09-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 20.03.2004
બાપદાદા મધુબન
“ આ વર્ષ ને વિશેષ
જીવનમુક્ત વર્ષ નાં રુપ માં મનાવો , એકતા અને એકાગ્રતા થી બાપ ની
પ્રત્યક્ષતા કરો”
આજે સ્નેહ નાં સાગર
ચારેય તરફ નાં સ્નેહી બાળકોને જોઈ રહ્યાં છે. બાપ નો પણ બાળકો સાથે દિલ નો અવિનાશી
સ્નેહ છે અને બાળકો નો પણ દિલારામ બાપ સાથે દિલ નો સ્નેહ છે. આ પરમાત્મ-સ્નેહ, દિલ
નો સ્નેહ ફક્ત બાપ અને બ્રાહ્મણ બાળકો જ જાણે છે. પરમાત્મ-સ્નેહ નાં પાત્ર ફક્ત આપ
બ્રાહ્મણ આત્માઓ છો. ભક્ત આત્માઓ પરમાત્મ-પ્રેમ માટે તરસ્યા છે, પોકારે છે. આપ
ભાગ્યવાન બ્રાહ્મણ આત્માઓ એ પ્રેમ ની પ્રાપ્તિ નાં પાત્ર છો. બાપદાદા જાણે છે કે
બાળકો નો વિશેષ પ્રેમ કેમ છે? કારણકે આ સમયે જ સર્વ ખજાનાઓ નાં માલિક દ્વારા સર્વ
ખજાના પ્રાપ્ત થાય છે. જે ખજાના ફક્ત હમણાં નાં એક જન્મ નથી ચાલતાં પરંતુ અનેક જન્મો
સુધી આ અવિનાશી ખજાના તમારી સાથે ચાલે છે. તમે બધા બ્રાહ્મણ આત્માઓ દુનિયા ની જેમ
ખાલી હાથે નહીં જશો, સર્વ ખજાનાઓ સાથે રહેશે. તો એવાં અવિનાશી ખજાનાઓ ની પ્રાપ્તિ
નો નશો રહે છે ને? બીજા બધા બાળકોએ અવિનાશી ખજાનાઓ જમા કર્યા છે ને? જમા નો નશો, જમા
ની ખુશી પણ સદા રહે છે. દરેક નાં ચહેરા પર ખજાનાઓ નાં જમા ની ઝલક નજર આવે છે. જાણો
છો ને - કયા ખજાનાઓ બાપ દ્વારા પ્રાપ્ત છે? ક્યારેય પોતાનાં જમા નું ખાતું ચેક કરો
છો? બાપ તો બધા બાળકોને દરેક ખજાના અખૂટ આપે છે. કોઈને થોડા, કોઈને વધારે નથી આપતાં.
દરેક બાળક અખૂટ, અખંડ, અવિનાશી ખજાનાઓ નાં માલિક છે. બાળક બનવું અર્થાત્ ખજાનાઓ નાં
માલિક બનવું. તો ઈમર્જ કરો કેટલાં ખજાના બાપદાદાએ આપ્યા છે?
