08-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - બાપ સમાન અપકારીઓ પર પણ ઉપકાર કરતા શીખો , નીંદક ને પણ પોતાનાં મિત્ર બનાવો

પ્રશ્ન :-
બાપ ની કઈ દૃષ્ટિ પાક્કી છે? આપ બાળકોએ કઈ પાક્કી કરવાની છે?

ઉત્તર :-
બાપ ની દૃષ્ટિ પાક્કી છે કે જે પણ આત્માઓ છે, બધાં મારા બાળકો છે એટલે બાળકો-બાળકો કહેતા રહે છે. તમે ક્યારેય પણ કોઈને બાળકો-બાળકો નથી કહી શકતાં. તમારે આ દૃષ્ટિ પાક્કી કરવાની છે કે આ આત્મા મારા ભાઈ છે. ભાઈ ને જુઓ, ભાઈ સાથે વાત કરો, એનાથી રુહાની પ્રેમ રહેશે. ક્રિમિનલ (વિકારી) વિચાર ખતમ થઈ જશે. નિંદા કરવા વાળા પણ મિત્ર બની જશે.

ઓમ શાંતિ!
રુહાની બાપ સમજાવે છે. રુહાની બાપ નું નામ શું છે? જરુર કહેશે શિવ. એ બધાનાં રુહાની બાપ છે, એમને જ ભગવાન કહેવાય છે. આપ બાળકોમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે. આ જે આકાશવાણી કહે છે, હવે આકાશવાણી કોની નીકળે છે? શિવબાબા ની. આ મુખ ને આકાશ તત્વ કહેવાય છે. આકાશ નાં તત્વ થી વાણી તો બધાં મનુષ્યો ની નીકળે છે. જે પણ બધાં આત્માઓ છે, પોતાનાં બાપ ને ભૂલી ગયા છે. અનેક પ્રકાર નાં ગાયન કરતા રહે છે. જાણતા કંઈ પણ નથી. ગાયન પણ અહીં કરે છે. સુખ માં તો કોઈ પણ બાપ ને યાદ નથી કરતાં. બધી કામનાઓ ત્યાં પૂરી થઈ જાય છે. અહીં તો કામનાઓ ખૂબ રહે છે. વરસાદ નથી થતો તો યજ્ઞ રચે છે. એવું નથી કે સદૈવ યજ્ઞ કરવાથી વરસાદ પડે છે. ના, ક્યાંક ફૈમન (દુકાળ) પડે છે, ભલે યજ્ઞ કરે છે, પરંતુ યજ્ઞ કરવાથી કંઈ થતું નથી. આ તો ડ્રામા છે. આફતો જે આવવાની છે તે તો આવતી જ રહે છે. કેટલાં અનેક મનુષ્ય મરે છે? કેટલાં જાનવર વગેરે મરતા રહે છે? મનુષ્ય કેટલાં દુઃખી થાય છે? શું વરસાદ ને બંધ કરવા માટે પણ યજ્ઞ છે? જ્યારે એકદમ મૂશળધાર વરસાદ હશે તો યજ્ઞ કરશે. આ બધી વાતો ને હમણાં તમે સમજો છો, બીજા શું જાણે?

