08-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - શાંત
રહેવાનો સ્વભાવ ખૂબ સારો છે , શાંત સ્વભાવ વાળા ખૂબ મીઠાં લાગે છે , ફાલતું બોલવાથી
ન બોલવું સારું છે”
પ્રશ્ન :-
કયાં બાળકો ને બધાં
પ્રેમ કરે છે? સ્વયં ને સેફ (સુરક્ષિત) રાખવાનું સાધન કયું છે?
ઉત્તર :-
જે બધાની ખૂબ રુચિ થી, પ્રેમ થી સેવા કરે છે, તેમને બધાં પ્રેમ કરે છે. તમને
ક્યારેય પણ સેવાનો અહંકાર ન આવવો જોઈએ. બાપ દ્વારા જે જ્ઞાન ની કસ્તુરી મળી છે, તે
બીજાઓને આપવાની છે, બધાને શિવબાબા ની યાદ અપાવવાની છે. આ યાદ ની યાત્રા થી જ તમે
ખૂબ-ખૂબ સેફ રહેશો. જેટલાં યાદ માં રહેશો એટલી ખુશી પણ રહેશે અને મેનર્સ (શિષ્ટાચાર)
પણ સુધરતાં જશે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકોને સમજાવે છે, સમજાવી-સમજાવી ને કેટલાં સમજદાર બનાવી દે છે. ભણતર
પણ સહજ છે ને. તે છે સ્થૂળ ભણતર અને આ છે સૂક્ષ્મ ભણતર. આપ બાળકો જાણો છો આ ભણતર
બાપ નાં સિવાય બીજું કોઈ ભણાવી નથી શકતું. બાપ આવ્યાં જ છે પવિત્ર બનાવવા અને ભણાવવા.
મુખ્ય ઉદ્દેશ સામે ઉભો છે, તો એવાં બાપ ને યાદ કરી ખુશીમાં રોમાંચ ઉભાં થઈ જવાં
જોઈએ. આ પણ બાળકો જાણે છે કે દિવસે-પ્રતિદિવસે અમારે શાંતિ માં જ જવાનું છે. શાંતિ
તો બધાને ખૂબ પસંદ હોય છે. મોટા વ્યક્તિ વધારે નથી બોલતાં અને ન જોર થી બોલે છે. તમે
ખૂબ-ખૂબ મોટા વ્યક્તિ બનો છો હકીકત માં વ્યક્તિ નહીં કહેવાશો, તમે તો દેવતા બનો છો.
દેવતાઓનું બોલવાનું ખૂબ થોડું હોય છે. તમારે પણ જ્યારે દેવતા બનવાનું છે તો ટોકી (વાચા)
થી બદલાઈ સાઈલેન્સ (શાંતિ) માં રહેવાનો અભ્યાસ કરો. શાંતિ માં રહેવા વાળા માટે સમજશે
કે તેમનું પોતાનાં પર અટેન્શન (ધ્યાન) છે જ્યારે કે તમારે શાંતિધામ જવાનું છે તો
બોલવાનું પણ ખૂબ ધીમે છે. ધીમે બોલતાં-બોલતાં શાંતિધામ માં ચાલ્યાં જવાનું છે. જેટલાં
તમે શાંતિ માં રહો છો એટલી શાંતિ ફેલાવો છો. તમારે ખૂબ શાંતિ માં રહેવું જોઈએ. અવાજ
થી વાત કરવાનું સારું ન લાગે. ક્રોધ પણ સારો નથી. બાળકોમાં કોઈ પણ વિકાર ન રહેવાં
જોઈએ. જોવાનું છે - અમે કોઈ થી લડતાં-ઝઘડતાં તો નથી! બાપે સમજાવ્યું છે હિયર નો
ઈવિલ, ટોક નો ઈવિલ… જે વાતો તમને પસંદ નથી, તે ખરાબ વાતો થી તમારે કિનારો કરી દેવો
જોઈએ તો બંને નું મુખ બંધ રહેશે. દરેક વાત માં દૈવીગુણો ને ધારણ કરવાનાં છે. કોઈ
અવાજ થી વાત કરે તો બોલો શાંત, અવાજ નહીં કરો. તમે જાણો છો આપણે શાંતિ સ્થાપન કરીએ
છીએ. સતયુગ માં શાંતિ રહે છે ને. મૂળવતન માં તો છે જ શાંતિ. શરીર જ નથી તો બોલશે પછી
કેવી રીતે. બાપ બાળકોને શ્રીમત તો ખૂબ સારી આપે છે, સમજાવે છે મીઠાં બાળકો, હવે
તમારે પોતાનાં ઘરે ચાલવાનું છે, ટોકી થી મુવી માં આવવાનું છે પછી સાઈલેન્સ (શાંતિ)
માં ચાલ્યાં જશો. જે પણ મળે તેમને આ જ પૈગામ (સંદેશ) આપવાનો છે. તમે જેટલાં
સાઈલેન્સ માં રહેશો એટલું સમજશે આ લોકો કોઈ ધૂન માં છે. શાંત રહેવાનો સ્વભાવ ખૂબ
સારો છે. તે ખૂબ મીઠાં લાગે છે. ફાલતું બોલવાથી ન બોલવું સારું છે.
