08-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
આ રાજયોગ નું ભણતર ભણો છો રાજાઈ માટે , આ છે તમારું નવું ભણતર”
પ્રશ્ન :-
આ ભણતર માં ઘણા બાળકો ચાલતાં -ચાલતાં નાપાસ કેમ થઇ જાય છે?
ઉત્તર :-
કારણકે આ ભણતર માં માયા ની સાથે બોક્સિંગ (કુસ્તી) છે. માયાની બોક્સિંગ માં બુદ્ધિને
બહુ જ માર લાગી જાય છે. માર લાગવાને કારણે બાપ થી સાચા નથી રહેતાં. સાચ્ચા બાળકો સદા
સલામત રહે છે.
ઓમ શાંતિ!
આ તો બધા
બાળકોને નિશ્ચય હશે કે આપણને આત્માઓને પરમાત્મા-બાપ ભણાવે છે. ૫ હજાર વર્ષ પછી એક જ
વાર બેહદ નાં બાપ આવીને બેહદ નાં બાળકોને ભણાવે છે. કોઈ નવા માણસ આ વાતો સાંભળે તો
સમજી ન શકે. રુહાની બાપ, રુહાની બાળકો શું હોય છે? આ પણ સમજી નહીં શકશે. આપ બાળકો
જાણો છો આપણે બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. એ આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે, સુપ્રીમ
ગુરુ પણ છે. આપ બાળકોને આ જરુર ઓટોમેટિકલી યાદ રહેશે, અહીં બેસી સમજતા હશો-બધા
આત્માઓ નાં એક જ ર
રુહાની બાપ છે. બધા
આત્માઓ એમને જ યાદ કરે છે. કોઈ પણ ધર્મ નાં હોય. બધા મનુષ્ય માત્ર યાદ જરુર કરે છે.
બાપે સમજાવ્યું છે આત્મા તો બધામાં છે ને? હવે બાપ કહે છે - દેહ નાં બધા ધર્મ છોડી
સ્વયંને આત્મા સમજો. હમણાં તમે આત્મા અહી પાર્ટ ભજવી રહ્યા છો. કેવો પાર્ટ ભજવો છો,
તે પણ સમજાવ્યું છે. બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જ સમજે છે. તમે રાજયોગી છો
ને? ભણવા વાળા બધા યોગી જ હોય છે. ભણાવવા વાળા શિક્ષક ની સાથે યોગ જરુર રાખવો પડે
છે. એમ-ઓબ્જેક્ટ (લક્ષ-હેતુ) ની પણ ખબર હોય છે-આ ભણતર થી અમે ફલાણા બનીશું. આ ભણતર
તો એક જ છે, આને કહેવાય છે રાજાઓ નાં રાજા બનવાનું ભણતર. રાજયોગ છે ને. રાજાઈ
પ્રાપ્ત કરવા માટે બાપ સાથે યોગ. બીજા કોઈ મનુષ્ય આ રાજયોગ ક્યારેય શીખવાડી ન શકે.
તમને કોઈ મનુષ્ય નથી શીખવાડતા. પરમાત્મા આપ આત્માઓને શીખવાડે છે. તમે પછી બીજાઓને
શીખવાડો છો. તમે પણ સ્વયંને આત્મા સમજો. આપણને આત્માઓને બાપ શીખવાડે છે. આ યાદ ન
રહેવાથી બળ નથી ભરાતું, એટલે ઘણાની બુદ્ધિ માં નથી બેસતું. તો બાપ હંમેશા કહે છે,
યોગયુક્ત થઈ, યાદની યાત્રા માં રહી ને સમજાવો. આપણે ભાઈ-ભાઈ ને શીખવાડીએ છીએ. તમે
પણ આત્મા છો, એ બધાનાં બાપ, શિક્ષક, ગુરુ છે. આત્મા ને જોવાનો છે. ભલે ગાયન છે
સેકન્ડમાં જીવનમુક્તિ પરંતુ આમાં મહેનત ઘણી જ છે. આત્મ-અભિમાની ન બનવાથી તમારા વચનો
માં તાકાત નથી રહેતી કારણ કે જે પ્રકારે બાપ સમજાવે છે તે રીતે કોઈ સમજાવતા નથી.
