09-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.01.2004
બાપદાદા મધુબન
“ વર્લ્ડ ઓથોરીટી ( સર્વ
શક્તિવાન ) નાં ડાયરેક્ટ બાળકો છીએ - આ સ્મૃતિ ને ઈમર્જ રાખી
સર્વશક્તિઓ ને
ઓર્ડર થી ચલાવો”
આજે ચારેય તરફ સ્નેહ
ની લહેરો માં બધા બાળકો સમાયેલા છે. બધા નાં દિલ માં વિશેષ બ્રહ્મા બાપ ની સ્મૃતિ
ઈમર્જ છે. અમૃતવેલા થી લઈને સાકાર પાલના વાળા રત્ન અને સાથે અલૌકિક પાલના વાળા રત્ન
બંને નાં દિલ ની યાદો ની માળાઓ બાપદાદા ની પાસે પહોંચી ગઈ છે. બધા નાં દિલ માં
બાપદાદા ની સ્મૃતિ ની તસ્વીર દેખાઈ રહી છે અને બાપ નાં દિલ માં સર્વ બાળકો ની સ્નેહ
ભરી યાદ સમાયેલી છે. બધા નાં દિલ માં એક જ સ્નેહ ભર્યુ ગીત વાગી રહ્યું છે - “મારા
બાબા” અને બાપ નાં દિલ માંથી આ જ ગીત વાગી રહ્યું છે - “મારા મીઠાં-મીઠાં બાળકો”. આ
ઓટોમેટિક ગીત, અનહદ ગીત કેટલું પ્યારું છે! બાપદાદા ચારેય તરફ નાં બાળકો ને સ્નેહભરી
સ્મૃતિ નાં રિટર્ન માં દિલ ની સ્નેહભરી દુવાઓ પદમગુણા આપી રહ્યા છે.
બાપદાદા જોઈ રહ્યા છે
હજી પણ દેશ તથા વિદેશ માં બાળકો સ્નેહ નાં સાગર માં લવલીન છે. આ સ્મૃતિ દિવસ વિશેષ
બધા બાળકો પ્રત્યે સમર્થ બનવાનો દિવસ છે. આજ નાં દિવસે બ્રહ્મા બાપ દ્વારા બાળકો ની
તાજપોશી નો દિવસ છે. બ્રહ્મા બાપે બાળકોને વિશ્વ સેવા ની જવાબદારી નો તાજ પહેરાવ્યો.
સ્વયં અનનોન (ગુપ્ત રહ્યા) બન્યા અને બાળકોને સાકાર સ્વરુપ માં નિમિત્ત બનાવવાનું,
સ્મૃતિ નું તિલક આપ્યું. સ્વયં સમાન અવ્યક્ત ફરિશ્તા સ્વરુપ નો, પ્રકાશ નો તાજ
પહેરાવ્યો. સ્વયં કરાવનાર બની કરનહાર બાળકો ને બનાવ્યા એટલે આ દિવસ ને સ્મૃતિ દિવસ
સો સમર્થી દિવસ કહેવાય છે. ફક્ત સ્મૃતિ નથી, સ્મૃતિ ની સાથે-સાથે સર્વ સમર્થીઓ બાળકો
ને વરદાન માં પ્રાપ્ત છે. બાપદાદા બધા બાળકો ને સર્વ સ્મૃતિઓ સ્વરુપ જોઈ રહ્યા છે.