તમે સાચાં-સાચાં
પૈગંબર છો. તમારી બધાં ઉપર મહેર (કૃપા) હોવી જોઈએ. મહેર કરવા વાળા બાળકો ખૂબ શાંતિ
માં બાપ ની યાદ માં રહેશે. ફક્ત પૈગામ આપવાનો છે કે બેહદ નાં બાપ ને યાદ કરો તો
બેહદ નાં સુખ-શાંતિ મળશે. લૌકિક બાપ ની પાસે ખૂબ ધન છે તો ખૂબ વારસો મળશે ને! બેહદ
નાં બાપ ની પાસે તો છે વિશ્વ ની બાદશાહી, જે દર ૫ હજાર વર્ષ પછી તમને વિશ્વ ની
બાદશાહી મળે છે.
આપ બાળકોએ બધાની ખૂબ
રુચિ થી સર્વિસ (સેવા) કરવાની છે. દરેકે સેવા નાં લાયક બનવાનું છે. જે બીજાઓની
પ્રેમ થી સેવા કરે છે તેમને બધાં પ્રેમ કરે છે. ક્યારેય પણ સેવા નો અહંકાર ન આવવો
જોઈએ. તમને બાપ દ્વારા જ્ઞાન ની કસ્તુરી મળી છે, તે બીજાઓને આપવાની છે. એકબીજા ને
યાદ અપાવતા રહો કે શિવબાબા યાદ છે? આમાં ખુશી પણ થાય છે. યાદ અપાવવા વાળા ને
થેન્ક્સ (ધન્યવાદ) આપવું જોઈએ. યાદ ની યાત્રા થી આપ બાળકો ખૂબ-ખૂબ સેફ (સુરક્ષિત)
રહેશો. જેટલાં યાદ માં રહેશો એટલી ખુશી પણ રહેશે અને મેનર્સ (શિષ્ટાચાર) પણ સુધરતાં
જશે. તમારે પોતાનાં કેરેક્ટર્સ (ચરિત્ર) જરુર-જરુર સુધારવાનાં છે. દરેક પોતાનાં દિલ
થી પૂછે અમારો સ્વભાવ ખૂબ-ખૂબ મીઠો છે? ક્યારેય કોઈને નારાજ તો નથી કરતાં. એવું
વાતાવરણ ક્યારેય ન થાય જે કોઈ નારાજ થઈ જાય, એવી કોશિશ કરવાની છે કારણકે આપ બાળકો
ખૂબ ઊંચી સર્વિસ (સેવા) પર છો. તમારે આ આખાં માંડવા ને રોશની (પ્રકાશ) આપવાની છે.
તમે ધરતી નાં ચૈતન્ય તારા છો. કહેવાય પણ છે નક્ષત્ર દેવતા… હવે તે તારાઓ કોઈ દેવતા
નથી, તમે તો તેનાથી મહાન બળવાન છો કારણકે તમે આખાં વિશ્વ ને રોશન કરો છો, તમે જ
દેવતા બનવા વાળા છો. જેમ ઉપર તારાઓની રિમઝિમ છે, કોઈ તારા ખૂબ ચમકતા હોય છે અને કોઈ
હલકા. કોઈ ચંદ્રમા ની નજીક હોય છે. આપ બાળકો પણ યોગબળ થી સંપૂર્ણ પવિત્ર બનો છો તો
ચમકો છો.