કોઈ-કોઈ તો બહુ જ સારું સમજાવે છે. કોણ કાંટા છે અને કોણ ફૂલ છે-ખબર તો બધી પડે છે,
સ્કૂલમાં બાળકો ૫-૬ ધોરણ ભણીને પછી ટ્રાન્સફર થાય છે. સારા-સારા બાળકો જ્યારે
ટ્રાન્સફર થાય છે તો બીજા ક્લાસ નાં શિક્ષકને પણ ઝટ ખબર પડે છે. આ બાળકો હોશિયાર
પુરુષાર્થી છે, આમણે સારું ભણેલુ છે ત્યારે ઊંચ નંબર માં આવ્યાં છે. શિક્ષકતો જરુર
સમજતા હશે ને? તે છે લૌકિક ભણતર, અહીં તો તે વાત નથી. આ છે પારલૌકિક ભણતર. અહીં તો
એવું નહીં કહીશું. આ પહેલા બહુજ સારું ભણી ને આવ્યા છે ત્યારે સારું ભણે છે. નહિ.
તે પરીક્ષા માં તો ટ્રાન્સફર થાય છે તો શિક્ષક સમજશે એમણે ભણવામાં માં મહેનત કરી
છે, ત્યારે આગળ નંબર લીધો છે. અહીં તો છે જ નવું ભણતર, જે પહેલાથી કોઇ ભણેલા નથી.
નવું ભણતર છે, નવા ભણાવવા વાળા છે. બધા નવાં છે. નવાં ને ભણાવે છે. તેમાં જે સારી
રીતે ભણે છે તો કહેશે આ સારા પુરુષાર્થી છે. આ છે નવી દુનિયા માટે નવી નોલેજ બીજું
કોઈ ભણાવવા વાળું તો છે નહીં. જેટલું-જેટલું જે ધ્યાન આપે છે તેટલાં ઊંચ નંબર માં
જાય છે. કોઈ તો બહુ જ મીઠા આજ્ઞાકારી હોય છે. જોવાથી જ ખબર પડે છે, આ ભણાવવા વાળા
બહુ જ સારા છે, આમનાં માં કોઈ અવગુણ નથી. ચલન થી, વાત કરવાથી ખબર પડી જાય છે. બાબા
પૂછે પણ સૌને છે-આ કેવું ભણાવે છે, આમનામાં કોઇ ખામી તો નથી? એવા ઘણા જ કહે છે અમને
પૂછ્યા વગર સમાચાર ક્યારેય નહીં આપવા. કોઈ સારું ભણાવે છે, કોઈ શુરુડ બુદ્ધિ નથી
હોતા. માયા નો વાર ઘણો થાય છે. આ બાપ જાણે છે, માયા તેમને દગો બહુજ આપે છે. ભલે ૧૦
વર્ષ પણ ભણાવ્યું છે પરંતુ માયા એવી જબરદસ્ત છે-દેહ-અહંકાર આવ્યો અને આ ફસાયા. બાપ
સમજાવે છે જે પણ પહેલવાન છે, તેમના પર માયા નો માર લાગે છે. માયા પણ બળવાન થી બળવાન
થઈને લડે છે.
તમે સમજતા હશો બાબાએ જેમનામાં પ્રવેશ કર્યો છે આ નંબરવન છે. પછી નંબરવાર તો ઘણા છે
ને? બાબા મિસાલ એક-બે નાં આપે છે. હોય તો નંબરવાર બહુ જ છે. જેમ દિલ્હી માં ગીતા
બાળકી બહુ જ હોશિયાર છે. છે બાળકી બહુ મીઠી. બાબા હંમેશા કહે છે ગીતા તો સાચી ગીતા
છે. મનુષ્ય તે ગીતા વાંચે છે પરંતુ એ નથી સમજતા કે ભગવાને કેવી રીતે રાજ્યોગ
શીખવાડીને રાજાઓનાં રાજા બનાવ્યા હતાં. બરોબર સતયુગ હતું તો એક જ ધર્મ હતો, કાલ ની
વાત છે. બાપ કહે છે કાલે તમને આટલા સાહૂકાર બનાવીને ગયો. તમે પદ્માપદમ ભાગ્યશાળી હતા,
હવે તમે શું બની ગયા છો. તમે અનુભવ કરો છો ને? તે ગીતા સંભળાવવા વાળાથી કોઈને અનુભવ
થાય છે શું, જરા પણ નથી સમજતા. ઊંચેથી ઊંચી શ્રીમત ભાગવત ગીતા જ ગવાય છે. તેઓ તો
ગીતા પુસ્તક બેસી વાંચે અથવા સંભળાવે છે. બાપ તો પુસ્તક નથી વાંચતા. ફર્ક તો છે ને?
