08-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 15.11.2005
બાપદાદા મધુબન
“ સાચાં દિલ થી બાપ તથા
પરિવાર નાં સ્નેહી બની મહેનત મુક્ત બનવાનો વાયદા કરો અને ફાયદા લો”
આજે બાપદાદા પોતાનાં
ચારેય તરફ નાં શ્રેષ્ઠ રાજ્ય અધિકારી, સ્વમાનધારી બાળકો ને જોઈ રહ્યાં છે. બાપે
બાળકો ને પોતાનાં કરતાં પણ ઊંચા સ્વમાન આપ્યાં છે. દરેક બાળકો ને પગ માં પડવાથી
છોડાવી મસ્તક નાં તાજ બનાવી દીધાં. સ્વયં ને સદા પ્રિય બાળકો નાં સેવાધારી કહ્યાં.
એટલી મોટી ઓથોરિટી નાં સ્વમાન બાળકો ને આપ્યાં. તો દરેક પોતાને એટલાં સ્વમાનધારી
સમજે છે? સ્વમાનધારી નું વિશેષ લક્ષણ શું હોય છે? જેટલાં જે સ્વમાનધારી હશે એટલાં જ
સર્વ ને સમ્માન આપવા વાળા હશે. જેટલાં સ્વમાનધારી એટલાં જ નિર્માણ, સર્વ નાં સ્નેહી
હશે. સ્વમાનધારી ની નિશાની છે - બાપ નાં પ્રિય સાથે સર્વ નાં પ્રિય. હદ નાં પ્રિય
નહીં, બેહદ નાં પ્રિય. જેવી રીતે બાપ સર્વ નાં પ્રિય છે, ભલે એક મહિના નું બાળક છે
કે આદિ રત્ન પણ છે પરંતુ દરેક માને છે હું બાબા નો, બાબા મારા. આ નિશાની છે સર્વ
નાં પ્રિય પણા ની, શ્રેષ્ઠ સ્વમાન ની, કારણકે એવાં બાળકો ફોલો ફાધર કરવા વાળા છે.
જુઓ, બાપે દરેક વર્ગ નાં બાળકો ને, નાનાં બાળકો થી લઈને, વૃદ્ધ સમાન બાળકો ને
સ્વમાન આપ્યાં? યુથ (યુવાનો) ને વિનાશકારી થી વિશ્વ કલ્યાણકારી નાં સ્વમાન આપ્યાં.
મહાન બનાવ્યાં. પ્રવૃત્તિ વાળાઓ ને મહાત્માઓ, મોટા-મોટા જગતગુરુ એમનાં કરતાં પણ ઊંચા,
પ્રવૃત્તિ માં રહેતાં, પર-વૃત્તિ વાળા મહાત્માઓ નું પણ માથું નમાવવા વાળા બનાવ્યાં.
કન્યાઓ ને શિવ શક્તિ સ્વરુપ નું સ્વમાન યાદ અપાવ્યું, બનાવ્યાં. વડીલ બાળકો ને
બ્રહ્મા બાપ નાં હમજીન્સ અનુભવી નું સ્વમાન આપ્યું. એવી રીતે જ સ્વમાનધારી બાળકો
દરેક આત્મા ને એવી રીતે સ્વમાન થી જોશે. ફક્ત જોશે નહીં પરંતુ સંબંધ-સંપર્ક માં આવશે,
કારણકે સ્વમાન દેહ-અભિમાન ને ખતમ કરવા વાળું છે. જ્યાં સ્વમાન હશે ત્યાં દેહ નું
અભિમાન નહીં હશે. ખૂબ સહજ સાધન છે, દેહ-અભિમાન ને ખતમ કરવાનું - સદા સ્વમાન માં
રહેજો. સદા દરેક ને સ્વમાન થી જોજો. ભલે પ્રિય છે, ૧૬ હજાર ની માળા માં લાસ્ટ નંબર
પણ છે પરંતુ લાસ્ટ નંબર માં પણ ડ્રામા અનુસાર બાપ દ્વારા કોઈ ન કોઈ વિશેષતા છે.
સ્વમાનધારી વિશેષતા ને જોઈ સ્વમાન આપે છે. એમની દૃષ્ટિ માં, વૃત્તિ માં, કૃતિ માં,
દરેક ની વિશેષતા સમાયેલી હોય છે. જે પણ બાપ નાં બન્યાં તે વિશેષ આત્મા છે, ભલે
નંબરવાર છે પરંતુ દુનિયાનાં કોટો માં કોઈ છે. એવી રીતે પોતાને બધા વિશેષ આત્મા સમજો
છો? સ્વમાન માં સ્થિત રહેવાનું છે. દેહ-અભિમાન માં નહીં, સ્વમાન.