સૌથી પહેલો ખજાનો છે
- જ્ઞાન-ધન, તો બધાને જ્ઞાન-ધન મળ્યું છે? મળ્યું છે કે મળવાનું છે? સારું - જમા પણ
છે? કે થોડું જમા છે થોડું ચાલ્યું ગયું છે? જ્ઞાન-ધન અર્થાત્ સમજદાર બની,
ત્રિકાળદર્શી બની કર્મ કરવાં. નોલેજફુલ બનવું. ફુલ નોલેજ અને ત્રણેય કાળો ની નોલેજ
ને સમજી જ્ઞાન-ધન ને કાર્ય માં લગાવવું. આ જ્ઞાન નાં ખજાના થી પ્રત્યક્ષ જીવન માં,
દરેક કાર્ય માં યુઝ કરવાની વિધિ થી સિદ્ધિ મળે છે - જે ઘણાં બંધનો થી મુક્તિ અને
જીવનમુક્તિ મળે છે. અનુભવ કરો છો? એવું નથી કે સતયુગ માં જીવનમુક્તિ મળશે, હમણાં પણ
આ સંગમ નાં જીવન માં પણ અનેક હદ નાં બંધનો થી મુક્તિ મળી જાય છે. જીવન, બંધન મુક્ત
બની જાય છે. જાણો છો ને, કેટલાં બંધનો થી ફ્રી થઈ ગયા છો? કેટલાં પ્રકાર ની હાય-હાય
થી મુક્ત થઈ ગયા છો! અને સદા હાય-હાય ખતમ, વાહ! વાહ! નાં ગીત ગાતા રહો છો. જો કોઈ
પણ વાત માં જરા પણ મુખ થી નહીં પરંતુ સંકલ્પ માત્ર પણ, સ્વપ્ન માત્ર પણ હાય… મન માં
આવે છે તો જીવન-મુક્ત નથી. વાહ! વાહ! વાહ! એવું છે? માતાઓ, હાય-હાય તો નથી કરતી?
ના? ક્યારેક-ક્યારેક કરે છે? પાંડવ કરે છે? મુખ થી ભલે ન કરો પરંતુ મન માં સંકલ્પ
માત્ર પણ જો કોઈ પણ વાત માં હાય છે તો ફ્લાય નથી. હાય અર્થાત્ બંધન અને ફ્લાય, ઉડતી
કળા અર્થાત્ જીવન-મુક્ત, બંધન-મુક્ત. તો ચેક કરો કારણકે બ્રાહ્મણ આત્માઓ જ્યાં સુધી
સ્વયં બંધન મુક્ત નથી થયા, કોઈ પણ સોના ની, હીરા ની રોયલ બંધન ની દોરીઓ બંધાયેલી છે
તો સર્વ આત્માઓ માટે મુક્તિ નો ગેટ (દરવાજો) ખુલી નથી શકતો. તમારા બંધન મુક્ત બનવાથી
મુક્તિ નો ગેટ ખુલશે. તો ગેટ ખોલવાની તથા સર્વ આત્માઓ ની દુઃખ, અશાંતિ થી મુક્ત
થવાની જવાબદારી તમારા ઉપર છે.
તો ચેક કરો - પોતાની
જવાબદારી ક્યાં સુધી નિભાવી છે? તમે બધાએ બાપદાદા ની સાથે વિશ્વ પરિવર્તન નું કાર્ય
કરવાનો ઠેકો ઉઠાવ્યો છે. ઠેકેદાર છો, જવાબદાર છો. જો બાપ ઈચ્છે તો બધું કરી શકે છે
પરંતુ બાપ નો બાળકો સાથે પ્રેમ છે, એકલા નથી કરવા ઈચ્છતાં, આપ સર્વ બાળકો ને અવતરિત
થતા જ સાથે અવતરિત કર્યા છે. શિવરાત્રી મનાવી હતી ને? તો કોની મનાવી? ફક્ત બાપદાદા
ની? તમારા બધાની પણ તો મનાવી ને? બાપ નાં આદિ થી અંત સુધી નાં સાથી છો. આ નશો છે -
આદિ થી અંત સુધી સાથી છીએ? ભગવાન નાં સાથી છો. તો બાપદાદા હવે આ વર્ષ ની સિઝન નાં
અંત નો પાર્ટ ભજવવા માં આ જ બધા બાળકો થી ઈચ્છે છે, બતાવે શું ઈચ્છે છે? કરવું પડશે.
ફક્ત સાંભળવું નહીં, કરવું જ પડશે. ઠીક છે ટીચર્સ? ટીચર્સ, હાથ ઉઠાવો. ટીચર્સ પંખા
પણ હલાવી રહ્યાં છે, ગરમી લાગે છે. સારું, બધા ટીચર્સ કરશો અને કરાવશો? કરાવશો, કરશો?
અચ્છા. હવા પણ લાગી રહી છે, હાથ પણ હલાવી રહ્યાં છે. દૃશ્ય સારું લાગે છે. ખૂબ સારું.