તેમની યાદની યાત્રા તો છે જ નહીં. તે તો નીચે ઉતરતા જ રહે છે. સર્વવ્યાપી નાં જ્ઞાન
થી બધા જુઓ કેવાં બની ગયા છે? તમે જાણો છો કલ્પ-કલ્પ આવું જ થશે. બાપ કહે છે તમને
શીખવાડી વિષય સાગરથી પાર કરી દઉં છું. કેટલો ફર્ક છે. શાસ્ત્ર વાંચવા તો ભક્તિમાર્ગ
થયો ને? બાપ કહે છે આ વાંચવાથી મારાથી કોઈ નથી મળતું. તેઓ સમજે છે કોઈ પણ તરફ જાઓ
પહોંચવાનું તો બધાએ એક જ જગ્યાએ છે. ક્યારેક કહે છે ભગવાન કોઈ ન કોઈ રુપ માં આવીને
ભણાવશે. જ્યારે બાપને આવીને ભણાવાનું છે તો પછી તમે શું ભણાવો છો? બાપ સમજાવે છે
ગીતામાં લોટમાં મીઠા જેટલાં કોઈ સાચાં અક્ષર છે, જેમાં તમે પકડી શકો છો. સતયુગમાં
તો કોઈ પણ શાસ્ત્ર વગેરે હોતાં જ નથી. આ છે જ ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર. એવું નહીં
કહીશું કે આ અનાદિ છે. શરુ થી ચાલતા આવે છે. નહીં. અનાદિ નો અર્થ નથી સમજતા. બાપ
સમજાવે છે આ તો ડ્રામા અનાદિ બરોબર છે. તમને બાપ રાજયોગ શીખવાડે છે. બાપ કહે છે હમણાં
તમને શીખવાડું છું પછી ગુમ થઈ જાઉં છું. તમે કહેશો અમારું રાજ્ય અનાદિ હતું. રાજ્ય
તે જ છે ફક્ત પાવન થી બદલાઈ પતિત બનવાથી નામ બદલાઈ જાય છે. દેવતા ની બદલે હિંદુ
કહેવાય છે. છે તો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં. જેમ બીજા સતોપ્રધાન થી સતો, રજો,
તમો માં આવે છે, તમે પણ એવી રીતે ઉતરો છો. રજો માં આવો છો તો અપવિત્રતા ને કારણે
દેવતા ની બદલે હિંદુ કહેવાઓ છો. નહીં તો હિન્દુ હિન્દુસ્તાન નું નામ છે. તમે અસલમાં
તો દેવી-દેવતા હતા ને? દેવતાઓ સદૈવ પાવન હોય છે. હમણાં તો મનુષ્ય પતિત બની ગયા છે.
તો નામ પણ હિન્દુ રાખી દીધું છે. પૂછો હિંદુ ધર્મ ક્યારે, કોણે રચ્યો? તો બતાવી નહીં
શકે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, જેને પેરેડાઇઝ (વૈકુંઠ) વગેરે બહુજ સારા- સારા
નામ આપે છે. જે વીતી ગયું છે તે ફરી પાછું પુનરાવર્તન થવાનું છે. આ સમયે તમે શરુ થી
લઈને અંત સુધી બધું જાણો છો. જાણતા જશો તો જીવતા રહેશો. ઘણાં તો મરી પણ જાય છે. બાપ
નાં બને છે તો માયા નું યુદ્ધ ચાલે છે. યુદ્ધ થવાથી ટ્રેટર (દગાબાજ) બની જાય છે.
રાવણ નાં હતા, રામ નાં બન્યા. ફરી રાવણ, રામ નાં બાળકો પર જીત મેળવી પોતાની તરફ લઈ
જાય છે. કોઈ બીમાર થઈ જાય છે. પછી ન ત્યાંનાં રહે, ન અહીયાં નાં રહે. ન ખુશી છે, ન
રંજ. વચમાં પડ્યા રહે છે. તમારી પાસે પણ બહુજ છે જે વચમાં છે. બાપનાં પણ પુરા નથી
બનતા, રાવણનાં પણ પુરા નથી બનતાં.