માસ્ટર સર્વ શક્તિવાન સ્વરુપ માં જોઈ રહ્યા છે. શક્તિવાન નહીં, સર્વ-શક્તિવાન. આ
સર્વ શક્તિઓ બાપ દ્વારા દરેક બાળકો ને વરદાન માં મળેલી છે. દિવ્ય જન્મ લેતા જ
બાપદાદાએ વરદાન આપ્યું - સર્વ શક્તિવાન ભવ! આ દરેક જન્મદિવસ નું વરદાન છે. આ શક્તિઓ
ને પ્રાપ્ત વરદાન નાં રુપ થી કાર્ય માં લગાવો. શક્તિઓ તો દરેક બાળકો ને મળેલી છે
પરંતુ કાર્ય માં લગાવવા માં નંબરવાર થઈ જાય છે. દરેક શક્તિ નાં વરદાન ને સમય પ્રમાણે
ઓર્ડર કરી શકો છો. જો વરદાતા નાં વરદાન ને સ્મૃતિ સ્વરુપ બની સમય અનુસાર કોઈ પણ
શક્તિ ને ઓર્ડર કરશો તો દરેક શક્તિ હાજર થવાની જ છે. વરદાન ની પ્રાપ્તિ નાં માલિકપણા
નાં સ્મૃતિ સ્વરુપ માં રહી તમે ઓર્ડર કરો અને શક્તિ સમય પર કાર્ય માં ન આવે, બની નથી
શકતું. પરંતુ માલિક, માસ્ટર સર્વશક્તિવાન ની સ્મૃતિ ની સીટ પર સેટ હોય, સીટ પર સેટ
થયા વગર કોઈ ઓર્ડર નથી મનાતો. જ્યારે બાળકો કહે છે કે બાબા અમે તમને યાદ કરીએ તો આપ
હાજર થઈ જાઓ છો, હજુર હાજર થઈ જાય છે. જ્યારે હજુર હાજર થઈ શકે તો શક્તિ કેમ નહીં
હાજર થશે? ફક્ત વિધિ પૂર્વક માલિકપણા ની ઓથોરિટી થી ઓર્ડર કરો. આ સર્વશક્તિઓ
સંગમયુગ ની વિશેષ પરમાત્મ-પ્રોપર્ટી છે. પ્રોપર્ટી કોની માટે હોય છે? બાળકો માટે
પ્રોપર્ટી હોય છે. તો અધિકાર થી સ્મૃતિ સ્વરુપ ની સીટ થી ઓર્ડર કરો, મહેનત કેમ કરો?
ઓર્ડર કરો. વર્લ્ડ ઓથોરિટી નાં ડાયરેક્ટ બાળકો છો, આ સ્મૃતિ નો નશો સદા ઈમર્જ રહે.
પોતે પોતાને ચેક કરો
- વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી નો અધિકારી આત્મા છું, આ સ્મૃતિ સ્વતઃ જ રહે છે? રહે છે
કે ક્યારેક-ક્યારેક રહે છે? આજકાલ નાં સમય માં તો અધિકાર લેવાનાં જ ઝઘડા છે અને તમને
બધા ને પરમાત્મ-અધિકાર, પરમાત્મ-ઓથોરિટી જન્મ થી જ પ્રાપ્ત છે. તો પોતાનાં અધિકાર
ની સમર્થી માં રહો. સ્વયં પણ સમર્થ રહો અને સર્વ આત્માઓ ને પણ સમર્થી અપાવો. સર્વ
આત્માઓ આ સમયે સમર્થી અર્થાત્ શક્તિઓ નાં ભિખારી છે, તમારા જડચિત્રો ની આગળ માંગતા
રહે છે. તો બાપ કહે છે - “હે સમર્થ આત્માઓ સર્વ આત્માઓ ને શક્તિ આપો, સમર્થી આપો.”
આનાં માટે ફક્ત એક વાત નું અટેન્શન દરેક બાળકોએ રાખવું આવશ્યક છે - જે બાપદાદાએ
ઈશારો પણ આપ્યો, બાપદાદાએ રીઝલ્ટ માં જોયું કે મેજોરીટી બાળકો નાં સંકલ્પ અને સમય
વ્યર્થ જાય છે. જેવી રીતે વીજળી નું કનેક્શન જો થોડું પણ ઢીલું હોય અથવા લીક થઈ જાય
તો લાઈટ ઠીક નથી આવતી. તો આ વ્યર્થ નું લીકેજ સમર્થ સ્થિતિ ને સદાકાળ ની સ્મૃતિ
બનાવવા નથી દેતું, એટલે વેસ્ટ ને બેસ્ટ માં ચેન્જ કરો. બચત ની સ્કીમ બનાવો.
