08-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.12.2001    બાપદાદા મધુબન


એકવ્રતા બની પવિત્રતા ની ધારણા દ્વારા રુહાનિયત માં રહી મન્સા સેવા કરો

 


આજે રુહાની બાપ ચારેય તરફ નાં રુહાની બાળકોની રુહાનિયત ને જોઈ રહ્યા છે. દરેક બાળકોમાં રુહાનિયત ની ઝલક કેટલી છે? રુહાનિયત નયનો થી પ્રત્યક્ષ થાય છે. રુહાનિયત ની શક્તિ વાળા આત્મા સદા નયનો થી બીજાઓને પણ રુહાની શક્તિ આપે છે. રુહાની મુસ્કાન બીજાઓને પણ ખુશી ની અનુભૂતિ કરાવે છે. એમની ચલન, ચહેરો ફરિશ્તાઓ સમાન ડબલ લાઈટ દેખાય છે. એવી રુહાનિયત નો આધાર છે પવિત્રતા. જેટલી-જેટલી મન-વાણી-કર્મ માં પવિત્રતા હશે એટલી જ રુહાનિયત દેખાશે. પવિત્રતા બ્રાહ્મણ જીવન નો શૃંગાર છે. પવિત્રતા બ્રાહ્મણ જીવન ની મર્યાદા છે. તો બાપદાદા દરેક બાળકોની પવિત્રતા નાં આધાર પર રુહાનિયત ને જોઈ રહ્યા છે. રુહાની આત્મા આ લોક માં રહેવા છતાં પણ અલૌકિક ફરિશ્તા દેખાશે.

તો પોતે સ્વયંને જુઓ, ચેક કરો-અમારા સંકલ્પ, બોલ માં રુહાનિયત છે? રુહાની સંકલ્પ પોતાનામાં પણ શક્તિ ભરવા વાળા છે અને બીજાઓને પણ શક્તિ આપે છે. જેને બીજા શબ્દો માં કહો છો રુહાનિયત સંકલ્પ મન્સા સેવા નાં નિમિત્ત બને છે. રુહાની બોલ સ્વયં ને અને બીજા ને સુખનો અનુભવ કરાવે છે. શાંતિ નો અનુભવ કરાવે છે. એક રુહાની બોલ અન્ય આત્માઓનાં જીવન માં આગળ વધવાનો આધાર બની જાય છે. રુહાની બોલવા વાળા વરદાની આત્મા બની જાય છે. રુહાની કર્મ સહજ સ્વયં ને પણ કર્મયોગી સ્થિતિ નો અનુભવ કરાવે છે અને બીજા ને પણ કર્મયોગી બનાવવાનાં સેમ્પલ બની જાય છે. જે પણ એમના સંપર્ક માં આવે છે તે સહજયોગી, કર્મયોગી જીવન નાં અનુભવી બની જાય છે. પરંતુ સંભળાવ્યું રુહાનિયત નું બીજ છે પવિત્રતા . પવિત્રતા સ્વપ્ન માં પણ ભંગ ન થાય ત્યારે રુહાનિયત દેખાશે. પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય નથી, પરંતુ દરેક બોલ બ્રહ્માચારી હોય, દરેક સંકલ્પ બ્રહ્માચારી હોય, દરેક કર્મ બ્રહ્માચારી હોય. જેમ લૌકિક માં કોઈ-કોઈ બાળકો નો ચહેરો બાપ સમાન હોય છે તો કહેવાય છે કે આમનામાં બાપ દેખાય છે. એમ બ્રહ્માચારી બ્રાહ્મણ આત્મા નાં ચહેરા માં રુહાનિયત નાં આધાર પર બ્રહ્મા બાપ સમાન અનુભવ થાય. જે સંપર્ક વાળા આત્માઓ અનુભવ કરે-આ બાપ સમાન છે. ચાલો, ૧૦૦ ટકા ન પણ હોય તો સમય અનુસાર કેટલાં ટકા દેખાય છે? ક્યાં સુધી પહોંચ્યા છે? ૭૫ ટકા, ૮૦ ટકા, ૯૦ ટકા, ક્યાં સુધી પહોંચ્યા છે? આ આગળ ની લાઈન બતાવો, જુઓ, બેસવામાં તો તમને નંબર આગળ મળ્યો છે. તો બ્રહ્માચારી બનવામાં પણ નંબર આગળ હશે ને? છે આગળ કે નથી?

