08-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  13.02.2003    બાપદાદા મધુબન


“ વર્તમાન સમયે પોતાનું રહેમદિલ અને દાતા સ્વરુપ પ્રત્યક્ષ કરો”

 


આજે વરદાતા બાપ પોતાનાં જ્ઞાન દાતા, શક્તિ દાતા, ગુણ દાતા, પરમાત્મ-સંદેશ વાહક બાળકોને જોઈ રહ્યા છે. દરેક બાળક માસ્ટર દાતા બની આત્માઓ ને બાપ ની સમીપ લાવવા માટે દિલ થી પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વ માં અનેક પ્રકારનાં આત્માઓ છે, કોઈ આત્માઓ ને જ્ઞાન-અમૃત જોઈએ, અન્ય આત્માઓ ને શક્તિ જોઈએ, ગુણ જોઈએ, આપ બાળકોની પાસે સર્વ અખંડ ખજાનાઓ છે. દરેક આત્માની કામના પૂર્ણ કરવા વાળા છો. દિવસે-દિવસે સમય સમાપ્તિ નો સમીપ આવવાને કારણે હવે આત્માઓ કોઈ નવો સહારો શોધી રહ્યા છે. તો આપ આત્માઓ નવો સહારો આપવાને નિમિત બનેલા છો. બાપદાદા બાળકો નાં ઉમંગ-ઉત્સાહ ને જોઈ ખુશ છે. એક તરફ આવશ્યક્તા છે અને બીજી તરફ ઉમંગ-ઉત્સાહ છે. આવશ્યક્તા નાં સમયે એક ટીપા (અંચલી) નું પણ મહત્વ હોય છે. તો આ સમયે તમારી આપેલી અંચલી નું, સંદેશ નું પણ મહત્વ છે.

વર્તમાન સમય આપ સર્વ બાળકો નું રહેમદિલ અને દાતા સ્વરુપ પ્રત્યક્ષ થવાનો સમય છે. આપ બ્રાહ્મણ આત્માઓ નાં અનાદિ સ્વરુપ માં પણ દાતાપણા નાં સંસ્કાર ભરેલા છે એટલે કલ્પવૃક્ષ નાં ચિત્ર માં આપ વૃક્ષ નાં જડ માં દેખાડેલા છો કારણ કે જડ દ્વારા જ આખા વૃક્ષ ને બધુ જ પહોંચે છે. તમારું આદિ સ્વરુપ દેવતા રુપ, એનો અર્થ જ છે દેવતા અર્થાત્ આપવા વાળા. તમારું મધ્ય નું સ્વરુપ પૂજ્ય ચિત્ર છે તો મધ્ય સમય માં પણ પૂજ્ય રુપ માં તમે વરદાન આપવા વાળા, દુવાઓ આપવા વાળા, આશીર્વાદ આપવા વાળા દાતા રુપ છો. તો આપ આત્માઓનું વિશેષ સ્વરુપ જ દાતાપણા નું છે. તો હમણાં પણ પરમાત્મ-સંદેશ વાહક બની વિશ્વ માં બાપ ની પ્રત્યક્ષતા નો સંદેશ ફેલાવી રહ્યા છો. તો દરેક બ્રાહ્મણ બાળક ચેક કરો કે અનાદિ, આદિ દાતાપણા નાં સંસ્કાર દરેક નાં જીવન માં સદા ઈમર્જ રુપ માં રહે છે? દાતાપણા નાં સંસ્કાર વાળા આત્માઓની નિશાની છે - તે ક્યારેય પણ આ સંકલ્પ-માત્ર પણ નથી કરતા કે કોઈ આપે તો આપીએ, કોઈ કરે તો કરીએ, ના. નિરંતર ખુલ્લા ભંડાર છે. તો બાપદાદા ચારેય તરફ નાં બાળકો નાં દાતાપણા નાં સંસ્કાર જોઈ રહ્યા હતાં. શું જોયું હશે? નંબરવાર તો છે જ ને? ક્યારેય પણ આ સંકલ્પ ન કરો - આ હોય તો હું પણ આ કરું. દાતાપણા નાં સંસ્કાર વાળા ને સર્વ તરફ થી સહયોગ સ્વતઃ પ્રાપ્ત થાય છે. ન ફક્ત આત્માઓ દ્વારા પરંતુ પ્રકૃતિ પણ સમય પ્રમાણે સહયોગી બની જાય છે. આ સૂક્ષ્મ હિસાબ છે કે જે સદા દાતા બને છે, એ પુણ્ય નું ફળ સમય પર સહયોગ, સમય પર સફળતા એ આત્માને સહજ પ્રાપ્ત થાય છે એટલે સદા દાતાપણા નાં સંસ્કાર ઈમર્જ રુપ માં રાખો. પુણ્ય નું ખાતું એક નું દસ ગુણા ફળ આપે છે. તો આખા દિવસ માં નોંધ કરો - સંકલ્પ દ્વારા, વાણી દ્વારા, સંબંધ-સંપર્ક દ્વારા પુણ્ય આત્મા બની પુણ્ય નું ખાતું કેટલું જમા કર્યું? મન્સા સેવા પણ પુણ્ય નું ખાતું જમા કરે છે. વાણી દ્વારા કોઈ કમજોર આત્મા ને ખુશી માં લાવવા, પરેશાન ને શાન ની સ્મૃતિ માં લાવવા, દિલશિકસ્ત આત્મા ને પોતાની વાણી દ્વારા ઉમંગ-ઉત્સાહ માં લાવવા, સંબંધ-સંપર્ક થી આત્માને પોતાનાં શ્રેષ્ઠ સંગ નો રંગ અનુભવ કરાવવો, આ વિધિ થી પુણ્ય નું ખાતું જમા કરી શકો છો. આ જન્મ માં એટલું પુણ્ય જમા કરો છો જે અડધોકલ્પ પુણ્ય નું ફળ ખાઓ છો અને અડધોકલ્પ તમારા જડ ચિત્ર પાપી આત્માઓને વાયુમંડળો દ્વારા પાપો થી મુક્ત કરે છે. પતિત-પાવની બની જાઓ છો. તો બાપદાદા દરેક બાળકો નું જમા થયેલું પુણ્ય નું ખાતું જોતા રહે છે.

