09-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે વિકર્મો ની સજા થી મુક્ત થવાનો પુરુષાર્થ કરવાનો છે , આ અંતિમ જન્મ માં બધા હિસાબ - કિતાબ ચૂક્તુ કરી પાવન બનવાનું છે”

પ્રશ્ન :-
દગાબાજ માયા કઈ પ્રતિજ્ઞા તોડાવવાની કોશિશ કરે છે?

ઉત્તર :-
તમે પ્રતિજ્ઞા કરી છે - કોઈ પણ દેહધારી સાથે અમે દિલ નહીં લગાવીશું. આત્મા કહે છે અમે એક બાપ ને જ યાદ કરીશું, સ્વયં નાં દેહ ને પણ યાદ નહીં કરીશું. બાપ, દેહ સહિત બધાનો સંન્યાસ કરાવે છે. પરંતુ માયા આ જ પ્રતિજ્ઞા તોડાવે છે. દેહ માં લગાવ થઈ જાય છે. જે પ્રતિજ્ઞા તોડે છે તેમને સજાઓ પણ ખૂબ ખાવી પડે છે.

ગીત :-
તુમ્હીં હો માતા-પિતા તુમ્હીં હો…

ઓમ શાંતિ!
ઊંચા માં ઊંચા ભગવાન ની મહિમા પણ કરી છે અને પછી ગ્લાનિ પણ કરી છે. હવે ઊંચા માં ઊંચા બાપ સ્વયં આવીને પરિચય આપે છે અને પછી જ્યારે રાવણ રાજ્ય શરુ થાય છે તો પોતાની ઊંચાઈ દેખાડે છે. ભક્તિમાર્ગ માં ભક્તિ નું જ રાજ્ય છે એટલે કહેવાય છે રાવણ રાજય. તે રામ રાજ્ય, આ રાવણ રાજ્ય. રામ અને રાવણ ની જ તુલના કરાય છે. બાકી તે રામ તો ત્રેતા નાં રાજા થયા, તેમના માટે નથી કહેવાતું. રાવણ છે અડધા કલ્પ નો રાજા. એવું નથી કે રામ અડધા કલ્પ નાં રાજા છે. ના, આ વિસ્તાર માં સમજવાની વાતો છે. બાકી તે તો બિલકુલ સહજ વાત છે સમજવાની. આપણે બધા ભાઈ-ભાઈ છીએ. આપણા બધાનાં એ બાપ એક નિરાકાર છે. બાપ ને ખબર છે આ સમયે મારા બધા બાળકો રાવણ ની જેલ માં છે. કામ ચિતા પર બેસીને બધા કાળા થઈ ગયા છે. આ બાપ જાણે છે. આત્મા માં જ બધી નોલેજ છે ને? આમાં પણ સૌથી વધારે મહત્ત્વ આપવાનું હોય છે આત્મા અને પરમાત્મા ને જાણવાનું. નાનકડા આત્મા માં કેટલો પાર્ટ નોંધાયેલો છે જે ભજવતો રહે છે. દેહ-અભિમાન માં આવીને પાર્ટ ભજવે છે તો સ્વધર્મ ને ભૂલી જાય છે. હવે બાપ આવીને આત્મ-અભિમાની બનાવે છે કારણકે આત્મા જ કહે છે કે અમે પાવન બનીએ. તો બાપ કહે છે મામેકમ્ યાદ કરો. આત્મા પોકારે છે હે પરમપિતા, હે પતિત-પાવન, અમે આત્માઓ પતિત બની ગયા છીએ, આવીને અમને પાવન બનાવો. સંસ્કાર તો બધા આત્મા માં છે ને? આત્મા સ્પષ્ટ કહે છે અમે પતિત બન્યા છીએ. પતિત તેને કહેવાય છે જે વિકાર માં જાય છે. પતિત મનુષ્ય, પાવન નિર્વિકારી દેવતાઓ ની આગળ જઈને મંદિર માં તેમની મહિમા ગાય છે. બાપ સમજાવે છે બાળકો, તમે જ પૂજ્ય દેવતા હતાં. ૮૪ જન્મ લેતા-લેતા નીચે જરુર ઉતરવું પડે. આ ખેલ જ પતિત થી પાવન, પાવન થી પતિત બનવાનો છે. આખું જ્ઞાન બાપ આવીને ઈશારા માં સમજાવે છે. હવે બધાનો અંતિમ જન્મ છે. બધાને હિસાબ-કિતાબ ચૂક્તુ કરીને જવાનું