પર્સન્ટેજ કાઢો - આખા દિવસ માં વેસ્ટ કેટલું થયું, બેસ્ટ કેટલું થયું? જો સમજો, ૪૦
ટકા વેસ્ટ છે, ૨૦ ટકા વેસ્ટ છે તો તેને બચાવો. એવું નહીં સમજો થોડું જ તો વેસ્ટ જાય
છે, બાકી તો આખો દિવસ ઠીક રહે છે. પરંતુ આ વેસ્ટ ની આદત ઘણાં સમય ની આદત હોવાનાં
કારણે લાસ્ટ ઘડી માં દગો આપી શકે છે. નંબરવાર બનાવી દેશે, નંબરવન નહીં બનવા દે. જેવી
રીતે બ્રહ્મા બાપે આદિ માં પોતાનાં ચેકિંગ નાં કારણે રોજ રાત્રે દરબાર લગાવ્યો. કોનો
દરબાર? બાળકો નો નહીં, પોતાની જ કર્મેન્દ્રિયો નો દરબાર લગાવ્યો. ઓર્ડર ચલાવ્યો -
હે મન મુખ્યમંત્રી, આ તારી ચલન સારી નથી, ઓર્ડર માં ચાલો. હે સંસ્કાર ઓર્ડર માં ચાલો.
કેમ નીચે ઉપર થયા? કારણ બતાવો, નિવારણ કરો. દરરોજ કાયદેસર દરબાર લગાવ્યો. આવી રીતે
રોજ પોતાનો સ્વરાજ્ય દરબાર લગાવો. ઘણાં બાળકો બાપદાદા સાથે મીઠી-મીઠી રુહરિહાન કરે
છે. પર્સનલ રુહરિહાન કરે છે, બતાવે? કહે છે અમને અમારા ભવિષ્ય નું ચિત્ર બતાવો, અમે
શું બનીશું? જેમ આદિ રત્નો ને યાદ હશે કે જગત અંબા મા પાસે બધા બાળકો પોતાનું ચિત્ર
માંગતા હતાં, મમ્મા તમે અમારું ચિત્ર આપો, અમે કેવા છીએ? તો બાપદાદા સાથે પણ
રુહરિહાન કરતા પોતાનું ચિત્ર માંગે છે. તમારા બધાનું પણ દિલ તો થતું હશે કે અમને પણ
ચિત્ર મળી જાય તો સારું છે. પરંતુ બાપદાદા કહે છે - બાપદાદાએ દરેક બાળક ને એક
વિચિત્ર દર્પણ આપ્યો છે, તે દર્પણ કયો છે? વર્તમાન સમયે આપ સ્વરાજ્ય અધિકારી છો ને?
છો? સ્વરાજ્ય અધિકારી છો? છો તો હાથ ઉઠાવો. સ્વ-રાજ્ય અધિકારી છો? સારું. કોઈ-કોઈ
નથી ઉઠાવી રહ્યાં. થોડા-થોડા છો શું? સારું. બધા સ્વરાજ્ય અધિકારી છો, મુબારક છે.
તો સ્વરાજય અધિકારી નો ચાર્ટ તમારા માટે ભવિષ્ય પદ નો ચહેરો દેખાડવાનો દર્પણ છે. આ
દર્પણ બધાને મળેલો છે ને? ક્લિયર છે ને? કોઈ એવાં કાળા ડાઘ તો નથી લાગેલા ને? સારું,
કાળા ડાઘ તો નહીં હશે, પરંતુ ક્યારેક-ક્યારેક જેમ કે ગરમ પાણી હોય છે ને, તે કોહરા
(ધુમ્મસ) ની જેમ અરીસા પર આવી જાય છે. જેવી રીતે ફાગી હોય છે ને, તો અરીસા પર એવું
જ થઈ જાય છે, જે અરીસો ક્લિયર નથી દેખાતો. સ્નાન કરવાનાં સમયે તો બધાને અનુભવ હશે.