બાપદાદા વર્તમાન સમયે બાળકો નો સેવા નો ઉમંગ-ઉત્સાહ જોઈ ખુશ થઈ રહ્યા છે. મેજોરીટી બાળકો માં સેવા નો ઉમંગ સારો છે બધા પોત-પોતાનાં તરફ થી સેવા નો પ્લાન પ્રેક્ટિકલ માં લાવી રહ્યા છે. એના માટે બાપદાદા દિલ થી મુબારક આપી રહ્યા છે. સારું કરી રહ્યા છો અને સારું કરતા રહેશો. સૌથી સારી વાત આ છે - બધાનાં સંકલ્પ અને સમય વ્યસ્ત થઈ ગયા છે. દરેક ને આ લક્ષ છે કે ચારેય તરફ ની સેવા થી હવે ઠપકા (મીઠી ફરિયાદ) ને પૂરાં જરુર કરવાના છે.

બ્રાહ્મણો નાં દૃઢ સંકલ્પ માં ખૂબ શક્તિ છે. જો બ્રાહ્મણ દૃઢ સંકલ્પ કરે તો શું નથી થઈ શકતું? બધું થઈ જશે ફક્ત યોગ ને જ્વાળા રુપ બનાવો. યોગ જ્વાળા રુપ બની જશે તો જ્વાળા ની પાછળ આત્માઓ સ્વત: જ આવી જશે કારણ કે જ્વાળા (લાઈટ) મળવાથી એમને રસ્તો દેખાશે. હમણાં યોગ તો લાગી રહ્યો છે પરંતુ યોગ દ્વારા જ્વાળા રુપ થવાનું છે. સેવાનો ઉમંગ-ઉત્સાહ સારો વધી રહ્યો છે પરંતુ યોગ માં જ્વાળા રુપ હવે અન્ડરલાઈન કરવાની છે. તમારી દૃષ્ટિ માં એવી ઝલક આવી જાય જે દૃષ્ટિ થી કોઈ ને કોઈ અનુભૂતિ નો અનુભવ કરે .

