છે તમારે અહીં તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આત્માએ જ બનવાનું છે. આત્મા જ મહેનત કરી રહ્યો છે. આ જન્મ માં તમારે જન્મ-જન્માંતર નાં મેલ ને ઉતારવાનો છે. આ છે મૃત્યુલોક નો અંતિમ જન્મ પછી જવાનું છે અમરલોક. આત્મા પાવન બન્યા વગર તો જઈ નથી શકતો. બધાને પોત-પોતાનો હિસાબ-કિતાબ ચૂક્તુ કરીને જવાનું છે. જો સજાઓ ખાઈને જશો તો પદ ઓછું થઈ જશે. જે સજા નથી ખાતા તે ફક્ત માળા નાં ૮ દાણા કહેવાય છે. ૯ રત્નો ની જ વીંટી વગેરે બને છે. એવાં બનવું છે તો બાપ ને યાદ કરવાની ખૂબ મહેનત કરવાની છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સંગમયુગ પર સ્વયં ને ટ્રાન્સફર કરવાના છે. ભણતર અને પવિત્રતા ની ધારણા થી પોતાનાં કેરેક્ટર સુધારવાનાં છે, ટ્રાન્સ વગેરેનો શોખ નથી રાખવાનો.

2. શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાના છે, ઊંઘ પણ કરવાની છે, હઠયોગ નથી, પરંતુ યાદ ની યાત્રાને ક્યારેય ભૂલવાની નથી. યોગ યુક્ત થઈને એવું શુદ્ધ ભોજન બનાવો અને ખવડાવો જે ખાવા વાળા નું હૃદય શુદ્ધ થઈ જાય.

વરદાન :-
પોતાની સૂક્ષ્મ શક્તિઓ પર વિજયી બનવા વાળા રાજઋષિ , સ્વરાજ્ય અધિકારી આત્મા ભવ

કર્મેન્દ્રિય જીત બનવું તો સહજ છે પરંતુ મન-બુદ્ધિ-સંસ્કાર - આ સૂક્ષ્મ શક્તિઓ પર વિજયી બનવું - આ સૂક્ષ્મ અભ્યાસ છે. જે સમયે જે સંકલ્પ, જે સંસ્કાર ઈમર્જ કરવા ઈચ્છો તે જ સંકલ્પ, તે જ સંસ્કાર, સહજ અપનાવી શકો - આને કહેવાય છે સૂક્ષ્મ શક્તિઓ પર વિજય અર્થાત્ રાજઋષિ સ્થિતિ. જે સંકલ્પ શક્તિ ને ઓર્ડર કરો કે હમણાં-હમણાં એકાગ્રચિત્ત થઈ જાઓ, તો રાજાનો ઓર્ડર એ જ ઘડી એ જ પ્રકાર થી માનવો, આ જ છે-રાજ્ય અધિકાર ની નિશાની. આ જ અભ્યાસ થી અંતિમ પેપર માં પાસ થશો.

સ્લોગન :-
સેવાઓથી જે દુવાઓ મળે છે આ જ સૌથી મોટા માં મોટી દેન છે.