બાપદાદા દરેક બાળકોની પવિત્રતા નાં આધાર પર રુહાનિયત જોવા ઈચ્છે છે. બાપદાદા ની પાસે બધાનો ચાર્ટ છે. બોલતા નથી પરંતુ ચાર્ટ છે, શું-શું કરે છે? કેવી રીતે કરે છે? આખો બાપદાદા ની પાસે ચાર્ટ છે. પવિત્રતા માં પણ હજી કોઈ-કોઈ બાળકો ની ટકાવારી ખૂબ ઓછી છે. સમય અનુસાર વિશ્વ નાં આત્માઓ આપ આત્માઓ ને રુહાનિયત નું સેમ્પલ (ઉદાહરણ) જોવા ઈચ્છે છે. એનું સહજ સાધન છે-ફક્ત એક શબ્દ અટેન્શન માં રાખો, વારંવાર એ એક શબ્દ ને પોતે અન્ડરલાઈન કરો, એ એક શબ્દ છે - એકવ્રતા ભવ. જ્યાં એક છે ત્યાં એકવ્રતા સ્વત: જ આવી જાય છે. અચલ, અડોલ સ્વત: જ બની જાય છે. એકવ્રતા બનવાથી એકમત પર ચાલવું ખૂબ સહજ થઈ જાય છે. જ્યારે છે જ એકવ્રતા તો એક ની મત થી એકમતિ સદ્દગતિ સહજ થઈ જાય છે. એકરસ સ્થિતિ સ્વત: જ બની જાય છે. તો ચેક કરો-એકવ્રતા છો? આખા દિવસ માં મન-બુદ્ધિ એકવ્રતા રહે છે? હિસાબ માં પણ પહેલાં હિસાબ એક થી શરુ થાય છે. એક બિંદુ અને એક શબ્દ, એક અંક લગાવતા જાઓ, એક બિંદુ લગાવતા જાઓ તો કેટલાં વધતા જશે? તો બીજું કંઈ પણ યાદ નહીં આવે, એક શબ્દ તો યાદ રહેશે ને? સમય, આત્માઓ આપ એકવ્રતા આત્માઓ ને પોકારી રહ્યા છે. તો સમય ની પોકાર, આત્માઓની પોકાર - હે દેવ આત્માઓ, સંભળાતી નથી? પ્રકૃતિ પણ આપ પ્રકૃતિપતિ ને જોઈ-જોઈ પોકારી રહી છે - હે પ્રકૃતિપતિ આત્માઓ, હવે પરિવર્તન કરો. આ તો વચ્ચે-વચ્ચે નાનાં-નાનાં ઝટકા લાગી રહ્યા છે. બિચારા આત્માઓને વારંવાર દુઃખ નાં, ભય નાં ઝટકા ન ખવડાવો. તમે મુક્તિ અપાવવા વાળા આત્માઓ માસ્ટર મુક્તિદાતા, ક્યારે આ આત્માઓને મુક્તિ અપાવશો? શું મન માં રહેમ નથી આવતો? કે સમાચાર સાંભળીને ચૂપ થઈ જાઓ છો? બસ, થઈ ગયું, સાંભળી લીધું એટલે બાપદાદા દરેક બાળકોનું હવે મર્સીફુલ સ્વરુપ જોવા ઈચ્છે છે. પોતાની હદ ની વાતો હવે છોડી દો, મર્સીફુલ બનો. મન્સા સેવામાં લાગી જાઓ. સકાશ આપો, શાંતિ આપો, સહારો આપો. જો મર્સીફુલ બની બીજાઓને સહારો આપવામાં બિઝી રહેશો તો હદ નાં આકર્ષણો થી, હદ ની વાતો થી, સ્વત: જ દૂર થઈ જશો. મહેનત થી બચી જશો. વાણી ની સેવામાં ખૂબ સમય આપ્યો, સમય સફળ કર્યો, સંદેશ આપ્યો. આત્માઓ ને સંબંધ-સંપર્કમાં લાવ્યાં, ડ્રામાનુસાર હમણાં સુધી જે કર્યુ તે ખૂબ સારું કર્યું. પરંતુ હવે વાણી ની સાથે મન્સા સેવાની વધારે આવશ્યક્તા છે. અને આ મન્સા સેવા દરેક નવાં, જૂનાં, મહારથી, ઘોડસવાર, પ્યાદા બધાં કરી શકે છે. એમાં મોટા કરશે, અમે તો નાનાં છીએ, અમે તો બીમાર છીએ, અમે તો સાધનો વાળા નથી… કોઈ પણ આધાર ન જોઈએ. આ નાનાં-નાનાં બાળકો પણ કરી શકે છે. બાળકો, મન્સા સેવા કરી શકો છો ને? (હાજી) એટલે હવે વાચા અને મન્સા સેવા નું બેલેન્સ રાખો. મન્સા સેવા થી તમને કરવા વાળા ને પણ ખૂબ ફાયદો છે. કેમ? જે આત્માને મન્સા સેવા અર્થાત્ સંકલ્પ દ્વારા શક્તિ આપશો, સકાશ આપશો તે આત્મા તમને દુવા આપશે. અને તમારા ખાતા માં સ્વ નો પુરુષાર્થ તો છે જ પરંતુ દુવાઓનું ખાતું પણ જમા થઈ જશે. તો તમારું જમા ખાતું ડબલ રીતે વધતું જશે, એટલે ભલે નવાં છે કે જૂનાં છે, કારણ કે આ વખતે નવાં ખૂબ આવ્યા છે ને? નવાં જે પહેલીવાર આવ્યા છે, એ હાથ ઉઠાવો. પહેલીવાર આવેલા બાળકો ને પણ બાપદાદા પૂછે છે કે આપ આત્માઓ મન્સા સેવા કરી શકો છો? (બાપદાદાએ પાંડવો ને, માતાઓ ને બધાને અલગ-અલગ પૂછ્યું - તમે મન્સા સેવા કરી શકો છો?) આ તો ખૂબ સારા હાથ ઉઠાવ્યા, ભલે કોઈ ટી.વી. થી જોઈ-સાંભળી રહ્યા છે કે સન્મુખ સાંભળી રહ્યા છે, હવે બાપદાદા બધાં બાળકો ને જવાબદારી આપે છે કે રોજ આખા દિવસ માં કેટલાં કલાક મન્સા સેવા યથાર્થ રીતે કરી, આનો દરેક પોતાની પાસે ચાર્ટ રાખજો. એવું નહીં કહેતાં હા કરી લીધી. યથાર્થ રુપ માં કેટલાં કલાક મન્સા સેવા કરી, તે દરેક ચાર્ટ રાખજો. પછી બાપદાદા અચાનક ચાર્ટ મંગાવશે. તારીખ નહીં બતાવશે. અચાનક મંગાવશે, જોશે કે જવાબદારી નો તાજ પહેર્યો કે હલતો રહ્યો છે? જવાબદારી નો તાજ પહેરવો છે ને? ટીચર્સે તો જવાબદારી નો તાજ પહેરેલો છે ને? હવે એમાં આ એડ કરજો (ઉમેરજો). ઠીક છે ને? ડબલ ફોરેનર્સ હાથ ઉઠાવો. આ જવાબદારી નો તાજ ગમે છે, તો એ હાથ ઉઠાવો. ટીચર્સ પણ હાથ ઉઠાવો તમને જોઈને બીજા ને પ્રેરણા મળશે. તો ચાર્ટ રાખશો? સારું, બાપદાદા અચાનક એક દિવસ પૂછશે, પોત-પોતાનો ચાર્ટ લખીને મોકલો, પછી જોશે કારણ કે વર્તમાન સમયે ખૂબ આવશ્યક્તા છે. પોતાનાં પરિવાર નું દુઃખ, પરેશાની તમે જોઈ શકો છો? જોઈ શકો છો? દુઃખી આત્માઓને અંચલી તો આપો. જે તમારું ગીત છે -એક બુંદ કી પ્યાસી હૈં હમ… આજ નાં સમય માં સુખ-શાંતિ ની એક બુંદ નાં આત્માઓ તરસ્યા છે. એક સુખ-શાંતિ નાં અમૃત ની બુંદ મળવાથી પણ ખુશ થઈ જશે. બાપદાદા વારંવાર સંભળાવતા રહે છે-સમય તમારી પ્રતિક્ષા કરી રહ્યો છે. બ્રહ્મા બાપ પોતાનાં ઘર નો દરવાજો ખોલવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. પ્રકૃતિ તીવ્રગતિ થી સફાઈ કરવાની પ્રતિક્ષા કરી રહી છે. તો હે ફરિશ્તા, હવે પોતાની ડબલ લાઈટ થી પ્રતિક્ષા ને સમાપ્ત કરો. એવરરેડી શબ્દ તો બધાં બોલો છો પરંતુ સંપન્ન અને સંપૂર્ણ બનવામાં એવરરેડી બન્યા છો? ફક્ત શરીર છોડવા માટે એવરરેડી નથી બનવાનું, પરંતુ બાપ સમાન બનીને જવામાં એવરરેડી બનવાનું છે.