બાપદાદા ને, ફોરેન વાળાઓએ આ જે સેવા કરી હતી-કોલ ઓફ ટાઈમ વાળાઓ ની, એમની વિધિ ગમી કે નાનાં સંગઠન ને નજીક લાવ્યાં. એવી રીતે દરેક ઝોન, દરેક સેન્ટર, અલગ-અલગ સેવા તો કરી રહ્યા છો પરંતુ કોઈ સર્વ વર્ગો નું સંગઠન બનાવો. બાપદાદાએ કહ્યું હતું કે વિખરાયેલી (છૂટીછવાઈ) સેવા ઘણી છે, પરંતુ વિખરાયેલી સેવા થી કોઈક સમીપ આવવા વાળા યોગ્ય આત્માઓ નું સંગઠન જુઓ (નક્કી કરો) અને સમય પ્રતિ સમય એ સંગઠન ને સમીપ લાવતા રહો અને એમનો સેવા નો ઉમંગ વધારો. બાપદાદા જુએ છે કે એવા આત્માઓ છે પરંતુ હજી તે પાવરફુલ પાલના, સંગઠિત રુપ માં નથી મળી રહી. અલગ-અલગ યથાશક્તિ પાલના મળી રહી છે, સંગઠન માં એક-બીજા ને જોઈને પણ ઉમંગ આવે છે. આ, એ કરી શકે છે, હું પણ કરી શકું છું, હું પણ કરીશ, તો ઉમંગ આવે છે. બાપદાદા હવે સેવા નું પ્રત્યક્ષ સંગઠિત રુપ જોવા ઈચ્છે છે. મહેનત સારી કરી રહ્યા છો, દરેક પોતાનાં વર્ગ ની, એરીયા (વિસ્તાર) ની, ઝોન ની, સેન્ટર ની કરી રહ્યા છો, બાપદાદા ખુશ થાય છે. હવે કંઈક સામે લાવો. પ્રવૃત્તિ વાળાઓનો પણ ઉમંગ બાપદાદા ની પાસે પહોંચે છે અને ડબલ ફોરેનર્સ નો પણ ડબલ કાર્ય માં રહેતા સેવા માં સ્વયં નાં પુરુષાર્થ માં ઉમંગ સારો છે, આ જોઈને પણ બાપદાદા ખુશ છે.

બ્રાહ્મણ આત્માઓ વર્તમાન વાયુમંડળ ને જોઈ વિદેશ માં ડરતા તો નથી? કાલે શું થશે, કાલે શું થશે… આ તો નથી વિચારતાં ? કાલે સારું થશે. સારું છે અને સારું જ થવાનું છે. જેટલી દુનિયા માં હલચલ થશે એટલી જ તમારા બ્રાહ્મણોની સ્ટેજ (સ્થિતિ) અચલ હશે. એવું છે? ડબલ વિદેશી હલચલ છે કે અચલ છે? અચલ છે? હલચલ માં તો નથી ને? જે અચલ છે તે હાથ ઉઠાવો. અચલ છે? કાલે કંઈ થઈ જાય તો? તો પણ અચલ છે ને? શું થશે? કંઈ નહીં થશે. આપ બ્રાહ્મણો નાં ઉપર પરમાત્મ-છત્રછાયા છે. જેવી રીતે વોટરપ્રૂફ, કેટલું પણ વોટર (પાણી) હોય પરંતુ વોટરપ્રૂફ દ્વારા વોટરપ્રૂફ થઈ જાય છે. એવી રીતે જ રીતે કેટલી પણ હલચલ થાય પરંતુ બ્રાહ્મણ આત્માઓ પરમાત્મ-છત્રછાયા ની અંદર સદા પ્રુફ છે. બેફિકર બાદશાહ છો ને? કે થોડી-થોડી ફિકર છે, શું થશે? ના. બેફિકર. સ્વરાજ્ય અધિકારી બની, બેફિકર બાદશાહ બની, અચલ-અડોલ સીટ પર સેટ રહો. સીટ થી નીચે નહીં ઉતરો. અપસેટ થવું અર્થાત્ સીટ પર સેટ નથી તો અપસેટ છો. સીટ પર સેટ જે છે તે સ્વપ્ન માં પણ અપસેટ નથી થઈ શકતાં.