તો બાપદાદા આ સિઝન નાં સમાપ્તિ સમારોહ માં એક નવાં પ્રકાર ની દીપમાળા મનાવવા ઈચ્છે
છે. સમજ્યાં? નવાં પ્રકાર ની દીપમાળા મનાવવા ઈચ્છે છે. તો આપ બધા દીપમાળા મનાવવા
માટે તૈયાર છો? જે તૈયાર છે તે હાથ ઉઠાવો. આમ જ હા નહીં કરતાં. બાપદાદા ને ખુશ કરવા
માટે હાથ નહીં ઉઠાવતા, દિલ થી ઉઠાવજો. અચ્છા. બાપદાદા પોતાનાં દિલ ની આશાઓ ને
સંપન્ન કરવા દીપ જાગેલા (પ્રગટેલા) જોવા ઈચ્છે છે. તો બાપદાદા ની આશાઓ નાં દીપકો ની
દીપમાળા મનાવવા ઈચ્છે છે. સમજ્યાં, કઈ દીપમાળા? સ્પષ્ટ થયું?
તો બાપદાદા નાં આશાઓ
નાં દિપક શું છે? આગલા વર્ષ થી લઈને આ વર્ષ પણ સિઝન નું પૂરું થઈ ગયું. બાપદાદાએ
કહ્યું હતું - તમે બધાએ પણ સંકલ્પ કર્યો હતો, યાદ છે? કોઈએ આ સંકલ્પ ફક્ત સંકલ્પ
સુધી પૂરો કર્યો છે, કોઈએ સંકલ્પ ને અધૂરો પૂરો કર્યો છે અને કોઈ વિચારે છે પરંતુ
વિચાર, વિચારવા સુધી છે. તે સંકલ્પ શું? કોઈ નવી વાત નથી, જૂની વાત છે -
સ્વ-પરિવર્તન થી સર્વ-પરિવર્તન. વિશ્વ ની તો વાત છોડો પરંતુ બાપદાદા સ્વ-પરિવર્તન
થી બ્રાહ્મણ પરિવાર પરિવર્તન, આ જોવા ઈચ્છે છે. હવે આ નથી સાંભળવા ઈચ્છતા કે આવું
થાય તો આ થાય. આ બદલે તો હું બદલું, આ કરે તો હું કરું… આમાં વિશેષ દરેક બાળક ને
બ્રહ્મા બાપ વિશેષ કહી રહ્યા છે કે મારા સમાન હે અર્જુન બનો. આમાં પહેલાં હું, પહેલાં
આપ નહીં, પહેલાં હું. આ “હું” કલ્યાણકારી હું છે. બાકી હદ નું હું, હું નીચે પાડવા
વાળું છે. આમાં જે કહેવત છે - જે ઓટે સો અર્જુન, તો અર્જુન અર્થાત્ નંબરવન. નંબરવાર
નહીં નંબરવન. તો તમે નંબર બે બનવા ઈચ્છો છો કે નંબરવન બનવા ઈચ્છો છો? કોઈ કાર્ય માં
બાપદાદાએ જોયું છે - હસવાની વાત, પરિવાર ની વાત સંભળાવે છે. પરિવાર બેઠો છે ને? કોઈ
એવાં કામ હોય છે તો બાપદાદા ની પાસે સમાચાર આવે છે, તો ઘણાં કાર્ય એવાં હોય છે, કોઈ
પ્રોગ્રામ્સ એવાં હોય છે જે વિશેષ આત્માઓ નાં નિમિત્ત હોય છે. તો બાપદાદા ની પાસે
દાદીઓ ની પાસે સમાચાર આવે છે, કારણકે સાકાર માં તો દાદીઓ છે. બાપદાદા ની પાસે તો
સંકલ્પો પહોંચે છે. તો શું સંકલ્પ પહોંચે છે? મારું પણ નામ આમાં હોવું જોઈએ, હું
શું ઓછો છું? મારું નામ કેમ નથી? તો બાપ કહે છે - હે અર્જુન માં તમારું નામ કેમ નથી?