બાપ ને દરેક બાળકો
સાથે પ્રેમ કેમ છે? કારણકે બાપ જાણે છે કે મને ઓળખી, મારા બન્યાં છે ને? ભલે આજે આ
મેળા માં પણ પહેલી વાર આવ્યાં છે, તો પણ બાબા કહ્યું, તો બાપ નાં પ્રેમ નાં પાત્ર
છે. બાપદાદા ને ચારેય તરફ નાં સર્વ બાળકો સર્વ થી પ્રિય છે. એવી રીતે જ ફોલો ફાધર.
કોઈ પણ અપ્રિય નથી, સર્વ પ્રિય છે. જુઓ, જે પણ બાળકો મારા બાબા કહે છે, તો મારા પણું
કોણે લાવ્યું? સ્નેહે. જે પણ અહીં બેઠાં છે, તે સમજો છો કે સ્નેહે બાપ નાં બનાવી
લીધાં. બાપ નો સ્નેહ ચુંબક છે, સ્નેહ નાં ચુંબક થી બાપ નાં બની ગયાં. દિલ નો સ્નેહ,
કહેવા માત્ર સ્નેહ નથી. દિલ નો સ્નેહ આ બ્રાહ્મણ-જીવન નું ફાઉન્ડેશન છે. મળવા કેમ
આવો છો? સ્નેહ લઈ આવે છે ને? જે પણ બધા બેઠાં છે, આવ્યાં છે, કેમ આવ્યાં છો? સ્નેહે
ખેંચ્યા ને? સ્નેહ પણ કેટલો છે? ૧૦૦ ટકા છે કે ઓછો છે? જે સમજે છે સ્નેહ માં અમે
૧૦૦ ટકા છીએ, તે હાથ ઉઠાવો. સ્નેહ માં ૧૦૦ ટકા. થોડો પણ ઓછો નથી? સારું. તો આટલો જ
સ્નેહ પરસ્પર બ્રાહ્મણો માં છે? એમાં હાથ ઉઠાવડાવે? એમાં પર્સન્ટેજ છે. જેમ બાપ નો
બધા સાથે સ્નેહ છે, એમ બાળકો નો પણ સર્વ સાથે સ્નેહ, સર્વ નાં સ્નેહી. બીજા ની
કમજોરીઓને ન જુઓ. જો કોઈ સંસ્કાર નાં વશીભૂત છે, તો ફોલો કોને કરવાના છે? વશીભૂત
વાળા ને? તમે વશીકરણ મંત્ર આપવા વાળા છો, વશીભૂત થી છોડાવવા વાળો મંત્ર, છોડાવવા
વાળા છો ને? કે જોવા વાળા છો? કે દેખાય છે? જો કોઈ ખરાબ વસ્તુ દેખાય પણ છે, તો શું
કરો છો? જોતા રહો છો કે કિનારો કરી લો છો? કારણકે બાપદાદાએ જોયું કે જે દિલ નાં
સ્નેહી છે, બાપ નાં દિલ નાં સ્નેહી, સર્વ નાં સ્નેહી અવશ્ય હશે. દિલ નો સ્નેહ બહુ જ
સહજ વિધિ છે સંપન્ન અને સંપૂર્ણ બનવાની . ભલે કોઈ કેટલાં પણ જ્ઞાની હોય, પરંતુ જો
દિલ નો સ્નેહ નથી તો બ્રાહ્મણ-જીવન માં રમણીક જીવન નહીં હશે. સૂકું જીવન હશે કારણકે
જ્ઞાન માં, સ્નેહ વગર જો જ્ઞાન છે તો જ્ઞાન માં પ્રશ્ન ઉઠે છે કેમ, શું? પરંતુ
સ્નેહ જ્ઞાન સહિત છે તો સ્નેહી સદા સ્નેહ માં લવલીન રહે છે. સ્નેહી ને યાદ કરવાની
મહેનત કરવી નથી પડતી. ફક્ત જ્ઞાની છે, સ્નેહ નથી તો મહેનત કરવી પડે છે. તે મહેનત
નું ફળ ખાય, એ મહોબ્બતનું ફળ ખાય. જ્ઞાન છે બીજ પરંતુ પાણી છે સ્નેહ. જો બીજ ને
સ્નેહ નું પાણી નથી મળતું તો ફળ નથી નીકળતું.