હમણાં તમે છો પુરુષોત્તમ સંગમયુગ પર. ઉત્તમ પુરુષ બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા
છો. આ બહુ જ સમજાવવાની વાતો છે. બાબા પૂછે છે હાથ તો ઘણા બાળકો ઉઠાવે છે. પરંતુ
સમજાય જાય છે-બુદ્ધિ નથી. ભલે બાબા કહે છે શુભ બોલો. કહે તો બધાં છે - અમે નર થી
નારાયણ બનીશું. કથા જ નર થી નારાયણ બનવાની છે. અજ્ઞાન કાળ માં પણ સત્ય નારાયણ ની કથા
સાંભળે છે ને? ત્યાં તો કોઈ પૂછી ન શકે. આ તો બાપ જ પૂછે છે. તમે શું સમજો છો - આટલી
હિંમત છે? તમારે પાવન પણ જ બનવાનું છે. કોઈ આવે છે તો પુછાય છે કે આ જન્મ માં કોઈ
પાપ કર્મ તો નથી કર્યા? જન્મ-જન્માંતરનાં પાપી તો છો જ. આ જન્મનાં પાપ બતાવી દો તો
હળવા થઈ જશો. નહીં તો દિલ અંદર ખાતું રહેશે. સાચું બતાવવાથી હળવા થશો. ઘણાં બાળકો
સાચું નથી બતાવતા તો માયા એકદમ જોરથી મુક્કો મારી દે છે. તમારી બહુજ આકરી બોક્સિંગ
છે. તે બોક્સિંગ માં તો શરીરને માર લાગે છે, આમાં બુદ્ધિને બહુજ માર લાગે છે. આ બાબા
પણ જાણે છે. આ બ્રહ્મા કહે છે હું બહુ જ જન્મો નાં અંતનો છું. સૌથી પાવન હતો, હમણાં
સૌથી પતિત છું. ફરી પાવન બનું છું. એવું તો નથી કહેતા કે હું મહાત્મા છું. બાપ પણ
ખાતરી આપે છે, આ સૌથી વધારે પતિત છે. બાપ કહે છે હું પારકા દેશ, પારકા શરીર માં આવું
છું. આમનાં બહુ જ જન્મો નાં અંતમાં હું આમનાં માં પ્રવેશ કરું છું, જેમણે પુરા ૮૪
જન્મ લીધા છે. હવે આ પણ પાવન બનવાનો પુરુષાર્થ કરે છે, ખબરદાર પણ બહુ જ રહેવાનું
હોય છે. બાપ તો જાણે છે ને? આ બાબા નું બાળક બહુ જ નજીક છે. આ તો બાપ થી અલગ
ક્યારેય થઇ જ નથી શકતું. ખ્યાલ પણ ન આવી શકે કે છોડીને જાઉં. એકદમ મારા બાજુમાં બેઠો
છે. મારા તો બાબા છે ને. મારા ઘરમાં બેઠા છે. બાબા જાણે છે હસી-મજાક પણ કરે છે. બાબા,
આજે મને સ્નાન તો કરાવો, ભોજન તો ખવડાવો. હું નાનું બાળક છું, અનેક પ્રકાર થી બાબા
ને યાદ કરું છું. આપ બાળકો ને સમજાવું છું-આમ-આમ યાદ કરો. બાબા, તમે તો બહું મીઠા
છો. એકદમ અમને વિશ્વ નાં માલિક બનાવી દો છો. આ વાત બીજા કોઈની બુદ્ધિ માં હોઈ ન શકે.
બાપ બધાંને રિફ્રેશ કરતા રહે છે. બધાં પુરુષાર્થ તો કરે છે, પરંતુ ચલન પણ એવી હોય
ને, ભૂલ થઈ જાય તો ઝટ લખવું જોઈએ-બાબા, અમારાથી આ ભૂલ થઇ જાય છે. કોઈ-કોઈ લખે પણ
છે-બાબા, અમારાથી આ ભૂલ થઈ માફ કરજો. મારા બાળક બનીને પછી ભૂલ કરવાથી સો ગુણી વૃદ્ધિ
થઈ જાય છે. માયા થી હારે છે તો ફરી તેવાં નાં તેવાં બની જાય છે. બહુજ હારે છે. આ
મોટી બોક્સિંગ છે. રામ અને રાવણ ની લડાઈ છે. દેખાડે પણ છે વાનરની સેના લીધી. આ બધાં
બાળકો નાં ખેલ બનેલા છે. જેમ નાનાં બાળક બેસમજ હોય છે ને? બાપ પણ કહે છે આ તો તેમની
પાઇ-પૈસાની બુદ્ધિ છે. કહે છે દરેક ઈશ્વરનું રુપ છે. તો દરેક ઇશ્વર બનીને રચના પણ
કરે છે, પાલના કરે છે પછી વિનાશ પણ કરી દે છે. હવે ઈશ્વર કોઈ નો વિનાશ થોડી જ કરે
છે? આ તો કેટલી અજ્ઞાનતા છે એટલે કહેવાય છે ઢીંગલીઓ ની પૂજા કરતા રહે છે. વન્ડર છે.