બાપ સ્વયં બેસી સમજાવે છે, મનુષ્ય બાપ ની મહિમા પણ કરે છે અને ગાળો પણ આપે છે. વન્ડર છે, બાબાની ગ્લાનિ ક્યાર થી શરુ થઈ? જ્યાર થી રાવણ રાજ્ય શરુ થયું છે. મુખ્ય ગ્લાનિ કરી છે જે ઈશ્વર ને સર્વવ્યાપી કહ્યું છે, એનાથી જ નીચે ઉતર્યા છે. ગાયન છે નિંદા હમારી જો કરે મિત્ર હમારા સો હવે સૌથી વધારે ગ્લાનિ કોણે કરી છે? તમે બાળકોએ. હવે પછી મિત્ર પણ તમે બનો છો. આમ તો ગ્લાનિ આખી દુનિયા કરે છે. એમાં પણ નંબરવન તમે છો પછી તમે જ મિત્ર બનો છો. સૌથી નજીક વાળા મિત્ર છે બાળકો. બેહદનાં બાપ કહે છે મારી નિંદા આપ બાળકોએ કરી છે. અપકારી પણ તમે બાળકો બનો છો. ડ્રામા કેવો બનેલો છે? આ છે વિચાર સાગર મંથન કરવાની વાતો. વિચાર સાગર મંથન નો કેટલો અર્થ નીકળે છે. કોઈ સમજી ન શકે. બાપ કહે છે કે આપ બાળકો ભણીને ઉપકાર કરો છો. ગાયન પણ છે યદા યદા હિ ભારત ની વાત છે. ખેલ જુઓ કેવો છે! શિવજયંતિ અથવા શિવરાત્રી પણ મનાવે છે. હકીકત માં અવતાર છે એક. અવતાર ને પણ ઠીક્કર-ભિત્તર માં કહી દીધાં છે. બાપ ઠપકો આપે છે. ગીતા પાઠી શ્લોક વાંચે છે પરંતુ કહે છે અમને ખબર નથી.

તમે જ પ્રિય માં પ્રિય બાળકો છો. કોઈ સાથે પણ વાત કરશે તો બાળકો-બાળકો જ કહેતા રહેશે. બાપની તો તે દૃષ્ટિ પાક્કી થઈ ગઈ છે. સર્વ આત્માઓ મારા બાળકો છે. તમારા માંથી એક પણ નહીં હશે જેમનાં મુખે થી બાળકો શબ્દ નીકળે. આ તો જાણે છે કે કોઈ કયા પદ વાળા છે, શું છે? બધાં આત્માઓ છે. આ પણ ડ્રામા બનેલો છે, એટલે કંઈ પણ ગમ-ખુશી નથી થતી. બધાં મારા બાળકો છે. કોઈએ મહેતર નું શરીર ધારણ કર્યુ છે, કોઈએ ફલાણા નું શરીર ધારણ કર્યુ છે. બાળકો-બાળકો કહેવાની આદત પડી ગઈ છે. બાબા ની નજર માં બધાં આત્માઓ છે. એમાં પણ ગરીબ ખૂબ ગમે છે કારણકે ડ્રામા અનુસાર એમણે ખૂબ ગ્લાનિ કરી છે. હવે ફરી મારી પાસે આવી ગયાં છે. ફક્ત આ લક્ષ્મી-નારાયણ છે જેમની ક્યારેય ગ્લાનિ નથી કરાતી. શ્રીકૃષ્ણની પણ ખૂબ ગ્લાનિ કરી છે. વન્ડર છે ને? શ્રીકૃષ્ણ જ મોટા બન્યા તો એમની ગ્લાનિ નથી. આ જ્ઞાન કેટલું અટપટું છે? એવી ગુહ્ય વાતો કોઈ સમજી થોડી શકે છે? એમાં જોઈએ સોનાનું વાસણ. તે યાદ ની યાત્રા થી જ બની શકે છે. અહીં બેઠાં પણ યથાર્થ યાદ થોડી કરે છે? આ નથી સમજતા કે આપણે નાનો આત્મા છીએ, યાદ પણ બુદ્ધિથી કરવાનું છે. આ બુદ્ધિમાં આવતું નથી. નાનકડો આત્મા એ આપણા બાપ પણ છે, ટીચર પણ છે, આ બુદ્ધિમાં આવવાનું પણ અસંભવ થઈ જાય છે. બાબા-બાબા તો કહે છે, દુઃખ માં સિમરણ બધાં કરે છે. ભગવાનુવાચ છે ને - દુઃખ માં બધાં યાદ કરે છે, સુખ માં કોઈ ન કરે. જરુર જ નથી યાદ કરવાની. અહીં તો એટલાં દુઃખ, આફતો વગેરે આવે છે, યાદ કરે છે હે ભગવાન, રહેમ કરો, કૃપા કરો. હમણાં પણ બાળકો બને છે તો પણ લખે છે-કૃપા કરો, શક્તિ આપો, રહેમ કરો. બાબા લખે છે શક્તિ જાતે જ યોગબળ થી લો. પોતાની ઉપર કૃપા, રહેમ પોતે જ કરો. પોતાને પોતે જ રાજતિલક આપો. યુક્તિ બતાવું છું - કેવી રીતે આપી શકો છો? ટીચર ભણવાની યુક્તિ બતાવે છે. સ્ટુડન્ટ નું કામ છે ભણવું, ડાયરેક્શન પર ચાલવું. ટીચર કોઈ ગુરુ થોડી છે જે કૃપા આશીર્વાદ કરે? જે સારા બાળકો હશે તે દોડશે. દરેક સ્વતંત્ર છે, જેટલી દોડ લગાવવી છે તે લગાવો. યાદ ની યાત્રા જ દોડ છે.