તો આવી રીતે જો કોઈ એક પણ કર્મેન્દ્રિય હમણાં સુધી પણ તમારા પૂરાં કંટ્રોલ માં નથી,
છે કંટ્રોલ માં પરંતુ ક્યારેક-ક્યારેક નથી પણ. જો સમજો, કોઈ પણ કર્મેન્દ્રિય ભલે
આંખ હોય, ભલે મુખ હોય, ભલે કાન હોય, ભલે પગ હોય, પગ પણ ક્યારેક-ક્યારેક ખરાબ સંગ
તરફ ચાલ્યા જાય છે. તો પગ પણ કંટ્રોલ માં નહીં થયા ને? સંગઠન માં બેસી જશે, રામાયણ
અને ભાગવત ની ઉલ્ટી કથાઓ સાંભળશે, સુલ્ટી નથી. તો કોઈ પણ કર્મેન્દ્રિય સંકલ્પ, સમય
સહિત જો કંટ્રોલ માં નથી તો આનાથી જ ચેક કરો જ્યારે સ્વરાજ્ય માં કંટ્રોલિંગ પાવર
નથી તો વિશ્વ નાં રાજ્ય માં કંટ્રોલ શું કરશો? તો રાજા કેવી રીતે બનશો? ત્યાં તો બધું
એક્યુરેટ છે. કંટ્રોલિંગ પાવર, રુલિંગ પાવર બધું સ્વતઃ જ સંગમયુગ નાં પુરુષાર્થ ની
પ્રારબ્ધ નાં રુપ માં છે. તો સંગમયુગ અર્થાત્ વર્તમાન સમયે જો કંટ્રોલિંગ પાવર,
રુલિંગ પાવર ઓછો છે, તો પુરુષાર્થ ઓછો તો પ્રારબ્ધ શું હશે? હિસાબ કરવામાં તો
હોશિયાર છો ને? તો આ અરીસા માં ચહેરો જુઓ, પોતાનો ચહેરો જુઓ. રાજા નો આવે છે, રોયલ
ફેમિલી નો આવે છે, રોયલ પ્રજા નો આવે છે, સાધારણ પ્રજા નો આવે છે, ક્યો ચહેરો આવે
છે? તો મળ્યું ચિત્ર? આ ચિત્ર થી ચેક કરજો. દરરોજ ચેક કરજો કારણકે બહુજકાળ નાં
પુરુષાર્થ થી બહુજકાળ નાં રાજ્ય-ભાગ્ય ની પ્રાપ્તિ છે. જો તમે વિચારો કે અંત સમયે
બેહદ નો વૈરાગ તો આવી જ જશે, પરંતુ અંત સમય આવશે તો બહુજકાળ થયો કે થોડોકાળ થયો?
બહુજકાળ તો નહીં કહેવાશે ને? તો ૨૧ જન્મ પૂરાં જ રાજ્ય-અધિકારી બન્યા, તખ્ત પર ભલે
નથી બેઠાં, પરંતુ રાજ્ય અધિકારી છો? આ બહુજકાળ (પુરુષાર્થ નો), બહુજકાળ ની પ્રારબ્ધ
નું કનેક્શન છે એટલે અલબેલા નહીં બનતાં, હજી તો વિનાશ ની તારીખ ફિક્સ જ નથી, ખબર જ
નથી. ૮ વર્ષ થશે, ૧૦ વર્ષ થશે, ખબર તો છે જ નહીં. તો આવવા વાળા સમય માં થઈ જઈશું,
ના. વિશ્વ નો અંતકાળ વિચારતા પહેલાં પોતાનાં જન્મ નો અંતકાળ વિચારો, તમારી પાસે
તારીખ ફિક્સ છે, કોઈને ખબર છે કે આ તારીખ પર મારું મૃત્યુ થવાનું છે? છે કોઈની પાસે?
નથી ને? વિશ્વ નો અંત થવાનો જ છે, સમય પર થશે જ પરંતુ પહેલાં પોતાનો અંતકાળ વિચારો
અને જગતઅંબા નું સ્લોગન યાદ કરો - કયું સ્લોગન હતું? દરેક ઘડી પોતાની અંતિમ ઘડી સમજો.
અચાનક થવાનું છે. તારીખ નહીં બતાવાશે. નહીં વિશ્વની, નહીં તમારી અંતિમ ઘડી ની. બધો
અચાનક નો ખેલ છે એટલે દરબાર લગાવો, હે રાજે, સ્વરાજ્ય અધિકારી રાજે પોતાનો દરબાર
લગાવો. ઓર્ડર માં ચલાવો કારણકે ભવિષ્ય નું ગાયન છે, લૉ એન ઓર્ડર હશે. સ્વતઃ જ હશે.
લવ અને લૉ બંને નું જ બેલેન્સ હશે. નેચરલ હશે. રાજા કોઈ લૉ (કાયદો) પાસ નહીં કરશે
કે આ લૉ છે. જેમ આજકાલ કાયદા બનાવતા રહે છે. આજકાલ તો પોલીસવાળા પણ કાયદો ઉઠાવી લે
છે. પરંતુ ત્યાં નેચરલ લવ અને લૉ નું બેલેન્સ હશે.