હોવું જોઈએ ને? કે ન હોવું જોઈએ? હોવું જોઈએ? સામે મહારથી બેઠાં છે, હોવું જોઈએ ને?
હોવું જોઈએ? તો બ્રહ્મા બાપે કરીને દેખાડ્યું, કોઈને જોયા નથી, આ નથી કરતા, તે નથી
કરતા, ના. પહેલા હું. આ હું માં જે પહેલાં સંભળાવ્યું હતું અનેક પ્રકાર નાં રોયલ
રુપ નું હું, સંભળાવ્યું હતું ને? તે બધું સમાપ્ત થઈ જાય છે. તો બાપદાદાની આશાઓ આ
સીઝન ની સમાપ્તિ ની આ જ છે કે દરેક બ્રાહ્મણ બાળક જે બ્રહ્માકુમાર, બ્રહ્માકુમારી
કહેવાય છે, માને છે, જાણે છે, તે દરેક બ્રાહ્મણ આત્મા જે પણ સંકલ્પ રુપ માં પણ હદ
નાં બંધન છે, એ બંધનો થી મુક્ત હોય. બ્રહ્મા બાપ સમાન બંધનમુક્ત, જીવનમુક્ત.
બ્રાહ્મણ જીવનમુક્ત, સાધારણ જીવનમુક્ત નહીં, બ્રાહ્મણ શ્રેષ્ઠ જીવનમુક્ત નું આ
વિશેષ વર્ષ મનાવો. દરેક આત્મા જેટલા પોતાનાં સૂક્ષ્મ બંધનો ને જાણે છે, એટલાં બીજા
નથી જાણી શકતાં. બાપદાદા તો જાણે છે કારણકે બાપદાદા ની પાસે તો ટી.વી. છે, મન નું
ટી.વી., શરીર નું નથી, મન નું ટી.વી. છે. તો શું હવે જે ફરી થી સિઝન થશે, સીઝન તો
થશે ને કે છુટ્ટી કરે? એક વર્ષ છુટ્ટી કરે? ના? એક વર્ષ તો છુટ્ટી હોવી જોઈએ? ન હોવી
જોઈએ? પાંડવ એક વર્ષ છુટ્ટી કરે? (દાદીજી કહી રહ્યાં છે, મહિના માં ૧૫ દિવસ ની
છુટ્ટી) સારું. ખૂબ સારું, બધા કહે છે, જે કહે છે છુટ્ટી નથી કરવી તે હાથ ઉઠાવો. નથી
કરવી? સારું. ઉપર ની ગેલેરી વાળા હાથ નથી હલાવી રહ્યાં. (આખી સભાએ હાથ હલાવ્યો) ખૂબ
સારું. બાપ તો સદા બાળકોને હા જી, હા જી કરે છે, ઠીક છે. હવે બાપ ને બાળકો ક્યારે
હા જી કરશે? બાપ પાસે તો હાજી કરાવી લીધી, તો બાપ કહે છે, બાપ પણ હવે એક શરત રાખે
છે, શરત મંજૂર થશે? બધા હા જી તો કરો. પાક્કું? થોડી પણ આનાકાની નહીં કરશો? હમણાં
બધા નો ચહેરો ટી.વી.માં કાઢો. સારું છે. બાપ ને પણ ખુશી થાય છે કે બધા બાળકો હા જી,
હા જી કરવા વાળા છે.