એક-એક આત્મા ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) છે. ભાઈ-બહેન નો પણ સંબંધ છોડાવી દીધો. ભાઈ-ભાઈ સમજો તો પણ ક્રિમિનલ આંખો છૂટતી નથી. તે પોતાનું કામ કરતી રહે છે. આ સમયે મનુષ્યો નાં અંગ બધાં ક્રિમિનલ (વિકારી) છે. કોઈ ને લાત મારી, ઘૂંસો માર્યો તો ક્રિમિનલ અંગ થયા ને? અંગ-અંગ ક્રિમિનલ છે. ત્યાં કોઈ પણ અંગ ક્રિમિનલ નહીં હશે. અહીં અંગ-અંગ થી ક્રિમિનલ કામ કરતા રહે છે. સૌથી વધારે ક્રિમિનલ અંગ કયું છે? આંખો. વિકાર ની આશા પૂરી ન થઈ તો પછી હાથ ચલાવવા લાગી પડે છે. પહેલાં-પહેલાં છે આંખો. ત્યારે સૂરદાસ ની પણ કહાણી છે. શિવબાબાએ તો કોઈ શાસ્ત્ર વાંચેલું નથી. આ રથે વાંચેલા છે. શિવ બાબા ને તો જ્ઞાન નાં સાગર કહેવાય છે. આ તમે સમજો છો કે શિવબાબા કોઈ પુસ્તક નથી ઉઠાવતાં. હું તો નોલેજફુલ છું, બીજરુપ છું. આ સૃષ્ટિ રુપી ઝાડ છે, એનાં રચયિતા છે બાપ, બીજ. બાબા સમજાવે છે મારું નિવાસ સ્થાન મૂળ વતન માં છે. હમણાં હું આ શરીર માં વિરાજમાન છું બીજા કોઈ કહી ન શકે કે હું આ મનુષ્ય સૃષ્ટિનું બીજ રુપ છું. હું પરમપિતા પરમાત્મા છું, કોઈ કહી નહીં શકે. સેન્સિબલ (સમજદાર) કોઈ સારા હોય, એમને કોઈ કહે ઈશ્વર સર્વવ્યાપી છે તો ઝટ પૂછશે શું તમે પણ ઈશ્વર છો? શું તમે અલ્લાહ-સાંઈ છો? હોઈ ન શકે. પરંતુ આ સમયે કોઈ સેન્સિબલ નથી. અલ્લાહ ની પણ ખબર નથી, પોતે કહે છે અલ્લાહ છું. તે પણ ઇંગ્લિશ માં કહે છે ઓમની પ્રેઝન્ટ. અર્થ સમજે તો ક્યારેય ન કહે. બાળકો હમણાં જાણે છે શિવબાબા ની જયંતિ સો નવાં વિશ્વની જયંતિ. એમાં પવિત્રતા-સુખ-શાંતિ સર્વસ્વ આવી જાય છે. શિવજયંતિ સો શ્રીકૃષ્ણ જયંતિ, સો દશેરા જયંતિ. શિવજયંતિ સો દીપમાળા જયંતિ, શિવજયંતી સો સ્વર્ગ જયંતિ. બધી જયંતિઓ આવી જાય છે. આ બધી નવી વાતો બાપ સમજાવે છે. શિવજયંતિ સો શિવાલય જયંતિ, વૈશ્યાલય મરન્તી. બધી નવી વાતો બાપ સમજાવે છે. શિવ જયંતિ સો નવા વિશ્વ ની જયંતિ. ઈચ્છે છે ને વિશ્વ માં શાંતિ થાય. તમે કેટલું પણ સારી રીતે સમજાવો છો, જાગતા જ નથી. અજ્ઞાન અંધકાર માં સૂતેલા પડ્યા છે ને? ભક્તિ કરતા સીડી નીચે ઉતરતા જાય છે. બાપ કહે છે હું આવીને બધાની સદ્દગતિ કરું છું. સ્વર્ગ અને નર્ક નું રહસ્ય આપ બાળકોને બાપ સમજાવે છે. સમાચાર પત્ર માં જે તમારી ગ્લાનિ કરે છે એમને લખી દેવું જોઈએ - નિંદા અમારી જે કરે મિત્ર અમારા હોય તમારી પણ સદ્દગતિ અમે જરુર કરીશું, જેટલી જોઈએ એટલી ગાળો આપો. ઈશ્વર ની ગ્લાનિ કરે છે, અમારી કરી તો શું થયું? તમારી સદ્દગતિ અમે જરુર કરીશું. નહીં ઈચ્છો તો પણ નાક થી પકડીને લઈ જશે. ડરવાની તો વાત જ નથી, જે કંઈ કરો છો કલ્પ પહેલા પણ કર્યુ છે. અમે બી.કે. તો બધાની સદ્દગતિ કરીશું. સારી રીતે સમજાવવું જોઈએ. અબળાઓ પર અત્યાચાર તો કલ્પ પહેલાં પણ થયા હતાં, આ બાળકો ભૂલી જાય છે. બાપ કહે છે બેહદ નાં બાળકો બધાં મારી ગ્લાનિ કરે છે. સૌથી પ્યારા મિત્ર બાળકો જ લાગે છે. બાળકો તો ફૂલ હોય છે. બાળકોને મા-બાપ ચુંબન કરે છે, માથા પર ચઢાવે છે, એમની સેવા કરે છે. બાબા પણ આપ બાળકોની સેવા કરે છે.