તો હવે ઓલમાઈટી
ઓથોરિટી ની સીટ પર સેટ રહો. તો આ કર્મેન્દ્રિયો, શક્તિઓ, ગુણ બધા તમારી આગળ જી હજૂર,
જી હજૂર કરશે. દગો નહીં આપશે. જી હાજર. તો હવે શું કરશો? બીજા સ્મૃતિ દિવસ પર કયો
સમારોહ મનાવશો? આ દરેક ઝોન તો સમારોહ મનાવે છે ને? સન્માન સમારોહ પણ ખૂબ મનાવી લીધાં.
હવે સદા દરેક સંકલ્પ અને સમય ની સફળતા ની સેરીમની મનાવો. આ સમારોહ મનાવો. વેસ્ટ ખતમ
કારણકે તમારા સફળતા મૂર્ત બનવાથી આત્માઓ ની તૃપ્તિ ની સફળતા પ્રાપ્ત થશે. નિરાશા ને
બદલે ચારેય તરફ આશાઓ નાં દીપ જાગશે. કોઈપણ સફળતા મળે છે તો દીપક તો પ્રગટાવે છે ને?
હવે વિશ્વ માં આશાઓ નાં દીપક પ્રગટાવો. દરેક આત્મા ની અંદર કોઈ ન કોઈ નિરાશા છે જ,
નિરાશાઓ નાં કારણે પરેશાન છે, ટેન્શન માં છે. તો હે અવિનાશી દિપકો, હવે આશાઓ નાં
દીપકો ની દિવાળી મનાવો. પહેલાં સ્વ પછી સર્વ. સાંભળ્યું?
બાકી બાપદાદા બાળકો
નાં સ્નેહ ને જોઈ ખુશ છે. સ્નેહ નાં સબ્જેક્ટ માં પર્સન્ટેજ સારા છે. તમે આટલી
મહેનત કરીને અહીં કેમ પહોંચ્યા છો, તમને કોણ લાવ્યું? ટ્રેન લાવી, પ્લેન લાવ્યું કે
સ્નેહ લાવ્યો? સ્નેહ નાં પ્લેન થી પહોંચી ગયા છો. તો સ્નેહ માં તો પાસ છો. હવે
ઓલમાઈટી ઓથોરિટી માં માસ્ટર છો, આમાં પાસ થવાનું, તો આ પ્રકૃતિ, આ માયા, આ સંસ્કાર,
બધા તમારા દાસી બની જશે. દરેક ઘડી પ્રતિક્ષા કરશે, માલિક શું ઓર્ડર છે? બ્રહ્મા બાપે
પણ માલિક બની અંદર જ અંદર એવો સૂક્ષ્મ પુરુષાર્થ કર્યો જે તમને ખબર પડી, સંપન્ન કેવી
રીતે બની ગયાં? પક્ષી ઉડી ગયું. પીંજરું ખુલી ગયું. સાકાર દુનિયાનાં હિસાબ-કિતાબ
નું, સાકાર નાં તન નું પીંજરું ખુલી ગયું, પક્ષી ઉડી ગયું. હવે બ્રહ્મા બાપ પણ ખૂબ
સિક વ પ્રેમ થી બાળકોને જલ્દી આવો, જલ્દી આવો, હવે આવો, હવે આવો, આહવાન કરી રહ્યા
છે. તો પાંખો તો મળી ગઈ છે ને? બસ, બધા એક સેકન્ડ માં પોતાનાં દિલ માં આ ડ્રિલ કરો,
હમણાં-હમણાં કરો. બધા સંકલ્પ સમાપ્ત કરો, આ જ ડ્રિલ કરો “ઓ બાબા મીઠાં બાબા, પ્યારા
બાબા અમે તમારા સમાન અવ્યક્ત રુપધારી બન્યા કે બન્યાં.” (બાપદાદાએ ડ્રિલ કરાવી)
સારું - ચારેય તરફ
નાં સ્નેહી સો સમર્થ બાળકો ને, ચારેય તરફ નાં સ્વરાજ્ય અધિકારી સો વિશ્વરાજ્ય
અધિકારી બાળકો ને, ચારેય તરફ નાં માસ્ટર ઓલમાઈટી ઓથોરિટી ની સીટ પર સેટ રહેવાવાળા
તીવ્ર પુરુષાર્થી બાળકો ને, સદા માલિક બની પ્રકૃતિ ને, સંસ્કાર ને, શક્તિઓ ને, ગુણો
ને ઓર્ડર કરવા વાળા વિશ્વ રાજ્ય અધિકારી બાળકો ને, બાપ સમાન સંપૂર્ણતા ને, સંપન્નતા
ને સમીપ લાવવા વાળા દેશ-વિદેશ નાં દરેક સ્થાન નાં ખૂણે-ખૂણા નાં બાળકો ને સમર્થ
દિવસ નાં, બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
હમણાં-હમણાં બાપદાદા
ને વિશેષ કોણ યાદ આવી રહ્યું છે? જનક બાળકી. ખાસ સંદેશ મોકલ્યો હતો કે હું સભા માં
હાજર અવશ્ય રહીશ. તો ભલે લંડન, ભલે અમેરિકા, ભલે ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા અથવા એશિયા
અને સર્વ ભારત નાં દરેક દેશ નાં બાળકો ને એક-એક ને નામ અને વિશેષતા સહિત યાદ-પ્યાર.