છે. બાબા સાક્ષાત્કાર કરાવે છે. પતિત ને પોતાનાં વિકર્મો નો દંડ જરુર ભોગવવો પડે છે. પાછળ નો કોઈ જન્મ આપીને જ સજા આપશે. મનુષ્ય તન માં જ સજા ખાશે એટલે શરીર જરુર ધારણ કરવું પડે છે. આત્મા ફીલ (અનુભવ) કરે છે, અમે સજા ભોગવી રહ્યા છીએ. જેમ કાશી કલવટ ખાતા વખતે દંડ ભોગવે છે, કરેલા પાપો નો સાક્ષાત્કાર થાય છે. ત્યારે તો કહે છે ક્ષમા કરો ભગવાન, અમે ફરી આવું નહીં કરીશું. આ બધા સાક્ષાત્કાર માં જ ક્ષમા માંગે છે. અનુભવ કરે છે, દુઃખ ભોગવે છે. સૌથી વધારે મહત્ત્વ છે આત્મા અને પરમાત્મા નું. આત્મા જ ૮૪ જન્મો નો પાર્ટ ભજવે છે. તો આત્મા સૌથી પાવરફુલ થયો ને? આખા ડ્રામા માં મહત્વ છે આત્મા અને પરમાત્મા નું. જેને બીજા કોઈ પણ નથી જાણતાં. એક પણ મનુષ્ય નથી જાણતા કે આત્મા શું અને પરમાત્મા શું છે? ડ્રામા અનુસાર આ પણ બનવાનું છે. આપ બાળકો ને પણ જ્ઞાન છે કે આ કોઈ નવી વાત નથી, કલ્પ પહેલાં પણ આ ચાલ્યું હતું. કહે પણ છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ. પરંતુ અર્થ નથી સમજતાં. બાબાએ આ સાધુઓ વગેરે નો સંગ ખૂબ કરેલો છે, ફક્ત નામ લઈ લે છે. હવે આપ બાળકો સારી રીતે જાણો છો કે આપણે જૂની દુનિયાથી નવી દુનિયામાં જઈએ છીએ તો જૂની દુનિયા થી જરુર વૈરાગ કરવો પડે. આની સાથે શું દિલ લગાવવાનું છે? તમે પ્રતિજ્ઞા કરી છે - કોઈ પણ દેહધારી સાથે દિલ નહીં લગાવીશું. આત્મા કહે છે અમે એક બાપ ને જ યાદ કરીશું. પોતાનાં દેહ ને પણ યાદ નહીં કરીશું. બાપ દેહ સહિત બધા નો સંન્યાસ કરાવે છે. પછી બીજા નાં દેહ સાથે આપણે લગાવ કેમ રાખીએ? કોઈ સાથે લગાવ હશે તો તેમની યાદ આવતી રહેશે. પછી ઈશ્વર યાદ આવી ન શકે. પ્રતિજ્ઞા તોડે છે તો સજા પણ ખૂબ ખાવી પડે છે, પદ પણ ભ્રષ્ટ થઈ જાય છે એટલે જેટલું બની શકે બાપ ને જ યાદ કરવાના છે. માયા તો ખૂબ દગાબાજ છે. કોઈ પણ હાલત માં માયા થી સ્વયં ને બચાવવાના છે. દેહ-અભિમાન ની ખૂબ કડી (કઠોર) બીમારી છે. બાપ કહે છે હવે દેહી-અભિમાની બનો. બાપ ને યાદ કરો તો દેહ-અભિમાન ની બીમારી છૂટી જાય. આખો દિવસ દેહ-અભિમાન માં રહે છે. બાપ ને યાદ ખૂબ મુશ્કેલી થી કરે છે. બાબાએ સમજાવ્યું છે હથ કાર ડે દિલ યાર ડે. જેમ આશિક-માશૂક ધંધો વગેરે કરતા પણ પોતાનાં માશૂક ને જ યાદ કરતા રહે છે. હવે આપ આત્માઓએ પરમાત્મા સાથે પ્રીત રાખવાની છે તો એમને જ યાદ કરવા જોઈએ ને? તમારો મુખ્ય-ઉદ્દેશ જ છે કે અમારે દેવી-દેવતા બનવું છે, તેનાં માટે પુરુષાર્થ કરવાનો છે. માયા દગો તો જરુર આપશે, પોતાને તેનાથી છોડાવવાનાં છે. નહીં તો ફસાઈ મરશો પછી ગ્લાનિ પણ થશે, નુકસાન પણ ખૂબ થશે.