આ મધુબન નાં બધાં આગળ-આગળ બેસે છે, સારું છે. સેવા પણ કરે છે. મધુબન વાળા એવરરેડી છે? હસે છે, સારું, પહેલી લાઈન વાળા મહારથી એવરરેડી છે? બાપ સમાન બનવામાં એવરરેડી? એવી રીતે જજો તો એડવાન્સ પાર્ટી માં જશો. એડવાન્સ પાર્ટી તો ન ઈચ્છવા છતાં વધતી જાય છે. હવે વાણી અને મન્સા સેવા નાં બેલેન્સ માં બિઝી થઈ જશો તો બ્લેસિંગ ખૂબ મળશે. ડબલ ખાતું જમા થઈ જશે-પુરુષાર્થ નું પણ અને દુવાઓ નું પણ. તો સંકલ્પ દ્વારા, બોલ દ્વારા, વાણી દ્વારા, કર્મ દ્વારા, સંબંધ-સંપર્ક દ્વારા દુવાઓ આપો અને દુવાઓ લો. એક જ વાત કરો - બસ, દુવાઓ આપવી છે. ભલે કોઈ બદદુવા આપે તો પણ તમે દુવાઓ આપો કારણ કે તમે દુવાઓનાં સાગર નાં બાળકો છો. કોઈ નારાજ થાય તમે નારાજ નહીં થાઓ. તમે રાજી રહો. એવું થઈ શકે છે? એવું બની શકે છે? ૧૦૦ જણા તમને નારાજ કરે અને તમે રાજી રહો, બની શકે છે? બની શકે છે? બીજી લાઈન વાળા બતાવો - બની શકે છે? હજી વધારે પણ નારાજ કરશે, જો જો! પેપર તો આવશે ને? માયા પણ સાંભળી રહી છે ને? બસ આ વ્રત લો, દૃઢ સંકલ્પ કરો - “ મારે દુવાઓ આપવી છે અને લેવી છે , બસ” . બની શકે છે? માયા ભલે નારાજ કરે ને? તમે તો રાજી કરવાવાળા છો ને? તો એક જ કામ કરો બસ. નારાજ નથી થવાનું, નથી કરવાનાં. કરે તો તે કરે, અમે નારાજ નહીં થઈએ. અમે નારાજ નહીં કરીએ, નહીં થઈએ. દરેક પોતાની જવાબદારી લે. બીજા ને ન જુએ, આ નારાજ કરે છે, એ નારાજ કરે છે, અમે સાક્ષી થઈને ખેલ જોવા વાળા છીએ, ફક્ત રાજી નો ખેલ જોશો શું? નારાજગી નો પણ તો વચ્ચે-વચ્ચે જોવો જોઈએ ને? પરંતુ દરેક પોતાને રાજી રાખે.