મનુષ્યો ની બુદ્ધિ કેવી થઈ જાય છે. કેટલા ખર્ચા કરે છે. બાબા ફરિયાદ કરે છે-હું તમને
આટલા મોટા બનાવીને ગયો, તમે શું કર્યું! તમે પણ જાણો છો આપણે તો દેવતા હતા પછી ચક્ર
લગાવીએ છીએ, હમણાં આપણે બ્રાહ્મણ બન્યા છીએં. ફરી આપણે દેવતા….. બનીશું. આ તો
બુદ્ધિમાં બેસેલું છે ને? અહીં બેસો છો તો બુદ્ધિમાં આ નોલેજ રહેવી જોઈએ. બાપ પણ
નોલેજફુલ છે ને? રહે ભલે શાંતિધામ માં છે તો પણ તેમને નોલેજફુલ કહેવાય છે. તમારા પણ
આત્મા માં બધી નોલેજ રહે છે ને? કહે છે આ જ્ઞાનથી તો અમારી આંખ ખૂલી ગઈ છે. બાપ તમને
જ્ઞાનનાં ચક્ષુ આપે છે. આત્માને સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંતની ખબર પડી ગઈ છે. ચક્ર
ફરતું રહે છે. બ્રાહ્મણોને જ સ્વદર્શન ચક્ર મળે છે. દેવતાઓને ભણાવવા વાળું કોઈ હોતું
નથી. તેમને શિક્ષા ની દરકાર નથી. ભણવાનું તો તમારે છે જે ફરી તમે દેવતા બનો છો. હવે
બાપ બેસી આ નવી-નવી વાતો સમજાવે છે. આ નવું ભણતર ભણીને તમે ઊંચા બનો છો. પહેલાં થી
છેલ્લાં. છેલ્લાં થી પહેલાં. આ ભણતર છે ને. હમણાં તમે સમજો છો બાબા દરેક કલ્પ આવીને
પતિત થી પાવન બનાવે છે, પછી આ નોલેજ ખતમ થઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બહુ-બહુ જ
આજ્ઞાકારી, મીઠા થઈને ચાલવાનું છે. દેહ-અહંકાર માં નથી આવવાનું. બાપ નાં બાળક બનીને
પછી કોઈ પણ ભૂલ નથી કરવાની. માયા ની બોક્સિંગ માં બહુ-બહુ.જ ખબરદાર રહેવાનું છે.
2. સ્વયંનાં વચનો માં
તાકાત ભરવા માટે આત્મ-અભિમાની રહેવાનો અભ્યાસ કરવાનો છે. સ્મૃતિ રહે - બાપનું
શીખવાડેલું આપણે સંભળાવી રહ્યા છીએ તો તેમાં બળ ભરાશે.
વરદાન :-
અવિનાશી નશા
માં રહી રુહાની મજા અને મોજ નો અનુભવ કરવા વાળા બ્રાહ્મણ સો ફરિશ્તા ભવ
તમે બ્રાહ્મણ સો
ફરિશ્તા દેવતાઓથી પણ ઊંચા છો. દેવતાઈ જીવનમાં બાપ નું જ્ઞાન ઇમર્જ નહીં હશે.
પરમાત્મ-મિલન નો અનુભવ પણ નહીં થશે એટલે હમણાં સદા આ નશો રહે કે અમે દેવતાઓથી પણ
ઊંચ બ્રાહ્મણ સો ફરિશ્તા છીએ. આ અવિનાશી નશો જ રુહાની મજા અને મોજ નો અનુભવ કરાવવા
વાળો છે. જો નશો સદા નહીં રહેશે તો ક્યારેક મજા માં રહેશો, ક્યારેક મૂંઝાશો.
સ્લોગન :-
પોતાની સેવા
ને પણ બાપ ની આગળ અર્પિત કરી દો ત્યારે કહીશું સમર્પિત આત્મા.