આપ બાળકો જાણો છો કે આપણે આત્મા બિંદુ છીએ, આપણા બાપ પણ બીજરુપ નોલેજફુલ છે. આ બહુ જ વન્ડરફુલ વાતો છે. આત્મા શું છે, તેમાં કેવો અવિનાશી પાર્ટ ભરેલો છે? આ ગુહ્ય વાતો ને સારા-સારા બાળકો પણ પૂરી રીતે નથી સમજતા. સ્વયં ને યથાર્થ રીતે આત્મા સમજે અને બાપ ને પણ બિંદુ ની જેમ સમજી યાદ કરે, એ જ્ઞાન નાં સાગર છે, બીજરુપ છે… એવું સમજી ખૂબ મુશ્કેલ યાદ કરે છે. સાધારણ વિચારો થી નહીં, આમાં મહીન બુદ્ધિ થી કામ લેવાનું હોય છે-આપણે આત્મા છીએ, આપણા બાપ આવેલા છે, એ બીજરુપ, નોલેજફુલ છે. આપણને નોલેજ સંભળાવી રહ્યા છે. ધારણા પણ મુજ નાનકડા આત્મા માં થાય છે. એવાં ઘણાં છે જે કહેવા ખાતર ફક્ત કહી દે છે - આત્માઓ અને પરમાત્મા… પરંતુ યથાર્થ રીતે બુદ્ધિ માં આવતું નથી. ન કરવા કરતાં તો સાધારણ રીતે યાદ કરવા પણ ઠીક છે. પરંતુ તે યથાર્થ યાદ વધારે ફળદાયક છે. તે એટલું ઊંચ પદ મેળવી નહીં શકે. આમાં ખૂબ મહેનત છે. હું આત્મા નાનકડો બિંદુ છું, બાબા પણ એટલાં નાનકડા બિંદુ છે, એમનાં માં બધું જ્ઞાન છે, આ પણ અહીં તમે બેઠાં છો તો કંઈક બુદ્ધિ માં આવે છે પરંતુ હરતાં-ફરતાં તે ચિંતન રહે, તે નથી. ભૂલી જાય છે. આખો દિવસ તે જ ચિંતન રહે - આ છે સાચ્ચી-સાચ્ચી યાદ. કોઈ સાચ્ચુ બતાવતા નથી કે અમે કેવી રીતે યાદ કરીએ છીએ? ચાર્ટ ભલે મોકલે છે પરંતુ એ નથી લખતા કે આમ સ્વયં ને બિંદુ સમજી અને બાપ ને પણ બિંદુ સમજી યાદ કરું છું. સચ્ચાઈ થી પૂરું લખતા નથી. ભલે ખૂબ સારી-સારી મોરલી ચલાવે છે પરંતુ યોગ ખૂબ ઓછો છે. દેહ-અભિમાન ખૂબ છે, આ ગુપ્ત વાત ને પૂરી સમજતા નથી, સિમરણ નથી કરતાં. યાદ થી જ પાવન બનવાનું છે. પહેલાં તો કર્માતીત અવસ્થા જોઈએ ને? તે જ ઊંચ પદ મેળવી શકશે. બાકી મોરલી વગાડવા વાળા તો અનેક છે. પરંતુ બાબા જાણે છે યોગ માં રહી નથી શકતાં. વિશ્વ નાં માલિક બનવું કોઈ માસી નું ઘર થોડી છે? તેઓ અલ્પકાળ નું પદ મેળવવા માટે પણ કેટલું ભણે છે? સોર્સ ઓફ ઇન્કમ (આવક નું સાધન) હવે થયો છે. પહેલાં થોડી બેરિસ્ટર વગેરે એટલું કમાતાં હતાં? હમણાં કેટલી કમાણી થઈ ગઈ છે.