હમણાં આપ બાળકોને
અવિનાશી જ્ઞાન-રત્નો ની લોટરી મળી રહી છે તો કેટલી ખુશી રહેવી જોઈએ. અંદર માં ખુશી
ની ઉછળો મારતાં રહો. આ તમારો જન્મ હીરા જેવો ગવાય છે. આપ બ્રાહ્મણ જ નોલેજફુલ બનો
છો તો તમને નોલેજ ની જ ખુશી રહે છે. આ દેવતાઓ થી પણ તમે શ્રેષ્ઠ છો. તો તમારો ચહેરો
સદા ખુશી થી ખીલેલો રહે. બાપ બાળકોને આશીર્વાદ આપે છે મીઠાં બાળકો સદા શાંત ભવ!
ચિરંજીવી ભવ! અર્થાત્ અનેક જન્મ જીવો. આશીર્વાદ તો બાપ થી મળે છે છતાં પણ દરેકે
પોતાનો પુરુષાર્થ કરવાનો છે કે અમે ચિરંજીવી કેવી રીતે બનીએ. બાપ ને યાદ કરવાથી તમે
ચિરંજીવી બની રહ્યાં છો. આ આશીર્વાદ બાપ આપે છે. બ્રાહ્મણ લોકો પણ કહે છે આયુશ્વાન
ભવ. બાપ પણ કહે છે બાળકો સદા જીવતાં રહો. તમને અડધાકલ્પ માટે કાળ નહીં ખાશે. સતયુગ
માં મરવાનું નામ નથી હોતું. અહીં તો મનુષ્ય મરવાથી ડરે છે ને. તમે તો પુરુષાર્થ કરી
રહ્યાં છો મરવાનાં માટે. તમે જાણો છો બાબા ને યાદ કરતાં-કરતાં આપણે આ શરીર છોડી આપણા
શિવબાબા ની પાસે જઈશું, પછી સ્વર્ગવાસી બનીશું.
હમણાં તમે મોસ્ટ
બિલોવેડ (સૌથી પ્રિય) બાપ નાં બાળકો બન્યાં છો તો તમારે પણ બાપ જેવાં ખૂબ-ખૂબ મીઠાં,
ખૂબ પ્રેમાળ બનવાનું છે. બાબા પત્રો માં પણ લખે છે મીઠાં-મીઠાં લાડલા સિકીલધા બાળકો…
બાબા ખૂબ મીઠાં છે ને. પ્રેક્ટિકલ માં અનુભવ કરો છો કે બાબા કેટલાં મીઠાં, કેટલાં
પ્રેમાળ છે. આપણને પણ એવાં બનાવે છે. આ પણ તમે જાણો છો કે આપણે કેટલાં મીઠાં, કેટલાં
પ્રેમાળ હતાં. આપણે જ પૂજ્ય થી ફરી પુજારી બન્યાં તો પોતાને પૂજતાં રહ્યાં. આ પણ
મોટી વન્ડરફુલ (અદ્દભુત) સમજવાની વાતો છે.
આપ બાળકો જાણો છો
અડધાકલ્પ નાં આપણાં બધાં દુઃખ દૂર કરવા વાળા બાબા હમણાં આવેલાં છે. કહે છે હર-હર
મહાદેવ. હવે એ મહાદેવ તો નથી. દુઃખ તો બાપ જ હરશે. દુઃખ હરીને સુખ આપવા વાળા બાપ
છે. અડધોકલ્પ તમે ખૂબ દુઃખ જોયાં છે. ૫ વિકારો ની બીમારી ખૂબ વધી ગઈ છે, આ બીમારીએ
ખૂબ દુઃખી કર્યા છે, એટલે બાપ કહે છે મીઠાં બાળકો, આ જે કર્મો નું ખાતું છે, તેને
હવે ઠીક કરો. વ્યાપારી લોકો પણ ૧૨ મહિના નું ખાતું રાખે છે ને.