તો આજે બાપદાદા સર્વ
બાળકો નાં દિલ નો સ્નેહ ચેક કરી રહ્યાં હતાં. ભલે બાપ પાસે થી કે સર્વ પાસે થી. તો
તમે બધા પોતાને શું સમજો છો? સ્નેહી છો? છો સ્નેહી? જે સમજે છે દિલ નાં સ્નેહી છીએ,
તે હાથ ઉઠાવો. (મેજોરીટી બધાએ હાથ ઉઠાવ્યો) અચ્છા, સર્વ નાં સ્નેહી. બાપ નાં તો દિલ
નાં સ્નેહી છો, સર્વ નાં સ્નેહી છો? સર્વ નાં? દરેક સમજે છે - આ મારા ભાઈ-બહેન છે?
દરેક સમજે છે કે આ મારા છે? સમજે છે? કે કોઈ-કોઈ સમજે છે? જેમ બાપ નાં સ્નેહ માં બધા
હાથ ઉઠાવે છે, હા બાપ નાં સ્નેહી છીએ, એમ તમે દરેક ને માટે હાથ ઉઠાવશો કે હા આ સર્વ
નાં સ્નેહી છીએ? આ સર્ટિફિકેટ મળશે? કારણકે બાપદાદાએ પહેલાં પણ કહ્યું હતું કે ફક્ત
બાપ પાસે થી સર્ટિફિકેટ નથી લેવાનું, બ્રાહ્મણ-પરિવાર પાસે થી પણ લેવાનું છે કારણકે
આ સમયે બાપ ધર્મ અને રાજ્ય બંને સાથે-સાથે સ્થાપન કરી રહ્યાં છે. રાજ્ય માં ફક્ત
બાપ નહીં હશે, પરિવાર પણ હશે. બાપ નાં પણ પ્રિય, પરિવાર નાં પણ પ્રિય.
જ્ઞાની બન્યાં છો
પરંતુ સાથે સ્નેહી બનવું પણ જરુરી છે. સ્વમાન માં રહેવું અને સન્માન આપવું, આ બંને
જરુરી છે. બાપે બ્રાહ્મણ જન્મ લેતા જ દરેક બાળકો ને સન્માન આપ્યું, ત્યારે તો ઊંચા
બન્યાં. આ એક જન્મ માં સન્માન આપવાનું છે અને આખું કલ્પ એની પ્રારબ્ધ સન્માન
પ્રાપ્ત થાય છે. અડધો કલ્પ રાજ્ય અધિકારી નું સન્માન મળે છે, અડધો કલ્પ ભક્તિ માં
ભક્તો દ્વારા સન્માન મળે છે. પરંતુ આનો, આખા કલ્પ નો આધાર છે આ એક જન્મ માં સન્માન
આપવું, સન્માન લેવું.
હમણાં-હમણાં બાપદાદા
જોઈ રહ્યાં છે ચારેય તરફ વિદેશ માં કોઈ રાત્રે, કોઈ દિવસે મિલન મનાવી રહ્યાં છે.
સારા પુરુષાર્થ ની ગતિ વધારવા માટે તમને દાદી પણ (જાનકી દાદી) સારા મળ્યાં છે. છે
ને એવું? જરા પણ કોઈ કમી જુએ છે, તરત ક્લાસ પર ક્લાસ કરાવે છે. કોઈ પણ બાળકો ને, ભલે
દેશ વાળા કે વિદેશ વાળા ને, કોઈ પણ વિષય માં મહેનત લાગે છે તો એનું મૂળ કારણ છે -
દિલ નાં સ્નેહ ની કમી. સ્નેહ એટલે લવલીન. યાદ કરવા નથી પડતા, યાદ ભૂલવી મુશ્કેલ થાય.