માતાઓ શું સમજો છો? સીટ પર સેટ છો ને? બેસતાં આવડે છે? હલચલ તો નથી થતી ને? બાપદાદા કમ્બાઈન્ડ છે, જ્યારે સર્વશક્તિવાન્ તમારી સાથે (કમ્બાઈન્ડ) છે તો તમને શું ડર છે? એકલા સમજશો તો હલચલ માં આવશો. કમ્બાઈન્ડ રહેશો તો કેટલી પણ હલચલ થાય પરંતુ તમે અચલ રહેશો. ઠીક છે માતાઓ? ઠીક છે ને, કમ્બાઈન્ડ છો ને? એકલા તો નથી? બાપ ની જવાબદારી છે, જો તમે સીટ પર સેટ છો તો બાપ ની જવાબદારી છે, અપસેટ છો તો તમારી જવાબદારી છે.

આત્માઓને સંદેશ દ્વારા અંચલી આપતા રહેશો તો દાતા સ્વરુપ માં સ્થિત રહેશો, તો દાતાપણા નાં પુણ્ય નું ફળ શક્તિ મળતી રહેશે. ચાલતાં-ફરતાં પોતાને આત્મા કરાવનહાર છે અને આ કર્મેન્દ્રિયો કરનહાર કર્મચારી છે, આ આત્મા ની સ્મૃતિ નો અનુભવ સદા ઈમર્જ રુપ માં હોય, એવું નથી કે હું તો છું જ આત્મા. ના, સ્મૃતિ માં ઈમર્જ હોય. મર્જ રુપ માં રહે છે પરંતુ ઈમર્જ રુપ માં રહેવાથી તે નશો, ખુશી અને કંટ્રોલિંગ પાવર રહે છે. મજા પણ આવે છે, કેમ? સાક્ષી થઈને કર્મ કરાવો છો. તો વારંવાર ચેક કરો કે કરાવનહાર થઈને કર્મ કરાવી રહી છું? જેવી રીતે રાજા પોતાનાં કર્મચારીઓ ને ઓર્ડર માં રાખે છે, ઓર્ડર થી કરાવે છે, એવી રીતે આત્મા કરાવનહાર સ્વરુપ ની સ્મૃતિ રહે તો સર્વ કર્મેન્દ્રિયો ઓર્ડર માં રહેશે. માયા નાં ઓર્ડરમાં નહીં રહેશે. તમારા ઓર્ડર માં રહેશે. નહીં તો માયા જુએ છે કે કરાવનહાર આત્મા અલબેલો થઈ ગયો છે તો માયા ઓર્ડર કરવા લાગે છે. ક્યારેક સંકલ્પ શક્તિ, ક્યારેક મુખ ની શક્તિ માયા નાં ઓર્ડર માં ચાલવા લાગે છે એટલે સદા દરેક કર્મેન્દ્રિયો ને પોતાનાં ઓર્ડર માં ચલાવો. એવું નહીં કહેશો-ઈચ્છતા તો નહોતાં, પરંતુ થઈ ગયું. જે ઈચ્છો છો તે જ થશે. હમણાં થી રાજ્ય અધિકારી બનવાનાં સંસ્કાર ભરશો ત્યારે જ ત્યાં પણ રાજ્ય ચલાવશો. સ્વરાજ્ય અધિકારી ની સીટ થી ક્યારેય પણ નીચે નહીં આવો. જો કર્મેન્દ્રિયો ઓર્ડર પર રહેશે તો દરેક શક્તિ પણ તમારા ઓર્ડર માં રહેશે. જે શક્તિ ની જે સમયે આવશ્યક્તા છે એ સમયે જી-હાજર થઈ જશે. એવું નહીં કામ પૂરું થઈ જાય અને તમે ઓર્ડર કરો સહનશક્તિ આવો, કામ પૂરું થઈ જાય પછી આવે. દરેક શક્તિ તમારા ઓર્ડર પર જી-હાજર થશે કારણકે આ દરેક શક્તિ પરમાત્મ-દેન છે. તો પરમાત્મ-દેન, તમારી વસ્તુ થઈ ગઈ. તો પોતાની વસ્તુને જેવી રીતે પણ યુઝ કરો, જ્યારે પણ યુઝ કરો, એવી રીતે આ સર્વ શક્તિઓ તમારા ઓર્ડર પર રહેશે, સર્વ શક્તિઓ તમારા ઓર્ડર પર રહેશે, આને કહેવાય છે સ્વરાજ્ય અધિકારી, માસ્ટર સર્વશક્તિવાન્. એવું છે પાંડવ? માસ્ટર સર્વ શક્તિવાન્ પણ છે અને સ્વરાજ્ય અધિકારી પણ છે. એવું નહીં કહેતાં કે મુખ માંથી નીકળી ગયું, કોણે ઓર્ડર કર્યો જે નીકળી ગયું? જોવા નહોતાં ઈચ્છતા, જોઈ લીધું. કરવા નહોતાં ઈચ્છતા, કરી લીધું. આ કોનાં ઓર્ડર પર થાય છે? આને અધિકારી કહેવાશે કે અધીન કહેવાશે? તો અધિકારી બનો, અધીન નહીં. અચ્છા.