તો બાપદાદા આ જ ઈચ્છે
છે કે કોઈ કારણ ન બતાવે, આ કારણ છે, આ કારણ છે, એટલે આ બંધન છે! સમસ્યા નહીં,
સમાધાન સ્વરુપ બનવાનું છે અને સાથીઓ ને પણ બનાવવાનાં છે કારણકે સમય ની હાલત ને જોઈ
રહ્યાં છો. ભ્રષ્ટાચાર નાં બોલ કેટલાં વધી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, અત્યાચાર અતિ માં
જઈ રહ્યાં છે. તો શ્રેષ્ઠાચાર નો ઝંડો પહેલાં દરેક બ્રાહ્મણ આત્મા નાં મન માં
લહેરાય, ત્યારે વિશ્વ માં લહેરાશે. કેટલી શિવરાત્રી મનાવી લીધી! દરેક શિવરાત્રી પર
આ જ સંકલ્પ કરો છો કે વિશ્વ માં બાપ નો ઝંડો લહેરાવવો છે. વિશ્વ માં પ્રત્યક્ષતા નો
ઝંડો લહેરાવતા પહેલાં દરેક બ્રાહ્મણે પોતાનાં મન માં સદા દિલતખ્ત પર બાપ નો ઝંડો
લહેરાવવો પડશે. આ ઝંડા ને લહેરાવવા માટે ફક્ત બે શબ્દ દરેક કર્મ માં લાવવા પડશે.
કર્મ માં લાવજો, સંકલ્પ માં નહીં, દિમાગ માં નહીં. દિલ માં, કર્મ માં, સંબંધ માં,
સંપર્ક માં, લાવવા પડશે. મુશ્કેલ શબ્દ નથી સાધારણ શબ્દ છે. તે છે - એક સર્વ સંબંધ,
સંપર્ક માં પરસ્પર એકતા. અનેક સંસ્કાર હોવા છતાં, અનેકતા માં એકતા. અને બીજું જે પણ
શ્રેષ્ઠ સંકલ્પ કરો છો, બાપદાદા ને ખૂબ ગમે છે, જ્યારે તમે સંકલ્પ કરો છો ને, તો
બાપદાદા એ સંકલ્પ જોઈને, સાંભળીને ખૂબ ખુશ થાય છે, વાહ! વાહ! બાળકો વાહ! વાહ!
શ્રેષ્ઠ સંકલ્પ વાહ! પરંતુ, પરંતુ… આવી જાય છે. આવવું ન જોઈએ પરંતુ આવી જાય છે.
સંકલ્પ મેજોરીટી, મેજોરીટી અર્થાત્ ૯૦ ટકા, ઘણાં બાળકો નાં ખૂબ સારા-સારા હોય છે.
બાપદાદા સમજે છે આજે આ બાળક નો સંકલ્પ ખૂબ સારો છે, પ્રગતિ થઈ જશે પરંતુ બોલ માં
થોડી અડધી ઓછી થઈ જાય, કર્મ માં પછી પોણી ઓછી થઈ જાય, મિક્સ થઈ જાય છે. કારણ શું?
સંકલ્પ માં એકાગ્રતા, દૃઢતા નથી. જો સંકલ્પ માં એકાગ્રતા હોત તો એકાગ્રતા સફળતા નું
સાધન છે. દૃઢતા સફળતા નું સાધન છે. એમાં ફરક પડી જાય છે. કારણ શું? એક જ વાત બાપદાદા
જુએ છે રીઝલ્ટ માં, બીજાની તરફ વધારે જુએ છે. તમે લોકો બતાવો છો ને, (બાપદાદાએ એક
આંગળી આગળ કરીને દેખાડી) એવું કરે છે, તો એક આંગળી બીજા ની તરફ, ચાર તમારી તરફ છે.