જો મહેનત કરવી પડે છે તો દિલ નાં સ્નેહ ને ચેક કરો - ત્યાં લીકેજ તો નથી? ભલે લગાવ
કોઈ વ્યક્તિ થી, ભલે વ્યક્તિ ની વિશેષતા થી કે કોઈ સાધન થી, સેલવેશન થી, એક્સ્ટ્રા
સેલવેશન, કાયદા પ્રમાણે સેલવેશન ઠીક છે, પરંતુ એક્સ્ટ્રા સેલવેશન થી પણ પ્રેમ હોય
છે, લગાવ હોય છે. તે સેલવેશન યાદ આવતી રહેશે. એની નિશાની છે - ક્યાંય પણ લીકેજ હશે
તો સદા જીવન માં કોઈ પણ કારણ થી સંતુષ્ટતા ની અનુભૂતિ નહીં થશે. કોઈ ન કોઈ કારણ
અસંતુષ્ટતા નો અનુભવ કરાવશે. અને સંતુષ્ટતા જ્યાં હશે એની નિશાની સદા પ્રસન્નતા હશે.
સદા રુહાની ગુલાબ ની જેમ હર્ષિત રહેશો, ખીલેલા રહેશો, મૂડ ઓફ નહીં થશે, સદા ડબલ
લાઈટ. તો સમજો મહેનત થી હવે બચી જાઓ. બાપદાદા ને બાળકો ની મહેનત નથી ગમતી. અડધો
કલ્પ મહેનત કરી છે, હવે મોજ કરો. મહોબ્બત માં લવલીન થાઓ, અનુભવ નાં મોતી જ્ઞાન સાગર
નાં તટ માં અનુભવ કરો. ફક્ત ડૂબકી લગાવીને સાગર માંથી નીકળી નહીં આવો, લવલીન રહો.
બધાએ વાયદો તો કર્યો
છે ને? કે સાથે રહીશું, સાથે ચાલીશુ? વાયદો કર્યો છે? સાથે ચાલશો કે પાછળ-પાછળ આવશો?
જે સાથે ચાલવા માટે તૈયાર છે તે હાથ ઉઠાવો. તૈયાર છે, વિચારીને ઉઠાવો, તૈયાર છે
અર્થાત્ બાપ સમાન છે. કોણ સાથે ચાલશે? સમાન સાથે ચાલશે ને? તો ચાલશો? એવરરેડી? પહેલી
લાઈન એવરરેડી? કાલે ચાલવા માટે ઓર્ડર કરે, ચાલશે? અચ્છા પ્રવૃત્તિ વાળા ચાલશે? બાળકો
નહીં યાદ આવશે? માતાઓ ચાલશે? માતાઓ તૈયાર છે? કોઈ પણ વસ્તુ યાદ નહીં આવશે? ટીચર્સ
ને સેન્ટર યાદ આવશે, જિજ્ઞાસુ યાદ આવશે? નહીં યાદ આવે? અચ્છા. બધા નિર્મોહી તો થઈ
ગયા છો? પછી તો ખૂબ સારી વાત છે. પછી તો મહેનત નહીં કરવી પડે ને?
આજે બાપદાદા બધાને ભલે
સમ્મુખ બેઠાં છે કે દૂર બેઠાં પણ બાપ નાં દિલ માં બેઠાં છે, બધા ને આજ નાં દિવસે
મહેનત મુક્ત બનાવવા ઈચ્છે છે. બનશો? તાળી તો વગાડી દીધી, બનશો? કાલ થી કોઈ દાદીઓ ની
પાસે નહીં આવે. મહેનત નહીં કરાવશે, મોજ થી મળશે. ઝોન હેડ ની પાસે નહીં જશે,
કમ્પ્લેન નહીં કરશે, કમ્પલીટ. ઠીક છે? બધા હાથ ઉઠાવો. જુઓ, વિચારીને હાથ ઉઠાવજો, એમ
જ નહીં ઉઠાવી લેતાં. કોઈ કમ્પ્લેન નહીં, કોઈ મારું-મારું નહીં, કોઈ મારા નહીં. હું
પણ નહીં, મારું પણ નહીં, ખતમ. જુઓ, વાયદો તો કર્યો છે, સારું છે મુબારક છે પરંતુ
શું છે, વાયદા નો ફાયદો નથી ઉઠાવતાં. વાયદો ખૂબ જલ્દી કરી લો છો પરંતુ ફાયદો ઉઠાવવા
માટે રોજ એક તો રીયલાઈઝેશન બીજું રિવાઇઝ કરો, વાયદા ને રોજ રિવાઇઝ કરો શું વાયદો
કર્યો? અમૃતવેલા મળ્યાં પછી વાયદો અને ફાયદો બંને નાં બેલેન્સ નો ચાર્ટ બનાવો. વાયદો
શું કર્યો? અને ફાયદો શું ઉઠાવી રહ્યાં છો? રીયલાઈઝ કરો, રિવાઇઝ કરો, બેલેન્સ થઈ જશે
તો ઠીક થઈ જશે. બાપદાદા ને ખબર છે મીટિંગ વાળાઓએ વાયદો કર્યો છે.