માતાઓ, પાંડવ, બની શકે છે? બાપદાદા નક્શો જોઈ લેશે. બાપદાદા ની પાસે ખૂબ મોટું ટી.વી. છે, ખૂબ મોટું છે. દરેક ને જોઈ શકે છે, કયા સમયે કોઈ શું કરી રહ્યા છે? બાપદાદા જુએ છે પરંતુ બોલતાં નથી, તમને સંભળાવતા નથી. બાકી રંગ ખૂબ જુએ છે. છુપાઈ-છુપાઈને શું કરો છો તે પણ જુએ છે. બાળકોમાં ચાલાકી પણ ખૂબ છે ને? ચાલાક ખૂબ છે. જો બાપદાદા બાળકો ની ચાલાકીઓ સંભળાવે ને તો સાંભળીને જ તમે થોડું વિચારવા લાગશો, એટલે નથી સંભળાવતાં. તમને વિચાર માં કેમ નાખે? પરંતુ ચાલાકી ખૂબ હોશિયારી થી કરે છે. જો સૌથી હોશિયાર જોવા હોય તો પણ બ્રાહ્મણો માં જુઓ. પરંતુ હવે શેમાં હોશિયાર બનશો? મન્સા સેવા માં. નંબર આગળ લઈ લો. પાછળ નહીં રહેતાં. એમાં કોઈ કારણ નથી. સમય નથી મળતો, ચાન્સ નથી મળતો, તબિયત નથી ચાલતી, પૂછવામાં ન આવ્યું નહીં - આ કંઈ નહીં. બધું કરી શકો છો. બાળકોએ દોડ લગાવવાની રમત રમી હતી ને, હવે આમાં દોડ લગાવજો. મન્સા સેવા માં દોડ લગાવજો. સારું.