તો ચાર ને નથી જોતા, એક ને ખૂબ જુઓ છો એટલે દૃઢતા અને એકાગ્રતા, એકતા હલી જાય છે. આ
કરે, તો હું કરું, આમાં ઓટે અર્જુન બની જાઓ છો, આમાં બીજો નંબર બની જાઓ છો. નહીં તો
સ્લોગન પોતાનું બદલો. સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તન નાં બદલે કરો - વિશ્વ
પરિવર્તન થી સ્વપરિવર્તન. બીજા પરિવર્તન થી સ્વ પરિવર્તન. બદલે? બદલે? ન કરે? તો પછી
બાપદાદા પણ એક શરત રાખે છે, મંજૂર છે, બતાવે? બાપદાદા ૬ મહિના માં રીઝલ્ટ જોશે, પછી
આવશે, નહીં તો નહીં આવે. જ્યારે બાપે હા જી કર્યું, તો બાળકોએ પણ હા જી કરવું જોઈએ
ને? કાંઈ પણ થઈ જાય, બાપદાદા તો કહે છે, સ્વ પરિવર્તન માટે આ હદ નાં હું પણા થી મરવું
પડશે, હું પણા થી મરવાનું, શરીર થી નથી મરવાનું. હું પણા થી મરવાનું છે. હું રાઈટ
છું, હું આ છું, હું શું ઓછો છું? હું પણ બધું છું, આ હું પણા થી મરવાનું છે. તો
મરવું પણ પડે તો આ મૃત્યુ ખૂબ મીઠું મૃત્યુ છે. આ મરવાનું નથી. ૨૧ જન્મ રાજ્ય ભાગ્ય
માં જીવવાનું છે. તો મંજૂર છે? મંજૂર છે ટીચર્સ? ડબલ વિદેશીઓ? ડબલ વિદેશી જે સંકલ્પ
કરે છે ને, તે કરવામાં હિંમત રાખે છે, આ વિશેષતા છે. અને ભારતવાસી ટ્રીપલ હિંમતવાળા
છે, તે ડબલ તો આ ટ્રીપલ. તો બાપદાદા આ જ જોવા ઈચ્છે છે. સમજ્યાં? આ જ બાપદાદા ની
શ્રેષ્ઠ આશાઓનાં દિપક, દરેક બાળક ની અંદર પ્રગટેલા જોવા ઈચ્છે છે. હવે આ વખતે આ
દિવાળી મનાવો. ભલે ૬ મહિના પછી મનાવો. પછી જ્યારે બાપદાદા દિવાળી નો સમારોહ જોશે પછી
પોતાનો પ્રોગ્રામ આપશે. કરવાનું તો છે જ. તમે નહીં કરશો તો બીજા પાછળ વાળા કરશે
શું? માળા તો તમારી છે ને? ૧૬૧૦૮ માં તો તમે જૂનાં જ આવવાનાં છો ને? નવાં તો
પાછળ-પાછળ આવશે. હા કોઈ-કોઈ લાસ્ટ સો ફાસ્ટ આવશે. કોઈ-કોઈ દૃષ્ટાંત હશે જે લાસ્ટ સો
ફાસ્ટ જશે, ફર્સ્ટ આવશે. પરંતુ થોડાં. બાકી તો તમે જ છો, તમે જ દરેક કલ્પ બન્યાં
છો, તમે જ બનવાના છો. ભલે ક્યાંય પણ બેઠાં છો, વિદેશમાં બેઠાં છો, દેશ માં બેઠાં છો
પરંતુ જે તમે પાક્કા નિશ્ચય બુદ્ધિ બહુજ કાળ નાં છો, તે અધિકારી છો જ છો. બાપદાદા
નો પ્રેમ છે ને, તો જે બહુજ કાળ વાળા સારા પુરુષાર્થી, સંપૂર્ણ પુરુષાર્થી નહીં,
પરંતુ સારા પુરુષાર્થી રહ્યા છે એમને બાપદાદા છોડીને જશે નહીં, સાથે જ લઈ ચાલશે (જશે).
એટલે પાક્કો નિશ્ચય કરો અમે જ હતાં, અમે જ છીએ, અમે જ સાથે રહીશું. ઠીક છે ને?
પાક્કું છે ને? બસ, ફક્ત શુભ ચિંતક, શુભ ચિંતન, શુભ ભાવના, પરિવર્તન ની ભાવના,
સહયોગ આપવાની ભાવના, રહેમદિલ ની ભાવના ઈમર્જ કરો. હમણાં મર્જ કરીને રાખી છે. ઈમર્જ
કરો. શિક્ષા ખૂબ ન આપો, ક્ષમા કરો. એક-બીજા ને શિક્ષા આપવામાં બધા હોશિયાર છે પરંતુ
ક્ષમા ની સાથે શિક્ષા આપો. મોરલી સંભળાવવી, કોર્સ કરાવવો અથવા જે પણ તમે પ્રોગ્રામ
ચલાવો છો, એમાં ભલે શિક્ષા આપો, પરંતુ પરસ્પર જ્યારે કારોબાર માં આવો છો તો ક્ષમા
ની સાથે શિક્ષા આપો. ફક્ત શિક્ષા ન આપો, રહેમદિલ બનીને શિક્ષા આપો તો તમારો રહેમ એવું
કામ કરશે જે બીજાઓ ની કમજોરી ની ક્ષમા થઈ જશે. સમજ્યાં? અચ્છા.