બાપદાદાએ જોયું છે
પ્લાન બહુ જ સારા-સારા બનાવે છે, બાપદાદા ને પસંદ છે. બાપદાદા શું ઈચ્છે છે? બાપદાદા
ફક્ત એક શબ્દ ઈચ્છે છે - એક શબ્દ છે - સફળ કરો , સફળ બનો . જે પણ ખજાનાઓ છે, શક્તિઓ
છે, સંકલ્પ છે, બોલ છે, કર્મ પણ શક્તિ છે, આ સમય પણ શક્તિ છે, ખજાના છે. બધાને સફળ
કરવાના છે. ભલે સ્થૂળ ધન કે અલૌકિક ખજાના, બધાને સફળ કરવાના છે. સફળતામૂર્ત નું
સર્ટિફિકેટ લેવાનું જ છે. સફળ કરો અને સફળ કરાવો. જો કોઈ અસફળ કરે છે, તો બોલ દ્વારા
શિક્ષા દ્વારા નહીં, પોતાની શુભ ભાવના, શુભ કામના અને સદા શુભ સન્માન આપીને સફળ
કરાવો. ફક્ત શિક્ષા નહીં આપો, જો શિક્ષા આપવી પણ પડે છે તો ક્ષમા અને શિક્ષા, ક્ષમા
રુપ બનીને શિક્ષા આપો. મર્સીફુલ બનો, રહેમદિલ બનો. તમારું મર્સીફુલ રુપ અવશ્ય શિક્ષા
નું ફળ દેખાડશે. જુઓ, આજકાલ સાયન્સ વાળા ડોક્ટર્સ પણ જ્યારે ઓપરેશન કરે છે, તો પહેલાં
શું કરે છે? પહેલાં સુવડાવી દે છે, પછી કાપે છે, પહેલાં જ નથી કાપતાં. ટીન્ચર પણ
લગાવે છે તો પહેલાં ફૂંક મારે છે પછી ટીન્ચર લગાવે છે. તો તમે પણ પહેલાં મર્સીફુલ
બનો પછી શિક્ષા આપો તો પ્રભાવ પાડશે, નહીં તો શું થાય છે, તમે શિક્ષા આપવા લાગો છો,
તે પહેલાં જ તમારા કરતાં વધારે શિક્ષક છે. તો શિક્ષક, શિક્ષક ની શિક્ષા નથી માનતાં.
જે પોઈન્ટ તમે આપશો, આમ નહીં કરો, આમ કરો, એમની પાસે કાપવાનાં ૧૦ પોઈન્ટ હશે, એટલે
ક્ષમા અને શિક્ષા સાથે-સાથે હોય, તો આ ૭૦ માં વર્ષ ની થીમ છે - સફળ કરો , સફળ કરાવો
. સફળતા મૂર્ત બનો બધું સફળ કરો . ડબલ લાઈટ બનવું છે ને તો સફળ કરી લો. સંસ્કાર ને
પણ સફળ કરો. જે ઓરીજિનલ તમારા આદિ સંસ્કાર, દેવતાઈ સંસ્કાર, અનાદિ સંસ્કાર આત્મા
નાં છે એને ઈમર્જ કરો. ઉલ્ટા સંસ્કારો નાં સંસ્કાર કરો. આદિ-અનાદિ સંસ્કાર ઈમર્જ કરો.
હમણાં બધાની કમ્પ્લેન વિશેષ એક જ રહી ગઈ છે, સંસ્કાર નથી બદલાતા, સંસ્કાર નથી બદલાતાં.
બધાએ મહેનત મુક્ત નો
વાયદો તો કર્યો છે ને? (બધાએ હાથ ઉઠાવ્યો) અચ્છા-આમનો ફોટો પાડો. હવે એક મિનિટ માટે
પોતાનાં દિલ થી આ વાયદા ને દૃઢતા ની અંડરલાઈન કરો. પોતાનાં મન માં પાક્કું કરો. (ડ્રિલ)
અચ્છા.