બાળકોએ પોતાનાં કલ્યાણ માટે એક તો સ્વયં ને આત્મા સમજી યથાર્થ રીતે બાપ ને યાદ કરવાના છે અને ત્રિમૂર્તિ શિવ નો પરિચય બીજાઓ ને પણ આપવાનો છે. ફક્ત શિવ કહેવાથી સમજશે નહીં. ત્રિમૂર્તિ તો જરુર જોઈએ. મુખ્ય છે જ બે ચિત્ર - ત્રિમૂર્તિ અને ઝાડ. સીડી કરતાં પણ ઝાડ માં વધારે નોલેજ છે. આ ચિત્ર તો બધાની પાસે હોવા જોઈએ. એક તરફ ત્રિમૂર્તિ ગોળો, બીજી તરફ ઝાડ. આ પાંડવ સેના નો ફ્લેગ (ઝંડો) હોવો જોઈએ. ડ્રામા અને ઝાડ ની નોલેજ પણ બાપ આપે છે. લક્ષ્મી-નારાયણ, વિષ્ણુ વગેરે કોણ છે? આ કોઈ સમજતા નથી. મહાલક્ષ્મી ની પૂજા કરે છે, સમજે છે લક્ષ્મી આવશે. હવે લક્ષ્મી ને ધન ક્યાંથી આવશે? ૪ ભુજાવાળા, ૮ ભુજાવાળા કેટલાં ચિત્ર બનાવી દીધાં છે. સમજતા કાંઈ પણ નથી. ૮-૧૦ ભુજાવાળા કોઈ મનુષ્ય તો હોતા નથી. જેમને જે આવડ્યું તે બનાવ્યું, બસ ચાલી પડ્યું. કોઈએ મત આપી કે હનુમાન ની પૂજા કરો બસ, ચાલી પડ્યાં. દેખાડે છે સંજીવની બૂટી લઈ આવ્યાં... તેનો પણ અર્થ આપ બાળકો સમજો છો. સંજીવની બૂટી તો છે મનમનાભવ! વિચાર કરાય છે જ્યાં સુધી બ્રાહ્મણ ન બને, બાપ નો પરિચય ન મળે ત્યાં સુધી વર્થ નોટ પેની (કોડીતુલ્ય) છે. પદ નું મનુષ્યો ને કેટલું અભિમાન છે? તેમને તો સમજાવવામાં ખૂબ મુશ્કેલી છે. રાજાઈ સ્થાપન કરવામાં કેટલી મહેનત લાગે છે? તે છે બાહુબળ, આ છે યોગબળ. આ વાતો શાસ્ત્રો માં તો નથી. હકીકત માં તમે કોઈ શાસ્ત્ર વગેરે રિફર (ઉલ્લેખ) ન કરી શકો. જો તમને કહે છે - તમે શાસ્ત્રો ને માનો છો? બોલો, હા, આ તો બધા ભક્તિમાર્ગ નાં છે. હમણાં અમે જ્ઞાન-માર્ગ પર ચાલી રહ્યા છીએ. જ્ઞાન આપવા વાળા જ્ઞાન નાં સાગર એક જ બાપ છે, આને રુહાની જ્ઞાન કહેવાય છે. રુહ બેસી રુહો ને જ્ઞાન આપે છે. તે મનુષ્ય, મનુષ્ય ને આપે છે. મનુષ્ય ક્યારેય સ્પિરિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન) આપી ન શકે. જ્ઞાન નાં સાગર પતિત-પાવન, લિબરેટર, સદ્દગતિ દાતા એક જ બાપ છે.