બાપ સમજાવે છે બાળકો,
હમણાં આખી સૃષ્ટિ પર જુઓ કેટલો કચરો છે. આ છે જ નર્ક, તો બાપ ને આવવું પડે છે નર્ક
ને સ્વર્ગ બનાવવાં. બાબા ખૂબ ઉકીર (પ્રેમ) થી આવે છે, જાણે છે મારે બાળકોની સેવા
માં આવવાનું છે. હું કલ્પ-કલ્પ આપ બાળકોની સેવા પર ઉપસ્થિત થાઉં છું. જ્યારે સ્વયં
આવે છે ત્યારે બાળકો સમજે છે બાપ અમારી સેવા માં ઉપસ્થિત થયાં છે. અહીં બેઠાં બધાની
સેવા થઈ જાય છે. આખી સૃષ્ટિ નાં કલ્યાણકારી દાતા તો એક જ છે ને. બાપ જાણે છે આખી
દુનિયાનાં જે પણ આત્માઓ છે બધાને હું જ વારસો આપવા આવું છું. બેહદ નાં બાપ ની નજર
દુનિયાનાં આત્માઓ તરફ જાય છે. ભલે અહીં બેઠા છે પરંતુ નજર આખાં વિશ્વ પર અને આખાં
વિશ્વ નાં મનુષ્યમાત્ર પર છે, કારણકે આખાં વિશ્વ ને જ નિહાલ કરવાનું છે. ડ્રામા
પ્લાન અનુસાર કલ્પ પહેલાં ની જેમ આખાં વિશ્વ નાં આત્માઓ નિહાલ થઈ જવાનાં છે. બાપ બધાં
બાળકોને યાદ કરે છે, નજર તો જાય છે ને. સંગમયુગ પર જ બાપ બાળકોની સેવા માં ઉપસ્થિત
થાય છે. તેમની ભેંટ માં કોઈ પણ સેવા કરી ન શકે. એમની છે બેહદ ની સેવા. આપ બાળકો પણ
બાપ નો શો (પ્રત્યક્ષ) ત્યારે કરી શકશો જ્યારે એમનાં જેવી સેવા કરશો. સેવા કરવા
વાળાને ફળ પણ ખૂબ સારું મળે છે. બાળકોને નશો પણ ચઢે છે કે અમે શ્રીમત પર આખાં વિશ્વ
નાં મનુષ્યો ને સુખ આપીએ છીએ.
બાપ કહે છે મીઠાં
બાળકો, હવે જ્ઞાન-રત્નો થી પોતાની ખૂબ ઝોલી ભરો, જેટલી ભરવી છે ભરો. પોતાનો સમય
બરબાદ નહીં કરો. બાપ ની યાદ માં સમય ને આબાદ કરો. જે સારી રીતે ધારણા કરે છે તે પછી
બીજાઓની પણ સારી સર્વિસ (સેવા) જરુર કરશે. સમય બરબાદ નહીં કરશે. બાળકોએ પુરુષાર્થ
કરી અંતર્મુખી બનવાનું છે. અંતર આત્મા છે ને. આ નિશ્ચય કરવાનો છે કે આપણને આત્માઓ
ને બાપ સમજાવી રહ્યાં છે. આત્મ-અભિમાની થઈ રહેવું જ સાચાં-સાચાં અંતર્મુખી બનવું
છે. અંતર્મુખી અર્થાત્ અંદર જે આત્મા છે, તેને બધું બાપ થી જ સાંભળવાનું છે. બાપ
પ્રેમ થી વારંવાર સમજાવે છે. માતા-પિતા અને જે પણ સારા અનન્ય મોટા ભાઈ-બહેન છે, જે
સારી સર્વિસ કરે છે તેમનાથી શીખતાં જાઓ. અંદર માં આ નિશ્ચય કરો કે અમારે ફાલતું સમય
નથી ગુમાવવાનો. શરીર નિર્વાહ પણ કરવાનું છે, પોતાની રચનાને પણ જોવાની છે. ફક્ત
મમત્વ નથી રાખવાનું, મમત્વ રાખવાથી નુકસાન થઈ જશે. મમત્વ એક બાપ માં રાખો. અહીં તમે
બાપ ની સન્મુખ છો. આત્માઓ અને પરમાત્મા સન્મુખ છે કારણકે અહીં સ્વયં બાપ આત્માઓ ને
ભણાવે છે. ત્યાં આત્માઓ આત્માઓ ને ભણાવે છે.