બાપદાદા કહે છે જેવી રીતે હમણાં મધુબન માં બધા ખૂબ-ખૂબ ખુશ છો, એવી રીતે સદા ખુશ-આબાદ રહેજો. રુહે ગુલાબ છો. જુઓ, ચારેય તરફ જુઓ, બધા રુહે ગુલાબ ખિલેલા ગુલાબ છો. મુરઝાયેલા (કરમાયેલા) નથી, ખિલેલા ગુલાબ છો. તો સદા આવા જ ખુશનસીબ અને ખુશનુમ: ચહેરા માં રહેજો. કોઈ તમારા ચહેરાને જુએ તો તમને પૂછે-શું મળ્યું છે તમને? બહુ ખુશ છો! દરેકનો ચહેરો બાપ નો પરિચય આપે. જેવી રીતે ચિત્ર પરિચય આપે છે એવી રીતે તમારો ચહેરો બાપનો પરિચય આપે કે બાપ મળ્યા છે. અચ્છા.

બધું ઠીક છે? વિદેશ વાળા પણ પહોંચી ગયા છે. ગમે છે ને અહીં? ( મોહિનીબેન, ન્યુયોર્ક) ચાલો હલચલ સાંભળવાથી તો બચી ગયાં. સારું કર્યુ છે, બધા સાથે પહોંચી ગયા છે, ખૂબ સારું કર્યુ છે. અચ્છા - ડબલ ફોરેનર્સ, ડબલ નશો છે ને? કહો આટલો નશો છે જે દિલ કહે છે કે જો છીએ તો અમે ડબલ વિદેશી છીએ. ડબલ નશો છે, સ્વરાજ્ય અધિકારી સો વિશ્વ અધિકારી. ડબલ નશો છે ને? બાપદાદાને પણ ગમે છે. જો કોઈ પણ ગ્રુપ માં ડબલ વિદેશી નથી હોતા તો નથી ગમતું. વિશ્વનાં પિતા છે ને તો વિશ્વનાં (બાળકો) જોઈએ ને? બધા જોઈએ! માતાઓ ન હોય તો પણ રોનક નથી. પાંડવ ન હોય તો પણ રોનક ઓછી થઈ જાય છે. જુઓ, જે સેન્ટર પર કોઈ પાંડવ ન હોય ફક્ત માતાઓ હોય તો સારું લાગશે? અને ફક્ત પાંડવ હોય, શક્તિઓ ન હોય, તો પણ સેવાકેન્દ્ર નો શૃંગાર નથી લાગતો. બંને જોઈએ. બાળકો પણ જોઈએ. બાળકો કહે છે, અમારું નામ કેમ ન લીધું? બાળકોની પણ રોનક છે.