કર્ણાટક નો વારો છે - કર્ણાટક વાળા જે સેવા માં આવ્યા છે, તે ઉઠો. આટલાં બધાં સેવા માટે આવ્યા છે. સારું છે આ પણ સહજ શ્રેષ્ઠ પુણ્ય જમા કરવાનો ગોલ્ડન ચાન્સ મળે છે. ભક્તિ માં કહેવાય છે-એક બ્રાહ્મણ ની પણ સેવા કરો તો ખૂબ પુણ્ય મળે છે. અને અહીં આટલા સાચાં બ્રાહ્મણો ની સેવા કરો છો. તો આ સારો ચાન્સ મળે છે ને? ગમ્યું કે થાક લાગ્યો? થાક્યા તો નથી? મજા આવીને? જો સાચાં દિલ થી પુણ્ય સમજીને સેવા કરો છો તો એનું પ્રત્યક્ષ ફળ છે, એમને થાક નહીં લાગશે, ખુશી થશે. આ પ્રત્યક્ષ ફળ પુણ્ય જમા થયા નો અનુભવ થાય છે. જો થોડો પણ કોઈ કારણ થી થાક લાગે અથવા તો થોડો પણ મહેસૂસ કરો તો સમજો સાચાં દિલ થી સેવા નથી થઈ. સેવા અર્થાત્ પ્રત્યક્ષ ફળ, મેવા. સેવા નથી કરતાં, મેવા ખાઓ છો. તો કર્ણાટક નાં બધાં સેવાધારીઓએ પોતાની સારી સેવા નો પાર્ટ ભજવ્યો અને સેવાનું ફળ ખાધું.

સારું, બધાં ટીચર્સ ઠીક છે? ટીચર્સ નો તો કેટલી વાર સિઝન માં વારો આવે છે. આ વારો મળવો પણ ભાગ્ય ની નિશાની છે. હવે ટીચર્સે મન્સા સેવા માં રેસ કરવાની છે. પરંતુ એવું નહીં કરતા કે આખો દિવસ બેસી જાઓ, હું મન્સા સેવા કરી રહી છું. કોઈ કોર્સ કરવા વાળા આવે તો તમે કહો ના, ના હું તો મન્સા સેવા કરી રહી છું. કોઈ કર્મયોગ નો સમય આવે તો કહો મન્સા સેવા કરી રહી છું, ના. બેલેન્સ જોઈએ. કોઈ-કોઈ ને વધારે નશો ચઢી જાય છે ને? તો એવો નશો નહીં ચઢાવતાં. બેલેન્સ થી બ્લેસિંગ છે. બેલેન્સ નથી તો બ્લેસિંગ નથી. અચ્છા.