તમને તો સન્મુખ યાદ-પ્યાર મળી રહ્યા છે ને! અચ્છા.
આજે મધુબન વાળાઓ ને
પણ યાદ કર્યા. એ આગળ-આગળ બેસે છે ને? હાથ ઉઠાવો મધુબન વાળા. મધુબન ની બધી ભૂજાઓ.
મધુબન વાળા ને વિશેષ ત્યાગ નું ભાગ્ય સૂક્ષ્મ માં તો પ્રાપ્ત થાય છે કારણકે રહે
પાંડવ ભવન માં, મધુબન માં, શાંતિવન માં છે પરંતુ મળવા વાળા ને ચાન્સ મળે છે, મધુબન
સાક્ષી થઈને જુએ છે. પરંતુ દિલ પર સદા મધુબન વાળા યાદ છે. હવે મધુબન થી વેસ્ટ નું
નામ-નિશાન સમાપ્ત થાય. સેવા માં, સ્થિતિ માં બધા માં મહાન. ઠીક છે ને? મધુબન વાળાઓ
ને ભૂલતા નથી પરંતુ મધુબન ને ત્યાગ નો ચાન્સ આપે છે. અચ્છા.
વરદાન :-
મસ્તક દ્વારા
સંતુષ્ટતા ની ચમક ની ઝલક દેખાડવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ
જે સદા સંતુષ્ટ રહે
છે, એમના મસ્તક થી સંતુષ્ટતા ની ઝલક સદા ચમકતી રહે છે, એમને કોઈ પણ ઉદાસ આત્મા જો
જોઈ લે છે તો તે પણ ખુશ થઈ જાય છે, એમની ઉદાસી ખતમ થઈ જાય છે. જેમની પાસે સંતુષ્ટતા
ની ખુશી નો ખજાનો છે એમની પાછળ સ્વતઃ જ બધા આકર્ષિત થાય છે. એમનો ખુશીનો ચહેરો
ચૈતન્ય બોર્ડ બની જાય છે જે અનેક આત્માઓ ને બનાવવા વાળા નો પરિચય આપે છે. તો આમ
સંતુષ્ટ રહેવા અને સર્વ ને સંતુષ્ટ કરવા વાળા સંતુષ્ટમણીઓ બનો જેનાથી અનેક ને
સાક્ષાત્કાર થાય.
સ્લોગન :-
દુઃખ લગાવવા
વાળા નું કામ છે દુઃખ લગાવવું અને તમારું કામ છે પોતાને બચાવી લેવાનું.
અવ્યક્ત ઇશારા -
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
જેમ નાળિયેર તોડીને
ઉદ્ઘાટન કરો છો, રિબીન કાપીને ઉદ્ઘાટન કરો છો, એમ એકમત, એકબળ, એક ભરોસો અને એકતા ની
રિબીન કાપો અને પછી સર્વ ની સંતુષ્ટતા, પ્રસન્નતા નું નાળિયેર તોડો. આ પાણી ધરતી
માં નાખો પછી જુઓ સફળતા કેટલી મળે છે!