હમણાં તમને આ નોલેજ મળેલી છે, જે તમે સાથે લઈ જાઓ છો. જે નથી લેતા એમનો પણ ડ્રામા માં પાર્ટ છે. તે જ પાર્ટ ભજવશે. હિસાબ-કિતાબ ચૂક્તુ કરી ઘરે ચાલ્યા જાય છે. સ્વર્ગ તો જોઈ ન શકે. બધાં થોડી સ્વર્ગ જોશે? આ ડ્રામા બનેલો છે. પાપ ખૂબ કરે છે, આવશે પણ મોડે થી. તમોપ્રધાન ખૂબ મોડા આવશે. આ રહસ્ય પણ ખૂબ સારા સમજવાનાં છે. સારા-સારા મહારથી બાળકો પર પણ ગ્રહાચારી બેસે છે તો ઝટ ગુસ્સો આવી જાય છે પછી ચિઠ્ઠી પણ નથી લખતાં. બાબા પણ કહે છે કે એમની મોરલી બંધ કરી દો. એવા ને બાપ નો ખજાનો આપવાથી ફાયદો જ શું? પછી કોઈ ની આંખો ખુલે તો કહેશે ભૂલ થઈ. કોઈ તો પરવાહ નથી કરતાં. એટલી ભૂલ ન કરવી જોઈએ. એવાં ખૂબ છે, બાપ ને યાદ પણ નથી કરતાં, કોઈને આપ સમાન પણ નથી બનાવતાં. નહીં તો બાબાને લખવું જોઈએ-બાબા, અમે શ્વાસોશ્વાસ તમને યાદ કરીએ છીએ. ઘણાં તો પછી એવાં છે જે બધાનું નામ લખી દે છે-ફલાણા ને યાદ આપજો, આ યાદ સાચ્ચી થોડી છે? ખોટું ચાલી ન શકે. અંદર દિલ ખાતું રહેશે. બાળકોને પોઈન્ટ્સ તો સારા-સારા સમજાવતા રહે છે. દિવસે-દિવસે બાબા ગુહ્ય વાતો સમજાવતા રહે છે. દુઃખ નાં પહાડ પડવાના છે. સતયુગ માં દુઃખનું નામ નથી. હમણાં છે રાવણ રાજ્ય. મૈસૂર નાં રાજા પણ રાવણ વગેરે બનાવીને દશેરા ખૂબ મનાવે છે. રામ ને ભગવાન કહે છે. રામ ની સીતા ચોરાઈ ગઈ. હવે એ તો સર્વશક્તિવાન્ થયાં, એમની ચોરી કેવી રીતે થઈ શકે? આ બધી છે અંધશ્રદ્ધા. આ સમયે દરેક માં પ વિકારોની ગંદકી છે. પછી ભગવાન ને સર્વવ્યાપી કહેવું આ ખૂબ મોટું જુઠ છે, ત્યારે તો બાપ કહે છે - યદા યદા હિ ધર્મસ્ય હું આવીને સચખંડ, સાચ્ચો ધર્મ સ્થાપન કરું છું. સચખંડ સતયુગ ને, જૂઠખંડ કળિયુગ ને કહેવાય છે. હમણાં બાપ જૂઠખંડ ને સચખંડ બનાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ ગુહ્ય અથવા અટપટા જ્ઞાન ને સમજવા માટે બુદ્ધિને યાદ ની યાત્રા થી સોનાનું વાસણ બનાવવાનું છે. યાદ ની રેસ કરવાની છે.