આ બધી વાતો આપ બાળકોનાં
અંદર મંથન થવી જોઈએ. સ્ટુડન્ટ (વિધાર્થી) ની બુદ્ધિ માં આખો દિવસ ભણતર રહે છે ને.
તમારી બુદ્ધિ માં પણ પૂરું ભણતર છે. આ છે રુહાની ભણતર. સારા સ્ટુડન્ટ જે છે તે સદૈવ
એકાંત માં જઈને ભણે છે. સ્ટુડન્ટ પરસ્પર માં હળે-મળે છે, તો ભણતર પર જ વાર્તાલાપ કરે
છે. આ બેહદનાં ભણતર માં તો વધારે જ ખુશી થી લાગી જવું જોઈએ.
આપ બાળકો હમણાં બાપ
નાં મદદગાર બનો છો. યાદ માં રહેવું જ મદદ કરવી છે કારણકે યાદ ની યાત્રા એટલે શાંતિ
ની યાત્રા એટલે કહેવાય છે દરેક પોતાનાં ઘર ને સ્વર્ગ બનાવો. દરેકની બુદ્ધિ માં અલ્ફ
અને બે છે. અલ્ફ ને યાદ કરો તો બાદશાહી મળશે. બીજું કાંઈ કરવાનું નથી. ફક્ત પોતાને
આત્મા સમજી બાપ ને યાદ કરો તો રાજાઈ તમારી. આપ બાળકો બધાને આ જ પૈગામ આપતા રહો કે
બાપ ને યાદ કરો તો સ્વર્ગ ની રાજાઈ મળશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ ની યાદ
માં પોતાનો સમય આબાદ (સફળ) કરવાનો છે. આ અમૂલ્ય સમય ક્યાંય પણ બરબાદ નથી કરવાનો.
પુરુષાર્થ કરી અંતર્મુખી અર્થાત્ સોલ-કોન્શિયસ (આત્મ-અભિમાની) થઈને રહેવાનું છે.
2. હમણાં આપણે દેવતાઓ
થી પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ છીએ, હમણાં બાપ દ્વારા અવિનાશી જ્ઞાન-રત્નો ની લોટરી મળી
છે, નોલેજફુલ બન્યાં છીએ તો ચહેરો સદા ખુશી થી ખીલેલો રહે. અંદર માં ખુશીની ઉછળ
મારતાં રહો.
વરદાન :-
મન્સા નાં
વરદાન દ્વારા દરેક સંકલ્પ ની સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા માસ્ટર સર્વશક્તિમાન ભવ
જે બાળકો મન્સા દ્વારા
શક્તિઓનું દાન કરે છે એમને માસ્ટર સર્વશક્તિમાન નું વરદાન પ્રાપ્ત થઈ જાય છે કારણકે
મન્સા દ્વારા શક્તિઓનું દાન કરવાથી સંકલ્પ માં એટલી શક્તિ જમા થઈ જાય છે જે દરેક
સંકલ્પ ની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પોતાનાં સંકલ્પો ને જ્યાં ઈચ્છે ત્યાં એક
સેકન્ડ માં ટકાવી શકે છે, સંકલ્પ એમનાં વશ હોય છે. તે પોતાનાં સંકલ્પો પર વિજયી
હોવાનાં કારણે ચંચળ સંકલ્પ વાળાને પણ થોડા સમય માટે અચળ કે શાંત બનાવી શકે છે.
સ્લોગન :-
નિરંતર એક બાપ
ની યાદ માં રહો તો સંગદોષ થી બચી જશો.
અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો .
કોઈ પણ વિકર્મ કે
વ્યર્થ કર્મ જો વારંવાર થઈ જાય છે તો આનું કારણ છે કે સદા સાથી ને સાથે નથી રાખતા
અથવા સાથ નો અનુભવ નથી કરતા જેવી રીતે શક્તિઓ એક સેકન્ડની દૃષ્ટિ થી અસુર સંહાર કરે
છે એવી રીતે કમ્બાઈન્ડ રુપની સ્મૃતિ થી પોતાના આસુરી સંસ્કાર અથવા અપવિત્રતા નાં
સંકલ્પો ને સેકન્ડ માં સંહાર કરો.