બધા ચારેય તરફ નાં
સ્વમાનધારી બાળકો ને, સદા બાપ નાં દિલ નાં સ્નેહી, સર્વ નાં સ્નેહી શ્રેષ્ઠ આત્માઓ
ને, સદા મહેનત મુક્ત, જીવનમુક્ત અનુભવ કરવા વાળા તીવ્ર પુરુષાર્થી બાળકો ને, સદા
વાયદા અને વાયદા નો ફાયદો લેવા વાળા, બેલેન્સ રાખવા વાળા બ્લીસફુલ બાળકો ને, સદા
મોજ માં રહેવા વાળા, મોજ માં બીજાઓ ને પણ રાખવા વાળા, એવાં સંગમયુગી શ્રેષ્ઠ ભાગ્ય
નાં અધિકારી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને દિલારામ નાં દિલ ની દુવાઓ સ્વીકાર
થાય. યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ સાથે :-
ઠીક છો ને? બધા તમને લોકોને જોઈને ખુશ થાય છે. બાપ અને બાળકો, બંને ને જોઈને ખુશ
થાય છે. બંને સમાન. બધા નાં સિકીલધા છો. બધા નો દાદીઓ સાથે વિશેષ પ્રેમ છે ને? બહુ
જ પ્રેમ છે કારણકે જે નિમિત્ત બને છે, તો નિમિત્ત બનવા વાળા ની ઉપર જવાબવારી પણ હોય
છે, તો સ્નેહ પણ એટલો હોય છે કારણકે બધાનો પ્રેમ અને દુવાઓ ની એમનાં જીવન માં લિફ્ટ
મળી જાય છે. તમે પણ જે નિમિત્ત બનો છો એમને પણ લિફ્ટ મળે છે પરંતુ લિફ્ટ ની ગિફ્ટ
ને કાયમ રાખે તો બહુ જ ફાયદો થઈ જ શકે છે. આ એક્સ્ટ્રા વરદાન મળે છે. કોઈ પણ કાર્ય
માં, ઈશ્વરીય કાર્ય માં અથવા યજ્ઞ સેવા માં જે વિશેષ નિમિત્ત બને છે એમને દુવાઓ અને
પ્રેમ બંને ની લિફ્ટ મળે છે. પ્રેમ એક એવી વસ્તુ છે જે શું થી શું બનાવી દે છે. આજે
દુનિયા માં પણ કોઈ ને પૂછો શું જોઈએ? કહેશે પ્રેમ જોઈએ. શાંતિ જોઈએ, તે પણ પ્રેમ થી
મળશે. તો પ્રેમ, આત્મિક-પ્રેમ સૌથી શ્રેષ્ઠ છે. અચ્છા.
વરદાન :-
કમ્બાઈન્ડ
સ્વરુપ ની સ્મૃતિ દ્વારા અભૂલ બનવા વાળા નિરંતર યોગી ભવ
જે બાળકો સ્વયં ને
બાપ ની સાથે કમ્બાઈન્ડ અનુભવે કરે છે એમને નિરંતર યોગી ભવ નું વરદાન સ્વત: મળી જાય
છે કારણકે તે જ્યાં પણ રહે છે મિલન મેળો થતો રહે છે. એમને કોઈ કેટલું પણ ભૂલાવવાની
કોશિશ કરે - પરંતુ તે અભૂલ હોય છે. એવાં અભૂલ બાળકો જે બાપ ને અતિ પ્રિય છે તે જ
નિરંતર યોગી છે કારણકે પ્રેમ ની નિશાની છે - સ્વત: યાદ. એમનાં સંકલ્પ રુપી નખ ને પણ
માયા હલાવી નથી શકતી.
સ્લોગન :-
કારણ સંભળાવવા
ની બદલે એનું નિવારણ કરો તો દુવાઓનાં અધિકારી બની જશો.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો , અંતર્મુખી બનો
અંતર્મુખી બની જ્ઞાન
મનન નાં અભ્યાસ દ્વારા અલૌકિક મસ્તી માં સદા મસ્ત રહો તો આ દુનિયાની ઉલઝનો પોતાની
તરફ આકર્ષિત નહીં કરશે. જેવી રીતે મિલેટ્રી વાળા અંડરગ્રાઉન્ડ ચાલ્યાં જાય છે તો
બહાર નાં બોમ્બ્સ વગેરે ની અસર નથી થતી, એવી રીતે તમે અંતર્મુખી, અંડરગ્રાઉન્ડ
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો તો બાહ્યમુખતા ની વાતો ડિસ્ટર્બ નહીં કરશે.