2. બાપ નાં ડાયરેક્શન પર ચાલીને, ભણતર ને ધ્યાન થી ભણીને પોતાની ઉપર પોતે જ કૃપા અથવા આશીર્વાદ કરવાના છે, પોતાને રાજતિલક આપવાનું છે. નિંદક ને પોતાનાં મિત્ર સમજી એમની પણ સદ્દગતિ કરવાની છે.

વરદાન :-
ઉપર થી અવતરીત થઈ અવતાર બની સેવા કરવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ

જેવી રીતે બાપ સેવા માટે વતન થી નીચે આવે છે, એવી રીતે આપણે પણ સેવા માટે વતન થી આવ્યા છીએ, એવો અનુભવ કરી સેવા કરો તો સદા ન્યારા અને બાપ સમાન વિશ્વ નાં પ્યારા બની જશો. ઉપર થી નીચે આવવું એટલે અવતાર બની અવતરિત થઈને સેવા કરવી. બધાં ઈચ્છે છે કે અવતાર આવે અને અમને સાથે લઈ જાય. તો સાચાં અવતાર તમે છો જે બધાને મુક્તિધામ માં સાથે લઈ જશે. જ્યારે અવતાર સમજી ને સેવા કરશો ત્યારે સાક્ષાત્કારમૂર્ત બનશો અને અનેકોની ઈચ્છાઓ પૂર્ણ થશે.

સ્લોગન :-
તમને કોઈ સારું આપે કે ખરાબ, તમે બધાને સ્નેહ આપો, સહયોગ આપો, રહેમ કરો.