અચ્છા- હવે એક સેકન્ડ માં નિરાકારી આત્મા બની નિરાકાર બાપ ની યાદ માં લવલીન થઈ જાઓ. (ડ્રિલ)

ચારેય તરફનાં સર્વ સ્વરાજ્ય અધિકારી, સદા સાક્ષીપણા ની સીટ પર સેટ રહેવા વાળા અચલ-અડોલ આત્માઓ, સદા દાતાપણા ની સ્મૃતિ થી સર્વ ને જ્ઞાન, શક્તિ, ગુણ આપવા વાળા રહેમદિલ આત્માઓ ને, સદા પોતાનાં ચહેરા થી બાપ નું ચિત્ર દેખાડવા વાળા શ્રેષ્ઠ આત્માઓ ને, સદા ખુશનસીબ, ખુશનુમા રહેવા વાળા રુહે ગુલાબ, રુહાની ગુલાબ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

દાદીઓ સાથે :- (સેવાની સાથે બધી તરફ ૧૦૮ કલાક યોગ નાં પણ સારા પ્રોગ્રામ ચાલી રહ્યા છે) આ યોગ જ્વાળા થી જ વિનાશ જ્વાળા ફોર્સ માં આવશે. હવે જુઓ, બનાવો છો પ્રોગ્રામ, પછી વિચાર માં પડી જાઓ છો. યોગ થી વિકર્મ વિનાશ થશે, પાપ કર્મ નો બોજ ભસ્મ થશે, સેવા થી પુણ્ય નું ખાતું જમા થશે. તો પુણ્યનું ખાતું જમા કરી રહ્યા છે પરંતુ પહેલા નાં જે કંઈ સંસ્કાર નો બોજ છે, તે ભસ્મ યોગ જ્વાળા થી થશે. સાધારણ યોગ થી નહીં. હમણાં શું છે? યોગ તો લગાવો છો પરંતુ પાપ ભસ્મ થવાનું જ્વાળા રુપ નથી એટલે થોડો સમય ખતમ થઈ જાય છે પછી નીકળી (પાછા) આવે છે એટલે રાવણ ને જુઓ, મારે છે, બાળે છે પછી હાડકાઓ પણ પાણી માં નાખી દે છે. બિલકુલ ભસ્મ થઈ જાય, પાછળ નાં સંસ્કાર, કમજોર સંસ્કાર બિલકુલ ભસ્મ થઈ જાય, ભસ્મ નથી થયાં. મરે છે પરંતુ ભસ્મ નથી થતા, મર્યા પછી ફરી જીવતા થઈ જાય છે. સંસ્કાર પરિવર્તન થી સંસાર પરિવર્તન થશે. હમણાં સંસ્કારો ની લીલા ચાલી રહી છે. સંસ્કાર વચ્ચે-વચ્ચે ઈમર્જ થાય છે ને? નામો-નિશાન ખલાસ થઈ જાય, સંસ્કાર પરિવર્તન-આ છે વિશેષ અન્ડરલાઈન ની વાત. સંસ્કાર પરિવર્તન નથી તો વ્યર્થ સંકલ્પ પણ છે. વ્યર્થ સમય પણ છે, વ્યર્થ નુકસાન પણ છે. (પરિવર્તન) થવાનાં તો છે જ. સંસ્કાર મિલન નો મહારાસ ગવાયેલો છે. હમણાં રાસ થાય છે, મહારાસ નથી થયો. (મહારાસ કેમ નથી થતો?) અન્ડરલાઈન નથી, દૃઢતા નથી. અલબેલાપણું ભિન્ન-ભિન્ન પ્રકાર નું છે. અચ્છા!

વરદાન :-
કર્મયોગી બની દરેક સંકલ્પ , બોલ અને કર્મ શ્રેષ્ઠ બનાવવા વાળા નિરંતર યોગી ભવ

કર્મયોગી આત્મા નાં દરેક કર્મ યોગયુક્ત, યુક્તિયુક્ત હશે. જો કોઈ પણ કર્મ યુક્તિયુક્ત નથી હોતાં તો સમજો યોગયુક્ત નથી. જો સાધારણ અથવા વ્યર્થ કર્મ થઈ જાય છે તો નિરંતર યોગી નહીં કહેવાશે. કર્મયોગી અર્થાત્ દરેક સેકન્ડ, દરેક સંકલ્પ, દરેક બોલ સદા શ્રેષ્ઠ હોય. શ્રેષ્ઠ કર્મ ની નિશાની છે-સ્વયં પણ સંતુષ્ટ અને બીજા પણ સંતુષ્ટ. એવા આત્મા જ નિરંતર યોગી બને છે.

સ્લોગન :-
સ્વયં પ્રિય, લોક પ્રિય અને પ્રભુ પ્રિય આત્મા જ વરદાની-મૂર્ત છે.