હવે બધાં એક સેકન્ડ માં મન્સા સેવાનો અનુભવ કરો. આત્માઓને શાંતિ અને શક્તિ ની અંચલી આપો. અચ્છા. ચારેય તરફનાં સર્વશ્રેષ્ઠ રુહાનિયત નો અનુભવ કરાવવા વાળા રુહાની આત્માઓ ને, સર્વ સંકલ્પ અને સ્વપ્ન માં પણ પવિત્રતા નો પાઠ ભણવાવાળા બ્રહ્માચારી બાળકો ને, સર્વ દૃઢ સંકલ્પધારી, મન્સા સેવાધારી તીવ્ર પુરુષાર્થી આત્માઓ ને, સદા દુવાઓ આપવા અને લેવાવાળા પુણ્ય આત્માઓ ને બાપદાદા નાં દિલારામ બાપ નાં દિલ વ જાન, સિક તથા પ્રેમ સહિત યાદ-પ્યાર અને નમસ્તે.

(દાદીજી, દાદી જાનકી જી સાથે પર્સનલ મુલાકાત)

બાપદાદાએ ત્રિમૂર્તિ બ્રહ્મા નું દૃશ્ય દેખાડ્યું. તમે બધાએ જોયું? કારણ કે બાપ સમાન, બાપ નાં દરેક કાર્યમાં સાથી છો ને? એટલે આ દૃશ્ય દેખાડ્યું. બાપદાદાએ તમને બંનેને વિશેષ પાવર્સ ની (શક્તિઓ) વિલ કરી છે. વિલ પાવર પણ આપ્યો અને સર્વ પાવર્સ ની વિલ પણ કરી, એટલે તે પાવર્સ પોતાનું કામ કરી રહ્યાં છે. કરાવનહાર કરાવી રહ્યાં છે, અને તમે નિમિત્ત બની કરી રહ્યાં છો. મજા આવે છે ને? કરનકરાવનહાર બાપ કરાવી રહ્યાં છે, એટલે કરાવવા વાળા કરાવી રહ્યાં છે, તમે બેફિકર થઈને કરી રહ્યા છો. ફિકર નથી રહેતી ને? બેફિકર બાદશાહ. અચ્છા. તબિયત નાં પણ નોલેજફુલ. થોડી-થોડી નટખટ થાય (બને) છે. એમાં પણ નોલેજફુલ બનવું જ પડશે કારણ કે સેવા ખૂબ કરવાની છે ને? તો તબિયત પણ સાથ આપે છે. તો ડબલ નોલેજફુલ. અચ્છા, ઓમ્ શાંતિ.

વરદાન :-
ઈશ્વરીય સંગ માં રહી ઉલ્ટા સંગ નાં વાર થી ( પ્રહાર થી ) બચવા વાળા સદા નાં સત્સંગી ભવ

કેવો પણ ખરાબ સંગ હોય પરંતુ તમારો શ્રેષ્ઠ સંગ એની આગળ અનેક ગણો શક્તિશાળી છે. ઈશ્વરીય સંગ ની આગળ તે સંગ કંઈ પણ નથી. બધાં કમજોર છે. પરંતુ જ્યારે પોતે કમજોર બનો છો ત્યારે ઉલ્ટા સંગ નો વાર થાય છે. જે સદા એક બાપ નાં સંગ માં રહે છે અર્થાત્ સદા નાં સત્સંગી છે તે બીજા કોઈ પણ સંગ નાં રંગ માં પ્રભાવિત નથી થઈ શકતાં. વ્યર્થ વાતો, વ્યર્થ સંગ અર્થાત્ કુસંગ એમને આકર્ષિત કરી ન શકે.

સ્લોગન :-
ખરાબી ને પણ સારાઈ માં પરિવર્તન કરવા વાળા જ પ્રસન્ન ચિત્ત રહી શકે છે.