બાપ સમજાવતા રહે છે આ-આ કરો. હવે જુઓ શિવ જયંતિ પર કેટલું ધમચક્ર મચાવે છે. ટ્રાન્સલાઈટ નાં ચિત્ર નાનાં પણ હોય જે બધાને મળી જાય. તમારી તો છે બિલકુલ નવી વાત. કોઈ સમજી ન શકે. ખૂબ સમાચારો માં નાખવું જોઈએ. અવાજ કરવો જોઈએ. સેવાકેન્દ્ર ખોલવા વાળા પણ એવા જોઈએ. હમણાં આપ બાળકોને જ એટલો નશો નથી ચઢેલો. નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજાવે છે. આટલા અનેક બ્રહ્માકુમાર-કુમારીઓ છે. અચ્છા, બ્રહ્મા નું નામ કાઢીને કોઈનું પણ નામ નાખો. રાધે-કૃષ્ણ નું નામ નાખો. અચ્છા, પછી બ્રહ્માકુમાર-કુમારીઓ ક્યાંથી આવશે? કોઈ તો બ્રહ્મા જોઈએ ને, જે મુખ વંશાવલી બી.કે. હોય. બાળકો આગળ ચાલીને ખૂબ સમજશે. ખર્ચો તો કરવો જ પડે છે. ચિત્ર તો બહુ જ ક્લિયર (સ્પષ્ટ) છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર ખૂબ સરસ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા સર્વિસેબલ (સેવાધારી), આજ્ઞાકારી, ફરમાનવરદાર, નંબરવાર પુરુષાર્થ અનુસાર બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્માતીત બનવા માટે બાપ ને મહીન બુદ્ધિ થી ઓળખીને યથાર્થ યાદ કરવાના છે. ભણતર ની સાથે-સાથે યોગ પર પૂરું અટેન્શન (ધ્યાન) આપવાનું છે.

2. સ્વયં ને માયા નાં દગા થી બચાવવાનાં છે. કોઈનાં પણ દેહ માં લગાવ નથી રાખવાનો. સાચ્ચી પ્રીત એક બાપ સાથે રાખવાની છે. દેહ-અભિમાન માં નથી આવવાનું.

વરદાન :-
બ્રહ્મ - મહૂર્ત નાં સમયે વરદાન લેવા અને દાન આપવા વાળા બાપ સમાન વરદાની , મહાદાની ભવ

બ્રહ્મ-મહૂર્ત નાં સમયે વિશેષ બ્રહ્મલોક નિવાસી બાપ જ્ઞાન-સૂર્ય ની લાઈટ અને માઈટ ની કિરણો બાળકો ને વરદાન રુપ માં આપે છે. સાથે-સાથે બ્રહ્મા બાપ ભાગ્યવિધાતા નાં રુપ માં ભાગ્ય રુપી અમૃત વહેંચે છે ફક્ત બુદ્ધિ રુપી કળશ અમૃત ધારણ કરવાને યોગ્ય હોય. કોઈ પણ પ્રકાર નું વિઘ્ન અથવા અડચણ ન હોય, તો આખા દિવસ માટે શ્રેષ્ઠ સ્થિતિ તથા કર્મ નું મહૂર્ત કાઢી શકો છો કારણકે અમૃતવેલા નું વાતાવરણ જ વૃત્તિ ને બદલવા વાળું હોય છે એટલે એ સમયે વરદાન લેતા દાન આપો અર્થાત્ વરદાની અને મહાદાની બનો.

સ્લોગન :-
ક્રોધી નું કામ છે ક્રોધ કરવો અને તમારું કામ છે સ્નેહ આપવો.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

હવે સ્વ-કલ્યાણ નો એવો શ્રેષ્ઠ પ્લાન બનાવો જે વિશ્વ સેવા માં સકાશ જાતે જ મળતી રહે. હમણાં ઉમંગ-ઉત્સાહ થી પોતાનાં મન માં આ પાક્કો વાયદો કરો કે અમે બાપ સમાન બનીને જ દેખાડીશું. બ્રહ્મા બાપ નો પણ બાળકો સાથે અતિ સ્નેહ છે એટલે એક-એક બાળકો ને ઈમર્જ કરી વિશેષ સમાન બનવાની સકાશ આપતા રહે છે.