હવે એક સેકન્ડ માં મન
નાં માલિક બની મન ને જેટલો સમય ઈચ્છો એટલો સમય એકાગ્ર કરી શકો છો? કરી શકો છો? તો
હમણાં આ રુહાની એક્સરસાઇઝ કરો. બિલકુલ મન ની એકાગ્રતા હોય. સંકલ્પ માં પણ હલચલ નહીં.
અચલ. અચ્છા!
ચારેય તરફ નાં સર્વ
અવિનાશી અખંડ ખજાનાઓ નાં માલિક, સદા સંગમયુગી શ્રેષ્ઠ બંધનમુક્ત, જીવનમુક્ત સ્થિતિ
પર સ્થિત રહેવા વાળા, સદા બાપદાદા ની આશાઓ ને સંપન્ન કરવા વાળા, સદા એકતા અને
એકાગ્રતા ની શક્તિ સંપન્ન માસ્ટર સર્વ શક્તિવાન્ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર
અને નમસ્તે.
ચારેય તરફ નાં દૂર
બેસવા વાળા બાળકો ને, જેમણે યાદ-પ્યાર મોકલ્યા છે, પત્ર મોકલ્યા છે, એમને પણ બાપદાદા
ખૂબ-ખૂબ દિલ નાં પ્રેમ સહિત યાદ-પ્યાર આપી રહ્યા છે. સાથે-સાથે ઘણાં બાળકોએ મધુબન
ની રિફ્રેશમેન્ટ નાં પત્ર ખૂબ સારા-સારા મોકલ્યા છે, એ બાળકોને પણ વિશેષ યાદ-પ્યાર
અને નમસ્તે.
વરદાન :-
વિતેલા ને
ચિંતન માં ન લાવીને ફુલસ્ટોપ લગાવવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ
અત્યાર સુધી જે કંઈ
થયું-એને ફુલસ્ટોપ લગાવો. વિતેલા ને ચિંતન માં ન લાવવું-આ જ તીવ્ર પુરુષાર્થ છે. જો
કોઈ વિતેલા નું ચિંતન કરે છે તો સમય, શક્તિ, સંકલ્પ બધું વેસ્ટ થઈ જાય છે. હમણાં
વેસ્ટ કરવાનો સમય નથી કારણકે સંગમયુગ ની બે ઘડી અર્થાત્ બે સેકન્ડ પણ વેસ્ટ કરી તો
અનેક વર્ષ વેસ્ટ કરી દીધાં એટલે સમય નાં મહત્વ ને જાણી હવે વિતેલા ને ફુલસ્ટોપ લગાવો.
ફુલસ્ટોપ લગાવવું અર્થાત્ સર્વ ખજાનાઓ થી ફુલ બનવું.
સ્લોગન :-
જ્યારે દરેક
સંકલ્પ શ્રેષ્ઠ હશે ત્યારે સ્વયં નું અને વિશ્વ નું કલ્યાણ થશે.
અવ્યક્ત ઇશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
જ્ઞાન ની કોઈપણ વાત
ઓથોરિટી ની સાથે, સત્યતા અને સભ્યતા થી બોલો, સંકોચ થી નહીં. પ્રત્યક્ષતા કરવા માટે
પહેલાં સ્વયં ની પ્રત્યક્ષતા કરો, નિર્ભય બનો. ભાષણ માં શબ્દ ઓછા હોય પરંતુ એવું
શક્તિશાળી હોય જેમાં બાપ નો પરિચય અને સ્નેહ સમાયેલો હોય, જે સ્નેહ રુપી ચુંબક
આત્માઓ ને પરમાત્મા તરફ ખેંચે.